Kavyanuvadan-Rasasvadan - 4 books and stories free download online pdf in Gujarati

કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 4

વિખૂટા પડ્યાનો વલવલાટ - Withdrawal symptoms (11)

Withdrawal symptoms

The post modern heart,fearful, aloof and always skepticallike a deer in thorny bushes.In company wants lonelinessin solitude searches crowdssurfs books reaches nowhere.When longings not materialized,offline or online or through hotlineshivers like a baby lost in fair.Switches over and over to channelsto watch nothing listen nothingbut peeps into shallow surfacesyou may name it a diseaseor call it a mania or whateverthey are withdrawal symptoms.

-Mukesh Raval

* * *

વિખૂટા પડ્યાનો વલવલાટ

ક્યમ આધુનિકતા પછીનું સાંપ્રત માનવીય અંત:કરણભાસે સાવ ક્ષુબ્ધ, ઉદાસીન અને અવઢવમય સદાયજ્યમ કે ફસાયું હોયે કો’ મૃગ કાંટાળાં ઝાંખરાં મહીં!સોબતમહીં એ ઝંખે એકલતાતો વળી એકલતામાં શોધે ટોળાંઅને પુસ્તકોય વળી ફેંદે, કિંતુ ન પામે કશુંય!જ્યારે તીવ્રેચ્છાઓ ન થાયે સાકાર કોમ્પ્યુટર ઉપરેઑફલાઇન, ઑનલાઇન કે હૉટલાઇન સેવાઓ થકીઅને કંપે કો’ મેળા મહીં ખોવાયા શિશુસમ!તો વળી, ટીવી ચેનલો ફેરવ્યે જ જાયેકશું ન પામે જોવા કે સૂણવાને ડોક્યા કરે છીછરા સ્ક્રીન મહીં સાવ અમથું!આને તમે કો’ વ્યાધિ તણું નામ આપોકે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તેપણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

રસદર્શન :

