અલિશા (Part-6) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલિશા (Part-6)

ભાગ - 6

લિશા પાસે હવે ધીમે ધીમે ખુબ પૈસા આવવા લાગ્યા હતા.

લિશા ક્યારે રવિવારે ડેનીન સાથે ફરવા પણ જતી હતી.

લિશાને કુદરત સાથે બહુ ગમતું હતું તેને નાનપણથી શોખ હતો..

લિશા કુદરત સાથે ઘણીવાર વાત પણ કરતી,

લિશા ડેનીનને કહેતી, તુ કુદરતને સવાલ કરતો કુદરત તને જવાબ આપે જ.

લિશા ઘણીવાર ડેનીનને કહેતી હું ઈશ્વર સાથે વાત કરી શકુ છુ ડેનીન પણ લિશા વાત માનવા ડેનીન તૈયાર થતો નહી.

ડેનીન તુ પણ ઈશ્વર સાથે વાત કરી શકે છો.

તારે જે જોઇ તે ઈશ્વર પાસે માંગ .

તને જરૂર ઈશ્વર આપશે..

સાચે.... !!! અલિશા ?

હુ ઈશ્વર પાસે કો પણ વસ્તુ માંગું એ મને આપશે.

હા .! જરુર આપશે પણ ઈશ્વરને ગમે તેવું કામ હોય તો જ

હુ ઈશ્વર પાસે ઘણા દિવસથી કઇક માંગવા માગું છુ પણ મને એ નથી સમજાતુ ઈશ્વર મને હા પાડશે કે ના,

એવી તો કઇ વસ્તુ છે જે ઈશ્વર હા કે ના મા જવાબ નથી અપતા?

લિશા હુ તારી સાથે જીવન ભર રહેવા માંગું છું અલિશા હુ તને પ્રેમ કરુ છુ.

લિશા થોડી વાર ચુપ રહી ..

ડેનીન તુ જાણે છે હુ પગ વગરની સ્ત્રી છુ .

મારી પર બળાત્કાર પણ થયેલો છે.

હુ તને અંધારામાં રાખવા નથી માંગતી ડેનીન

માટે હુ તને કહી રહી છુ.

લિશા હુ જાણું છુ ...તારી એ વાત પણ હુ એટલું જ જાણું છુ લિશા કે તુ એક ઈશ્વરની પુત્રી છો ,

અને હુ પણ એક ઈશ્વરનો પુત્ર છુ.

ઈશ્વર આપણી સાથે છે.

પ્રેમ કોને દેખા દેખી કે ચેહરો જોયને નથી થતો.

લિશા ડેનીનને ગળે વળગી પડી.

લવ યુ ડેનીન..,

લિશા ગાડઁનમા જ ડેનીનને ચુંબન કરવા લાગી.

લિશા અને ડેનીન જ ખુશ હતા.

ડેનીન, તારે તારા માતા -પિતાને મળવું જોઇએ..

લિશા મારા માતા -પિતા મને નાનપણમાં મુકી ચાલ્યા ગયા છે ઈશ્વર પાસે.

લિશા તુ ને ઈશ્વર બીજુ કો મને આ દુનિયામા ઓળખતું નથી.

હુ એ પણ જાણું છુ કે તારા માતા-પિતા આ દુનિયામા નથી.

હા" ડેનીન !

આપણે આમ પણ ઘણા ટાઇમથી સાથે છીયે.

ડેનીન હુ તને એ કેહવા માંગું છુ કે આપણે જુદી જુદી જગ્યા રૂમ રાખી એ ન પોહચાય..

તુ શું કહેવામાગે છો લિશા?

આપણે કો સારુ ઘર ગોતી લેવું જોઇએ..

લગ્ન ?

મને નથી લાગતું ડેનીન ઈશ્વર સિવાય બીજું કો આપણા લગ્ન જુ.

આપણે બન્ને એ આજ અને અત્યારે જ સાથે રહેવાનો નિણઁય લેવો જોઇએ..

હા"લિશા એ તારો નિણઁય યોગ્ય છે.

લગ્નનો ખચઁ કો ગરીબને આપણે દાન કરીશું .

