એક શરત 5(one bet) Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક શરત 5(one bet)

બધું ૪ વર્ષ પછી

તાની

ઓફિસ માં કોફી નો ગ્લાસ પૂરો થાય તે પેહલા જ રિંગ વાગે છે અને ફોન પર વાત પુરી થયા પછી હું તરત જ મારા ઓફિસ ની બહાર નીકળી ને લિફ્ટ માં જાઉં છું અને ૧૨ માં માળે જવા બેટન પ્રેસ કરું છું... મને લિફ્ટ માં જોઈ ને બીજા ઘણા લોકો અટકી જાય છે નજર ઝૂકી જાય છે અને નવા નવા જોઈન કરેલા એમ્પ્લોઈ તો ગભરાઈ જાય છે કે એમના થી કોઈ ભૂલ ના થાય... જો કે હવે તો મને આદત પડી ગઈ છે લોકો ના ટેંશન વાળા ચેહરા દેખવાની .... ત્યાં તો હું પ્રવેશું છું " તો ધીરજ સર બોલો કયો નવો પ્રોજેક્ટ ની તમે વાત કરતા હતા???" ધીરજભાઈ બોલે છે "કેટલી વાર તને કીધું છે બેટા મને સર નહિ ફુવા બોલ.."

તાની: સોરી.. બોલો ફુવા..

ધીરજભાઈ: નવો અને ખુબ અગત્ય નો પ્રોજેક્ટ છે.. અને મારુ મન છે કે આ પ્રોજેક્ટ તું જ હેન્ડલ કરે... તું તો જાણે છે અમારે કોઈ છોકરું નથી જે છે એ તું જ છે અને મારો આટલો મોટો બિઝનેસ તે ખુબ જ સારી રીતે હેન્ડલ કરી લીધો છે... સાચે તું ના હોત તો આ બધું કોણ સાંભળત???

તાની: જે શીખી છું એ બધું તમારા પાસે થી... તમારા વગર હું એકલી આટલું બધું ના કરી શકી હોત ...

ધીરજભાઈ: મેં તો માત્ર દિશા આપી છે.. માત્ર આંગળી ચિંધી છે પણ તે જે મેહનત કરી છે રાત દિવસ એ તો ખરેખર અમૂલ્ય છે... મને હજી પણ યાદ છે ૪ વર્ષ પેહલા જે છોકરી ને બિઝનેસ નું કોઈ ખ્યાલ ન હતો એ આજે મારો બિઝનેસ સાંભળે છે... તે ધીરે ધીરે બધું શીખી લીધું છે... લાગે છે કે મારે નિવૃત થઇ જવું પડશે જલ્દી...

તાની: ના ફુવા વિચારતા પણ નહિ... તમારા વગર હું બધું ના કરી શકું મને તમારી જરૂર છે...

ધીરજભાઈ: ખબર હતી તું આવું જ કંઈક કહીશ... પણ યાદ છે ૪ વર્ષ પેહલા મેં જયારે તને પૂછ્યું હતું કે કે " બોલ શું શીખવું છે? કેટલા આગળ જવું છે? કેટલી હિંમત અને ધગશ છે? " ત્યારે કેવું નીડર થઇ ને તે કીધું હતું કે " હિંમત તો એટલી બધી છે કે યાદ રાખજો મારા શબ્દો ફુવા ૫ વર્ષ માં તમે મને તમારી કંપની ની ceo બનાવશો" ત્યારે મને લાગ્યું હતું કે માત્ર ગુસ્સો છે.... પણ સાચે બેટા તે કરી બતાવ્યું .. અને મને ખબર છે કે તે આ માટે ખુબ મેહનત પણ કરી છે, એટલે હું વિચારું છું કે...

તાની: સાચે??? ( આટલા વર્ષો ની મેહનત કામ આવી...)

ધીરજભાઈ: હા આ છેલ્લો પ્રોજેક્ટ પૂરો થાય પછી તું કંપની ની નવી ceo છે..

તાની: થૅન્ક યુ ફુવા...

ધીરજભાઈ: પણ કાલે સાંજે જ તારે નીકળવાનું છે નવા પ્રોજેક્ટ માટે... ત્યાં બીજી કંપની જોડે મિટિંગ કરવાની છે અને મિટિંગ ઓકે થાય તો એ કંપની સાથે મળી ને ત્યાં કામ ચાલુ કરવાનું છે... અને મેં તારી ઇન્ડિયા જવાની ટિકિટ કરાવી દીધી છે..

તાની: ઇન્ડિયા???

ધીરજભાઈ: હા... કેમ? તું હજી સુધી...

ધીરજભાઈ વાક્ય પૂરું કરે તે પેહલા જ તાની બોલે છે " ના કોઈ વાંધો નથી... હું જઈશ... મને હવે કોઈ ફર્ક નથી પડતો કોઈ થી નહિ... આ નવી તાની છે જે ક્યાંય હાર નથી માનતી... હું કરીશ પ્રોજેક્ટ પૂરો"

ધીરજભાઈ: સારું પણ આજે કામ વધારે ના કરતી તારી ફોઈ પછી મારા પાર ગુસ્સો કરે છે કે મેં તને વધારે કામ આપી દીધું... અને આમ પણ તું કાલે સાંજે નીકળીશ એટલે આજે સાંજે નાની પાર્ટી રાખી છે"

તાની: પાર્ટી?? પણ તમને ખબર છે ને મને શોખ નથી..

ધીરજભાઈ: મારે કઈ સાંભળવું નથી... તારી ફોઈ ની ઈચ્છા છે એટલે પાર્ટી કરીશુ.. એને કેટલી મેહનત કરી છે..અને આ તારા સર નો ઓર્ડર સમજી લે પણ સાંજે વહેલી પછી આવજે..

તાની: ઓકે સર.. આવી જઈશ..

અને હું મારા ઓફિસ માં આવું છું ને વિચારું છું કે કેટલી બદલાઈ ગઈ જિંદગી મારી આ ૪ વર્ષ માં ..

૪ વર્ષ માં બધું બદલાઈ ગયું... જો કે ફોઈ માની ગયા અને ફુવા ને માફ કરી દીધા... અને અત્યારે અમે હું ફોઈ અને ફુવા જોડે ન્યૂયોર્ક માં રહીએ છીએ ... એ દિવસે હું તૂટી ગઈ હતી ... હું હારી ગઈ હતી અને મેં અહીંયા આવવાનો નિર્ણય લીધો... મમ્મી મારા નિર્ણય થી ખુશ ન હતી પણ મારી હાલત જોઈ ને માની ગઈ પપ્પા પણ માની ગયા. ... અને અહીંયા આવી ને તો રાત કે દિવસ કામ કામ અને કામ જ.. મારુ જીવન જાણે કામ બની ગયું... આટલા ૪ વર્ષ માં કામ માંથી એક પણ રજા નથી લીધી મેં... સવારે ઉઠી ને ઓફિસ પછી કામ અને રાતે મોડા ઘરે જવાનું અને કોઈક દિવસ ઓફિસ માં પણ રાત જતી રહે... ફુવા ને લાગે છે કે મારા આવ્યા પછી કંપની એ ખુબ જ તરક્કી કરી પણ ફુવા વગર કઈ ના થઇ શકે.. એમને મને ખુબ જ શીખવાડ્યું છે... અને હા સ્વભાવ પણ મારો બદલાઈ ગયો છે.. હવે આ પેહલા જેવી તાની નથી હું નીડર થઇ ને વાત કરું છું.. કામ મને પરફેક્ટ જોઈએ અને કોઈ પણ એમ્પ્લોય ને ફાયર કરતા એક વાર નથી વિચારતી...

હું ફાઈલ ખોલું છું કે મારે કઈ કંપની સાથે મિટિંગ કરી ને જોડે પ્રોજેક્ટ કરવાનો છે.. અને નામ વાંચતા ની સાથે જ અત્યાર સુધી દબાયેલો બધો ગુસ્સો જાણે એક સાથે બહાર આવે છે... ફરી થી ??? મેં મારા વાંક વગર ખુબ સહન કર્યું છે.. મદદત કરવા જતા ખુદ ને ખોઈ દીધી... આ માણસ માટે મેં બધું કરવા તૈયાર હતી.. ખુદ ને બદલવા પણ... પણ આને શું કર્યું મારા સાથે???... મિસ્ટર આરવ રાવલ... તારી એક શરતે મારી જિંદગી બદલી નાખી હતી

આરવ ઓફિસ માં કામ માં વ્યસ્ત હોય છે ત્યાં એના ઓફિસ નો દરવાજો ખુલે છે અને અંશ અંદર આવે છે...

અંશ: આપણા આગળ ના પ્રોજેક્ટ ની ફાઈલ આ રહી... પપ્પા નું માનવું છે કે આ ખુબ જ અગત્ય નો પ્રોજેક્ટ છે કંપની માટે, ન્યૂયોર્ક ની કોઈ મોટી કંપની આવાની છે અહીંયા અને જો આપણી મીટિંગ સારી રહી તો આપણે જોડે કામ કરીશુ...

આરવ: તારે ઓફિસ જોઈન કર્યા ને હજી અઠવાડિયું જ થયું છે છતાં તું ખુબ જલ્દી બધું શીખી રહ્યો છે... સારું છે આ પ્રોજેક્ટ આપણે જોડે હેન્ડલ કરીશું પણ એના પછી તારે જાતે નવા પ્રોજેક્ટ પર કામ કરવું પડશે...

અંશ: સાચે ભાઈ તમને લાગે છે કે હું જાતે કરી શકીશ?

આરવ: હા મને પૂરો ભરોસો છે તારી પર તું કદાચ મારા થી પણ આગળ નીકળી જઈશ...

અંશ: તો ભાઈ શું વિચાર્યું ? આવો છો ને આજ ની પાર્ટી માં

આરવ: ના મારે કામ છે... અને આમ પણ પાર્ટી...

અંશ: ભાઈ તમે આવું બોલો છો? તમારે પાસે થી પાર્ટી કે મસ્તી કે જલસા કરવા માટે કદી ના નથી સાંભળી... પણ હવે તો.. તમે બદલાઈ ગયા છો..

આરવ: મોટા થવા સાથે જવાબદારી પણ આવે અને શોખ પણ બદલાય...

અંશ: તમારા તો શોખ નઈ પણ તમે પોતે પુરા બદલાઈ ગયા છો... તમે આવા ન હતા... મને ખબર છે કારણ શું છે ...

આરવ: એવું કઈ નથી હું તાની ને ભૂલી ચુક્યો છું... તું ફરી થી એક જ ટોપિક ના ચાલુ કર. કેટલી વાર કીધું મેં તને હું ભૂલી ગયો છું... મન કોઈ અફસોસ નથી...

અંશ: ભાઈ મેં તો તાની નું નામ પણ નથી લીધું? કેમ તમે હજી સુધી આગળ નથી વધી શક્યા જીવન માં. ભાઈ ઘર માં ભલે બધા ને એમ છે કે તાની અને તમારી વચ્ચે કોઈ વિવાદ થયો અને તમે અલગ થયા પણ મને બધું જ ખબર છે... કોઈ ને આ વિવાદ નું કારણ નથી ખબર પણ મને ખબર છે કે હકીકત શું છે... તમે વાત કરી શકો છો મારી સાથે...

આરવ: હા નથી ભૂલી શક્યો એને... મારી મોટી ભૂલ હતી કે મેં એનું કઈ સાંભળ્યું નહિ... મારી ભૂલ હતી કે મેં એના પર આરોપો લગાવ્યા... મારી ભૂલ હતી કે ગુસ્સા પર મારો કાબુ ના રહ્યો... અને મેં... હું માફી ના લાયક નથી ..

અંશ: એવું નથી... સમય જ એવો હતો હા ભૂલ હતી તમારી પણ એ ભૂલ સુધારી શકાય...

આરવ: યાર મને નથી ખબર અત્યારે એ ક્યાં છે... મને ભૂલ નો અહેસાસ થયો ત્યાં સુધી તો કંઈક વધારે લેટ થઇ ગયું હતું... હું તો મારી લાઈફ જીવવા નીકળી ગયો... પણ કોઈ મને મળ્યું નહિ... અને મેં તારી વાત પણ ક્યાં સાંભળી હતી... આ તો ૧ વર્ષ પછી જયારે હું જયારે કેનેડા થી પાછો આવ્યો ત્યારે તે મને કીધું કે કેટલી મોટી ગેરસમજ થઇ હતી મારા અને તાની વચ્ચે.. એમ ૧ વર્ષ મારુ આવી રીતે ગયું બીજું વર્ષ મારે પછતાવો કરવા માં ગયું... મેં ૨ વર્ષ પછી પ્રયત્ન કર્યો હતો કે સોરી બોલું પણ ખબર નઈ એ ક્યાં જતી રહી. અને પછી હું ઓફિસ ના કામ માં જોડાઈ ગયો .. અને અત્યારે મને જોઈ લે ૪ વર્ષ વીતી ગયા આ વાત ને પણ હું આગળ નથી વધી શક્યો... પેહલા મને એમ હતું કે મને એ વાત નો અફસોસ છે કે મેં તાની સાથે ખોટું કર્યું પણ સાલું મને તો પછી ખબર પડી કે યાર એ મારી બેસ્ટ ફ્રેન્ડ થી કંઈક વધારે હતી... દરેક છોકરી માં તાની ને દેખાવાનો પ્રયત્ન કરું છું પણ એ નથી મળતી... એના ગયા પછી એની કિંમત સમજાઈ મને..હું તો એને પ્રેમ કરતો હતો પણ સમજી ના શક્યો. એ વખતે સમજાઈ ગયું હોત તો અત્યારે વાત જુદી જ હોત.. મેં તો મારી જાતે મારા જીવન થી પત્તર ઠોકી છે ... પણ હવે અફસોસ કરવા થી શું મતલબ..

અંશ: અને જો તમને બીજો ચાન્સ મળે તો???

આરવ: તો આ વખતે હું એને ક્યાંય દૂર જવા નહિ દઉં.. એની માફી માટે કઈ પણ કરીશ... પણ થશે કેવી રીતે??? તને ખબર છે કે એ ક્યાં છે???

અંશ: હા..તમને મળવા આવે છે..

આરવ: શું ??

આરવ ના ચેહરા પર આ વાત સાંભળતા જ એક ચમક આવી જાય છે.. આરવ અધીરો બની જાય છે તાની વિશે જાણવા.. કેમ ના બને આવા મોકા બધા ને થોડી મળે છે..અને અંશ હસે છે..

અંશ: નામ તો વાંચો આ ફાઈલ માં કે ન્યૂયોર્ક ની જે કંપની સાથે મિટિંગ છે એ મિટિંગ માટે કોણ આવાનું છે...

આરવ તરત જ ફાઈલ હાથ માં લે છે અને નામ વાંચે છે અને નામ વાંચતા ની સાથે એના ચેહરા પાર વર્ષો થી જે ગાયબ હતું ત હાસ્ય ફરી પાછું આવી જાય છે.. આરવ વિચારે છે કે તાની માની જશે... એ એને ઓળખે છે તાની ખુબ સાદી છે દરેક ના લાગણી ના વિચાર કરવા વાળી છોકરી... જે કોઈ ને પણ આરામ થી માફ કરી શકે...અને એ પણ તો મને પ્રેમ કરતી હતી આજ સુધી મારી બધી વાત માની છે.. મને ના એ બોલી જ નતી શકતી... તાની ને મનાવવી સરળ છે

પણ આરવ ને ક્યાં ખબર છે કે જૂની તાની બદલાઈ ગઈ છે હવે એ સરળ નથી રહી કડક સ્વભાવ વાળી થઇ ગઈ છે હવે એ લોકો ને ફાયર કરતા પણ એક વાર નથી વિચારતી.. લોકો હવે ડરે છે એના થી.. ખુદ ને એ બદલી ચુકી છે પેહલા જ પ્રેમ માં આટલી મોટી અસફળતા પછી એને લોકો માટે જીવવાનું બંધ કરી દીધું છે...

આરવ પોતાના ઓફિસ માં બેઠો હોય છે ત્યાં તો અંશ આવી ને દેખે છે કે આરવ ખુબ ટેંશન માં છે અંશ ઉત્સુકતા થી પૂછે છે " શું થયું ભાઈ?? આજે તો તાની આવાની હતી અને તમે તો સવાર થી કેટલા ખુશ હતા તો અત્યારે કેમ ઉદાસ છો? તમે મળ્યા તાની ને?? શું થયું ?

આરવ નીરસતા થી જવાબ આપ છે " મારી તાની તો ખબર નઈ ક્યાં છે... કેમ કે આજે સવારે જેને હું એરપોર્ટ પર મળ્યો એ મારી તાની ન હતી...

અંશ: શું બોલો છો ભાઈ! જરા સમજાય એમ બોલો..

આરવ ખોટું સ્મિત ચેહરા પાર લાવી ને બોલે છે " બદલાઈ ગઈ છે એ.. પુરે પુરી... એ આવી ન હતી... હું તો સવારે એરપોર્ટ પર ખુબ જ ખુશ થઇ ને ગયો હતો કે એને એના ગમતા ફૂલ આપીશ પછી જોડે લંચ કરીશુ અને એને સોરી બોલી ને માનવી લઈશ .. કદાચ ગુસ્સો કરશે પણ હું માનવી લઈશ...

અંશ: તો શું થયું?

આરવ: જેવા આમ મળ્યા ત્યારે એને કીધું " હેલો મિસ્ટર રાવલ" મેં કીધું " તાની હું મિસ્ટર રાવલ ક્યારથી થઇ ગયો? પણ કઈ નહિ, મને એક ચાન્સ આપ મારે વાત કરવી છે અને ભૂલો સુધારવી છે... તો તાની એ અભિમાન સાથે કીધું " સ્યોર આપણે વાત કરીશુ કાલે મિટિંગ માં હું તમારી કંપની ને પૂરો ચાન્સ આપીશ પછી જ બીજી કંપની સાથે મિટિંગ ગોઠવીશ... અહીંયા મારી પાછળ ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે મિટિંગ ની પ્રીપરેશન કરો તો વધારે સારું. આ સાથે જ અભિમાન સાથે એ ચાલી નીકળી.. એક વાર પાછળ વળી ને નથી જોયું કે મારી વાત પણ પુરી ના થવા દીધી... અને એનો ચેહરો તો જાણે ભાવ વગ નો હતો...

અંશ: મતલબ કે કાલે મિટિંગ માં આપણો કોઈ ચાન્સ નથી... એ આપડી સાથે કામ નઈ જ કરે

આરવ: હા કદાચ. .... પણ મને તો એનો ગુસ્સો પણ મંજુર છે અને બદલો પણ... એ મને હરાવી ને જો ખુશ થતી હોય તો હું હરવા પણ તૈયાર છું..

અંશ: પણ ભાઈ કંઈક તો વિચારો... મારા મગજ માં એક પ્લાન છે...

આરવ: શું ?

અંશ: હું બોલું એમ કરીશુ તો કદાચ તાની આપણી સાથે કામ કરવાની ના નહિ બોલી શકે...

આરવ: કેવી રીતે?? તને ખબર છે એ મને જોઈ ને કેટલા ગુસ્સા માં હતી જાણે આંખો માંથી આગ વરસતી હતી અને શબ્દો બાણ જેવા તીક્ષ્ણ...

અંશ: ભરોસો રાખો મારી પર અને આપણે અત્યારે જ કામ ચાલુ કરવું પડશે એના માટે...

બીજા દિવસે

અંશ ઓફિસ જવા તૈયાર થતો હોય છે ને વિચારતો હોય છે

કેવી બદલાઈ ગઈ જિંદગી બંને ની... એક શરત થી બંને બંધાયા.. પછી તાની ને પ્રેમ નો અહેસાસ થયો. .. અને પછી પેલો ફોન કોલ.. આરવ ની વાત તાની એ સાંભળી જ નહિ અને ખોટું સમજી લીધું કે આરવે એને પ્રપોઝ કર્યું છે... અને પછી આરવ ઘરે આવ્યો ત્યારે તો ઘર સજાવાની તૈયારી થતી હતી અને સગાઇ ની અને લગ્ન ની વાતો ... અને પછી એને જાણ થઇ કે એમની સગાઇ અને લગ્ન ની વાત તાની ના ઘર થી આવી છે અને તાની એ કીધું છે કે એમને લગ્ન કરી લેવા જોઈએ.... પછી તો એમનો મોટો ઝગડો... મને ખ્યાલ નથી કે શું થયું પછી કે આરવે તાની ને શું કીધું પણ પેહલી વાર એ દિવસે મેં તાની ને તૂટેલી દેખી હતી.. કાંઈજ બોલે નહિ અને ત્યાં એ જ ગાર્ડન માં બેસી રહી હતી કલાકો સુધી... હું જયારે ગયો ત્યારે મારા ખભા પાર માથું મૂકી ને ખુબ રોઈ છે એના રુદન ને હું શાંત તો ના કરી શક્યો પણ એને સંભાળી ને ઘરે લઇ ગયો... આખા રસ્તે એનું રડવાનું ચાલુ હતું અને એક જ વાત કે " હું એવી નથી.. સોરી.." પછી એના ઘરે જયારે બધા એ પૂછ્યું તો મેં કીધું કે " આરવ અને તાની અલગ થઇ રહ્યા છે મન ખ્યાલ નથી કેમ પણ..." અને હું વાક્ય પૂરું કર્યા વગર જ ઘર થી નીકળી ગયો... મને ખ્યાલ હતો તાની ના ચેહરા થી કે આરવે કંઈક વધારે જ કીધું હશે... કદાચ પોતાના ગુસ્સા પર કંટ્રોલ નહિ રહ્યો હોય અને સીમા બહાર બોલાઈ ગયું હશે ..

એના પછી આરવ કેનેડા જતો રહ્યો. .. જેનિફર જોડે શું થયું એ મને ખ્યાલ નથી.. મેં એને ઘણી વાર સમજાવાનો પ્રયત્ન કર્યો હતો કે મારી વાત સાંભળે.. પણ એને ના સાંભળી.. એક વર્ષ પછી અચાનક જ એનો ફોન આવ્યો કે શું વાત હતી... ત્યારે મેં કહ્યું કે "આ કેટલી મોટી ગેરસમજ હતી... કે તાની એ તારી વાત સાંભળી જ ન હતી એને તો ફોન લીધો અને તે પ્રપોઝ કર્યું બસ એટલું જ ખબર હતી... બાકી બધી વાત થી એ અજાણ હતી... અને પછી તો તું ૫ દિવસ પછી આવ્યો એટલે આ ગેરસમજ વધી ગઈ આમ તાની નો કોઈ દોષ ન હતો.."

એટલે આરવ તાની ને સોરી કહેવા તરત જ પાછો આવી ગયો... પણ તાની અહીંયા ન હતી.. ઇન્ડિયા છોડી ચાલી ગઈ હતી... ક્યાં ગઈ એ તો કોઈ ને પણ ખ્યાલ ન હતો... અને આરવ પાછો કેનેડા ના ગયો અને પપ્પા નો બિઝનેસ જોઈન કરી લીધો... એના પછી તો માત્ર બિઝનેસ જ બીજું કઈ જ નહિ.. હા કોઈક વાર જુના મિત્રો મળતા કે બહાર જતા પણ આરવ શાંત થઇ ગયો હતો... એને ભાન થયું કે આ પ્રેમ જ હતો... જેને એ ૨૪ કલાક વિચારતો હોય જેને એ દિલ ની બધી વાતો કરતો હોય .. જેને જોઈને ખુશ થતો હોય... એ પ્રેમ જ તો હતો...

ઓહ્હ ટાઈમ થઇ ગયો છે મિટિંગ તો અમારા પ્લાન મુજબ થશે તો તાની ને આ ડીલ માટે હા જ કરવી પડશે...

અને હું નીકળું છું...


તાની મિટિંગ માટે તૈયાર થતી હોય છે કાળા કપડાં અને વાળ કસી ને બાંધેલા હોય છે. પ્રોફેશનલ ચેહરા અને કપડાં સાથે એ ગાડી માં બેસે છે અને વિચારે છે

આજે તો આરવ ને નીચો દેખાડવાનો એક મોકો નથી છોડવાની કંપની સાથે ડીલ તો દૂર ની વાત છે હું તો માત્ર એને નીચું દેખાડવા જાઉં છું એને બતાવી દઈશ કે એ કેટલો નિષ્ફળ છે અને હું કેટલી સફળ...

આવા વિચાર સાથે તાની પ્રવેશ કરે છે એ ૧૦ મિનિટ વહેલી હોય છે પણ કોન્ફેરેન્સ રૂમ માં બધા પોતાની જગ્યા લઇ ચુક્યા હોય છે પણ આરવ નથી દેખાતો, અંશ દેખાય છે જે ખુબ ચિંતા માં હોય છે.. આ શું? આરવ ક્યાં છે? એમ તાની વિચારે છે.. ત્યાં તો અંશ આવી ને કહે છે "હેલો તાની.. ઘણા દિવસો થઇ ગયા.. મારે કંઈક વાત કરવી છે આ મિટિંગ ચાલુ થાય એ પેહલા" અને તાની હા બોલે છે અને બંને ત્યાં થી નીકળી ને અંશ ની ઓફિસ તરફ જાય છે...

અંશ ની ઓફિસ માં... તાની કઈ બોલે તે પેહલા અંશ ચાલુ કરે છે...

અંશ: તને ખ્યાલ નથી તાની તને જોઈ ને હું ખુબ ખુશ થયો છું. તને ખબર છે મેં હમણાં અઠવાડિયા પેહલા જ ઓફિસ જોઈન કર્યું હતું પણ આરવ ભાઈ એ કઈ દીધું કે હું કામ ને લાયક નથી... એમને કીધું કે હું કામ સંભાળવા રેડી નથી.. મેં કેટલી મુશ્કેલી થી પપ્પા ને મનાવ્યા કે મને એક મોકો તો આપી દેખો.. અને એમાં પણ આટલી મોટી ડીલ માટે અને આટલા મોટા પ્રોજેક્ટ માટે હું ખુબ ચિંતા માં હતો કેમ કે ભાઈ એ કહી દીધું કે આ મિટિંગ મારે સાંભળવાની છે જો હું આ ડીલ ના કરી શક્યો તો મારે હંમેશા આરવ ભાઈ ના નીચે રહી ને કામ કરવું પડશે... પણ જયારે મને ખબર પડી કે તાની સાથે મિટિંગ છે તો હું ખુબ જ ખુશ થઇ ગયો... હવે મને ચિંતા નથી...

તાની માત્ર માથું ધુણાવે છે અને હા બોલી ને બંને ફરી કોન્ફેરેન્સ રૂમ માં પ્રવેશે છે...

તાની ( આરવ પોતાના જ ભાઈ જોડે આવું કેવી રીતે કરી શકે? એના સપોર્ટ કરવા ના બદલે એના આવું બોલે છે?! કેટલો અભિમાની છે.. પણ હવે હું શું કરું.. મ તો નક્કી કર્યું હતું કે ગમે તે થાય હું ના બોલીશ... પણ અંશ જોડે હું આવું ના કરી શકું... અંશ ના કોઈ વાંક વગર એને કેમ હેરાન કરુ? કેટલો ખુશ છે અંશ મને જોઈ ને ણ સાચું બોલું તો અમારી કેવી સારી મિત્રતા હતી... ના હું આવું ના કરી શકું....)

અંતે બધું સાંભળી ને તાની ખુશ થાય છ કે અંશે ખુબ જ સરસ મેહનત કરી છે... ના પાડવા માટે કોઈ કારણ નથી એટલે તાની આરવ ની કંપની સાથે પ્રોજેક્ટ કરવાની હા પાડે છે અને રૂમ માં થી નીકળતા પેહલા બોલે છે " બીજી મિટિંગ માં મારે બધા હાજર જોઈએ જે જે લોકો આ પ્રોજેક્ટ સાથ જોડાયેલા છે નહિ તો એ લોકો એ પ્રોજેક્ટ છોડી દેવો " આટલું બોલી ને તાની નીકળી જાય છે...

અંશ ઘરે પોહચી ને આરવ ને બધી વાત કરે છે...

આરવ: સારું થયું આ પ્લાન કામ કરી ગયો.

અંશ: સાચી વાત છે જયારે તાની ને ખબર પડી કે તમે નથી તો ખુબ ગુસ્સા માં લાગતી હતી... શું ભાઈ તમારા કારણે મારે પણ ઝુઠું બોલવું પડ્યું..

આરવ: હું પણ તારી મદદત કરીશ ભવિષ્ય માં... આવી કોઈ વાત માં..

અંશ: ના કોઈ જરૂર નહિ પડે હું વિચારી ને સમજી ને નિર્ણયો લઉ છું ગુસ્સા માં નથી લેતો..

આરવ: તું ભાઈ છે કે દુશ્મન મારો... તાની સંભળાવશે એ ઓછું છે કે તું પણ ચાલુ કરીશ..

અંશ: સારું હવે.. પણ સાચે તમે મને પ્રેઝન્ટેશન માં કહું મદદત કરી હતી..

આરવ: હા આપડે તાની ને કોઈ મોકો નતો આપવાનો જેથી એ ના બોલી શકે..

અંશ: તો હવે આગળ...

આરવ: હવે હું એને માનવી લઈશ... જે થાય એ.. ભલે એ બદલાઈ ગઈ હોય બધા માટે મારા માટે નથી બદલાઈ... એને જે બદલો લેવો હોય એ લે... હું તો એને મનાવા પર ધ્યાન આપીશ...

અંશ ગુસ્સા માં માં તાની ના ઘર નો દરવાજો ખખડાવે છે અને તાની દરવાજો ખોલે એ સાથે જ અંશ બોલે છે " આ શું છે બધું? કેમ તાની? " અને તાની એને ઘર માં બોલાવે છે. બંને સોફા પર બેસે છે ત્યાં ફરી અંશ બોલે છે "તાની તું આટલી કેવી રીતે બદલાઈ ગઈ? તું કેમ આમ કરે છે? છેલ્લા અઠવાડિયા થી હું દેખું છું ભાઈ ને વાતે વાતે તું નકારી નાખે છે ભાઈ ને તારી સાથે વાત કરવી છે પણ તું તૈયાર જ નથી કઈ સાંભળવા. તું ભાઈ ને મળવા ની હા કહે છે પછી ૩ કલાક રાહ જોવડાવે છે અને પછી તું ફોન પણ નથી ઉપાડતી અને જતી જ નથી... આજે પણ ભાઈ એ રેસ્ટોરેન્ટ માં તારી રાહ જોઈ ને છેલ્લા ૩ કલાક થ બેઠા છે.. કેમ તાની? એવું તો શું થયું હતું ૪ વર્ષ પેહલા કે તું આટલી બદલાઈ ગઈ? તું પણ તો ભાઈ ને પ્રેમ કરતી હતી તો કેમ? શું થયું હતું?આજે તો મને જવાબ આપ નહિ તો મારી સાથે હમણાં જ ચાલ ભાઈ ને મળવા... હું તને લીધા સિવાય ક્યાંય નથી જવાનો...

તાની શાંતિ થી બધું સાંભળે છે અને મન માં વિચારે છે કે સાચી વાત છે કેમ આરવ હાર નથી માનતો... એને ખબર છે હું નથી આવાની તો કેમ મારી રાહ દેખી ને બેસી રહે છે... કેમ?...

તાની: અંશ તારે જાણવું છે ને કે ૪ વર્ષ પેહલા શું થયું હતું? તો સાંભળ કે હું તારા ભાઈ ને કેમ નફરત કરું છું ...

૪ વર્ષ પેહલા

તાની ( આજે આરવ એની ટ્રીપ પર થી પાછો આવ્યો. મારે એની સાથે વાત કરવી હતી પણ બધા પરિવાર ની વચ્ચે મને સમય જ ન મળ્યો. પણ સારું છે હમણાં જ આરવ નો ફોન આવ્યો અને એ મને મળવા માંગે છે એટલે હું ગાર્ડન માં જાઉં છું. આરવ એ મને પ્રપોઝ કર્યું એના પછી આજે હું એને મળીશ. હું ખુબ ખુશ છું અને અરીસા ની સામે ૨ કલાક થી ઉભી છું ૫ કપડાં બદલી ચુકી છું.. શું કરું પણ મને કોઈ પરફેક્ટ નથી લગતા કપડાં.. પણ હવે લેટ થઇ જશે એટલે હું ખુશ ખુશ થઇ ને નીકળું છું...

ગાર્ડન માં

આરવ: તાની સોરી યાર મારા કારણે તું પણ આમ ફસાઈ ગઈ. તને ખબર છે મારા ઘરવાળા તો સગાઇ અને લગ્ન ની વાતો કરે છે. એમને તો સગાઇ માટે મુહૂર્ત પણ જોવડાવી લીધું છે.. પણ મમ્મી એ કીધું કે તે હા પાડી છે??

તાની: હા એમને સાચું કીધું... મને ખબર છે મારે તને પૂછવું જોઈતું હતું પેહલા પણ આપણે અત્યારે સગાઇ તો કરી જ શકીયે છીએ..

આરવ: સગાઇ? આપણે?

તાની: હા.. મારા જ પરિવાર તરફ થી આ માંગણી આવી છે કે તું કેનેડા જાય એ પેહલા સગાઇ અને લગ્ન થઇ જાય... અને મેં આપણા બંને તરફ થી હા કહી દીધું... મેં કે ખોટું કર્યું?

આરવ તાની ને દેખી જ રહે છે થોડી વાર અને પછી ગુસ્સા થી બોલે છે..

આરવ: તે કીધું? તો સગાઈ અને લગ્ન માટે તે હા કીધી ??? આ બધું તારા કારણે થઇ રહ્યું છે? ઓહ માય ગોડ મને તો હવે ખ્યાલ આવ્યો... આ બધું તારું પ્લાનિંગ જ હતું.. પેહલા થી જ... હું તો તને મારી બેસ્ટ ફ્રેન્ડ સમજવા લાગ્યો હતો... ખુલા દિલ થી બધી વાતો કરવા લાગ્યો હતો પણ મને શું ખબર હતી કે તું આવું કરીશ મારી સાથે? તું મારુ જીવન બરબાદ કરવા કેમ માંગે છે??વાહ તાની શું ખેલ રમ્યો છે તે.. વાહ... માની ગયો હું પણ તું તો મોટી ખિલાડી નીકળી... પણ કર્યું કેમ તે આ બધું?

તાની ને કઈ સમજાતું નથી કે આરવ કેમ આવું બોલે છે પણ આરવ ના આરોપ થી તાની ડઘાઈ જાય છે એ આરવ ને સમજવા માટે પ્રયત્ન કરે છે પણ આરવ ખુબ જ ગુસ્સા માં હોય છે એ કઈ જ સાંભળતો નથી...

આરવ: ના એક શબ્દ પણ નથી સાંભળવો મારે તારો...મને સમજાઈ ગયું આ બધું તે રૂપિયા માટે કર્યું કેમ સાચા કીધું ને ? આટલા મોટા ઘર નો છોકરો પૈસાદાર અને મોભાદાર ઘર નો છોકરો સામે થી આવે તો કેમ ના ફસાવીએ ? તારે રૂપિયા માટે લગ્ન કરવા હતા ને મારી સાથે ? રૂપિયા પણ મળે ને મોટું નામ પણ.. વાહ શૉર્ટકટ સારો હતો... હું તો તને શું સમજતો હતો અને તું કેવી નીકળી .... તારા આ નકલી આંસુ મને પીગળાવી નહિ શકે...પૈસા ન લાલચ માં તે આ બધું કર્યું... એટલે જ તે લગ્ન માટે કીધું...

તાની રડતા રડતા બોલે છે" એમ નથી. tu મને ખોટું સમજે છે.. આ તો.. "

આરવ: આ તો શું ? તને ખબર છે કે હું જેનિફર ને પ્રેમ કરું છું. મેં તને સૌથી પહેલા ફોન કરી ને કીધું હતું કે હું જેનિફર ને પ્રપોઝ કરવાનો છું... બધી વાત થઇ હતી... છતાં તે આમ કર્યું...

તાની: મને??ક્યારે કીધું?? કોણ જેનિફર....

આરવ: હદ થઇ ગઈ તાની... હવે તું ઝુઠું પણ બોલીશ...બસ ઘણું થયું હું તારા જેટલો બેશરમ નથી.. હજી સુધી તને તારી ભૂલ નથી સમજાતી... સોરી ભૂલ તો અજાણતા થાય ને.. આ તો તારો પ્લાનિંગ જ હતો ને કે મને લગ્ન માં ફસાવી લેવો પણ ભૂલીજા ... તું મારા લાયક નથી..

અને આરવ ગુસ્સા માં જતો રહે છે...

વર્તમાન માં

યાદ છે ને અંશ જયારે તું આવ્યો ત્યારે હું ખુબ જ તૂટી ગઈ હતી... મને પેહલો પ્રેમ ના મળ્યો પણ મારા વિશે આરવ આમ વિચારશે એવું તો મને સ્વ્પ્નએય માં પણ વિચાર નહતો આવ્યો.. એને મને ના બોલી દીધું તો હું કદાચ ખુદ ને સંભાળી લેત પણ એને તો જે શબ્દો બોલ્યા છે એ આજ સુધી મારા મગજ માં ફરે છે... પછી મારા ફુવા સાથે હું આ દેશ છોડી ને જતી રહી આ બધા થી દૂર... હા હું નફરત કરું છું આરવ ને.. એને મને જે કીધું છે એ માફી ના લાયક નથી... એના લીધે હું તૂટી ગઈ હતી ... ડિપ્રેશન માં જતી રહી હતી... અને કોણ જેનિફર??? કેટલું ઝુઠું બોલ્યો એ કે એને મને વાત કરી હતી.. એને મને કોઈ વાત નતી કરી.. કરી હોત તો હું અમારી વાતને ઘર માં આગળ વધવા જ ના દીધી હોત... એને તો મને પ્રપોઝ કર્યું હતું... છેલ્લે ફોન મૂકતી વખતે આઈ લવ યુ પણ બોલ્યો હતો ... અને પછી ઘરે આવી ને ફરી ગયો... જાણે મેં કઈ ખોટું કર્યું હોય... ઝુઠું તો આ બોલ્યો હતો... હું એને કદી માફ નહિ કરી શકું... કદી નહિ..

અંશ: તાની મારી વાત સાંભળ... મોટી ગેરસમજ થઇ હતી તમારા વચ્ચે... વાત એમ નથી..

તાની: મારે કાંઈજ નથી સાંભળવું..તું જઈ શકે છે... આરવ સિવાય બીજા કોઈ પણ મુદ્દા પર તારે વાત કરવી હોય તો તું આવી શકે છે... હું આરવ ને નફરત કરું છું અને કરતી રહીશ ......

ક્રમશ: