કાળુજી મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

કાળુજી મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કાળુજી મેર

કીધી તેં જે કાળવા, લાખા વાળી લી,

સૂબો નવસરઠું તણો, દંડિયો ધોળે દી.

મેરની દીકરીઓને તો દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઇશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી. જોરાવર તોયે કોમળ જણાતી કાયાઃ ઉઘાડીતોયે ધરતી પર ઢળી રહેતી કાળીભમ્મર બે આંખોઃ અને ભર્યું તોયે જરી કરુણાની છાંટવાયું મુખઃ અને એવી કાયાને ઢાંકવાનો ઢોંગ કરતો પહાડપુત્રીઓના નીરોગી મસ્ત લાવણ્યને બહેલાવતો છૂટો પહેરવેશ; અર્ધે માથે ટીંગાઇને પાની સુધી ચારેય છેડે છૂટું ઝૂલતું ઓઢણુંઃ ઢીલું કાપડુંઃ

અને સહુથી જુદી ભાત પાડતું સફેદ પેરણુંઃ ઘડીક જાણે મેર કન્યા સાધ્વી લાગે, ઘડીક લાગે જોગમાયા, તો ઘડીકમાં વળી જોબનિયું હેલે ચડ્યું હોય એવી નવયૌવના લાગે. ઘરની ઓસરીની ભીંત ઉપર મેરાણી આછા, ઘેરા, ગૂઢા એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે, માટી લઇને ઓરડામાં નકશીદાર કમાનો કંડારો, જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે, અને ઘરની ઘોડી, ગાય કે ભેંસે ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે.

અળગી કરે નહિ. મેરાણી જ્યારે હસી છે ત્યારે એની આંખના તારલામાં બેઠો બેઠો જામે એનો કરે છે. હાવભાવ એને આવડત નથી. ગાલે આપોઆપ શરમના શેરડા પડે, એવી વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઇએ શીખવેલ નથી.

વાહ રે મેરાણી, તારાં રૂપ! કોઇ ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી, ઘોડી થંભાવીને ઊભા રહી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે? આત્માના રંગ જેવું નિર્મળું હાસ્ય હસીને તું રસ્તો જોવાનું કોને ન ગમે? આત્માના રંગ જેવું નિર્મળું હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવનહાણ કેવી દોહ્યલી છે! તેં સુભટો જન્માવ્યાઃ પ્રેમિકો પ્રગટાવ્યાઃ કોઇ કોઇ વખત કામીઓને શાપથી બાળ્યાઃ અને કામદેવની આગમાં તુંયે ક્યાં નથી ખાખ થઇ?

આવું એક રૂપ જૂવાગઢના નવાબના આંગણામાં રમતું હતું. કાળુજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો. તેને ઘેર એક બહેન હતી. નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી. નવાબ બેભાન બન્યો. એણે કાળુજીને તેડાવ્યો. દલીલ કરીઃ “દેખો ભાઇ! રાણીજાયા બી સોઇ, ઓર બીબીજાયા બી સોઇ, સમજ ગયા? માગ લો, ચાય ઇતની સોનામહોર માગ લો, કાળુજી મેર! રાણીજાયા બી સોઇ, બીબીજાયા બી સોઇ!”

“હું વિચારી જોઇશ.” એમ કહીને કાળુજી ઊઠ્યો. થોડી વારે નવાબને ખબર થઇ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે.

કામાંધ નવાબ કરડો થયો. “હેં! એમ કેમ જાવા દેશું? જોરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો. જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો.”

કાળુજીએ ઉચાળા પડતા મૂક્યા. બાળબચ્ચાંને રામરામ કર્યા. અંધારી રાતે એણે બહેનને પડકારીઃ “બહેન! આવી જા ઘોડી માથે, મારી બેલાડ્યે. કાં તો ભાઇ-બહેન નીકળીએ છીએ ને કાં બેઉ જણાં ભેળાં જ પ્રાણ કાઢીએ છીએ.”

એક જાતવંત ઘોડી ઉપર ભાઇ-બહેન અસવાર થયાં. બહેનના દેહને ભાઇએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો.

હાથમાં લીધી તરવાર. બહેનના હાથમાં ઝલાવ્યો ભાલો. કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી. ભાઇ-બહેન કંઇક મિયાંમુગલોને કાપતાં બરાબર કાળવે દરવાજે આવી ઊભાં રહ્યાં. ત્યાંથી એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળીના સબકારા સમી ગઢની બહાર ગઇ. ઘનઘોર વનરાઇમાં ઘોડી અદૃશ્ય થઇ. બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી.

પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાતો. એવી ઊણપ એના મનમાં રહી ગઇ. ફકીરને વેશે પાછો જૂનાગઢ આવ્યો. નવાબના દરવાજામાં સાંઇ મૌલાને કોઇ રોકે નહિ.

કાળુજીએ ખબર હતી કે કઇ મેડી ઉપર શાહજાદો અને વજીરજાદો એકલા રમે છે. ઉપર જઇને દાદરો અંદરથી બંધ કરી દીધો; અને પછી અંદરથી ત્રાડ નાખીઃ “જૂનાગઢના નવાબ! મારી બહેનનું માગું નાખવાનાં મૂલ પણ કેવાં મોંઘાં છે તે જોઇ લે. હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છુૂં.”

મેડીને દાદરે માણસોની ઠઠ્ઠ જામી. નવાબ બહાર ઊભો ઊભો કરગરવા લાગ્યોઃ “કાળુજી! તુંમાગે તેટલાં જવાહિર આપું.”

નેજે જે નવાબ, ઊભો અરદાશું કરે,

જોરાવર જવાબ, કઢ્‌ઢે મેર કાળવો.

(નવાબ ઊભો ઊભો આજીજી કરે છે, અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે.)

કાળુજીએ જવાબ વાળ્યોઃ “જવાહિર જોતાં હોત તો મારી બહેનને જ તારા જનાનામાં વેચાતી ન આપી દેત? પણ એમ જેઠવા વંશનું પડખું સેવ્યું છે. મેરને જવાહિર કરતાં આબરૂ વધુ વહાલી છે. હવે આપણું ખાતું સરભર થઇ ગયું છે. હેમખેમ જાવા દે એટલું માગું છું.”

નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવવો. પણ નવાબના પેટમાં પાપ હતું. કાળુને માટે એણે ઘોડી મંગાવી. કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ ૧ જડેલી દેખી, ઘોડી બદલાવી. બસો મકરણીઓ સીમાડા સુધી મૂકી ગયા. પછી કાળુજી છૂટો થઇને ભાગ્યો, કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી.

નાસતો નાસતો કાળુજી ગૈંડળનો આશરો લેવા આવ્યો. ગોંડળમાં તે વખતે ભા’ કુંભાજીનો પહોર ચાલતો હતો.

એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢમાં બહારવટિયાને ન સંઘર્યો. ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેડાનાર નદી ટપીને ઓખામંડળના પોહિત્રા ગામમાં પહોંચી. ઓખાના વાઘેરોએ એને આશરો દીધો.

પાછળ જૂનાગઢ, ગોંડળ અને નગર, ત્રણેય રાજની વહાર ચડી. પોહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગ ખોદાવી. સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલ થાળીમાં મગના દાણા થરથરવા લાગ્યા. કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે. એણે પોતાનાં તમામ કુટુંબીઓને નાઠાબારીમાંથી રવાના કર્યા, પણ એનો શૂરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેગળો થાય ખરો કે?

એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો. એને આમ મરતો અટકાવવા કાળુજીએ કહ્યુંઃ “હું તો જગતમાં નામ રાખીને મરું છું. પણ બેટા, નાહક તું કાં ગુડા? ભીંત હેઠે કચરાઇ મરવામાં કાંઇ કીરત છે? મારું સાચું ફરજંદ હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને!”

આથી વીર વેજો પણ ચાલ્યો ગયો. કાળુજીએ વિચાર્યુંઃ ‘વાહ ભાઇ! આવી જાન ફરી ક્યારે જોડાવાની હતી? આજ મરવાની પણ મજા છે.’

ઘીના કૂડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મૂઓ પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો.

જૂનાગઢમાં જ્યાંથી કાળુજીએ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી ‘કાળવો દરવાજો’ નામે ઓળખાય છે.

(છપ્પય)

જબ્બર આયો જામ, મરદ સાથે મછરાળા,

કૂમકે ક્રોધી કુંભ, સંગ ઝાલા મતવાલા.

માંહી નર કૂડા નવાબ, ચોંપ શું કટ્ટક ચડિયાં,

હૈડું દિયે હિલોળ, આવી પોસીતરે અડિયાં,

ત્રેવડે વાત મનમાં ત્રઠી, ધિંગે ધરી ઓખે ધજા,

કાળવે માન મીઠો કર્યો, મરવાની આવી મજા,