ટેકનો બલા Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેકનો બલા

ટેકનો બલા

રેખા શુક્લ

'ઉસ્માન તને ના પાડી તો પણ તું નવી ગેમ લઈ આવ્યો ને !!'...અમ્મી નિઃસાસો નાંખતા બોલવાનું ચાલુ રાખ્યું.. 'તમને ખબર નથી બચ્ચા કે બધું ક્યાં જઈ ને અટકશે ! ના જાણવા માટે પણ કારણ હશે.. !'

રુબિસ્ક્યુબ ને એક હાથથી ગોળગોળ ફેરવતા બીજા હાથે વીડિયો ગેમ ને ડીવીડી પ્લેયર માં નાંખતા ઉસ્માન બોલ્યો...' યુ મીન ક્યુરોસિટી કિલ્ડ કેટ..!! 'અમ્મી સાંભળવા છંતા જવાબ આપવા રાજી ન્હોતા. બીજા રૂમ માં પ્રવેશી આંખ આડા કાન કરી સફાઈમાં લાગી ગયા. ઉસ્માન પોતાની ગેમ માં મશગુલ થઈ ગયો. અબ્બુ ની શોપ નું કામ મોટો ભાઈ સંભાળતો ને નાની તસ્મીનને લીલા લહેર હતા.

તસ્મીન બાર વર્ષની હતી, સમજુ હતી પણ ટીખળ તોફાન માં નંબર વન હતી. લાગ આવે ઉસ્માન ને હેરાન કરતી ને મજા માણતી.વર્ક નું પ્રેશર વધે તો મોટો પોતાનો રુમ બંધ કરી કામ કરતો..કોઈ તેને બોધર ના કરતું...પ્રાઈવસીની આમન્યા જળવાતી. અવળચંડા ઉસ્માન ને જેમ જેમ ના પાડી તેમ તેમ વધુ ને વધુ વીડિયો ગેમ માં ઇન્ટરેસ્ટ પડતો ગયો

અને જોવાની વાત તો તે હતી કે તે બધા ને હરાવી ને પાછો આવતો. નેટ પર જ્યારે બધુ ઉપલબ્ધ છે

ઉસ્માન હવે ઉસ્તાદ ઉસ્માન તરીકે ઓળખાતો હતો. વાત ની ઘરવાળાને ખબર નહોતી. ક્યાંથી કુરેશી ની ઓળખાણ થઈ તે અમ્મીને તો ખબર નહોતી. પણ તે લંડન થી આવ્યો છે તેટલી ખબર હતી. બધુ કરવામાં એક્કો ને એટલી ભોલી સૂરત કે સૌને શરીફ લાગતો. ચંદ દિવસોમાં ગેહરી દોસ્તી થઈ ઘર પર છવાઈ ગયેલો... અમ્મી નો લાડલો થઈ ગયો. ઉસ્માન ને કુરેશી ને સામેથી આવતા જોઈને અમ્મી બોલ્યા કે ' રબ ઇન

દો નો કી જોડી સલામત રખ્ખે. 'ટેકનો સેવી જે લોકો છે તે તો જાણે છે કે ઇટ્સ કમ્પ્યુટર યુગ. સુવિધા

તેટલી અગવડતા- ન્યુસંસ પણ ખરું . પણ ચુટકી થી માંડી બે-બે (દાદી) બધા ને

ફોન વગર ના ચાલે. પણ દાદીના હાથમાંથી ફોન પડ્યો ને બધા ચમક્યા.. ' ક્યાં હુઆ બેબે કો ?' ફોન ઉઠાવીને અમ્મી પણ ચીખ પડી. હા ઉસ્માન ને કુરેશી પકડાયા છે તે ન્યુઝ દાદી જોઈ રહ્યા હતા ને અમ્મી જોઈને

ચીખી પડેલ.. અમ્મી બોલ્યા 'જિસ બાત કા ડર થા વહી હુઆ.. મૈં તો કબ સે કેહ રહી પર કોઈ સુનતા નહીં..

અબ ક્યા હોગા ? અય ખુદા, પરવરદિગાર મેરે લાલ કો બચા લે.' મારામારી ની વીડિયો ગેમ ની અસર હોય છે ખરાબ.. જીતવું એજ શીખેલો ઉસ્માન કોઈ પણ રીતે હારવા માંગતો નહોતો ને લંડન રિટર્ન કુરેશી શોર્ટ કટ જાણતો.. ફૂંક મારતો જાય ને ડંખ મારતો જાય. ઘરમાં સુરંગ..પાળી પોષીને રોજ મોટી થાય અમ્મી શું કરવા માંગતા હતા ને શું થઈ ગયું બેબે ને તો હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા. મોટો ને અબ્બુ ઘર-હોસ્પિટલ-ઓફિસ ની દોડધામમાં અચાનક ઘરડા દેખાયા.

ક્યારે આવી ગઈ સફેદી માથે આજે અરિસો મજાક કરી રહ્યો છે. ઉસ્માને દિલ થી સોરી માંગી ને કમ્યુનિટી સર્વિસ પર થોડી રહેમ થઈ ખરી.

પરવરદિગારેઆલમ નું એહસાન માની અમ્મી કુરેશી થી દૂર રહેવાની વાત કહેતા બોલ્યા..' અબ તુ ઉસ સે

કભી નહીં મિલેગા. સોબત ઉસ્કી અરછી નહીં પુત્તર .. અબ કી બાર હો ગયા

કોઈ ગલ નહીં, ગર તું વાપિસ ના જાય ઉસકે ઘર..મુજે વો બંદા ઠીક ના લગે.' ન્યુઝ માં નાના ધમાકા થી

થયેલા નુકસાન ની વાત ચાલતી હતી. પણ બીજા કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોવાથી

ઉસ્માન ને રજા મળી હતી. જ્યારે કુરેશી ને તો ડીપોર્ટ કરેલો એના આવા નાના મોટા કારનામોથી કંટાળી ને. ટેકનોલોજી નો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે !! કેટલું બધું જરૂરી છે. આજેતો ગુગલ કરો ને આન્સર હાજર... ગુગલ છે કે બિરબલ? ભોળું માનસ કેન ગેટ મેન્યુપલેટૅડ સો ફાસ્ટ અને તેથી બાળમાનસ (ચાઇલ્ડ સાયકોલોજી) શાસ્ત્ર શિખેલી અમ્મી ઉછેરમાં કોઈ કમી ન્હોતી રાખી. પણ સંગ તેવો રંગ !! બાર વર્ષની તસ્મીન

હંમેશા નવું શીખે ક્રાફ્ટ વર્ક કરે, આર્ટ શીખે, ફ્લાવર્સ ડેકોરેશન શીખે ને અમ્મી ખૂબ ખુશ થાતા...પણ એમને પણ વિશ્વાસ ના આવ્યો કે શું એના રૂમમાં આજે તો ત્રણ થી ચાર વાર આંટા માર્યા.

'તસ્મીન મેરા અરછા બચ્ચા, પુત્તર આરામ સે બૈઠો.. આજ ક્યા કર રહે હો? ' ને તસ્મીન બોલી 'અમ્મી આપકો મુજે સર્પ્રાઈઝ દેની થી પર આપ અંદર હી જાતે હો તો લો દેખો ... મૈં આપકે લિયે કાર્ડ બના રહી હું.. હેપ્પીવાલા બર્થ-ડે આનેવાલા હૈં '

બે વર્ષમાં માત્ર ચૌદ વર્ષની તસ્મીન ના ઘડીયા લગ્ન લેવાયા ને તેની વિદાય સમયે ઉસ્માન હાજર ન્હોતો.

ઉસ્તાદો કા ઉસ્તાદ બની ગયેલો ઉસ્માન ઘરથી લાપતા હતો. અબ્બુ ને અમ્મીની રોકટોક હેઠળ એને રહેવું

નહોતું ફ્રીડમ માટે- દેશ માટે-પોતાની કુરબાની દેવા માટે તૈયાર કરવામાં આવેલો ઉસ્માન પહેલા જેવો ઉસ્માન રહ્યો નહોતો. જિહાદી

બની ગયેલો. તેથી અમ્મી-અબ્બુ તસ્મીન ના લગ્ન જલ્દી કરી દેવાનું વિચારેલું. કમ્પ્યુટર માં આવેલા મેસેજીસ એફ.બી.આઈ વાળા વાંચ્યા ને છેવટે તો તેના નામે વોરંટ નીકળેલું. ટ્વીટર-ફેસબુક-જેવા માધ્યમ

પર પણ ઉસ્માન ની તસ્વીર જોઈ અમ્મી રડતા. તેથી તસ્મીન ના લગ્ન ધામધૂમથી નહીં પણ સાદગીમાં પતાવ્યા એનું અમ્મીને દુઃખ હતું. અબ્બુ તો રડયા કરતા. મોટા ને તો વધુ સ્ટ્રોંગ બન્યા વગર છૂટકો નહોતો. ઓફિસ ના કામ દેર થી ફિનિશ કરતો ને માંડ રાત પડે ઘર ભેગો થાતો. અમ્મી ને જુઓ તો યંત્રની જેમ ઘડિયાળના કાંટે કામ કર્યા કરતા

જોઈ અબ્બુ ફરી ફરી રડી પડતા. બેબે ને હાર્ટ નબળું પડી જવાથી દાખલ કરેલા હજુ પાછા આવ્યા. . આમાં અચાનક કુરેશીની મોમ ઘરે લેપટોપ પાછુ દેવા આવી ... અમ્મીને તો શું બોલવું તે કંઈ સુઝે તે

પહેલા મૂકીને 'ઇટ્સ યોર્સ' કહી ને પવન વેગે ભાગતા જોઈને "અરે, મગર હમે નહીં ચાહિયે." અમ્મી બોલી પણ પાછળ ફરી ને લેપટોપ જ્યાં ખોલ્યું ત્યાં મોટો ધટાકો થયો...અમ્મી- બેબે-

અબ્બુ બધાની ચીસ ચોતરફ ગુંજી ઉઠી.