આંસુડે ચીતર્યા ગગન ૨૭ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન ૨૭

આંસુડે ચિતર્યા ગગન

(27)

બીજે દિવસે ભાનમાં આવી ત્યારે બિંદુએ કહ્યું. – ‘તમે ચશ્મા કેમ પહેરીને ફરો છો ?’

પ્રત્યુત્તરમાં હું મૌન રહ્યો. અર્ચના સાચી પડી હતી. તેનું અજાગૃત મન મને શેષ માની રહ્યું હતું. ઢીંગલી તેની નાની અંશીતા હતી. અર્ચનાને ડૉક્ટર માનતી હતી – અંશભાઈ ક્યાં છે દેરાણી આણવાની છે વાળી વાતો કરતી હતી.

હોસ્પિટલમાં તે ધીમે ધીમે ફરતી થઈ ગઈ હતી. રસોઈ કરવામાં ધીમે ધીમે મહારાજને મદદ કરતી હતી. ઘરકામ કરતી હતી.

તે દિવસે સહેગલનાં રૂપમાં શેષ અંશને મળવા આવ્યો. ત્યારે અંશ ઘડીક તો ખચકાઈ ગયો. એના ધબકારા ક્ષણભર ગતિ ચૂક્યા. સહેગલ શુદ્ધ હિન્દીભાષી હતો. – અવાજ શેષભાઈના જેવો જ હતો. પણ સહેજ ચીપીને બોલવાની લઢણથી જુદો પડતો હતો. શેષને એસ. કે. ટી. ના નામે ઓળખતો હતો.

‘આપસે મિલ કે ખુશી હુઈ. ’

‘અંશ , આપ દીખને મેં બિલકુલ એસ. કે. ટી. કી કોપી લગ રહે હો. ’

‘હાં, ભાઈ જો ઠહરે…’

‘કૈસી હૈ ભાભીજી કી તબિયત ?’

‘ઠીક હૈ. યહીં ઉપર હી હૈ. ’

‘શાયદ મૈંને ઉસે દેખા હી નહીં હૈ – કૉલેજમેં એસ. કે. ટી. કાફી મેરે લીયે ઓબ્લાઈજીંગ થે’

‘હાં. વો તો ઠીક હૈ – લેકીન આપ તનખ્વાહ યહાં ભેજ દે રહે હૈં – વો ગલત બાત હૈ -’

‘ક્યોં ભાઈ – એસ. કે. ટી. સે વસૂલ કર લુંગા. ’

‘લેકીન ઐસી કોઈ જરૂરત નહીં હૈ. ’

‘હા ભાઈ ઠીક હૈ – જરૂરત હો ન હો – મુઝે એક મૌકા મિલા હૈ એસ. કે. ટી. કે ઓબ્લીગેશન કો રી પે કરને કા. ’

‘વો કૈસા ઓબ્લીગેશન થા ?’

‘દર અસલ કૉલેજમેં ઉસને ચારોં સાલ મેરી પઢાઈ કી જીમ્મેદારી ઉઠાઈ થી ઔર ફીસ ભી વો હી ભુગતતા થા. ’

‘પઢને કે સાથ વો આપકી ફીસ ભી નિકાલ લેતે થે ?’

‘હાં, પઢતે પઢતે કહીં પાર્ટ ટાઈમ કામ ભી કરતે થે. સાથ સાથ તુમ્હેં ભી પૈસે ભેજા કરતે થે. ’

‘વો તો સબ ઠીક હૈ લેકીન આપ અપની પૂરી તનખ્વાહ દે દેંગે તો આપકા ગુઝારા કૈસે ચલેગા ?’

‘મૈં ઠહરા અકેલા આદમી. બસ ખાના પીના ઔર ઉસકે સિવા કોઈ જાતી ખર્ચા તો હૈ નહીં. ઔર દોસ્તોં કો બૂરે વક્ત મેં કામ નહીં આયેંગે તો કબ કામ આયેંગે ?’

‘ઉનકા બૂરા વક્ત જરૂર હૈ લેકીન વો જીંદા હો ઉસ બાતકી જરૂર પ્રાર્થના કરતા હું. ’

‘હાં આપકી બાત સહી હૈ – ઉસે જીંદા રહના હી પડેગા – ખેર – મૈં તો માનતા હું શાયદ સિંહા જૂઠ બોલ રહા હૈ . ’

‘લેકીન અબ ઉસે જૂઠ બોલને કી જરૂરત નહીં રહી હૈ. ક્યૂંકી ઉસકે પૂરી ગિરોહ ગીરફ્તાર હો ચૂકી હૈ. વો કૂદે હોંગે ઔર ગાયબ હો ગયે હોંગે. ’

‘યે ભી હો સકતા હૈ. ’

‘આપ ખાને મેં ક્યા લેંગે ?’

‘અરે ભાઈ ખાના તો મૈં આપકે સાથ જરૂર ખાઉંગા લેકીન ભાભીજી કી ખબર ભી તો લેની હૈ. ’

‘ હાં , અર્ચના આતી હી હોગી – ચલતે હૈં. ’

‘અર્ચના ? અર્ચના કૌન હૈ ?’

‘મેરી ફીયાંસી હૈ ઔર ભાભીજી કી ડૉક્ટર ભી હૈ. ’

‘આપકી શાદી હો ગઈ હોતી ના – યે ન હુઆ હોતા તો, નહીં ?’

‘હાં, ઠીક હૈ – લેકીને ઉસકી મદદ સે હી મૈં યે કઠીન સંઘર્ષ કર સકા હું. વર્ના બહુત બડી સજા હૈ યે. ’

‘ક્યા ?’

‘હાં – ક્યુંકી ઉન્હેં દો સદમે એક્સાથ પહૂંચે થે. ’

‘પતિ કા અપહરણ ઔર બચ્ચી કી મૌત. ’

‘એક ઔર કોમ્પ્લીકેશન ભી હુઆ હૈ. . ’

‘વો ક્યા ?’

‘ગલતી સે વો મુઝે એસ. કે. ટી સમજતી હૈ. ’

‘હાં યે ગલતી હો સકતી હૈ. ’

‘અબતક તો ઠીક હૈ . અબ ટ્રીટમેન્ટ કા દૌર અર્ચના કે હાથ મેં હૈ. વહ ઉન્હેં ઠીક કર દેગી. ’

‘લેકીન યે નયા કોમ્પ્લીકેશન… ?’

‘હાં યે ડેન્જરસ જરૂર હૈ… લેકીન પહેલી કડી મીલી હૈ તો સહી ઉપાય ભી મિલ હી જાયેગા. ’

‘આપ કો જરા પર્સનલ લગેગા લેકીન…. આપ યે તો મહેસૂસ નહીં કર રહે હો કી ઉનકા આપકો ન પહેચાનના પાગલપન કી પૂરી નિશાની હૈ. ’

‘આપ અર્ચના સે હી પૂછ લીજીયે. વો આ રહી હૈ. ’ સફેદ પંજાબીમાં અર્ચના આવતી હતી. . દેખાવે જાજ્વલ્યમાન હતી. શેષ વિચારતો હતો… આ છોકરીનો તે દ્રોહ કરી રહી રહ્યો છે.

દૂરથી અર્ચના જોઈ રહી હતી અંશ અને સાથે અંશની પ્રતિકૃતિ… દાઢીમાં ઊભી હતી. કદાચ શેષભાઈ આવી ગયા હોય… એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આ રાતનું આટલી જલદી પ્રભાત ઉગશે એવી એને આશા નહોતી…

ત્યાં અંશ બોલ્યો – ‘મીટ માય બીલવ્ડ… ડૉ. અર્ચના. ’ અને એની તરફ ફરીને કહે – ‘સહેગલ સાહેબ છે. ’

‘ઉફ…. ! મન નિરાશ થઈ ગયું ઔપચારિકતામાં હાથ જોડતા ડૉક્ટર અર્ચનાના મોં પર રેડાઈ ગયેલી કાળાશ શેષ પામી ગયો. ’

‘લગતા હૈ હમેં મિલકે આપકો ખુશી નહીં હુઈ. ’

‘નહીં ઐસા તો નહીં હૈ – લેકીન આપ દાઢી નિકાલ લો તો બીલકુલ શેષભાઈ લગ રહે હોંગે. મૈં યહી ગલતફહમીમેં થી કી કહીં શેષભાઈ તો નહીં આ ગયે…’

‘અચ્છા અચ્છા એસ. કે. ટી. નહીં હૈ યે જાન કે દુ:ખ હુઆ. ’

‘હાં. મેરી મરીઝ કો વો અકેલે હી ઠીક કર સકતે હૈં. ’

‘વો કૈસે ?’

‘She had lost her power of recognizing and Ansh has to play roll of Sheshbhai. To treat her on my suggestion. And she had also taken for granted that Ansh is Sheshbhai. ’

‘But what are the pause ad caunse of this development ? ’

‘At present nothing can be said. But I feel when she will regain power of recognizing this play of Ansh will be fatal to her. She will be beyond the limit of treatment. She may kill herself – or will have to send her to the mental hospital. ’

‘Is that so…?’

‘We have our complication – We can’t treat her like a patient and at the same time as we are aware of hers and Sheshbhai’s dispute… Perhaps his unability will also fetch her to the same destination. ’

‘મતલબ ?’

‘જાહીર હૈ કુછ એટેચમેન્ટ ઐસે રહ ગયે હૈં કી પેશન્ટ તરહ ઉસે ધીમી મૌત મરતે દેખ નહીં સકતે હૈં કુછ ન કુછ કરતે રહતે હૈ… અંજામ કુછ ભી હો. . હમ પ્રયત્ન નહીં છોડ રહે હૈં. ’

‘અર્ચુ ! સહેગલ સાહેબ ભાભીને મળવા માંગે છે. ’

‘સ્યોર… પણ Take care – you are introducing him as your friend not Sheshbhai’s friend. ’

‘ભલે ભલે…’

ક્લીનીકને ઉપલે માળે આવેલા સ્પેશ્યલ રૂમ તરફ અંશ અને અર્ચના સહેગલનાં રૂપમાં શેષ જતા હતા ત્યાં શેષનું હૃદય ડગમગવા માંડ્યું પગ પાણી પાણી થવા માંડ્યા. અર્ચના સાથેની ચર્ચા અને પરિણામો તેને દ્વન્દ્વમાં રાખી રહ્યા હતા. She may kill herself or will have send her to mental hospital વાળા શબ્દો તેની આસપાસ ઘુમરાતા હતા. ક્ષણભર માટે તો ઇચ્છા થઈ ગઈ કે જાહેર થઈ જાઉં.

અંશને હાથ પકડીને કહી દઉં કે અંશ હું જ શેષ છું. પણ તરત પાછા અર્ચનાના જ શબ્દો ઘુમરાયા… Perhaps his unability will also fetch her to the same destination. એટલે ફરીથી તે પાછો પડી ગયો. આ પરિસ્થિતિ એવી હતી કે ત્યાં તે કશું જ કરી શકે તેમ નહોતો. અર્ચના અજાણતાં ખૂબ મોટો ભોગ આપી રહી હતી. એનો પ્રેમ એને ત્યાગવો પડે એવા ભયંકર અંજામો ઉપર તે લડી રહી છે. અંજામ કોઈપણ હોય પરંતુ પ્રયત્ન નથી છોડવો વાળી વાત તેને ચુપ રહેવા પ્રેરી ગઈ.

સ્પેશ્યલ રૂમમાં સુંદર ગુલાબી કલરની સાડીમાં બિંદુ સૂઈ રહી હતી. બાજુમાં તેની ઢીંગલી હતી. અંશ તેની પાસે બેસીને તેને ઉઠાડી રહ્યો હતો. – અર્ચના કહેતી હતી – ‘ભાભી આ કોણ આવ્યું તે જુઓ તો ?’

‘કોણ છે ?’

‘સહેગલ મારો મિત્ર છે. તને મળવા આવ્યો છે”.

”મને મળવા ? કેમ ?’

‘બસ એમ જ ! એમને થયું કે તારા હાથની ચા પીવી છે. પિવડાવીશ ?’

‘આ અંશી હમણાં જ સૂતી છે. બનાવી આપીશ. ’

‘ડૉક્ટર સાહેબ ના પાડે છે. ’

‘ખેર તમે અંશને કાગળ લખીને અર્ચનાને ક્યારે લાવે છે એ પૂછો ને ? મારે દેરાણી જોઇએ છે. ’

‘કેમ ?’

‘આ ડૉક્ટર સાહેબ નથી ઊઠવા દેતા તો ચા મૂકીને તમને પિવડાવે ને તેથી ?’

દૂબળી પડી ગયેલી બિંદુને જોઈને સહેગલ વિચારમાં પડી ગયો. એની નજર સામેથી એક આખી દાયકાની જિંદગી પસાર થઈ ગઈ. મરતી માની હાજરીમાં લગ્ન – મુંબઈની રોમાંચક જિંદગી – અંશીતાનો જન્મ… જન્મ પછી હોસ્પિટલમાં થયેલી મીઠી ચડભડ… અંશીતા અંશ જેવી છે કે શેષ જેવી ની ચડસા ચડસીમાં અંશ જેવી છે એમ સાબીત કરવા દલીલોની સાઠમારી… એના મનમાં થઈ ગયું કે બિંદુને અંશ ગમે છે. અને અત્યારે આ પરિસ્થિતિમાં બિંદ્દુની અંશ અને અર્ચના તરફની ઘેલછા… ખરેખર નસીબદાર છે અંશ…

…પણ તેને તો અર્ચના ગમે છે.

એની આંખમાં ડોકાતા આંસૂઓને અંશ અને અર્ચના જોઇ રહ્યા.

***

એક અજબસી ઉલઝન હતી. શેષભાઈનો મિત્ર પણ વ્યથિત હાલતમાં હતો. અંશ અને અર્ચના કશું જ કરી શકતા નહોતા.

બિંદુને જોઈને પાછા વળતાં સહેગલને પાણી આપ્યા પછી અંશ બોલ્યો – ‘માફ કીજીયેગા આપ ઇતને ભાવુક હૈં યે જાન કે હમેં દુ:ખ હુઆ. ઔર સાથમેં લગા કિ હમારી મુશ્કીલોં કી જડ ઈતની ગહેરી હૈ ઉસકા અંદાજ કમ સે કમ આપકો તો મિલ ગયા. ’

‘હાં , ઇસ હાલાત મેં એસ. કે. ટી. ભી ઉસકો દેખતા તો ભી ઉસે વહ નહીં પહેચાનતી. – ખેર આપ લોગોંકી મહેનત જરૂર અચ્છા ફલ લાયેગી યે મેરી શુભકામના હૈ. ’

અંશ અને અર્ચના જમવાનો વિવેક કરતા હતા. શેષની ઇચ્છા નહીંવત્ હતી. તેથી ફરી કોઈ વખતના વાયદે ભારે હૈયે સહેગલનો રૂપમાં શેષે વિદાય લીધી.