હું છું ને તારી સાથે... Uday Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું છું ને તારી સાથે...

હું છું ને તારી સાથે...
ઉદય મણીયાર


"હું છું ને તારી સાથે..." કેવુ સુંદર મજાનું વાક્ય છે... ભલે ને ફક્ત સાત અક્ષરનું બનેલું આ નાનુ એવુ વાક્ય હોય પણ તમને સાત સમંદર પાર કરવાની શક્તિ આપે છે... આ વાક્ય ખુદ માં એક અલગ દુનીયા છે... નશીબદાર હોય છે એ લોકો જેઓ ને આવુ વાક્ય સાંભળવા મળે છે... તમે મુશ્કેલી થી ઘેરાએલા હોય...,કોઈ માર્ગ સુજતો ના હોય...કોઈ જાતની કાંઈ આશા ના હોય બસ ચારે તરફ અંઘકાર અંઘકાર જ હોય... અને અંઘકાર માં અથડાતા જતા હોય કોઈ પ્રકાશ નજર ન આવતો હોય કે કોઈ માર્ગ જડતો ના હોય અને મુશ્કેલીએ માઝા મુકી હોય... ત્યારે જો કોઈ આવે અને ખભે હાથ મુકી અને કહે... હું છું ને તારી સાથે... બસ તો પછી જોઈએ શું... પચાસ ટકા મુંઝવણ તો ત્યાં જ ઓછી થઈ જાય... ભલે એ વ્યક્તિ કાઈ મદદ ના કરી શકે કે સમસ્યાં નું સમાધાન ના કરે પણ આપણ ને એક સમયે માટે આધાર તો બને જ છે અને આપણ ને સાચવી પણ લે છે...
બની શકે જીવન માં માર્ગ કપરો હોય... શરીર માં જોમ કે ઉત્સાહ ના હોય... મંઝીલ સામે હોય પણ શરીર સાથ ના દેતુ હોય... રસ્તો લાંબો, મુશ્કેલી ભર્યો અને ઉતાર ચઢાવ વાળો અને સમય ઓછો હોય... પગ એક ડગલુ પણ માંડતું ના હોય.. પરિસ્થિતી નો સામનો કરવા માટે જોમ જ ના હોય . એક એક ડગલે નવી નવી મુશ્કેલી જન્મ લેતી હોય... અને ઉત્સાહ અને હિંમત ઓસરતી જતી હોય... મુશ્કેલી થી ગભરાયે લા આ હ્રદય ને ક્યાંય શાંતી ના હોય...
જોમ ખુટી ગયું છે...મન તુટી ગયું છે... મંઝીલ સામે છતા પણ મન ચાલવા તૈયાર નથી... શરીર અને ખુદના વિશ્વાસે સાથ મુકી દીધો છે....એક ડગ ભરવા માટે પણ પગ તૈયાર નથી...ત્યારે કોઈ આવી ને કહે ...
ચલ..., હું છું ને તારી સાથે...
ત્યારે પરિસ્થિતી થી મુંઝાયેલા મને સાંત્વના મળે છે...અને એ જીવન માર્ગ માં ચાલવા માટે તૈયાર થઈ જાય છે...અટપટા મારગ ને વિંધવા મન માં નવું જોમ ઉમેરાય છે અને કોઈપણ મુશ્કેલી ને લડવા માટે મન તૈયાર થઈ જાય છે...
ત્યારે ખુદ જોડે શક્તિ કે સામર્થય ના હતું એવી વાત ન હતી... પણ વર્તમાન પરિસ્થિતી અને સંજોગો સામે લડવા માટે જરુર હોય છે ફક્ત એક સાથ ની....
જે કહે... ચાલ..,હું છું ને તારી સાથે... એ વાક્ય જ તમને પરિસ્થિતી નો સામનો કરવાની હિંમત આપે છે... જરુરી નથી કે મુશ્કેલી ફક્ત જિંદગી ની હોય... ક્યાંક ટ્રેકીંગ માં ગયા હોય... ક્યાંક કોઈ લાંબી શફર પર કે કોઈ ચાલતા જાત્રા ના સ્થળે ગયાં હોય કોઈ જોડે બબાલ થઈ હોય.. કોઈ વિપરીત પરિસ્થિતી હોય ત્યારે કે કાંઈ મુશ્કેલી માં સપડાયા હોય .. અને હા આપણા ઈન્જનેર વિધ્યાર્થી ને પ્રોજેક્ટ કે એસાઈન્ગમેન્ટ બાકી હોય .... ત્યારે કોઈ વ્યક્તિ આવી ને કહે... "હું છું ને તારી સાથે..." બસ બીજુ શું જોઈએ...
# હું છું ને તારી સાથે...#
આવા સમયે એ વ્યક્તિ નાં હોય તો....???
કોઈ'દી વિચાર્યું છે... ?

#
આવી વ્યક્તિઓ માના એક એટલે આપણા પેરેન્ટસ્... પપ્પા... આ વ્યક્તિ નો પાછળ હાથ હોય ને એટલે બોસ... કોઇ ના બાપની બીક ના લાગે... ગમે તેવા વાંક માં હોય... મનમાં ડર હોય... કોઈ શું કહેશે...ને શું થશે... પરિસ્થિતી નો સામનો કરવાની હિંમત નાં હોય... તો પણ જો પપ્પા કહે.. બેટા જોઈ લે શું જે હોય તે.. હું છું ને તારી સાથે.... આટલું જ બોલે ત્યાંતો જાણે મુશ્કેલીજ ખતમ થઈ ગઈ હોય એવું લાગે...મન માં એક નવો જોમ નવો ઉત્સાહ જન્મ લે...અને મન નીડર થઈ જાય..... કેટલી તાકાત છે નહીં આ વાક્ય માં... "હું છું ને તારી સાથે..."
જીતવુ પણ છે ને ચાલવુ પણ છે...
છે ખબર મુજને ઘણી મુશ્કેલી મારગ માં...
છતા પણ લડવા માટે મન તૈયાર છે...
છે જરુર ફક્ત એક સાથની...
જે કહે ...હું છું ને તારી સાથે...
એ સાંભળી મન ચાલવા તૈયાર છે...
આપણે બધા એ એક વાત નાના હશુ ત્યારે અનુભવી હશે...
શાળા માં ભણતા હશું...અને નાના હોય...ત્યારે પપ્પા જોડે રહેવાનું ઓછું થતું હોય... એટલે સ્વાભાવીક રીતે પપ્પાનો ડર વધુ હોય... મમ્મી જોડે તો આખો દીવસ રહેતા હોય...એટલે મમ્મીનો ડર તો જાણે હોય જ નહી... પણ પપ્પાનો ડર હોય...

તો એવે વખતે આપણે શાળા કે કલાસીસમાં કાઈ ઘમાલ કરી હોય... કોઈ વાંક માં આવ્યાં હોય...ખાસ કરી ને છોકરાવ કોઈક જોડે મારા મારી કરવા નાં વાંક માં આવ્યાં હોય... અને છોકરીઓ પણ કઈ ખોટુ બોલવાના કે બીજા કોઈ વાંક માં આવ્યાં હોય...અને ત્યારે આપણો વાંક હોય કે ના હોય.... અને સર પપ્પાને બોલાવી લાવવાનું કહે ત્યારે... પગ એકી બેકી રમવા લાગે....ગળુ સુકાવા લાગે...કે એક તો એમ પણ પપ્પાથી ડરતા હોય...અને તેમાં પણ સર પપ્પાને બોલાવવાનું કહે એટલે પત્યું.. સર ને સમજાવવાનો નીર્થક પ્રયત્ન કરી એ...પણ સર પણ એક ના બે ના થાય... એટલે આપણી મુંઝવણ વધી જાય...મોં વીલુ થઈ ને ઘરે આવીએ... કોઈ વાત માં મન ના લાગે... મગજ બહાના બનાવવા નું ચાલુ કરે અને પપ્પાને કઈ રીતે મનાવવા...એ બાબતે વિચારવા મન કામે લાગી જાય... અને હાં...બીજા બધા કામ પર હડતાલ લાગી જાય... મનમાં ને મન માં આપણે ગભરાતા હોઇએ....અને સાંજે પપ્પા ઘરે આવે ઊટલે શું કહેવું ? કેવી રીતે કહેવું અને વાતની શરુઆત ક્યાંથી કરવી એજ વાત માં મગજ લાગી જાય... અને પછી સાંજે પપ્પા આવે... આપણા મનમાં તો પહેલીથી જ ડર તો હોય કઈ કહી ના શકીએ... પહેલાતો આપણે કાંઇ ના કહી શકી... મોં વીલુ અને ઉતરેલી કઢી જેઉ આપણું થોબડુ જોઈ ને પપ્પા પુછે કે શું થયું...
ત્યારે આપણે આપણા કરેલા પ્લાંનીગ મુજબ વાર્તાયું કરવાનું ચાલુ કરી એ અને જેમ તેમ કરી ને વાત કરી...
અને પછી જો પપ્પા ખીજાઈ અને વઢે કરે અને.... જો છેલ્લે એમ કહે... કાંઈ વાંધો નઈ બેટા ચિંતા નઈ કરે જે હોય એ જોઈ લે શું " હું છું ને તારી સાથે..." અને ત્યારે જાણે જંગ જીતી લીધા નો આનંદ આવે... મોઢા પણ અચાનક ખુશી આવી જાય... અને ગણવુ હોય તો ગણી લેવાનું મોંઢા પરની દરેક રેખાઓ ને... દરેક આંનદ માં જુમી ઉઠે... બીજે દીવસે શાળા એ બેફીકરની જેમ જઈએ.. કારણ બોસ પાછળ દુનીયાના સૌથી મજબુત માણસનો હાથ હોય છે.

આગલે દિવસે શાળા માં રડ્યાં હોય... અને સાંજે ઘરે આવી અને પપ્પા કહે " હું છું ને તારી સાથે... "
પછી પુરુ કોઈ બાપની તેવડ છે કે બીજે દિવસે શાળા માં આપણ ને રડાવી શકે...

આ વાત કરતા એક નાનકડી ઘટના યાદ આવી ગઈ ચલો એ પણ કહી દવ... એક પિતા એ પેટે પાટા બાંધી પોતાના પુત્રને ભણાવ્યો ગણાવ્યો અને મોટો માણસ બનાવ્યો.. છોકરો તો હવે મોટો માણસ થઈ ગયો તો મોટી આલીશાન ઓફિસ માં મોટા એવા ટેબલની પેલે પાર બેઠો તો... ઓફિસ જો વો તો ચોખી ચણાક... સફેદ રંગનું કારપેટ સફેદ દીવાલો.... પપ્પાને એક મીનીટ થયું કે પોતે સફેદ આરસ ના બનેલા તાજમહેલ માં તો નથી આવ્યા ને... અને પિતા પોતે જે ઘર માં રહેલા એની દિવાલ જેટલા તો અહીં એક બાજુ ની દિવાલ પર તો આરપાર દેખાતા કાચ હતા.. જ્યાંથી આખુ ગામ નઝર આવતું હતું...
પપ્પા રુમ માં આવીને ટેબલની પેલી તરફ ગયા...છોકરાની ખુરશી પાછળ ઉભા રહી અને એના ખભે હાથ મુકીને પુછતાં કહ્યું કે બેટા... " દુનીયાં માં સૌથી મજબુત , શક્તિશાળી માણસ કોણ...???"

છોકરો પોતાના કામમાં રચ્યો પચ્યો રહેતા બોલ્યો.. " હુંહુંહું... !!!

પપ્પાને અન અપેક્ષીત ઉતર સાંભળી ને દુ:ખી થઈ ગયા. અને એમનું મોં ઉતરી ગયું...

એ ફરી વાર પોતાની હિંમત એકઠી કરી અને ફરી પુછ્યું... બેટા દુનીયાં માં સૌથી શક્તિશાળી માણસ કોણ... અને આ વખતે પણ છોકરાએ પહેલાની જેમ જ ઉતર આપ્યો... કે પપ્પા એ માણસ હું છું... પપ્પાને થોડુ દુ:ખ થયું... કે પોતે દરેક પરિસ્થિતી માં મજબુત અડીખમ રહી જે ને આટલો મોટો, માન પાન આદર સત્કાર અને મોટી સતા સંભાળતો માણસ બનાવ્યો... તો મજબુત હું થયો કે મારો છોકરો.. પપ્પાએ થોડી ભોંઠપ અનુભવી એ મનથી ગ્લાની અનુભવતા...ભારે હૈયે અને જોમ વીના ના હલકા પગે રુમની બહાર જવા પગ ઉપાડ્યો...

રુમની બહાર ઢીલા મોં એ પ્પપાએ દરવાજ પાસે આવ્યાં અને એમના પગ થોભ્યાં... હવે હિંમતો રહી જ નહતી... અને એમ પણ દિકરાનો સ્પષ્ટ ઉતર સાંભળ્યો હતો એટલે સફાઈ આપવાનો તો કાંઈ પ્રષ્ન જ ના હતો... તો પણ એના પિતા એ બહાર નીકળતા પહેલા મને ક મને ફરી દિકરાને પુછ્યું..બેટા આ દુનીયાં માં સૌથી મજબુત માણસ કોણ... પણ આ વખતે એમના શબ્દો માં ઉત્સાહ ન હતો... કે નતો એમણે પોતાના દિકરા તરફ નઝર કરેલી કારણ કે એમણે જવાબની અનઅપેક્ષા એ જ પ્રષ્ન પુછેલો..

છોકરા એ ઉત્તર આપતા કહ્યું કે...પપ્પા તમે...!
પપ્પા બે મીનીટ અટકાયા.... કારણ જવાબ એમના ધાર્યા બહાર નો અને અપેક્ષા વિરુધ્ધ હતો... પણ પપ્પા ને મનમાં જોઈ એવો આંનદ ન આવ્યો કારણ... કે એમને થયું કે દિકરા એ ખાલી એમનું માન રાખવા ખાતર કહ્યું હશે.. પપ્પા એ વાતનો ભેદ ન સમજી શક્યાં... મને કમને આંનદ વ્યક્ત કર્યો... પણ મસમોટી ડોૅક્ટર નાં દવાખાના માં હોય એવી ખુરશી પર બેઠેલો એમનો દિકરો પપ્પાનાં મોઢા પરનાં બદલાયેલા ભાવ અને એમના પ્રષ્નાર્થ ભાવ ને સમજી ગયો અને વાત નો ફોડ પાડતા એને કહ્યું.... કે..
પપ્પા.... દુનીયાંનું સૌથી મહાન અને મજબુત માણસ કોઈ હોય તો એ બીજુ કોઈ નહી મારા પપ્પા.... તમે જ છો... પણ તમે જ્યારે પહેલી વાર પ્રષ્ન પુછ્યો... ત્યારે મારી પાછળ તમે ઉભા હતા... અને મારા કમજોર ખભ્ભા પર તમારો હાથ હતો... ત્યારે નિ:સંદેહ દુનીયાનો મજબુત માણસ હું હતો... કારણ કે મને દુનીયાના સૌથી મજબુત માણસ નું પીઠ બળ હતું .. અને મને એમનો સાથ હતો...
પપ્પા હજુ આજે પણ મને યાદ છે... તમારાએ શબ્દો જ્યારે હું કોઈ મુશ્કેલી માં મુકાયો હોય કોઈનો સાથ કે કોઈ માર્ગ મને જડતો ના હોય...
ત્યારે તમારા કહેલા એ શબ્દ આજે પણ યાદ છે... કે..
" બેટા.. હું છું ને તારી સાથે..." બસ પપ્પાએ શબ્દો સાંભળી હું દુનીયાના સૌથી શક્તિશાળી અને મજબુત હોવાનું ફીલ કરતો... જાણે મને કોઈ ચીજ નો ડર ના રહેતો... અને પપ્પા આજે પણ તમે મારા ખભે હાથ મુક્યો નેં ત્યારે તમારા એ શબ્દો મને યાદ આવી ગયા.. કે " હું છું ને તારી સાથે..." એટલે જ મે બેજીજક કહ્યું કે દુનીયાનો સૌથી મજબુત માણસ હું છું...

અને છેલ્લે જ્યારે તમે પુછ્યું ત્યારે મને તમારો સાથ ન હતો... એટલે મેં કહ્યું કે એ મજબુત માણસ તમે છો પપ્પા...

જરુરી નથી કે પપ્પા મજબુત બાંધા ના હોય અને એમના હાથ મજુરી કે ખેતર માં ખેત કામ કરી ને મજબુત થયેલા હાથ હોય .. અને એવા હાથી અહીં વાત છે પણ નહી.. પપ્પાના હાથ ભલે ને કોંમ્પયુ્ટર ની કી - બોર્ડ નમણાસ થી પડતા હોય... પણ તમારા માટે કોઈ મજબુત હાથ હોય તો એ એમનો જ હોય છે... અરે બોસ એમના હાથની જરુર પણ નથી... બસ એ સાત અક્ષર જ કાફી છે.. કે "હું છું ને તારી સાથે..."
તમે ભલે ને સાત સમુદ્ર દુર બીજા દેશ માં બેઠા હોય કે સાત ગામ દુર બીજા ગામ માં ભણતા હોય....કોઈ મુશ્કેલી આવે. અને પપ્પા ફોન પર બોલાયેલા ખાલી શબ્દો "હું છું ને તારી સાથે.. " જ તમને તાકાત આપે છે...

