કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 7 Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 7

રાણીની હરીફ – ‘The Queen’s Rival by Sarojini Naidu (27)

Preface

I am here to present my exposition of an English Poem “The Queen’s Rival” composed by Sarojini Naidu who was a celebrated woman of letters of her times as the great poetess and was also honored with the title of “The Nightingale of India”. The theme of the poem in exposition is based on a tale from a book “Arabian Nights’. The original author of the book is unknown, but it is translated in many languages of the world. The book with the title as “New Arabian Nights’ in English was translated by Robert Louis Stevenson. Andrew Lang also had written the same book in English. In Gujarati also, we can have the said book under the Title “Arbastaan-ni- Vaato. Over the centuries, the countless editions of the Arabian Nights have been published.

The original text of the poem in three parts is as follows: The poem is taken from “The Golden Threshold”, the first volume of verse published in 1905 by Sarojini Naidu.

-Valibhai Musa

* * *

The Queen’s Rival

I

QUEEN GULNAAR sat on her ivory bed,Around her countless treasures were spread;Her chamber walls were richly inlaidWith agate, porphyry, onyx and jade;

The tissues that veiled her delicate breast,Glowed with the hues of a lapwing’s crest;But still she gazed in her mirror and sighed“O King, my heart is unsatisfied.”

King Feroz bent from his ebony seat:“Is thy least desire unfulfilled, O Sweet?“Let thy mouth speak and my life be spentTo clear the sky of thy discontent.”

“I tire of my beauty, I tire of thisEmpty splendour and shadow-less bliss;“With none to envy and none gainsay,No savour or salt hath my dream or day.

” Queen Gulnaar sighed like a murmuring rose:“Give me a rival, O King Feroz.”

IIKing Feroz spoke to his Chief Vizier:“Lo! ere to-morrow’s dawn be here,“Send forth my messengers over the sea,To seek seven beautiful brides for me;

“Radiant of feature and regal of mien,Seven handmaids meet for the Persian Queen.”Seven new moon tides at the Vesper call,King Feroz led to Queen Gulnaar’s hall

A young queen eyed like the morning star:“I bring thee a rival, O Queen Gulnaar.”But still she gazed in her mirror and sighed:“O King, my heart is unsatisfied.”

Seven queens shone round her ivory bed,Like seven soft gems on a silken thread,Like seven fair lamps in a royal tower,Like seven bright petals of Beauty’s flower

Queen Gulnaar sighed like a murmuring rose“Where is my rival, O King Feroz?”

III

When spring winds wakened the mountain floods,And kindled the flame of the tulip buds,When bees grew loud and the days grew long,And the peach groves thrilled to the oriole’s song,

Queen Gulnaar sat on her ivory bed,Decking with jewels her exquisite head;And still she gazed in her mirror and sighed:“O King, my heart is unsatisfied.”

Queen Gulnsar’s daughter two spring times old,In blue robes bordered with tassels of gold,Ran to her knee like a wildwood fay,And plucked from her hand the mirror away.

Quickly she set on her own light curlsHer mother’s fillet with fringes of pearls;Quickly she turned with a child’s capriceAnd pressed on the mirror a swift, glad kiss.

Queen Gulnaar laughed like a tremulous rose:“Here is my rival, O King Feroz.”

-Sarojini Naidu

Synopsis of the poem :

Feroz is the king of Persia. Gulnaar is his queen. In spite of the pompous palace life, the queen is not satisfied at heart. Though she is beautiful, she is longing for her rival. Sighing like a murmuring rose, she asks the king to give a rival to her who can compete with her beauty. On demand of Gulnaar, the king marries seven beautiful brides and asks them to live with Gulnaar as her maid-servants. The seven queens were supposed to be Gulnaar’s rivals, but she continues to gaze in her mirror saying all the times that her heart was not satisfied with all those so called rivals.After some years, the queen Gulnaar gives birth to a baby-girl. When the princess becomes two years old, she runs to her knees to the Queen and snatches the mirror away from her hand. Then she wears her mother’s hair-band around her head and presses her swift kiss on mirror. This very innocent gesture of the child makes Gulnaar laugh like a rose trembling on a plant with soft wind. She exclaims with joy, ‘Here is my rival, O King Feroz.”

