મૃગજળ ની મમત - 19 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 19

મૃગજળ ની મમત

ભાગ- 19

“ એકવાર મમ્મી અને જાનકી વચ્ચે ખુબ મોટો ઝગડો થયો. એ વખતે જાનકી મમ્મી એ જ એ કંઇ કર્યું આપણી સાથે એ ખોટું કર્યું એવું સંભળાવી રહી હતી.. અને પપ્પા બધું જ સાંભળી ગયાં. એ દિવસ થી પપ્પા ની નજર માંથી મમ્મી સાવ ઉતરી ગઇ. આ વાત માટે પપ્પા એ મારી પાસે માફી પણ માંગી મમ્મી એ જે કારણસર મારા ને જાનકી ના લગ્ન કરાવ્યા કે જાનકી ઘરમાં રહીને ઘરકામ કરશે. એ ન બન્યુ અને મારા સ્વભાવ મુજબ મે જાનકી ને જ સપોર્ટ કર્યો.. આજે મમ્મી ને પણ ખુબ પસ્તાવો છે જાનકી ને પસંદ કર્યા નો..અને અર્ણવ ને વિભા સાથે લગ્ન કરતો રોકવા ઘણું કર્યું પણ હું અને પપ્પા અર્ણવ ના સપોર્ટ મા હતા અને એને પણ તરતજ અલગ થઇ ગયો ..મમ્મી બંને મા થી રહી ન તો જાનકી સાથે રહી કે ન તો વિભા... “

અંતરા ખુબ ધ્યાન થી નિસર્ગ ને સાંભળી રહી હતી અને નિસર્ગ વાત કરતાં કરતાં એકપછીએક પરોઠા ખુબ સ્વાદ લઇ ને ખાઇ રહયો હતો.. અંતરા એને જોયાં જ કરતી હતી. એ પહેલાં જેવો જ હતો કોઈ જ જાતનાં ફેરફારો એનાં મા ન હતાં...

“ ઓહ....બસ કર હવે ...વાતો કરતાં કરતાં હું ખાતો જ જાઉં છું ..અને તું ના પણ નથી પાડતી. “

“ અરે.. ઉલટા ચોર..તુ હજું જરા પણ બદલ્યો નથી. પહેલાં પણ હું જ્યારે તારા ઘરે પરાઠા લઇને આવતી તું તુટી પડતો અને પછી પેટ દુખે એટલે વાંક મારો.....”

બંને જણાં ખડખડાટ હસી પડયા.. બહું વખતે બંને આટલું નિખાલસ હસ્યા. હશે ..

“ તને ખબર છે અનુ...મમ્મી તારા અને મારાં વિશે પહેલથી જ જાણતી હતી. એકવાર મમ્મી એ નીચેના અટેન્શન મા થી આપણી વાતો સાંભળી હતી. અને એટલેજ એણે પહેલાં થી બધું ગોઠવી રાખ્યુ હતું એ વાત જયારે મને ખબર પડી હું ખુબ દુખી થયો ...અને મમ્મી પણ ભોગવી રહી છે આજે હવે એ સાવ એકલી રહી ગઇ છે . “

“ હવે જવાદે હવે જે પણ થયું એ આપણા નસીબ ની વાત હતી..પણ અત્યારે તું અને જાનકી તો હવે રાજીખુશીથી સાથે છો ને અને હવે તારા ને મારા વચ્ચે પણ જે કાંઇ પણ બધી મીસઅંન્ડરસ્ટેન્ડીગ ક્લીઅર થઇ ગઇ...હું આજે ખુશ છું નિસુ મને ફરી એકવાર મારાં બધાં ફ્રેન્ડઝ મળી ગયાં નિરુ પછી અર્ણવ..હવે તું અને વધારા મા આશીષ ભાઇ અને વિભા.. “

“ હું પણ ખુશ છું કે આજે મને મારી અનુ પાછી મળી ગઇ .ભલેને હવે એ એક દોસ્ત ના રુપ મા જ કેમ ન હોય... “

“ નિસુ તું જાનકી સાથે ખુશ તો છે ને.??”