મુંબઇમા જેટલી ઝપડપટી છે તે બધીજ જગ્યા એ એક મહિના સુધી ટીફીન મફત જશે

પણ " પૈસા ડેનીન?

ભુલી ગ આજ લિશા..!! ,તુ જ કહેતી હતી કે આપણે ઈશ્વરના સંતાન છીએ.

હા" ડેનીન ,લિશાની આંખમાં આજ ઘણા સમય પછી આંસુ હતા.

આજ એ આંસુ દુ:ખના ન હતા,

કેટલી નવાઇની વાત છે માણસ -માણસને બદલી નાંખે છે.

થોડ જ દવસો પહેલા જે માણસ ઈશ્વર પર ભરોસો નોતો કરતો તે જ માણસ આજ

ઈશ્વર પર ભરોસાની વાત કરી રહ્યો હતો.

લિશા અને ડેનીન એ એક સરસ મજાનું મકાન રાખયું ..

તે મકાનમાં જ રહેવાનું નક્કી કર્યૂઁ.

લિશા અને ડેનીને એક મહિન સુધી ઝુપડપટીમાં મફતમા ભોજન આપું .

લિશા અને ડેનીન તેનું વચન પરુ કર્યૃ.....

લિશા ઘણા દિવસ પછી આજ રાત્રી એ નિંદર નોતી આાવી રહી .

લિશાને કો કહી રહ્યું હતું ..

લિશા તુ જે કામ કરે છો તેનાથી હુ ખુશ છુપણ તુ જાણે છે..

દેશમાં હજી એવા હજારો લોકો છે તેને દિવસમાં એકવાર પણ ખાવાનું ભોજન મળતું નથી.

તો હુ શું એ બધા માટે કામ કરુ ,

હા"લિશા તુ એ બધા માટે કામ કર..

તુ મારી પુત્રી છો..!!!!

હુ તને કઇ નહી થવા દવ?

હુ તારી સાથે છું અલિશા ,

ઈશ્વરનો અવાજ બંધ થતા જ લિશા ઝબકીને જાગી ગઇ..

લિશા એ ડેનીનને સ્વપ્નની વાત કહી,

તો આપણે શું કરી શકી..લિશા?

આપણે બીજી પાંચ હોટલ બનાવીશું ..

લિશા તુ ભાનમાં છો ને?

ગાંડી નથી થઇ ગઇ ને?

ના ડેનીન...!!! હુ ગાંડી નથી થય ગઇ પણ ઈશ્વર મને ગાંડી બનાવી દીધી છે.

ઈશ્વરમાં શ્રધ્ધા અને વિશ્વાસ હશે તો ગમે તેવું કામ હોય તે પુણઁ થય જાય ડેનીન.

કો માનવી ઈશ્વરના દર્શને જાયતો સુ:ખ માંગે છે.

માનવીને પોતાના સુ:ખમા શ્રધ્ધા નથી..

કેટલી નવાઇની વાત છે.

મંદિરે જને ઈશ્વરને એ પ્રાર્થના કરવી જોઇએ કે હુ જે કામ કરુ તેમા ઈશ્વર તુ મારો સાથ આપજે..

અને તે કામમાં મારાથી કઇ ભુલ થાયતો મને માફ કરજે.

જો તમે ઈશ્વર પાસે મંદિરમાં ભીખ માંગશો તો તમારામા અને મંદિર બાહર ઉભેલ ભિખારીમાં શું ફરક..રહેશે?

મારી વાત સમજી શકે છો ડેનીન તુ ?,

હા ,અલિશા !!

પણ 'લિશા મને એ નથી સમજાતુ એક માણસ મહેનત કરી આગળ વધે..અને એક માણસ મેહનત કરતો જ નથી..

બંને ઈશ્વરના સંતાન જ છે ને,

ડેનીન જે માણસ મહેનત કરે છે તેને ઈશ્વરમા સંપુણઁ શ્રધ્ધા હોય છે અને તે પોતાનું ગમતું કામ શોધી તેના જીવનમાં આગળ વધે છે ,પણ જે માણસને ઈશ્વરમા શ્રધ્ધા જ નથી..

ઈશ્વર કોણ છે?

હુ કોણ છુ ?

હું કયાથી આવ્યૉ છૂં ?

તે જાણતો જ નથી કે મે પથ્વી પર શા માટે જન્મ લીધો છે?અને હુ શું કરી રહ્યો છુ?.

તે કમઁ નહી કરી શકે .,

તેન સાથ ઈશ્વર ક્યારેય નહી હૉય..

પણ જે માણસ કહે કે કે હુઈશ્વરનું સંતાન છુ .

મારો ધમઁ એ જ છે કે હુ મારા જીવનમા કમઁ કરી લોકોની સેવા કરુ..

માનવી એ જાણવું જોયે કે ઈશ્વર આપણને કુદરતની એક અનોખી ભેટ આપી છે ,જંગલો ,પર્વતો ,ફળ ,ફુલ તે સુંદર છે..

એ જંગલોની સુગંધ માનવીએ માણવી જોઇએ..

ત્યારે જ માનવીને ઈશ્વરનો હસાસ થશે.....

કોવ્યક્તિના હાથમાં નથી કે તે ક્યારે અને કયા સમયે મૃત્યુ પામશે..

માનવીને ઈશ્વર આપેલ દરેક ક્ષણ જીવી લેવી જોઇએ.

ઈશ્વર કદા દુ:ખ આપે તો એમ માનીને જીવનમાં આગળ વધવું જોઇએ કે મારા કરતા ઘણા બધા લોકોને વધુ દુ:ખ છે.

તેના કરતાતો હુ મારા જીવનમાં સુ:ખી છું.

ડેનીન મારી પાસે બન્ને પગ નથી પણ હુ કો આંધળી વ્યક્તિને જોઊં છુ .

મને અંદરથી ખુશી થાય છે કે ઈશ્વર મને દુનિયાને જોવા માટે આંખો તો આપી છે

ભલે મારી પાસે પગ નથી..

ડેનીન માણસને કો પણ સમયમાં હાર માની બેઠું ન રહેવું જોઇએ.

કમઁ કરતું રહેવું જોઇએ..

હા"લિશા .!!!,

ડેનીન હુ તને એમ કહી રહી હતી કે આપણે લોકોની સેવા માટે આગળ વધવું જોઇએ..

હા,અલિશા...!!! તુ જે વાત કરી રહી છો એ હુ સારી રીતે હવે જાણવા લાગ્યો છુ.

લિશા અને ડેનીનને માત્ર બે વર્ષમાં બીજી પાંચ હોટલ મુંબઇમા શરુ કરી .,

તેમાથી જે આવક થાય તે ગરીબોને આપવાનું નક્કી કરુ......

લિશા આજ ઈશ્વરનો આભાર માનતી હતી.

લિશા પાત્રીસ વષઁની હવે થઇ ગઇ હતી.

લિશાના મા એ કહેલ એક એક શબ્દે તે જીવી રહી હતી.

ડેનીન અને લિશા સરસ જિંદગી જીવી રહ્યા હતા.

આજ વાર રવિવાર હતો ડેનિન અને લિશા દરેક રવિવારની જેમ આજે પણ કો સારી જગ્યા પર જવાનું નક્કી કરુ.

લિશા અને ડેનીન દરિયા કાંઠે હૉંયા,

ઈશ્વર કેવી અજબ દુનિયા બનાવી છે.

કેમ લિશા તુ આજ એવુ કહી રહી છે.

કેમકે ડેનીન હુ તને જાણતી પણ નહતી એક સમયે અને આજ હુ તને અનહદ પ્રેમ કરી રહી છુ.

ઈશ્વર કેવી સરસ સષ્ટીનુ સજઁન કર્યૃ છે.

હા" લિશા...!!!

પણ મારી જિંદગીથી હજી મને સંતોષ નથી ડેનીન..

મારુ મન શાંત થવાનું નામ નથી લેતું ..

લિશા સામે ડેનીન થોડી વાર જોય રહ્યો ..

તુ શું કહેવા માંગે છો.?.

ડેનીન તને નથી લાગતું કે પૈસા કમાઈને ગરીબને હુ આપું એમ દુનિયામાં ઘણા લોકો ગરીબોને આપે છે.

