Pushp Pooja books and stories free download online pdf in Gujarati

પુષ્પ પુજા - national story compitition 2018

પુષ્પ પુજા

ઉદય મણીયાર

‘કલિકુંડ’ ગુજરાત રાજ્ય ના ધોળકા તાલુકા મા આવેલુ એક સુંદર મજા નુ તીર્થ સ્થાંન. અહિ મુળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન ની અપ્રતિમ મૂર્તી થી શોભતુ સુંદર જિનાલાય. આરસ પહાણ ના શિખરબંધ જાજરમાન દેરાસરજી થી શોભતુ ગામ એટલે શ્રી કલિકુંડ તીર્થ. ભુતકાળ મા ધોલ્કાપુર નામે સુપ્રશીદ્ધ થયેલુ ગામ અત્યારે એ ધોળકા નામે જાણીતુ છે. અહી કલિકુંડતિર્થ મા પાર્શ્વનાથ દાદા નુ ભવ્ય જિનાલય તથા શ્રી શત્રુંજય ગિરિરાજ પાલિતાણા ની અદ્લ પ્રતિકૃતિ આવેલી છે.

અહીં મુળ નાયક શ્રી પાર્શ્વનાથ દાદા જે સાક્ષતા અહીં બીરાજમાન છે... જૈન સીવાય ના લોકો ને ખ્યાલ ના હોય... શ્રી પાર્શ્વનાથ ભગવાન એ જૈનો ના ચોવીસ તીથંકરો માંથી ત્રેવીસ માં છે અને તેમનું લાંછન શેષનાગ (સર્પ) છે એની પણ એક કથાનક છે ટુંક માં કહું તો એમણે એમના એક ભવ માં નાગ અને નાગણી ની જોડ જે લાકડા ના પોલાણ માં છુપાયેલા હતા અને એમને અગ્ની માં હોમવા માં આવેલા ત્યારે એમણે એ જોડી ને બચાવેલા એટલે શેષનાગ હંમેશા પાર્શ્વનાથ ભગવાન પર છત્ર ની જેમ ફેણ ફેલાવેલા હોય... કલિકુંઙ માં ભગવાન પાર્શ્વનાથ ભગવાન બીરાજ માન છે એ હાજરા હાજુર છે એમની પ્રતીમાની વાત કરું તો જોતા જ મન ને શાતા આપે....

દુધ જેવા સફેદ આરસ માંથી ભગવાન ની પ્રતીમા બેસાડ્યા છે.. સફેદ આરસ જેમવુ દાદાનું મુખ સૌમ્ય ચહેરો કોઈ પણ ભાવો થી અલિપ્ત ચહેરા પર અલૌકીક મુખ મુદ્રા...એટલે જ એક સ્તવન માં કહેવાયું છે કે...ચાંદની જેવી પ્રતીમાં આપની… તેજ એનું ચૌતરફ રેલાય છે... અમીમય નઝરો થી જળકતી કરુણા... દિલ માંથી વહેતા લાગણીના ઝરણા... ચાંદની જેવી શીતળતા આપતી મુખમુદ્રા જોતા જ મનમાં ટાઢક વળે... મન ના બધા સંતાપ ઉદ્વેગ દુર થઈ જાય એવી તો દાદા ની પ્રતીમાં છે.. એના વર્ણન માટે તો શબ્દો ઓછા પડે... ખાલી વિચારો દિવસ ના દાદાની પ્રતીમાં આટલી સોહામણી હોય તો.. સંધ્યા કાળે સૂર્ય આથમ્યો હોય... પ્રકાશ છુપાઈ ગયો હોય એવા સમયે ભગવાન ના ગભારામાં દિવા ઝગમગ થતા હોય અને એનો સોનેરી પ્રકાશ ચારે કોર રેલાયા હોય ત્યારે એના ચળકતુ દાદા નું મુખ કેવુ અલગ ભાશે...! અને હા જો ત્યારે દાદા ના સ્તવન અને સંગીત સંધ્યા ચાલતી હોય તો એ વાતાવરણ જ કઈક અલગ હોય...

આ વાર્તા આજ થી આશરે સાત આઠ વર્ષ પહેલા ની છે કે જ્યારે દશ રૂપિયા ની પણ કિમત થાતિ હતી.તે વખતે હું બાર તેર વર્ષ નો હોઇસ.તે વખતે દાદાની દયાની થયેલી ઝાંખી મને આજે સમજાય છે.

