Ek Sharat books and stories free download online pdf in Gujarati

એક શરત

એક શરત

1

તો માય લવ કાલે થી યાદ રાખજે કે તું મારી પ્રેમિકા છે આરવ ની વાત થી તાની ને મન થયું કે હમણાં જ ત્યાં થી જતી રહે કે પછી આરવ ને કઈક સંભળાવે પણ તાની કાઈ કરી શકે તેમ ન હતી. ગુસ્સા થી લાલ તાની માત્ર આરવ ને કાઈ જ કહેતી નથી. ' ઓહો માય લવ આટલો ગુસ્સો!!' અને આરવ હસી પડે છે. " બસ આરવ... તું તારી સીમા યાદ રાખે તો સારું"

આરવ: મને તો માત્ર શરત યાદ છે.

તાની: સારું હું કાલે મળીશ. અને તાની ત્યાં થી નીકળી જાય છે એક પણ શબ્દ બોલ્યા વગર...

આરવ બસ પોતે ખુશ હોય છે કે આ શરત તે જીતી લીધી છે..

તાની વિચારે છે કે કેમ તેને આ શરત લગાવી?? આખરે કેમ? આરવ ને જોઈ ને જ ગુસ્સો આવે છે અને આરવ તો મારો દુશ્મન હતો... તો હું કેવી રીતે શરત લગાવા તૈયાર થઈ ગઈ? હવે એક મહિના સુંધી મારે એની ગર્લફ્રેંડ બની ને રેહવું પડશે.. હે રામ.. કેમ ??? પણ હવે કાઈ થઈ શકે તેમ નથી... કઇ નઇ એક જ મહિના ની તો વાત છે ... 30 જ દિવસ .. પછી આમ પણ કોલેજ પણ પુરી થશે... અને પછી અમારા રસ્તા અલગ.. આ વિચારો ની સાથે તાની બસ માંથી ઉતારી ને ઘર તરફ ચાલે છે. મન માં ઘણા બધા વિચારો ચાલે છે .. તાની ના પણ કરી શકે છે અને પોતાનું વચન તોડી પણ શકે છે.. પણ તાની માટે તેનું સ્વાભિમાની ખૂબ જરૂરી છે. તેના માટે તેનું વચન મહત્વ નું છે... આજ સુધી તાની એ કોઈ વચન તોડ્યું નથી.. તાની નિર્ણય કરી લે છે કે તે આ શરત હારી છે એટલે હવે એ પોતાનું વચન પણ નિભાવશે.. આરવ સાથે એક મહિનો એની ગર્લફ્રેંડ હોવાનું નાટક કરવું માથા ના દુખાવા જેવું છે... પણ હું કરી લઇશ.. આ વિચાર સાથે તાની એક કાગળ અને પેન હાથ માં લે છે

આરવ હજી પણ કોલેજ ના પાર્કિંગ માં હોય છે. અને વિચારે છે ' આરવ કદી હરતો નથી.. હવે મારી બધી પ્રોબ્લેમ્સ ખતમ થઈ જશે. બસ બધા ને ભરોસો આવી જાય કે હું અને તાની એક બીજા ને પ્રેમ કરીએ છીએ એટલે બસ શાંતિ... પછી હું વિદેશ ભણવા જતો રહીશ અને ઘરે થી પણ કોઈ ને કોઈ વાંધો નઇ હોય.... મારે મારા સપના પુરા કરવા છે .. વિદેશ જવું છે અને ફરવું છે.. પણ મારા ઘર વાળાઓ ને તો મને સેટ કરી દેવો છે... છોકરી જોઈ લે.. પસંદ કરી લે.. પણ હવે શાંતિ... તાની તો આમ પણ મારા ઘરે બધા ને પસંદ છે એટલે બધા ખુશ થઈ જશે.. અને હું આરામ થી વિદેશ જતો રહીશ એક વાર વિદેશ ગયા પછી કોઈ વાંધો નઇ આવે... એક જ મહિનો બસ ... ત્યાં તો ફોન ની રિંગ વાગે છે...

આરવ: હેલો

નીરજ: હેલો આરવ.. તો શુ નક્કી થયુ ? તું આવે છે અહીંયા??

આરવ: હા ભાઈ એક જ માહિના ની રાહ દેખ તું પછી હું પણ કેનેડા આવું છું ...