આપણે તો ગરીબોને ફક્ત ભોજન જ આપીએ છીએ..

લોકો કપડા, મકાન, ઘણુ બધું આપી રહ્યા છે.

કાલે હુ મારા પગને ચેકઅપ કરવા માટે હોસ્પીટલ ગઇતી..

"ડેનીન "ત્યાં કોય ગરીબ માણસ ડોકટર પાસે ભીખ માંગી રહ્યો હતો..

તેની પત્નીની સારવાર માટે..

તે ગરીબ માણસની પત્નીના પેટમાં નવ મહિનાનું બાળક હતું ..

તે તડકામાં ભર ઉનાળે ડોકટર સામે આંસુ સારી રહ્યા હતા બન્ને લોકો. પણ " ડોકટર તેની સામું જોવા પણ તૈયાર નોહતો..

તેની કો મદદ પણ નોહતકરી રહ્યું ..

લિશા તો તારા તેની મદદ કરવી જોયે..

હા" ડેનીન મે તેની મદદ કરી..

અને ડોકટરને પૈસા પણ મે આપવાની વાત કરી..

ડોકટરે થોડીવાર પછી તેને દાખલ પણ કરી,પણ અફસોસ..

તે બાળક મત્યુ પામ્યું ..

ડેનીન મને ઘણુ દુ:ખ થયું ..

જે માતા એ નવ નવ મહીના સુધી પેટમાં રાખેલ બાળક થોડીક ક્ષણ અને પૈસાને કારણે મુત્યુ પામ્યું ..

જન્મતાની સાથે જ મુત્યુ પામેલ બાળક જોયને રડી રહેલ

માતાનું હુ રુદન ન જો શકી ડેનીન..

પણ મને થયું ડેનીન દેશમાં આવી ઘણી બધી મહિલાઓ ને ફક્ત પૈસાને કારણે બાળકનો જીવ ગુમાવવા પડતો હશે..

તો તુ એમ કહેવા માંગે છો ?કે આપણે તે બધી મહિલાઓની મદદ કરવી જોઇએ..

તો તુ શું કરવા માંગે છો..લિશા..!!!!!

હુ એક સ્ત્રીને બધા જ પકારની સગવડ બાળકની ડીલીવરી સમયે મળી રહે તેવું એક સ્ત્રી સંગઠન ઊભું કરવા માંગું છુ.

એક સ્ત્રી એ સ્ત્રી માટે એટલું તો કરી જ શકેને ડેનીન,

હા' લિશા તારી વાત સાથે હુ સંમત છુ

અને તારે તે કરવુ જોઇએ..

લિશા મુંબઇની દરેક હોસ્પીટલમા જ રહી હતી ત્યાં સ્ત્રીઓ સાથે વાત કરી સ્ત્રી સંગઠનમાં જોડવાનું કહી રહી હતી..

માત્ર છ મહીનામા લિશા સાથે ૨૫૦૦૦ સ્ત્રીઓ જોડાણી..

લિશા એ માત્ર છ મહીના મા એટલા પૈસા ભેગા કર્યા સ્ત્રી સંગઠન માટે કે અલિશાને પણ આજ વિશ્વાસ નોતો આવી રહ્યો..

લિશા ગમે તયાર ફોન આવે મદદ માટે દોડી જતી હતી..

લિશા તેના જીવનમાં એક પછી એક કામ કરી રહી હતી.

લિશા દરરોજ ઘણી બધી સ્ત્રીઓની મદદ કરી રહી હતી..

એક સ્ત્રીનો સૌથી મોટો ધમઁ એ છે કે તે આગળ જય કોય બીજી સ્ત્રીની મદદ કરે..

ભારત દેશમાં સ્ત્રી પુરષ પર રાજ કરે છે.

પણ કયા?

ઘરમાં જ ને?

જો સ્ત્રી ઘરમાંથી બાહર નીકળશે તો એ પણ દુનિયા બદલી શકશે..

પણ' જ પણ સ્ત્રીને પુરુષ ઘરમા રાખવા માંગે છે..

તુ આમ ન કરી શકે?

તારે આમ જ કરવાનું ?

તુ બહર કઇ જ ના શકે..

આ બોલનાર પુરુષ છે.

પણ સ્ત્રી એ યાદ રાખવું જોઇએ કે મારી પણ જિંદગી છે.

મારી જિંદગી બીજાને અધારે શા માટે હુ જીવું

હુ પણ એક ઈશ્વરની સંતાન છુ .

સ્ત્રીને ચાર દિવાલમાથી બહર નીકળું જોયે..

તો જ સ્ત્રીને ખબર પડશે કે દુનિયા કેવી છે

દુનિયાને ચલાવનાર કોણ છે..

જેમ પુરુષ તેના જીવનમાં કઇક કરી બતાવાવ સક્ષમ હોય છે તેમ સ્ત્રી પણ એટલી જ સક્ષમ હોય છે..

સ્ત્રીના અધિકારો હજી પણ લોકો છીનવી રહ્યા છે..

શું સ્ત્રી કાર ન ચલાવી શકે..?

શું સ્ત્રી પ્લેન ન ઉડાવી શકે..?

કરી શકે .. કેમ નહી..

સ્ત્રીમાં એટલી તાકાત છે કે તે કઇ પણ કરી શકે છે..

લિશા જાણતી હતી હુ જીવનમાં હજી પણ ઘણુ બધુ કરી શકુ છુ .

કેમકે ઈશ્વર મારી સાથે છે.......અને હુ ઈશ્વરની સંતાન છુ.

લિશા માટે હવે લોકોના કામ કરવા એ જ મોટામાં મોટો ધમઁ બની ગયો હતો

હુ કઇ પણ કરુ પણ તે ગરીબની હીત માટે હોવું જોયે..

લિશા અને ડેનીન આજ ચુપચાપ તેની ઘરની બાજુમાં રહેલ ગાડઁનમા બેઠા હતા.

અચાનકલિશા એ કહ્ય: હું નાનપણથી ભારતનૉ પ્રવાસ કરવા માંગતી હતી,

ડેનીન હુ ભારતનો પ્રવાસ કરવા માંગું છુપણ તારા આ પગ વગર તને મુશ્કેલી પડશે..ના ડેનીન..

વૃદ્ધોનાં કમજોર શરીર,કાપંતા હાથ- પગ મને સંકેત આપે છે કે સમય એક સરખો રહેતો નથી...

સમય એક વાર ગયા પછી બીજી વાર કયારેય મળતૉ નથી

પગનો હોય તો પણ દુનિયામાં ફરી શકાય ડેનીન..

હા .. ..તાર વાત સાચી છે,

તુ શકે છો.લિશા

હુ જાણું છુ લિશા તુ જશ તો એક સારા કામ માટે જશ..અને ત્યાથી ઘણુ બધુ શીખીને આવીશ..

હુ આપણી ટીફીન સેવા અને હોટલ સંભાળી લશ..

થેન્કયુ..! ડેનીન .!.

લિશા ડેનીનના ગળે વળગી પડી..

લિશાનુ મન નોહત આ બધુ મકીને હુ પ્રવાસે જાવ..પણ આ બધુ ઈશ્વર આપેલ ભેટ છે..

આમાં મારી એક પણ વસતુ નથી..

લિશા સવાર પડતા જ પ્રવાસની શરુવાત કરી..

લિશા જાણતી હતી કે આ મારા જીવનનો મહત્વ પવાસ છે.

લિશા જાણવા માંગતી હતી કે લોકોનું જીવન કેઊં છે..

ગરીબ લોકો તેનું જીવન કેવી રતે વિતાવે છે.

સ્ત્રી –પુરુષના પ્રેમ લાગણીના અનુભવને

જૉવા હતા..

ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યના દશઁન કરવા હતા,

લિશા ના ચહેરા પર એક અનોખો ત્સાહ આજ દેખાય રહ્યો હતો..

લોકો જીવનમાં પૈસા કમાય છે..

તે પૈસાથી તેને જીવનમાં ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ માણવો જોઇએ..

ક્રમશ.....

(લી-કલ્પેશ દિયોરા)