‘ઉમંગ બેટા, આ વખતે વેકેશન માં કલિકુંડ જાવુ છે ને...” મમ્મીએ મને કહ્યુ.

“હા.. મમ્મી,પણ આ વખતે આપણે ત્રણ ચાર દિવસ નું પ્લાનિંગ કરીશું.” મે મમ્મી ને કહ્યુ.

“ચાલ તો હું મામા ને પણ પૂછી જોઉં એમને આવુ હોય તો..”

હા.. ચોક્કસ મમ્મી આપણે બધા જોડે હોઇશુંતો મજા આવશે..”

(એમ કહી ને મમ્મીએ મામા અને માસી જોડેવાત કરી ને કલિકુંડ જવાનુ પ્લાનિંગ કર્યુ.અમે લોકોએ આવતા ગુરુવારે સવારે જવાનુ નક્કી કર્યું)

અ વાત થયાને ત્રણ એક દિવસ પછી હું, મમ્મી અની દીદી એ કલિકુંડ જવા ની તૈયારી કરી.અમારા નક્કી થયા મુજબ હું,દીદી,મમ્મી ,મામા,નાના,નાની માસી અને મારા બંને કઝીન અમે લોકો ગુરુવારે સવારે કલિકુંડ જવા માટે નીકળ્યા. અમે બધા બાર વાગ્યા આસ પાસ ધોળકા પહોચીયા,ને ત્યાથી અમે પ્રાઇવેટ વિહિકલ માં કલિકુંડ આવ્યા.

અમારુ વ્હિકલ કલિકુંડતીર્થ ની સામે જ ઊભુ રહ્યું.અને અમારે ત્યાં પહોચતા પોણો વાગી ગયો હતો. આવવામાં થોડુ મોડુ થયુ હોવાથી અમે દાદા ના દર્શન બહારથી જ કરી ને દેરાસર ની સામે આવેલી ધર્મ શાળા માં જઈ, પહેલા માળ પર બાર નબંર ની રૂમ લીધી. રૂમ પર સામાન રાખી ફ્રેશ થઈ ભોજન શાળા માં ભોજન લેવા ગયા. તે દિવસે અમે મોડા પહોચીયા હોવાથી પૂજા થઇ શકી નહી. અને રૂમ પર બપોરે આરામ કર્યો અને સાંજે ગામ માં ફરવા નીકળેલા. અને હા.. સાંજે દાદા ની ભાવના તો ખરીજ.આમ જ આમારો કલિકુંડ આવ્યા તે દિવસ પુરો થઈ ગયો.

હંમેશા અમે અહી કલિકુંડ આવી એ ત્યારે રોજ સવારે દાદાની નવ અંગે પૂજા કરવા નો અમારો નિયમ,એજ રીતે કલિકુંડ પહોચીયા ના પછી ના પેલા દિવસે અમે પૂજા કરવા નીકળ્યા.

પૂજા કરવા જવા નો આ મારો પહેલો દિવસ હતો. પૂજા કરવા જતા પહેલા મે મમ્મી ને કહ્યું

“મમ્મી... મને દસ રૂપિયા અપજો ને, મારે દાદા ની પુષ્પ પૂજા કરવા માટે જોઈએ છે.”

(મને યાદ છે કે ત્યારે રૂપિયા દસ ની પણ કીંમત હતી..., પરંતુ મમ્મીએ કોઇ પણ જાત ની આનાકાની વગર મને દસ રૂપયા આપિયા.)

“આલે...” એમ કહી ને મમ્મીએ મને દસ રૂપિયાની નોટ આપી

એ નોટ લઈ ને હું પૂજા કરવા નીકળ્યો.ધર્મ શાળા થી બહાર નીકળી ને મે એ દસ રૂપિયા માથી દાદાની પુષ્પપૂજા કરવા માટે થઈ ને ગુલાબ ના મહેકતા પુષ્પો ખરીધ્યા. ને શ્રી કલિકુંડ પાશ્વનાથ દાદાની તથા શ્રી શત્રુંજય મીની પાલીતાણા ની પૂજા કરી.

એ પછી ના બીજા દિવસે પણ હું પૂજા કરવા ગયો ત્યારે મમ્મી જોડે થી પુષ્પ પૂજાકરવા દસ રૂપિયા માંગ્યા.ને મમ્મીએ એ દિવસે પણ મને થોડા ખચકાટ સાથે રૂપિયા આપ્યા. પરંતુ મમ્મીને ખચકાટ પુષ્પ માટે નહી પરંતુ રૂપિયા માટે થઇ ને હતો કારણ કે મેં પહેલા કીધું એમ એવખતે રૂપિયા દસ ની પણ કિંમત હતી.

તો પણ મમ્મીએ મને પુષ્પાપૂજા માટે રૂપિયા આપ્યા.ને એદિવસે પણ મેં દાદાની ગુલાબ ના સુંદરમજા ના પુષ્પ થી પૂજા કરી.

એ દિવસે અમે કલિકુંડથી નજીક આવેલા ગણપતપૂરા અને અરણેજ ગણપતીબાપા ના અને બુટ્ભવાની માતાજી નાં દર્શન કરવા ગયેલા.

કલિકુંડ ના મારાએ ત્રીજા દિવસે હું પૂજા કરવા ગયો, મે આજે પણ મમ્મી પાસે ગુલાબ ના પુષ્પો માટે રૂપિયા માંગતા કહ્યુ ,

“મમ્મી મને દસ રૂપિયા અપજો ને..!”

“રોજ રોજ શું છે ?.., તું બે દિવસ થી તો ગુલાબના પુષ્પથી પૂજાતો કરે છે તો તું આજે એક દિવસ ના કરે તો ચાલે... “

પણ મમ્મી... હું આગળ બોલતા અટકી ગયો.

“ઉમંગ બેટા તે બે દિવસ તો દાદાની પૂજા કરી ને.. તો હવે તું આજે નહી પરંતુ આવતી કાલે ફરી પાછી દાદા ની ગુલાબના પુષ્પ થી પૂજા કરજે.” એમ કહી ને મમ્મીએ મને સમજાવાની કોશીશ કરી ..

મારી પુષ્પ પુજા કરવા ની ભાવના જોઈ ને મને મમ્મી એ ના છુટકે રૂપિયા આપ્યા. ને કહ્યુ

હવે હું તને આવતી કાલે પુષ્પ પૂજા કરવા માટે રૂપિયા આપવાની નથી સમજ્યો. અને મમ્મી એ મને પુષ્પ માટે રૂપીયા આપ્યા.

અને એ પછી ના મારા ચોથા અને કલિકુંડમાં મારા છેલ્લા દિવસે હું વહેલી સવારે પૂજા કરવા જવા ધોતી ખેશ પહેરી ને તૈયાર થઇ ગયો અને મમ્મી પાસે ફરી પાછો દાદાની પુષ્પાપૂજા કરવા માટે થઇને રૂપિયા માગવા ગયો.

પરંતુ હું કઈ બોલુ એ પહેલા જ મમ્મીએ મને અટકાવતા કહ્યું

‘આજ તુ મારા જોડે રૂપિયા માંગતો નહી હું આપવાની નથી.”

આગલા દિવસે મમ્મી જોડે દલીલ કર્યા પછી હું આજે મમ્મી જોડે લપ કરવા માંગતો નહ્તો.અને મમ્મી જોડે કોઇ પણ જાત ની દલીલ કરીયા વગર હું ત્યાંથી પૂજા કરવા નીકળી ગયો. મને ક્મને મે મારી જાત ને પુષ્પ નહી લેવા સમંજાવ્યુ. પરંતુ મન મા દાદા ની ગુલાબના પુષ્પ થી પૂજા કરવાની ભાવના તો ખરીજ.

મેં વગર પુષ્પે શ્રી કલિકુંડ પર્શ્વાનાથ દાદાની પૂજા કરી ને હું મીની પાલીતાણા તરફ ગયો અને શ્રી શત્રુંજાય ગિરિરાજ ની અદ્લ પ્રતિકૃતિ સમી આ મીની પાલીતાણા ની જય તળેટી એ પૂજા કરી અને ત્યાથી મોતીશાની ટુંક અને સિહણ પોળ માં દાદાની પૂજા કરી ને હું નવ ટુંક માં આવ્યો.હજુ પણ મન માં દાદાની પુષ્પ થી પૂજા કરવાની ભાવનાતો ખરીજ પરંતુ પરિસ્થિતિ ને લીધે તે આજ શક્ય ન થઈ શકી નહિ.

મે નવ ટુંક માં પ્રવેશ કર્યો ને હું નવ ટુંક માં એક શિખર બંધ જિનાલય માં પ્રવેશ્યો. તે જ વખતે મને કોઇ સાદ દેતુ હોઇ એવી બુમં શંભળાઇ...

“ઓય બાબા...”

મેં બહાર આવી ને જોયુ કે સાચેજ કોઇ બુંમ લગાવી રહ્યુ તું. મારા જાણવા મુજબ ને તેમના કપડા પરથી મને તે પૂજા કરવા આવ્યા હોય તેવું લાગ્યું.

“ઓય બાબા અહી આવ ..” તેમણે મને તેમની પાસે આવવા કહ્યું

મેં પુછ્યું કે ...”હું”

“હા....” અને મને હાથ લાબો કરી ને બતાવતા કહ્યુ કે,” આ લે...”

તેમણે મને ગુલાબના પુષ્પોથી ભરેલો એક પંચધાતુ (કે પિતળ) નો તાસ ( મોટી થાળી) બતાવ્યો.

એ પિતળ નો તાસ આખો ગુલાબ ના સુંદર તાજા મહેકતા પુષ્પો થી ભરેલો હતો...

એમણે મને કહ્યુંકે , “આ લે ... આ ગુલાબ ના પુષ્પોથી ભરેલો તાસ તું રાખે અને દદાની પુષ્પ પૂજા કરે..”

ઘડી ભર તો હું અચરજ થી જોઇ જ રહ્યો...ને મગજ મા બે ત્રણ કલાક પેલાની ઘટ્ના યાદ આવી ..મેં સંકોચ સાથે તેમાથી થોડા પુષ્પો લીધા..

“અરે....! આ આખો તાસ લે...” એમ કહી તેમને મને ગુલાબાના મધ-મધ તા પુષ્પો ભરેલો તાસ લેવા કહ્યું

(તમે માનસો નહિ, પણ એ તાસ હું એ વખતે હું ઊંચકી શકુ તેના કરતા પણ તેનો ભાર વધુ હતો..!)

આજ ઘટના ના બે કલાક પેલા હું રૂપિયા પાંચ દસ ના પુષ્પો માટે લપ કરતો હતો ને.... અત્યારે મારે સામે નહી નહી ને રૂપિયા પાંચસો ના પુષ્પો સામેથી આવ્યા પુષ્પ પૂજા માટે .

પાંચ રૂપિયા ના પુષ્પો માટેની ભાવાના ભાવતા મારા મન ને...

દાદા એ પાંચસો રૂપિયાના પષ્પો થી ભરી...ને દાદા એ મારી કરાવી પુષ્પ પૂજા...

“ પ્રભુ તારી દેવાની રીત પણ કેવી નીરાળી છે...

બે હિસાબ તે મારા પર ઉદારી રાખી છે...

કારણ મને મારી લાયકાત કરતા વધારે સુખ ને...

ગુન્હા કરતા ઓછી સજા તે આપી છે...”

ઉદય મણીયાર

આમ જોઈ એતો ...

આ વૌજ્ઞાનિક યુગ માં મારા તમારા જેવા ભણેલા ગણેલા સ્માર્ટ ફોન વાપરતા બુદ્ધિશાળી માણસો આ વાત અને ઘટ્નાને યોગાનુયોગ (સંયોગ) ગણાવે.. અને કહે..

આતો બનવા કાળ આવ થઇ રહે ... આ કાંઇ ચમત્કાર કે ભગવાન ની લીલા નથી અને બની પણ શકે....

પણ... પણ.... જે છોકરો ત્રણ ત્રણ દિવસ થી પૂજા કરતો તો ત્યારે આવુ કઈજ ના બન્યુ કે નતો કોઈ એ એક પુષ્પ પણ આપેલુ....ને જે દિવસે એની પાસે પુષ્પો નો’તા એજ દિવસે અને પુષ્પો પૂજા માટે ગુલાબના પુષ્પો મળ્યા.

આ ઘટના ને શાયદ આપણે યોગાનું યોગ ગણાવીએ પરંતુ જ્યારે જ્યારે આવી કોઈ ઘટનાને વાંચી કે સાંભળી ત્યારે એક વખત તો મસ્તક અહોભાવ થી ઝૂકી જ જતુ હોય છે...

આજ આપણી પુષ્પ પૂજા ......

દોસ્ત એક વાર નિઃષ્પક્ષ વિચારી અને કહે જો કે શું સાચે જ તમને જે કઈ મળ્યું છે... પૈસા, પરીવાર, નોકરી, એ બધા ને મળ્યું છે...??? નહી જ ને.. અને તમને જે કઈ માન સન્માન અને મોભો સફળતા મળી છે એને શું તમે સાચે જ લાયક છો...? કારણકે દોસ્ત હજારો લોકો આપણી આસપાસ છે જે ને જ્ઞાન છે આવડત છે ને તમારા કરતા અનેક ગણી વધારે મહેનત કરે છે.. અને એ સાચે જ તમારી કરતા લાયક હશે છતા એને એ નથી મળ્યું... પ્રભુ આપણી બધી જ વ્યાજબી હોય તેવી માગણીઓ પુરી કરતો હતો અને કરે જ છે... બસ આપણને એના કામ કરવાની રીત ખબર નથી... એ હંમેંશા આપણ ને આપણી લાયકાત કરતા જાજુ આપે છે.... આપણે બધા એ ઘણી પરીક્ષાઓ આપી હશે ક્યારેક સારા કે નબળા માર્ક પણ મળ્યા હશે પણ એ આપણને હંમેશા આપણી લાયકાત કર્તા વધારે આપ્યું છે.. અને જેટલો ગંભીર આપણે ગુન્હો કર્યો હશે એના કરતા સજા ઓછી જ આપી છે...

આપણ ને જરુર છે તો બસ એ જોવા માટે ની દ્રષ્ટી કેળવવાની.. એના માં શ્રધ્ધા રાખવાની.. કે એ મારા મઁ પિતા દોસ્ત સમાન ભગવાન મારુ સારુ જ ઈચ્છે છે... એ મારુ ખરાબ કરવા માંગતો નથી...એ જે કરે એ મારા સારા માટે જ હોય... બની શકે તમને આ વાત ગળા નીચે ન ઉતરે.... હું સમજુ છું... પણ બોસ એક વાર વિચાર કરજો...

ચલો યાદ કરો તમારી કોઈ જુની માંગણી કે જે ભગવાને પુરી ન કરી હોય... અને હવે એ વિચારો આજે એ માંગણી પુરી થઈ હોત તો તમે આજે જે જગ્યા એ જે પરિસ્થિતી માં અને જે સફળ છો.. અથવા જે માનશીક અવસ્થાએ છો એ જગ્યાએ હોત...? જવાબ અચુક ના જ આવશે... કારણકે અત્યારે આપણે જે ખુશી આંનદ અને વાતવરણ માં છી શાયદ એ ના હોત....

આ વાર્તા પણ મને એજે તે સમયે નહી પણ ધણા સમય પછી ધ્યાન પર આવી હતી...

એક વાર દિલ પર હાથ રાખી અને સાચુ કહેજો.. તમે ને જે કઈ મળ્યું છે એ શું બધા ને મળ્યું છે જે પાસે તમારા જેવીજ લાયકાત અને તમારા જેમ જ મહેનતું છે...??

અહીં વાત મેં જૈન ના ભગવાનને લઈ ને કરી છે... એ અલગ વાત છે... મહત્વનું છે તો બસ તમે જે ને પણ માનો છો એના માં વિશ્વાસ રાખવાની.. આપણી સાથે પણ રોજીંદા જિંદગી માં આવી ધટનાઓ બની જ હશે.. વહાન ચલાવતા તમારા અચાનક લીધેલા નીર્ણય ને લીધે થયેલો બચાવ... કોઈ અજુગતી ધટના.. વાંક હોવા છતા પણ ન મળેલી સજા... આવી તો ઘણી બધી વાતો..

હું આશા રાખુ તમને આ વાર્તા ગમી હશે... તમારા પ્રતીભાવ આપશો... અને તમને આવો કોઈ અનુભવ થયો હોય તો મને જરુર થી શેર કરજો... શક્ય હશે તો આપણે એ પર વાર્તા બનાવી લોકો સુધી પહોંચાડીશું…

***

બીજા રસપ્રદ વિકલ્પો