આધુનિક માનવીની મન:સ્થિતિને ઉજાગર કરતું કવિનું આ વિશિષ્ટ વિષય ઉપરનું કાવ્ય સાહિત્ય ઉપરાંત તેમના અન્ય સામાજિક વિજ્ઞાનોના અભ્યાસને છતું કરે છે. આપણા આ કવિ પાસે કાવ્યના વિષયોનો કોઈ તોટો નથી અને તેથી જ તો આપણને મનોવિજ્ઞાનમાં આજકાલ બહુચર્ચિત એવી હાલના માનવીની મનોવૈજ્ઞાનિક સમસ્યા કે જે ‘Withdrawal symptoms’ તરીકે ઓળખાય છે, તે કાવ્યનો વિષય બનીને આવે છે અને કવિએ તેને જ શીર્ષક તરીકે મૂક્યું પણ છે. કવિશ્રી અને ભાવાનુવાદક એવા અમે બંનેએ આપસી વિચારવિમર્શ થકી સમાનાર્થી અને સમભાવી એવા ‘વિખૂટા પડ્યાનો વલવલાટ’ શીર્ષક માટે સહમતી સાધી છે, જે સ્વયં કાવ્યના મધ્યવર્તી વિચારને તો દર્શાવે છે; પણ સાથે સાથે વાચકને વાંચન માટે આકર્ષવા પણ સફળ બની રહે છે.અહીં ‘કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય’ એવી આધુનિક માનવીની મનોવ્યથાની વાત છે. વિજ્ઞાનની અકલ્પ્ય શોધોએ માનવી માટે ભૌતિક સુવિધાઓનો અંબાર ખડકી દીધો અને છતાંય માનવી વ્યથિત છે, એને સુખચેન નથી. સાવ દેશી શબ્દોમાં કહીએ તો માનવી આંતરિક રીતે દુ:ખી છે; અને આ દુ:ખ બીજું કોઈ નહિ, પરંતુ સુખનું જ દુ:ખ છે. વળી કવિએ આ કાવ્યમાં માનવીના એ વલવલાટને માત્ર વાચા આપી છે, એ દુ:ખના નિવારણનો કોઈ ઈલાજ નથી સૂચવ્યો. માનવીએ આત્મનિરીક્ષણ દ્વારા એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ જાતે જ શોધી લેવાનો છે. ટોળાથી વિખૂટું પડેલું કોઈ પ્રાણી સૂનમૂન ઊભું રહી જાય અને સામે પડેલા ઘાસચારાને કે પીવાના પાણીને માત્ર જોયા જ કરે એવું કલ્પનાચિત્ર નજર સમક્ષ લાવવાથી માનવીની આ માનસિક અકળામણને સમજી શકાશે.હવે આપણે કાવ્ય તરફ વળીએ તો પ્રારંભે જ કવિ આપણને કાંટાળા ઝાંખરામાં ફસાયેલા હરણનું દૃષ્ટાંત આપીને માનવીના દિલની ક્ષુબ્ધતા, ઉદાસીનતા અને એના અવઢવપણાને સમજાવે છે. આ માનવીની એવી દયાજનક મનોવ્યથા છે કે તેની પાસે બધું જ હોવા છતાં તેને કંઈક ખૂટતું હોવાનું તે મહેસુસ કરે છે. અહીં વિધિની વક્ર્તા એ જોવા મળે છે કે માનવી ખૂટતા એ ‘કંઈક’ને જાણી શકતો નથી. પેલી બાળવાર્તામાં આવતી ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી; અને છતાંય તે ઉદાસ રહ્યા કરે!’ જેવી સ્થિતિમાં પોતે મુકાઈ ગયો હોવાનું આધુનિક માનવી વિચારે છે.કવિ આગળ જતાં માનવીની વ્યથામાંથી બહાર નીકળવા માટેની મથામણ અને અંતે મળતી નિષ્ફળતાને સુપેરે સમજાવે છે. માનવીને સામાજિક પ્રાણી ગણાવાયું હોઈ એ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે, છતાંય વળી કોઈક વાર એકધાર્યા સમૂહજીવનથી તે કંટાળી જાય છે અને એકાકીપણું ઝંખે છે. તો વળી આવી એકાકી સ્થિતિમાં પણ તે ઝાઝો સમય રહી શકતો નથી અને ફરી પાછો ટોળાના આશરે જાય છે. પુસ્તકોના સહવાસથી કદાચ મનને શાંતિ મળી રહે તે આશયે તેમને ફેંદી વળે છે, પણ પરિણામ શુન્ય જ પ્રાપ્ત થાય છે. પુસ્તકોના વિકલ્પે આજકાલ સહજ રીતે પ્રાપ્ય એવા વિવિધ માર્ગે સેવાઓ આપતા કમ્પ્યુટર સાથેની માનવીની માથાફોડી પણ નિરર્થક સાબિત થાય છે. કવિ માનવીની અનિર્ણિત અને ચંચળ મનોદશાને સમજાવવા માટે મેળામાં ખોવાયેલા બાળકનું સરસ મજાનું દૃષ્ટાંત આપે છે. આવું આપ્તજનોથી વિખૂટું પડેલું બાળક આમથી તેમ વિહ્વળતાપૂર્વક ભટક્યા કરતું અને વલોપાત કર્યા કરતું હોય એવા શબ્દચિત્ર થકી કવિએ કાવ્યના લક્ષને સિદ્ધ કરી બતાવ્યું છે. કાવ્યની આ કડી વાંચતાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ વાચકોને ખ્યાતનામ એવી ‘The Lost Child’ વાર્તાની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.આધુનિક સમયની ટી.વી.ની સુવિધા વિષે કહેવાય છે કે હાથનાં આંગળાંના ટેરવાં થકી વિશ્વદર્શન (The world at the finger tips) કરી શકાય. પરંતુ આપણા કવિ તો એ ઉપકરણને પણ નિરર્થક સાબિત કરી આપતાં સમજાવે છે કે માનવીની સુખશાંતિની ઝંખના એના થકી કદીય સિદ્ધ નહિ થાય. હાથમાંના રિમોટ કન્ટ્રોલ વડે ચેનલો બદલાયે જશે અને અમથી અમથી ટી.વી.ના સ્ક્રીન ઉપર નજરો ફર્યા કરશે, પણ કશુંય હાથ નહિ લાગે; અને ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર (Much ado about nothing) જેવું જ થઈ રહેશે! ટી.વી.ની બિનઅસરકારકતા છતાંય માનવીનો દિવસરાત એની સાથેનો લગાવ એવો જળવાઈ રહેતો હોય છે કે તેનાથી તે અળગો રહી શકતો નથી અને સાથે સાથે એ કશુંય પામતો પણ નથી હોતો.

કાવ્યસમાપને કવિ કોમ્પ્યુટર અને ટી.વી. સાથે જળોની જેમ ચોંટી રહેતા એવા માનવીઓને અકળ એવા કોઈક રોગનો ભોગ બનેલા કલ્પે છે. કવિ એ રોગનું નામ આપવાના કેટલાક વિકલ્પો સૂચવ્યા પછી પોતે જ માનવીની આવી ઘેલછાને ‘વિખૂટા પડ્યાના વલવલાટ’ તરીકે ઓળખાવી દે છે અને ખરે જ તે યોગ્ય પણ છે. હવે આપણે નક્કી કરવાનું રહે છે માનવી કુટુંબ સાથે અને સમાજની વચ્ચે જ રહેતો હોવા છતાં એ કોનાથી વિખૂટો પડ્યો હશે અને એનો કયો વલવલાટ હશે! કવિએ તો આધુનિક માનવીના આ આધુનિક દર્દનું નામકરણ દર્શાવી દઈને પોતાના હાથ ખંખેરી લીધા છે અને દર્દશામક ઔષધની ખોજ તો એ ખુદ માનવીએ જ કરવી રહી.

