The Psycho... ( part - 3 ) books and stories free download online pdf in Gujarati

The Psycho... ( part - 3 )

The Pshyco…. A killer

[ Part – 3 ]

‘હે...!!!’

‘ચલ કઈક ઓર્ડર તો કર. કદાચ મને અચાનક જ તને ચૂમી લેવાનું મન થાય તો થોડુક સોફ્ટડ્રીંક લીધેલું હશે તો હોઠ પણ ભીના ભીના જેવા લાગશે ને...? સુકા હોઠે કિસ કરવામાં સાચે જ યાર મજા તો નહિ આવે.’

‘કોલ્ડડ્રીન્કસની ચિંતા નથી એ તો હું ઓર્ડર કરી જ દઈશ, પણ મેં એવું નથી કહ્યું ને તને...’

‘પણ મને મન થાય તો...?’

‘યુ કેન...’

‘હા એટલે જ તો... કહું છું કઈક તો મંગાવ વળી પાછું તારું મન ક્યાંક હત્યા, બળાત્કાર અને એસીડ જેવા વિચારો કરવામાં ના ખોવાઈ જાય એ પહેલા મંગાવી જ લે ને.’

‘તને શું લાગે છે હું એ બધું તારી સાથે કરી શકું ખરા...?’

‘આઈ કાન્ટ ટ્રસ્ટ ધેટ મચ ઓન યુ નાઉં.’

‘મને વિશ્વાસ નથી આવતો કે તું માની જઈશ.’

‘આફ્ટર ઓલ તને મારા શરીર સાથે જ મતલબ છે ને...? તો તૈયાર છું, હવે હું તારી સાથે સમય વિતાવવા. કેમ ન આપણે ત્રણ ચાર વાર રાત્રે પણ સાથે રહીએ. કદાચ તારી ઈચ્છાઓ અને પ્રેમનો ઉભરો પણ એના પછી જાતે જ સમી જાય. કેટલું એક્સાઈટેડ લાગશે ને આ બધું...? તારું શું કહેવું છે નીલ...? આ બધું આપણે જલ્દી જ કરી લેવું જોઈએ, આઈ કાન્ટ વેઇટ એનીમોર ફોર ઇટ.’

‘યુ ટેકિંગ ઇટ રોંગ.’

‘ના હું બરાબર સમજી રહી છું. તારા આ સાયકો દિમાગ ને...’

‘કેમ મારા જેવા લોકો પ્રેમ કરી જ ના શકે...? અને કદાચ અમે પ્રેમ કરી પણ લઈએ તો એને પ્રેમનું નામ ન આપીને હવસનું નામ આપી દેવામાં આવે છે. બરાબરને...?’

‘હું તારી સાથે કોઈ મગજમારી કરવા નથી માંગતી. તું કહીશ ત્યાં આવી જઈશ, તારે જે કઈ પણ કરવાનું હોય એ કરી લેજે. આજથી શારીરિક રીતે આ નિયતિ તારી છે. આ શરીર આજથી તને સોપી દઉં છું બસ...’

‘નિયતિ.... યુ ટેકિંગ ઇટ રોંગ. બટ આઈ એમ હેપ્પી કે યુ એક્સેપ્ટ ઇટ.’

‘હા મારે એવા વેદના ભર્યા ગુન્હાનો ભોગ નથી બનવું. એટલે...’

‘ગુન્હા...?’

‘હા જે તે હમણા સંભળાવ્યા હતા ને... લાઈક હત્યા, રેપ અને એસીડ જેવું જ કઈક બધું...’

‘આઈ એમ જસ્ટ કિડિંગ. હું એવું કાઈ નથી કહેવાનો.’

‘તારા માટે આ બધું મજાક છે નઈ... આ જીંદગી, આ લાગણીઓ, ભાવનાઓ, સંવેદનો અને એટલે સુધી કે પ્રેમ પણ...’

‘નિયતિ તું હવે હદ વટાવી રહી છે.’

‘તે કઈ સરહદોમાં પોતાને બાંધી લીધો છે, તો હું હદ વટાવતી લાગી રહી છું તને...?’

‘નિયતિ જસ્ટ સ્ટોપ ઇટ, એન્ડ લીવ મી અલોન.’

‘ના આજે મારે જવાબ જોઈએ છે. આપણે જે સાથે વિતાવવાનો સમય છે કેમ ન આજની રાત પણ એમાં ગણી લઈએ. કોઈ રૂમ બુક કરાવી લે અને પછી...’

‘આઈ ડોન્ટ વિશ લાઈક ધેટ.’

‘બટ યુ વોન્ટ ધીસ યાર. એન્ડ ધેટ્સ વ્હાય યુ કોલ મી ઈચ એન્ડ એવરી ટાઈમ ફોર મીટ મી, ટુ કન્વીન્સ ધેટ સ્ટુપીડ થીંગ. યુ નો વોટ, આઈ ડોન્ટ લવ યુ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ઈટ ટુ, બટ એઝ યુ ટ્રાય અગેઇન એન્ડ અગેઇન જસ્ટ ફોર મેક મી એગ્રી અબાઉટ ઈટ. ધેટ્સ વ્હાય આઈ સેઇડ લેટ્સ ગીવ બ્રેક ધીસ એન્ડ અ ટાઈમ ટુ ઈચ અધર. ચાલ આપણે એ બધું જ કરી લઈએ, જે તું મારી સાથે ખરેખર કરવા માંગે છે.’

‘તું હજુ સુધી...’

‘લેટ્સ સ્ટોપ ઈટ ઓર ટેલ યોર સીડ્યુલ અબાઉટ અવર મીટીંગસ એન્ડ ઓલ ઓવર પ્લાન. વેન ટુ ડુ, વોટ ટુ ડુ, વોટ્સ યોર વીશીસ ફ્રોમ માય સાઈટ, લેટ્સ ક્લીયરલી ડિસ્કસ.’

‘નિયતિ મારી વાત સમજવાની કોશિશ નથી કરી રહી તું. તને શું લાગે છે માત્ર શારીરિક રીતે પામવું એ જ પ્રેમ હોય છે. લવ ઈઝ અ સાયકોલોજીકલ, સોસીઓલોજીક્લ ઓર ઓલ્સો અ ફીજીકલ ટુ...’

‘બટ આઈ એમ કમ ટુ ધ મેઈન પોઈન્ટ. આઈ નો યોર વીસ. કારણ કે એ સિવાય મેં તને બધી રીતે સપોર્ટ આપવા પ્રયત્ન કર્યો છે. યુ આર માય ફ્રેન્ડ, આઈ એમ ટોકિંગ વિથ યુ, વિલ ડિસ્કસ મેની થિંગ્સ વિથ ઈચ અધર બટ... બટ યુ નીડ સમથીંગ મોર ફ્રોમ ઈટ, એન્ડ નાઉ આઈ એમ બોરડ ફ્રોમ ટેલીંગ યુ ધેટ આઈ ડોન્ટ લવ યુ. ધેટ્સ વાય આઈ સેઇડ લેટ્સ ગીવ અ બ્રેક. એન્ડ ડુ ધેટ્સ ઓલ.’

‘નિયતિ... યુ મેક મી એન્ગ્રી.’

‘નીલ મારા કારણે ફક્ત તું ગુસ્સે થાય છે. બટ યુ નો તારા કારણે હું સાયકોલોજીકલી એટલી બધી સ્ટ્રેસમાં જીવી રહી છું. યુ કેન નોટ ઈમેજીન ઈટ. યુ નો વોટ, સમટાઈમ આઈ થીંક ટુ કમીટ અ સુસાઈડ. કદાચ ત્યારે તો તારાથી હું છૂટી શકું, બટ પછી થયું તને શું મળશે...? એટલે વિચાર્યું તારી ઈચ્છાઓ પણ પૂરી કરવા પ્રયત્ન કરું. કદાચ જીવનના અંતે તો હું તને થોડીક ખુશીઓ આપી શકું. હવે હું થાકી ગઈ છું યાર, પણ તારા મગજમાં કાઈ ઉતરતું જ નથી.’

‘નિયતિ... નિયતિ... નિયતિ...’ નીલે અચાનક જ ખિસ્સામાંથી બંદુક કાઢી અને પોતાના લમણા પર મૂકી દીધી. એની આંખોમાં મરણીયુ ખુન્નસ તરવરી રહ્યું હતું. એનું હ્રદય જોરજોરથી ધડકી રહ્યું હતું એના શ્વાસનો અવાજ નિયતિ પણ સ્પષ્ટ સાંભળી શકે એટલી હદે ઝોર પકડી રહ્યો હતો. છેવટે નીલ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો હતો એના ચહેરા પર પરસેવો પાણીના રેલાઓની જેમ ઉતરી રહ્યો હતો. એ રીતસરનો હાંફી રહ્યો હતો. છેવટે એ ખુરશીમાંથી નીચે ફસડાઈ પડ્યો.

‘નીલ તું સંભાળ તારી જાતને અને આ ગન નીચે મૂકી દે પ્લીઝ.’ નિયતિ નીલના હાથમાં ગન જોઇને ડઘાઈ ગઈ હતી. એની આંખોમાં ભયના ઓળાઓ તરવરી રહ્યા હતા. એનો અવાજ સાવ તરડાઇ ગયો હતો.

‘નિયતિ પ્લીઝ ટેલ મી ધેટ યુ લવ મી.’

‘નીલ... સોરી ટુ સે બટ માય આન્સર ઈઝ સ્ટીલ ધ સેમ. ધેટ આઈ ડોન્ટ લવ યુ. આઈ એમ ફીલિંગ ફોર યુ બટ એઝ અ ફ્રેન્ડ.’

‘નિયતિ પ્લીઝ ડોન્ટ સ્પોઈલ માય લાઈફ. આઈ રીયલી ડોન્ટ લીવ વિધાઉટ યુ. પ્લીઝ એક્સેપ્ટ માય પ્રપોસલ આઈ અલ્સો વોન્ટ ટુ મેરી વિથ યુ. આઈ રીયલી લવ યુ નિયતિ. તારા વગર હું નહિ જીવી શકું.’ નીલનો અવાજ ધીરે ધીરે ફાટીને સાવ મરણ પથારી પર છેલ્લા શ્વાસ ઘણી રહેલા દર્દી જેવો હતો. એના ચહેરા પર છવાયેલી વેદના અસહનીય હતી.

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઈટ, પણ તું પણ મારી તકલીફ સમજ.’ નિયતિ એની સામે વિસ્ફારિત આંખે જોઈ રહી. કદાચ નીલ એની આંખોની પારદર્શકતામાં વહેતા સ્પષ્ટ ભાવોને સમજી શકે એવી આશાઓ સાથે.

‘નિયતિ હું તને પામવા માટે કાઈ પણ કરી શકું છું...’

‘તો મારી નાખ મને. કદાચ મને મારીને તને ખુશી મળી જતી હોય તો મને આનંદ થશે.’ છેવટે નિયતિ હવે બેબાકળી બનીને બોલી રહી હતી. એણે જેમતેમ કરીને નીલને ફરસ પરથી ઉભો કર્યો અને ટેબલ પર બેસાડ્યો.

‘હું એવું નહિ કરી શકું.’

‘તો મને જવા દે... મારા પ્રેમ ખાતર મને ભૂલી જા. પ્લીઝ મારી આખરી વિશ સમજીને મારી આ વાત માની લે... પ્લીઝ નીલ... પ્લીઝ...’ નિયતિએ મઝબુતાઈથી નીલનો હાથ પકડી રાખ્યો હતો. એના ગળગળા અવાજમાં સહાનુભુતિ અને આશાઓના ભાવ વહી રહ્યા હતા.

‘ચાલી જ જા નિયતિ, કદાચ હું ન કરવાનું કરી બેસું એ પહેલા તું અહીંથી ચાલી જા...’

‘નીલ હું જાઉં પણ પહેલા તું મને એમ કહે કે તું શાંત રહીને આ વિશે વિચારીશ. અને કોશિશ કરીશ કે મને ભૂલી શકે. તને કદાચ મારા કરતા પણ સારી છોકરી મળી જ રહેશે.’

‘તારા કરતા સારી મળશે... એમ.... તને એવી આશા છે કે મારાથી છૂટવા માટે તું આ બધું કહીશ અને હું એવી લાલચમાં તને ભૂલી જાઉં. જો આ આડીઅવળી વાતો કર્યા કરતા તો તું અહીંથી ચાલી જા. પ્લીઝ લીવ મી અલોન. આઈ સેઇડ લીવ મી અલોન.’ નીલનો અવાજ ધીરે ધીરે વધુ ઉંચો થઇ રહ્યો હતો.

‘નીલ તું સંભાળ તારી જાતને. આટલો હાયપર ન થઈશ.’

‘વાહ નિયતિ વાહ... જેને આજ દિન સુધી ચાહ્યા કર્યું એ જ વ્યક્તિ આજે મારા પ્રેમને કોઈ નકામા આંખમાં ખટકતા કાંકરાની જેમ કાઢીને ખુશી ખુશી જઈ રહ્યું છે. મારે એની ખુશી માટે મારી જાતને બદલી નાખવી પડી, એના માટે મારે મારો સ્વભાવ બદલી નાખવો પડ્યો, એટલે સુધિ કે મારું વ્યક્તિત્વ સુદ્ધા જેના કારણે મેં બદલ્યું. એ આજ કેટલું સહજતા પૂર્વક મને છોડી દેવાનું કહીને જઈ રહી છે અને તું કહી રહી છે કે હવે તને જતા રહેવા દેવા સુધી હું હાયપર પણ ન થાઉં.’ નીલના અવાજ અને વર્તનમાં અચાનક વળાંક આવી ગયો હતો.

‘એટલે તું કહેવા શું માંગે છે નીલ. આ બધું કરવા મેં તો તને નહોતું જ કહ્યું ને...?’

‘હા... તે મને નથી જ કહ્યું. તે તો મને અહી મળવા આવવા માટેનું પણ ક્યાં કહ્યું હતું. તે મને તારી સાથે પ્રેમમાં પાડવા માટે પણ ક્યાં કહ્યું હતું. એટલે સુધી કે તે મને હાયપર થવાનું પણ ક્યાં કહ્યું હતું. તારા પ્રેમમાં પડીને મેં જેટલું પણ ખોયું છે, એમાનું કાઈ તે મને નથી જ કહ્યું.’ નીલ અવ્યવસ્થિત પણે લથડતા પછડતા શબ્દોમાં બોલી રહ્યો હતો. પણ અચાનક એના અવાજમાં ધરખમ ભારેપણું આવી રહ્યું હતું. એણે ગનનું નાળચું નિયતિ તરફ ફેરવતા કહ્યું ત્યારે એનું ખુન્નસ પહેલા કરતા દશ ગણું વધુ ભયંકર લાગી રહ્યું હતું. એની આંખોમાં જાણે આગના ફુવારા છૂટી રહ્યા હતા. એણે બોલવાનું ચાલુ રાખ્યું હતું.’ તો પછી હવે તને ભૂલી જવાનું કેમ... જ્યારે અત્યાર સુધીનું તે મને નથી કહ્યું છતા મેં કર્યું જ છે, તો હવે તને ભૂલી જવાનું તું કહે છે એ મારે શું કામ કરવું પડે.’

‘વ્હોટ યુ મીન...’

‘ચલ આપણે કોઈક હોટલમાં જઈએ.’

‘કેમ અચાનક...?’

‘એક રૂમ બુક કરાવી લઉં. તે કહ્યું ને આપણે એક બીજાને સમય આપવો જોઈએ, તો ચલ હવે હું પણ તૈયાર છું. આમ પણ મારો પ્રેમ તને પ્રેમ ન હોઈને હવસ જ લાગે છે ને...? તો ચલ હવે હવસ ખાતર જ આપણે મળીએ, સમય વિતાવીએ અને થોડાક પળ તો છેલ્લી ઘડીએ સાથે વિતાવીએ. આફ્ટર ઓલ આઈ લવ યુ. તારો સાથ ભલે ગમે તે રીતે મળે, હું એ જીવી લેવા માંગું છું. ચલ જઈએ... પછી વધારે મોડું થઇ જશે તો ક્યાય જગ્યા પણ નહિ મળે...’

‘નીલ આર યુ મેડ. તું શું બોલી રહ્યો છે એનું તને ભાન પણ છે...?’

‘હા... આઈ એમ મેડ. આઈ એમ ક્રેજી ફોર યુ નિયતિ. લેટ્સ હેવ મેક અ ગુડ ટાઈમ્સ વિથ યુ. લેટ્સ ગો.’

‘હું ક્યાય નથી આવવાની તારી સાથે. તું પાગલ થઈ ગયો છે કે શું...?’

‘ઓહ તો તું કહે એટલે એ હોશિયારી અને હું કહું તો પાગલપન એમ...?’

‘કોઈ શું વિચારશે...?’

‘એ તારે કહેતા પહેલા વિચારવું જોઈતું હતું.’

‘પ્લીઝ નીલ, તું માની જા.’

‘ના... ના... ના... હવે મારે તારી સાથે સમય વિતાવવો જ છે. કોઈ પણ ભોગે... ભલે તારી ઈચ્છા હોય કે ન હોય. આમ પણ તે મને ક્યાં કદી કઈ કરવા કહ્યું છે.’

‘નીલ આવી રીતે કોઈ સાથે પ્રેમ ન થાય.’

‘તે જ કહ્યું મને તારા શરીર સાથેનો જ સબંધ જોઈએ છે. મારી લાગણીઓ તારા માટે આમ પણ પ્રેમ ક્યાં બની જ શકી છે કદી...?’

‘મેં ઉતાવળમાં અથવા ગુસ્સામાં કહી દીધું હશે. નીલ પ્લીઝ મને ચિલ્લાવા માટે મજબુર ન કર. હું બધાને ભેગા કરી દઈશ હવે જો મને જવા નહી દે તો...?’

‘બોલાવ... પાડ બુમો... ચલ હું પણ જોઉં કેટલા લોકો ભેગા થાય છે, આજે તારા માટે...? આમ પણ ઘણા દિવસથી આ બીચારી શાંત છે.’ નીલે પોતાના પિતાની લાઇસન્સ ગન ટેબલ પર મુકતા મુકતા કહ્યું.

‘નીલ આર યુ રીયલી વોન્ટ ટુ યુઝ ઈટ. યુ કેન કિલ સમવન ફોર યોર પ્લેઝર...?’

‘આ બધું તું કરાવી રહી છે નિયતિ... મેં તો કેટલી ખુશ જીવનની કલ્પના કરી હતી. તારી અને મારી એક અલગ દુનિયા જેમાં ખુશીઓ સિવાય કઈ જ ન હોય. પણ તે મને આ બધું કરવા મજબુર કરી દીધો છે.’

[ …..to be continue ]

બીજા રસપ્રદ વિકલ્પો