એક શરત - ભાગ-3 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક શરત - ભાગ-3

તાની વિચારતી હોય છે ( અત્યારે માંરા ફોઈ ની વાતો મારા મગજ માં ફરે રાખે છે હું ફોઈ ના રૂમ માં ગઈ ત્યારે ફોઈ એ એક નિરાશા વળી નજરે મારી સામે જોયું અને બોલ્યા "તાની મને તારી પાસે થી આ અપેક્ષા ન હતી. આરવ એ એક ઉડતા પક્ષી સમાન છે તે એક સ્થળે કદી પણ ટકી ન શકે એના અને તારા વિચારો ભિન્ન છે. તો કેવી રીતે? તાની આવા માણસ સાથે પ્રેમ એ તો મૃગજળ સમાન છે. એક સપના સમાન જે ક્યારેય હકીકત ના બની શકે. હું ભોગવી ચુકી છું એટલે મને ખબર છે. .. માની જા મારી વાત અને આરવ જેવા માણસ થી દૂર રહે એ જ તારી માટે સારું છે". . તાની કોઈ શબ્દ બોલી નથી શકતી એન ખબર નથી પડતી કે આખરે એ ફોઈ ને શું સમજાવે અને એ આંખો નીચે કરી દે છે ત્યારે ફોઈ બોલે છે "તાની તારી આ ઝુકેલી આંખો બોલી રહી છે કે તું કોઈ વાત છુપાવી રહી છે. સારું તને ન કેહવું હોય તો ન બોલ પણ હું હજી એક જ સલાહ આપીશ વળી જા.. આ રસ્તા પર તને માત્ર નિરાશા અને દુઃખ જ મળશે" અને ફોઈ ચાલ્યા જાય છે... પણ એમના શબદો હજી મારા મગજ માં ફરે છે... અને ત્યાં જ મમ્મી આવે છે..

કુસુમબેન: તાની બેટા તારી ફોઈ ની ચિન્તા ના કરીશ એમને આરવ ને ઓળખવામાં ભૂલ કરી છે. મને ભરોસો છે તારા અને આરવ પર.. આખરે મીરા નો જ પુત્ર છે. તો એના જ સંસ્કાર હશે ને! ! અરે તને ખબર છે જયારે અમે શાળા માં જોડે હતા ત્યારે અમે વિચાર્યું હતું કે આપણા બાળકો ના લગ્ન કરાવી દઈશું એટલે આપણી મિત્રતા એક સબંધ બની જશે... શું ખબર હતી કે બાળપણ માં નાદાની માં કરેલી વાતો સાચી બનશે. .. હું ખુબ ખુશ છું..

તાની: હું પણ મમ્મી..( હું મમ્મી નો હસતો ચેહરો જોઈ ને ખુશ થઇ જાવ છું.. ભવિષ્ય નું નથી ખબર પણ આજે જે ખુશી છે એ તો જીવી લઉ..)

રાતે ૯ વાગે

ફોન ની રિંગ વાગે છે

તાની: બોલ આરવ

આરવ: હવે તને મારી આદત થઇ છે હે ને? ? કેમ કે મને ખબર છે તે ફોન પર નામ પણ જોયું નઈ હોય. .

તાની: થઇ જાય ને આદત આ જ તો તારો ટાઈમ છે ફોન કરવાનો ( કોલેજ ના પેહલા બે વર્ષ ના અમારા ઝગડા પછી આ છેલ્લા વર્ષ માં અમારું રૂટિન થઇ ગયું છે રોજ આરવ ૯ વાગે ફોન કરે..એટલે અમે ઝગડીએ પછી કોઈક વાર જોડે લખવાનું પૂરું કરીએ.. કોઈક વાર એક બીજા ને શીખવાડીએ જો ના આવતું હોય તો... જેમકે electronics સબજેક્ટ એનો સારો છે તો એમાં એ મારી મદદત કરે અને microprocessor મારો સારો સબજેક્ટ છે તો એના પ્રોગ્રામ બનાવના હોય તો હું એની મદદત કરું...)

આરવ: સાચી વાત... પણ જો મારો ફોન ના આવે તો ?

તાની: તો મારે શાંતિ..

આરવ: રેવા દે.. યાદ છે એક દિવસ હું ફોન કરવાનું કે મેસેજ કરવાનું ભૂલ ગયો હતો ત્યારે કેટલી ગુસ્સા માં હતી.

તાની : ના એવું કઈ જ નથી એ તો મારે મારૂ અસાઇમેન્ટ પૂરું કરવાનું હતું અને તે મદદત નતી કરી એટલે ગુસ્સો હતો. ...

આરવ: સારું તું એવું રાખી શકે. ...

તાની: કેમ ફોન કર્યો? ? કઈ કામ છે? મને ઊંઘ આવે છે

આરવ: કાલે મળીએ

તાની: કેમ?

આરવ: કામ છે... મળી ન જ કહીશ...

તાની: ઓહ ગોડ તારું કઈ ના થઇ શકે.. સારું પણ જો કોઈ ફાલતુ કામ માટે મને હેરાન કરી તો જોઈ લેજે

આરવ: તને આમ પણ મારી વાત કે કામ ફાલતુ જ લગતા હોય છે. .. મારી દરેક વાત માં ના બોલવું જરૂરી છે?

તાની: ઓકે કાલે મળીએ.. આમ પણ આજ ના આટલા બધા ડ્રામા પછી મને સૂવું છે અને જ્યાં સુધી હું હા નાઈ બોલું તું મને સુવા નાઈ દે એટલે ઓકે હા કાલે મળીશુ

આરવ: ઓકે માય લવ ગુડ નાઈટ

તાની: ગુડ નાઈટ ( હું ફોન કટ કરું છું... )

તાની ( સાચી વાત છે જે દિવસે આરવ મને ફોન કરવાનું ભૂલી ગયો ત્યારે હું ખુબ જ ગુસ્સા માં હતી ત્યારે આરવ પૂછ્યું પણ હતું કે મારો ફોન ના આવે એમાં આટલા ફરક ક્યારથી પડવા લાગ્યો? અને એ દિવસે મેં વાત વાળી દીધી મને પણ નતી ખબર કે મને આટલો ફર્ક પડશે!! હું હજી પણ અમારો શું સબંધ છે નથી સમજી શકી... હમણાં થી તો આરવ જ દિમાગ માં હોય છે અને મારા ફોન માં મારી ફ્રેન્ડ નો મેસેજ આવે છે કે "તમેં જેને પ્રેમ કરો છો એના કરતા તમને જે પ્રેમ કરે છે એના સાથે વધારે ખુશ રેહશો" અને હું વિચાર છું કે મારે કેવો જીવનસાથી જોઈએ આરવ જેવું તો બિલકુલ નઈ. મારી વાત સમજે આરવ ના જેમ નઈ કે એના મન નું જ કરે.. જો કે આરવ જેવો દેખાય ત વાંધો નઈ પણ એના જેવો અભિમાની તો નઈ જ ચાલે. ... ઓહ ગોડ તાની તું શું કરે છે કેમ આરવ સાથે સરખામણી કરે છે? ? બધી મારી વાત માં આરવ જ કેમ હોય છે? મારે સુઈ જ જવું જોઈએ... ત્યાં તો આરવ નો મેસેજ આવે છે "માય લવ મારા વિચારો બંધ કર મને કેટલી હેડકી આવે છે.. સુઈ જા સપના માં પણ હું જ આવીશ તારા... ઓકે મજાક બાજુ માં મૂકી દઈ ને સાચે કહું છું સુઈ જા વધારે ના વિચારીશ બધું ઠીક કરી દઈશ હું તને ક્યાંય પણ એકલી નઈ ફસાવા દઉં.. જસ્ટ ટ્રસ્ટ મી "

આરવ ના મેસેજ પછી તાની ના ચેહરા પર એક સ્મિત આવી જાય છે તાની થોડીવાર ફોન ને દેખી ને વિચારે છે કંઈક પછી સુઈ જાય છે...

તાની અને આરવ બીજા દિવસે મળે છે.

તાની : બોલ આરવ શું હતું? મારે લેટ થાય છે.

આરવ: અરે હમણાં આવ છે ને હમણાં ક્યાં જવું છે?

તાની : મારે જવું છે. કામ છે. .

આરવ: શું કામ છે?

તાની: સારું બોલું છું આમ પણ વાત બોલીશ નહિ ત્યાં સુધી તને ચેન નહિ પડે.. આપણા આ સિટી થી ૨૫ કિ.મી જેટલા અંતરે એક ગામ આવેલું છે ખુબ નાનું અને પછાત વિસ્તાર વાળું ત્યાં જવાનું છે હું રજા ના દિવસે ત્યાં જઈ ને બાળકો ને ભણવું છું.. ઓકે?

તાની( અને બસ આ વાત પછી આરવે જીદ લીધી કે આજે તે પણ મારી સાથે આવશે... ના બોલવાની તો વાત જ ક્યાં આવે આરવ ગાડી ચાલુ કરી દે છે અને મારી બેગ પણ ગાડી માં મૂકી દે છે અને હું પણ માની જવું છું. આજ કાલ હું આરવ ની બધી વાત જલ્દી માની જવું છું ખબર નઈ કેમ...

અમે વાતો કરીએ છીએ.. શું પસન્દ છે શું નઈ બધી વાતો. .. અને પછી ગીતો ચાલુ થાય છે આરવ સાથે સમય જાણે કેટલો જલ્દી પસાર થાય છે. હું એની બધી વાતો પર હસું છું એને દેખી જ રહું છું.. ખબર નઈ કેમ પણ એને હસતો દેખી ને એક સુકુન મળે છે એક ખુશી મળે છે.. તાની તને શું થઇ રહ્યું છે? હું આ સવાલ ખુદ ને કેટલી વાર પૂછીશ..)

અને અમે પોહચી ગયા... અને બધા બાળકો આવી જાય છે હું બધા ને બુક નીકળવાનું બોલું છું ત્યાં તો આરવ બોલે છે " અરે શું બુક નીકાળો.. કોઈક વાર તો બાળકો ને મસ્તી કરવા દે, ચાલો બાળકો આજે તો રમીશું બોલો શું રમવું છે? " અને બધા આરવ તરફ ભાગે છે અને બધા ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે...

મને ખ્યાલ જ ન હતો કે મને ક્રિકેટ આટલું ગમે છે.. કેમ કે બોલ કેચ કરવાના ચક્કર માં હું પડી જવું છું.. અને હાલ બધા મારા પર હસી રહ્યા છે..

તાની: આરવ સાચે મને લાગે છે કે મારો પગ તૂટી ગયો.. હું ઉભી નથી થઇ શકતી..

આરવ: સાચી વાત દોડતા પડી જવા થી પગ તૂટી જાય! ! તાની ઉભી થા હવે

તાની: તને મારી વાત પર હસું આવે છે? ? જા હું તારી સાથે વાત નથી કરવાની.. ઓ માય ગોડ..

આરવ: શું થયું? ?

તાની: મારો હાથ!! મારો હાથ પણ તૂટી ગયો ... આરવ હવે શું થશે મારુ?

આરવ: તાની તું બાળક બની ગઈ છે.. એટલે હવે..

તાની ( હું કઈ બોલું તે પેહલા આરવ મને ઉંચકી લે છે... હું એને દેખતી જ રહું છું..મારુ માથું એની ચેસ્ટ પર હોય છે એટલે મને એની દિલ ની ધડકન સંભળાય છે... અને હું ખુબ જ કમ્ફટેબલ ફીલ કરું છું... હું તો વિચારો માં જ હોવ છું અને અમે ડૉક્ટર પાસે પોહચી જઈએ છીએ...

ડોકટર: પગ માં મોચ આવી છે એક દિવસ પાટો રાખશો તો ઠીક થઇ જશે. પણ હાથ પર પુરા શરીર નું વજન આવ્યું છે એટલે ૨ કે ૩ દિવસ લાગશે બીજું કઈ વધારે નથી થયું... તમે હવે જઈ શકો છો..

આરવ હસતા હસતા બોલે છે "વજન જોયું છે તે તારું... મારે હવે કેટલું ઉંચકી ને ફરવાનું... મારી કમર દુઃખી જશે.."

તાની: શું? મારુ વજન? તું જિમ માં શું કરે છે? આટલું પણ વજન નથી ઊંચકાતું... ( મારે આરવ ને ના પાડવી જોઈએ કે મને ઉંચકીશ નઈ પણ હું ઝગડો કરું છું કે મને ઉંચકવાની ના કેમ પાડે છે? તાની તારું દિમાગ ખરાબ થઇ ગયું છે )

પછી તો હું બેસી ને મેચ દેખું છું.. બીજું શું કરી શકું... અને આરવ મને એના હાથ થી જમાડે છે હું ના પાડું છું પણ આરવ માનતો નથી અને બસ જ્યાં જવું હોય ત્યાં ઉંચકી ને મને ફરે છે અને મારુ ધ્યાન તો એવી રીતે રાખે છે કે જાણે મારે ફ્રેક્ચર થઇ ગયું હોય..

અત્યારે અમે બધા બાળકો, હું અને આરવ બધા બેસી ને આરવ ના લેપટોપ માં મૂવી દેખીએ છીએ.. આરવ કેટલી સરળતા થી બાળકો સાથે મળી જાય છે... અને બધા બાળકો પણ આરવ ને થોડા જ સમય માં ખુબ પસન્દ કરી લે છે... હાલ અમે કાર્ટૂન પિચ્ચર દેખીએ છીએ... અને બધા બાળકો ખુશ છે... હું આરવ ની બાજુ માં બેસી છું અને હવે મને ઊંઘ આવે છે..

આરવ:તાની?

તાની: હા આરવ?

આરવ: મારા ખભા પાર માથું મૂકી શકે છે...

તાની: પણ મને ઊંઘ નથી આવી... આ તો બસ. .

આરવ: તો એમ જ મૂકી દે ટેકો મળી જશે..

તાની ( હું આગળ કઈ બોલ્યા વગર માથું એના ખભા પર મૂકી દઉં છું .. આરવ મને પૂછે છે કે આ ગામ માં હું કેટલા સમય થી આવું છું એટલે હું જવાબ આપું છું કે " કદાચ એક વર્ષ થયું હશે મારી ફ્રેન્ડ આવતી હતી એને મને કીધુ ત્યાર થી મેં પણ આવાનું ચાલુ કર્યું" )

તાની ( મને ખ્યાલ જ નથી રહેતો કે હું આરવ ના ખભા પાર માથું મૂકી ને ક્યારે સુઈ ગઈ... જયારે જાગું છું ત્યારે ખબર પડે છે કે સાંજ ની રાત થવા આવી!!)

તાની: આરવ તે મને જગાડી કેમ નઈ? રાત થઇ ગઈ? મમ્મી ચિંતા કરતી હશે..

આરવ: આંટી નો ફોન આવ્યો હતો મેં કઈ દીધું છે કે તારે મોળું થઇ ગયું છે માટે હું તને લેવા આવ્યો છું એટલે ચિંતા ના કરે એમની છોકરી ને સલામત ઘરે પોહચાડી દઈશ ... આંટી એ કીધું કે " આરવ બીટા તું ના હોત તો શું થાય આ છોકરી ને સમય નું પણ ધ્યાન નથી.. પણ તું છે એટલે વાંધો નઈ"

તાની: તું ના હોત તો મારે શાંતિ હોત.. ચાલો જઈશું હવે...( અને અમે નીકળી એ છીએ બધા બાળકો બોલે છે કે હવે આરવ ને લઇ ને જ આવજો... અને અમારી ગાડી ત્યાં થી ઉપડે છે...

તાની: તારે કેમ મળવું હતું?

આરવ: બસ થૅન્ક યુ કેવા.. તું જે હાલ કરે છે મારા માટે..

તાની: જો હું હારી ના હોત તો ના કરતી હોત મદદત..

આરવ: પણ તું વચન તોડી પણ શકતી હતી..

તાની: હું કોઈ વચન તોડતી નથી...

આરવ: તું અજીબ છે.. પણ મને એક વાત સમજ નથી પડતી.. તને લોકો ની કોઈ પડી નથી તને કોઈ શું સમજે એમાં પણ તને કોઈ વાંધો નથી તું કોઈ ને પણ કઈ પણ બોલી શકે છે તો પછી તારા પરિવાર સામે કેમ કઈ બોલી નથી શકતી ?

તાની: બોલી તો શકું છું પણ બોલવા નથી માંગતી... હું જેને પ્રેમ કરું છું તેને મારી વાત માટે માનવી શકું પણ હું એમનો વિરોધ ના કરી શકું.. અને હું મારા પરિવાર ને ખુબ જ પ્રેમ કરું છું એટલે એમને મારી વાત સમજાવા નો પ્રયત્ન કરી શકું પણ એમની ખુશી માટે કઈ પણ કરી શકું...

આરવ: એમની ખુશી માટે તારી પોતાની લાઈફ નો પણ ત્યાગ?

તાની: જીવન પણ તો એમના થી છે... એ મને સમજવા નો પ્રયાશ કરી શકે તો હું કેમ નઈ??

આરવ: તારા જીવન માં કઈ થયું છે જેનાથી તું ડરી ગઈ છું?

તાની : હું ભૂતકાળ માં ખોવાઈ જવું છું અને મારા આંખ માં આંસુ આવે છે પણ હું એને રોકી લઉ છું અને કાચ ની બહાર દેખવા લાગુ છું... આરવ સમજી જાય છે કે મારે આ વિશે વાત નથી કરવી... એટલે એ વાત બદલે છે

આરવ: તાની તને શું થયું છે? આજ કલ મારી વાત જલ્દી માની જાય છે અને મને દેખતી રહે છે હસતી રહે છે મારી વાતો પર.. પ્રેમ થઇ ગયો કે શું?

તાની: સપના માં તારા આ વિચાર... આવું કઈ નથી... ( હું આગળ કઈ બોલું તે પેહલા આરવ હસવા લાગે છે... અને હું વિચારું છું કે વાત તો આરવ ની સાચી છે... શું થયું છે મને? મારે આરવ થી દૂર રેહવું જોઈએ કદાચ ... અને આરવ મને ઘરે મુકવા આવે છે.. અને રાતે હું આ પૂરો દિવસ વિચારી ને ખુશ થાઉં છું.. પણ હું ખુશ કેમ છું? ? ના મારે આરવ થી દૂર રેહવું જોઈએ... અને હું નક્કી કરું છું કે હવે થી હું આરવ થી દૂર રહીશ...)

તાની

એક અઠવાડિયું થવા આવ્યું છે અને મેં વિચાર્યું હતું કે હું આરવ થી દૂર રહીશ પણ પેલા ગામ માંથી આવ્યા પછી તો આ વાત અશક્ય લાગે છે જ્યારે જયારે ફોન આવે ત્યાર ત્યારે હું હસી ને વાત કરું છું બધી વાતો એની સાંભળું છું આવું જ રેહશે તો ક્યાંથી દૂર જઈશ હું... ત્યાં તો મારો ફોન ની રિંગ વાગે છે

તાની: ઓહ્હ સારું થયું તે કોલ કર્યો.

ક્રિસ્ટલ: હા તું મને ભૂલી જ ગઈ એમ લાગે છે..

તાની: ના હવે તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ હું થોડી.... જવાદે મારી વાત આપણે જોડે ડિપ્લોમા કર્યું અને ડિગ્રી માટે તું જર્મની જતી રહી ત્યાર પછી તો આપણી વાતો આમ જ થાય છે એક મહિને કે પછી ૨ મહિને પણ એનો મતલબ એમ નથી કે હું ભૂલી ગઈ તને આજે પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ

ક્રિસ્ટલ: સાચી વાત છે તો હવે મને બોલ કે શું ચાલે છે તારા જીવન માં?

તાની: તને ખબર જ છે કે હું અને આરવ તો એક નદી ના બે કિનાર સમાન હતા જે કદી ભેગા ના થાય અને અમારું આવું જ ચાલતું હોત પણ એક દિવસ મારા અને આરવ વચ્ચે શરત લાગે છે અને....( ક્રિસ્ટલ મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે હું એને વાત કરું છું બધી..)

ક્રિસ્ટલ: તાની તને ખબર છે ને તું શું કરે છે.. હું તારા દરેક નિર્ણય માં સાથે છું બસ ધ્યાન થી આગળ વધજે...

તાની: મને નથી ખબર હું શું કરું... હું આરવ ને દિમાગ માંથી નીકળી જ નથી શકતી જેટલો વધારે પ્રયાસ કરું એટલું વધારે આરવ તરફ ખેંચાતી જાવ છું લાગે છે આરવ સાથે હોવ ત્યારે જાણે મારુ મગજ ચાલતું જ નથી બધા નિણઁય દિલ જ લે છે.... ક્રિસ્ટલ હું કઈ ખોટું કરું છું? તને શું લાગે છે

ક્રિસ્ટલ: જેમાં તું ખુશ છે એ જ કર.. દુનિયા નું વિચારીશ તો કેવી રીતે જીવીશ.. અને કોઈક વાર દિલ ની વાત માની પણ લેવી જોઈએ... શું ખબર આગળ શું છે જોઇશ નહિ તો ખબર કેવી રીતે પડશે...

તાની: સાચી વાત છે તારી

ત્યાર પછી અમે ઘણી જૂની વાતો યાદ કરી અને જાણે ભૂતકાળ ની એક સફર કરી આવ્યા...

શું મારે આરવ ને કેહવું જોઈએ કે હું શું વિચારું છું? આવા વિચાર સાથે હું ઘર ના કામ માં લાગુ છું

રાતે ૯ વાગે

ફોન ની રિંગ વાગે છે

તાની: હેલો આરવ.. મારે તને...

આરવ: પેહલા મારી વાત સાંભળ મારે લેટ થાય છે..

તાની: લેટ? કેમ? ક્યાં જાય છે?

આરવ: એ જ કહું છું... સોરી હું પેહલા કહેવાનું ભૂલી ગયો પણ કઈ નઈ હવે કઈ દઉં છું અમે બધા કોલેજ ના મિત્રો એ નક્કી કર્યું હતું કે કોલેજ થી જુદા થઈએ એ પેહલા લાંબા પ્રવાસે જવું છે તો હમણાં જ કલાક માં નીકળવાનું છે અને મારે બધું પેકીંગ પણ બાકી છે... એટલે બાકી વાતો કાલે કરીશ પણ બધા જોડે હોઈશું તો ફોન કરવા માં લેટ પણ થઇ શકે..

તાની નિરાશા સાથે બોલે છે " બધા... એટલે સાક્ષી.. મોનીકા...

આરવ: ના ના અમે ખાલી બધા છોકરાવો... નો ગીર્લ્સ...

તાની: ઓહ.. તો જા પેકીંગ કર... તારું હંમેશા આવું હોય છે બધું લાસ્ટ ટાઈમ પર...પણ ક્યાં જાવ છો?

આરવ: પછી કહીશ લાબું લિસ્ટ છે ૧૫ કે ૨૦ દિવસ જેવું...

તાની: ઓહ..

આરવ: મને ખબર છે તું કેમ નિરાશ છે પણ ચિંતા ના કર ઘરે આવી ને આપણો આ સંબન્ધ બધા સામે કેવી રીતે તોડવો એ હું વિચારી લઈશ ...

તાની: ઓકે..( હું બીજું બોલી જ ના શકી કેમ કે આ વાત તો હું ભૂલી ગઈ હતી કે આ માત્ર નામ નો સંબન્ધ છે. બાકી અમારા વચ્ચે એક શરત જ તો છે )

આરવ: મને ખબર છે તું મને ખુબ મિસ કરીશ.. પાક્કું યાદ કરીશ..

તાની: બિલકુલ નહિ. મારે તો શાંતિ.. પણ તું મને સોરી કેમ બોલે છે તારા જીવન ની બંધ વાત મને ખબર હોવી જરૂરી નથી... તો તે મને ના કીધું હોત તો વાંધો ન હતો..

આરવ: ખોટી વાત.. જો મેં તને ના કીધૂ હોત તો તો તોફાન આવી જાત.. ગુસ્સો જોયો છે પોતાનો?

તાની: હું ગુસ્સો નથી કરતી..

આરવ: સાચે? નથી કરતી?

તાની: સારું તારા પર જ કરું છું બાકી હું શાંત છું..

આરવ: કેમ? હમ આપકે હે કોન?

તાની: ( એ તો મને પણ નથી ખબર.. દિલ ને પૂછવું પડશે... પણ હું આવું કઈ આરવ ને નથી કેહતી બસ ચૂપ રાહુ છું)

આરવ: સારું હવે મારે લેટ થાય છે બાય..

તાની: ઓકે બધું લેજે કઈ ભૂલી ના જતો...

અને ફોન મુકાય છે

તાની(

સાચી વાત છે પેહલા હું તો નક્કી કરું કે આ શું છે... પેહલા ખુદ ને સમજીશ પછી આરવ જોડે વાત કરીશ...

ક્રમશઃ