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)

$$$$$$$

મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં) - To Malala (On receiving the Nobel prize) (12)

To Malala (On receiving the Nobel prize)

Among the bullety bushes of AK 47where it’s hard to be composed and oneat a forked road in Swat, Pakistana tiny girl when attacked in a vanchose to resist and not to be tamedthe whims of cruelty and not be ashamedas a free human being of a free worldremained fearless, never be curledshe stood with a smile against the oddand showed the world the right roadFor peace and rights stood uprighthailed the knowledge, peace and lightbecame the torch in the darkened zonea midst the tyrannical bloody throne

– Mukesh Raval

* * *

મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં)(અછાંદસ)એ.કે.૪૭ની ગોળીઓની વર્ષા તણી એ રમઝટે,સ્વાત, પાકિસ્તાનના એ દાંતાળા મારગડે,એકલાઅટૂલાએ જ્યાં ધૈર્ય ધરવું કઠિન,એવા વનરાવને એ નાનકડી કિશોરી,નિજ વૅનમાં,હુમલા સામેના પ્રતિકાર તણો પડકાર ઝીલી લેને ન થાય આધીન એ ઘાતકી ઘેલછાઓને;બની નિ:સંકોચઅને વળી મુક્ત વિશ્વ તણા મુક્ત માનવીની જ્યમરહી નિર્ભયા, ન જરાય ઝૂકતી!ઊભી રહી અડીખમ વૈષમ્ય સામે સ્મિતસહઅને ચીંધ્યો મારગ સાવ સાચો જગતને;શાંતતા અને અધિકાર રક્ષવા,રહી ઊભી ટટ્ટાર નતમસ્તકેઅને બોલાવ્યો જયજયકાર –જ્ઞાન, શાંતિ અને જ્યોતિ તણો;વળી જુલમગાર અને રક્તપાતી શાસન તણાઅંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

રસદર્શન

સાહિત્યકાર પોતાનાં સર્જનોમાં સુખદ કે દુ:ખદ ઘટતી એવી સામાજિક સાંપ્રત ઘટનાઓથી અલિપ્ત રહી શકે નહિ. એમાંય વળી કવિજીવ તો ગણાય, સાવ સંવેદનશીલ; અને તેથી જ તો આપણા કવિ પાકિસ્તાનની સ્વાત ખીણની માત્ર ૧૭ જ વર્ષની કિશોરી મલાલા યુસુફઝઈ કે જેણે આતંકવાદીઓ સામે અડીખમ ઊભી રહીને જે શૌર્ય બતાવ્યું હતું અને જે બદલ તેને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું એ ઘટનાને વિષય બનાવીને આપણને આ કાવ્ય આપે છે. ૨૦૧૪નું આ નોબલ પ્રાઈઝ ભારતના ‘બચપન બચાવો આંદોલન’ના વાહક શ્રી કૈલાશ સત્યાર્થી અને સ્ત્રીશિક્ષણની પુરસ્કર્તા આ મલાલાને સંયુક્ત રીતે અપાયું હતું. તાલિબાન દ્વારા સ્વાત ખીણમાં છોકરીઓના અભ્યાસ ન કરવાના ફતવાનો ઉલ્લઘંન કરતાં મલાલાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેના આ પ્રતિકારથી છંછેડાયેલા આતંકવાદીઓએ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.આ અગાઉ આતંકવાદના વિષયે ‘ચાલો ને આપણે…’ કાવ્ય આપી ચૂકેલા કવિનું મલાલાના શૌર્યને બિરદાવતું આ પ્રશસ્તિકાવ્ય છે. આતંકવાદીઓની રાઈફલની ગોળીઓ વચ્ચે આ કિશોરીએ ફના થઈ જવાની તત્પરતા બતાવી એ દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું દૃઢ હશે. માર્ગ ભૂલેલા એ અધમ ધર્માંધો ધર્મના ઠેકેદાર બનીને બળજબરીપૂર્વક કોઈના ઉપર પોતાના આપખુદી વિચારો લાદવાનો પ્રયત્ન કરે તેને જુલ્મ જ કહેવાય. એ કહેવાતા મુસલમાનો એ ભૂલી જાય છે કે કુરઆને પાકમાં સ્પષ્ટ આયત છે કે અલ્લાહ જુલ્મગારોને પસંદ કરતો નથી અને એ પણ આદેશ છે કે મજહબના સ્વીકાર કે પાલન માટે બળજબરીને કોઈ સ્થાન નથી. મલાલાની સ્ત્રીશિક્ષણની તરફદારી એ કંઈ ગુન્હો નથી, કેમ કે કુરઆને શરીફમાં અને ઈસ્લામના પયગંબરની હદીસમાં દરેક સ્ત્રીપુરુષ માટે ઈલ્મ (જ્ઞાન) પ્રાપ્ત કરવાનું વાજીબ (ફરજિયાત) ઠરાવવામાં આવ્યું છે; પછી એ શિક્ષણ દીની હોય કે દુન્યવી. સ્વાતના ભયજનક એવા ખીણપ્રદેશમાં માનવતાના દુશ્મનો સામે નમતું જોખ્યા વગર મલાલાએ ગોળીઓથી વીંધાઈને જગતને જ્ઞાન અને શાંતિનો માર્ગ ચીંધ્યો. આમ જોઈએ તો મલાલાની આ અહિંસક લડત હતી, એણે પ્રતિકાર કરવા કોઈ હથિયાર ધારણ નહોતું કર્યું, પણ ગોળીઓને ઝીલવા માટે પોતાના તનબદનને સામે ધરી દીધું હતું. સદભાગ્યે એ મરણશરણ તો ન થઈ, પણ એને પ્રાણઘાતક ઈજાઓ તો જરૂર થઈ હતી અને તે માટે એને વિદેશમાં સારવાર પણ લેવી પડી હતી.કાવ્યસમાપને મુકાયેલી આ કડી : “જુલમગાર અને રક્તપાતી શાસન તણા અંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી!”માં કવિએ મલાલાને મશાલનું રૂપક આપીને તેને ગૌરવ પ્રદાન કર્યું છે. જ્યાં જુલ્મ થતો હોય અને રક્તપાતનું શાસન ચાલતું હોય એ અંધારો પ્રદેશ કહેવાય અને એ અંધકારને મિટાવવા માટે જ્ઞાન અને સમજનો પ્રકાશ જોઈએ. મલાલાએ મશાલ બનીને લોકોને જાગૃતિનો પ્રકાશ પૂરો પાડ્યો. નૉબલ પુરસ્કારના અધિષ્ઠાતાઓએ મલાલાને જે માન સન્માન આપ્યું તેની અસર પેલા આતંકવાદીઓના માનસ ઉપર અવશ્ય પડી હશે. તેમને એ વાતની પ્રતીતિ થઈ જ હશે કે જગત સુકર્મોની અવશ્ય નોંધ લે છે અને દુષ્કર્મોને ધિક્કારે છે.માનવ્ય પરત્વે અહોભાવની લાગણી જન્માવતા કવિના આ કાવ્ય બદલ તેમને ધન્યવાદ.-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

$$$$$$$

ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ - Great Indian Summer (13)

Great Indian Summer

Naked feet on the streetdream ice-cream in handsSun smiles in skyBarren water tapstorn umbrellas of treesroasted eggs in nestsA thirsty tongueat a baraf gola lari (at a stand where ice slush is sold)laughs at the SunA water melon anda tomato killed Summerin a burning streetDeserted streetslicking air-conditionersSun imposed curfewDark clouds in pondsrest throughout the noonvillage folk envyAn onion with roti (chapatti)a jug of butter milkintoxicate the sun.

– Mukesh Raval

* * *

ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ

પગરખાંવિહિન પગ શેરીએને વળી હાથોમાં સ્વપ્નિલ આઇસક્રીમ,રવિ મલકતો આકાશે!શુષ્ક જળ તણા નળ,તરુવર તણી શીર્ણવિશીર્ણ છતરીઓને માળાઓ મહીં શેકાયલાં ઈંડાં!તરસી જિહ્વાબરફગોળા તણી રેંકડીસમીપેઉપહાસતી રવિને!તડબૂચ અનેટામેટાએ હણ્યો ઉનાળાનેધોમધખતી શેરીએ!વેરાન શેરીઓ,જિહ્વા થકી ચાટતી એરકન્ડિશનરોને,રવિએ જાણે લાદ્યો કર્ફ્યૂ!ઘેરાં વાદળો, તળાવડાંમાંફરમાવે આરામ આખો બપોરને ગામલોક દાખવતાં દ્વેષ!રોટલીસહ ડુંગળીને છાશ તણો ભોટવોઉન્મત્ત કરે રવિને!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

રસદર્શન

કવિનું હળવા અંદાજમાં લખાયેલું આ પ્રકૃતિકાવ્ય છે. અહીં ગ્રીષ્મ ઋતુની ચર્ચા છે અને પહેલી નજરે આ ઋતુ વર્ષની અન્ય ઋતુઓની સરખામણીએ કંઈ આવકાર્ય તો ન જ ગણાય; અને છતાંય કવિએ એને પોતાના શબ્દસામર્થ્યે ભવ્ય બનાવી દીધી છે. ભાવાનુવાદકે વળી ભારતીય ઉનાળાને વ્યાકરણીય સરખામણી કક્ષાઓમાંની તૃતીય કક્ષા ભવ્યતમ (ભવ્ય >ભવ્યતર>ભવ્યતમ) તરીકે દર્શાવીને એ પોતાનો મનોભાવ એ રીતે વ્યક્ત કર્યો છે કે એમને એ ઉનાળો અન્ય ઋતુઓ કરતાં પણ વધારે સ્પર્શી ગયો છે.કાવ્યનો આરંભ તો જુઓ કે કવિએ કેવી રમતિયાળ બાનીએ સૂર્યને આકાશમાં સ્મિત કરતો બતાવ્યો છે અને છતાંય એ સ્મિત પાછળનો કટાક્ષ પણ જણાઈ આવે છે કે ભારતીય અર્થવ્યવસ્થાએ કેવી વિષમતા ધારણ કરી છે કે ગરીબ વધુ ગરીબ અને સુખી વધુ સુખી થતો જાય છે. ધોમધખતા તાપમાં ખુલ્લા પગે (Bare footed) ચાલતા જતા ગરીબ જનના ભાગ્યમાં વાસ્તવિક આઈસક્રીમ ખાવાનું તો ક્યાંથી હોય કેમ કે એ બિચારો તો પોતાના પગમાં જૂનાંપુરાણાં પગરખાં પણ પહેરી શકતો નથી! એટલે જ તો કવિએ એ અભાગી જનોના હાથોમાં સ્વપ્નિલ આઈસક્રીમ હોવાની વાત જણાવી છે અને એ દૃશ્યને જોઈને સૂર્યને ખુશ થતો કલ્પ્યો છે.કવિની નજર બળબળતા ઉનાળાને વર્ણવવા અહીંતહીં ભટકે છે અને તેમની સામે આવી જાય છે, પાણીના નળ; જે સાવ કોરા છે, ટીપુંય પાણી ટપકતું નથી. વૃક્ષોની સ્થિતિ ફાટેલીતૂટેલી છત્રીઓ જેવી છે, કેમ કે એમણે ઘટા ગુમાવી દીધી છે અને તેથી તે પશુપંખી અને માનવીઓને આશ્રય કે છાયા પૂરતા પ્રમાણમાં આપી શકતાં નથી. વળી એ જ વૃક્ષોની આછેરી ડાળીઓ અને ઓછાં પાંદડાંના કારણે માળાઓમાં પક્ષીઓનાં મુકાયેલાં ઈંડાં પણ સૂર્યનાં તીવ્ર કિરણોથી શેકાઈ જાય છે. અહીં કવિની વિષમતામાંની સમતાની દૃષ્ટિ પરખાય છે; કેમ કે આવી પરિસ્થિતિમાં પણ કવિની નજરને તો ઉનાળો ભવ્ય જ લાગે છે.કવિની હવેની પંક્તિઓમાં વળાંક આવે છે. કાવ્યારંભે સૂર્ય મજાકના અટકચાળે ચઢેલો હતો અને હવે એ પોતે જ અન્યોની મજાકનું લક્ષ બની જાય છે. બજારમાંની બરફગોળાની લારીઓ ઉપરથી મિષ્ટ અને શીત એવા બરફગોળાઓના આસ્વાદથી તૃપ્ત એવી મનુષ્યોની જીભો સૂર્યની પ્રખર ગરમીના પ્રભાવને હળવો કરે છે અને જાણે કે સૂર્યનો ઉપહાસ કરતાં જાણે કે બોલી પડે છે, ‘લે, લેતો જા!’. ઉનાળાની ઋતુમાં પાકતાં ટામેટાં અને તડબૂચની વિપુલ પ્રમાણમાં થતી પ્રાપ્યતાના કારણે લોકો ઘડીભર એ ઉનાળાની પ્રખરતાને ભૂલી જાય છે. કવિએ અહીં સજીવારોપણ અલંકાર પ્રયોજીને એ જ ટામેટાં અને તડબૂચને સૂર્યને હણતો કલ્પ્યો છે. આ છે, કવિઓની સૃષ્ટિ અને જ્યાં કવિ છે, શબ્દવિધાતા! એટલે જ તો કાવ્યમીમાંસકોએ કવિઓની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચઢિયાતી બતાવી છે!વાચકો એ ન ભૂલે કે અહીં કવિ બીજા કોઈ દેશના નહિ, પણ ભારતીય ઉનાળાને વર્ણવી રહ્યા છે. કવિ દેશનાં શહેરો અને ગામડાંઓને પણ મનહર લાઘવ્યે આપણા સામે મૂકી દે છે. શહેરી સંસ્કૃતિ સુવિધાપૂર્ણ હોય છે. શેરીએ શેરીએ મકાનોની દિવાલોના બાહ્ય ભાગે એરકન્ડિશનરો જડાયેલાં હોય છે. શેરીઓ સૂમસામ હોય છે, જાણે કે સૂર્યે કર્ફ્યુ લાદી ન દીધો હોય! એરકન્ડિશનરો દ્વારા મકાનોમાંની શેરીઓ તરફ બહાર ફેંકાતી ગરમીને એ જ શેરીઓ જાણે કે પોતાની જીભ વડે ચાટી રહી હોય તેવી ભવ્ય કલ્પના થકી તો કવિએ હદ કરી નાખી છે!હજુ વધુ આગળની પંક્તિઓમાં કવિ આપણને ગામડાંઓમાં લઈ જાય છે. અહીં આપણી નજર સામે ગામડાના તળાવનું એક શબ્દચિત્ર ખડું થઈ જાય છે. શહેરના ગરીબ લોકો પેલી વાતાનુકૂલિત સુવિધાઓ મેળવી શકતા નથી હોતા એટલે સ્વાભાવિક છે કે એવી સેવા લેનારાઓનો તેમને દ્વેષ થાય; પણ ગામડાંઓમાં તો કોણ કોનો દ્વેષ કરે, કેમ કે અહીં એરકન્ડિશનરો તો કોઈનાય ત્યાં નથી હોતાં. કવિએ આપણું મન મહોરી ઊઠે તેવી અજીબોગરીબ કલ્પના કરી છે કે બપોરના સમયે ગામડાંનાં તળાવડાંનાં સ્થિર પાણીમાં ઘેરાં વાદળાંનાં પ્રતિબિંબ દેખાય. એ વાદળો જાણે કે તેમાં આરામ ફરમાવીને પોતે શીતળ હોવા છતાં વધુ શીતળ બનીને મોજ માણતાં ન હોય! બસ, ગામડાંના લોકોને જો ઈર્ષા થતી હોય તો માત્ર આ વાદળોની અને એ પણ કેવી નિર્દોષ ઈર્ષા! અહીં ભાવકને એ વિચાર થઈ આવે કે કવિ એમની સામે આવી જાય તો તેમને હરખભેર ઉપાડી લઈને ફેરફૂદડી ફરી લે. અહીં આપણે સાહિત્યમાંના ગદ્ય અને પદ્યની સરખામણી કરવી હોય તો સાવ સંક્ષિપ્તમાં અને સાદા શબ્દોમાં કહી શકીએ કે કોઈ નાની વસ્તુને વર્ણવવા માટે ગદ્યને બેસુમાર શબ્દોની જરૂર પડે, જ્યારે પદ્ય મોટામાં મોટી વસ્તુને ઓછામાં ઓછા શબ્દોમાં વર્ણવી શકે અને એ જ તો છે, પદ્યની ખૂબી!આ મોજીલા કાવ્યના સમાપને હું લગભગ આવી ગયો છું અને થોડીક વ્યથા પણ અનુભવું છું કે કાશ, આ કાવ્ય હજુ વધુ લંબાયું હોત તો કેવું સારું થાત! પરંતુ કવિ તો મનમોજી હોય છે, એ તો જેવું અને જેટલું લખાય તેવું અને તેટલું જ લખી શકે; કારણ કે એ લખતો નથી હોતો એનાથી લખાઈ જતું હોય છે. કાવ્યાંતે કવિ પેલા તળાવવાળા એ જ ગ્રામ્ય વાતાવરણને ચાલુ રાખતાં કહે છે કે ગામડાના લોકોને ખાસ કરીને ઉનાળામાં ડુંગળી સાથે રોટલો બહુ ભાવતો હોય છે અને વળી સોનામાં સુગંધ ભળવાની જેમ જોડે પીણા તરીકે છાશ પણ હોય છે. શહેરીજનોની કલ્પનામાં પણ ન આવે એવું ગામડાના લોકોનું આ સીધુંસાદું ભોજન એમને નવાઈ પમાડે કે ન પમાડે, પણ આકાશમાં તપતા પેલા રવિમહારાજ તો ગાંડાતૂર બની જાય છે. સૂર્યદેવને એમ વિચારતા હોવાનું કવિ કલ્પતા હોય તેમ લાગે છે ‘માળા, આ ગામડાના લોકો તો ગજબના છે; મારો આ પ્રખર તાપ હોવા છતાં એમને કોઈ અસર થતી નથી અને તેઓ કેવા હોંશેહોંશે તેમનું પ્રિય ભોજન આરોગેછે!’ચાલો ને, આપણે આ કાવ્યની આ આખરી કડીઓને ગણગણી લઈએ. :રોટલીસહ ડુંગળીને છાશ તણો ભોટવોઉન્મત્ત કરે રવિને!તથાસ્તુ.– વલીભાઈ મુસા (રસદર્શનકાર)

$$$$$$$

જ્યારે ચુનાવયુદ્ધ વિરમશે… – When the election war will end … (14)

When the election war will end …

The train was running at its fastest.From the Nazi nationalismto English valorfrom American dominanceto commonwealth slaveryhe studied along with Freudthe psychology of peasantsand embarked on for train of power.From a cup of teasold on the platformhe learnt the idea of habit.the habit of people to follow what they like.He learnt how to manipulate and usethe feelings for the power.He started selling dreamsto the dream-less mass.He aroused them fore more.the train startedfrom an already versatile state.Deeply buried in his thoughtsHitler was still alive.His courtiers were the followers of Goebbels.The train accelerated fastthrough the spongy hearts of few other states.He wished to capture the whole fruit.Now he reached the core of the coconut.the train was tired nowthe train needed some more fueland a bit of repairs.again the same power shotson character and styleon coughing and mufflerson the bad luck of enemyWhich are the identity of his opponentwith millions others.The mufflers made the ropestrong and unbreakabletied the train from behindand let not move furtherin spite of all his mighty thrustshis train was moving at its fastuntil a muffler manshowed him the red signal.the vodka, the bunker and the Goebbelswait him on 10thwhen the election war will endthe train will derailon its own fake rails…..

– Prof. Mukesh Raval

(Dt.090215)

* * *

જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે…(અછાંદસ)દોડી રહી હતી એ ટ્રેઈન નિજ પૂરઝડપેનાઝી રાષ્ટ્રવાદી વિચારધારાથી અંગ્રેજ રણક્ષેત્રીય વીરત્વ ભણીને વળી અમેરિકી સત્તાપ્રભાવથી તે રાષ્ટ્રસમૂહ દેશો તણી નિર્માલ્યતા લગીએણે આત્મસાત કરી લીધું સિગમંડ ફ્રોઈડ મનોવિજ્ઞાની તણી ઢબેમનોવિજ્ઞાન એ ગ્રામ્યપ્રજા તણુંઅને ચઢી બેઠો એ સત્તા તણી ટ્રેઈન ઉપરે.રેલવે પ્લેટફોર્મે વેચાતાચાના એ કપ થકીશીખી લીધી એણે માદક પ્રભાવકતા આદત તણીકે લોકટોળાં એને જ અનુસરતાં જે તેઉને ગમતું.શીખી લીધું એણે વળી ક્યમ ચાલાકીથી કામ નિપટવુંઅને વટાવી લેવી ક્યમ લોકલાગણીઓ કરવા સત્તા હસ્તગત.દિવાસ્વપ્નો વેચવાં શરૂ કર્યાં એ લોકસમુદાય મહીંજે હતો સાવ જ શુષ્ક અને વળી સ્વપ્નવિહીનજગાડી ઉગ્ર લાલસાઓ તેઉમાં પ્રથમથી જ પામવા અધિક.ટ્રેઈન તો નીકળી પડી મોજુદા બાહોશ સ્થિતિએ.વિચારોમાં એના ઊંડેઊંડે ધરબાયેલોહિટલર હજુય જીવિત હતો!હજુરિયા દરબારીજનના ભ્રામક પ્રચારો થકીપકડી લીધો વેગ એ ટ્રેઈને એવો અધિકકે વિશેષ કૈક પ્રદેશોનાં પોચટ લોકહૃદયો વચાળે સડસડાટ એ વહી ગઈ.વાંછ્યું તેણે નિજ કાજે ઝડપવા ફળ આખેઆખું,અને ઊંડેરો એ પહોંચ્યો ખરોય શ્રીફળના ગર્ભ સુધી,પણ હવે એ ટ્રેઈન થઈ હતી શ્રમિતઅને માગે એ અધિક ઈંધણ ને થોડી મરમ્મતવળી પાછા ત્રાટકવા એ જ બળે અને એવા જ રંગઢંગેદુર્ભાગી ખાંસતા એ વિપક્ષી જન અને તદ તણા મફલર ઉપરેકે જે ઓળખ બની વિરોધી એના ને લાખો એના સાથીઓ તણીમફલરોએ વણી લીધું એવું જાડું જ રજ્જુકે જે હતું મજબૂત અને વળી અતૂટ પણદીધું બાંધી એને ટ્રેઈનના પછવાડે કસકસીનેકે ન હાલે એ ટ્રેઈન અગાડી લગીરેભલે ને મારે એ તાકતવર હડસેલા અધિકાધિક!દોડ્યે જતી હતી એની ટ્રેઈન પૂરઝડપેકે જ્યાં લગણ એ મફલરવાળાએ લાલ સિગ્નલ ન ધર્યો.સ્વઘાત પૂર્વેની હિટલરની આખરી ચુસકી વૉડકાની બન્કર મહીંને વળી ગૉબેલ્સ જેવા દુષ્પ્રચારના અંજામ એ સઘળાં તણીકરો પ્રતીક્ષા આગામી દસમી સુધીકે જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશેઅને પેલી ટ્રેઈન નિજ કૃત્રિમ પાટાઓ પરથીખડી પડશે ભોંય ઉપરે!– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)(તા.૦૯૦૨૧૫)$$$$$$$