Exposition :

When we go through the poem under discussion, we do come to the concluding outcome of our study that Sarojini Naidu was really a natural, proficient and born poetess of her times. The narrations of Gulnaar’s bed, her chamber and her fabric are such attractive with flower of speech that we would like to read those stanzas again and again in spite of the use of difficult words for various gems. The colorful muslin covering her delicate chest is compared with the crest of a bird named lapwing. But, in spite of her happiness, she gazed in her mirror and sighed saying, “O King, my heart is unsatisfied.”While proceeding further, we come across the romantic dialogues spoken by both King Feroz and Queen Gulnaar as below:

“Is thy least desire unfulfilled, O Sweet? Let thy mouth speak and my life be spent. To clear the sky of thy discontent” said the King.

The Queen said, “I tire of my beauty, I tire of this, Empty splendor and shadow-less bliss; With none to envy and none gainsay (rejoin), and savor (taste) or salt hath my dream or day.”

Queen Gulnaar sighed and said, “Give me a rival, King Feroz”. King Feroz ordered to his chief Vizier to send messengers over the sea to look for seven beautiful brides. The King said that the brides should be of glowing beauty and be appointed to be in attendance to the Queen.They all stood with such stunning beauty that they looked like a necklace of seven gems of attractive colors on a silken thread. In other words to say, the queens looked like seven beautiful lamps in a royal tower and seven bright petals of a most beautiful flower. Yet, Queen Gulnaar sighed and expressed her dissatisfaction saying, “King Feroz, where is my rival?” Against this background, Queen Gulnaar sat on her ivory bed adorning her delicate hair with precious jewels. She gazed in the mirror and sighed, “O King, my heart is still dissatisfied”.

Prior to the concluding part of the poem, the poetess highlights a delicate psychological point that any power, prosperity or beauty if vested in one person becomes the cause of dissatisfaction at long. Rivalry in any field or aspect of life is the most essential factor for mental happiness and satisfaction. Monopoly, at long last, becomes like boredom. Human mind always longs for competition. It is the human nature that wishes that the efficiency, richness, strength, capability or beauty should be challenged by somebody. One should have opportunity of being tested one’s own worthiness of merits. Here, the Queen Gulnaar is unhappy in absence of any rival in case of her beauty. She was not satisfied with the rivalry of seven queens. When the poem seems advancing to its end, a turning point arises all of a sudden. Gulnaar is then lucky enough to have a powerful competitor. Her competitor is nobody else but her two years old daughter herself.

One day, Queen Gulnaar’s two year old daughter was adorned with precious dress. The child, like a fairy in a forest, rushed to the Queen and snatched the mirror away from her hand. Then the child quickly wore her mother’s hair-band. Suddenly, with a child-like move, she planted happily a kiss on the mirror. Queen Gulnaar laughed like a quivering rose, saying, “O King Feroz, look, here is my rival”.

Summing up, Gulnaar realized that her daughter was the real rival of hers. Then the poem dramatically ends with the reality of life that the parents are always happy when they see their young ones playing and doing various innocent actions and tricks around them. The poetess has successfully presented the psychological point of mothering and motherhood through these sonnet-like three parts of the poem.

-Valibhai Musa

* * *

ઉપોદ્‍ઘાત :

હું એક અંગ્રેજી કાવ્ય ‘રાણીની હરીફ’નું રસવિવરણ રજૂ કરી રહ્યો છું. કાવ્યનાં સર્જક સરોજિની નાયડુ છે. તેઓ પોતાના સમયનાં સાહિત્યસર્જનમાં બહુ જ અગ્રિમ સ્થાન શોભાવતાં વિખ્યાત કવયિત્રી હતાં અને જે ‘હિંદુસ્તાનની બુલબુલ’ ના હુલામણા બિરૂદથી પણ ઓળખાતાં હતાં. કાવ્યનું વિષયવસ્તુ ‘અરેબીયન નાઈટ્સ’ માંની વાર્તા ઉપર આધારિત છે. આ પુસ્તકના મૂળ લેખક કોણ છે તેની કોઈને ખબર નથી, પણ વિશ્વની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થઈ ચૂક્યા છે. રોબર્ટ લુઈસ સ્ટીવન્સને (Robert Louis Stevenson) ‘ન્યુ અરેબીયન નાઈટ્સ’ શીર્ષકે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ જ શીર્ષકવાળું એક અન્ય પુસ્તક એન્ડ્ર્યુ લેંગે (Andrew Lang) પણ લખ્યું છે. આ પુસ્તક ગુજરાતીમાં ‘અરબસ્તાનની વાતો’ શીર્ષકે ઉપલબ્ધ છે. સદીઓથી ‘અરેબીયન નાઈટ્સ’ની અસંખ્ય આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