હું છું ને તારી સાથે... અહીં બસ એ વાક્ય પપ્પા નાં સંદર્ભ માં જ કહ્યું છે.... મમ્મીની વાત તો કરી જ નથી... એમ પણ મમ્મી પર તો બહુ બધુ લખાયું છે...

બાકી... હા.. પપ્પાથી કોઈ વાત માં ફાટતી હોય ત્યારે.. મમ્મીના બોલાયેલા શબ્દ.. " હું છું ને તારી સાથે... હું પપ્પા જોડે વાત કરીશ.... ત્યારે તો એજ રામબાણ ઈલાજ થઈ જાય છે... હા..હા..હા...


પ્રસ્થાવના તો બહુ થઈ ગઈ.. ચલો આવીએ મુખ્ય મુદ્દા પર.. " હું છું ને તારી સાથે..." આવુ બોલવા વાળા માતા - પિતા ના હોય તો... અથવા એ નાની એવી ઢીંગલી ને મુકી ને જાય તો...???
અત્યાર સુધી તો સત્ય ને હળવી અને રમુજ ભાષા માં રજુ કર્યું... પણ હવે.. સત્ય સાયદ કડવું પણ હશે અને શબ્દો કટાક્ષ...
ચલો.. દંભી સમાજ નું એક સત્ય...!
"હું છું ને તારી સાથે..." આવુ બોલવા વાળા માતા પિતા એક નાની ઢીંગલી ને સમાજ ના ભરોસે મુકી ને જાય ત્યારે...?
( અહીં મુકવાની વાત એટલે... એમના અણ બનાવ ને લીધે અલગ થયા હોય... સાસરી ના ત્રાસ ને લીધે માતા પિતા અલગ રહેતા હોય... દીકરી જન્મને લીધે એને મુકી દીધી હોય... અથવા અને રસ્તા પર મુકીઆવ્યાં હોય... પોતાની સ્વચ્છંદ જિંદગી જીવવા માટે... ટુંક માં એને સમાજ ના કે કાકા - મામા નાં કે સમાજ ના ભરોસે અઢળક સંપતી સાથે કે એના વગર મુકી ને ગયાં હોય...)

વાત તો એ છે કે સમજણ સાથે નાની એવી ઢીંગલી ને સમાજ ના ભરોસે મુકી ને જાય છે.... અને એ પણ એક એવો દંભી સમાજ....

ત્રણ ચાર વર્ષની દિકરી ને એ મુકી ને જાય છે.... તો એ દિકરી ની સંવેદના એ છોકરી સીવાય કોઈ ના સમજી શકે... મારી કે તમારી એવી પરિસ્થિતી કે વીચાર શક્તિ પણ નથી તે અનુભૂતી ને સમજવાની... વધુ માં કહું તો... મારી, મારા શબ્દોની કે કલમની ઔકાત પણ નથી એ બયાન કરવાની.... કારણ કે જે વસ્તુ કે પરિસ્થિતી આપણે અનુભવી જ નથી.. તો એને આપણે સમજી શું શકવાના...

મારી વાત કરુ તો... હું નથી કોઈ છોકરી.. કે નથી મારા મેરેજ થયા... કે મારે કોઈ દીકરી હોઈ...પણ હા... એક નાજુક હ્રદય છે જે એ વાત જાણી ને દુખી થયું છે... તો બસ એક અસફળ પ્રયત્ન કરુ છું...

એક ભાઈ ના લગ્ન થયા ... અને પછી સમયે એક દીકરી થઈ... પણ પતી પત્ની ના ઝગડા દીકરી ના જન્મ પેલા પણ થતા હતા... અને પછી પણ એ ચાલુ જ રહ્યાં અને અંતે દીકરી ને અધવચ્ચે રાખી બને અલગ થયા... અને આપણે જાણતા હોઈ એ એમ...
કા બને જણા દીકરી ને રાખવા માટે ના હક થઈ ને બાજે... અથવા પોતે નહી રાખવા માટે ના ખુલ્લાસા આપ્યા કરે અને આવુજ બને છે.. અને પછી બે માંથી કોઈ એક ની જોડે રહે.... અથવા.. કોઈ ની જોડે જ નહી... અને એમને મુકી દે મામા - કાકા - દાદા નાં ભરોસે... ભાઈ તમારી દીકરી ને તમી નથી રાખતા તો આ દુનીયા વાળા શું રાખવાનાં...
( બધા ની અહીં વાત નથી... અમુક લોકો સગા માતા પિતા થી પણ સારી પરવરીશ કરી બતાવે છે... અને આવા લોકો ને ખરા હ્રદયથી વંદન છે...)

અને હા... નવોઢા ને મેણા મારવાં માં હજુ કાઈ આપણો સમાજ પાછો પડે એમ નથી... !
અને આવા કારણોસર પણ ઘણી વાર ઘર તુટતા હોય છે...તો ભાઈ એ જગડા અને અણબનાવ એ તમારા પ્રષ્ન છે... તે માં એ નાની છોકરી નો શું વાંક...???
તો એને શું કામ ને આવી પરિસ્થિતી માં મુકો છો..? નતુ જ બનતું તો પહેલા જ અલગ થઈ જાવ હતું... અને જો મને કમને આટલા વર્ષો કાઢીયાં તો બીજા પાંચ સાત વધારે.. દીકરી સમજણી થાઈ પછી અલગ થાવો ને કોણ ના પાડે છે.....
બસ આપણે એ દીકરી નાની હોય કાઈ સમજ ન પડતી હોય ત્યારે આપણે એને મુકી દઈ છી પણ એની સંવેદના ને ક્યાં અનુભવી શકી... એ થોડી મોટી થાય અને જો બોલે તો ત્યારે આપણને એની પરિસ્થિતી નો અંદાઝ આવે.... (પણ સમજી તો તો પણ નથી શક્વાના.)
તમે લોકો એ ક્યારે વિચાર્યું કે એ શું અનુભવતી હશે...? એ કઈ પરિસ્થિતી માંથી પસાર થતી હશે.. ? એ કેવીક મુશ્કેલી અનુભવતી હશે..? એની સામે આ સમાજ કેવાક પ્રષ્ન પુછતી હશે....??? અને એવી પરિસ્થિતી માં એ કેવા જવાબ આપતી હશે...???
ના બોસ... આપણને એ વાતનો અંદાઝ પણ નથી...
નાની એવી છોકરી શાળા માં 4-5 ધોરણ માં હોય... અને શાળા માં શીક્ષક કે દોસ્ત પુછે કે તારા મમ્મી કે તારા પપ્પા શું કરે??? ત્યારે એ બાળક આખા ક્લાસ વચે શું જવાબ આપી શકવાનો...? શું કહેશે એ બધા લોકો ને..??? અને એ પણ આ અધુરી સમજણે...??? લોકો એને કેટલું પુછશે... સબુર...એ શાળા એ નાની ઉંમર અને એ અજ્ઞાન અને અણ સમજ વચે.... એ પરિસ્થિતીનો સામનો કરવો ઘણો કઠીન છે....એ તમને લોકો ને ન સમજાય... અને જ્યારે એ સમજણની ઉંમરે આવશે... અને સમજ પડશે ત્યારે એનું શું થશે...બની શકે એને આ જગત અને એના લોકો થી અને જીવનથી નફરત થઈ જાય... તો પણ જે લોકો આ પરિસ્થિતી માંથી નીકળાછે... અને સામનો કર્યો છે અને કરે છે... સલામ છે એવા લોકો ને...

પતિ પત્ની અલગ થયા હોય... અને કોઈ એક જોડે નાનું છોકરુ (દીકરી કે દીકરો ) જાય ..અને પપ્પા કે મમ્મી જેની જોડે પણ રહે એવા લગ્ન કરે...અને નવી માં કે નવી મમ્મી આવે.... અને પછી એ બાળક પર રોજ દીવસ રાત અને દરેક પળે એના પર શું વિતતી હશે... એનું વર્ણન કરવુ મારા માટે શક્ય નથી ...માફ કરશો...
એ માટે એક બીજી જ બુક લખવી પડે.....તો પણ શબ્દો ના અભાવે.... હું ન્યાય ન આપી શકું...

નવી માં કે પિતા સાચવવાની નાપાડે... એટલે પછી કાકા - કાકી , મામા - મામી સાયદ ઉછેર કરે નીતર છેવટે દાદા દાદી કે નાના નાની એનો ઉછેર કરે... અરે.. ચલો પપ્પા કે મમ્મી મુકી ને ગયા એ તો સમજાયું.. પણ હવે મમ્મી જોડે હોવા છતા એની હુંફ થી વંચીત રહેવુ પડે.. પપ્પા જોડે હોવા છતા પપ્પાની છત્રછાયા ને બદલે નાની ની મમતા અને દાદાનો સાથ મળે... એનો મતલબ શું ?

મારી આઁખો દેખી વાત કહું તો નાની એવી સરસ મજાની દિકરી ખુબ સુંદર ચંચળ જોતા જ ગમી જાય એવી દિકરી... એને એ બને લોકોના જગડા ને લીધે એ લોકો છુટા પડ્યા વધારે વાત તો નથી ખબર કે શું બનેલું...અને એ દિકરી પપ્પા જોડે રહેતી....( પપ્પા એ દિકરી રાખવાનો હક લીધો કે ફરજ પડેલી એ ખબર નથી... ) પપ્પા એ નવા લગ્ન કર્યા નવી માઁ આવી પણ શું બન્યું એ મને ખબર નથી... અને દિકરી આજે એ લોકો જોડે ન રહેતા એના દાદા - દાદી જોડે રહે છે... એક જ ઘર માઁ અને પોતાના દાદા ને પપ્પા સમજે છે અને પપ્પા કહી ને જ બોલાવે છે એક જ ઘર માં હોવા છતા...!!!

આપણા સમાજ માં આવા ઘણા દાખલા છે... તો પણ લોકો એવી આશા રાખે છે કે સમાજ ના લોકો એમની દિકરી ને સાચવશે... શું સાચવવા ના ધુળ સાચવવાના...!
જે લોકો પોતાની દિકરીઓ ને નથી રાખતા... અથવા તો એમને સાપનો ભારો સમજે છે એ તમારી દિકરી ને સાચવશે...
અને હવે ટુકાવતા કહું...
જે લોકો સફાઈઓ આપતા હોય છે કે એમના પપ્પા બહુ બધી મીલકત મુકી ને ગયા છે... આમ છે તેમ છે.. ફલાણા ફીયા કે કાકી લાગણી શીલ છે એને સાચવશે... તો ભાઈ સીફારીશ નહી સાબીતી આપો.. જોવો તમારા જ પાડોશ કે પરીવાર માં અને એક દાખલો બતાવો કે એમણે દિકરી દતક લીધી હોય...??? મળશે જ નહી અને મળશે તો પણ ગણ્યા ગાઠ્યાં તો જે સમાજ ના લોકો ને દિકરો દિકરી ના હોય તો દિકરો દતક લેશે નહી કે દિકરી...? દિકરી દતક લેવાને બદલે એમ નેમ રહેતા હોય છે અને તમે આવા સમાજ ની વાત કરો છો.. (વાંજપણ રહેશે દિકરી દતક નહી લે)
છે કોઈ જેમણે દિકરી દતક લીધી હોય...???
નહી સાહેબ નહી... અહિં રોડ પર અને કચરા ના ડબ્બા માં દિકરીઓ જ જોવા મળે છે...અને હોસ્પિટલ માંથી દિકરાઓની જ ચોરી કે અદલા બદલી થાય છે.. કારણ કે બોસ દિકરાઓની તો ડીમાંન્ડ છે ને...!!!
સાહેબ... આ સમાજ ની જુની રીત રીવાજો છે, સમાજ ની માનશીક્તા જ કાઈક એવી છે બધી જ બાબત મા દિકરી..... જવા દયો.. ધણુ બધુ છે... ડોટ ડોટ કર્યા એમાં સમજી લેજો....!
અને એક વાત કહું દિકરાઓ તો બાવળ જેવા અને મજબુત હોય... ગમતે જમીન માં ઉગી નીકળે અથવા ગમે તેમ કરી ને પોતાની જાત ને સંભાળી લે ... અથવા કોક ને કોક તો સંભાળવા વાળુ મળી પણ જાય... અથવા બધા સાથે હળતા ભળતા અને ખુલ્લા મને ભળી જાય.. મોટા ભાગના છોકરા ઘણા બધા લોકો સાથે ભળી જાય છે અને બહુ બધા ને પોતાના મનની મુંજવણ રજુ કરી શકતા હોય.. ( એમા પણ અપવાદ હોય શકે )
જ્યારે છોકરી.. તોકોઈ ને પોતાની વાત ન કહી શકે... કહે તો પોતાની એક બેસ્ટ ફ્રેન્ડ નેજ ... એ ભલે પપ્પાની વહાલી હોય અને એને પપ્પા વધુ વહાલા હોય તો પણ એ ના કહી શકે.. એ કહી શકે તો પોતાની મમ્મીને.. એ ના હોય તો...! બોસ પોતાની અંગત વાતો ગમે તે જોડે કહેવા માટે મોં જ ના ખુલે...

બની શકે કે મને આ બઘુ લેકચર આપવુ આશાન લાગે પણ જે લોકો ને વિતે છે એને જ ખબર હોય છે.. અને હું એ માતા પિતા ઓની ભાવનાને પણ સમજી શકુ છું.. કે જે લોકો ને ના છુટકે પોતે દુર થાય છે અથવા બાળકો ને દુર કરે છે.. મન ના હોય છતા મજબુરી એમને વિવશ કરે છે... પારીવારીક પ્રશ્નનો છે અને નર્ક જેવી જિંદગી જીવવાને લીધે માતા પોતાના દીકરાને લઈ ને કે લીધા વગર અલગ થાય છે એ વાત અલગ છે અને એમની હું વાત પણ કરતો નથી... તો પણ ભાઈ અહીં ભોગવે છે તો એક માતા જ અને એ પણ કોક ની દિકરી જ....!!!
(એક સારી વાત કહું ગુગલ પર સર્ચ કરેલી પણ સત્યતા કેટલી એ ખબર નહી ... હાલ છેલ્લા કેટલાક વર્ષો થી દતક લેવા માં દિકરીઓ નો નોંઘ પાત્ર વધારો થયો છે અને દિકરાની સાપેક્ષે વધુ છે)
તો પણ ભાઈ...દિકરી ને મુકવા ના દાખલા તો એનાથી પણ વધુ જ છે...!
એટલે જ દિકરી ની વાત અહીં કરી છે... અને એમ પણ આ બધી બાબત ની અસર, મુંજવણ અને સમાજની માનસીકતા એ બધા પ્રષ્નો દિકરી ને ભાગે એમ પણ વધુ આવે... અને હા.. દિકરો દતક હોય તો વહુ તો તોય મળી જાય... પણ દિકરી દતક હોય તો...???
#આબધી બાબત પર વિચારવા જેવું છે... કે એક જ પરિસ્થિતી ને વ્યક્તિ બદલાતા નીર્ણયો અને નીયમો બદલાય જાય છે...#
અહીં આ બધી વાત થી કોઈની લાગણી ને ઠેશ પહોંચાડવાનો નથી... ઘણી વખત પરિસ્થિતી જ એવી હોય છે કે લોકો ને આવા નીર્ણયો લેવા પડતા હોય છે.. હું એ સમજુ છું.. અને આ બધા સાથે થઈ શકે છે... અને આવા લોકો અલગ થવા ને બદલે સહન કરી ને પોતાના દિકરા દિકરી માટે જીવે છે... એમને, એવી દિકરીઓ જે બીજા મમ્મી પપ્પા જોડે રહે છે અને ખુશી ને બદલે દુખ મળે છે એવા લોકો ને વંદન છે..... અને હા જે લોકો આ બધી બાબત માં અપવાદ છે એમને ધન્ય છે...

દોસ્તો મારો ઉદ્દેશ કોઈની લાગણી ને ઠેશ પહોંચાડવાનો ન હતો તો પણ મારા થી જાણતા આજાણતા કોઈની લાગણી ને ઠેસ લાગી હોય તો મને માફ કર્શો.. મારે તો ફકત કહેવું હતું... અને જો મારા આ લેખ થી ( પતી પત્ની અલગ થતા અટકે, નવી માતા કે પિતા દિકરા કે દિકરી ની ભાવના ને સમજે અને પ્રેમથી રાખે )કોઈ એક પરીવાર સમજી શકે અને ત્યાં આવું કઈ થતા અટકે તો મારી જિંદગી ને હું સફળ સમજીસ...

આપના પ્રતીભાવો ભૂલ્યા વગર કહો આપનો પ્રતીભાવ જ છે જે અમને લખવા માટે પ્રેરણા આપે છે...
ઉદય મણીયાર
Instagram ID Uday maniyar