ભેદી જળ … - The mysterious waters ….. (15)

The mysterious waters …..

The mysteriouswaters of Umardashi (a small virgin river inGujarata, India)had long ceased to sprinklewith kisses of sunlight,but some old fishes of that nectarstill breathe the spirit of that virgin soul.They still wait for someonelike a country waits for his warrior hero,basking on the heaps of sandpierced by the thorns of the babul treesthat grew from the grave,crying with a hopethey weep at nightand try to find him among the twinkling starsthat one daytheir loved one would come againAnd make them bloom….with clouds, wind and rainandUmardashiwould wake up from her sandy gravelike a barren mother with a fertile dream….and they would cherishhis jumping into her throbbing lapWith a splashfrom an aged cliff,the mute victim of their lovelike the Kadamba tree on Yamuna bank,Which eroded much years agothrough the collosionsof his paper boats….

-Mukesh Raval

(From ‘Pots of Urthona’ – A Collection of Poems) * * *

ભેદી જળ ...ભેદી જળઉમરદશી સરિત તણાં,(નાનકડી કુંવારિકા એ, ભારત દેશે ગુર્જરપ્રદેશ મહીં)સ્થગિત થયાં દમકવાં સૂર્યકિરણોનાં ચુંબન થકી દીર્ઘકાળથી,તદપિ કો’ પુરાતન મછલીઓ એ પીયૂષ તણી,હજુય ઝંખે શ્વસવા મિજાજ એ કુંવારિકાના આતમ તણો,રહી રેતીઢગ ઉપરે જાણે તપતપતીહજુ હજુય કરતી પ્રતીક્ષા નિજ ઉદ્ધાર કાજે એવા કો’ જનની!(જ્યમ કોઈ દેશ તલસે યુદ્ધવિશારદ પરાક્રમી લડવૈયો)ભોંકાતી સૂકીભટ સરિત એ બાવળ તણી શૂળો થકી,કે જે ભેદીને નિજ ઘોર ઊગિયા, નિજ વક્ષ ઉપરે.રાતભર એ રડતા-કકળતા આશભર્યામથે શોધન કાજ એ મસીહા ટમટમતા તારક મહીં,કે જરૂરજરૂર ચહિતો તેઉનો આવશે એકદા,નવજીવિત કરી નિજને પુરબહાર ખિલવવા…સાથ લૈ ઘનઘોર વાદળ, મારુત અને વૃષ્ટિને…અનેસફાળી જાગી ઊઠશે ઉમરદશી, નિજ રેતી તણી ઘોર મહીંથી,જ્યમ કો’ વંધ્યા નારી ઝબકે સ્વપ્નિલ ગર્ભાધાન ભ્રમ થકી…અને એ ભેદી જળ, દર્શાવી નિજ વહાલપ,થડકતી ગોદ મહીં એ સરિત તણી ઊછળી ઊછળી,ને વળી પુરાણી ભેખડો જે ખામોશ ને મજબૂર નિજ હેતપ્રાગટ્યે,તહુ સંગ તેઉ અથડી અથડી પરિણમશે જલશીકર મહીં;જ્યમ શિશુ-કાગજી-નાવ તણા જોરશોરીય ટકરાવ (!) થકીથયાં હોયે જાણે કદંબદ્રુમ કાલગ્રસ્ત યમુનાતટેઅને પામે નવજીવન, બસ ત્યમ જ,ઉમરદશી સરિત એ થાશે ખચિત એકદા સજીવન!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

$$$$$$$

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED