A story of swag girl books and stories free download online pdf in Gujarati

અ સ્ટોરી ઓફ સ્વેગ ગર્લ

અ સ્ટોરી ઓફ સ્વેગ ગર્લ

ભાવિક રાદડિયા

(આ સ્ટોરી એક જીદ્દી, સ્વતંત્ર વિચારણા ધરાવતી, બીંદાસ ગર્લ અને અત્યંત લાગણીશીલ શાંત સ્વભાવ ધરાવતા છોકરા આધારીત છે. અહીં વાંચવા મળશે તદ્દન વિરુદ્ધ સ્વભાવના વ્યક્તિઓ વચ્ચેની લવસ્ટોરી. અત્યાર સુધી તમને એ જ સાંભળવા મળ્યું હશે કે જો બે વ્યક્તિઓનાં સ્વભાવ ન મળતાં હોય, તો તેઓની વચ્ચે મિત્રતા પણ શક્ય નથી. એ વાત સાચી પણ છે. પરંતુ અહીં મારા દ્વારા એક નવો કોન્સેપ્ટ રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોટા ફલક પર લખાયેલી વાર્તા ટુંકાવીને અહીં રજુ કરવામાં આવી છે. તથા વાર્તાનો અંત વાંચકોના મગજને કસરત કરાવશે તેવી આશા સાથે. આઈ હોપ યુ વીલ લવ ઈટ.)

"સુભાષ હું તારા આવા બધાં શોખ સાથે સહમત નથી, તારે મારો પણ વિચાર કરવો જોઇએ."

"સમીરા વાત ફક્ત શોખ ની નથી.... તેનાથી આપણા નાણાં પણ બચશે અને તાજી હવામાં બેસીને અહીં જમવા તો મળે છે. જરુરી તો નથી કે હોટલમાં જ જવું અને તે નજીક પણ તો નથી." - હું સમીરાને સમજાવવાની કોશીશ કરતો હતો, પણ મને સારી રીતે ખબર હતી કે તેની સામે વાકયુધ્ધમાં હું ક્યારેય નહીં જીતી શકું.

"આઈ ડોન્ટ નો એનીથીંગ. તુ બસ એટલું કહીશ કે આવે છે કે નહીં ?" - તે જ્યારે પણ આવો ગુસ્સો કરતી, ત્યારે હું સમજતો કે તે મને પ્રેમ જતાવવાનો વધું એક મોકો આપે છે.

તેણે તેનું પિંક પર્સ ઉઠાવ્યું, વાળ સરખા કરી પીઠ ફેરવીને ઊભી રહી ગઈ. અદ્દલ કૉલેજમાં જીદ્દ કરતી, તેવી જ રીતે. તે કદાચ હજું પણ પોતાને મારી ગર્લફ્રેન્ડ જ માનતી હતી. જ્યારે હું તેને પત્ની તરીકે જ ટ્રીટ કરવા માગતો હતો. હું સમજી નહોતો શકતો કે મારા પ્રેમમાં ક્યાં કચાશ રહી જાય છે?!

"ઠીક છે તો ક્યા જઇશું ?" - હર વખતની જેમ મેં જ સફેદ વાવટો ફરકાવ્યો. કદાચ અમે આ રીતે જ ટેવાયેલા હતા અથવા ટ્રેઈન થયેલા હતા!! ખબર નહીં.. વોટઇવર...

"લાયન્સ-21 હોટેલ" -તેની દરેક પસંદ નો હું દિવાનો હતો. (તેની એક પસંદ હું પણ હતો :) )

***

"સર....સર.... લાયન્સ-21 આવી ગયું!" -ડ્રાઇવર બે ત્રણવાર બરાડ્યો ત્યારે સુભાષની વિચાર તંન્દ્રા તુટી.

એક નિસાસો નંખાય ગયો તેનાથી. ને' મનમાં જ એક ટીસ ઉઠી, "કેટલો સરસ સમય હતો!! સમીરા પણ સાથે હતી અને તેનાં ઝઘડાથી દિલને કેટલું સુકુન મળતું, મને ક્યારેય તેનો ઝઘડો, ઝઘડો લાગ્યો જ નથી... કાશ આજે પણ એ મારી સાથે હોત....."

"સર તમારું બર્ગર, વેજ ગ્રીલ, સેન્ડવીચ અને સ્ટ્રોંગ કોક" -વેઇટરે વગર ઓર્ડરે મેનું સર્વ કર્યું.

સુભાષ જ્યારે પણ આ હોટેલમાં આવતો, તેનું મેનું ફિક્સ જ રહેતું. કેમકે એ દરેક વસ્તુ સમીરાની પસંદગી હતી.

સુભાષને જમતાં જમતાં ફરીથી સ્કૂલનાં દિવસો ભુતકાળમાં ખેંચી ગયાં.

"પ્રથમવાર કોઈ છોકરીએ સુભાષને બધાની વચ્ચે થપ્પડ લગાવી હતી. ને' તે કારણ પણ ના જાણી શક્યો."

એ છોકરી સમીરા હતી. મિસ અન્ડસ્ટેન્ટીંગ થી ઉશ્કેરાઈ ગયેલી. ધર્મથી મુસ્લીમ અને સુભાષની ક્લાસમેટ જ હતી. તેને પોતાની ભુલ સમજાતાં સુભાષની માફી પણ માંગી.

બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવના. સમીરા જાહોજલાલીમાં ઉછરેલી, જ્યારે સુભાષ મધ્યમ વર્ગનો બ્રાહ્મણ હતો. સમીરા ચંચળ મનની, પોતાના સ્વતંત્ર વિચારો ધરાવતી હતી જ્યારે સુભાષ કોઇપણ પરીસ્થિતિમાં શાંત રહેનારા અને જરૂર કરતાં વધારે બોલતો પણ નહીં.

તેમ છતાં બંને વચ્ચે ધીમે-ધીમે દોસ્તી થઈ. સમીરા માટે સુભાષના દિલમાં ક્યાંક અંદરના ખુણામાં લાગણી બંધાઈ. સમીરા હતી જ એટલી સુંદર કે કોઇ પણના દિલમાં પળવારમાં વસી જાય. તેના ગોળ ચહેરા પર રહેલું ઘાટીલું નાક, આંજન કરેલી ભરાવદાર કાતિલ આંખો, કમળની દાંડી કરતાંય લચીલી પાતળી કમર અને તેનાં બંને ગાલમાં પડતાં ખંજનમા સુભાષે અનેકવાર ડુબકી લગાવી હતી.

સમયના વહેણ સાથે સમીરા પણ સુભાષને દિલ દઈ બેઠી. સુભાષનો શાંત ચહેરો, લાગણી ઝરતી આંખો અને જવાબદારી પ્રત્યેની સજાગતા હંમેશા તેને પ્રેમથી તરબોળ રાખતી.

સમયે તેનું કામ કર્યું, અનેકવાર બંને વચ્ચે ઝગડાઓ થયા. તો સામે અસંખ્ય વખત લાગણીઓની આપ-લે પણ થઈ.

જ્યારે પણ ઝગડો થતો, સમીરા રાઈનો પહાડ બનાવી દેતી. સામે સુભાષ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ સાંભળતો અને છેલ્લે સમીરાને બાથમાં લઈને પ્રેમથી વાળ પંપાળતો અને 'આઈ લવ યુ ડાર્લિંગ' કહેતા ની સાથે જ ઝગડો સમાપ્ત!!

પણ તે દિવસે ઝગડો પૂરો થવાનું નામ જ નહોતો લેતો.

"જો સુભાષ તું મને ડિઝર્વ ના કરી શકે એમ હોય તો હું એકલી રહેવા જતી રહું છું, પણ તું મારી નાની નાની ખુશીઓનું ગળું ઘુંટી નાખે એ હું નહીં ચલાવી લઉં."

"અરે સમીરા તું સમજવાની કોશિશ તો કર, ત્યાં શહેરમાં ખર્ચ વધી જશે અને તે આપણે ક્યાંથી કાઢીશું? એ વિચાર્યું છે તે? "

"એ મને કંઈ નથી ખબર, પણ મારે હવે આ ધૂળીયા ગામડામાં જીંદગી નથી વિતાવવી. હું મારાં અબ્બુની વિરુદ્ધ જઈ તારી સાથે આવી ગઈ અને તું....." - ગુસ્સાની સાથે સાથે તે કદાચ રડતી પણ હતી. જાણે કે તે દિશાશૂન્ય બની ગઈ હતી.

"સમીરા વાત તો સાંભળ... .. .. . "

સમીરા તેનું બેગ પેક કરી નીકળી ગઇ. સુભાષ માત્ર તેને જતાં જોઈ જ રહ્યો. તેની આંખો માંથી આજે બધી જ લાગણીઓ ત્યાં જ ખરી પડી. તેની બધી જ ખુશીઓને એકસાથે આગ લાગી ગઈ. આખરે સમીરા જ તો હતી કે જેની સાથે તેણે રંગીન સ્વપ્નો સેવ્યા હતાં.

વેઇટરે બિલ આપતાં સુભાષ વાસ્તવિકતામાં આવ્યો......

સુભાષ ગાડીમાં બેસી ઘરે પહોચ્યો. સમીરાની તસ્વીર પર નજર પડતાં તે અચાનક જ ઉભો રહી ગયો.

"સમીરા તું મને હંમેશા કહેતી હતી ને કે હું બોવ જ અવ્યવસ્થિત છું, પણ આજે જો હું ઘડીયાળના કાંટા પર જીવતા શીખી ગયો છું. મારી સાથે સંકળાયેલી દરેક વસ્તુઓને મેં ચોક્કસ મર્યાદિત સ્થાન આપી દીધું છે.

હું જ્યાં કામ કરતો હતો એ કંપનીઓને મારા પ્રોજેક્ટથી ઘણો મોટો ફાયદો થયો. ને હું શહેરમાં આવી વસી શક્યો. મેં તને નિયમિત પત્રો લખ્યા પણ તે એકપણ પત્રનો જવાબ આપ્યો નહીં. મને હંમેશા તારી કમી મહેસૂસ થયા કરે છે. મારી અંદર એક ખાલીપો દોડ્યા કરે છે.

આપણે નવ વર્ષ સાથે વિતાવ્યા એક જ છત નીચે, તે ક્યારેય મારું પડખું સેવ્યું નથી. મે અબોલા લીધાં ક્યારેય તારી સાથે ?? મને તારી આદત પડી ગઇ હતી. છતાં તું મને એકલો છોડીને જતી રહી !?

આટલાં વર્ષોમાં એક વાર તો મને કહ્યું હોત, કે તું એચ.આઈ.વી. થી પીડાઈ છે.....

તારા ગયાં પછી મને સમજાયું કે તું મને કેટલો પ્રેમ કરતી હતી. આપણી વચ્ચે જે અંતર હતું એ ગેપ નહીં પૂલ હતો, સેતુ હતો કે જેણે આપણને બંનેને હંમેશા જોડી રાખ્યાં... કદાચ આજે પણ.... બસ હું જ તને વાંચી ના શક્યો. અરે એક વાત તને કહેવાનું તો ભુલી જ ગયો..મેં સામાજિક સંસ્થા ખોલી છે. તારા નામથી... હવે કોઇપણ સુભાષને સમીરાથી અળગા નહીં થવું પડે....

તું હજુ મારા રોમ રોમમાં શ્વાસ લે છે સમીરા....."

ડોરબેલ ના અવાજે સુભાષ થોડો વ્યવસ્થિત થયો. દરવાજો ખોલતાંની સાથે જ તેનાં ચહેરા પર શાતા ફરી વળી, તેના દરેક દર્દ, પીડા, અભિપ્સાઓ, પ્રશ્નાર્થો , મીઠા ઠપકાઓ બધું જ સમક્ષિતીજ થઈ નીચે બેસી ગયું. ને' તેનાં જીવનમાં ફરીથી સુર્યોદય થયો.....

  • ***
  • આપના મંતવ્યો આવકાર્ય..

    આભાર

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED