એક શરત ભાગ 4(one bet 4) Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક શરત ભાગ 4(one bet 4)

આરવ ને ગયા ના ૧૨ દિવસ પછી

તાની( હું મારુ કામ પૂરું કરી ને મારા રૂમ માં બેસી છું હજી ૮: ૩૦ જ થયા છે રાત ના.. ત્યાં તો ક્રિસ્ટલ નો મેસેજ આવે છે અને અમે વાતો કરીએ છેએ.

ક્રિસ્ટલ : ઓકે હવે મારી વાતો ઘણી થઇ. તો તારી વાત કરીએ... શું વિચાર્યું તે?

તાની: શેનું?

ક્રિસ્ટલ : તને ખબર છે છે હું શું પૂછું છું... આરવ...

તાની: તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તને ખોટું નઈ બોલું... હા હું આરવ ને પ્રેમ કરું છું.. હું મારા ભવિષ્ય માં આરવ ને દેખું છું પણ મને ખબર છે કે આ માત્ર સ્વપ્નું છે મારુ. ... આરવ માટે હું એક સારી મિત્ર થી વધારે કઈ જ નથી..

ક્રિસ્ટલ: એવું કેમ વિચારે છે... કદાચ આરવ પણ તને પ્રેમ કરતો હોય પણ બોલી ના શક્યો હોય..

તાની: આરવ જો પ્રેમ કરતો હોય તો એને મને કહી દીધું હોત...

ક્રિસ્ટલ: ઓકે પેહલા મને એક જવાબ આપ અમુક પ્રશ્નો ના..

તાની: ઓકે..

ક્રિસ્ટલ: તમેં કેટલા સારા ફ્રેન્ડ છો?

તાની: ઘણા સારા.. હવે તો આરવ ની બધી વાત મને ખબર હોય છે... એના જીવન માં કઈ પણ નવું થાય એટલે એ સૌથી પેહલા મને જણાવે છે.. હું પણ એવું જ કરું છું..

ક્રિસ્ટલ: તો હવે વિચાર તાની શું આરવ ને એવો ડર ના હોય કે કદાચ આ પ્રેમ ના ચક્કર માં તમારી મિત્રતા ના તૂટી જાય..

તાની: હા કદાચ..

ક્રિસ્ટલ: દેખ તાની જ્યાં સુધી તું પૂછીશ નહિ કે તારી લાગણી વિશે આરવ ને જણાવીશ નહિ ત્યાં સુધી તને શું ખબર કે શું થશે ... તને કદાચ આ સમય વીત્યા પછી અફસોસ ના રહી જાય કે કદાચ વાત કરી હોત તો શું થાત...

તાની: પણ...

ક્રિસ્ટલ: મને તો લાગે છે જ કે આરવ પણ તને પ્રેમ કરે છે..

તાની: પણ નઈ કરતો હોય તો??

ક્રિસ્ટલ: તો તને જવાબ મળી જશે.. અને તું જીવન માં આગળ પણ વધી શકીશ.. અને વાત નહિ કરે તો પૂરું જીવન અફસોસ માં જશે ..

તાની: સારું... હું વાત કરીશ...

ક્રિસ્ટલ સાથે વાત કર્યાં પછી તાની વિચારે છે કે ક્રિએટલ ની વાત સાચી છે...

૨ દિવસ પછી

ક્રિસ્ટલ: તે હજી સુધી વાત નથી કરી. ... હે રામ.. કેમ?

તાની: મને નથી ખબર પડતી કે વાત સ્ટાર્ટ ક્યાં થી કરું.. મને એક્સપિરિયન્સ નથી!!

ક્રિસ્ટલ: હા જાણે મેં તો આમ phd કરી હોય. ... વાત ક્યારે કરીશ

તાની: ઓકે આજે પાક્કું કરીશ કેમ કે આજે છેલ્લો દિવસ છે પછી બધા કોઈ મિત્ર ના ગામડે લગ્ન માં જવાના છે ૫ દિવસ માટે જ્યાં મોબાઈલ નું નેટવર્ક નથી આવતું... એટલે પછી તો એ ઘરે આવશે ત્યારે વાત...