“ હું ખુશ છું તું તારી વાત કર હું કંઇ પુછુ તને ? સાવ સાચો જવાબ આપશે??”

“ હા .. તને કયારેય કંઇ ખોટું કહ્યુ છે મેં? પણ પહેલાં તું જવાબ આપ મને સાવ સાચો પછી હું બધું જ કહીશ તને..પહેચાન મારા સવાલ નો જવાબ આપ્યો તું અને જાનકી ખુશ તો છો ને ...એકબીજા સાથે??”

નિસર્ગ થોડીવાર મૂંગો થઇ ગયો . એ આમતેમ નજર ફેરવવા લાગ્યો.. હવે અંતરા ને લાગ્યુ કે કંઇ તો ગરબડ છે નહીં તો નિસર્ગ આમ અચકાય નહીં.. પણ અંતરા સતત એની સામેજ જોઈ રહી હતી. હવે પરિસ્થિતિ એવી હતી કે જવાબ આપ્યા વગર છટકી શકાય એમ ન હતું.

“ હું...હું..તારી પાસે ખોટું નહીં બોલી શકું. અનુ હું તો પહેલાં થી જ જાનકી ને ઓળખતો હતો. એ તું પણ જાણે છે. જાનકી ને પહેલાં થી જ જવાબદારી લેવી પસંદ ન હતી એ સ્વછંદી અને ઇન્ડીપેન્ડન્ટ હતી. એજ કારણ હતું મમ્મી સાથે અન્ન થવાનું . એ મારી સાથે પણ ખુબ અકડુ વર્તન કરતી. અને દેખાવ એવો જાણે એ મને ખુબ ચાહી છે . એમાં પણ એને જ્યારથી તારા અને મારાં વિશે ખબર પડી એ બિંદાસ્ત બની ગઇ હતી. જાણે મેં એની સાથે વિશ્ર્વાસઘાત કર્યો હોય એમ મને હંમેશા મોન્યુપલેટ કરતી. અંતરા ને ખોઇ બેસવાનું નું એક કારણ એનું અંતરા પ્રત્યે નું બેજવાબદાર વર્તન પણ છે. શરુઆતમાં અંતરા મમ્મી પપ્પા સાથેજ બે વર્ષ રહી..પણ પછી એનું સ્કુલીંગ શરું થયું અને મમ્મી બધું મેનેજ કરી ન શકતી એટલે હું એને અમદાવાદ લાવ્યો.. એ અંતરા સાથે બહું એટેચ ન હતી. પણ અમે બાપ દિકરી ખુબ નજીક હતાં હું અંતરા નું બધું જ કરતો ..એને ..ઉઠાડવા થી માડી ને રાત્રે સુવડાવવા સુધી બધું જ આમતો છતી માં એ હું જ એનો બાપ અને મા બંને હતો. જાનકી ને રસ હતો બસ આગળ વધવા મા.પૈસા કમાવવામા .. અંતરા ના આવ્યા પછી એકછત નીચે અજાણ્યા બે લોકો જેવું જીવન જીવતા . અમદાવાદ આવ્યા પછી. આખા દિવસમાં સાંજના બે કલાક મેડ સાથે રહેતી એટલામાં તો હું ઘરે આવી જતો.. એ ચાર વર્ષની થઇ પછી એ થોડી બીમાર રહેતી અને એમાં ને એમાં એ સ્વાઇનફલુ નો ભોગ બની. જયારે એને સ્વાઇનફલુ ડિટેકટ થયો ત્યારે હું એકદિવસ માટે કામ થી વડોદરા ગયેલો. કામવાળી બાઇ નો ફોર આવ્યો.. સાહેબ તમે રાત થી ઘરે નથી અને મેડમ પણ ..અને બેબી ને તાવ વધતો જાય છે. જાનકી ને ખબર હતી અંતરા ખુબ બીમાર છે હું એનાં માટે ઓફીસ માંથી વહેલો આવી જતો. એ દિવસે વડોદરા જવું ખુબ જરુરી હતું..એટલે મેં જાનકી ને કહેલું અને એ અગ્રી પણ થઇ હું નિકળ્યો ત્યારે એ ઘરે રહેશે એવી વાત થઇ છતાં બાઇ અંતરા વિશે જાનકી થી વધુ જાણતી હતી માટે એને મેં બે દિવસ રોકાવા કહેલું. સવારે બાઇ નો ફોન આવ્યો કે મેડમ તો નથી અને અંતરા ની તબીયત ખરાબ છે મેં ડોક્ટર સાથે વાત કરી અને અંતરા ને તાત્કાલીક ત્યા લઇ જવા કહ્યુ . ડોક્ટરે બધા ટેસ્ટ સુચવ્યા એ બાઇ ને ખબર ન પડે છતાં એ એનાં થી બનતું બધુ જ કરીછુટી. હું વડોદરા થી નીકળી ગયો જાનકી ને ફોન પર ફોન કર્યા પણ એણે એક પણ ફોન રીસીવ ન કર્યો. હું સીધો હોસ્પિટલ પહોંચ્યો. અંતરા રુમમાં તાવ ના લીધે કણસતી હતી ..એ પૈસા લઇને સેવા આપતી બાઇ અંતરા ન મા કરતાં પણ વિશેષ અંતરા ને રાખતી હતી એ એક મીનીટ પણ દુર નથી ગઇ.. પછી તો હું બધા ટેસ્ટ ને બાકી ની ટ્રીટમેન્ટમા લાગી પડ્યો. આખીયે રાત હું અને એ બાઇ અંતરા ની પાસેજ બેસી રહ્યા.. સવારે ટેસ્ટ ના રિપોર્ટ મા સ્વાઇનફલુ ડિટેકટ થયો તરતજ એને ત્યા થી બીજી હોસ્પિટલ મા શિફ્ટ કરી .. અંતે બપોરે બે વાગ્યા ની આસપાસ જીવન અને મૃત્યુ ની લડાઈ મા મૃત્યુ જીતી ગયું .. હુ કશુજ ન કરી શકયો. એ બેબસી એ ..એ ગુંગળામણ .હું એક બાપ તરીકે પણ સારો પુરવાર ન થઇ શક્યો અનુ .. હું ફરી એકલો થઇ ગયો. તદન એકલો . એક બાપ દિકરી ને સ્મશાન મા લઇ જાય એનાથી વધુ અઘરુ લાઇફ મા કંકંઇ નથી એ દુખને જીરવવુ એ પણ એકલા . હોસ્પીટલ થી અંતરા ને ઘરે લઇ જતી વખતે જાનકી નો ફોન આવ્યો ..

“હું એક ઇમ્પોર્ટન્ટ મીટીંગ માટે નીકળી હતી .બાઇ અનુ સાથે હતી એટલે હું ગઇ ..હજું મીટીંગ પુરી થઇ અને ફોન માં આટલા બધા મી કોલ જોયાં . અનુ કે છે ?? ઇઝ શી ઓકે ?.”

બસ મે કહ્યુ હવે સમય સરી ગયો.... એ દિવસ થી જાનકી માટે જે થોડું ઘણું પત્ની તરીકે નું માન હતું એ પણ ઉતરી ગયું.. હવે ફક્ત એક ઘરમાં બે પેઇંગગેસ્ટ તરીકે જ રહીએ છીએ... મમ્મી ખુબ પસ્તાય છે એ દિવસે એમણે જો તને અને મને એક થવા દિધા હોત તો આજે આપણે ખુબ ખુશ અને સુખી હોત ..”

નિસર્ગ અંતરા ની વાત કરતાં રડીપડયો. અંતરા તરતજ ઉભી થદ્મઇ ને નિસર્ગ નાં માથાં પર હાથ મુક્યો અને નિસર્ગ અને વળગી ને એક નાનાં બાળક ની જેમ રડીપડયો... અંતરા પણ કશું જ બોલ્યા વગર ફક્ત એનાં માથા પર હાથ ફેરવતી રહી.. થોડી વાર પછી નિસર્ગ શાંત પડ્યો અંતરા એ તરતજ પાણી આપ્યુ અને સામેની ચેર પર બેઠી.