નીરજ: તો તો કોઈ ચિંતા ના કરતો તારા રહેવા માટે ઘર અને બાકી વ્યવસ્થા હું કરી લઈશ...ભાઈ બસ તું આવી જા પછી તો જલસા... પણ તારા ઘર વાળા માનશે?? તારા ઘર વાળા તો તારી સગાઈ ની પાછળ પડ્યા હતા ને??? ભાઈ સગાઈ કરે છે કે શુ?

આરવ: શાંતિ રાખ ને ભાઈ તું પણ.. બધી વાત હું તને સમજાવિશ... અને ના કોઈ સગાઈ નથી થવાની અને હા ઘર વાળા માની જશે મારા... બાકી વાતો પછી હાલ મારે લેટ થાય છે... આ સાથે ફોન પૂરો થાય છે.. આરવ વિચારે છે કે તે શરત જીતી તો ગયો છે પણ શુ તાની માનશે? જો તાની ના પાડી દેશે તો શું થશે? ના આટલી બધી મેહનત પછી હવે હું કઈ થવા ના દઈ શકું તાની ને માનવું જ પડશે... ચાલો હવે ઘરે જઈએ અને મારા મોટા પરિવાર ને મળીએ.. મારો પરિવાર એટલે અલગ અલગ જાત ના બધા લોકો.. સમૂહ કુટુંબ... આજ ના જમાના માં પણ સમૂહ કુટુંબ નું શ્રેષ્ઠ ઉદાહરણ દેખવું હોય તો એ મારો પરિવાર...

() માં લખેલા વાક્યો એટલે કે પાત્ર જે મન માં વિચારે છે... એમ સમજવું

શરૂઆત મારા મમ્મી અને કાકી થી કરીએ એ બંને વચ્ચે સગી બેનો કરતા પણ વધારે પ્રેમ બંને પૂરો દિવસ આખા ગામ ની પંચાયત કરે અને TV સીરીયલ દેખે... કાકા આમ તો મનમોજી માણસ પણ પ્રૉબ્લેમ એ છે કે શુધ્ધ ગુજરાતી માં જ વાત કરવાની એમને વિદેશી ભાષા અને વસ્તુ પસંદ નથી હવે મારુ વિચારો મારે મારી પર્સનલ ડાયરી એમ નઇ બોલવાનું પણ એમ કેવાનું કે વ્યક્તિગત નોંધઃપોથી લખું છું.... બોલો કેવું લાગે... સાલું આવા શબ્દો ક્યાં થી યાદ આવે!! અને પપ્પા મારા ઘર ના હિટલર... કડક અવાજ અને ગુસ્સા વાળો સ્વભાવ અને દેખાવ પણ એવો એમના માટે નિયમ અને અનુશાસન જ જીવન... અમિતાભ બચ્ચન ની જેમ બોલે "એક વાર કઈ દીધું તો કઈ દીધું બસ" અને બધા માની જાય દાદા દાદી તો મસ્ત છે આજ ના જમાના ના બધા વિચારો સમજે અને ફરવા ના પણ શોખિન... ઘર માં સૌથી મોટો હું પછી મારો નાનો ભાઈ જે કોલેજ ના પેહલા વરસ માં છે મારી કાકી ની બંને છોકરીઓ હજી 11 માં ધોરણમાં ભણે છે... મારો ભાઈ અંશ મારા થી પૂરો ઓપોઝિટ શાંત અને સીધો.. બેનો માં સોનલ શાંત અને ઝલક મસ્તી વાળી એટલે અમારે વધારે બને... અંશ અને સોનલ ની દરેક વાત માં ના હોય અને મારી અને ઝલક ની હા હોય....

મીરાબેન: ક્યાં રહી ગયો હતો આરવ?? જલ્દી બેસી જા હું જમવાનું પિરસી દઉં.. તને ખબર છે આજે મને માર્કેટમાં માં કોણ મળ્યું!!

આરવ: કોણ ?

મીરબેન: પેલા રેખા બેન ખબર છે આપણા સમાજ ના હમણાં જ લગ્ન માં મળ્યા હતા...

આરવ: ( મને ખબર છે હવે વાત ક્યાં જશે આગળ અને થોડી વાર માં મારા કાકી પણ આવી જશે વાત ની વચ્ચે ) તો મમ્મી એનું શું?

મીરબેન: અરે એમની છોકરી એમને લઈ ને આવી હતી બોલ... એ પણ એક્ટિવા પર.. છોકરી બાઈક પણ ચલાવે છે.. કેટલી સુંદર લાગતી હતી...

નીમાબેન: હા સાચે આરવ.. તમે બંને જો જોડે ઉભા હોવ તો તો પેલા સુરજ અને સાંજ જેવા લાગો!

આરવ: સુરજ ને સાંજ કોણ?? એ કોણ કાકી??

નીમાબેન: અરે પેલી સીરીયલ છે ને એના હીરો હિરોઇન જેવા...

આરવ:( હવે તો જમવાનું પૂરું થશે ત્યાં સુધી આ જ વાત ચાલશે.... હજી તો હું કંઇક કહું એ પેહલા જ મારા ફોન ની રિંગ વાગે છે.. તાની ?? હમણાં કેમ ફોન કરે છે? એટલે હું તરત જ મારો ફોન લઈ ને મારા રૂમ માં જાઉં છું..)

તાની: હેલો..

આરવ: અત્યારે કેમ ફોન કર્યો ? અચાનક ? શુ થયું?

તાની: મારે વાત કરવી છે કઈક..

આરવ: ના તાની જો તે જાતે જ શરત લગાવી હતી.. હવે તું ના ના કહી શકે... તારે એક મહિનો તો એક્ટિંગ કરવી જ પડશે...

તાની: પણ..

આરવ: પણ કઇ નઈ.. જો હું હારી ગયો હોત તો હું પણ મારું પ્રોમિસ પૂરું કરત...

તાની: પણ વાત તો સંભાળ મારી...હું કહું છું કે....

આરવ: જો તાની હવે કઈ જ ના થઇ શકે... તારે પેહલા વિચારવા જેવું હતું...

તાની: હે રામ આરવ હવે ચૂપ થઈ જા નહીં તો હું સાચે ના પાડી દઈશ..

આરવ: મતલબ તે ના કેવા નથી ફોન કર્યો?

તાની: ના ....બીજી વાત છે પણ હવે સાચે ના કરવાનું મન થાય છે...

આરવ: ઓકે ઓકે સોરી.. બોલ તો શું હતું? ( હું સાચે ડરી ગયો હતો કે તાની મારા પૂરો પ્લાન ની બજાવી દેશે... )

તાની: ઓકે તો કાલે સવારે કોફી શોપ માં મળીએ.. હવે જ્યારે જોડે જ એક મહિનો રેવાનું છે તો અમુક નિયમો બનાવ પડશે...

આરવ: નિયમો?? કેવા??

તાની: કાલે મળીયે એટલે વાત કરીએ... મારી વાત મંજૂર હોય તો ઠીક છે નહીં તો ....

આરવ: ઓક મંજૂર છે.... કેટલા વાગે?

તાની: 9 વાગે.. ( મને એમ હતું કે ના પાડશે.. પણ આ તો માની ગયો.. ઠીક છે તો કાલે મળીએ)

આરવ: ઓકે.

ફોન પૂરો થયો..

તાની ( આરવ માની તો ગયો.. સારું છે .. એ સાથે જ હું કાગળ પર લખવાનું ચાલુ કરું છું... પણ મારા મમ્મી કે પપ્પા ને ખબર પડી ગઈ તો શું થશે?? મારો નાનો પરિવાર .. હું મારી બેન દિવ્યા જે 11 માં ધોરણ માં ભણે છે .. પપ્પા .. મમ્મી અને ફોઈ... ફોઈ છૂટાછેડા પછી અમારા ઘરે જ રહે છે.. મમ્મી અને ફોઈ જુનવાણી વિચાર વાળા છે જ્યારે પપ્પા મારા આજ ના વિચારો વાળા... મારુ બધું સમજે.. આરવ ના મમ્મી અને મારા મમ્મી ફ્રેન્ડ છે... એટલે ખબર તો પડશે જ ... રામ જાણે હવે શું થશે? આરવ ના ચક્કર માં મારે મોટા મોટા પ્રોબ્લેમ્સ થવાના છે... પણ શુ કરું હું??? આ વાત વધારે તો નઈ વધી જાય ને?? જો ઘર માં ખબર પડી તો?? એમને કેવું લાગશે કે મારા જીવન માં કોઈ છે અને મેં ઘર માં કીધું પણ નહીં... ફોઈ તો કેટલું બોલશે... આ બધું આરવ ના લીધે... હું ના કહી દઉં તો કાલે વધારે ને વધારે શુ થશે? આરવ બોલશે.. ગુસ્સે થશે.. અને બીજું શું?? અમે કોઈ ફ્રેન્ડ નથી એટલે મને એ કઈ પણ બોલે કે કરે ફરક નથી પડતો.... પણ હું કાશ શરત જીતી ગઈ હોત તો??? તો વાત કાંઈક અલગ જ હોત

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED