મૃગજળ ની મમત - 30 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 30

મૃગજળ ની મમત

ભાગ -30

ફરી પાણીનો ગ્લાસ આપ્યો. બે ઘૂંટડા પાણી પી ને ફરી થોડો સ્વસ્થ થયો... એ હજું આગળ કંઈ બોલે એ પહેલાજ દરવાજા પાસેથી અવાજ આવ્યો. સ્નેહ જુએ એ પહેલાજ જાનકી એ બોલવા નુ શરુ કર્યું.

“ હુ સમજુ છુ તમારી તકલીફો. પણ સવારે આપણે મળ્યાં ત્યારે પણ તમે બધી વાતનો દોષ અંતરા પર નાખેલો. હુ ત્યારે થોડી ગુસ્સે થઇ ગઇ. એ માટે સોરી પણ સવારે તો તમે એક અપોઇન્ટ કરેલા જાસૂસ જેવા હતા. એ અંતરાની કોઇ પણ વાત ને પોતાના ક્લાયન્ટ ના નજરીયાથી જોઈ ને નેગેટીવ ચિત્ર ઉભુ કરી શકે અને પોતાનો નફો કમાય શકે. પણ ખૈર જવાદો બધું. અત્યારની વાત કરીએ. હજુપણ તમે અંતરાને ટાર્ગેટ કરો છો.. કેમ એ સમજાતું નથી. કયાંય પણ તમારો વિચાર ઠર્યો નહી એટલે અંતે તમે નિસર્ગ અને અંતરા ના અફેરની વાતો ઉડાડી ને તમારો હેતુ સિધ્ધ કરવાની કોશિશ કરી શું એ વ્યાજબી હતુ? અંતરા અને તમારા લગ્ન ને ઓલમોસ્ટ ચઉદ વર્ષ થયા. આટલા વર્ષોમાં એક પત્ની તરીકે અંતરેને જાણી જ ન શકયા?.. શું કોઈ પુરૂષ સાથે હસવું બોલવું કે પોતાની લાગણીઓ કે ઇચ્છાઓ શેર કરવી એ ગુન્હો છે?? પરણી ગયાં પછી એક સ્ત્રી ને પોતાની ઇચછા પ્રમાણે કે પોતાની જાતને સંતોષ આપે એને ગમે આનંદ આપે એવુ એકપણ કામ કરવા ની છુટ નહી? પુરુષ કોઇ પણ સ્ત્રી સાથે વાતો કરે હસે બોલે.. ઓફીસ મા સાથે કામ કરે છે એટલે ઘણાબધા પ્રકાર ની છૂટછાટ લેવી અને એમા જો પત્ની વાંધો ઉઠાવે તો એ જૂનવાણી… સાયકો.… સાવ દેશી વિચારો વાળી.. શુકામ સ્નેહ.… હું તમારા બંને માથી કોઇ ની તરફ નથી પણ એક તટસ્થ વ્યક્તિ તરીકે કહું તો તમે ક્યારેય એક દોસ્ત ની જેમ રહયા? નિસર્ગ પણ મને પ્રેમ નતો કરતો.એણે તો મારી સામે સ્વીકારેલું પણ પછી એ મારો દોસ્ત હતો. કયારેય પણ અમારા વચ્ચે બીજી કોઇ સમસ્યાઓ ન હતી. તમારા બંને વચચેની મુખ્ય સમસ્યા હતી કોમ્યુનીકેશન ગેપ એ વધતો ગયો. કયારેય તમે કોશિશ કરી એ ગેપ ને ભરવાની??”

“ હું....! હું કેમ ? “

“ હા કેમકે તમે જયારે ઘરે આવતા ત્યારે અંતરા એ ગેપ ને ભરવાની ખુબ કોશિશ કરતી.....સાચુ.જ ને ?? “

સ્નહ કંઈ જ ન બોલ્યો બે વાર ત્રણ વાર જાનકી એ પુછ્યુ પછી સ્નહે ફક્ત હા મા માથું હલાવ્યું.

“ તમે લોકો થી ઘેરાયેલા રહેતાં.. અથવાતો એમ કહી શકાય કે તમને તમારી ઉચાઇની મોટી મોટી હાંકવા માટે બધાથી ધેરાએલા રહેવું ગમતું કયારેય વિચાર્યું છે તમારી સો કોલ્ડ મોટી મોટી પાર્ટીમાં અંતરા એકલી તમારા વગર તમારી પત્નીહોવા નું ફકત ટેગ લઇને એકતરફ ખૂણામાં કેવીરીતે ઉભી રહેતી હશે ?.. બીજાને પતિ પત્નીને દોસ્ત બની ને રહેવાની સલાહો આપતો વ્યકિત પોતાને એક ઘરના ફર્નિચર ની કક્ષાએ પણ નથી જોતો. પાર્ટીઓમા બીજી સ્ત્રી ઓ સાથે છુટથી હસી મજાક કરતો. પોતાની દોસ્ત કે કલીગ સાથે એટલો મગ્ન થઈ જતો કે પત્ની પણ છે એ ભુલીજ જતો. બધાસામે વુમન એમ્પાવરમેન્ટ ના બણગાં ફુકતો બીઝનેસ મા આગળ પડતી સ્ત્રી ઓના વખાણ કરતો માણસ પોતાની પત્ની ને પગના તળીએ દબાવીને રાખવાનાં વિચારો ધરાવેછે એ વાત થી અંતર્ કેટલી દુખી થતી હશે..? કયારેય વિચાર્યું છે સ્નેહ ? સવારે તમે અંતરા વિષે કેટ કેટલું નેગેટીવ બોલ્યા. તમારા વિચારો થી જો એક કલાક મા મને તમારા પરત્યે ધૃણા જન્માવી શકે તો અંતરા તો આટલા વર્ષો તમારી સાથે રહી છે. એ કેવી રીતે સહન કરતી હશે? વિચાર્યું છે ? “

સ્નેહ જાનકી ને સાભળતો રહ્યો કેમકે સવારે બધુ જાણવા છતા જે ઝેર એણે અંતરા અને નિસર્ગ વિશે જાનકી સામે ઑકયુ હતું એના લીધે જાનકી પહેલાજ ખુબ સંભળાવી ચુકી હતી. એટલે હવે અંતરા અને નિસર્ગ ના સંબંધો વિશે બોલવાનો કોઈ સવાલજ ન હતો.

“ સ્નેહ હુ એમ નથી કહેતી કે વાક તમારા એકલા નો છે. હશે કયાંક કયારેક અંતરા પણ વાક મા પણ શું તમે કયારેય જાણવાની કોશીશ કરીછે? અંતરા ગમે તેવી હોય પણ કયારેય એણે મન પાસે કે પછી પોતાની જીંદગી મા તમારું મહત્વ કયારે પણ ઓછુ થવા નથી દીધું. એ વાત તો તમે પણ જાણો છો. હજુ પણ સમય છે સ્નેહ બચાવી લો તમારા સબંધ ને. જો આમજ ચાલ્યા કરશે તો જીવન મા સાથે એક છત નીચે રહીને ફકત કડવાશ સર્જશે અને તમે આવનારી પેઢીમાં પણ એજ મુલ્યો મુકીને જશો.એટલે તમારી સાથે સાથે તમે બીજા ધણા ની લાઇફ ખરાબ કરશો. “

હવે તો સ્નહ કંઈ બોલવા ની કંડીશન મા પણ નહતો એ ની આંખો જમીન તરફ હતી.અને પાપણ નીચે થી આંસુ એના ખોળામાં ટપકી રહયા હતાં. જાનકી ને પણ સંતોષ હતો કે સ્નેહ ને સમજાવી શકી. એટલામાજ અંતરા, આશિષ, નિસર્ગ અને નિરાલી અંદર આવ્યા અંતરા પણ ત્યાજ નિચે સ્નહ ની સામે ઘુંટણ વાળી ને બેસી ગઇ.

“ સ્નેહ આટલું બધુ ભરી રાખ્યુ હતુ મારા માટે ? હુ..હુતો તારીજ હતી અને એટલેજ તો આટ આટલુ થયા પછી પણ તને મુકીને જઇ ન શકી. એકવાર ફકત એકવાર તો બેસીને નિખાલસતા થી વાત કરી હોત. તારી સાથે સબંધ બાધતી વખતે મનમાં જે ડર હતો ને એ આજ હતો. એ વખતે તો કંઇ મેળવવાં માટે લોકો ખુબ મોટી મોટી વાતો કરતાં હોય છે પણ ઊંડે ઊંડે કયાંક તો એ વાત ડંખતીજ હોયછે કે જેની સાથે જીવન જીવવાના વચનો લીધાં એના ભુતકાળમાં મા કોઇ બીજુ હતું. અને એ માનસિકતા જીવન મા આગ લગાડવા નું કામ કરે છે. હા જયારે પણ તારા અને મારા વચ્ચે અનબન થતી એમા 100 માથી 80 વખત હું નિસર્ગ ને યાદ કરીને રડતી. એનુ કારણ તે કયારેય પુછ્યુ છે? નિસર્ગ સાથે રહી ન શકી કે તારી અને નિસર્ગ ની કંપેરીઝન કરીને કે પછી તારા કરતાં નિસર્ગ સાથે હોત તો એવા વિચાર થી ક્યારેય ન રડતી. એ દુખ હતું હું....અંતરા મટીને સ્નેહ મય થઇ ગઇ હતી. એનુ દુખ હતુ. તારા માટે મે મારી જાતને ખોઇ દીધી હતી. અને એના બદલે મને મને તારો પ્રેમ તારો સાથ તારું એટેન્શન વધુ મળવા ને બદલે એકલતા મળી. સામે તારો બિનધાસ્ત સ્વભાવ અને ઇગ્નોરન્સ નફામાં. મારે કોઇ બિઝનેસ વુમન થઇ ઘરને કામવાળા ના ભરોસે મુકી ને છાકટાઈ થી મોટી મોટી કરતા સમાજમાં જાજરમાન નહોતું થવું. મારે તો ફકત મારા મનની ઇચ્છાઓ ને મનભરીને જીવવી હતી. ખુલલા આકાશ મા મનમુકી ને વિહરવુ હતુ. મારે તો મારા મા મસ્ત રહેવું હતું. હું ઇચ્છતી કે હુ થાકેલી કે બીમાર હોઉં ત્યારે બેઘડી તુ મારી પાસે પ્રેમ થી બેસે.મારુ કપાળ ચુમી ને તારા મારી નજીક હોવાનો અહેસાસ કરાવે. કે દિવસ મા એકવાર કોલ કરીને મારી કે મન ની તબિયત વિશે પુછે. હુ થાકેલી હોય ત્યારે તુ મને ખુબ પરેમ કરે. કયારેક મારુ મન મુંઝાય કે ઝગડો થાય ત્યારે માફી માગવાને બદલે તુ મને નટખટ થઇ ને સતાવે અને અંતે નછુટકે મને મનાવે. મારી જરુરિયાતો કરતા મારી લાગણીઓ નો વધુ ખ્યાલ રાખે. હા હું એકાંત મા રડતી કેમકે નિસર્ગ મારો પ્રેમ પછી દોસ્ત પહેલા હતો. જેની સાથે કંશુજ વિચાર્યા વગર ખુલ્લા મને કંઇ પણ વાત કરીશકતી.. તારા અને મારા વચ્ચે હું ઝંખતી હતી એ દોસ્તી ને. પણ એવુ ન બન્યુ ધીમેધીમે હું અંદર થી ખતમ થઈ ગઈ. એકલતા હવે કોઠે પડી ગઇ.. અંતરા માથી એક સામાન્ય સ્ત્રી બનીગઇ જેનો જીવન હેતુ ફકત ન ફકત સવારે ઉઠીને ઘરકામ કરીને નવરાં આટામારવા નો હતો. અને આમજ આખોદિવસ નીરસ જતો. હું ઇચછતી કે મારા મા આવેલાં શારીરિક અને માનસિક ફેરફારો તુ નોટીસ કરે મારી નીરસતા નુ કારણ શોધે.મને ફરી જીવંત બનાવે. તને ખબર છે સ્નેહ હમણા થોડીવાર પહેલા તુ જે ઘરના વખાણ કરી રહયો હતો ને એ મેં સજાવેલુ. નિરાલી એ અને આશિષભાઇ એ ઘર ગોઠવતી વખતે મને મારા શોખ પુરાં કરવાની પુરી છૂટ આપેલી. હક આપેલો જાણે મારા પપા નું ઘર હોય એમ. તારા એ ફાઈવસ્ટાર હોટલ ની જેમ સજાવેલા ઘર કરતા આ ઘર મને પોતાનું લાગે છે કેમકે આ ઘર ઘર જેવું લાગે છે.. જ્યા થોડા થોડાં દિવસે ગમતા ફેરફારો કયી શકાય છે. અને એ ઘરમા વર્ષોથી બધુ એમનું એમજ જે.સ્થિર થઇ ગયું છે એ ઘર અને એની સાથે જીંદગી પણ. એક જવાબ આપ આજે સ્નેહ બધાની સામે. શુ મે એવું કંઈ માગ્યું તારી પાસે જે તુ મને કયારેય ન આપી શકે??””

સ્નેહ હજુ પણ મુગા મોઢે અંતરા ને તાકી રહયો હતો.

“ બોલ સ્નેહ. એવુ શુ માગ્યું જે તુ ન આપી શકે? તારો પ્રેમ, તારો સમય ભલે જેટલો પણ આપે પણ એ સમય ફકત આપણો જ હોય જેમાં ન તો મિત્રો હોય ન તો માબાપ કે ન તો બિઝનેસ ની વાતો. કે ન મોબાઇલ કે ટીવી. શુ અખાદિવસ મા એ થોડી ક્ષણો આપવી પણ અઘરી હતી જે ફકત તારા અને મારા માટે માગી? એક દોસ્ત બનવા.… હા હું નિસુ ને યાદ કરી ને રડતી.પણ તેં જ તો મારો હાથ પકડ્યો હતો. તુ તો જાણતો હતો હું સાવ વિખેરાઇ ગઇ હતી અને ત્યારે જ બધુજ જાણતા હોવ્ છતા તે મને પ્રેમ કર્યો. તો પછી એવી પરિસ્થિતિ કેમ સર્જી જયા મને નિસુ ને યાદ કરી રડવું પડે.? હુ તો એને ભુલીને તારી સાથે તારા મય થવા જ તારો હાથ પકડી ને ચાલી નીકડી હતી એ ક્ષણ જયારે મે તને રોકયો તને હગ કરી. અને તે મારા હોઠ પર તારા હોઠ થી કરેલા એ પ્રેમ ના પ્રસ્તાવ ને સહર્ષ હ્રદય અને રોમે રોમ થી સ્વીકાર્યા. પછી પણ તારે કઇ સાબીતી જોઈતી હતી. ? “

અંતરા હજુપણ સ્નેહ નો હાથ પકડીને ઘુંટણીયે બેઠી હતી. જીવનના આટલાં મહામુલા વર્ષો બંને એ પૉતાની એક નાનકડી જીદ ના લીધે ખોયા અને સાથે પોતાના સંબંધ ને પણ દાવ પર મુકયો એનો વસવસો બંને તરફ દેખાય રહયો હતો. સ્નેહ તો કંઈ બોલી શકે એ પરિસ્થિતિ માજ ન હતો. એ તો જાણે સુન્ન થઇ ગયો હતો. પોતે પોતાના ઇગો ને મહત્વ આપ્યુ કહેવાતા એવા નફાખોર મિત્રો ની સલાહ ના લીધે જે ને પૉતે જીવની જેમ ચાહી એ વ્યકિત સાથે નજર મિલાવવા ને લાયક પણ નહોતો રાખ્યો. અંતરા ના સવાલો તીર ની માફક એને ચીરી રહયાં હતાં. અંતરા એકાએક જ આસુ લુછીને ઊભી થઇ એણે તરતજ મન ને પોતાની પાસે બોલાવ્યો. અને એનૉ હાત પકડી ને બોલી.

“ સ્નેહ એકવાર જેમ તે મને સમય આપ્યો હતો. અને જયાં સુધી હુ તને ન સ્વીકારું ત્યા સુધી રાહ જોવા નો નિર્ણય લીધે લો. આજે એ જ સમય હું તને આપું છું. ઇચ્છે એટલો સમય લે પણ જયારે પાછો ફરે ને ત્યારે એક પતિ કે માલીક તરીકે નહી પણ એક પ્રેમી એક દોસ્ત..એક હમસફર બનીને આવજે.જ્યા આપણી પણ એક દુનિયા હોય જેમા તુ હુ અને આપણું બાળક ચોથા ને કોઈ અવકાશ નહોય. ભલેને પ્રેમ ની બે જ ક્ષણ આખા દિવસ મા જીવી શકાય પણ એ ભરપુર હોય. જેથી મને દિવસ ના અંતે તારા આવવા ની રાહ રહે અને તને ઘરે આવવા નો ઉત્સાહ. જાઉં છું સ્નેહ જયારે આટલુ આપી શકે ને ત્યારે ફકત એટલુજ કહેજે કે હુ આવીગયો તું પણ આવી જા.”

અંતરા મન ને લઇને દયવાજા તરફ ચાલવા માંડી. સ્નેહ જીવવગરના શરીર જેવોજ ત્યા બેઠો હતો. અચાનકજ એ ઉભો થયો આસુ લુછીને એણે અંતરા તરફ ઝડપ થી પગલા માંડયા અને એનો હાથ પકડી ને એકદમ થી અંતયા ને ભેટી પડયો.

“ભુલ થઇ મારી..હું ભુલો પડયો.તને મુકીને પણ પાછો ફર્યો છુ આજે.હવે તુ પણ રોકાઇ જા. ખુબ ગુમાવ્યું છે પણ હવે નુકશાની ના સોદા નથી કરવા.અપીદે મને એ જીવન જે તું લઇને જાય છે. પ્લીઝ ફર્ગીવ મી અનુ. માફ કરીદે મને. એટલું પણ ન સમજયો કે ફક્ત આટલુજ કહેવા નુ હતું. આય લવ યુ અનુ.”

આટલુ બોલતાજ એ એકદમ કસીને અંતરાને ભેટીપડયો.બધા સ્નેહ નુ બાળક જેવુ વર્તન જોઇ ને હસી પડયાં.

સમાપ્ત

વાર્તા ના અંતે ફકત એટલું કહેવામાંગુ છુ કે ધણા બધા સપનાઓ અરમાનો અને ઇચ્છાઓ સાથે આપણે લગ્ન દ્વારા એક અજાણી વ્યક્તિથી નજીક આવીએ છીએ ભલેને એ લવ મેરેજ હોય કે એરેન્જ પણ એની સાથે મૃત્યુ સુધી સાથ નિભાવવા ના વાયદા કરીએ છીએ. શરુઆત નો સમય ખુબજ આનંદ અને પ્રેમ થી ભરપુર પણ પછી જેમ જેમ જીવન આગળ વધતુ જાય છે વાસ્તવિકતાઓ નો સામનો કરવો પડેછે. એવા વખતે મત ભેદ થવા એ સામાન્ય છે પણ મન ભેદ માણસ ના જીવન ને વિખેરી નાખે છે. અને એટલેજ જયારે અણધારી પરિસ્થિતિ મા અનઇચ્છા એ જયારે બે વ્યકિત એક સાથે જોડાય ત્યારે સબંધો મા પારદર્શકતા જરુરથી હોવી જોઇએ. આવા વખતે જો એકબીજા સાથે જોડાવ તો પછી એ સબંધો ને પુરી પ્રામાણિકતા સાથે નિભાવો.અને નહીતો બને તેટલું જલ્દી સત્ય જણાવી ને એકબીજા થી રાગદ્વેષ રાખ્યા વગર છુટટા થઇ ને જીંદગી ને ઝેર થતી અટકાવો.એકબીજાં સાથે જોડાય રહેવા માટે દરેકે દરેક પરિસ્થિતિ મા જરુરી હોયછે એ સબંધ ને સમય આપીને પ્રેમથી સીંચવાનુ. એટલે જયારે પણ આકરો સમય આવે ત્યારે એકબીજાનાં વર્તન ને જજ કરવા ના બદલે સમજો અને જરૂર કરતાવધુ પ્રેમ અને એટેન્શન આપો.. પતિ પત્ની ના સબંધો મા કલેશ પછી ડિસ્ટન્સ વધવા નુ મુખ્ય કારણ ઝગડા પછી પોતાનો વાક સ્વીકારી ને માફી માગવા મા લાગતી નાનપ કે પછી પોતે જુકશે તો શુ માન રહે એવા ખોટા ખ્યાલો હોય છે. માટે જ પતિ પત્ની બનતા પહેલા મિત્ર બનવુ જરૂરી હોય છે..

સબંધો મા કોઇ પણ પરિસ્થિતિ ને સામાન્ય ગણીને ઇગનોર કરવી ખુબ જોખમકારક હોય છે..

: આભાર :

ખુબ ખુબ આભાર માતૃભારતી નો જેના દ્વારા મારી પ્રથમ વાર્તા ને વાચકો સુધી પહોચાડવાનો મને મોકો મળ્યો.

આભાર વાચકો નો જેમણે વાર્તા ખુબ રસ પુર્વક વાચી અને રેટીગ આપ્યા.

આભાર એવા લોકો નો જેમણે વાર્તા ખુબ રસ પુર્વક વાચી અને દરેકેદરેક એપીસોડ મા એક એક સિચ્યુએશન વિશે અભિપ્રાય આપ્યા. અને આગળ વખવા માટે પ્રેરણા રુપ સિધ્ધ થયા.

વાર્તા ને લગતા બીજા કોઈ પણ અભિપ્રાય આપવા માટે નીચે દર્શાવેલ મારા ઇમેઇલ એડ્રેસ પર મેસેજ મુકી શકોછો.અથવા તો વાર્તા લખી શકાય એવા વિવિધ પ્રકારના વિષયોનું પણ સુચન કરી શકો છો.

binnyghorecha@gmail.com

નવી વાર્તા નવા ટોપિક સાથે ખુબ જલ્દી આપની સમક્ષ ફરી રજુ થઇશ.

અસ્તુ