શરુઆત ત્યાં અંત..!!
(લેખક જય ગોહિલ દ્વારા 100 શબ્દોની 15 માઈક્રો ફિક્શન લવ સ્ટોરીઝનો સંગ્રહ...!!)
લેખક વિશે : નમસ્કાર, મારું નામ જય ગોહિલ છે, હું ગાંધીનગરનો વતની છું, મૂળ હું મીકેનીકલ ઈજનેર છું પણ મને મારા દાદા તરફથી વારસામાં લેખનવૃતિ મળી અને હું કાલ્પનિક વાતો લખતો થયો. સંબંધ જિંદગી સાથે નામનું જિંદગીની ફિલોસોફી પરનું પુસ્તક એ મારું પહેલું પુસ્તક હતું. જેને અનેક લોકો દ્વારા વખાણવામાં આવ્યું એટલે મારો લખાણ પ્રત્યેનો વિશ્વાસ વધતો ગયો. આશા રાખું મારી માઈક્રોફિક્શન વાર્તાઓ તમને પસંદ પડશે...!! આભાર..!!
Title: મનની માન્યતા..!! STORY NO 1
એ દિવસથી માન્યતાને મન ઉપર ગર્વ થઇ ઉઠ્યું, તેની આંખો છલકાઈ ઉઠી, પ્રેમ બમણો થઇ ઉઠ્યો, જે દિવસે તેની સગાઈના બરાબર બે મહિના પછી અમદાવાદથી સુરત આવતી ટ્રેન અકસ્માતને લીધે માન્યતા હોસ્પીટલમાં હતી, ચાર દિવસ પછી તેને હોશ આવ્યો ત્યારે તેની બાજુમાં પડેલા સ્ટુલ પર મન તેના હાથને પકડીને, હાથને ચૂમીને સુતો હતો. મનની આંખ ખુલી માન્યતા સામે પ્રેમભર્યું સ્મિત આપ્યું, માન્યતાનાં કપાળને ચૂમ્યું ને કહ્યું “આઈ એમ ઓલવેયીઝ ધેર ફોર અસ”. માન્યતા તેના પગને અને પગના હલન ચલનને અનુભવી શકતી નોહતી પણ અનુભવતી હતી માત્ર મનને, મનનાં સાફ અને નિશ્વાર્થ દિલને, મનની ચાહતને અને મને આપેલા તેમના પ્રેમના જીવનદાનને.
Date: 30th June 2017,
Time: 01:11 PM
Title: ઇંતઝારનો અંત..!! STORY NO 2
બે વર્ષ પહેલા ક્રિષાએ કવીથને કહ્યું હતું કે હું તને આ શહેરનો મોટામાં મોટો ડોક્ટર બનતો જોવા માંગું છું. જેથી હું મારા માબાપ સામે મારી પસંદગીનો ગર્વ કરી શકું. તું કહે તો હું બે વર્ષ તારો ઈંતઝાર કરવા તૈયાર છું. આજે કવિથ ક્રિષાને કોફી હાઉસમાં મળ્યો હતો, તે અમદાવાદનો મોટો સર્જન હતો. ઈંતઝાર પછી આજે ઔપચારિક પ્રેમનો ઈઝહાર કરવા ક્રિષા ઉત્સુક હતી. તેની ઉત્સુકતા શાંત પાડતા કવીથે કહ્યું મારો જીવન પ્રત્યેનો મકસદ બદલાઈ ચુક્યો છે, તું પણ બદલાઈ જા તો વધુ સારું. કોફી હાઉસનાં દરવાજામાંથી ભીની આંખે તે કવીથને જોતી રહી, તેનું દિલ ઉકળતું રહ્યું અને કોફી ઠંડી થતી રહી...!!
Date: 1st July 2017,
Time: 18: 02 PM
Title: After A Long Time STORY NO 3
ગાંધીનગરના એક નિવૃત અધિકારીનાં સંતાનોએ પોતપોતાના સંપતિ ભાગ માટે ઘટસ્ફોટ કર્યો..!! અધિકારીએ તે વાતને વિરોધ વગર વધાવી લીધી. આજે તેઓ તેમની પત્ની સાથે હાથોમાં હાથ નાખીને આ સુંદર વરસાદી વાતાવરણમાં, ગાંધીનગરના સુંદર ફૂટપાથ પર વર્ષો પછી ટહેલવા નીકળ્યાં હતા. કેટલાં વર્ષો પછી આજે હું તને જોઈ રહ્યો છું તું હજી પણ એવી જ લાગે છે હો. તમને આ વાત કહેવાનો કેટલાં બધા દિવસ પછી સમય મળ્યો નઈ? અરે આપણે આજે જ તો ફ્રી થયા છીએ આપણી જવાબદારીઓમાંથી..!! વરસાદ વરસતો રહ્યો, તેમને ભીંજવતો રહ્યો, વૃદ્ધ કપલનો પ્રેમ જુવાન થતો રહ્યો, આંખો આંખોમાં જોતી રહી અને કુદરત તે વાતનું સાક્ષી બનતું રહ્યું.
“The Heart Has No Wrinkles”
Date: 2nd July 2017,
Time: 11:32 AM
Title: નિમેશ, નીત્યા અને.....!!! STORY NO 4
નિમેશ અને નીત્યા રોજ ગાંધીનગરથી અમદાવાદ અપ ડાઉન કરતાં હતા. સવારે ૭ની અને સાંજની ૫.૪૫ની એસ.ટી બસ તે વાતની સાક્ષી. સાંજે પાછાં ફરતી વખતે નીત્યાની કોલેજથી ઉપડતી બસ નિમેશની કોલેજ સુધી પહોંચે ત્યાં સુધી ભીડ ગમે તેટલી વધુ હોય પણ નીત્યાની સામેની સીટ પર તેની બેગ નિમેશ માટે જગ્યા રોકી રાખે. નિમેશ તેણીની આંખોને, સ્મિતને, ઉડતા ખુલ્લા વાળને જોયે રાખે અને બંને ઇશારાથી વાતો કરે રાખતાં..!! આજે તેઓ બંને ટ્રેનમાં છે, હનીમુન પર જઈ રહ્યાં છે, આજે પણ તેઓ ઇશારાથી જ વાતો કરે છે, એક બીજાને કહે છે “કુદરતે શબ્દો નથી આપ્યાં તો અફસોસ નથી તું છે સાથે એટલું બહુ છે.”
“Love doesn’t need Words, feelings can express anything”
Date: 3rd July 2017,
Time: 06.05 PM
Title: તારું સપનું અને અંશ Story No 5
પપ્પા તમારી લાગણીઓને હું સમજી શકું છું પણ હું મારા નિર્ણય પર અકબંધ છું અને રહીશ, ૭૦૦ કરોડની કંપનીની માલકિન અને ૨૮ વર્ષની અદિતિએ કહ્યું. માત્ર પૈસાથી આખુ જીવન નથી જીવાતું અદિતિબેટા, કોઈકનો સાથ જરૂરી છે..!! પૈસા સિવાય પણ મારી પાસે જીવવાનાં ઘણાં કારણો છે એમ કહી ફોન મૂકી ભીની આંખે હાલમાં જ અકસ્માતમાં મૃત્યુ પામેલાં અવિનાશના ફોટા સામે જોઇને અદિતિ બોલી. છેલ્લાં ત્રણ વર્ષમાં તે મને એટલો પ્રેમ આપ્યો છે કે તે બધી યાદો સાથે હું જીવી શકવા સક્ષમ છું અને જીવવાનાં કારણ, તે જોયેલું કોર્પોરેટ ફિલ્ડના ટોપર બનવાનું તારું સપનું પૂરું કરવું અને....!! ત્યાં જ ઘોડિયામાંથી અવિનાશ અને અદિતિના “અંશ”નો રડવાનો અવાજ સંભળાયો..!!
“I know, you will always be with me, like a handprint on my heart”
Aditi
Date: 4th July 2017,
Time: 3.29 PM
Title: પ્રેમધર્મ Story No 6
આખું શહેર ધર્મના નામે બળતું રહ્યું, લોકો પોતાનો જીવ બચાવવા ભાગતાં રહ્યા. તેણીએ તેનો હાથ પકડ્યો અને તેમને મારવા આવી રહેલા એક તોફાની ટોળાથી બચવા માટે દોટ મૂકી, હાંફતા હાંફતા સાંજના સાતેક વાગ્યાની આસપાસ એક સુરક્ષિત જગ્યા પર તે બંને ફસડાઈ પડ્યા. નજીકનાં ચર્ચમાં પ્રજ્વલ્લિત થતી મીણબતી જોઈ ,દુર ક્યાંક મંદિરમાં થઈ રહેલી આરતી અને મસ્જીદમાંથી સંભળાય રહેલી અઝાન સાંભળી. મુસ્કાનખાનનાં ચહેરા પર મુસ્કાન આવી તેણીએ મોહિતનો હાથ પકડીને કહ્યું મને તારાં પર પૂરો ભરોસો છે અને મને પણ...!!! મોહિતએ ઉમેર્યું. આખું શહેર ધર્મના નામે બળતું રહ્યું અને તે જ શહેરમાં કોઈ જગ્યાએ “પ્રેમ” ધર્મનો પ્રકાશ પથરાતો રહ્યો.
(ઉપરોક્ત ૧૦૦ શબ્દોની વાર્તા એ માત્ર લેખકની કલ્પનાશક્તિની રજૂઆત છે જેમાં આવતા નામ, ધર્મ કે ઘટના એ વાસ્તવિકતા સાથે સહયોગ માત્ર હોઈ શકે, જેને આ વાર્તા સાથે કોઈ જ સંબંધ નથી.)
Date: 5th July 2017,
Time: 13.07 PM
Title: Best Friend Story No 7
કવિત અને કાવ્યાની પહેલી મુલાકાત રીવરફ્રન્ટ નજીક આવેલા એક થીએટરમાં થઇ હતી. કવિતનાં જીવનનું પહેલું કવિ સંમેલન અને કાવ્યાને મળ્યાનો પહેલો દિવસ..!! કવિતનાં કવિતા પઠન બાદ કાવ્યાએ કવિત પાસે આવીને કહ્યું આજથી તમે મને તમારી ફેન સમજીલો. એ દિવસથી કાવ્યા કવિતની બેસ્ટ ફેન અને બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ. કવિતને કવિતા લખવાનો શોખ અને કાવ્યાને સાંભળવાનો. કવિતની કવિતાનું મૂળ કાવ્યા બની ગઈ. સવારના ગુડમોર્નીગના મેસેજથી દિવસની શરૂવાત થતી અને રાતનાં ગુડનાઈટનાં મેસેજથી દિવસનો અંત. આ ટેક્ષ્ટ મેસેજની રમતનો કદાચ આજે જ અંત આવશે...!!!! ત્યાં જ મેસેજ ટોન વાગ્યો. Good Morning કવીત, Happiness is being married to your best friend – કવિની કાવ્યા..!!
Date: 6th July 2017,
Time: 06.16 PM
Title: Opposite Always Attract Story No 8
હેનીલ અને સ્તુતિની પહેલી મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી. બે દુઃખી વ્યક્તિઓ એકબીજાનો સહારો બને એવી જ કંઇક વાત. કોલેજ એક બ્રાંચ અલગ, બ્રાંચ અલગ એમ તેઓના રસ્તા અલગ અને રસ્તા શું તેઓનો સ્વભાવ અને વિચારો પણ એકબીજાથી અલગ, પણ દિલ એકબીજા માટે અને એકબીજામાં ધડકે. તેઓના અલગપણાનાં લીધે નાં જાણે તેમની જિંદગીમાં કેટ કેટલાય ઉતાર ચઢાવ આવ્યા. પણ તેમના પ્રેમએ તેમને બાંધી રાખ્યા. આજે સાંજે તેઓ ગાંધીનગરના ફૂટપાથ પર હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હતાં. “તમારો લાઈફ પાર્ટનર તમારા જેવો જ હોય તે જરૂરી નથી, ચાલતી વખતે તમે એકબીજાનો એક જ બાજુનો હાથ પકડીને નહિ ચાલી શકો” હેનીલએ સ્તુતિને કહ્યું.
Date: 7th July 2017,
Time: 16.54 PM
Title: Yes, You..!! Story No 9
શ્રેયા અને ધ્રુવીલની પહેલી મુલાકાત 12th Board Examમાં થઇ હતી. શ્રેયા ધ્રુવીલની સાદગી, ઉદારતા પર અને ધ્રુવીલ શ્રેયાની મોર્ડનનેસ પર આફરીન થઇ ગયો..!! આજે તે વાતને લગભગ ૬ વર્ષ વીતી ગયા. Mature લોકોના love આજકાલ ટકતા નથી પણ Immaturity માં થયેલો આ બંનેનો love વખતોવખત mature થતો ગયો. કાલની જ વાત ધ્રુવીલ તું કેમ આવો છે ? બધા તને કેમ છેતરી જાય છે ? આ ભલાઈનો જમાનો નથી. લોકોને ઉદાર દિલએ બધું આપઆપ કરે છે એક કામ કર આખું ઘર આપી દે, લોકોની ઉદારભાવે સેવા કરવાથી શું મળ્યું તને જીવનમાં? “તું ”..!!!ધ્રુવીલએ કહ્યું..!!
પેપર લખતા લખતા તેમને ખબર નોહતી કે જિંદગીનું ચેપ્ટર લખાઈ જશે..!!
Date: 8th July 2017,
Time: 16.31 PM
Title: Yes, I am there..!! Story No 10
કાજલ, “સોરી પણ હવે આપણે આપણા રીલેશનને આગળ વધારી નહિ શકીએ તું મને ભૂલીજા તે બંને માટે સારું રહેશે.” કેયુરએ ફોનમાં કહ્યું. કાજલ અને કેયુરની સગાઇ ૫ મહિના પહેલાં જ થઇ હતી. બંને એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતા છતાંય કેયુરના આવા શબ્દોથી કાજલ ભાંગી પડી. આજે તે કેયુરના રૂમમાં હતી અને તેની અજાણતામાં તેનું કપબોર્ડ ફેંદી નાખ્યું. અચ્છા તું આ કારણથી મને છોડવા માંગે છે કેયુર ? તું કેમ સમજતો નથી પ્રેમએ માત્ર વાસના નથી અને માત્ર વાસના એ જ પ્રેમ નથી અને કેયુરને ભેટી પડી અને કહ્યું “ મેં તારો રિપોર્ટ વાંચી લીધો છે છતાંય હું તારી સાથે જીવવા તૈયાર છું.”
Date: 9th July 2017,
Time: 16.45 PM
Title: Love Can Change U..!! Story No 11
ટોપ બિઝનેસમેન ઓફ ધ સ્ટેટ ઈઝ “Mr.અભિનવ.”, મને નોહતી ખબર મારું જીવન આ રીતે બદલાશે પણ તેનો શ્રેય અનામીકાને..!!!! ***
૧૯૯૨, અનામીકાએ અમદાવાદ સિવિલમાં ઇન્ટર્નશીપ કરી રહી હતી. દિવાળીની રજાઓમાં હોસ્પિટલનો સ્ટાફ નહિવત ને ચપ્પાના ઘાથી ખૂનથી લતપથ થયેલો અનાથ અભિનવ. ડૉ.ની ગેરહાજરીમાં અનામિકાએ જવાબદારી સમજીને સીનીયર નર્સની હાજરીમાં અભિનવનું ઓપરેશન કર્યું. અનામિકાનાં જીવનનો પહેલો પેશન્ટ અને યુવાનીનાં આકર્ષણને લીધે તેમની વચ્ચે સમય જતાં પ્રેમનું બીજ રોપાયું. ડામીશ વૃત્તિનું અનાથ વ્યક્તિત્વ અનામિકાને પામવાં માટે, પોતાની જાતને દુનિયા સામે પ્રસ્થાપિત કરવાં તનતોડ મહેનત કરવા લાગ્યો અને આજે..!! ***
પ્રેમ માણસને બદલી શકે છે અથવા જેવો છે તેવો સ્વીકારી શકે છે. અંતે અભિનવ કહ્યું..!! તાળીઓ ગુંજતી રહી, અનામીકા ખુશીના આંસુ સાથે સ્મિત આપતી રહી.!!
Date: 10th July 2017,
Time: 12.45 PM
Title: I Can Feel U..!! Story No 12
હેલ્લો..!!! અનિકેતજી સાથે વાત થઇ શકશે ? માધુરીએ ફોનમાં કહ્યું..!! હા બોલું છું..! તમે કોણ ? હાજી હું માધુરી...!!! જેવું નામ એવો જ મધુર અવાજ સાંભળીને અનિકેત બે મિનીટ માટે જાણે તે અવાજના પડઘાં સાંભળાતો રહ્યો. જી મને તમારો નંબર મારા કાકીએ આપ્યો અને આપણે...!! હા માધુરીજી ઓળખાણ પડી મને, આપણે મીટીંગ સાંજે ગોઠવીએ તો કેવું ?..!! જી બિલકુલ..!! સાંજ, ૫.૩૦, સીસીડી, વાઈડએન્ગલ મોલ..! મને તો તમે ફોન પરનાં તમારા અવાજ પરથી જ ગમી ગયાં હતા..!! અનિકેતે કહ્યું. જી મને પણ...!! માધુરીએ ઉમેર્યું..!! આજુબાજુની દુનિયા તેમને જોતી રહી. તે એકબીજાને જોઈ શકતા નોહતા,પણ અવાજથી ઓળખતા હતા, સ્પર્શથી અનુભવતા હતા...!!!
Date: 11th July 2017,
Time: 01.35 PM
Title : And A Love Story Start..! Story No : 13
હેય જાગે છે ? રાતના બરાબર ૧.૩૦ વાગે જૈનીલનાં મોબાઈલ ડિસ્પ્લે પર તેની બેસ્ટ ફ્રેન્ડ “ચૈતાલી” નો મેસેજ ટોન વાગ્યો.. હા જાગું છું અને જાડી તું શું કરે છે આટલી રાતે ? અરે હું, જો ને આ કેમ્પ ફાયર કરીને બ્યુટીફૂલ નાઈટમાં કોઈ હેન્ડસમ બોયને યાદ કરું છું..!! બસ હવે મસ્કા ઓછા માર, બે દિવસથી મેસેજ ક્યાં કર્યો હતો ? બે આ ટ્રેકિંગકેમ્પ એવી જગ્યા એ છે કે નેટવર્ક..!! પણ તને મિસ કરું છું હો, વાત કરીને થોડું સારું લાગ્યું, બે દિવસ, બે મહિના જેવા ફિલ થયા ને “વિટામીન J”ની ઉણપ અનુભવાતી હતી ;) અને મને “વિટામીન SHE”ની ;) ..!! જૈનીલે કહ્યું..!!
Date: 12th July 2017,
Time: 03.34 PM,
Title: Feeling House..!! Story No: 14
લાવો કિશોર તમારી ગંદી ચાદર ધોઈ આપું, અરે નાં ચંચળ હું જાતે ધોઈ લઈશ. અરે લાવોને..!! ભારપુર્વક કહ્યું..!! ***
૫ વર્ષ પહેલાં, મારી રંજનનાં મૃત્યુ પછી હું સાવ એકલો થઇ ગયેલો, ત્યારે ચંચળ મળી. રંજન મારો પહેલો પૂરો પ્રેમ અને ચંચળ બાકી રહેલી અધુરી જિંદગીનો પ્રેમ. અમે એક દુઃખી ડાળનાં બે પંખી રોજ “Feeling House”નાં બાંકડે એકબીજાનો સહારો બનીએ છીએ એટલે જ તો બંનેનાં જીવનની ડાળ ટકી છે, બાકી દીકરાઓને બદનામ થોડા કરાય ? ***
ચંચળબેનએ એમ પ્રેમથી કરચલીવાળા ગાલ પર હાથ ફેરવી, એમ કિશોરભાઈ સાથે નટખટાઈ કરી ચાદર ખેંચી, કિશોરભાઈએ લખેલું પાનું ઉડ્યુ, Feeling House વૃધાશ્રમનો ઝાંપો ખખડ્યો, નવું વૃદ્ધકપલ દેખાયું, ને નવું ચેપ્ટર શરુ..!!
Date: 13th July 2017,
Time: 02.38 PM
Title : After A Year..! Story No 15
મિતાલી આજે ખુશ હતી. ઘરકામ પતાવીને, તૈયાર થઈને રેલ્વે સ્ટેશન જવા માટે રવાના થઇ ગઈ. બરાબર રાત્રે ૮.૨૫ મિનિટે જમ્મુથી આવવા વાળી ટ્રેનની રાહમાં સ્ટેશન પર ભીડ ઉમટી પડી હતી અને એ ભીડમાં બેચેન જીવ મિતાલી. ટ્રેન આવી, પેસેન્જર ઉતર્યા, મિતાલીએ રૈવતને જોયો ઉછળી પડી, દોડી પડી, ભેટી પડી અને ખુશીના આંસુ સાથે રડી પડી. બંને હાથોમાં હાથ નાખીને સ્ટેશન બહાર નીકળ્યા. મિતાલીના હાથમાં ઘાટી મેંહદી જોઈ રૈવતએ પૂછ્યું. હજુ હમણાં જ મેંહદી કરી કે શું ? હાં, એક વર્ષ પહેલાં લગ્નની રાતે તમારી ડયુટીને લીધે તમને મેંહદી જોવાનો સમય નોહતો મળ્યો એટલે. વરસાદ શરુ થયો, વરસાદે તેમને ભીજવ્યા, તેમણે એકબીજાને.
This Story is dedicated to our Indian army and their family..!! Thank You Indian Army and army family..!!!
Date: 16th July 2017,
Time: 06.17 PM.
લેખક : જય ગોહિલ
ગાંધીનગર, ગુજરાત,
મોબાઈલ નંબર : ૮૧૫૬૦૮૭૫૭૬
Email Id : jaygohil13@gmail.com