મૃગજળ ની મમત - 16 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 16

મૃગજળ ની મમત

ભાગ 16

અંતરા ત્યા ન છુટકે ઉભાં રહેવું પડયું.. એ પોતાની જાત ને ખુબ કંટ્રોલ કરી રહી હતી. એ નિસર્ગ શી સામે તાકી રહી.

“ બોલો...શું કહેવું છે તમારે ?”

“ હેં.. .. તમારે ..હું તારા માટે...ત..મે..કયારથી થઇ ગયો?”

આટલા વર્ષો મા જાણે કંઇ બદલાયુ જ નથી ..એવા ટોન માં નિસર્ગે પુછ્યુ.

“ લુક..મી.દોશી પ્લીઝ કમ ટુ ઘ પોઇન્ટ આય ડોન્ટ હેવ ટાઇમ .”

અંતરા ફરી ટ્રેક પર ચાલવા માંડી.

“ હે.. અંતરા..”

નિસર્ગે જરા ઝડપ થી પગલું માંડીને અંતરા નો હાથ પકડીને એને અટકાવી.

“ પ્લીઝ લીસન ટુ મી.યાર..”

અંતરા નો હાથ એણે થોડો વધારે કસી ને હક્ક થી પકડ્યો હતો..અંતરા તરતજ પાછળ ફરી. એનું આખું શરીર પાણી પાણી થઇ ગયું હતું. વર્ષો પછી આમ નિસર્ગ નો સ્પર્શ. સાથે ગુસ્સો અને પ્રશ્નાર્થ...એણે એકજ જટકા માં પોતાનો હાથ નિસર્ગ ના હાથ માં થી છોડાવવા ની કોશિશ કરી પણ પકડ મજબુત હતી એટલે એ શક્ય ન બન્યુ.

“ પ્લીઝ મી.દોશી લીવ માય હેન્ડ . એવરીવન ઇઝ વોચીંગ અસ.એન્ડ આય ડોન્ટ વોન્ટ એની ડ્રામા..સો પ્લીઝ બી ઇન ડિસ્ટન્સ. એન્ડ બિહેવ યોર સેલ્ફ. “

નિસર્ગે આમતેમ નજર કરી .ખરેખર ગાર્ડન મા આવેલા લગભગ લોકો એ બંને ને આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા. એણે જટદઇ લઇને અંતરા નો હાથ છોડી દીધો. અને અંતરા થી થોડો દુર પણ થઇ ગયો.

“ આય..આય..ય એમ.સોરી .. આય એમ સોરી અંતરા. પ..ણ હું ઇચ્છતો હતો કે આપણે.એકવાર બેસીને વાત કરીએ..આપણે ફ્રેન્ડ તો બની જ શકાય ને.? જેથી આપણી એક જગ્યા એ હાજરી આપણા બંને ને અકળાવે નહીં. પ્લીઝ થીંક એબાઉટ ઇટ... ઉતાવળ નથી પણ જવાબ આપજે. “

અંતરા કંઇ જ જવાબ આપ્યા વગર જ ત્યા થી જતી રહી. નિસર્ગ ને પણ પોતાના વર્તન બદલ થોડો અફસોસ થયો. હવે એ પહેલાં ના નિસર્ગ અને અંતરા ન હતાં.. હવે પરિસ્થિતિ અલગ હતી. અંતરા ઘરમાં જઇ ને થોડી વાર સોફામાં બેસી રહી. એકતો પંદર વર્ષ પછી નિસર્ગ નું અચાનક સામે આવવું . અને પાછું વળી આમ જાણે કંઇ થયું જ નથી એવું એનું વર્તન. નિસર્ગ ના આવ્યાં પછી મન માં પણ ઘણા ફેરફાર થયાં હતા. મન એની સાથે વધું એટેચ થવા લાગ્યો હતો.નિસર્ગ ઓફીસ થી આવી ને લગભગ સમય મન અને હ્રદયા સાથે વિતાવતો. મન ને પણ હવે એની એજ પ્રમાણે એક બાપ નો સાથ પ્રેમ જોઇતો હતો જે અજાણતા જ નિસર્ગ પાસે થી મળી રહેતો.બાકી રહેતું તો આશીષ પણ મન ને પોતાના દિકરા ની જેમજ ટ્રીટ કરતો. હવે મન ખુશ રહેવા લાગ્યો હતો. એ સ્નેહ ને યાદ પણ ન કરતો. અંતરા ને ડર હતો જયારે નિસર્ગ અહીથી જશે ત્યારે મન ને ખુબ દુખ પહોચશે. આ વિચાર મા ને વિચાર માં. એ પોતાની કોફી લઇને રાબેતા મુજબ ગેલેરી માં હિચકા પર બેઠી. અચાનક એની નજર નિરાલી ના ઘરની ગેસ્ટ રુમની બારી પર પડી.નિસર્ગ જ્યારથી આવ્યો ત્યારથી અંતરા ને રોજ આમ કોફી પીતા એ છાનોમાનો જોઈ લેતો..અંતરા પણ જાણતી હતી .પણ એ અજાણ છે એવું જ વર્તન કરતી. આજે અચાનક જ અંતરા એ બારી તરફ નજર કરી પણ નિસર્ગ દેખાયો નહીં. થોડી બેચેની થઇ.. કયાં હશે.? ..કેમ આજે...? એટલાં માં જ ડોરબેલ વાગી. અંતરા એ ઉભા થઇને દરવાજો ખોલ્યો.

“ ઓહ...! તું??”

“ હા ... કેમ .કોઈ બીજું આવવાનું હતું?? “

નિરાલી અંતરા ને આખા મીચકારતા મજાકમાં કહ્યુ.

“ હું તારી સાથે વાતો કરવા આવી હતી. આમ પણ હમણાં સાથે બેસીને ગપાટા કરવાનો સમય જ નથી મળ્યો. એટલે આજે ટપકી જ પડી. ચાલ હવે મારી પણ કોફી બનાવ. આશીષ આજે સવારે વ્હેલા ફલાઇટ મા અમદાવાદ ગયાં છે. એટલે ફ્રી જ હતી..કેટલી શાંતી છે હ્રદયા સ્કુલ અને આશીષ અમદાવાદ.. આજ તો બંને મસ્ત મજા કરશું..”

નિરાલી ખુબ જ રીલેક્સ મુડ માં હતી.

“ હા...પણ ..તારા પેલા ગેસ્ટ ?”

“ કોણ...? નિસર્ગ? .. અરે યાર..તને તો ખબર જ છે ને નિસર્ગ એનું બધું કામ જાતેજ કરે છે. આવ્યો ત્યાર થી એણે મને એનાં માટે એક કપ ચ્હા પણ બનાવવા નથી દીધી. એ ખુબ જ ફ્રેન્ડલી છે. એ આવે ત્યારે મને કંઇ જ ટેન્શન નહોય. ઉલ્ટુ એ ઘરકામ માટે પણ હેલ્પ કરે. મારે વળી તને એનાં વિશે શું સમજાવવા નું ..તું તો વધું જાણે છેઅને મારા કરતાં...”

નિરાલી નું ધ્યાન ફક્ત વાતો મા જ હતું. અંતરા એને એકીટશે જોઈ રહી હતી. અચાનક જ નિરાલી ને ભાન થયું એ અંતરા સાથે વાત કરી રહી હતી. એ એકદમ અચકાઇ ગઇ.

“ .ઓ..ઓહ.. સોરી અંતરા ..હું મારી ધુન માં જ બોલ્યા કરતી હતી. હું પણ કેટલી ડફોળ છું..મને માફ કરીદે . મેં તને દુખી કરી...”

“ના ઇટસ ઓકે.. હવે કંઇ જ ફર્ક નથી પડતો. આદત પડી ગઇ છે. હવે ખુબ સ્ટ્રોંગ થઇ ગઇ છું એટલેજ છેલ્લા પંદર દિવસ થી નિસુ મારી સામેજ છે છતાં મેં મારી જાતને રોકી રાખી છે. આજ.આજે..સવારે જ એ”

“ હા.. એકચ્યુઅલી તો તને એજ પુછવુ હતું શું થયું હતું..એ સવારે ગાર્ડન મા તારી સાથે વાત કરતો હતો..? શું હતું? એ તને..ભુતકાળ ને લઇને કંઇ..? જો એવું કંઇ પણ હોય તો કહેજે હું અને અર્ણવ એને સમજાવશુ. “

“ ના..ના.. એવું કંઇ નથી..યુ નો..હી. ઇઝ મેચ્યોર ઇનફ. પહેલાં પણ હતો.અને હજું પણ છે. .એ ઇચ્છે છે કે હું જેમ તારી અર્ણવ ની ને આશીષ ભાઇ સાથે વર્તન કરું છું એકદમ ફ્રેન્ડલી એમજ એની સા...થે..પણ.જાણે કંઇ બન્યુ જ નથી. મને કંઇ સમજ નથી પડતી ..શું કરું..”

અંતરા એ આશ્ચર્ય સાથે નિરાલી ને પુછ્યુ. નિરાલી તરતજ નજીક આવીને અંતરા નો હાથ પોતાના હાથમાં લીધો .

“ એની વાત સાચી છે અંતરા તું જેટલી નોર્મલ રહેશે એટલું બધાં માટે સારું છે. જે બની ગયુ છે એમાં તારો કે એનો કોઈ નો વાંક નથી . કુદરત ને જે મંજુર હતું એ થયું ..હવે એ બધું ભુલીને આગળ વધવાનું. મેં આશીષ ને તારી અને નિસર્ગ ની વાત કરી. એ પણ કહેતા હતા કે બંને એ નોર્મલ રહેવું જોઈએ જેથી કોઈ ને પણ એકબીજા ની હાજરી થી અકળામણ ન થાય. વાત ને સ્વીકારવી કે નહી એ ફકત ને ફકત તારી ચોઇસ છે. તું જેમ ઇચ્છે તેમ..”

અંતરા એ વાત ને સ્વીકારી. હવે એ પહેલાં ની જેમ જ નિરાલી ને ત્યા આવતી.આશીષ સાથે વાતો કરતી. હા નિસર્ગ સાથે કયારેય વાત ન કરતી ..ક્યારેક હા કે ના મા જવાબ અપાતી બસ.ગાર્ડન માં નિરાલી સાથે હોય અને નિસર્ગ આવે તો ત્રણેય જણ નોર્મલ વાતો કરતાં. .નિસર્ગ ના આવ્યા પછી એણે કયારેય અંતરા ના કે મન નાં મોઢે સ્નેહ વિશે કોઈ જ વાત સાંભળેલ નહીં. સ્નેહ ના ઘરમાં હોવા ન હોવાથી મન કે અંતરા ને કંઇ જ ફર્ક ન પડતો. ઘણી વખત આ બાબતે વાત કરવા ની ઇચ્છા થતી પણ પોતાની જાત ને રોકી લેતો.એક બે વખત નિરાલી ને પુછેલુ ત્યારે નિરાલી એ ફક્ત એટલું જ કહ્યુ કે એ થોડો વિચિત્ર છે અને બિઝનેસ વધારવાનું વળગણ છે બસ બીજું કંઇ નહીં.

“ નિરુ...નિરુ...”

અંતરા સવાર સવાર માં જ નિરાલી ના ઘરમાં આવી ચડી . નિસર્ગ ત્યા જ સોફાપર બેસીને મોબાઇલ માં ગેમ રમીરહયો હતો . એને જોઈ ને અંતરા ત્યા દરવાજા માં જ અટકી ગઇ...નિસર્ગ પણ અંતરા ની સામે જોઈ રહ્યો.

“..અં .... મમ્... મી.દોશી નિરાલી છે?”અંતરા એ ખુબ જ સહજતાથી પુછ્યુ.

“હા..અંદર છે. બોલાવું??”

“ ના...ઇટસ ઓકે..હું જ અંદર જાવ છું “

અંતરા હવે ખુબ સાહજિક રીતે વાત કરતી પણ જયારે ન છુટકે વાત કરવી જ પડે એમ હોય ત્યારે અને નિસર્ગ ને હજું પણ મી.દોશી તરીકે જ સંબોધતી. એ પહેલાં થી જ જીદ્દી સ્વભાવ ની હતી. નિસર્ગ પહેલેથી જ જાણતો હતો. એટલે એણે પણ સ્વીકારી લીધું હતું. એટલામાં જ નિરાલી અંદર થી બહાર આવી.

“ શું છે...સવાર સવાર માં મારા નામ ની માળા જપે છે.

નિરાલી કપડાં ના ફટકા વડે હાથ લુછતા લુછતા બહાર આવી..

“ કેમ.. કેમ તે હ્રદયા ને સ્કુલ ના નાઈટ કેમ્પ મા જવાની ના પાડી ? બસ એ જાણવું હતું. “

અંતરા એ થોડા ઉચ્ચા અવાજે હક્ક જમાવતા કહ્યુ

“હા... મે ના પાડી બાકી આશીષ તો.. રાજી છે મોકલવા. “

“ પણ કેમ.? આશીષ ભાઇ ના ન પાડતા હોય તો તું શું કામ ના પાડે છે?”

“ જો અંતરા હ્રદયા નાની છે વળી દિકરી ની જાત મને થોડો ડર લાગે છે એકલા બે દિવસ આમ મોકલવી મને ..કંઇ બરાબર નથી લાગતું. .અને આમ પણ દિકરી ની માં ને વધું ચિંતા થાય..”

અંતરા નિરાલી ની વાત સાંભળી ને ખડખડાટ હસવા લાગી. એનો હસવાનો અવાજ સાંભળી ને આશીષ પણ આંધ્રના રુમમાં થી બહાર આવ્યો.

“ અરે..! શું છે આ બધું અંતરા કેમ શું થયું કંઇ જોઈ થયો કે આટલું જોર જોર થી હસે છે. ?”

“ હા..આમ તો ખરેખર જોક જેવું જ આશીષ ભાઇ. આ ..આ તમારી નિરાલી ..હ્રદયા ને નાઈટ કેમ્પ માં ન મોકલવા ના બહાનાં બનાવે છે.એ સાંભળી ને હસવું આવે છે .. કયાં જમાનામા જીવે છે એજ ખબર નથી પડતી મને તો. “

“ ઓહ..! તો એમ વાત છે..હુપણ એને કહી કહી ને થાક્યો પણ સમજતી નથી...તું સમજાવ હવે .હ્રદયા ની તો ખુબ ઇચ્છા છે પણ આ મેડમ જ ..”

એટલામાં જ બંને જણ ને ચુપ કરતાં નિરાલી બોલી.

“ બસ હવે તમારે તો હ્રદયા કહે એ બધું જ કરવાનું હજુ બે દિવસ જવા માટે નાની છે એ..બસ.”

અંતરા થોડી નજીક આવી નિરાલી નો હાથ પકડીને ને પોતાનો એક હાથ નિરાલી ના ગાલ પર મુક્યો જાણે કોઈ નાનાં બાળક ને સમજાવતી હોય એમ બોલી

“ નિરુ મન પણ જાય છે. એ હ્રદયા નું ધ્યાન રાખશે. અને ક્યારેક તો જવા જ દેવી પડશે. તો અતયારેજ કેમ નહીં. હવે એ મોટી થાય છે આમ ક્યારેક એકલી જશે તો ઇન્ડીપેન્ડન્ટ થશે . અને સ્કુલ તરફ થી પ્રોપર સીકયુરીટી ત્યા મેડીકલ ની બધી સુવિધાઓ હોય છે ..અને સેફ પણ ..મન તો પહેલાં થી જ જતો આવ્યો છે. હ્રદયા પણ ખુબ એન્જોય કરશે. બસ એને થોડું સમજણ આપી દેવાની બસ. અને એક રાત નો જ સવાલ છે ને.પ્લીઝ હા પાડી ને મન પણ ખુશ થઇ જશે..પ્લીઝ પ્લીઝ ....”

અંતરા નિરાલી પાસે થોડી જીદ કરતાં બોલી. નિસર્ગ બેસી ને બસ અંતરા ને જ જોઈ રહ્યો હતો. એનાં આવ્યાં પછી પહેલી જ વાર એણે અંતરા ને આવી રીતે જોઈ હતી. થોડી પહેલાં જેવી..

“ બોલો આશીષ ભાઇ શું કહેવું છે તમારું ..? મારી વાત બરાબર કે નહીં.. “

“ અંતરા હું પણ એને એજ સમજાવવા માગું છું. અને આમ પણ મારે જોબ ના લીધે ટ્રાન્સફર થયે રાખે જેથી ફેમીલી સાથે રહી ન શકાય . તો હ્રદયા સમજણી થયાં પછી અમે બંને એ એક સાથે કવોલિટી ટાઇમ ગાળ્યો જ નથી ..હવે અમારા બંને માટે સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરવાનુ રિલેક્સ થવાનું ખુબ જરુરી છે.પણ તારી ફ્રેન્ડ સમજતી જ નથી.. “

આશીષ થોડાં ખીજાયેલા સ્વરે બોલ્યો. એ થોડો અકડાએલો હતો.એ આગળ કંઇ બોલ્યા વગર જ ઓફીસ જવા નિકળી ગયો.નિરાલી પણ થોડી મુડલેસ થઇ ગઇ. નિસર્ગ આ બધું મુંગા મુંગા સાંભળી રહ્યો હતો.અંતરા ફરી નિરાલી ને સમજાવવા મા લાગી ગઇ.

“ નિરુ પ્લીઝ અંન્ડસ્ટેન્ડ ....આમ.કરીશ તો તમારાં બંને વચ્ચે નું અંતર વધતું જશે. આઇ થીંક ઇટસ હાઇ ટાઇમ .મેં કયારેય આશીષ ભાઇ ને આટલાં અકળાયેલા જોયાં નથી. તમારા સબંધ ને સમય ની જરુર છે.નહિતર જેમ ખોરાક ધીમે ધીમે પડતર થઇ ને સળી જાય કોહવાય જાય એમજ સબંધો પણ.. જેમ....જે.. મ..મારા ને સ્નેહ ના.. વિચાર જે..જવાદે હ્રદયા ને અને એ સમય વિતાવ આશીષ ભાઇ સાથે નહીંતર બીજા સ્નેહ અને અંતરા બનતાં વાર નહીં લાગે. “

અંતરા ખુબ ડિસ્ટર્બ થઇ ગઇ હતી. એ આગળ કશું જ બોલ્યા વગર ત્યા થી જતી રહી.નિરાલી પણ ત્યા જ દરવાજા માં ઉભી વિચારતી રહી.. એને અંતરા ની વાત સાચી લાગી . એણે મનોમન હ્રદયા ને મોકલવાનું નક્કી કરી લીધું અને પહેલાં જ આશીષ ને ફોન કર્યો.

“ હલો...”

“હમમમમ... સે.. “

આશીષે સાવ સામાન્ય પ્રતીભાવ આપ્યો.. નોર્મલી એ નિરાલી નો ફોન આવતા જ એકદમ રોમેન્ટિક થઇ જતો.

“ આશીષ ..”

“ હા...જલદી બોલ શું હતું મારે બહું કામ છે...”

“ આશીષ મેં...મેં..વિચાર્યું છે કે હ્રદયા ભલે જતી..એ પણ ખુબ જ જીદ્દ કરે છે અ..નેએ”

આશીષ આ સાંભળતા જ ખુબ ખુશ થઇ ગયો. ..એ આગળ નિરાલી ની હા સાંભળવા ઉત્સુક હતો..

“ હા... અને...! અને..શું ?? “

“ અને બસ એ બે દિવસ તમે જયાં કહો ત્યા જેમ કહો તેમ બસ તમે અને હુ “

નિરાલી ખુબજ શરમાતા શરમાતા બોલી..આશીષ આ સાંભળી ને ઉછળી જ પડ્યો..

“ ઓહ.... માય લવ થેંક્યુ.. થેંક્યુ...થેંક્યુ... આય લવ યુ... નિરાલી આ સમય આપણા માટે ખુબ જરુરી હતો.. પણ જો..હવે આપણે ફક્ત ઘરમાં નથી રહેવું કેમ કે ઘરમાં નિસર્ગ છે.તો.. .હું કંઇ અલગ પ્લાન બનાવું છું કયાંક બે દિવસ બહાર જવાનો..તને ઘરે આવીને જણાવું. “

આશીષ એકદમ ખુશ હતો. સામે આશીષ ને રાજી કરીને નિરાલી પણ ખુબ આનંદ મા હતી. એ સીધી જ અંતરા પાસે પહોંચી ગઇ. અંતરા સોફા પર બેઠા બેઠા નોવેલ વાંચી રહી હતી. એક બાજું ધીમું ધીમું હરીપ્રસાદ ચૌરસીયા અને શિવકુમાર શર્મા નું ફલુટ તથા સંતુરવાદન ચાલું હતું. નિરાલી આવીને અંતરા ને પાછળ થી એકદમ વળગી પડી... અચાનક નિરાલી ના આવાં પ્રેમભર્યા હમલા થી અંતરા થોડી હબકી ગઇ..

“અરે....અરે...અરે... શું થયું .. હમણાં તો મોં વિલુ કરીને ઉભી હતી અને આમ અડધો કલાક માં એવું તો શું થઇ ગયું.?? “

“ એ..બધું પછી..પહેલાં ચ્હા બનાવ પછી ચ્હા ની ચુસ્કી ની મોજ માણતા માણતા બધી વાત કરીશ. “

અંતરા એ ફટાફટ ચ્હા બનાવી અને જલદી થી બે મગ માં લઇને આવી.. “

“ આજે ધાણા દિવસ પછી સાથે બેસીને ગપાટા મારવાનો વારો આવ્યો છે..પણ પહેલાં એ કહે એટલી બધી હરખનીહેલી શેની છે.? “

નિરાલી એ ગરમ ગરમ ચ્હા ની એક સીપ લીધી

“ હમમમ... હવે મજા આવશે વાત કરવાની. ..તો હા..હવે સાંભળ હમણાં જ્યારથી અહિયા બેંગ્લોર શીફ્ટ થયાં હું અને આશીષ સાથે એકલા સમય જ નથી મળ્યો.. અહિયા આવીને ઘરનું શીફટીગ પછી પાર્ટી પછી બધું સેટલ કરવા માટે સમય ગયો ને પછી નિસર્ગ આવ્યો.. જોકે એ તો ક્યાય પણ..આ બધા માં લાઇફ એટલી બીઝી થઇ ગઇ હતી.એમાં જયારે હ્રદયા ને નાઇટ કેમ્પ મોકલવાની વાત આવી અને અમારા બંને વચ્ચે થોડી રકઝક થઇ. ત્યારથી અમારી વચ્ચે અનબન થઇ ગઇ હતી. પણ આજે તે આવીને મને સમજાવી ત્યારે થયું કે વાત સાચી છે . તારા ગયાં પછી તરતજ આશીષ ને ફોન કરીને હ્રદયા ને મોકલવા ની હા પાડી ... એએમટીએસની એટલો ખુશ થઇ ગયો કે વાત ન પુછ.થેન્કસ અંતરા આજે તે મને બચાવી લીધી નહીંતર કયાંક હું આશીષ ને મારાથી દુર કરીબેસત..પ..ણ એકવાત મારે તને પણ કહેવા ની છે..”

“ લે.. વળી મને શું કહેવાનું છે?”

“ જો હવે જેવી મેં હા પાડી આશીષ એ બે દિવસ બહાર જવાનો પ્લાન ગોઠવ્યો છે એટલે હવે..નિસર્ગ ને બે દિવસ તારે મેનેજ કરવો પડશે. આમ..તો તારે કંઇ કરવું નહીં પડે પણ જો કંઇ જરુર પડે તોઓઓ... “

નિરાલી એ ધીમાં અવાજે પોતાની વાત મુકી. અંતરા થોડી વિચાર માં પડી ગઇ..બે દિવસ છોકરાઓ પણ હાજર નહીં હોય.. અને.. પણ એ નિસર્ગ ને જાણતી હતીનિસર્ગ કયારેય અંતરા ને દુખ પહોંચે એવું કામ નહીં કરે .એણે થોડું વિચારીને નિરાલી ને જવાબ આપ્યો.

“ હમમમમમ... સારું તારા માટે કંઇ પણ. કરીશકુ. હું બધું હેન્ડલ કરી લઇશ. અને કયારે જવાનું છે એ કહી દે જે..”

“સારું સાંજે આશીષ આવે એટલે ખબર પડશે શું પ્લાન છે . “

આશીષ સાંજે થોડો વહેલો જ ઘરે આવીગયો એ ખુશ હતો લગભગ પાંચેક વર્ષ પછી એ નિરાલી સાથે કયાંક એકલો હોલીડે પર જઇ રહ્યો હતો. એણે આવતાવેંત જ નિરાલી ને હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડી દિધી.અને વિકએન્ડ માં પોતે બનાવેલો આખો પ્લાન નિરાલી ને સંભળાવી દિધો.

“ આશીષ બધું બરાબર પણ આપણે રવિવારે સાંજે અહીં થી નીકળી જવાનાં એને હ્રદયા ને તો સોમવારે સવારે કેમ્પ માં જવાનું છે અને એ મંગળવાર રાત્રે 9:30 સુધી માં પાછાં આવશે જયારે આપણે રવિવારે જઇશું અને મંગળવારે રાત્રે 10:00 /11:00 વાગ્યા સુધીમા પાછાં ફરશુ યોગ્ય પંછી.. “

“ તો શું?? અંતરા સાથે મારે ઓફીસ થી જ વાત થઇ ગઇ છે.બધું નકકી કરતાં પહેલાં હ્રદયા ની બધી વ્યવસ્થા એ કરી શકશે? તોજ હું આરીતે ગોઠવુ એવી વાત થઇ ગઇ છે તયાર પછીજ મે હોટલ નું બુકિંગ કરાવ્યું છે બસ હવે તું બધી તૈયારી માં લાગી જા ફકત બે દિવસ છે તારી પાસે. “

નિરાલી એ તરતજ બધી તૈયારી કરવાં માંડી

“ અંતરા હ્રદયા પહેલી વાર જાય છે તો સાથે મારે શું મોકલવું પડશે??”

“ જો સ્કુલ માથી બધી ઇન્ફોર્મેશન આવી જાશે એ પ્રમાણે તૈયારી કરી લઇશું અને જતાં પહેલાં હ્રદયા ની કેમ્પ માં લઇ જવાની બેગ મને આપી દે જે.જેથી રવિવારેરાત્રે હ્રદયા અહીં જ રોકાઈ જશે જેથી સવારે વહેલા હું બંને ને સ્કુલે મુકીઆવીશ. હવે કહે કયાં જવાનો પ્લાન છે તમારો?”

“ હમમમ..આઇ એમ સોઓઓ એકસાયટેડ..અનુ... બેંગ્લોર થી 60/65 કિલોમીટર નંદિ હિલ્સ કરીને જગ્યા છે. બાય રોડ એક દોઢ કલાક નો રસ્તો છે આશીષ કહેતા હતા કે ખુબ સુંદર જગ્યા છે આમતો ત્ય જોવા લાયક ધણુ છે.એક્ટીવીટી પણ ઘણી છે ..લાઇક પેરાગ્લાયડિંગ , બાઇકીંગ અને ત્યા નંદિ મંદિર, અમૃતસરોવર , બ્રમ્હ ગુફા ધણુ બધું છે ઉપરાંત ત્યા કુદરતી સૌંદર્ય પણ ખુબ જ છે પણ સાચું કહું થેન્કસ ટુ યુ અનુ તે બચાવી લીધી મને . “

નિરાલી વાત કરતાં કરતાં જાણે સપનાં માં ખોવાઈ ગઇ હતી. અંતરા એને જોઈ રહીં હતી..અંતરા રાજી હતી કે નિરાલી ખુશ છે. બધી તૈયારી કરવાં માં બે દિવસ ફટાફટ નિકળી ગયાં. રવિવાર સાંજના છ વાગે આશીષ એને નિરાલી નંદિ હિલ્સ માટે બાય કાર નીકળી ગયા . અંતરા પણ હ્રદયા ને પોતાના ધરે લઇ આવી..સવારે વ્હેલા જ સાડા છ વાગે બંને બાળકો ને સ્કુલે પહોંચાડવાના હતા.એટલે રારાત્રે જ બધીતૈયારી કરી ને લગભગ 10 વાગે બંબંને બાળકો સાથે ઉંઘી ગઇ. ઘર થી સ્કુલ નું અંતર કાપતા વીસ મીનીટ નો સમય લાગતો.એટલે સવારે બંને બાળકો ને પાંચ વાગે ઉઠાડીને તૈયાર કર્યા.. બ્રેકફાસ્ટ કરાવ્યો. એટલાં માં જ છ વાગી ગયાં. મન અને હ્રદયા જવાનાં મુડ મા હતા એટલે ખુબ મસ્તીએ ચડયા હતા..

“ ચલો...મન..હ્રદયા જ વાગી ગયાં છે..હવે જલદી જલદી બંને પોતપોતાની બેગ લઇને બહાર નીકળો હું મારું પર્સ લઇને આવું..મન તું ચાવી હાથમાં રાખજે ઘરની અને કાર ની..”

અંતરા અંદર રુમમાં પર્સ લેવા ગઇ અને મન હ્રદયા ને લઇને સામાન લઇને ઘરની બહાર અંતરા ની રાહ જોતો હતો. ઘડિયાળ પોતાનુ કામ કરી રહી હતી. અંતરા ખુબ હળબળી માં હતી..એ ઝડપથી ચાલતી ચાલતી ધરાવે ની બહાર નીકળી દરવાજો ખેચી ને લોક કરી દિધો.

“ મન...હ્રદયા જલદી કરો બચ્ચા હજુ પહોચતા પણ વાર લાગશે. .. મન જલદી ચાવી આપ કારની..”

અંતરા ઉતાવળ માં બંને ની બેગ હાથમાં લેતા બોલી..

“ ચાવી..? કઇ ચાવી મમ્મા..મારી પાસે તો..નથી. “

“ અરે .. કારની ચાવી મેં તને કહેલું કે તમે બંને કારની ચાવી લઇને બહાર ઉભાં રહો હું.પર્સ લઇને.....ઓહ....માય ગોડ..મીન્સ કે તે ચાવી લીધી જ નથી?? ..”

“ ના.. મે ચાવી નથી લીધી.. ..ઓહ..મમ્મા તો હવે...કેવી રીતે જઇશું..? “

અંતરા નું મગજ કામ કરતું બંધ થઇ ગયુ ..હવે..હવે શું કરવું એ વિચારવા લાગી. એક વાર કેબલ કરીને મુકી આવું પછી કંઇક કરું .. હજુ તો અંતરા વિચાર કરતી હતી એટલામાં જ મન જઇને નિરાલી ના ઘરની બેલ ધડાધડ વગાડવામાંડયો...

“ અરે...અરે...મન..શું કરે છે .હું કેબ બુક કરાવું છું ..અને તું ત્યા કે.. એમ પણ આન્ટી અંકલ પણ નથી તારા કે એ .. “

“ હા..... હા મમ્મા પણ નિસર્ગ અંકલ તો છે એ એમની કારમાં મુકી જશે..”

“ મન..જીદ નકર ”

એ બંને હજું તયાજ ઉભાં ઉભા ધડ કરતાં હતા એટલાં માં જ નિસર્ગ દરવાજો ખોલ્યો ..

“ ઓહ..હેય ચેમ્પ ..રેડી ફોર ટ્રીપ ? એન્જોય બચ્ચા..”

“ હાઉ..ટુ..? અંકલ ..”

મને બધી વાત કરી..નિસર્ગ ફટાફટ અંદર જઇને ચાવી લઇ આવ્યો.. અને ઘર લોક કર્યું ..

“ ચાલો.. આજે હું ડ્રોપ કરી દઉ.. “

“ ઓહ..નો..મી.દોશી થેન્કસ આઇ વિલ મેનેજ..” અંતરા ધીમેથી બોલી..નિસર્ગ તરતજ મનોમન બબડયો.

“ હજુ એવીજ છે.. જરાપણ સુધરી નથી...”

“ શું ...શું કહ્યુ...?” અંતરા એ પુછ્યુ..

“ મેનેજ..? હાવ.?..અને મારાથી વળી તમને કશું કહેવાય ? પણ અત્યારે હું મુકી જઉં છું બર્થડે જતી રહેશે. વાતો માં...”

નિસર્ગ આગળ બોલ્યા વગર જ છોકરાઓ ને અને સામાન લઇને ચાલવા માંડયો ન છુટકે અંતરા એ પણ ફટાફટ સાથે જવું પડયું. સામાન ગાડીમાં મુકી બધાં ગોઠવાઈ ગયા..મન અને હ્રદયા બંને પાછળ ની સીટ પર બેસી ગયાં.

“ મન...મન..તું આગળ અંકલ સાથે બેસી જા હું પાછળ.. ળ..” નિસર્ગ થોડો અકડાયો..

“ અનુ..પ્લીઝ યાર બેસીજાને.. આમ પણ રીટર્ન મા આપણે બેજ હોઇશું..પછી આગળ જ બેસવું પડશે. હું ડ્રાઇવર થોડો છું તારો...”

અંતરા નિસર્ગ ની બાજુની ફ્રન્ટ સીટ માં બેસી ગઇ.. અને ગાડી થોડી ઝડપથી નિસર્ગ એ ચલાવવા માંડી. પંદર સતર મીનીટ માં જ સ્કુલ ના ગેઈટ મા કાર એન્ટર થઇ .બધાં સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સાથે બસ પાસે ઉભાં હતા ટીચર્સ એટેન્ડન્સ લઇ ને એક એક સ્ટુડન્ટ ને અંદર બસ માં બેસાડી રહ્યા હતા. બધાં ખુબ આનંદ અને મસ્તી મા હતા. જવાનો ઉત્સાહ પણ હતો. મન અને હ્રદયા પણ ફટાફટ ઉતર્યા..અંતરા એમની પાછળ બંને નો લગેજ લઇને ઉતાવળ થી ચાલતી મન ના ટીચર પાસે પહોંચી. મન ફરી નિસર્ગ પાસે આવ્યો અને ભેટી પડ્યો.. બંને એ હાઇ ફાઇવ કરી ને મન અને હ્રદયા બંને બસ મા પોતાની સીટ પર બેસી ગયાં અંતરા હજું પણ ત્યા બારી પાસે ઉભાં ઉભા બંને ને શીખામણો આપી રહી હતી. .. નિસર્ગ ત્યા કાર પાસેજ ઉભો ઉભો આ બધું ચુપચાપ જોઈ રહયો હતો. અંતરા એ પણ એક બે વખત થોડી ત્રાસી આંખે નિસર્ગ સામું જોઈ લીધું.. એટલાં મા જ ટીચરે બધા પેરેન્ટ્સ ને બાય કહેવા કહયું .. બસ નો દરવાજો બંધ થયો ને બસ પ્રવાસે જવા ધીમે ધીમે સ્કુલ ગેટ ની બહાર નિકળી.. અંતરા હજું પણ ત્યા ઉભી હાથ હલાવી ને મન અને હ્રદયા ને આવજો કરી રહી હતી. લવ યુ..બચ્ચા ખુબ એન્જોય કરજો ખુબ મસ્તી કરજો. એવી બુમો પાડી રહી હતી.. નિસર્ગ અંતરા ને જ નિરખી રહયો હતો. . અંતરા નાના બાળક ની માફક ઉછળી રહી હતી.

“ બાય.. બાય..બચ્ચા મમ્મા લવ્ઝ યુ...ટેક કેર..”

બસ ગેટ ની બહાર નીકળી ગઇ ત્યા સુધી અંતરા બુમો પાડતી રહી.. થોડી વારમાં જ બસ દેખાતી બંધ થઇ ગઇ ..નિસર્ગ અંતરા ના જ વિચારો માં મશગુલ હતો... એ સોળ વર્ષ પહેલાં ની અંતરા ને જોઈ રહ્યો હતો.. એટલાં મા જ અંતરા એની પાસે આવી ને ઉભી રહી.

“ ચલો.... મી.. દોશી....વાતાવરણ થોડુ વાદળીયુ છે “ અંતરા એ નિસર્ગ ની આખ પાસે ચપટી વગાડી ને જાણે જગાડ્યો હોય ..એમ બોલી.

“ ચલો...પણ..કયાં...?”

નિસર્ગ એ થોડું ખંધુ હસતા હસતા. અંતરા ને ચિડાવતા કહ્યુ .અંતરા અકડાઈ..

“ કયાં એટલે ઘરે.. મારે હજું ચાવી કંઇ કરવું પડશે. નહીં તો લોક તોડવું પડશે...એક તો ટેન્શન છે સવાર સવાર માં અને ભૂખ પણ લાગી છે. એમાં આ વાદળો ..જો વરસાદ શરું થઇ જશે તો..પહોચતા વાર લાગશે..”

અંતરા વધું ને વધું ચીડાઇરહી હતી નિસર્ગ એને જોઈ ને મંદ મંદ હંસી રહ્યો હતો.. એને અંતરા ને આમ જોઈ ને મજા આવી રહી હતી. અંતરા કાર નો દરવાજો ખોલી અંદર બેસી ગઇ. નિસર્ગ ધીમે ધીમે આરામ થી આવી ને અંદર બેઠો. કાર ચાલું કરી...જાતે કરી ને બે ત્રણ વખત સેલ્ફ માર્યો..પછી ગાડી ચાલું કરી એનાં આવા વ વર્તન થી અંતરા ખુબ અકડાઈ રહી હતી ..એની એ મજા લઇ રહ્યો હતો.