મૂળ અંગ્રેજીમાં લખાએલું ત્રણ ભાગમાંનું આ કાવ્ય અને તેનો ગુજરાતી અનુવાદ નીચે આપ્યો છે. આ કાવ્ય સરોજિની નાયડુના ૧૯૦૫માં પ્રકાશિત થએલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘The Golden Threshold’ (સોનાનો ઉંબરો)માંથી લીધું છે.

-વલીભાઈ મુસા

* * *

રાણીની હરીફ

Iબેગમ ગુલનાર એના હાથીદાંતના પલંગ પર બિરાજમાન છે,તેની આસપાસ વેરાયેલાં પડ્યાં છે અમૂલ્ય અસંખ્ય રત્નો;અકીક, માણેક, ગોમેદ અને હરિત રત્નો થકીજડેલ હતી શયનકક્ષની દીવાલો;

તેનાં વક્ષસ્થળને આવરતું જાળીદાર વસ્ત્ર,,ટીંટોડીની કલગીતણી રંગછટાશું ઝગમગતું,છતાંય, આયનાની સામે નજર કરી તેણી નિસાસો નાખી વદતી,“ઓહ જહાંપનાહ, મારું દિલ બેકરાર છે!”

જહાંપનાહ ફીરોઝ ઝૂક્યા તેમના અબનૂસના સિંહાસન પરથી:“મીઠડી, તારી નાનીશી ખ્વાહીશ પણ કોઈ અધૂરી છે?તો હુકમ કર અને મારી જાન હાઝિર છે,તારા અસંતોષના ધૂંધળા આસમાનને સ્પષ્ટ કરવા!”

“મારા સૌંદર્યથી હું કંટાળી ગઈ છું અને,જૂઠી જાહોજલાલી અને છાયાહીન સ્વર્ગીય સુખથી પણ;ન કોઇ અદેખાઈથી જલવાવાળું, ન કોઈ પડકારનો હુંકાર,ખ્વાબોમાં કે જાગૃતિમાં ન તો મીઠાશ કે ખારાશ!”

ગણગણતા ગુલાબની જેમ, બેગમ ગુલનારે નિઃસાસો નાંખ્યો:“હે મારા બાદશાહ ફીરોઝ, મને લાવી આપો મારી હરીફ.”

II

જહાંપનાહ ફીરોઝે મુખ્ય વજીરને કર્યું ફરમાન,“સુણો, કાલની પરોઢ થતાં પહેલાં,આપણા કાસદોને સાત સમંદર પાર મોકલો,મારા સારુ સાત સુંદર કન્યા શોધી કરો હાજર.”

દીપ્તિમાન મુખાકૃતિ, અને શાહી સંસ્કારો ધરાવતી,પર્શિયાની બેગમની તહેનાતમાં સાત સુંદરીઓ,સંધ્યા સમયે એકમના ચાંદની ભરતી સમી સાતસુંદરીઓને બાદશાહે બેગમને નજરાણે ધરી.

શુક્રના તારાસમ દેખાતી એવી સુંદરી બતાવતાં બાદશાહ વદે,“બેગમ ગુલનાર, તારા સારુ લાવ્યો છું તારી આ હરીફ.”પણ, તેણી તો આયના સામે મીટ માંડી નિસાસાસહ વદે:“મારા બાદશાહ, હૃદયે મારે હજુય અસંતોષ છે!”

હાથીદાંતના પલંગ ફરતે સાત રાણીઓ ઝગમગે,,જાણે રેશમની દોર પર પરોવેલાં સાત નમણાં રત્નો,જાણે શાહી મિનાર પર ટમકતા સાત દીવડા,જાણે સુંદરતમ ફૂલની સાત ચમક્તી પાંખડીઓ!

બેગમ ગુલનાર તો કણસતા ગુલાબની જેમ હજુય નિ:શ્વસે છે,“મારા બાદશાહ ફીરોઝ, ક્યાં છે મારી હરીફ?”

IIIવસંતના વાયરાએ જ્યારે પહાડોમાં ઝરણાંનાં પૂર જગવ્યાં,ટ્યૂલીપની કળીઓના અંકુરને પ્રજ્વલિત કરી દીધા,મધમાખીઓનું ગુંજન ગુંજી ઊઠ્યું અને દિવસ જ્યારે લંબાયો,,વળી ઑરિયલ પક્ષીનાં ગીતોથી જ્યારે પીચફળછેદ કંપી ઊઠ્યા;

ત્યારે બેગમ ગુલનાર તેના હાથીદાંતના પલંગ પર બેઠી,તેનાં મનોહર મસ્તિષ્કને ઘરેણાથી સજાવે છે;મીટ તેની મંડાઈ છે આયના પર અને,હોઠ પર છે નિઃશ્વાસ :“મારા બાદશાહ સલામત, દિલ હજુય છે મારું અસંતુષ્ટ!”

સોનેરી ફૂમતાંથી ભરેલ વાદળી જામામાં શોભતી,ગુલનાર બેગમની બે વર્ષની કળીશી બાળકી,વનની નટખટ પરીશી દોડતી જઈ ચડે તેણીની ગોદમાં,ઝૂંટવી લે આયનો નિજ માતના કર મહીંથી.

અમ્મીજાનની મોતીઓ ભરી કેશગુંફન સેરનેપોતાનાં નાજુક ઝુલ્ફમાં લગાવી ત્વરિત,બાળસહજ મિજાજે ચક્કર ચક્કર ફરતી,અધીર ખુશખુશાલ ચુમી જડે આયનાને,

ઝૂમતા ગુલાબસમ બેગમ ગુલનાર હસી પડી,‘ઓ બાદશાહ ફીરોઝ, જુઓ જુઓ, આ જ છે મારી હરીફ!’

– સરોજિની નાયડુ (કવયિત્રી)-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

કાવ્યસાર :

ફીરોઝ પર્શિયાનો બાદશાહ છે. તેની જિંદગી ઝાકમઝાળ છે. ગુલનાર તેની બેગમ છે. પરંતુ બેગમ દિલથી ખુશ નથી. તેણી બેનમૂન છે, નખશિખ સુંદર પણ છે; પરંતુ તેણી કણસતા ગુલાબની જેમ નિ:સાસો નાખતી પોતાની કોઈ હરીફ ઝંખે છે. બાદશાહ સાત અતિ સુંદર કન્યાઓને પરણીને તેમને ગુલનારની બાંદીઓ તરીકે રાખે છે. આ સાત નવી બેગમોને ગુલનારની હરીફો તરીકે લાવવામાં આવી હતી. આમ છતાંય ગુલનાર તો આયનામાં મીટ માંડી રહીને પોતાની હરીફ માટેનો બળાપો વ્યક્ત કરતી જ રહે છે.

થોડાં વર્ષો પછી બેગમ ગુલનાર પુત્રીને જન્મ આપે છે. બે વર્ષની શાહજાદી ગોઠણિયાં ભરતીભરતી બેગમની ગોદમાં ચઢી જાય છે. અમ્મીની કેશગુંફનમાંની સેરને પોતાનાં નાજુક જુલ્ફમાં લગાવતી તેણી માતાની પાસેથી આયનો છીનવી લે છે. ગોળગોળ ફરતી તેણી આયનાને તીવ્ર ચૂમી ભરી દે છે. કુંવરીની આ માસુમ અદા ઉપર વારી જતી બેગમ ગુલનારના ચહેરા ઉપર મંદ પવનની લહેરથી ઝૂમી ઊઠતા ગુલાબ જેવું સ્મિત કરતાં તેણી સાનંદાશ્ચર્ય બોલી ઊઠે છે : “બાદશાહ સલામત, જુઓ જુઓ, મને મળી ગઈ મારી હરીફ!”

રસવિવરણ :

જેમ જેમ આપણે આ કાવ્યને વાંચતાં જઇએ છીએ તેમ તેમ સરોજિની નાયડુ આપણી નજરોમાં તેમના સમયનાં એક સ્વાભાવિક, નિપુણ અને જન્મજાત કવયિત્રી તરીકે વધારે ને વધારે આરૂઢ થતાં જાય છે. તેમણે ગુલનારનો પલંગ, તેનો શયનકક્ષ, તેનું ઝીણું જાળીદાર અંગવસ્ત્ર વગેરેને સરસ એવી આલંકારિક ભાષામાં વર્ણવ્યાં છે. વિવિધ પ્રકારનાં રત્નો માટે ભારે શબ્દો પ્રયોજવામાં આવ્યા હોવા છતાં તે આપણને જરાય કઠતા નથી અને આપણે તેમને વારંવાર વાંચતાં રહીએ છીએ. તેના વક્ષસ્થળને ઢાંકતા મલમલને તેમણે બુલબુલની કલગીની ઉપમા આપી છે. આટઆટલી ખુશીઓ અને વૈભવ હોવા છતાં બેગમ તો આયના સામે મીટ માંડીને ઝુરાપો કરતી બબડ્યા જ કરે છે કે “હે મારા બાદશાહ સલામત, હું દિલથી જરાય ખુશ નથી.”

આગળ જતાં બેગમ અને બાદશાહ વચ્ચેના પ્રેમઝરતા ભાવુક સંવાદો પણ આપણને માણવા મળે છે. બાદશાહનો બેગમ પરત્વેનો અનહદ પ્રેમ આ શબ્દોમાં વ્યક્ત થાય છે : ‘મારી મીઠડી, તારી નાનીશી પણ કોઈ ખ્વાહિશ અધૂરી છે? તો હૂકમ કર અને તારા અસંતોષના ધૂંધળા આકાશને ચોખ્ખું કરવા હું મારી જિંદગી પણ ન્યોછાવર કરવા તૈયાર છું.’

એ જ રીતે બેગમની તડપનો અહેસાસ થાય છે આ સંવાદમાં કે‘મારા આ સૌંદર્યથી હું કંટાળી ગઈ છું. મને મારી આ જૂઠી જાહોજલાલી અને વિષાદરૂપી છાયાવિહીન સ્વર્ગીય આનંદ જરાય ગમતાં નથી. મારી ઇર્ષા કરનાર કે મારું કોઈ પ્રતિસ્પર્ધી ન હોઈ મારાં ખ્વાબો કે જાગૃતિમાં કોઈ મીઠાશ કે ખારાશનો અભાવ મને અકારો લાગે છે. આમ બેગમ ગુલનાર નિરાશ થઈને કહે છે, ‘મારા બાદશાહ, મને મારી કોઈ હરીફ લાવી આપો.”

બાદશાહ તેમના વજીરને સાત સમુંદર ખૂંદી વળીને સ્વરૂપવાન સાત ક્ન્યાઓને હાજર કરવા કાસદોને તાત્કાલિક મોકલવાનો હૂકમ ફરમાવે છે. આમ બાદશાહ દીપ્તિમાન ચહેરા ધરાવતી ગુણિયલ એવી સાત સુંદરીઓને નજરાણા તરીકે બેગમ ગુલનાર સમક્ષ હાજર કરે છે.

ચકાચૌંધ થઈ જવાય તેવી રેશમના તાંતણે પરોવાએલાં સાત રંગનાં રત્નોના હારસમી સૌંદર્યવાન એ સાત રાણીઓ બેગમ ગુલનારની સામે ઊભી રહે છે. બીજા શબ્દોમાં કહેતાં, આ સાત રાણીઓ શાહી મિનારામાં ઝગમગતા સાત દીવડાઓ કે પછી મનોહર ફૂલની આંખે ઊડીને વળગે તેવી પાંખડીઓ સમાન સ્વરૂપવાન હતી. આમ છતાંય નિસાસા નાખ્યે જતી અને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યે જતી બેગમ ગુલનારે પોતાનું એનું એ જ રટણ ચાલુ જ રાખ્યું કે ‘હે મારા બાદશાહ સલામત, મારી હરીફ ક્યાં છે?’ આ પશ્ચાદ્‍ભૂમિકામાં બેગમ ગુલનાર પોતાના હાથીદાંતના પલંગ પર બેસીને પોતના મુલાયમ વાળને અમૂલ્ય રત્નોથી શણગારતી અરીસા સામે જોતી રહીને નિસાસા નાખતી બસ એ જ ફરિયાદ કરતી રહે છે કે ‘મારા બાદશાહ, હું તો હજુ પણ અસંતુષ્ટ જ છું.’

કાવ્યના સમાપન પહેલાં કવયિત્રી એક અતિ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દો ઉજાગર કરતાં દર્શાવે છે કે કોઈ એક જ વ્યક્તિમાં જો સત્તા,સમૃધ્ધિ કે સૌંદર્ય કેન્દ્રિત થઈ જાય તો લાંબે ગાળે તે સઘળાં અસંતોષની જડ બની રહેતાં હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં કે જીવનની કોઈપણ બાબતમાં હરીફાઇ એ માનસિક ખુશી અને સંતોષ માટેનું મહત્ત્વનું પરિબળ બની રહે છે. સમયાંતરે એકાધિકાર કંટાળો પેદા કરતો હોય છે. મનુષ્યમનને હંમેશાં સ્પર્ધાની ઇચ્છા રહ્યા જ કરતી હોય છે. કાર્યદક્ષતા, શ્રીમંતાઈ, શક્તિ, સામર્થ્ય કે સૌંદર્યને કોઈક ને કોઈક પડકારે એવું ઇચ્છવું એ મનુષ્યનો સ્વભાવ છે. પોતાની યોગ્યતા કે ગુણવત્તાની માત્રા ચકાસાવવાનો દરેકને મોકો મળવો જોઈએ. અહીં, બેગમ ગુલનારને તેના સૌંદર્યનું કોઈ હરીફ ન હોઈ તેણીને નાખુશી રહ્યા કરે છે. તેણીને પેલી સાત રાણીઓ સાથેની હરીફાઈથી પણ સંતોષ નથી. પરંતુ, કાવ્ય જેવું અંત તરફ આગળ વધે છે, ત્યાં તો તે અણધાર્યો વળાંક લે છે. નસીબજોગે બીજું કોઈ નહીં, પણ બેગમ ગુલનારને તેની બે વર્ષની પુત્રી જ પોતાના પ્રબળ હરીફ તરીકે તેણીને મળી રહે છે.

એક દિવસે બેગમ ગુલનારની મૂલ્યવાન પોષાક પહેરેલી વનપરી જેવી લાગતી બે વર્ષની રાજકુમારી અચાનક જ બેગમ ગુલનાર તરફ ધસી જઈને તેના હાથમાંથી આયનો છીનવી લે છે. એક ઝાપટમાં કુંવરી તેની અમ્મીનો ચૂડામણિ પહેરી લે છે અને બાળસહજ ચેષ્ટા થકી આયનાને ચૂમી ભરી દે છે. મંદમંદ લહેરમાં ડોલતા ગુલાબ જેવું હાસ્ય બેગમ ગુલનારના ચહેરા ઉપર તરવરી ઊઠે છે અને તેણી સહસા બોલી ઊઠે છે, ‘બાદશાહ સલામત,જુઓ જુઓ, આ જ છે મારી હરીફ!’

સમાપને કહેતાં, બેગમ ગુલનારને પોતાની વ્હાલસોયી કુંવરી જ પોતાની સાચી હરીફ હોવાની પ્રતીતિ થતી હોય છે. છેવટે કાવ્ય નાટ્યાત્મક રૂપે અંત પામે છે અને જીવનની વાસ્ત્વિકતાને એ રીતે સમજાવે છે કે માબાપ પોતાની આસપાસ ગેલ કરતાં અને નિર્દોષ ચેષ્ટાઓ સાથે રમતાં બાળકોને જોઈને હંમેશાં ખુશ રહેતાં હોય છે. કવયિત્રી માતૃત્વ અને બાળઉછેરના મનોવૈજ્ઞાનિક મુદાઓને સોનેટ જેવા લાગતા ત્રિવિભાગીય એવા આ દીર્ઘ કાવ્યમાં સફળતાપૂર્વક અભિવ્યક્ત કરે છે.

– વલીભાઈ મુસા (લેખક)-અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક)

$$$$$$$

‘સમભાવી મિજાજે’ શીર્ષકે તૈયાર થતી જતી મારી ઈ-બુકમાં અત્યાર સુધીમાં મારાં કેટલાંક બ્લોગર મિત્રોનાં સાહિત્યસર્જનો ઉપરનાં મારાં ભાષ્ય કે વિવેચનોને એકત્ર કરતો આવ્યો છું. આજે મારી દીકરી સમાન અને હમવતની એવી મુનિરા અમીના બ્લોગ “Ink and I” માંના કાવ્ય ‘નીરવનું વર્ણન’ નું સ્વયં રસદર્શન કરતાં અને ભોક્તાઓને તેનો રસાસ્વાદ કરાવતાં આનંદ અનુભવું છું. નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો છું. સર્વ પ્રથમ આપણે મુનિરાની આ રચનાને વાંચી લઈએ.

“નીરવનું વર્ણન” – મુનિરા અમી

નીરવનો અનુભવ એ જ એનું વર્ણન છે;શબ્દો છે શાંત,નથી વાદક, વાદ્ય, કે ગાન;અસ્ખલિત મૌનનું અહી કીર્તન છે.બેઠી છું હું, ફક્ત મારી જ ઓથે,ન વિચારોનું ય કોઈ,મનમાં નર્તન છે.ના હોય આસપાસમાંખાસ કંઈ માણવાનું,થંભે છે દિલ એવામાંસમજવા,“આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?”અવાજભર્યા સન્નાટાથી અલગ,જરા શાંતિનો શોર ભળેતો સમજાય;જીવન-પેયના સ્વાદમાં ગજબનું કેવું આકર્ષણ છે!નિર્મળ નિસર્ગ સિવાય,બીજે ક્યાં શક્ય બને;આટલી સહજતાથી,“હકાર” ની લણણી, ને “નકાર” નું વિસર્જન છે?નીરવનો તો અનુભવ એ જ માત્ર એનું વર્ણન છે.-મુનિરા અમીસંપર્ક :-Munira Ami

* * *

Narration of Quietness

Inhale the silenceits narration will exhale,words are mute,no lark, no lyre and no lyric,absolute silence floats in melody…I sit accompanying myself,no hoofing of thoughts in mind…Nothing of interest lay aroundThe heart ceases then,to understandbehavior of mine to myself now a days!To savour the taste of liquor of lifeApprehend the blendof tranquil dinwith noisy quietness..Where else it be possiblebut pure nature,the reaping of positivesand unloading negativesso smoothly.The experience of tranquility is the narration of it.-Mukesh Raval(Thanks to Prof. Mukesh Raval for translation on behalf of Munira, the poetess and myself.)

રસદર્શન

આ કાવ્ય વાંચતાં જ મારાં બ્લોગર મિત્ર અને બ્લોગજગતમાં ખૂબ જ જાણીતી હસ્તી એવાં માનનીય પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક”ની યાદ આવી ગઈ. તેમના બ્લોગ ઉપર મારી પ્રથમ નજર પડી હતી, ત્યારે જ હું ‘નીરવ રવે’ શબ્દો ઉપર મોહી પડ્યો હતો; કેમ કે તેમાં શબ્દ ચમત્કૃતિ તો હતી જ, સાથે ભાવ કે અર્થ ચમત્કૃતિ પણ એ કે કેવો અવાજ વગરનો અવાજ! સુશ્રી પ્રજ્ઞાબેનના કૌટુંબિક સહિયારા બ્લોગમાંના તેમના કેટલાય લેખોમાં આપણને કોણ જાણે કેટલાય શાંત અવાજો સાંભળવા મળ્યા; તો વળી મુનિરા પોતાની આ કાવ્યકૃતિમાં આપણને એવા જ ‘નીરવ’નું વર્ણન આપે છે.

કહેવાયું છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિઓની સૃષ્ટિ ચઢિયાતી છે. કવિ પાસે રસો પણ બ્રહ્મા કરતાં દોઢાથી પણ વધારે હોય છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં કવિ પહોંચી જતો હોય છે. કવિ શાંત અવાજો સંભળાવી શકે અને બાહ્ય તથા આંતરિક શાંતિને વર્ણવી પણ શકે. કવિ અલ્પ શબ્દોમાં મોટાં મોટાં પ્રવચનો પણ આપી શકે; અરે, અલ્પ શબ્દો તો શું મૌન દ્વારા પણ ઘણુંબધું કહી શકે! માનવીય સંવેગો અદૃશ્ય હોવા છતાં કવિ તેમને જોઈ શકે છે, અનુભવી શકે છે અને ભાવકને તેની અનુભૂતિ કરાવી પણ શકે છે.

આ બધી સામાન્ય ચર્ચાને સ્થગિત કરીને કવયિત્રીની વિશિષ્ટ વાત ઉપર આવીએ તો કાવ્યના પ્રારંભે જ તેણી કહે છે કે નીરવને વર્ણવવા માટે શબ્દોની નહિ, પણ તેના અનુભવની જરૂર પડે છે. શબ્દ, ગીત કે સંગીત એ ધ્વનિનાં મોહતાજ છે, જ્યારે મૌન તો અવાજની અનુપસ્થિતિમાં જ જન્મ લે છે. કવયિત્રી મૌનને શ્રાવ્ય એવા અવાજની ગેરહાજરીમાં ઉદભવે એવા સીમિત અર્થમાં જ નહિ, પણ મનમાં અવાજરહિત આવતા વિચારોના વ્યાપક અર્થના પરિપ્રેક્ષ્યમાં પણ તેને સમજાવે છે. “આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?” માં કવયિત્રીના અદભુત વિચાર અને તેણીના મનોમંથનની પરાકાષ્ઠા છે. સમાજમાં ઘણા એવા માણસો હોય છે કે જેઓ બીજાઓને છેતરવામાં આનંદ અનુભવતા હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે વાસ્તવમાં તેઓ પોતાની જાતને જ છેતરતા હોય છે. બસ, આવું જ કંઈક સમજવા માટે કવયિત્રીનું દિલ ક્ષણિક થંભી જાય છે.

આ કાવ્યમાં કેટલાક શબ્દો કે શબ્દસમૂહો પંક્તિઓ રૂપી સોનાની સેરોમાં હીરામાણેકની જેમ એવા સરસ રીતે ગુંથાયા છે કે તે સઘળા હૃદયને સ્પર્શ્યા સિવાય રહેતા નથી. ‘શાંતિનો શોર’ , ‘જીવન – પેય (પીણું)નો સ્વાદ’, ‘હકારની લણણી’, ‘નકારનું વિસર્જન’ વગેરે કેટલાંક આ કાવ્યમાંનાં ઉદાહરણો છે, જેને ઉલ્લેખવાથી જ આપણે કવયિત્રીની કલ્પનાશક્તિને દાદ આપી શકીએ. જીવનને એક પ્રકારના પીણાનું રૂપક આપીને કવયિત્રીના દિમાગમાં એ અર્થ અભિપ્રેત છે કે જો જીવન જીવી જાણીએ તો જ જીવનના સાચા સ્વાદને અર્થાત્ આનંદને આપણે માણી શકીએ.

કાવ્યના ઉત્તરાર્ધમાં આદર્શ જીવન માટેનો ઉમદા સિદ્ધાંત એ રીતે સમજાવાયો છે કે મનુષ્યે પોતાના જીવનમાં હકારાત્મક બાબતોને અપનાવવી જોઈએ અને નકારાત્મક બાબતોનો ત્યાગ કરવો જોઈએ. ઉમદા જીવન માટેનો આ એક ઉમદા જીવનમંત્ર છે, જે આપણને નિર્મળ એવી કુદરત પાસેથી જ સહજ રીતે શીખવા મળી શકે. કાવ્યાંતે પ્રથમ પંક્તિનું પુનરાવર્તન કરીને એ જ સનાતન સત્યનું દૃઢિકરણ કરવામાં આવ્યું છે કે ‘નીરવ’નું શાબ્દિક વર્ણન શક્ય નથી, તેને અનુભવીને જ સમજી કે જાણી શકાય.

મારા આ વિવેચનના લઘુલેખના સમાપને ગર્વભેર એટલું જ કહીશ કે મારા યુ.કે.નિવાસી એક બ્લોગર મિત્ર શ્રી પંચમ શુક્લની રચનાઓમાં જે ઊંડાણ જોવા મળે છે તેવું જ કંઈક આ નવોદિત કવયિત્રીના આ કાવ્યમાં હું જોઈ શક્યો છું.

મુનિરા દીકરી, સ-રસ એવા આ કાવ્યના સર્જન બદલ તને ધન્યવાદ.

– વલીભાઈ મુસા

$$$$$$$