આંસુડે ચીતર્યા ગગન ૨૧ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન ૨૧

આંસુડે ચિતર્યા ગગન

(21)

દિલ્હીથી શેષ આવ્યો. બિંદુની હાજરીમાં અંશે વાત ઉપાડી.

‘શેષભાઈ એક મઝાની વાત કહું ?’

‘હં !’

‘મારો એક મિત્ર છે. તેને લગ્ન પછી ખબર પડી કે તે બાપ બની શકે તેમ નથી.’

‘હં.’

‘એણે એના નાનાભાઈને આ વાત કહી અને સમજાવ્યું કે તે એની પત્ની સાથે લગ્ન કરી લે.’

‘પછી ?’

‘નાનોભાઈ કહે ડૉક્ટરને મળી જુઓ કંઈક શક્ય બને છે કે કેમ તે તપાસી લેવડાવવું જોઇએ.’

‘સારા ગાયનેકને બતાવવાના હેતુથી બંને ભાઈઓ મારી પાસે આવ્યા.’

‘હં !’

ગાયનેકની દ્રષ્ટિએ બંને ભાઈઓની ક્ષમતા સરખી છે. પણ મોટાભાઈને ટ્રીટમેન્ટની જરૂર હતી.

‘પછી ?’

‘મેં અર્ચના પાસે પેશન્ટને મોકલ્યા.’

‘કેમ અર્ચના પાસે ?’

‘કારણ કે તેને ગાયનેક કરતા સાઈકીયાટ્રીસ્ટની વધુ જરૂર હતી.’

‘એટલે તેનો રોગ માનસિક હતો ?’

‘હું માનું છું.’

‘એવા મારા મિત્રની વાત કરું તને ?’

‘કોણ ?’

‘રાવજી, આપણો આર.એમ.પી.’

‘તેને શું થયું ?’

‘આફ્રિકાની છોકરી હતી. એની ડીફેક્ટને કારણે સંતાન નહોતાં.’

‘હં !’

‘રાવજીને એ ફોર્સ કરીને નાની બેન સાથે પરણાવવા માંગતી હતી. ’

‘અને રાવજીએ શું કર્યું ?’

‘એણે ફ્લેટ ના પાડી દીધી – સંતાન તો ભગવાનની દેન છે. એને અને દાંપત્યજીવનને શું સંબંધ ?’

‘કેમ નહીં ?’ બિંદુ બોલી.

‘ન જ હોય – કારણ કે બંને એકબીજાને ચાહતા હતા – સંતાન હોય તો સોનામાં સુગંધ ભળે પણ ન હોય તો તેનો કોઈ હરખ શોક ન હોય. ’

‘બિંદુભાભી હું તમારા મતની છું. ’ સાઈકીયાટ્રીસ્ટ અર્ચનાએ બિંદુને ટેકો કર્યો

હું સમજી ગયો કે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે પણ શેષભાઈ ઝંખવાઈ ગયા.

‘સંતાન ભગવાનની દેન જરૂર છે. પણ એની હાજરી કેટલાય મનદુ:ખોના મારણ સમી છે. સંતાન વિનાનું દાંપત્યજીવન એટલે ફુલ વિનાનો બાગ – બંનેના સુમેળનું એક માત્ર સાધન એટલે બાળક. ’

‘ભાભી તમે રાવજીભાઈના મિસિસની જગ્યાએ હો તો શું કરો ?’

‘એ જ, એમને સુખી કરવા હું માર્ગમાંથી હટી જઉં.’

‘અને મારા મિત્રની જગ્યાએ શેષભાઈ હોય તો તમે શું કરો ?’ – અંશ બોલ્યો.

‘પ્રશ્ન જ નથી ઊભો થતો – કારણ કે અંશી છે.’

‘ના, પણ એવું બને તો શું કરો ?’ અર્ચના બોલી

‘રાવજીભાઈની જેમ ફ્લેટ ના જ હોય ને ?’

‘કેમ ? હમણાં તો સંતાન ઉપર મોટું લેક્ચર ઝાડી દીધું હતું.’ – શેષે બિંદુને ચીડવવા કહ્યું.

‘છોડોને પારકાની વાતમાં આપણે માથું શું કામ દુખાડવું ?’ – બિંદુ વાતને ટુંકાવવા ગઈ

‘ના ભાભી આવું કરવું સહેલું નથી.’

‘હશે પણ મૂળ વાત રહી જાય છે.’

‘શાની ?’ અર્ચનાએ પૂછ્યું

‘તમારા લગ્નની તારીખની…’ અર્ચના શરમાઈ ગઈ.

‘હા મુદ્દો તો ખરો. ’ અંશ બોલ્યો.

‘ભાઈ જ્યોતિષને મળી સારું મુહુર્ત કરી નાંખો.’ શેષના સૂચનને સાંભળીને અર્ચનાનું મોં પડી ગયું

‘આ જ્યોતિષીઓએ તો દાટ વાળ્યો છે. કહે છે કે અર્ચનાને મંગળ છે. ત્રીસ વર્ષ પછી જે લગ્ન થાય. ’

‘હશે , તો બે વર્ષ વધુ રાહ જુઓ…’ બિંદુએ વાંકુ મોં કરી વક્રોક્તિ કરી.

‘બોલ્યા મોટા બે વર્ષ વધુ રાહ જુઓ…’ અંશ.

‘ભાભી કંઈક રસ્તો બતાવો ને’ – અર્ચના બોલી.

‘મને એક રસ્તો સૂઝે છે.’ ‘કયો ?’ શેષે પૂછ્યું.

‘પુરાણકાળમાં કાર્તિકેય અને ગણેશ વચ્ચે શરત લાગી કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જે પહેલો આવે તેને શિવપાર્વતીનાં ખોળામાં બેસવાનો પહેલો હક્ક. કાર્તિકેય તો મોર ઉપર સવાર થઈને નીકળી ગયા પણ ફાંદાળા ગણેશ ઉંદર ઉપર પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી રહે ?’

‘પણ એનું અત્યારે શું છે ?’ અર્ચના કહે.

‘સાંભળ તો ખરી ?’

‘હં.’

‘પછી પોતાના જ્ઞાનને આધારે શિવ અને પાર્વતીને સાથે બેસાડીને એની પ્રદક્ષિણા સાત વખત કરી – કહ્યું કે પૃથ્વી માતા પિતા સમાન છે. અને એમની પ્રદક્ષિણા એટલે પૃથ્વીની જ પ્રદક્ષિણા એમ કહેવાય.’

‘હં પણ અંશભાઈ આ વાર્તામાં અર્ચનાનો મંગળ ક્યાં આવે છે ?’

‘એ જ રીતે જ્યોતિષને કે ગોર ને લાવ્યા વગર તમને બેને વચ્ચે બેસાડીને અમે બે જણ સાત ફેરા ફરી લઈએ એટલે અમારા લગ્ન થઈ જાય.’

‘અંશ આઈડીયા સારો છે ’ – અર્ચના ખુશ થઈ ગઈ

‘અંશ ! મા બાપ અને ભાઈ ભાભીમાં ફેર કહેવાય. પણ હું અર્ચનાના મમ્મી પપ્પાને મળીને વાત નક્કી કરું છું.’

‘શેષભાઈ જ્યારે જ્યારે વાત નક્કી કરવાની થાય છે અને કંઈક અઘટિત બને છે, તેથી મનમાં વહેમ રહી જાય છે. તેથી બરાબર વિચારીને ગોઠવજો. ’ અંશની વાત શેષે હસી નાંખી.

‘ભલા આદમી ડૉક્ટર થઈને વહેમમાં માને છે. These are coincidences – કાગનું બેસવું અને ડાળનું પડવું એના જેવું…’

‘હા એવું હોય એમ હું પણ ઈચ્છું છું…’

‘સાંજે તમે આવો છો ને ? મમ્મી અને પપ્પા તમારી રાહ જોવાનાં છે. બિંદુભાભી આપણે સીધા અહીંથી જતા રહીએ ? અંશીતા પણ આવશે ને ?’

‘ભલે ચાલો…’

***

ઘરે જતાં બિંદુએ ફરી વાત ઉખેડી.

‘અર્ચના, તેં એવુ કેમ પૂછ્યું કે રાવજીભાઈની જગ્યાએ શેષભાઈ હોય તો તમે શું કરો ?’

‘બસ ખાલી જ .’

‘ના તું કંઈક જાણે છે પણ કહેતી નથી.’

‘ભાભી – જરૂર કહીશ . પણ હમણાં નહીં .’

‘કેમ હમણાં નહીં ?’

‘કારણ કે હજી હું જ વાતને યોગ્ય રીતે પકડી શકી નથી.’

‘કેવી વાત ?’

‘શેષભાઈના મનની વાત.’

‘તને વિશ્વાસ છે કે તું પકડી શકીશ ?’

‘એ તો વધુ પરિચય થાય તો શક્ય બને. – અને ગમે તેમ તોય એ મોટાભાઈ છે, એટલે બહુ ડૉક્ટર જેવી ચિકાશ મારાથી થાય નહીં ને…’

‘શેષને નામશેષ થતો અટકાવવો હોય તો… વાળી વાત જ મને સમજાતી નથી.’

‘આમ તો સંપૂર્ણ નોર્મલ છે. કદાચ કંઈક કારણ હશે તો મળશે જ …’

‘ખેર આ અંશી પછી નાનો શેષ જોઈએ છે મારે… અર્ચના, છોકરો હોય તો કેટલી શાંતિ નહીં?’

‘પણ ભાભી ધીરજના ફળ મીઠાં હોય.’

‘મારે ક્યાં એવો પ્રશ્ન છે. એક વખત જરા આનંદમાં હશે ત્યારે નાના શેષ માટે મનાવી લઈશ.’

‘ભાભી શમણાં જોવા સરળ છે. ભૂલવા સરળ છે. પણ ભાંગતા શમણાંનો ભાર લાગે હં !’

‘એનો અર્થ એવો થયો કે તું જાણે છે પણ કહેતી નથી.’

‘શું ?’

શેષને નામશેષ થતો રોકવો હોય તો – શબ્દોનો અર્થ સ્પષ્ટ છે કે કોઈક વસ્તુ એમને તમારી સાથે નોર્મલ રહેતા રોકે છે. એ વસ્તુ હું શોધું છું.

‘શેષની તકલીફ અંશભાઈ જાણે છે. તને પણ કદાચ ખબર છે… મને ક્યારે જાણવા મળશે. તે જ ખબર નથી પડતી.’

‘ભાભી જાણવા જેવી વાત જરૂર છે પણ હજી તેનો સમય પાક્યો નથી. અત્યારે એ પ્રયત્નો કરીને ફક્ત ધારણાઓમાં રહેવાનું છે.’

‘ખેર ! મને તું કહીશ કે નહીં કહે, જ્યારે વાગતું વાગતું આવશે ત્યારે તો ખબર પડશે જ…’

‘હા – ચાલો ઘર પણ આવી ગયું.’

***

‘જજ પિતા તેમની લાડલી અર્ચના સાથે નવાગંતુકને જોઈને હેરાન તો થયા.’

‘પપ્પા ! આ બિંદુભાભી – મારી જેઠાણી.’

‘આવો બેટા… શેષભાઈ ક્યાં ?’

‘એ આવે છે – અંશી બેટા ! દાદાને જે જે કરો.’

‘જે જે દાદાજી !’

‘જે જે બેટા…’

‘મમ્મી… ઓ મમ્મી… અર્ચનાએ બૂમ પાડી – ’

‘એ પૂજા કરે છે. હમણાં ઘંટડી વાગી છે એટલે આવતી જ હશે.’

‘શું અર્ચી ?’

‘ભાભી ! આ મારી મમ્મી.’

‘નમસ્તે બા.’

‘સુખી થજે દીકરા. અંશ કે શેષભાઈ નથી દેખાતા ?’

‘એ લોકો સાંજે આવશે.’