ક્રિસ્ટલ: તારો લાસ્ટ ચાન્સ છે કેમકે આરવ ની સામે રૂબરૂ મુલાકાત માં તો તું નહિ જ બોલી શકે..

તાની: સાચી વાત.. ઓકે હું રેડી છું જે જવાબ હોય એ... હું ના માટે પણ તૈયાર છું વાંધો નઈ જો આરવ ના બોલશે તો કઈ નઈ જરૂરી નથી આપણે જેને પ્રેમ કરીએ એ પણ આપણને પ્રેમ કર... આમ પણ પછી આરવ કેનેડા જતો રહેશે એટલે મારે એનો સામનો પણ રોજ કરવો નહિ પડે... હું ધીરે ધીરે ભૂલી જઈશ... આજે તો બોલી જ દઈશ... જીવન માં અફસોસ ના રહી જાય..

ક્રિસ્ટલ: શું નેગેટિવ વિચારે છે... જો હા કીધી તો એને? જ આ પણ તને પ્રેમ કરતો હશે તો? ?

તાની: તો મારુ જીવન સંપૂણ થઇ જશે..

ક્રિસ્ટલ: બેસ્ટ ઓફ લક તાની... આઈ હોપ કે તારા બધા સપના પુરા થાય... પછી મારી પાર્ટી પાકી ..

અને તાની હસતા હસતા ક્રિસ્ટલ ને બાય લખે છે.. તાની વિચારે છે કે બસ હવે મન માં ને મન માં કેટલું વિચારીશ હું એના કરતા આજે કહી જ દઉં.. પણ એના થી અમારી મિત્રતા તો નહિ તૂટે ને? ? આરવ શું વિચારશે???

જે વિચારે એ... હવે હું મારી લાગણી છુપાવાની નથી... હું પરિણામ માટે તૈયાર છું... અને તાની હિંમત સાથે ફોન લઇ ને નંબર લગાવે છે પેહલી જ રિંગ પછી આરવ નો ખુશી સાથે આવાજ આવે છે " હું તને જ ફોન કરવાનો હતો .. ફોન લીધો ને તે કર્યો. ... આઈ મિસ યુ યાર.. ઘણી બધી વાત કરવાની છે... પણ પેહલા તું બોલ.."

તાની સ્વસ્થ અવાજે પોતાની વાત ચાલુ કરે છે " આરવ... ઘણા સમય થી વાત કરવી હતી પણ બોલી ના શકી.. પણ ...

તાની સ્વસ્થ અવાજે પોતાની વાત ચાલુ કરે છે " આરવ... ઘણા સમય થી વાત કરવી હતી પણ બોલી ના શકી.. પણ ...પણ મને જે નિર્ણય હશે તે મંજુર છે......

આરવ: બોલ ને તાની શું વાત છે? ઘર ની કોઈ વાત? તારા ફોઈ ની વાત? કે પછી ફરી તું તારી કોલેજ ને લઇ ને ચિંતા કરે છે? દેખ મને ભરોસો છે કે તને માસ્ટર કરવા માટે સારી કોલેજ માં એડમીસશન મળી જશે...

તાની: હા ... પણ પેહલા તું બોલ.. તું આટલો ખુશ કેમ છે? હું પછી કહીશ મારી વાત..

આરવ: સાચી વાત છે આજે હું ખુબ જ ખુશ છું. સોરી તાની તને મારે કેહવું હતું પણ... કઈ નહિ હવે બોલી દઉં છું.. તાની ૫ મિનિટ હોલ્ડ કર ફોન, મારા ફ્રેન્ડ બોલાવે છે.. ફોન ચાલુ રાખ હમણાં જ હું આવું છું ..

તાની(આરવ ને શું કેહવું હશે? શું વાત હશે.. આરવ વાત ને લઇ ને ગંભીર જાણતો હતો... હું આવું વિચારું છું ત્યાં તો ફોઈ મને બોલાવે છે.. શું કરું ફોન ચાલુ રાખું કે કટ કરું? અને તાની ફોન ચાલુ રાખી ને ત્યાં જ ટેબલ પર મૂકી દે છે અને પોતાના રૂમ માંથી નીકળી ને ફોઈ ના રૂમ માં જાય છે..

તાની: હા ફોઈ તમે મને બોલાવી?

ઉર્મિલાબેન: હા બેટા.. મિસ્ટર ધીરજ પંડ્યા નો ફોન હતો તારી માટે..

તાની: ફુવા નો ફોન? શું કીધું?

ઉર્મિલાબેન: મને નથી ખબર તારું કંઈક કામ હતું. તું હજી એ માણસ સાથે વાત કરે છે?

તાની: હા.. ફોઈ ધીરજ ફુવા ને મેં માફ કરી દીધા છે.. મારા ખ્યાલ થી તમારે પણ કરી દેવા જોઈએ..

ઉર્મિલાબેન: આટલી સહેલાઇ થી?? એ માણસે જે ભૂલ કરી છે તે ક્ષમાપાત્ર નથી...

તાની: પણ ફુવા બદલાઈ ગયા છે... તમારે એમને એક મોકો તો આપવો જોઈએ..

ઉર્મિલાબેન: સમય વીતી ચુક્યો છે.... એમને કરેલી ભૂલ હું આજે પણ માફ કરવા તૈયાર નથી...

તાની: આખરે ક્યાં સુધી?? તમારા ડિવોર્સ ને ૧૨ વર્ષ થઇ ચુક્યા છે... છતાં ફુવા તમને ભૂલી શક્યા નથી કે તમે પણ ફુવા ને ભૂલી નથી શક્યા... તમેં બંને જીવન માં આગળ નથી વધી શક્યા. તમારા જીવન માં ફુવા નું સ્થાન બીજું કોઈ લઇ શક્યું નથી તો પછી કેમ?

ઉર્મિલાબેન: સાચી વાત છે તાની મારા જીવન માં એ એક જ વ્યક્તિ નું સ્થાન હતું... પણ એમને મારો વિશ્વાસ તોડ્યો છે... ધીરજ અમીર ખાનદાન નો હતો બધા ને એમ હતું કે હું પૈસા માટે એની સાથે લગ્ન કરવા માંગુ છું .. છતાં લોકો ની મેં કોઈ વાત ધ્યાન ન લીધી.. પણ મારા પિતાજી લગ્ન વિરુદ્ધ હતા છતાં મેં બધા ને મનાવ્યા.. કેમકે મારા માટે ધીરજ પ્રથમ હતો... કદાચ પ્રથમ અને છેલ્લો પ્રેમ... લગ્ન નું એક વર્ષ to બરાબર રહ્યું પણ પછી ..

તાની: ખબર છે મને ફોઈ હું કદાચ ૧૦ વર્ષ ની હોઈશ .. પણ ફુવા ની એ એક ભૂલ હતી હું માનું છું પણ ફુવા હજી સુધી તમારી માફી ની રાહ દેખે છે..

ઉર્મિલાબેન: ખબર છે.

તાની: તમે ભલે કદાચ બીજી વાર પ્રેમ ના કરી શકો પ તમે માફ તો કરી શકો ને..

ઉર્મિલાબેન: એમની એ ભૂલ થી મારુ તો જીવન બરબાદ થઇ ગયું ને! તલાક ની વાત આવતા પૂરો પરિવાર મારા વિરુદ્ધ થઇ ગયો મારા પોતાના માં-બાપ પણ સગપણ તોડવા રાજી ન હતા.. માત્ર મારા ભાઈ એ એટલે કે તારા પપ્પા એ સાથ આપ્યો મારા નિર્ણય માં. એટલે જ પુરા કુટુંબે અને સમાજે અમને નીકાળી દીધા... મને હજી યાદ છે મારા લીધે મારા ભાઈ ને પણ ગણું ભોગવવું પડ્યું છે.. તારે, તારા મમ્મી ને તારી બેન ને..

તાની: પણ એમાં ફુવા નો વાંક ન હતો. એ તો સમાજ ની નીચી સોચ હતી.. અને એ સમયે તમે જે કર્યું તે સાચું જ હતું.. પણ ત્યાંર પછી ના ૧૨ વર્ષ ફુવા એ તમારી રાહ દેખી છે.. તમારી માફી ની રાહ દેખી છે. આજે પણ ફુવા નો પેહલો પ્રશ્ન એ જ હોય છે કે તમે કેમ છો? આખરે ૧૨ વર્ષ પછી પણ તમે માફ ના કરી શકો? માફ કરજો ફોઈ આજ સુધી હું તમારી સામે નથી બોલી પણ શું આ અભિમાન નથી???

ઉર્મિલાબેન: ના આ સ્વાભિમાન છે...

તાની: સારું ફોઈ હું આગળ કાંઈજ નહિ બોલું પણ તમે મારા ખાતર એક વાર વાત કરો.. હું એમ નથી કેહતી કે બધું ભૂલી ને આગળ વધો પણ આખરે એક મોકો તો આપી શકો ને...મને ખબર છે તમને આરવ માં ફુવા જેવા લક્ષણ દેખાય છે.. બેપરવાહ જિંદગી જીવવા વાળો માણસ અને કદાચ એ સાચું પણ છે છતાં હું મારા જીવન ને મોકો આપીશ મારા પ્રેમ ને એક ચાન્સ તો જરૂર આપીશ..

ઉર્મિલાબેન: અને તું પણ મારા જેમ દગો ખાઈશ તો???

તાની: તો હું કમજોર નથી.. હું ઉભી થઇ શકું છું... હું અફસોસ સાથે નથી જીવવા માંગતી કે મેં એક મોકો આપ્યો હોત તો કેટલું સારું હોત... અને ફુવા એ જે કર્યું એ નશા માં કર્યું... આલ્કોહોલ ની અસર થી... એમની એ ભૂલ હતી.. પણ દગો નઈ

આટલું બોલી ને હું ફોઈ ના રૂમ ની બહાર આવી જાઉં છું... લગ્ન ના એક વર્ષ પછી ફુવા ને આલ્કોહોલ ની લત લાગી જાય છે અને એમના ઝગડા ચાલુ થાય છે.. છતાં ફોઈ ને આશા હોય છે કે ફુવા દારૂ છોડી દેશે પણ એક દિવસ પાર્ટી માં નશા માં ને નશા માં ફુવા બીજી સ્ત્રી સાથે જોવા મળે છે..સવારે ફોઈ ઓફિસ નો દરવાજો ખોલી ને ફુવા ને બીજી સ્ત્રી સાથે દેખે છે અને ઘર છોડી ને અહીંયા આવી જાય છે... ફુવા માનવાનો પ્રયત્ન કરે છે પણ ફોઈ માનતા નથી અને ફુવા તલાક આપી દે છે પણ પછી ફુવા ને ખ્યાલ આવે છે કે એ એમની કેટલી મોટી ભૂલ હતી.. ફોઈ એ કીધું અને ફુવા માની ગયા તલાક માટે એમને ફોઈ ને માનવા જોઈતા હતા પણ એ એવું ના કરી શક્યા.. ત્યાર બાદ ફુવા આલ્કોહોલ છોડી ને પોતાની કંપની પર ધ્યાન આપે છે.. આજે વિદેશ સુધી એમનો બિઝનેસ છે. અમેરિકા માં રહે છે.. છતાં ફોઈ ને હજી ફોન કરે છે.. મારી સાથે વાત થાય ફુવા ની.. એ હજી સુધી પછતાવો કરે છે.. ખબર નઈ ફોઈ ક્યારે માફ કરશે...આખરે ૧૨ વર્ષ ટૂંકો સમય નથી.. છતાં બંને એક બીજા ને ભૂલી શક્યા નથી.. પ્રેમ પણ કેવો અજીબ છે

હું તો ભૂલી જ ગઈ કે મારા રૂમ માં ટેબલ પર ફોન ચાલુ છે આરવ નો! હે રામ! ! ૨૦ મિનિટ કે ૨૫ મિનિટ થઇ ગઈ.. કદાચ આરવે ફોન મૂકી દીધો હશે... હું ફટાફટ મારા રૂમ માં જાઉં છું અને ફોન દેખું છું હજી ફોન ચાલુ છે..

તાની: આરવ..

આરવ: આરવ આરવ કઈ નહિ હા કે ના?? શું જવાબ છે? દેખ મારે લેટ થાય છે નીકળવાનું છે અને મેં હમણાં જ તને પુરી લાંબી સ્ટોરી કીધી અને પ્રોપોઝ ની સ્પીચ પણ કીધી હવે જવાબ કે..

તાની: પણ.. આરવ...

આરવ: કીધું ને હા કે ના બોલ.. વીલ યુ મેરી મી?

તાની: શું? અ... આ...

આરવ: કીધું ને હા કે ના?

તાની: હા?

આરવ: થૅન્ક યુ.. તે હા પાડી એટલે સ્પીચ સારી જ હશે.. હવે બધું ઠીક થઇ જશે.. ઓકે બાય લેટ થાય છે.. આઈ લવ યુ તાની..

તાની વિચારતી હોય છે કે શું થયું હમણાં.. આરવે મને પ્રપોઝ કર્યું?? અને મેં હા પાડી?? ઓહ માય ગોડ... મને તો માગ્યા વગર જ બધું મળી ગયું...

આરવ: થૅન્ક ગોડ... મને સાચે ચિંતા હતી કે તાની શું વિચારશે... પણ હવે વાંધો નઈ

મિહિર: હેય આરવ શું કરે છે જલ્દી ચાલ ને તને ખબર તો છે જે ગામ માં આપડે જવાનું છે એ કેટલું દૂર છે અને હા ફોન તો ભૂલી જ જજે ત્યાં કોઈ નેટવર્ક નથી આવતું.. કોના સાથે વાત કરતો હતો? ? જેનિફર તો અહીંયા છે ??

આરવ: મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે યાર..

મિહિર: સમજી ગયો તાની..

આરવ: હા..

મિહિર: શું કીધું તાની એ? તે એને કીધું તારા અને જેનિફર વિશે??

આરવ: હા યાર અને સાચે મને ભરોસો હતો એમ જ થયું.. મને ખબર હતી બાકી કોઈ મને સમજે કે નહિ પણ તાની તો જરૂર મને સમજશે અને સાથ પણ આપશે...

મેં એને પેહલા જ કહી દીધું કે તાની વચ્ચે કઈ જ બોલતી નહિ પેહલા મારી પુરી વાત સાંભળી લે પછી તારે જે કેહવું હોય કે જે પૂછવું હોય એ પુછજે.. પછી મેં મારી વાત ચાલુ કરી કે કેવી રીતે હું અને જેની એટલે કે જેનિફર આ ટ્રીપ પર કેવી રીતે મળ્યા અને કેવી રીતે મને એના સાથે પ્રેમ થઇ ગયો... મને એમ હતું કે તાની બોલશે કે ' આટલી જલ્દી!! ૧૨ જ દિવસ માં પ્રેમ? ? ના હોય કે તારી ભૂલ છે' પણ એવું ના થયું એને મારી પુરી વાત શાંતિ થી સાંભળી અને વચ્ચે કઈ જ બોલી નહિ પછી મેં એને સ્પીચ બતાવી... કે હું જેની ને કેવી રીતે પ્રપોઝ કરવાનો છું અને એને કીધું કે તું જેની બનીને મને જવાબ આપ ને તો મારો કોન્ફિડન્સ વધે... અને ત્યારે પણ તાની કઈ જ ના બોલી... થોડીક વાર માટે મને થયું કે તાની સાંભળે પણ છે કે નઈ ??? કેમ જવાબ નથી આપતી?? પણ હું કઈ પૂછું એ પેહલા જ એ બોલી કે

તાની: આરવ..

મેં કીધું "આરવ આરવ કઈ નહિ હા કે ના?? શું જવાબ છે? દેખ મારે લેટ થાય છે નીકળવાનું છે અને મેં હમણાં જ તને પુરી લાંબી સ્ટોરી કીધી અને પ્રોપોઝ ની સ્પીચ પણ કીધી હવે જવાબ કે.."

તાની: પણ.. આરવ...

આરવ: કીધું ને હા કે ના બોલ.. વીલ યુ મેરી મી?

તાની: શું? અ... આ...

આરવ: કીધું ને હા કે ના?

તાની: હા?

આરવ: થૅન્ક યુ.. તે હા પાડી એટલે સ્પીચ સારી જ હશે.. હવે બધું ઠીક થઇ જશે.. ઓકે બાય લેટ થાય છે.. આઈ લવ યુ તાની..

આરવ: બસ આટલી વાત થઇ અમારે..

મિહિર: ઓકે મતલબ તાની ને તે કઈ બોલવા જ ના દીધું ...

આરવ: પણ મને ખબર હતી કે એ પ્રવચન ચાલુ કરશે... એટલે ફોન મૂકી દીધો.. પણ તાની એ હા પાડી એટલે જેની પણ હા જ કેશે... હું કાલે જ જેની ને પ્રપોઝ કરવાનું વિચારું છું

મિહિર: ગુડ લક બ્રો.. તો યાર મારુ અને તાની નું સેટિંગ કર ને..

આરવ ગુસ્સા થી બોલે છે "શું કીધું તે ?? તાની? ભૂલી જા.. તું એના લાયક નથી..."

મિહિર: હું લાયક નથી? ?? છે શું એના માં એવું?

આરવ ખુબ ગુસ્સા માં આવી જાય છે.. પોતાની મુઠી બંધ કરી ને ગુસ્સા ને કાબુ કરવાની કોશિશ કરે છે અને બોલે છે " આજ પછી મારી તાની નું નામ તારા મોઢા થી લેતો નઈ... છેલ્લી વાર બોલું છું " એમ કહી ને આરવ નીકળી જાય છે... કેમ કે જો એ ત્યાં વધારે સમય રેશે તો કદાચ એનો હાથ ઉઠી જશે.. ..

તાની આ બાજુ ખુબ જ ખુશ હોય છે... અને વિચારતી હોય છે "આજે હું ખુબ જ ખુશ છું... મને બધું મળી ગયું... મારો પેહલો પ્રેમ મને મળી ગયો... મને બધું જ મળી ગયું.." ત્યાં તો ફોઈ બોલાવે છે ..

તાની: હા ફોઈ બોલો ને?

ફોઈ: મેં ઘણું વિચાર્યું તારી વાત સાચી છે.. તારા ફુવા ને હું એક ચાન્સ આપીશ. ..

તાની: આજે જ તો દિવસ જ અમેઝિંગ છે... આઈ લવ યુ ફોઈ... થૅન્ક યુ ..

ફોઈ: પેહલા પુરી વાત તો સંભાળ છોકરી...

તાની: હા ઓકે બોલો..

ફોઈ: સાંભળ્યું છે કે આરવ કેનેડા જવાનું વિચારે છે ? જો બેટા એ ત્યાં જાય પછી પાછો આવે એટલા વર્ષ તું શું કરીશ??

તાની: હું મારુ આગળ નું ભણવાનું કરીશ.. અને રાહ જોઇશ..

ફોઈ: તું રાહ જોઈ શકે... પણ હું નહિ... ખોટું નહીં બોલું પણ મને હજી આરવ પાર ભરોસો નથી...

તાની: તો ?? તમારી શું ઈચ્છા છે??

ફોઈ : પણ તું એને પ્રેમ કરે છે તો. ... તમે બંને જોડે કેનેડા જાવ... તું તારું આગળ નું ભણવાનું ત્યાં પૂરું કર... એટલે કે લગ્ન કરી ને જાવ તમે બંને...

તાની: પણ??

ફોઈ: કેમ? લગ્ન નહિ કરે આરવ? તને ભરોસો નથી? કે એ તને પ્રેમ નથી કરતો ?

તાની ગુસ્સા માં આવી જાય છે અને બોલી દે છે કે "સારું તમને જે ઠીક લાગે તેમ... પણ અમે પ્રેમ કરીએ છીએ... આરવ પર ભરોસો છે મને એ લગ્ન થી નહિ ભાગે "

ફોઈ: સારું ત્યારે કાલે જ હું અને તારી મમ્મી જઈ ને એના ઘરે વાત કરીશું...

તાની: સારું.. અને આરવ ની ચિંતા ના કરતા એની હા જ છે

તાની વિચરે છે કે હમણાં જ આરવે મને પ્રપોઝ કર્યું... એ નહિ ભાગે લગ્ન થી... ભલે ને બધું જલ્દી થાય... આમ પણ અમે બંને આ જ તો ઇચ્છીએ છીએ

૨ દિવસ પછી

તાની આરવ ના ઘરે બેસી હોય છે અને વિચારતી હોય છે કે જે થયું એ સારું થયું કે નઈ? ૨ દિવસ પેહલા ફોઈ અને મારા વચ્ચે વાત થયા પછી બીજા દિવસે મમ્મી અને ફોઈ એ આરવ ના ઘરે વાત કરી અને પછી બધા એ નક્કી કર્યું કે સાચી વાત છે બંને ને જોડે કેનેડા મોકલવા જોઈએ... અને એટલા માટે બંને ના લગ્ન કરાવવા જોઈએ... પણ આરવ ને ખબર પડશે ત્યારે એ શું કેહ્શે? એને મને કીધું કે એ મને પ્રેમ કરે છે.. પણ લગ્ન માટે એ તૈયાર છે કે નઈ??? આજે અમે આરવ ના ઘરે સગાઇ અને લગ્ન ની વાત કરવા આવ્યા છીએ... હમણાં સગાઇ નું મુહર્ત જોવાઈ રહ્યું છે... આરવ ને તો આ વાત ની ખબર પણ નહિ હોય. . શું કહેશે એ...

હું અત્યારે આરવ ના ઘર ના ગાર્ડન માં બેસી છું .. ત્યાં તો આરવ નો નાનો ભાઈ અંશ આવે છે.

અંશ: કોન્ગ્રેચ્યુલેશન... તમારી સગાઇ ની તારીખ જોવાઈ રહી છે..

તાની: ઓહ.. હા.. થૅન્ક યુ... તો કોલેજ નું પહેલું વર્ષ કેવું ચાલે છે?

અંશ: મસ્ત પણ તમને શું થયું ?? કેમ ચિંતા માં લાગો છો ?

તાની: કઈ નઈ.. બસ એમ જ..

અંશ: મને કહી શકો છો કઈ પણ...

તાની: સાચે? અત્યારે સાચે મારે કોઈ ના સાથે વાત કરવી છે પણ શું કરું.... મારી બેસ્ટ ફ્રેન્ડ ક્રિસ્ટલ ને હમણાં exam ચાલે છે તો અત્યારે...

અંશ: એટલે જ કીધું મને કહી શકો છો...ઓકે ચાલો તમે તમારી વાત કરતા પેહલા મારી વાત સાંભળી લો... પછી તમારી વાત કેહજો...

તાની: ઓકે.. આ સારું કીધું... તો શું સિક્રેટ છે તારી લાઈફ નું?? શું નામ છે છોકરી નું??

અંશ : નામ નથી ખબર..

તાની: ઓહ.. કઈ નઈ... પૂછી લેજે.. તારા ક્લાસ માં છે કે બીજા કોઈ?

અંશ: કોલેજ માં નથી મારી..

તાની: તો?? બીજી કોલેજ ની?

અંશ: ના

તાની: ઓકે હવે હું થાકી ગઈ બોલ ને... કોણ છે?

અંશ: સારું બોલું છું... તમને ખબર છે એક પ્રતિલિપિ નામે એપ્લિકેશન છે?

તાની: હા બુક માટે... ખબર છે... તો??

અંશ: વાત એમ છે કે એક ગર્લ છે એને પોતાનું નામ "the writer girl" રાખ્યું છે... મેં એની સ્ટોરી વાંચવા લીધી મને ખુબ ગમી તો મેં મેસેજ કર્યો કે ' ખુબ સરસ... અલગ છે અને ઇનોવેટિવ પણ ' મને ખ્યાલ ન હતો કે હું પ્રથમ છું જેને મેસેજ કર્યો છે તોએ ખુબ ખુશ થઇ ગઈ એન્ડ તરત જ થૅન્ક યુ રીપ્લાય આવ્યો... પછી મેં એનું એકાઉન્ટ જોયું તો એમાં એનો ફોટો જોયો અને... અને બસ મને એ ખુબ ગમી ગઈ... પછી તો એના દરેક અપડેટ પર હું મેસેજ કરવા લાગ્યો... અને ધીરે ધીરે અમે વાતો પણ કરવા લાગ્યા... મને એનું સાચું નામ પણ નથી ખબર કે કઈ પણ નથી ખબર.. પણ એને કયો રંગ ગમે છે એને કેવા પિક્ચર ગમે છે અને કેવા ગીતો ગમે છે એ બધી ખબર છે....

તાની: તું પાગલ છે??? (અને તાની હસવા લાગે છે ) તને ખબર છે ને આ બધું મુવી માં કે સ્ટોરી માં સારું લાગે!! તારું કઈ થઇ શકે એમ નથી ..

અંશ: ખબર છે... પણ દિલ ને કોણ સમજાવે..

તાની હસતા હસતા બોલે છે ' સારો ડાયલોગ છે ' પણ સાચે અંશ આવું રિયલ લાઈફ ના પોસિબલ નથી..

અંશ: ખબર છે પણ મને એના સાથે વાત કરવી ગમે છે... દેખ તાની હું આગળ નું કઈ નથી વિચારતો... જે હશે નસીબ માં પણ હું પાક્કું એક વાર મળવા માંગીશ....

તાની: તને લાગે છે કે આ પોસિબલ છે??

અંશ: શું ખબર પણ હું પોઝિટિવ તો રહી શકું ને... ઓકે મારી વાત બહુ થઇ હવે તારો વારો..

તાની ( અંશ ની સાદગી જોઈ ને કોઈ પણ એના પર ભરોસો કરી શકે.. અને હું અંશ ને બધી વાત કરું છું... અને અંશ ખુશ હોય છે કે મને અને આરવ ને પ્રેમ થઇ ગયો અને હવે અમારા લગ્ન પણ થશે... અને અંશ વચન આપે છે કે આ શરત વાળી વાત એ પોતાના સુધી જ રાખશે... અને પછી અમે વાતો કરીએ છીએ ... અંશ ખુબ સરળ સ્વભાવ નો છે... સાચે એના સાથે વાત કરી ને મને સારું લાગ્યું ...)

બસ હવે ૩ દિવસ પછી આરવ આવશે... અને બધું ઠીક થઇ જશે...

ક્રમશઃ