Indradhanushy MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Indradhanushy


ઈન્દ્રધુનુષ્ય

૭ ટૂંકી વાર્તાઓ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•ઈન્વોલ્વમેન્ટ

•“મીંઢળ”

•મૂંગી વેદના

•અંજામ (કોણ ગુનેગાર?)

•સુખલી

•સરપ્રાઈઝ

•ઉહ...આહ...આઉચ...

૧. ઈન્વોલ્વમેન્ટ

આ વર્ષ ના “ કલારત્ન “ સન્માન માટે ની પસંદગી મારા ઉપર ઉતરી. “ કલારત્ન “ સન્માન એ કલા જગત નું અને ખાસ કરીને અભિનય માટે નું કદાચ સર્વોચ્ચ સન્માન છે એવું હું કહીશ તો મારી સાથે ઘણા બધા સહમત થશે. મીડયા માં જેવી જાહેરાત થઈ કે આ કળશ આ વખતે મારી ઉપર ઢોળાયો છે એની સાથે જ જેમ વાદળ ફાટ્‌યું હોય એ રીતે શુભેચ્છાઓ અનરાધાર વરસવા માંડી. હું પણ શક્ય એટલી વિનમ્રતા અને અચરજ ના મિશ્રિત ભાવ સાથેના સાહજિક અભિનય થી સહુ ને પ્રત્યુત્તર પાઠવી રહ્યો હતો..પણ મન ના ભાવ કૈક અલગ જ હતા...

વ્યાવસાયિક રીતે અભિનય ક્ષેત્ર સાથે જોડાયા બાદ ધીરે ધીરે મને ભાન થવા લાગ્યું કે ઘણા ખરા સન્માનો અને એવોડર્સ જે લોકો ની નજરે કલાકાર ને “મળતા” હોય છે એ ઘણી વખત બંધ બારણે “ખરીદતા” હોય છે. અમુક કલાકારો તો આવા ખરીદેલા સન્માન ના જોરે એટલા પ્રસિદ્ધ થઈ ગયા હોય છે કે અચાનક મહાન ની યાદી માં સ્થાન પામવા માંડે છે.

આમ તો અભિનેતા તરીકે મારી ખ્યાતી સારી એવી. લોકપ્રિયતા પણ ખરી. પણ ખાસ સન્માનો કે એવોર્ડસ મળેલ નહોતા. અને પરિણામે હજુ મારી આગળ પેલું મહાન નું બિરૂદ લાગેલ નહોતું. મેં એવા સહઅભિનેતાઓ ને જોયેલ છે જે ક્યારેક સન્માન માટે ભીખ માંગતા હતા અને કેટલાક સન્માન મળ્યા પછી એ લોકો અત્યારે જ્યુરી ના સભ્યો થઈ ગયા છે અને હવે મારા જેવા ઈચ્છુકો એમની પાસે હાથ ફેલાવી ને ઉભા છે. આ બધું જોયા પછી મને પણ થયું કે હવે તો કૈક આગવું કરવું જ છે , માત્ર અભિનય ના જોરે ક્યાં સુધી સન્માન ની રાહ જોવી? બસ , પછી તો મારા નેટવર્ક ને લગાડી દીધું કામે...અને અમિતાભ વળી પેલી દીવાર ફિલ્મ નો સંવાદ છે ને...” જિંદગી કી રેસ મેં જબ એ લડકા સ્પીડ પક્ડેગા....” એ રીતે નક્કી કર્યું કે મારવો તો મીર મારવો અને બધા ને પાછળ રાખી દેવા...થોડી કળા , થોડી કાકલુદી અને થોડા (? ) કાવડિયા ના જોરે હું બની ગયો...” કલારત્ન “...

બસ , જ્યાર થી જાહેરાત થઈ છે ને ત્યારથી મારી પેલી મહાન થવાની સફર ની જાણે શરૂઆત જ થઈ ગઈ..અનેક ટી.વી. ચેનલ્સ મારી મુલાકાત માટે રીતસર પાછળ પડી ગયેલ છે એમ કહીશ તો અતિશયોક્તિ નથી...એવીજ એક ટી.વી. ચેનલ ને ગળું ખંખેરી ને મુલાકાત આપવા મારી કાર ઝડપભેર એના સ્ટુડીઓ તરફ ગતી કરી રહી હતી...ત્યાં ડરાઈવરે અચાનક બ્રેક મારી...કાર થી થોડી દુર ટોળું એકઠું થયેલ..આમતો આ શહેર માં તમાશો કોઈ નવી ઘટના નથી છતાં શું વાત છે એનો તાગ મેળવવા મેં ડરાઈવર ને સુચના આપી...થોડીવારે એ મરક મરક થતો આવ્યો.

“ સાહેબ , કોઈ ગાંડો છે..ધમાલ મચાવે છે...લોકો ને મુર્ખ બનાવે છે..”

“ ગાંડો લોકો ને મુર્ખ બનાવે છે ? હું સમજ્યો નહિ...”

“ સાહેબ , લોકો જેને ગાંડો ગણે છે અને એની સાથે મજાક કરે છે , એ ખરેખર તો એક બહુરૂપીઓ છે , અમારા ગામ નો છે હું એને ઓળખું છુ..અત્યારે એ પાગલ નો વેશ ધરી ને આવ્યો છે...પણ લોકો ને એમ છે કે એ ખરેખર પાગલ છે.”

મને સખારામ ની વાત સાંભળી એ બહુરૂપિઆ ને જોવાની ઈચ્છા થઈ...હું મારી કાર માંથી જેટલું જોઈ શકાઈ એટલું જોતો હતો...અદભુત અભિનય કરી રહ્યો હતો..મને થયું કે એને કૈક મદદ કરવી જોઈએ...અચાનક કારનો દરવાજો ખોલી હું ટોળાની વચ્ચે પહોચી ગયો, ટોળા માટે તો મારી હાજરી બહુ મોટું આશ્ચર્ય હતું..લગભગ બધા મને જાણતા હતા અને હમણાં થી તો ખાસ....ટોળું હજુ કઈ કરે એ પહેલા મેં પેલા “ પાગલ “ ને ૫૦૦ રૂપિયા આપ્યા...મને ખાતરી હતી કે એ હમણાં મારા પગ માં પડી જશે...એના માટે તો “૫૦૦ રૂપિયા” અને આપનાર “હું” બન્ને વિરલ ઘટના જ કહેવાય...પણ આ શું...એણે પહેલા તો મેં આપેલ નોટ ને જોઈ અને પછી તરતજ એના નાના નાના કટકા કરી નાખ્યા...હવા માં ઉડાડયા..અને તાળીઓ પાડી...રાજી થઈ ને એ નાચવા લાગ્યો...મારા માટે આ બધું અસહ્ય હતું...આઘાતજનક અને અપમાનજનક પણ...લમણું ફાટી જાય એટલો ગુસ્સો આવ્યો...અને લગભગ બારડો જ પાડયો...” તું તારી જાત ને સમજે શું ?...તને કલાકાર સમજી ને મેં મદદ કરી અને મારૂં આવું અપમાન...તું છે કોણ...તું છે શું...? “ ત્યાં હાજર લોકો માટે તો એ ફિલ્મી દ્રશ્ય હોય એવું જ લાગતું હતું...એમને માટે તો આ બધું બહુ મોટું સસ્પેન્સ હતું...પેલા બહુરૂપિયા એ મારી સામે આડકતરી નજર નાખી...એના મેલાઘેલા, ફાટેલ પેન્ટ ના ખિસ્સા માંથી મેલોઘેલો રૂમાલ કાઢ્‌યો..જોર થી પોતાના ચહેરા ઉપર ફેરવ્યો...અને બીજીજ ક્ષણે મારા પગ માં શાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો...થોડીવારી એ ઉભો થયો...એની આંખ માં આંસુ હતા...અવાજ પણ માંડ નીકળ્યો....બહુ ભીના અવાજે એણે કહ્યું...” આપ તો અભિનય ની દુનિયા માં મારા માટે ભગવાન થી કમ નથી...મારા જેવા રખડતા ભટકતા કલાકાર ને આવી કલ્પના પણ ક્યાંથી હોય કે આપ સ્વયમ મારો અભિનય નિહાળો અને મને પુરસ્કાર આપો...આપે આપેલ રૂપિયા મારા માટે તો બહુ મોટું સન્માન કહેવાય...પણ મારી મજબુરી હતી...હું એ સમયે પાગલ નો વેશ ભજવતો હતો...જો હું આપે આપેલ રૂપિયા મારા ગજવામાં મૂકી દેત તો મારા વેશ સાથે , મારા અભિનય સાથે એ ગદ્દારી કહેવાત...સાહેબ , હું ડાહ્યો ગણાત. હું તો ત્યારે પાગલ હતો એટલે મારે માટે તો ત્યારે કાવડિયા કે કાગળ એકજ કહેવાય...બસ , મારા રોલ ને ન્યાય આપવા...એમાં ઓતપ્રોત રહેવા મેં એ નોટ ફાડી નાખી....મને ક્ષમા કરો...મને ખાતરી છે આપ મને માફ કરી દેશો...કારણ એક સાચો કલાકાર જ બીજા સાચા કલાકાર ને ઓળખી શકે...મને માફ કરી દો..” અને એ ચોધાર આંસુ એ રડી પડયો...લોકો ને હજુ કઈ વધુ સમજ પડે એ પહેલા મારા વોલેટ માં મારો હાથ ગયો...કેટલા રૂપિયા મેં એને આપ્યા એ પણ મને ખબર નથી...પણ બહુજ ઝડપ થી હું કાર માં બેસી ગયો...અને ડરાઈવરને કર ભગાવવા સુચના આપી...

સ્ટુડીઓ આવ્યો અને સખારમે મને વિચાર માંથી જાગૃત કર્યો....હું સ્ટુડીઓ ની અંદર ગયો...હજુ પણ મારા મન મગજ માં પેલા શબ્દો... એક સાચો કલાકાર જ બીજા સાચા કલાકાર ને ઓળખી શકે...ઘુમરાય રહ્યા હતા...મુલાકાત નો આરંભ થયો ના થયો અને મેં જાહેર કર્યું...કે હું આ પુરસ્કાર નહિ સ્વીકારી શકું...કારણ મને અચાનક એવું મહેસુસ થયું કે આ સન્માન માટે હજુ હું લાયક નથી..હજુ મારે સાચા કલાકાર બનવાનું બાકી છે...

લેખક રક્ષિત વસાવડા

૨. “મીંઢળ”

બારણે લીલા તોરણ , પરસાળની ભીંતે પોતાના હાથે દોરેલા ગણપતિ, નજીક જ કંકુ, ચોખા, દીવડો નાડાછડી, અને પૂજાનો સામાના ભરેલી થાળી હતી.સોપારી અને સૂડી, હજી જાણે કાલે જ આ વિધિ પતાવીને આવી હોય તેમ આગળ ને આગળ વધતી જતી અને આલ્બમ પરના મઢાઈ ગયેલા સ્મરણો પર હળવા હાથે પસવારતી , સખીઓ સાથે ગરબે ઘુમતી ઉજાગરાભરેલી આંખોમાં શમણાનો ભાર હજીયે દેખાતો હતો. અને હા મહેંદીમાં ઝીણી ભાતમાં ગુંથાયેલું નામ તો ક્યારાનુયે એના પારખું નયનોએ જોઈ લીધું હતું. બસ હવે હું કમાઈશ ને તારે ઘર સંભાળવાનું, ખાનગી બેન્કમાં નોકરી કરતી પિયુને કુંજ જાણે હજીએ કાનમાં કહી રહ્યો હતો. કેમ કે તારા હાથમાં મારૂં નામ લખાયેલું હશે ને. !!

અને અગ્નિની સાક્ષીએ મંત્રોચ્ચારની વચ્ચે પરિણયની ગાંઠે બંધાયા , પાછું ફરીને જોયા વિના આપેલી મંડપ અને ઘરને વિદાય, બધું જ તરવરી ઉઠ્‌યું, એ રડી નહતી, કારણ જીદ કરીને એણે પોતાની પસંદના કુંજ સાથે લગ્ન કરવા માતા-પિતાને મનાવ્યા હતા. આજે સાત વર્ષ ક્યાં વીતી ગયા ? બંનેમાંથી કોઈને પણ ખબર જ પડી. બહેતરથી બહેતર જિંદગી જીવવાની આશામાં કુંજ કામમાં વ્યસ્ત રહેતો. પિયુને નિત નવા મોડેલના મોબાઈલ લઈ આપતો. પોતે પણ એટલોજ શોખીન.

પીયુ આજે ફરી કોમ્પ્યુટર ટેબલના ખાનામાંથી એ જ આલ્બમ કાઢીને બેઠી હતી .

પીયુ લગ્નના આલ્બમમાં એક ફોટો હંમેશા જોયા કરતી. મીંઢળ બાંધેલા હાથ .

બસ, આજ તો આ ફોટો શેર કરવો જ છે .તે ફરીને મોબાઈલ લેવા ગઈ સાથે સાથે સૂચનો આપતી’તી જો કુંજ તારો નાસ્તો તૈયાર છે. મારો મોબાઈઈલલ્લ્લ ... ઓહ, શું કરે છે તું. લાવને જરાક..અરે બસ તારા વોત્સેપ પર નજર કરતો હતો .

કેમ? હું તો તારા મોબાઈલને ક્યારેય ચેક નથી કરતી !! કાલથી હું પણ એમ કરૂણ તો કેવું રહેશે ?

મેડમ .તમારા મોબાઈલનું હું બીલ ભરૂં છું . પીયુની આંખો આલ્બમ તરફ વળી,

મીંઢળ બાંધેલ નાડાછડીના ધાગા ને ય ઘસારો લાગેલો હોય એમ આંખોમાં ઉભરી આવેલા જળની આરપાર દેખાયું.

ષ્ઠરટ્ઠહઙ્ઘટ્ઠિઙ્મીારટ્ઠર્ટ્ઠિજ્રઅટ્ઠર્રર્.ૈહ

ચન્દ્રલેખા રાવ

૩. મૂંગી વેદના

પાંચ પગથીયા ચડીને આવતા ઓટલાની નળિયાવાળી ખુલ્લી ઓસરીની લાકડાની વળી ઓમાં ચકા-ચાકીએ માળો ગુંથ્યો હતો.હવે એ બંને પોતાનો પરિવાર વધારવાના પ્રયાસમાં હતા. સામે નાનકડી ખુલ્લી જગ્યા માં થોડાક જમરૂખી, બદામ અને કરણના હારબંધ ઝાડ હતા. બદામના પાન સીવીને દરજીડાએ પણ માળો બનાવ્યો હતો. સાવ ઉધા લટકતા પાનમાં કોઈની પણ નજરે નચડે એ રીતે. પણ સતત મૌન રહેતી સત્તરેક વર્ષની શોભના નજરો બધું જોવામાં તલ્લીન થઈ જતી. ક્યારેક એના હોઠ આંનંદ્‌થી મલકી ઉઠતા. નવા રહેવા આવેલા યુવાન પડોશી યુગલને જોઈને એ મલકાતી. યુવતીને નવાઈ લાગતી આ કેમ કશું બોલતી નથી.! એક વખત નજીક આવીને ઉભી રહી એને યુવતી પોતાના નાના બાળકને ખોળામાં લઈને રમાડતી હતી તે જોવા બેસી ગઈ, યુવતીએ વાત ચાલુ કરી :”ભણતી નથી ? કેમ ઘરે છે ?” પણ તે કઈ બોલી નહિ બેધ્યાન હોય એમ લાગ્યું

અરે,!! અહિયાં છે” ? ખભા પર લીલીબેને હાથ મુકતાં કહ્યુંઃ” ઘરે ચાલ.” એમ કહ્યું અને તે જતી રહી.. “સાંભળતી નથી એટલે એને બહુ સાચવવી પડે છે. “ પણ ડાહી છોકરી છે શાંતિથી બેસે છે. “યુવતિએ કહ્યું ,ના, એમ નથી , એને સંભળાતું નથી. એટલે .યુવતીનું હૈયું થડકારો ચુકી ગયું ઓહ, એટલી સુદર છોકરીને આવું દુઃખ ? ઘરકામથી લઈને નાનાભાઈ-બહેન બધાને ખૂબ સાચવતી ક્યારેક એના ઘરમાંથી સહેજ અસ્પષ્ટ અવાજ સાભળવા મળે .

એક દિવસ ફરી ઈ ફ્રીઝમાંથી બરફ લેવા આવી. એને પોતાના અસ્પષ્ટ અવાજમાં સમજાવ્યું હું બોલતી હતી પણ પછી આવું થઈ ગયું. હવે યુવતીની ઉત્કંઠા વધી.અને બીજે દિવસે લીલીબેનને પૂછીજ નાખ્યું :આ કેમ આવું બોલે છે ? એમને બતાવ્યું ગામડે કૂવાના પગથાર પરથી પડી ગઈ હતી. માથામાં અને કાન પાસે વાગ્યું હતું.અમે જાણીએ કે સામાન્ય ઈજા છે સ્થાનિક સારવાર લીધી, કાલુ કાલુ બોલતી તે એકદમ ઘોઘરૂં બોલતી સાંભળી, અમે હસતા શહેર આવી તપાસ કરવી ત્યારે ખબર પડી એ હવે એને સંભાળ્ય નહિ ,આવું જ બોલશે સારવારમાં બહુ મોડું થઈ ગયું છે. “હવે જુવાન થઈ એટલે બહુ સાચવવી પડે એન ખબરના પડેને.” .એક મા ને કોરી ખાતી વેદના અનુભવાઈ.

આજે ફરી એચોંકી મકાનમાલિકનો દિકરો એકદમ એની નજીક આવીને એના ભરાવદાર શરીર ને તાકી રહ્યો. યુવતિએ જોયું. એને ઘૃણા થઈ આવી. શોભના બોલતી નહતી પણ એ દરેક ખતરો મહેસૂસ કરતી હતી. એણે ઘરની બહાર નીકળવાનું બધ કરી દીધું મકાનમાલિકનો દિકરો ઉઠે એ પહેલા કપડાં ધોઈ નાખે સુકવી નાખે પછી ઘરમાં જ ભાઈ બહેનને તૈયાર કરે. લીલીબેન હાજર હોય તો જ એ બેસે. બધા પૂછતા કેમ શોભના નથી દેખાતી ? એને હવે બહાર નીકળવું ગમતું નથી એમ કહે છે.” નવી રહેવા આવેલી યુવતિએ એમને સમજાવ્યા એને વ્હાલથી સમજાવીને પુછજો તો ખરાં એને શું થાય છે.? લીલીબેન ઘરમાં જી તે બપોરે પીઠ પસવારતા પૂછ્‌યું તો ધ્રૂસકે શ્રૂસકે રડીને અસ્પષ્ટ શબ્દોમાં કહેવા લાગી “હવે અહિયાં નથી રહેવું .બીજે ચાલો.અને લીલીબેન સમજી ગયા, જુવાન દીકરીને શેનો ખતરો છે.મકાનમાલિક સાથે ચાલતો ઝઘડો કારણભૂત હોઈ, એમણે પતિને સમજાવ્યા : હવે વીસ વરસથી રહતા એ મકાન નો હક્ક પડતો મૂકોને ચાલો આપણા સગાઓ રહેતા હોય તે તરફ તો આનું સારૂં ઠેકાણું મળે તો એકાદ બે વરસમાં પરણાવી દેવાય. :”ક્યા સુધી હું અને તમે એને સાચવવાના ?” “ક્યા લગી જીવાવાના ?” બારણાં પાસે ચુપચાપ જોતી શોભના માતા-પિતાના હોઠ ના હલનચલન પરથી વાત પારખી ગઈ.માં-બાપની આંખોમાં આવેલી ભીનાશ અને વેદના અને પોતાની મૂંગી વેદના બંને અનુભવી રહી.

બે અઠવાડિયા પછી નવું મકાન શોધીને સામાન લઈ જતી વખતે યુવતીનો આભાર માનતા ગયા . સારૂં થયું તમે સમજણ પાડે નહીતર અમે આમ જ બેસી રહ્યા હોત.

- ચંદ્રલેખા

૪. અંજામ (કોણ ગુનેગાર?)

“અલી સાંભળ્યું?” “શું?

“ઓલી સવલી અને નરભા ગોરનું ચંદુ”

“હા ઈ બેયને ઘણીવાર નદીકાંઠે જોયા છ."

“પણ નરભા ગોર હા પાડશે? સવલી રહી ઉતરતી જાત”

“પણ કેવી રૂપાળી છે! ગોરો વાન અને અંગેઅંગ જીવતું.”

“હા, પાછી હંમેશા હસતી ને હસતી.”

“હોળીમાં તો સંધાયને રંગી નાખે..નવરાતરમાં કેવા રાસ લેવરાવે.”

“મૂઈ ગરીબની છોડીમાંય ભગવાને કેવડું બધું રૂપ ભર્યું છે.”

“સાંભળ્યું છે કે ઓલો રઘડો તેની પાછળ પડયો છે.”

“હાય માં! સવાર સવારમાં ઈ કપાતરનું નામ ન લે!”

----------------------------------------------------

“ચંદુ, હવે કેટલો વખત આમ મળવાનું? તું વાત કરને”

“સવુ,એમ ઉતાવળે કામ નહિ થાય. બાપાને મનાવતા વાર થશે. ”

“ઓલો રઘડો મારી પાછળ પડયો છે.મને બીક લાગે છે.”

“ જોઉં છું. વખત આવ્યે બાપાને વાત કરૂં”

------------------------------------------------------

“સાંભળ્યું? ગજબ થયો. સવલી માથે જુલમ થયો.”

“અરર...! નક્કી ઓલા રઘડાના કામ હશે.”

“હા, ગઈકાલે બપોરે સીમમાં આંતરી લીધી,કાંક પીવરાવી દીધું અને કાળો કામો કર્યો.”

“બચારીનો ભવ બગાડયો.”

-------------------------------------------------------

“ચંદુ,એ ચંદુ,.. કાંક તો બોલ. હવે શું કરીએ?”

“બોલવા જેવું શું રહ્યું ?. હવે તો બાપા નહિ જ માને. ”

“ચાલ,ક્યાંક જતા રહીએ. અહીંથી ઘણે આઘે.”

“ના, બાપાની આબરૂ જાય.”

“તો શું કરવાનું? મારૂં શું થાશે?”

“આપણા નસીબમાં ભેગા રહેવાનું નહિ લખ્યું હોય”

“અરે પણ તું ગોરબાપાને વાત તો કરી જો. લે .. હું ભેળી આવું.”

“ના, બાપા તો એમજ કહે કે તેં રઘડાને લલચાવ્યો હશે.”

“ફટય મુવા, બોલતા લાજતો નથ્ય?” ,

“પણ ગામને મોઢે ગરણું બંધાય છ?”

“તો તો મારે કુવો-હવાડોજ કરવાનો ને?”

“એમ હું ક્યાં કહું છું. તું કાંક બીજું ગોતી લે.”

“ફટય માટીપગા, આવું કહેતા તારો જીવ હાલે છે?”

--------------------------------------------------

“અલી ભારે થઈ!”

“શું થ્યું?”

“ઓલી સવલી રઘડા ભેગી રહેવા માંડી.”

“ અરે, રઘાભાઈ કહે, સરપંચ થયા છે!”

----------------------------------------------

“નરભા ગોરને માથે ભારે થઈ.”

“હા, ગોરાણી પાછા થયા અને વહુ કપાતર નીકળી”

“લકવો થઈ ગયો છે. ઓશરીમાં પડયા રહે છે.”

-------------------------------------------------

આજે સરપંચ સવિતાબેનને હાથે વૃદ્ધાશ્રમનું ઉદઘાટન થયું.

ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ સમારંભના પ્રમુખ હતા.

ચંદુ ગોરે નીચી મૂંડીએ વિધિ કરાવી.

નરભા ગોરને એમની અનિચ્છા છતાં વૃદ્ધાશ્રમમાં મુક્યા છે.”

----------------------------------------------------------

“અલી એક વાત જોઈ? સવલી રઘડા ભેળી રહેવા માંડી તે દિ’થી હસતી જ નથી.”

નીતિન ભટ્ટ

હૈૈંહહ્વરટ્ઠંંજ્રર્રંદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૫. સુખલી

સુખલી આજ તરફડી રહી છે. સવાર- સાંજ એના ગણુબાપાને માથુ ટેકવવા વાળી, દિવસ દરમ્યાન કોઈપણ સારી-નરસી ઘટના ઘટી હોય, એ સઘળી કથા કથની એના આ સખાને કહેવાવાળી, આજ મનોમન એમનાથી નારાજ થઈ રહી છે....

સૌથી વધારે તો સુખલી પોતાની જાતને જ નફરત કરી રહી છે ..

સુખલી- રમણ અને રાધલીની ત્રીજા નંબરની પુત્રી... શ્યામવર્ણી છતાંય નમણી... માત્ર ત્રણ ચોપડી ભણેલી...આજની આ ૨૧મી સદીમાં પણ જ્યાં ફક્ત દિકરાઓને જ કુળદિપક, વંશ વધારનાર માનવામાં આવે છે, ત્યાંજ એક ગામમાં, પછાત કોમમાં, જ્યાં બે ટંક ખાવાના પણ વાંધા પડતા હોય.. ત્યાં જન્મેલી આ અભાગણ સુખલી.

મનમાં યૌવનનો થનગનાટ અનુભવતી સુખલી, દિવસે ન વધે એટલી રાતે વધી રહી હતી. એની બે મોટી બહેનો - લખી અને રૂખી એમની માંની જેમ જ આજુબાજુના બંગલાઓમાં કામ કરવા જતી.. પણ આજ લખીના જીવને સારૂ ન લાગતું હોવાથી માં એ સુખલીને પહેલી જ વાર બંગલે મોકલી હતી.

શેઠ-શેઠાણી તો સુખલીની કામ કરવાની સુઝથી ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. શેઠે તો જતી વેળા સુખલીને પચાસની નોટ પણ હાથમાં થમાવી હતી. સુખલીને પણ ગમ્યુ હતું. હવે તો દિવસે અંતરે શેઠાણી પણ સુખલીને કામ હારૂ બોલાવવા લાગ્યા હતા. ખૂબ મન દઈને સુખલી ઘરનું બધુંય કામ કરી દેતી.

હવે તો સુખલીની આવનજાવન બંગલે વધી ગઈ હતી. શેઠના દિકરા કરસન સાથે પણ ક્યારેક હસતી-બોલતી.કરસન, જે સુખલી કરતાં ત્રણ ચાર વર્ષ મોટો, શહેરમાં રોજ ભણવા જતો. અને થોડો ઘણો શહેરનાં રંગે પણ રંગાયેલો હતો. આમ સારો, પણ હતો તો પુરૂષ જ ને.

નાદાનીમાં હસતી બોલતી સુખલી, કરસનનાં મનનાં ચોરને ઓળખી શકી નહોતી . એને મન તો બસ, કરસન એના શેઠનો દિકરો હતો અને એટલે જ કરસનનું ચીંધેલું કામ સુખલી હસતે મોઢે કરી આપતી હતી. કરસન પણ ખૂશ થઈને સુખલીને વીસ રૂપીયા, પચાસ રૂપીયા આપી દેતો હતો..

સુખલી ખૂશ થતી, કારણ આજ ઉપરની કમાણીથી એના ઘરમાં ક્યારેક દાળ-ભાત તો ક્યારેક ઘઉંના લોટનો એનો ભાવતો શીરો બનવા લાગ્યા હતા. સુખલીના માતા પિતા, રાધલી અને રમણ પણ ખૂશ હતા..

દિવસો વીતતા કરસનની હિંમત પણ વધી હતી. ઘરમાં જ્યારે કોઈના હોય, ત્યારે પણ એ સુખલીને બોલાવવા માંડયો હતો. હસતા હસતાં એનો હાથ પકડી લેતો, સુખલીએ કલ્પના પણ ના કરી હોય તેવા સપના એને દેખાડતો. પછી તો કરસન બધી જ હદ વટાવી ગયો. ક્યારે સઘળી સીમા ઓળંગાઈ ગઈ એનુંય સુખલીને ભાન ના રહ્યું. પણ આ બધું એની અબુધ ઉંમરને લીધે કદાચ એને ગમવા લાગ્યું હતું. ખાસ તો એટલે કે હવે રોજ જ એને વધારે પૈસા મળવા લાગ્યા હતા, જેના લીધે ઘરે બધાંને જ પેટભર ખાવાનું મળી રહ્યુ હતું.

રાધલી, સુખલીની માં પણ કદાચ આ વાતથી અજાણ ના હતી .

સુખલી થકી ઘરમાં આવતી વધારાની આવક અને ઉપરથી ભરપેટ ભોજન મળતું હોવાથી રાધલી, સુખલીની માં, એની જનેતા જ બધી વાતોથી વાકેફ હોવા છતાંય આંખ આડા કાન કરતી હતી.

સુખલીને ઝીણો તાવ રહેવા લાગ્યો, એનું શરીર સુકાવા લાગ્યુ હતું. જીવ બેચેની અનુભવી રહ્યો હતો. ગામના વૈધની દવાથી કોઈ ફેર ન પડતો હોવાથી બંગલાવાળા શેઠે થોડા ઘણા પૈસા આપી ઈલાજ અર્થે સુખલીને શહેર મોકલી. વિવિધ ટૅસ્ટ કરાવ્યા પછી નિદાન થયું કે સુખલી તો જીવલેણ બિમારી એઈડસ ગ્રસ્ત થઈ છે. એના માતા પિતા સાથે સુખલી પણ ભાંગી પડી.

સુખલી એની માં ને શેઠને ત્યાં મોકલવા બદલ કોસતી, તો એની માં વળી સુખલીને...

ગણુબાપાને જે સુખલી ખૂબ માનતી, હવે તેમના પર પણ નારાજ રહેવા લાગી હતી, ગુસ્સો કરવા લાગી હતી.આ રસ્તે જવા બદલ પોતાની જાતને પણ સુખલી ખૂબ કોસતી, અકળાતી..

શેઠ પરિવાર સાથે ગામ છોડી ચાલ્યા ગયા.. સુખલીના માતા પિતાને કે એની બહેનો ને નથી કોઈ કામ આપતું કે નથી તેઓ સાથે કોઈ સરખી વાત કરતું..

આમાં દોષ કોણો ગણવો.. સુખલીનો કે જે ઉંમરના એવા પડાવ પર હતી કે કરસન જેવા લંપટ પુરૂષની વાતમાં આવી એનું બધું જ ગુમાવી દીધું.. કે પછી રાધલી, સુખલીની માં નો કે જેણે ઘરમાં ફક્ત બધાંને ભરપેટ ખાવાનુ મળતુ હોવાથી, બધું જાણતી હોવા છતાંય પોતાની જ દિકરી ને થોડાક પૈસા સાટું આવા રસ્તે ધકેલી દીધી ???..

શ્શિલ્પા સોનીશ્

૬. સરપ્રાઈઝ

“ હં..સુરજ બોલ..”

“ ભાઈ , કાલે પા નો બર્થ ડે છે , યાદ છે ને ? “

“ હા , સાંભળ હું કૈક સરપ્રાઈઝ પ્લાન કરૂં છું “

“ મેં એટલેજ તને ફોન કર્યો...શું વિચારે છે ? “

“ જો સાંભળ , આપણે આખા ફેમીલી ને એકઠું કરીએ , સરસ મજા નું ડીનર ને પા ને સ્માર્ટ ફોન ગીફ્ટ આપવો..ને હા એમના ખાસ ફ્રેન્ડઝ ને પણ બોલાવવા પણ બધા ને કહેવાનું કે પા ને આ વાત ની ખબર નથી એટલે કોઈએ એમને કશું કહેવું નહિ...પા સાંજે સાંજે ઘેર આવે ત્યારે બધાએ ભેગા થઈ એમને સરપ્રાઈઝ આપવી...તારૂં શું કહેવું છે ? “

“ પરફેક્ટ...ને મમા ને કે જે કે એ કઈ બફાટ ના કરે નહિતર સરપ્રાઈઝ , સરપ્રાઈઝ નહિ રહે...તને ખબર છે ને પા બહુ શાર્પ છે, એમને જરા પણ અણસાર ના આવવો જોઈએ...”

“ એ હા...હવે તું ફોન મુક , અને તું ભાભી સાથે સમય સર આવી જજે જોકે આપણે વાત તો કરશું જ એન્ડ પોસીબલ હશે તો હું રાતે ઘેર પણ આવું છું...ચાલ બાય...”

=======

હજુ હમણાજ મારા બર્થડે ઉપર એમણે મને બહુજ સરસ સરપ્રાઈઝ આપી. મારા ફ્રેન્ડ સર્કલ માં મારૂં સ્ટેટ્‌સ વધી . ઘણા મિત્રો તો મને મળેલ બર્થડે સરપ્રાઈઝ ની મીઠી ઈર્ષા પણ કરવા લાગ્યા...એ દિવસે બધું પૂરૂં થઈ ગયા પછી મેં એમને પૂછ્‌યું , “ તમે મને તો મસ્ત મસ્ત ટ્રીટ આપી પણ તમે ક્યારેય અમને આવો મોકો કેમ નથી આપતા ? “ ત્યારે એમણે બહુજ ટૂંકો જવાબ આપ્યો..” આઈ ઓલવેઝ લવ ટુ ગીવ સરપ્રાઈઝ “

પરિવાર અને પળોજણ માં પરોવાયેલ પપ્પા ના અગાઉ ના ૫૭ બર્થ ડે આવી ને જતા રહ્યા..એમની અમને કડક સુચના મળી જતી કે ખોટી કોઈ ધાંધલ ધમાલ નહિ કરવાની...” મને એવું બધું પસંદ નથી “ આવું એમણે અમને અનેક વાર કહેલ..અમે જયારે પણ એમને કહેતા કે “ તો તમે અમારા દિવસો કેમ ઉજવો છો..?” ત્યારે એ કહેતા “ કારણ તમને એ બધું ગમે છે , અને ગમતું હોય એનો હમેશા ગુલાલ કરવો પણ જેને જે ના ગમતું હોય એને જબરજસ્તી કરી ને ગુલાલ થી ના રંગવા...”

પણ , આ વખતે અમે એમનો ૫૮મો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય લઈ લીધો..અમને ખબર છે એમને અમારી સરપ્રાઈઝ નહિ પસંદ પડે...પણ પેલી જાહેરખબર આવે છે ને “ તો દાગ અચ્છે હૈ..” એમ કદાચ એ નારાજ થાય તો પણ આ બર્થડે સરપ્રાઈઝડે બનાવી ને રહેશું....

સાંજ ઢળતી ગઈ..પ્રિયજનો થી ઘર મઘમઘવા લાગ્યું..કેક પણ આવી ગઈ ને સ્માર્ટફોન પણ...પા ના આવવાનો સમય થઈ ગયો એમ એમ અમારા સહુ ની ધડકન તેજ થવા લાગી...ખબર નહિ એમનું રીએક્સન શું હશે ? કેવું હશે ?....

“ શી..શીશ...પા નો ફોન...પ્લીઝ સાઈલન્સ...”

“ હં...પા..હાજી...” ફોન પપ્પા નો હતો હું ફોન ઉપર વાત કરતો હતો બધા મને ટગર ટગર જોતા હતા...

પણ સામા છેડે અવાજ કોઈ અજાણ્‌યો હતો..

“ પા ને અકસ્માત......” બસ એટલુજ બોલી શક્યો.....

લેખક રક્ષિત વસાવડા

૭. ઉહ...આહ...આઉચ...

આપકી અદાલત નામનો એક ટી. વી. શો ઘણા વખત થી આવે છે.એમાં વિધ વિધ ક્ષેત્ર ની સેલીબ્રીટી ને અપરાધી તરીકે બેસાડી સ-રસ , જોવી સાંભળવી ગમે તેવી ઉલટ તપાસ લેવામાં આવે છે. એક વખત એ શો માં ખુશવંતસિંઘ અપરાધી ના કઠેરા માં પેશ થયેલ. રજતજી એ એમના આગવા માર્મિક સ્મિત સાથે પૂછ્‌યું કે લોકો નો એવો આક્ષેપ છે કે તમારા લખાણ માં સેક્સ નો અતિરેક હોય છે , લોકો એવું મને છે કે તમારા દિમાગ માં સેક્સ ભરેલ છે. હાજરજવાબ અને આખાબોલા સિંઘ , કિંગ ની અદા માં પ્રત્યુત્તર આપે છે કે કોના દિમાગ માં સેક્સ નથી...રજતજી અગર આપ કે પેરેન્ટ્‌સ કે દિમાગ મેં સેક્સ ના હોતા તો આપ પેદા ભી નહી હુએ હોતે....અને ચબરાક રજત પીળા પડી ગયેલ...બોલતી બંધ થઈ ગયેલ..આપણા દેશ માં સેક્સ કા તો સૌને મૂંગા કરી દે છે , અથવા બરાડા પડતા. આપણી બંધિયાર માનસિકતા વચ્ચે સેક્સ કણસે છે , અને વાત વણસે છે.

આપણને આપણી સન્સ્કૃતિ , સભ્યતા , પરંપરા નું ગૌરવ છે અને દરેક દેશ ના રહેવાસી ને એમના કલ્ચર નું અભિમાન હોવું જ જોઈએ . પરંતુ , એ જે છે એ જ પ્રમાણ માં , એ જ સ્વરૂપ માં .આપણે ત્યાં ઘણા ખરા કિસ્સાઓમાં એવું બને છે કે સમાજ ની જડ માન્યતા કે ગેરમાન્યતા ને સન્સ્કૃતિ નો મુખવટો પહેરાવી દેવામાં આવે છે અને અન્ય ને પરાણે કુવા માં ના દેડકા બનાવી દેવામાં આવે છે. જાહેર જાજરૂ માં ઈમરજન્સી કોલ સિવાય પગ મુકવાની પણ ઈચ્છા ના થાય એવી ગંદકી હોઈ છે એને આપણો સમાજ સ્વીકારી લે છે , પરંતુ ચુંબન કે આલિંગન જેવી અભિવ્યક્તિ થી જાણે સમગ્ર સમાજ અભડાય જવાનો હોય અને ભારત ની ભવ્ય ને દિવ્ય સન્સ્કૃતિ નું એકસામટું અધઃપતન થઈ જવાનું હોય કેવો ગોકીરો મચાવવા માં આવે છે. વિજાતીય સમ્બન્ધ પ્રત્યે ની આપણી અસલામતી ની ઊંંચાઈ ના અનેક દાખલા બગીચા માં કે જાહેર સ્થળો માં જોવા મળે છે..જેમકે એક બગીચા માં બે અજાણ્‌યા પરિવાર એમના સાવ નાના ભૂલકાઓ ને લઈ ને બેઢેલ . એમાં નાનકડી ઢીંગલી જે ફુગ્ગા થી રમતી હતી એનો ફુગ્ગો બીજા પરિવાર ના ગોળ મટોળ ઢીંગલા એ છીનવી લીધો , પેલી ઢીંગલીએ તાણીઓ ભેંકડો , ઢીંગલા ના પરિવાર વાળા એના દીકરા ને સમજાવે છે કે બેટા એ ફુગ્ગો દીદી નો છે એને આપી દયો બેટા..ને ઢીંગલી ના પરિવાર વાળા દીકરી ને સાંત્વન આપતા કહે છે બેટા એના થી ભલે ને ભાઈ રમે તને બીજો લઈ દેશું...સાહેબ આ સમગ્ર કિસ્સા માં સમજવા જેવું એ જ છે કે પેલી ઢીંગલી કે ઢીંગલા ને મેઈલ કે ફીમેઈલ નું ભાન પણ નથી પણ અત્યાર થી આપણે એમના મગજ માં ભાઈ બહેન ના સંબંધ ના જ ચોકઠાં ફિક્સ કરવા માં માનીએ છીએ..કોઈ સોહામણો યુવક કોઈ સોણી કુડી પાસે રાખડી બંધાવે એટલે એના માટે ઘર ના દરવાજા કાયમ માટે ખુલી જાય , પણ એમનું કોઈ પણ વી આર ગુડ ફ્રેન્ડસ કહી એકબીજા ની ઓળખાણ આપે એટલે પરિવાર નો જીવ તાળવે ચોટી જાય. આજ ના યુવક યુવતીઓ ભાઈ બહેન ના બોક્સ માંથી બહાર નીકળી બિન્ધાસ્ત મિત્ર બની થોડી છૂટછાટ પણ લે તો આપણે બહુજ સહજતા થી એમને વંઠેલ ની ઉપાધી આપી દઈશું. હા , ક્યાંક કેટલાક લે ભાગુઓ હોવાના જ , સાચેજ વંઠેલ હોવાના પણ એનો મતલબ એવો નથીજ કે ચુંબન , આલિંગન કે બિન્ધાસ્ત વાતો કરતા દરેક યુવક યુવતીઓ સમાજ માટે શિરદર્દ છે.

ઘર માં ટી.વી. ચાલુ હોય ને ચુંબન , ઉત્કટ આલિંગન કે બેડરૂમ નો હોટ સીન હજુ તો આવે ત્યાં તો ચેનલ ફટાફટ ફરી જાય...રખે ને મુગ્ધાવસ્થા ને ઉંબરે ઉભેલ દીકરી બગડી જાય તો...આપણે ચેનલ ફેરવી એને ઉગારી લીધા ની શાહમૃગ વૃત્તિ બતાવીએ છીએ..વાસ્તવ માં આવું અધકચરૂં વર્તન એના માનસ માં અનેક સવાલો પેદા કરશે અને એનો અણઘડઉત્તર એની રીતે એ મેળવી ને જ રહેશે..ચેનલ બદલી ને આપણે કદાચ બળતા માં ઘી ઉમેરીએ છીએ એવું નથી લાગતું ? સેક્સ ને જેટલું અછૂત ગણીશું એટલીજ છૂટછાટ લેવાની પેરવી થવાની...

આચાર્ય રજનીશે કહેલ કે જયારે ચુંબન જાહેર માં થવા લાગશે ત્યારે ખાનગી માં થતા બળાત્કાર બંધ થશે...જોકે રૂઢીવાદી માનસ ધરવતા લોકો એ એમની માનસિકતા નો દિલ દઈ ને વિરોધ કરેલ..કરતા આવ્યા છીએ..પરંતુ આજે યુ.પી. , દીલ્હી , મુંબઈ જેવી જગ્યાએ જાહેર માં બળાત્કાર થાય છે ત્યારે આપણો સભ્ય સમાજ કેટલીક મીણબત્તી સળગાવવા સિવાય કોઈ નક્કર પગલા લેવામાં વામણો સાબિત થયો છે..

તાજેતર માં જ આવેલ ફિલ્મ ક્વીન નું એકદ્રશ્ય આપણી સેક્સ વિષે ની વિચારધારા પર બહુ મોટો કટાક્ષ કરી જાય છે...વિજયાલક્ષ્મી ની માદકતા ( આનાથી વધારે વર્ણન થી વળી બધા ના ભવા ખેચાશે ) નું કોમ્પુટર સ્ક્રીન પર ૧૫ વર્ષ નો લવર મુછીઓ અને ૬૫ વર્ષ નો પાકટ ડોળા ફાડી ને રસપાન કરી રહ્યા હોય છે...બસ , આવું બધું જોવું બધા ને ગમતું હોય છે , પરંતુ એનો સ્વીકાર કરવાની ખેલદિલી ભાગ્યેજ કોઈ દાખવે છે, ને માટે તો દેખવું પણ છે ને દાઝવું પણ છે ની મનોવૃત્તિ વાળા આપણે ત્યાં બહુમતી માં છે..હમણાં હમણાં થી ફરી એક વખત શિક્ષણ માં જાતીય શિક્ષણ ની ચર્ચા ચકડોળે છે ત્યારે એવું ચોક્કસ કહેવાની ઈચ્છા થાય કે જાતીય શિક્ષણ કેવળ વિદ્યાર્થી પુરતું જ સીમિત રાખવાને બદલે સમગ્ર સમાજ માં પણ એની અવેરનેસ આવે તેવા પ્રયત્નો હાથ ધરવા ની આવશ્યકતા છે. જયારે સેક્સ ની બાબત માં મન મગજ ને ખુલ્લુ રાખશું ત્યારે આપોઆપ ઉઘાડા સાથળ એટલી ઉત્તેજના નહી જગાવે....

લેખક : રક્ષિત વસાવડા

ઈ મઈલ : tinaurvi@gmail.com