The Pshyco…. A killer
[ Part – 1 ]
સ્થળ – કાઉન્સેલિંગ રૂમ
[ પ્લેસ - ધ સાયકો કલીનીક]
‘તો આપણે શરૂઆત કરીએ...’
‘હા...’
મહેસાણા
હોટેલ રીયલ ટેસ્ટ (ટેબલ નંબર–૪)
સમય – સાંજ
‘કેટલી વાર થઇ તને આવ્યા ને...’ નિયતીએ ટેબલ સામે આવતા વેત જ પોતાની રાહ જોઇને બેઠેલા નીલને પૂછી લીધું.
‘એક કલાક.’
‘સોરી યાર... મને આવવામાં ખાસ્સો ટાઈમ થઈ ગયો.’
‘ઓકે... નો પ્રોબ્લેમ.’
‘તો હવે બોલ કે તારે, મને શું કહેવાનું હતું...? જલ્દી કરજે હો, મારે હજુ તો પાછા જોબ પર જવાનું છે.’ નિયતિએ ચશ્માંને સહેજ માથા પર ઉપર સરકાવીને વાળમાં ખોસ્યા અને ફરીથી દુપટ્ટો અને વાળ વ્યવસ્થિત કર્યા.
‘શાંતિથી બેસ તો ખરા...’
‘ઓહ હા...’
‘લે આ પાણી પી.’
‘હું જાતે પી લઈશ, તારે એવું શું કહેવાનું હતું કે મને અહિ બોલાવી છે સૌથી પહેલા તું મને એ વાત કરીશ કે નહિ એમ કે...?’
‘પાંચ મીનીટનું કહીને આવતા આવતા આટલી બધી વાર કેમ લાગી.’ એમ કહ્યું ત્યારે નીલની આંખો હોટેલના મેનુ પર ફરતી હતી.
‘ખબર નહિ યાર આ મોઢેરા સર્કલ પરથી મોઢેરા તરફના રોડ પર કોઈ જૂથ દ્વારા રેલી હતી, એટલે મને એકટીવા લઈને ત્યાંથી આવતા મોડું થઇ ગયું.’ નિયતિએ આટલું કહી વાળ સરખા કરીને પર્સ ટેબલ પર મૂકી દીધું.
‘રેલી...?’
‘હા રેલી છે આજ બધું યાર, કદાચ અનામત માટેની. જગ્યાએ જગ્યાએ આજે પણ પોલીસ અને BSF ના કાફલઓ ડેરા જમાવીને બેઠા છે. હદ છે યાર આ લોકોની પણ... અને સરકારની પણ...’
‘તને આ બધું કેવું લાગે છે.’
‘શું...?’
‘આ અનામત... આંદોલનો... રેલીઓ...’
‘એક વાત કહું, તને તો ખબર જ હોય ને. તો પણ સંભાળ, આપણે અહી અનામત અને સરકારના વિષય પરની ચર્ચાઓ કરવા માટે તો હાલ નથી જ મળ્યા...?’ નિયતિ એ આંખોમાં ગુસ્સાના ભાવ સાથે કહ્યું.
‘પણ તેમ છતા તારો મત...’
‘મને તો થાય એ બધું જ ગમે છે.’
‘ઓહ... આશ્ચર્ય... તને પણ આ બધું ગમે છે. એઝ આઈ નો, તું તો પટેલ નથી અને ક્યાંક લાગતે વળગતે પણ કોઈ નથી. ત્યાં સુધી કે તારા બોસ પોતે પણ મોદી છે. એમ આઈ રાઈટ ?’
‘બસ કર યાર.’
‘કેમ તે જ તો કહ્યું તને ગમે છે.’
‘પણ આપણે એ ચર્ચામાં ઉતારવાની જરૂર શું છે.’
‘કેમ નહિ. આ બધું પણ આપણા દેશના ભાવીને અસર કરે છે યાર...’
‘આ વિષે વાત કરવા તો તે મને નથી બોલાવી ને અહિયાં.’
‘હા સાચે જ, પણ વાત નીકળી છે તો મને લાગ્યું કરી લઈએ.’
‘નીલ... હવે બસ કરીશ તું કે નહિ.’
‘તું અહી મને મળવા જ આવી છે ને...?’
‘અરે બાપા હા... પણ, આ વાતો કરવા માટે તો નથી મળ્યા ને આપણે.’
‘આ વાત એટલે... તારો કહેવાનો અર્થ શું છે નિયતિ. તું એમ કહેવા માંગે છે કે હું તારી સાથે જેમ તેમ વાતો કરી રહ્યો છું. મેં તને પહેલા જ કહ્યું હતું ને, કે સમય લઈને આવજે. મારે વાત કરવી છે તારી સાથે.’ નીલે ટેબલ પર જોશમાં આવીને હાથ પછાડી દીધો.
‘અરે યાર એમ નથી કહેતી હું પણ, મારી વાત સમજ કે તે મને જે કામની વાત માટે અહિયાં બોલાવી છે. આપણે એ જ વાત કરીએ તો. શા માટે આપણે અનામત કે રેલીઓ વિષેની વાત કરવી જ પડે.’
‘તે જ કહ્યું ને મને ગમે છે.’
‘હા બસ... પણ હવે છોડીશ એ વાતને.’
‘ઓકે.’
‘તો હવે...’
‘હવે શું...? તે કઈ બોલવા જેવું હવે રાખ્યું જ કયા છે. કોઈ એક વાતનો પણ તે સરખો જવાબ ક્યાં આપ્યો છે મને.’ નીલે ચહેરા પર ચકરવકર થતા ભાવો સાથે કહ્યું.
‘તારે શું કહેવાનું હતું... એ કહીશ તું હવે મને કે આ બીજી બધી વાતોમાં જ ગોળમોળ ફર્યા કરે છે.’
‘હું ગોળમોળ ફરું છું...?’
‘મને એમ કહે કે આખર એવી કઈ વાત હતી જે તું ફોન પર મને નથી કહી શકતો.’
‘તું પણ જાણે છે ને, કે હું તને શું કહેવા માંગું છું.’
‘પ્લીઝ યાર હવે તું એમ ના કહેતો કે...’
‘હા એકઝેટલી હું એજ કહેવાનો છું. નિયતિ આઈ લવ યુ. આઈ રીયલી લવ યુ યાર.’
‘તો પછી મારો જવાબ પણ તને તો ખબર જ છે.’
‘પણ શા માટે ના... શું પ્રોબ્લેમ છે તને મારાથી...? તારે એવું શું જોઈએ છે, જે નથી મારી પાસે...? પ્લીઝ યાર નિયતિ આટલી બધી વાર ના પાડી પાડીને તું થાકતી નથી.’
‘હું ખરેખર હવે થાકી જ ગઈ છું.’
‘તો....’
‘તો શું...’
‘તો હવે હા પાડી દે...’
‘એટલું ઇઝી નથી હોતું જીવનમાં કઈ નીલ, જેટલું ઇઝી તું એને સમજી રહ્યો છે.’
‘એટલું મુશ્કેલ પણ નથી જ હોતું ને નિયતિ, જેટલું કે તું મને સમજાવવાની કોશિશો કરી રહી છે.’
‘જો હું ફરી એક વાર તને કહી જ દઉં, કે હું તને કઈજ સમજાવવાની કોશિશ નથી કરી રહી નીલ. તું આ બધું કેમ નથી સમજતો યાર, કે આપણી વચ્ચે કોઈ જ પ્રકારનું રીલેશન આજે કે કાલે નહિ જ બની શકે.’
‘પણ કેમ નિયતિ, વ્હાય નોટ...?’
‘બસ એમજ...’
‘એનો જવાબ આપ મને કે કેમ નહિ...’
‘મારી પાસે કોઈ જવાબ નથી નીલ જે તને આ વિષય પર આપી શકું.’
‘પણ કેમ... કેમ નથી જવાબ. તારા મનમાં પણ કઈક તો છે જ ને જે આકાર લઇ રહ્યું છે.’
‘ના એવું કઈ જ નથી જે આકાર લેતું હોય નીલ.’
‘કેમ નિયતિ...? કેમ કઈ નથી.’
‘નીલ આ બધું પ્રથમ વખત તો નથી ને...’
‘અપણે કેમ ન આને છેલ્લું બનાવી દઈએ...’ નીલનો આવાઝ તરડાઇ રહ્યો હતો. ‘પ્લીઝ માની જા... નિયતિ પ્લીઝ... આઈ રીઅલી લવ યુ યાર...’
‘બટ મેં તને એ નજરે ક્યારેય જોયો જ નથી.’
‘તો હવે જો.’
‘નીલ પ્લીઝ...’
‘એ જ હું પણ તને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું.’
‘નીલ ઇટ્સ નોટ અ મુવી ઓર ટીવી સીરીયલ.’
‘મને ખબર છે નિયતિ કે આ લાઈફ છે. આ કોઈ ફીચર ફિલ્મ નથી. અને હું એનો કોઈ હીરો પણ નથી.’
‘હું પણ ક્યાં હિરોઈન છું.’
‘હા પણ કદાચ દરેક છોકરીની જેમ તને પણ કોઈ હીરોની તલાશ છે ને...?’
‘આઈ એમ નોટ સેયિંગ વોટ યુ આર ટોકિંગ.’
‘બટ ઇટ્સ મીન અ લોટ નિયતિ. ઇટ્સ રીયલી મીન અ લોટ ફોર મી...’
‘તું સમજતો જ નથી.’
‘યુ ડોન્ટ વોન્ટ ફોર ઇટ.’
‘આઈ વોન્ટ ઇટ.’
‘એક કામ કરીશ એક કોલ્ડ ડ્રીંક મંગાવી લઈએ. એને પીને છુટા પડી જઈએ. અને હા, હવે પછી પ્લીઝ... કોલ કરીને મને ક્યાય બોલાવતો નહિ. આ આપણી પહેલી અને છેલ્લી મુલાકાત જ સમજ.’
‘નિયતિ આઈ એમ સોરી.’
‘હવે ફરી શરુ ના થતો.’
‘સોરી યાર. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ઈટ.’
‘ફરગેટ ઇટ...’
‘આઈ કાન્ટ ફરગેટ ઇટ. ઇટ્સ નોટ અ ગેમ નિયતિ ઇટ્સ નોટ અ ગેમ ફોર મી... ઓકે... આર યુ લીસ્નીંગ રાઈટ નાઉ ઓર નોટ...’ નીલે કાચના ગ્લાસને ફરસ પર પછાડી દીધો અને બોલવાનું ચાલુ રાખ્યું. ‘આઈ લવ યુ નિયતિ એન્ડ લવ ઈઝ લાઈવ ટીલ માય ડેથ.’
‘ઓકે... શાંત થઈશ હવે...’ નિયતિ નીલના આ રૂપને જોઈ થરથરી ઉઠી હતી. એણે જેમ-તેમ કરીને વેઈટરને બોલાવીને જલ્દી જ તૂટેલા ગ્લાસના કારણે ફર્સ પર વેરાયેલા કાચ સાફ કરાવી દીધા.
‘સોરી નિયતિ પણ મને કોઈ ફિલ્મના હીરો શાહરૂખ સલમાનની જેમ તને પ્રપોઝ કરતા નથી આવડતું પણ સાચું કહું છું હું. આઈ લવ યુ... તું સાંભળી રહી છે ને...? નિયતિ... હું તને કહી રહ્યો છું.’
‘હા...’
‘તો જવાબ કેમ નથી આપતી...’
‘મારા જવાબ આપવાથી ફાયદો શું થવાનો...?’
‘એટલે...?’
‘મારો જવાબ તો ઓલરેડી તને ખબર જ છે ને નીલ.’
‘બટ વાય... તને નથી સમજાતું’
‘મને બધું જ સમજાય છે.’
‘તો સમજાવ કે તને મારાથી પ્રોબ્લેમ શું છે.’
‘તારું વર્તન છે પ્રોબ્લેમ. આ તારા વિચારો, તારી જીદ અને તારી વાતો.’
‘હું...??’
‘હા, સ્વરા ઠીક જ કહેતી હતી કે તારી સાથે વાત કરીને પણ અંતે તો મને નિરાશા જ મળવાની છે.’
‘સ્વરા...??’
‘હા... સ્વરા...’
‘સ્વરા કોણ છે...?’
‘મારી દૂરની કઝીન છે.’
‘એ શું કરે છે. અને એને કઈ રીતે ખબર આપણા વિશે.’
‘તને પ્રોબ્લેમ છે એનાથી.’
‘ના પણ પહેલા ક્યારેય એના વિષે સાંભળ્યું નથી મેં એટલે...?’
‘સ્ટોપ ઈટ યાર આ કોઈ જાહેર ડીબેટ નથી ચાલી રહી કે, એક પછી એક નવા પત્રોને આપણે અંદર ઘુસાડતા જઈએ અને પછી એમના વિચારો માટે આપણે બે જણા એક મેકને કઈક ને કઈક સ્પષ્ટતાઓ આપ્યા કરીએ.’
‘મેં એવું નથી કહ્યું નિયતિ.’
‘મતલબ તો એ જ થયો ને...?’
‘પણ આ સ્વરા નામનું પાત્ર તો તે ઉમેર્યું ને...?’
‘ઇટ્સ ઈનફ ટુ ટોક વિથ યુ નીલ. પ્લીઝ સ્ટોપ ઇટ નાઉ.’
‘પણ તું મને મળવાની ના કેમ પડે છે. પ્લીઝ નોટ ટોક વિથ મી લાઈક ધેટ.’
‘તો શું કરું હું... કેન યુ પ્લીઝ ટેલ મી ધેટ વોટ શૂડ આઈ ડુ નાઉં...’
‘આપણે કઈક ઓર્ડર કરીશું...? શું લઈશ તું...? ચા કે કોફી...?’
‘હોપ કે આ આપણી છેલ્લી મુલાકાત હોય.’
‘વ્હાય નોટ થીંક કે આના પછી વારંવાર મળી શકાય.’
‘ઇટ્સ ઇઝન્ટ પોસીબલ.’
‘ધેન મેક ઈટ પોસીબલ.’
‘હાઉ...?’
‘તું હા પડી દે.’
‘આ તો તું દરેક વાર કહે છે.’
‘અને તું બસ ના... ના.. ના નું રટણ લઈને બેઠી છે.’
‘યુ નો ઇટ... ધેન વ્હાય...?’
‘મને તારી ના સાંભળવામાં કોઈ પ્રોબ્લેમ નથી બસ તું આમ મળતી રહે તો.’
‘પણ હું તું નથી ને...? નીલ.’
‘ઓકે પણ મળવાની ના ન પાડીશ.’
‘તો શું કરું એમ તો કહે મને. હું તને કેટલીયે વાર સમજાવી ચુકી છું કે આઈ એમ નોટ ઇન લવ વિથ યુ. પણ તું સમજવા જ નથી માંગતો કોઈ વાતને.’
‘હા મને બીજાની જેમ ડાયલોગ બાજી નથી આવડતી. હું તને મનાવવા વારંવાર તારી પાસે માફી નથી માંગી શકતો. હું કોઈ ફિલ્મના હીરોની જેમ તારા માટે લડી નથી શકતો. કે ન DDLJના શાહરુખની જેમ તારા ઘરમાં આવીને રહીને તને મનાવી પણ નથી શકતો ને. પણ હા નિયતિ આઈ રીયલી લવ યુ. તારા વગર હું કદાચ રહી પણ નહિ શકું.’
‘તું આ બધી વાતો ખબર નહિ ક્યાંથી લઇ આવે છે. મને આ બધા વિચારો પાછળનો હેતુ જ નથી સમજાતો. તને ખબર છે તારી પ્રોબ્લેમ શું છે...?’
‘હા લોટસ ઓફ, શેની શેની વાતો કરું જરા કે તો તને.’
‘મારે તારી દર્દે દાસ્તાન નથી સાંભળવી.’
‘પણ... યુ નો..? મને ખબર છે કે તું મને પ્રેમ નથી કરતી, તેમ છતાં સાચી વાત તો એ પણ છે ને નિયતિ. કે તું એ કરવા માટે કોશિશ પણ નથી જ કરતી.’
‘મારે નથી કરવી એવી કોશિશો.’
‘એમાં ખરાબી શું છે...?’
‘અરે સારા ખરાબની કોઈ વાત જ નથી નીલ.’
‘તો...’
‘નીલ સમજવાની કોશિશ કર યાર, આ કોઈ પરીક્ષા નથી જેને વારંવાર બીજા પ્રયત્નો આપીને પાસ કરી શકાય. અને, જે તું કહી રહ્યો છે ને કે એકને એક દિવસ હું હા પાડીશ. તો સાંભળ એવું કઈ જ નહિ થાય. હું મારી જાતને બહુ સારી રીતે ઓળખું છું.’
‘સાચે.... જ...’
‘હા કેમ...? તારે એના માટે પણ પુરાવાની જરૂર છે...?’
‘ના... પણ હું જાણું છું ને ત્યાં સુધી તું પહેલા એન્જીનીયરીંગ કરવા ઈચ્છતી હતી ને...? પછી તું સામાન્ય ક્લિનિકમાં ટાઈપીસ્ટ તરીકેની જોબ કરી રહી છે. તે BE કરવાનું ધારીને પણ એ સપનાને અધવચ્ચે જ કેમ મૂકી દીધુ. તને જે છોકરો પસંદ હતો એ પણ તારા પરિવારના કારણે છેવટે તારે છોડવો પડ્યો હતો. તારું સપનું તો મેહસાણા જેવા શહેરમાં ન રહીને, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં સેટલ થવાનું હતું ને...? અને હા અત્યારે તું આ જોબથી સંતુષ્ટ નથી એટલે જ આ છોડીને સારી અને વધુ સેલરી વાળી સર્વિસ પણ શોધી રહી છે. તારું ઇન્જિનિઅર બનવાનું સપનું... એનું શું થયું પછી. તું ત્યારે પણ કદાચ તારી જાતને બરાબર ઓળખતી જ હોઈશ ને...? તે ઘણું બધું ધાર્યું જ હતું ને... પણ આખર થયું શું...? એ જ ને, જે તે ધાર્યું પણ ન હતું.’ નીલના ચહેરા પર કેટલાય ભાવો વંટોળીયાની જેમ ફૂંકાઈ રહ્યા હતા.
‘અર્થ શું છે આ બધી વાતનો અત્યારે...?’
‘યુ સેઇડ ધ સેમ. ધેટ યુ નો યોરસેલ્ફ મચ બેટર.’
‘અરે યાર નીલ, આ કોઈ કેસની સુનવાઈ નથી ચાલી રહી યાર કે તું નવા નવા કારણો રજુ કરીને મને મારા જવાબ માટે જેમતેમ કરીને મનાવવાની કોશિશ કર્યા કરે છે.’
‘તું પણ એવું જ કરે છે ને...?’
‘ઓકે... નથી કરવું એવું કઈ. તને ગમે એ કર, હવે હું જાઉં છું. એન્ડ ડોન્ટ કોલ મી અગેઇન.’
‘અરે બે મિનીટ મારી વાત તો સાંભળ નિયતિ.’
‘હવે શું કરીશ તું બે મીનીટનું, આવી કેટલીએ બે મિનીટ આપી જ છે મેં તને.’
‘હું સમજાવું ને.’
‘જો નીલ મારી વાત સાંભળ યાર આ કોઈ મેગી નથી કે બે મીનીટમાં તૈયાર પણ થઇ જાય અને ત્રીજી મીનીટે તમારા હોઠે એનો સ્વાદ પણ આવી જાય. આ જીંદગી છે. આગળ પાછળ ગણું બધું વિચારવું પડે છે.’
[ …..to be continue ]