Microfiction by Hemal Vaishnav Hemal Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • જૂના કપડાં

  જુના કપડાંજુના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચક...

 • મમતા - ભાગ 41 - 42

  શ્રી ગણેશાય નમઃમિત્રો કેમ છો? મજામાં? મંથન, મોક્ષા અને શારદા...

 • મારા અનુભવો - ભાગ 1

  ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:-...

 • ઋણાનુબંધ

  અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહ...

 • બે ઘૂંટ પ્રેમના - 18

  " અરે હા મને યાદ છે આજ મીટીંગ છે...હા હા હું સમય પહેલા પહોંચ...

શ્રેણી
શેયર કરો

Microfiction by Hemal Vaishnavમાઈક્રોફીક્શન્સ

બાય

હેમલ વૈષ્ણવ

henkcv12@gmail.com© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•કુમળી કળી

•પ્રતિબિંબ

•આશરો

•વિદ્યતા

•’બેટી બચાવો’

૧ - કુમળી કળી

પેટમાં છ મહિનાના બાળક સાથે ભુખથી બેહાલ જીવી સોસાયટીના છેડે આવેલા બંગલાના ઝાંપાને અડેલીને વધ્યા ઘટ્‌યાની આશા એ ઉભી રહી.. પાછળની સડક ઉપર બંધાતા બહુમાળી મકાનના મુકાદમે આજે જ જીવીના ઉપસેલા પેટ તરફ જુગુપ્સા ભરી નજર નાખીને કહ્યું હતું કે "આજથી તારો હિસાબ પૂરો, હવે તારાથી ઈંટો ઉપાડવાનું કામ નહિ થાય."

ઝાંપાની બીજી તરફ બંગલાના માલિક અને શહેરના નામાંકિત સમાજ સેવિકા ચારૂબેન પોતાના માળી રઘુને સૂચનાઓ આપી રહ્યા હતા.જીવી ઉપર નજર પડતા જ તેઓ તાડૂકી ઉઠ્‌યા, "પાછી પેટ ઉપાડીને હાલી આવી..?,તમને લોકોને પોસાતું નથી તો સરકારી દવાખાને જીને બાળક પડાવી કેમ નથી નાખતા?, બે મિનીટ ખમ હવે, ડોક્ટરને હું જ ચિઠ્‌ઠી લખી આપું છું.". પીઠ ફેરવીને ચારૂબેને માળીને સુચના આપવાનું ચાલુ રાખ્યું .."રઘુ જો પેલા ગુલાબના છોડના કુંડાને છાંયડા માં મૂકી દે.એમાં હમણાં જ કળી બેઠી છે.બિચારી તડકામાં મુરજાઈ ના જાય ."

૨ - પ્રતિબિંબ

"આતંકવાદીઓને પોષે છે તે હરામખોર પાકિસ્તાનના લોકો આને જ લાયક છે "

બંદર ઉપર વર્ષોથી પોતાની રહેમ નજર હેઠળ દારૂની હેરાફેરી થવા દઈ અઢળક કમાયેલા કસ્ટમ અધિકારી જશુભાઈ નવા જ લીધેલા ફ્લેટ સ્ક્રીન ટીવી ઉપર સમાચાર જોઈ રહ્યા હતા . પેશાવરના શિશુ સંહારના સમાચાર જોતાં જ તેમણે પોતાનો ઈન્ટલેક્ચ્યુલ (!) અભિપ્રાય પત્નીને આપી દીધો . બીજી મિનીટે રણકેલા ફોન પરના સમાચાર સાંભળતા જ તેઓ ચિંતાતુર વદને ઉભા થઈ ગયા અને પત્નીને કહેવા લાગ્યા .."આપણા પિન્ટુને ...પીધેલા કારવાળાએ હડફેટમાં ...પિન્ટુ હોસ્પીટલમાં .."

"હે શ્રીજી બાવા ...બીચારા પિન્ટુને બચાવી લેજે મારા બાપ ..".. સામે રાખેલી શ્રીનાથજીની છબી સામે હાથ જોડીને તેઓ કરગરી રહ્યા ...છબીના કાચમાં ટીવીનું પ્રતિબિંબ પડતું હતું જેમાં હજી પણ પેશાવરના લોહીયાળ દ્રશ્યો દેખાતાં હતાં ...!!!

૩ - આશરો

"ખબર છે દાદાજી એ તો કેટલાં નોધારાને આશરો આપ્યો હતો અને તેમના જ ફોટા પાછળ ચકલીના માળાની આટલી ગંદકી ?" વીરેન્દ્ર ભાઈએ છોકરાંઓ ને ધમકાવી નાખતાં તરત જ ફોટા પાછળ સફાઈ કામ શરૂ થઈ ગયું .

જીવન દરમિયાન અનેકને આશરો આપનારા તસ્વીરમાંના દાદાજીની આંખોમાં નિર્દોષ પક્ષીઓને આશરો ના આપી શકવાની અસહાયતા કોઈની નજરે ચડે તેમ ન હતી .

૪ - વિદ્યતા

બાપુજી એ બચત કરીને બનાવેલું મકાન , પોતાના નામે કરવા માટે વખતથી દબાણ કરી રહેલા શરદ ભાઈ ,આજે તો બાપુજી સાથે રીતસર લડી પડયા . લડતા લડતા ત્યાં સુધી કહી નાખ્યું કે ઘરના સર્વેસર્‌વા હવે પોતે જ હતા અને બાપુજી એ હવે પછી કોઈ નિર્ણય એમને પૂછ્‌યા વગર લેવા નહીં .

સાંજે " આંતરરાષ્ટ્રીય યોગા દિન " નિમિત્તે યોજાયેલા પરિસંવાદમાં શરદભાઈ વિદ્યતાપૂર્વક કહી રહ્યા હતા ..."યોગ પોતાનામાં જ મોટી સંસ્થા છે , યોગાસન તો એનું એક અંગ માત્ર ..."

૫ - ’બેટી બચાવો’

પ્રધાન મંત્રી દ્વારા એલાન થયેલાં "સેલ્ફી વિથ ડોટર ’ અભિયાનથી સ્મિતા બેન ઘણા પ્રભાવિત થયાં . બીજા માળના રૂમમાં ભણતી દીકરીની સાથે ફોટો પડાવવા માટે એને નીચે બોલાવી લાવવા એમણે પોતાની પુત્રવધૂ શ્યામલીને ઉપર મોકલી . કોલેજીયન નણંદને બોલાવવા માટે શ્યામલી દાદરા ચડતી જ હતી , ત્યાં જાજરમાન સ્મિતાબેનની પાછી હાંક સંભળાઈ અને શ્યામલીએ થંભી જાવું પડયું ....

દસ મિનીટ પછી "સેલ્ફી વિથ માય ડોટર "ના ટાઈટલ હેઠળ સ્મિતાબેનની વોલ પર શ્યામલી અને સ્મિતાબેનનો "સેલ્ફી" પોસ્ટ થયેલો હતો .