The Psycho... ( part - 2 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Psycho... ( part - 2 )

The Pshyco…. A killer

[ Part – 2 ]

‘ઓકે ઓકે લિસન.’ નીલે પોતાના બેગમાંથી એક બુક કાઢી અને એમાંથી વાંચવા માંડ્યો. ‘આત્મહત્યા, બળાત્કાર, રેપ અને એસીડ અટેક જેવા હુમલાઓ ખાસ કરીને અન્ય દેશો કરતા ભારત દેશમાં સૌથી વધુ જોવા મળે છે. એના પાછળના મુખ્ય કારણોમાં પ્રેમ અને વિશ્વાસઘાત સૌથી મુખ્ય છે. સામાન્ય રીતે આ પ્રકારના દોષિત ગુનેહગારો ૧૬ વર્ષથી ૨૮ વચ્ચેના હોવાનું માનવામાં આવે છે. જેમાં એસીડ અટેક જેવી ઘટનાઓમાં મુખ્ય કારણ સ્ત્રી પાત્ર દ્વારા અસ્વીકારાયેલો પ્રેમ હોય છે. અથવા એક કરતા વધુ પુરુષ સાથેના સબંધો હોવાના સંજોગોમાં પોતે પ્રેમમાં અસફળ થયો છે, એમ માનીને પણ પ્રેમી દ્વારા આવા ગુનાહ આચરવામાં આવે છે. ઘણી વાર આનું સ્થાન હત્યા અને બળાત્કાર જેવા ગુનાઓ પણ લઇ લેતા હોય છે. આ દરેક બાબતમાં મુખ્યત્વે ગુનાહિત વ્યક્તિનું માનસિક પાસું આધારભૂત રીતે જવાબદાર હોય છે. જેમાં ઘણી વાર તો એવું પણ જોવા મળ્યું છે કે એ જે તે ગુનાહિત વ્યક્તિ પોતે પોતાના કંટ્રોલમાં હોતો નથી, અથવા પોતાનું સંતુલન ગુમાવ્યા બાદ અથવા અન્ય વ્યક્તિની શિખામણના કારણે આવા ગુના આચરતો હોય છે. પ્રેમમાં મળતી અસફળતા ના કારણે ઘણા યુવાનો યુવતી સાથે બળાત્કાર ગુજારતા હોય છે, તો કેટલીક વખત એની હત્યા પણ કરી દેવાય છે, અને જો એ પણ ના હોય એવા કેશમાં એના ચહેરા પર એસીડ છાંટી દેવામાં આવે છે. પછી ફર્યા કરે છે દુનિયાથી પોતાના ચહેરાને છુપાવીને.’

‘આ બધું તું મને શા માટે સંભળાવી રહ્યો છે, ઓહ... તું આમાંનું કઈક મારી સાથે કરીશ એમ કહેવા માંગે છે.’

‘પોસીબલી...!!’

‘આઈ નો યુ, યુ કેન નોટ ડુ ધેટ.’

‘વ્હાય કેન નોટ. તને શું લાગે છે? હું સાવ સીધો છું, એટલે હું કઈ જ નહિ કરી શકું. સાવ કાઈ પણ નહિ, એટલી હદે કે તને મને છોડી જતા રોકવા માટેની હું કોઈ કોશિશ પણ નહિ કરું એમ જ ને...?’

‘તો...?’

‘તને પરવા નથી એમ જ ને...?’

‘તું શું કરવા માંગે છે...?’

‘આઈ ડોન્ટ નો, બટ આઈ સ્ટીલ લવ યુ એન્ડ આઈ કેન ડુ એનીથિંગ ફોર યુ.’

‘તું બળાત્કાર, હત્યા અને અસીડ અટેક જેવા ગુના પણ કરી શકે...?’

‘તને મેળવવા હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું.’

‘પ્રેમ મેળવવાનું નામ નથી હોતું.’

‘પણ નિયતિ એ પણ ન ભૂલીશ કે પ્રેમ એ ખોઈ દેવાનું નામ પણ નથી જ હોતું.’ નીલે વાત ચાલુ રાખી. ‘એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર.’

‘ગમે તે હોય, તારે જે કરવું હોય એ કર. પણ મારે જવું છે હવે.’

‘બેસી જા...’ નીલના અવાજમાં મક્કમતા અને ભારોભાર ગુસ્સો હતો. એની આંખોમાં એક ભયાનક ખુન્નસ પડઘાઈ રહ્યું હતું.’

‘નીલ તું...’

‘હું નથી કરવા માંગતો આવું કઈ અને મેં તો આજ પેલા આવું કાઈ વિચાર્યું સુધ્ધા નથી પણ સાચું કહું ને નિયતિ, તો તું મને ખરેખર હવે મજબુર કરી રહી છે.’

‘હું કરી રહી છું...? હું...?’

‘યુ નો નિયતિ મારી પાસે અત્યારે કોઈ ખાસ જોબ નથી. મારે કરવી પણ નથી. હું જે કાઈ પણ ભણ્યો છું, એના કારણે મને કોઈ ખાસ નોકરી મળે એવી હું આશા પણ નથી રાખતો. સરકારી નોકરી મેળવવા માટે બેગો ભરીને આપી શકાય એટલા રૂપિયા નથી મારી પાસે. મારી પાસે કોઈ ખાસ આવડત છે નહિ, કે હું નેશનલ લેવલે કોઈક ક્ષેત્રમાં આગળ વધી શકું. મારા ફેમીલી પાછળ એવો કોઈ મોટો સપોર્ટ નથી કે રાજનેતા બનીને ચૂંટણી લડી શકું. એટલું ધારદાર હું લખી પણ નથી શકતો હજુ કે એ પર મારા જીવનને ઉચ્ચ કક્ષાનું બનાવી શકું. મારા ભવિષ્યમાં આગળ શું છે એ પણ હું તો નથી જાણતો પણ હા નિયતિ, જો મારા જીવનમાં કાઈ ખાસ હોય જેના માટે મને જીવતા રહેવાનું મન થાય છે તો એ તું છે. તું જ મારી છેલ્લી આશા છે. મને કોઈ સમજી શકે એવું હોય તો એ પણ તું છે, અને તારા વગર જીવવું મારા માટે એટલું સરળ નથી જેટલું તું આસાનીથી કહીને જતા રહેવાની વાત કર્યા કરે છે મને.’

‘તો શું કરું...’

‘યુ નો નિયતિ ક્યારેક મને થાય છે કે હું પોતે જ મરી જાઉં. ક્યાંક હું મારા કંટ્રોલ બહાર થઇ જાઉં અને તને કઈક કરી બેસું એ વિચાર માત્રથી હું ડરી જાઉં છું. પણ વિચારી જો કે તું મને સંભાળવા નહિ હોય તો હું શું છું, અને શું બની જઈશ. તારા વિના મેં કોઈને મારા જીવનમાં વિચાર્યું જ નથી યાર’

‘આઈ એમ હોપલેસ નાઉ.’

‘પણ આપણે નેગેટીવ સાઈડ કેમ વિચારી રહ્યા છીએ. એ વિચારને કે હું તને કેટલો પ્રેમ કરું છું કે તારા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું. વિચારી તો જો તું કેટલી ખુશ રહીશ મારી સાથે.’

‘જબરદસ્તી પ્રેમ કરાવીશ એમ તું...?’

‘મેં એવું નથી કહ્યું...’

‘પણ નીલ... તારી વાતનો અર્થ તો સીધે સીધો એજ થાય છે ને યાર.’

‘આઈ લવ યુ એન્ડ આઈ નો કે તું પણ મને પસંદ કરે છે.’

‘પસંદ કરવું અને પ્રેમ. બંને અલગ વસ્તુ છે નીલ, જાણે કે એક સિક્કાની બે બાજુ, જાણે દિવસ અને રાત, જાણે... તું અને હું... તું સમજે છે ને હું તને શું કહેવા જઈ રહી છું.’

‘એક વાત પૂછું નીલ... સાચે સાચો જવાબ આપજે.’

‘હા બોલ.’

‘તું કરવા શું માંગે છે મારી સાથે જરા કહીશ તું...?’

‘મારી સાથે ચાલને... નાગલપુર કોલેજમા. યુ નો પ્રથમ વખત મેં તને ત્યાં જોઈ હતી, એન્ડ ધ સેમ ટાઈમ આઈ એમ ફોલ ઇન લવ વિથ યુ. તું કેન્ટીનના દરવાજા પાસે રેડ એન્ડ બ્લેક કલરના સલવાર સુટ વાળા ડ્રેસમાં ઉભા રહીને તારી કોઈ ફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી. તારા વાળની એ ઉડાઉડ કરતી લટને જ્યારે આંગળીના ટેરવા વડે કાનની બુટ પાછળ મૂકી હતી. ત્યારે તારા ચહેરા પર આવેલું એ સ્મિત, અને ગાલના વચ્ચે પડતા ખંજન રૂપી ઢોળાવોમાં હું ત્યારે મને જ ખોઈ ચુક્યો હતો. ત્યારથી સતત હું તને જ જોઉં છું. યુ નો મને તો એ પણ ખબર છે, કે તું પેલા રાજીવ સાથે વાતો કરે છે. આઈ થીંક યુ લવ હિમ, ઇફ એમ આઈ રાઈટ. આઈ ડોન્ટ કેર ઓલ્સો ફોર ધેટ એઝ યુ સેઇડ કે યોર એન્ગેજમેન્ટ વોઝ ફિક્સ્ડ. આઈ સ્ટીલ ઓન્લી વોન્ટ યુ.’

‘ઓહ આઈ સી.’

‘તે કદી તારી જાતને જોઈ છે...? તું મેકપ ને એ બધું કરતી હોય છે પણ એ બધા વગર તે તને જોઈ છે. તું એટલી જ ખુબસુરત લાગે છે જેટલી દેખાવાની તું ઘણી ખરી એવી માત્ર કલ્પનાઓ કરે છે. પણ તેમ છતાં, બસ તને જ તારી એ સુંદરતા દેખાતી નથી. મેં તારા એ દરેક સ્વરૂપને જોયું છે, માણ્યું છે. ઘણી વાર હું મારી જાતને લકી સમજી બેસું છું જસ્ટ બીકોઝ ઓફ ધેટ કે આઈ લવ યુ.’

‘લકી...?’

‘હા લકી. તું મારી સાથે હોય છે ત્યારે હું મારી જાતને આ દુનિયામાં સૌથી લકી વ્યક્તિ સમજુ છું. બટ યુ નો જો તું મારી સાથે જ ન રહે તો ખબર નહિ કેમ પણ તરત જ હું દુનિયાનો સૌથી અનલકી વ્યક્તિ બની જાઉં છું.’

‘મને તારી આ બધી વાતોમાં કાઈ સમજાતું જ નથી. બટ સ્ટીલ આઈ હેવ અ સિમ્પથી ફોર યુ. ધેટ્સ વાય આઈ ડોન્ટ સે અનીથીંગ અબાઉટ અવર રીલેશન ટુ એનીવન એલ્સ.’

‘તને મારા પ્રત્યે માત્ર સિમ્પથી છે એમ...?’

‘હા એન્ડ ધેટ્સ ઓલ.’

‘ઈટ મીન્સ તને એમ લાગે છે નિયતિ કે મેં જે બધું કહ્યું, એ તને માત્ર એક મજાક લાગે છે. એમજ ને...? ધેટ આઈ કેન ડુ એનીથિંગ ફોર યુ.’

‘તું મને ધમકી આપવા માંગે છે...’

‘જો હું એવું કઈ પણ કરવા નથી માંગતો. પણ, તું મને અવશપણે કરાવી રહી છે.’

‘તું મને મારી શકે... ખરા...?’

‘યેસ આઈ કેન... ઇફ યુ નોટ અન્ડરસ્ટેન્ડ માય ફીલિંગ્સ.’

‘તારી પ્રોબ્લેમ શું છે નીલ...? કેન યુ પ્લીઝ એક્સપ્લેઈન ઇટ પ્રોપરર્લી.’

‘મારી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તારા જવાબમાં છે.’

‘બસ કર નીલ. તારે જે કહેવાનું હતું એ તે કહી દીધું અને મારે જે કાઈ સાંભળવાનું બાકી હતું એ મેં સાંભળી પણ લીધું. હવે મારે આ વાતને આગળ નથી વધારવી. જસ્ટ સ્ટોપ ઈટ એન્ડ લેટ મી ગો આઉટ ફ્રોમ હિઅર.’

‘વિચારી લેજે... નિયતિ...’

‘તું હવે ઓવર જઈ રહ્યો છે નીલ.’

‘તું પણ નથી જતી...’

‘મારી લાઈફ છે યાર. હું કાઈ પણ કરું. તારે એનાથી શું મતલબ. તું ન તો મારો પતિ છે, ના ભાઈ કે ના કોઈ અન્ય સબંધિત વ્યક્તિ કે તારે મારી પરવા કરવાની જરૂર હોય. તને કેટલી વાર સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, છતાં તને આ બધું સમજાતું નથી. મને એક વાત કે આ બધું કરીને તું મારી પાસે આખર કારાવા શું માંગે છે...?’

‘આઈ જસ્ટ વોન્ટ કે યુ લવ મી એઝ આઈ લવ યુ...’

‘આ બધી રમત લાગે છે તને.’

‘ના... હું પણ એજ કહું છું ને નિયતિ કે આ બધી રમત નથી. એન્ડ હું તને નથી કહેતો કે આપણે અન્ય લોકોના જેમ નાટકો કરવા છે, બસ તું મારી સાથે રહે એજ હું ઈચ્છું છું.’

‘સાથે રહે મતલબ... વોટ ડુ યુ મીન ટુ સે...?’

‘તું સમજી શકે છે. બધું જ... જે હું કહેવા માંગું છું પણ... કદાચ તું એ દરેક વાતને સમજવા છતા પણ ન સમજવાની એક્ટિંગ કરે છે.’

‘તું ફિલ્મી વાતો કરે છે.’

‘આઈ લવ યુ નિયતિ એન્ડ ધેટ્સ ઓલ...’ નીલે ટેબલ પરના ઝગ અને ગ્લાસ તેમજ ટીસ્યુ પેપરના ડબ્બાને હાથના હડસેલા વડે પછાડી દીધા. એની આંખોમાં ખુન્નસ તરવરી રહ્યું હતું. ‘નિયતિ તારે મારી વાતનો જવાબ આપવો જ પડશે,.. આજે...’

‘આપવો જ પડશે એટલે...? એન્ડ આમ પણ નીલ હું મારો જવાબ બહુ પહેલા આપી ચુકી છું.’

‘મારે એ જવાબ નથી જોઈતો...’

‘નીલ તારો જોઈતો જવાબ આપવા માટે હું કાઈ બંધાયેલી નથી. હું આટલા દિવસથી વિચારતી હતી કે તને સીધું સટાક શબ્દોમાં કઈ કહીને તારી લાગણીઓને ન દૂભાવું. પણ, હવે મને એમ લાગી રહ્યું છે કે મારે એ કહેવું જ પડશે...’

‘હા બોલી નાખ એ પણ, બાકી રાખવાનો હવે કોઈ અર્થ રહ્યો પણ નથી.’

‘તું બોલાવી રહ્યો છે.’

‘મારી ઈચ્છાઓ તું ક્યારથી સમજવા લાગી છે.’

‘સમજતો તો તું કાઈ નથી. તું કોઈ વાત ને સ્વીકારી જ નથી શકતો. સાયકો જેવો છે સાવ.’

‘સાયકો... હું સાયકો.... યા ડેફીનેટલી નિયતિ, હું સાયકો છું જ. અને મેં આ વાત તો પહેલા પણ તને કહી જ હતી ને? જ્યારે તે મારા પ્રેમને એક વાર સ્વીકાર્યો હતો. એનાથી પણ પહેલાની વાત કરું ને નિયતિ, તો સાંભળ જ્યારે સોશિયલ મીડિયા દ્વારા આપણી વાત થઇ હતી ત્યારે પણ... ત્યારે પણ, આ વાત મેં તને સ્પષ્ટતા બદ્ધ રીતે કહી જ હતી. નિયતિ તું આ બધા પહેલાથી જ મારા વિષે બધું જ જાણે છે. ઇવન યુ નો કે હું મારી વાતમાં સાયકો પણ છું, અને એટલો જ મારા દિલના સાદ માટે જીદ્દી પણ ખરો... તો પછી હવે કે...? આ બધું શા માટે...?’

‘કારણ કે હવે પાણી માથા ઉપર જઈ રહ્યું છે.’

‘માથા ઉપર...? માથા ઉપર, એ વળી કઈ રીતે...?’

‘તારું વર્તન ધીરે ધીરે બદલાતું જાય છે.’

‘નિયતિ વર્તન તો તારું બદલાતું જઈ રહ્યું છે ને...? પહેલા મારા પ્રેમનો સ્વીકાર તે જ કર્યો હતો ને...? તો પછી અચાનક આમ અધવચ્ચે ભૂલી જવાની વાતો કરવાનો અર્થ શું છે હવે...? તુ જ મને પહેલા રોજના બે સેલ્ફી આપતી હતી, તું જાણતી જ હતી કે તને જોયા વગર મારો દિવસ કેટલો વિલક્ષણ બની જાય છે. તને જોઇને જ હું માણસ બનીને રહી શકું છું. તને આખા દિવસમાં એક વાર ના જોઉં તો મારું માથું ફરવા લાગે છે. જાણે કોઈ માથામાં હથોડા ઝીંકીને ભાગી જતું હોય એવું લાગે છે. ઘણી વાર એમ થાય એ ઓચિંતા ઘાવ આપી જતા ભાવોને હું નષ્ટ કરી નાખું. મને ઘણી વાર તારી સામે બેસી જવાનું મન થાય છે. તારી સાથે રહેવાનું મન થાય છે. તારી આસ પાસ હોવું, તારા અહેસાસને માણતા રહેવું, યુ નો મને તારામાં ખોવાયેલા રહેવું છે.’

‘તો એમ કર લગન જ કરી લે મારી સાથે એટલે હું આ રોજની મગજમારીમાંથી છુટું.’

‘હા... મને વાંધો નથી નિયતિ.’

‘એક વાત કહું તું કોઈ પણ રીતે મને જ મેળવવા માંગે છે ને...? મારી લાગણી ભાવનાઓ સાથે તને કઈ લેવાદેવા જ નથી એમ ને...?’

‘નોટ લાઈક ધેટ... તું સમજતી નથી. આઈ જસ્ટ વોન્ટ ટુ સી યુ હેપ્પી ઓલ ધ ટાઈમ, વેનેવર આઈ સી યુ.’

‘આપણે પાગલ છીએ. યુ નો આપણે બંને પાગલ છીએ. કદાચ મને બધું સમજાય છે. કે હાઉ મચ યુ લવ મી. એક વાત કહું, તને કદાચ આ બધું કહેતી વખતે હું હવે સાવ નફફટ છોકરી જેવી જ લાગીશ. બટ તને નથી લાગતું કે એકબીજાને સમજવા આપણે હવે દિવસના લગભગ ઘણા કલાકો સાથે વિતાવવા જોઈએ. ઇવન આઈ ઓલ્સો વોન્ટ કે એકાદ રાત પણ સાથે વિતાવીએ તો...’

[ …..to be continue ]