“ આય એમ સોરી નિસુ મે તને આ વાત કરવા ફોર્સ કર્યો..અને...”

“ ના અનુ મારી દિકરી ના ગયા પછી હું રડયોજ નથી. આજે એ ડુમો નીકળી ગયો.. અને આ કામ ફક્ત તું જ કરી શકત..”

“ તો શું તું અને જાનકી હવે ..??”

“ ના હું અને જાનકી ફક્ત ઓન પેપર કાનુની રીતેજ પતી પત્ની છીએ..બસ..હવે અમે બંને ટેવાઈ ગયા છીએ આ લાઇફ થી . “

“ઓહ..”

“ જવાદે હવે બધું જે થવાનું હતું થઇ ગયું હવે તારી વાત કર.. તું સ્નેહ ની સાથે ખુશ છે ?? હું જયારથી આવ્યો છું મેં તને દિલથી ખુશ જોઈ નથી. મન પણ એનાએનાં ડેડી વિશે વાત કરતો નથી મે ઘણી કોશીશ કરી પણ એ સ્નેહ વિશે કોઈ વાત કરતો જ નથી.“

“ના..ના.. એવું કંઇ નથી .સ્નેહ હમણાં થી કામમાં ખુબ વ્યસ્ત હોય છે માટે અમને સમય નથી આપી શક્તો બસ..બીજું કઇ નથી.”

અંતરા નિસર્ગ સામે નજર મીલાવ્યા વગર જ જવાબ આપ્યો. નિસર્ગ હવે થોડો ખુરશી ની પીઠ થી સહેજ અળગો આગળ ની તરફ જુ કી ને અંતરા ની સામે એની આંખ મા આંખ પરોવી ને બોલ્યો.

“ ખરેખર બદલાઈ ગઇ છો...! મારા થી આટલું બધું છૂપાવીશ એ પણ મારી સામે બેસીને .? આવો વિચાર પણ મને ન આવે..પણ તે તો કરી બતાવ્યુ અનુ..” એ થોડું મંદ હસ્યો.

“ હું તારા અને સ્નેહ વિશે બધું જ જાણું છું. એ માણસ ને એક તસુભાર પણ તારા કે મન મા રસ નથી એ ફક્ત પૈસા ની પાછળ દોડે છે. હા એની મહેનત કરી પણ એ જે ઝડપ થી આગળ વધ્યો છે એમાં કયાંક ખોટી સંગત પણ હોય શકે . હવે જે છે એ હકીકત મને જણાવ. “

“ હું.. હું શું કહું તને ..ત્યાથી સુરત આવી ફક્ત તારા થી દુર રહેવા. પણ એ અત્યાર સુધી શક્ય જ નથી બન્યુ સુરત આવી અને પછી સ્નેહ સાથે મારી સગાઈ થઇ.સ્નેહ મને ખુબ પ્રેમ કરતો. હું એનાંથી થોડી દુર રહેતી ..પણ એકવાર એનાં બર્થડે પર ..”

અંતરા એક પછી એક બધી વાત નિસર્ગ ને જણાવી.

“ એ દિવસથી મે તને મારી અંદર જ પુરી રાખ્યો.ને સ્નેહ ની સાથે જીવન શરું કર્યું. તારી પાસે તો નિરાલી કે અર્ણવ પણ હતાં. મેં તો આ દર્દ અએકલા જ વેઠયુ છે. સ્નેહ હકીકત જાણતો હોવા છતાં એને દુખ થાય માટે કહી ન શકું. અમારું લગ્ન જીવન ખુબ સરસ જંતુ હતું.. બધું સારું હતું .સ્નેહ પણ મને ખુબ પ્રેમ થી રાખતો. એ ખુબ મહેનત પણ કરતો. મને કોઈ વાતની ના ન પાડતો..પણ જયારે પણ હું આગળ વધવા ની કે આગળ ભણવાનીવાત કરતો એ નો જવાબ ના જ રહેતો.. અંતે તો એ સ્નેહ હતો ..એની એકજ ઇચ્છા હતી મને ફક્ત લોકો મીસીસ. સ્નેહ છાંયા તરીકે ઓળખે મારી પોતાની કોઈ આઇડેન્ટીટી જ નહોય. એને મારી એકપણ વાત મંજૂર નહતી. એનાં માટે એ કઇ મહત્વ નું ન હતું. હું ઘરમાં રહીને ઘરકામ કરું બાળક સંભાળુ અને એ જે કઇ કરે એમાં ફક્ત હાજીહા કરવાની એકપણ સવાલ કરવાનો નહીં .મન ના જન્મ પછી અમે બેંગ્લોર શીફ્ટ થયાં. પછી એ પૈસા અને સક્સેસ ની ખાંડી દોડમા ખોવાઈ ગયો અને મેં પણ મન માટે આ એકલતા સ્વીકારીલીધી. બસ હવે આમજ ટેવાઈ ગઇછુ.”

અંતરા ના ચહેરા પર કોઈ જ હાવભાવ ન હતાં એ ભાવ વિહીન ચહેરે નિસર્ગ ને પોતાની જીંદગી ની હકીકત જણાવી રહી હતી.

“ અનુ તું કેટલી લાઇવ કેટલી નિખાલસ હતી.તને જોઈ ને ગમે તેવાં નિરસ માણસ ને પણ જીવવા ની ઇચ્છા થઇ જાય એવી. હંમેશા હસતી તારી જ મસ્તી મા મસ્ત ..અને આ માણસે તને શું બનાવી દિધી.શું તને કયારેય એમ નથી થાતુ કે તારું પણ કોઈ હોય..જેને તારી ઝંખના હોય. તારા પ્રેમ માટે તારા ચહેરા પર એક સ્માઇલ માટે એ કંઇ પણ કરે? તને ખુબ પ્રેમ કરે તને તારી રીતે જીવવા ની તારું પોતાનુ અસ્તિત્વ તારી ઓળખ બનાવવા તારો સાથ આપે તને પ્રોત્સાહન આપે.”

નિસર્ગ એકધારું અંતરા ને બોલી રહ્યો હતો.પણ અંતરા સ્થિર એક પુતળા ની જેમ સાંભળી રહી હતી..એ કયાંક અલગ જ દુનિયા મા ખોવાઈ ગઇ હતી. નિસર્ગે એને જરા હાથ થી હળબળાવતા પુછ્યુ..

“ અનુ ક્યા ખોવાઈ ગઇ?? શું તને...”

અંતરા જરા મલકાઇ... ઉંડો શ્ર્વાસ લઇને નિસાસો નાંખતા બોલી.

“ જવાદે..બધું..પ્રેમ લાગણી હુંફ...પતી પત્ની નો લગાવ એકબીજા ને સપોર્ટ કરવો સપનાંઓ ને હકીકત મા જીવવા .. એ બધું નોવેલ્સ કે મુવી માં જ હોયછે.આ બધું કાલ્પનિક હોય છે.અને એ કલ્પનાઓ ની દુનિયા નું ઘર જયારે વાસ્તવીકતા ના દરવાજા ખોલે ને ત્યારે એ માણસ ને અંદર થી ખલાસ કરી નાંખે છે.અને એ વાસ્તવિકતા એની ખુબ ભૂંડી દશા કરે છે.બિલકુલ મારા જેવી. હવે મારે કોઈ કલ્પના કે સપનાં મા નથી રાચવું .એ મૃગજળ ની પાછળ ભાગી ને હું ખુબ થાકી ગઇ છું . ઝાંઝવાના ના એ જળ નજીક આવતા જ અદ્રશ્ય થઇ જાયછે ને રહી જાય છે ફક્ત અફસોસ એને પકડવા કે પામવાની મુર્ખામી નો. આમ પણ હવે અંદર થી હું મરીચુકી છું.આ ખોડીયુ ફક્ત મન માટે જીવે છે.

અંતરા પોતાની વાત બોલયેજ જતી હતી.

“ હા.. પણ પછી ? જ્યારે મન મોટો થશે એની દુનિયા હશે ત્યારે તું શું કરશે? “

નિસર્ગ એ સવાલ કર્યો. નિસર્ગ એકધારું અંતરા ને જોયાં કરતો હતો. અંતરા મા આવેલું આ પરિવર્તન એની આ પરિસ્થિતિ એનાં થી સહન થઇ શકતી ન હતી.

“ પછી..પછી કંઇ નહીં.પછી એનો સંસાર એનાં બાળકો ને સાચવીશ ત્યા સુધી મા તો જીવન નો અંત આવી ને ઉભો જ હશે...”

આમ એકબીજા ની વાતો કરતાં કરતાં બપોરે ત્રણ વાગવા આવ્યા હતા. અચાનક નિરાલી નો ફોન અંતરા ના મોબાઇલ પર રણકયો..અને બંને પોતાની ખોવાયેલી દુનિયા માંથી બહાર આવ્યા.

“હલો... અનુ “

“હા નિરુ ..બોલને..કેમ છો તમે બંને..? એન્ડ ટેલ મી ફસ્ટ હાવ ઇઝ યોર મીની વેકેશન..? ખુબ એન્જોય કરજે ..”

“હા યાર ખુબ મજા આવેછે પણ શું થાય કાલે આવવું જ પડશે ..તુ બંને ને મુકી આવી ને.હ્રદયા એ બહું હેરાન તો નથી કર્યાં ને તને અને નિસર્ગ ને..?”

“ ના..ના..જરા પણ નહીં પણ નિરુ ચાલે તું આવે ને તો મારે તને એક સરપ્રાઇઝ આપવી છે.પણ અત્યારે કોઈ ચીંતા કર્યા વગર એન્જોય યોર ટાઇમ ડીયર અહિયા ની ચીંતા કરતી જ નહીં.. ચાલ હવે ફોન મુકું ..”

“ ઓકે ચલ બાય..”

“કોણ હતું?? .”

નિસર્ગ એ પુછ્યુ

“ અરે...એતો નિરુ હતી જસ્ટ બધું બરાબર છેને એ પુછવા ફોન કર્યો હતો. બસ..એ બહું ખુશ છે નિસુ અને હું પણ .મેં એક અંતરા અને સ્નેહ ને જન્મતા અટકાવ્યા નહી તો..”

“ અરે બસ..બસ..બસ.. હવે આવ્યો ત્યારથી બહું હેવી ને ફીલોસોફીકલ વાતો કરેછે તું બસ હવે યાર..જો અનુ હવે હું તારી સાથે છું નિરુ અર્ણવ અને હવે તો આશીષ અને વિભા પણ છે . અમે બધાં તને સપોર્ટ કરશું બસ તું તારા સપનાં જીવ.નિસ્ફીકર થઇ જા...મારે ફરી મારી એજ અંતરા જોઇએ..પહેલાં જેવી અલ્લડ, મસ્તીખોર લાગણીશીલ..જબરી ટોમબોય ટાઇપ...એજ અંતરા જે પોતાની જાત મા મસ્ત રહેતી જેને જોઈ ને જીવવા ની ઇચ્છા જાગતી...”

“ પણ નિસર્ગ હવે એ બધુ શકય “

“ છે..શક્ય છે અત્યાર સુધી તું એકલી હતી પણ હવે તારી આખી ગેન્ગ તારી સાથે છે. તો .વિચારે છે શું..? અને આમ પણ સ્નેહ એની દુનિયા મા મસ્ત છે. એને કયા ફર્ક પડે છે ? તું કંઇ પણ કરે..તો હવે એકપણ બહાનું નહી આઇ વોન્ટ યુ ટુ બેક ટુ લાઇફ અગેઇન..અને ના સાંભળવા ની આદત નથી જાણે છેને?”

“ હા ..હા...હા.. બસ હવે તું જીત્યો.”

અંતરા એકદમ નિખાલસ હાસ્ય સાથે નિસર્ગ ને બે હાથ જોડતા બોલી. બંને ખડખડાટ હસ્યા.. થોડી વાર પછી એ હાસ્ય નો અવાજ સમ્યો

“ એય..અનુ કેવાં આપણે હતાં નહીં? હું અને તું.. અત્યારે પણ ..હું આવ્યો ત્યારથી તુ મને મી.દોશી કહીને બોલાવે..મને ખુબ હસવું આવતું.. તું એટલી કિડીશ લાગતી હતી..પણ પહેલાં જેટલી જ ઇનોસેન્ટ .મને થતું તને પકડીને મારી બાથમાં લઇને છાતી સરસી ચાંપી ને ચુમીલઉ તને ..પણ હવે.”.

“ હમમમ.. હવે એ શકયતા નથી મી.નિસુ..”

અંતરા નિસર્ગ ના માથાં માં ટપલી મારતા હસી ને ખુરશી પર થી ઉભી થઇ.

“ હા પણ વી કેન બી બેસ્ટ બડીઝ ના...?”

નિસર્ગે ઉભી થયેલી અંતરા નો હાથ પકડીને રોકી..

“ યસ નિસુ વી કેન બી..”

“ તો પછી માંરી એક વાત માનશે..? પ્લીઝ..”

“ હા બોલને..તું વળી કયારથી આ ફોર્માલીટીઝ મા પડી ગયો ?”

“ હું... અમમ... આજે મારી સાથે ડિનર પર આવશે?? તું અને હું ..આવો સમય.ફરી નહીં મળે અનુ ..બીજું કંઇ નહીં તો આપણે આ સમય ને એકબીજા ના સાથ ને તો જીવી શકશુ...ના તો નહીં પાડે ને??”

“ ના..નહીં પાડું...તું જયાં લઇ જાય ત્યા. બસ.”

નિસર્ગ ખુશ હતો અને અંતરા પણ..

“ ચાલ તો હું થોડું કામ પતાવીને આવું તું તૈયાર રહેજે..બસ..”

“ ઓકે... મી.દોશી. “

અંતરા ફરી નિસર્ગ ને ચીડવવા બોલી.

“ જો વળી...ચાપલી ચંપા.. હવે કહીશ ને તો..છોડીશ નહીં તને.”.

અંતરા એ તરતજ ઉભા થઇને નિસર્ગ ને મેઇનડોર તરફ ધક્કો માર્યો અને બહાર કાઢ્યો..

“ ચાલો..મી.દો....શી..સીયુ ..સાંજે મળ્યા.બાય..”

અંતરા એ હસતા હસતા દરવાજો બંધ કરી દીધો. જીવન ની મસ્તી મજા પ્રેમ ધાણા વર્ષો પછી આવી હતી અંતરા એને ખુબ એન્જોય કરી રહી હતી.અને નિસર્ગ પણ .. બંને જાણે કે ફરી પોતાના એ જુના દિવસો ને માણી રહ્યાં હતા. મેઇનડોર બંધ કર્યા પછી અંદર અંતરા અને બહાર ની તરફ નિસર્ગ બંને મલકાઇ રહ્યા હતા થોડી વાર પછી નિસર્ગ પોતાના કામ પર જવા નિકળી ગયો અને અંતરા એનાં રુટીન ન મા પરોવાઈ ગઇ પણ બંને એકબીજા ના વિચારો માં જ હતા.અંતરા ફરી બધું કામ પુરું કરી ને ઘરનો ફેવરીટ ભાગ બાલ્કની ના હિંચકા પર આવીને બેસી ગઇ. સતત એકજ વિચાર કે હા તો પાડી ડિનરમાં જવાની પણ શું થશે .. એ ખુબ એકસાયટેડ હતી.સામે પક્ષે નિસર્ગ નું પણ આવું જ કંઇક હતું. અંતરા ને કયાં લઇ જવી ..શું કરવું અંતે એક સરસ પ્લાન બનાવે છે અંતરા ને સરપ્રાઇઝ આપવાનો. એ જલદી થી નિરાલી ના ઘરે પહોંચી જાય છે. સાંજના સાડાસાત થયા હતા નિસર્ગ એકદમ તૈયાર થઇને અંતરા ના ઘરની ડોરબેલ વગાડેછે. અને જાણે ડોરબેલ વાગે એની જ રાહ જોવાતી હોય એમ અંતરા પોતાના ચહેરા પર એક સુંદર સ્મિત સાથે દરવાજો ખોલે છે. સામે નિસર્ગ અંતરા ના ફેવરીટ ડ્રેસીંગ બ્લુ જીન્સ અને વ્હાઇટ ફોર્મલ ફુલસ્લીવ શર્ટ મા ઉભો હતો .એણે સ્લીવને કેઝયુઅલી ફોલ્ડ કરી હતી. એનાં હાથમાં રેડ એન્ડ વ્હાઈટ રોઝ નો હેન્ડી બુકે હતો. સામે અંતરા પણ પ્યોર સીલ્ક ની બ્લેક સાડી પીકોક બ્લુ રંગ ની બાંધણી ની બોર્ડર એવાજ બ્લુ રંગ નું સ્લીવલેસ બલાઉઝ પહેર્યું હતું. કાન માં ડાયમંડ ના સ્ટર્ડ હાથમાં ઘડિયાળ પહેરી હતી એકદમ સાદગી થી તૈયાર થયેલી અંતરા ને જોઈ ને કોઈ પણ એના મય થઇ જાય એવી લાગતી હતી. અને સામે બીજું કોઈ નહી નિસર્ગ હતો. બંને એકબીજા ને જોઈ જ રહ્યા હતા. નિસર્ગ હસ્યો અંતરા ને જોઈ ને..

“ મેમ... ધીસ ઇઝ ફોર યુ “

નિસર્ગે બુકે અંતરા તરફ આગળ વધારતા કહ્યુ અંતરા એ ખુબજ પ્રેમ થી એ બુકે નો સ્વીકાર પણ કર્યો.

“ યુ આર લુકીંગ ગોર્જીઅસ..અનુ ...સો સ્મિપ્લ એન્ડ સ્ટનીંગ...”

નિસર્ગ ઊંડો શ્ર્વાસ લેતા બોલ્યો..

“ થેંક્યુ નિસુ.. એન્ડ થેન્કસ અગેઇન..તને હજું મારું ફેવરીટ ડ્રેસીંગ યાદ છે. “

“ ફક્ત ડ્રેસીંગ નહીં મને તારી એક એક વાત હજુ યાદ છે.. “

“ મને પણ... પ...ણ..ણણ.”

“ પણ..! પણ શું ?”

નિસર્ગ એ આશ્ચર્ય થી પુછ્યુ..

“ પણ.. તું એકવાત ભુલીગયો..”

“ ભુલીગયો...! હું...?”નિસર્ગ વિચાર માં પડી ગયો..એ વળી કઇ વાત છે જે ભુલીગયો

“ હા... તું..અત્યારે મને ડિનર પર લઇ જવાનો હતો...એનું શું થયું?? આમજ અથવા જે ઉભા ઉભા ..ડિનર. ડેટ .”

“ અરે...હા. પણ એમાં વાંક તારો જ છે.. તું છેજ એવી ને પાછી આટલી સરસ તૈયાર થઇ છે કે બધું.....ભુલીગયો. પણ હા એક શર્ત છે. એવીજ રીતે હું તને લઇજઇશ...”

“ લે.. વળી એમાં પણ તું કહે એમ કરવાનું..? સારું જલદી બોલ”

અંતરા એ ઘર લોક કરતાં કહ્યુ. નિસર્ગ એ તરતજ અંતરા ની આખો પર પટ્ટી બાંધી..

“ અરે એ..! આ શું કરે છે..નિસુ..”

“ ચુપચાપ ચાલ કંઇ જ બોલ્યા વગર “