Champak Bhumiya ane trilok vaibhav books and stories free download online pdf in Gujarati

ચંપક ભૂમિયા અને ત્રિલોક વૈભવ

ચંપક ભૂમિયા અને ત્રિલોક વૈભવ

આ એક કાલ્પનિક વાર્તા છે

એક માણસ ભૂખ્યો તરસ્યો ગીર ના જંગલ માં આમ થી તેમ ફરી રહ્યો હતો. પોતાના ગામ માં જવાનો રસ્તો પોતે ભૂલી ગયો હતો.કંટાળી ને, એને હવે એવું લાગતું હતું જો એને સાચો રસ્તો નહિ મળે તો એના પ્રાણ નીકળી જશે. ઘનઘોર જંગલ અને સિંહ નો અવાજ વાતાવરણ ને વધારે ભયાનક બનાવતું હતું. અને ત્યાં, એને અચાનક એક અવાજ સંભળાયો ??.ઓ ભાઈ , તમે કઈ ભૂલ પડ્યા છો ? સાવ ગામઠી વેશ અને ભરાવદાર અવાજ ,, અવાજ સાંભળી આ ભાઈ ના જીવ માં જીવ આવ્યો. પછી ગામઠી માણસે તેને કયા ગામ માં જવું છે ? એનું નામ પૂછી ને એ ગામ નો રસ્તો બતIવ્યો પણ ગામ આવતા પહેલા જ એ ગામઠી માણસ ગાયબ થઇ ગયો. આ માણસ તો ખુબ ડરી ગયો ??.એને જે માણસ મળ્યો હતો.શુ એ કોઈ ભૂત હતું ?? નાં, નાં ભૂત તો નહોતું જ ? ને, દોડતો દોડતો એ ગામ માં પોતાના સગા - સબંધી ના ઘરે ગયો. શાંતિ થી પાણી પી ને પોતાની વાત કરી.

ગામ વાળા લોકો માટે આ કોઈ નવી વાત નહોતી.રોજ ને રોજ આજુ બાજુ માં ગામ થી કોઈ ભૂલો પડેલો માણસ સાચી રીતે પોતાના ગામ માં આવી જતો હતો. અને માણસ ને સાચી રાહ બતાવાનું કામ કરતો એ ગામઠી માણસ જેના વિષે સાંભળ્યું તો હતું પણ કોઈ એને જોયો નહોતો. ભૂલા પડેલા લોકો ને એ માણસ સાચો માર્ગ દેખાડતો હતો.એ એવું કેમ કરી રહ્યો હતો. એ માણસ કોણ છે ?ક્યાંથી આવ્યો છે ? એ કોઈ ને ખબર નહોતી ? બસ ખબર હતી તો એનું નામ ચંપક ભૂમિયા. જેનું કામ ફક્ત એક જ હતું. લોકો ને સાચો માર્ગ દેખાડી સાચા રસ્તા પર પહોંચાડવાનું. એક વાર અમુક ચોર લોકો એ જગ્યા થી રસ્તો ભૂલી ગયા હતા. ત્યારે ચંપક ભૂમિયા એ લોકો ને સાચો રસ્તો દેખાડ્યો. ત્યારે જતા સમયે ભોમિયા એ લોકો પાસે વચન માંગી લીધું.હવે થી ક્યારે પણ એ લોકો ચોરી કરશે નહિ. ત્યાર થી ચંપક ગામ ના લોકો નો હીરો બની ગયો.

હકીકત માં ચંપક એક વાર લગ્નઃ કરી ને આ ગામ માં થી પોતાની બસ માં પોતાની દુલ્હન અને સગા - સબંધી સાથે આવી રહ્યો હતો. ત્યારે એક અકસ્માત સર્જ્યો અને ચંપક અને તેની સાથે ના લોકો આ જંગલ માં ભૂલા પડી ગયા. ઘનઘોર જંગલ માં કોઈ સાચો રસ્તો ના મળવાથી તે લોકો ખોવાઈ ગયા અમુક લોકો સિંહ નો શિકાર થઇ ગયા અને અમુક લોકો ભૂખ અને તરસ થી મરી ગયા. આ કરુણાસભર દ્રશ્ય જોઈ ને ચંપક નું મન દુઃખી થઇ ગયું. એ કોઈ પણ રીતે બચી તો ગયો. પણ ત્યાર થી આજ કામ ને પોતાનું કામ માની ને લોકો ના જીવન માં ખુશી લાવતો હતો. જે પોતાની સાથે થયું એવું બીજા કોઈ સાથે ના થાય એની માટે એ આ કરી રહી હતો.

પણ એક વાર ચંપક ને એક માણસ મળ્યો. ખુબ જ ડરેલો અને થાકેલો હતો એ એને એ પણ નહોતી ખબર એને ક્યાં જવું છે. ? ચંપક મુંઝવણ માં મુકાયો.આ માણસ ને ક્યાં લઇ જાવ ? ચંપક એને આ જંગલ માં એક સુરક્ષિત જગ્યા પર લઇ ગયો જ્યાં એ પોતે રહેતો હતો. એક પાંદડા અને ડાળી થી બનાવેલું ઝૂંપડું અને લાકડા અને માટલા સિવાય ત્યાં કંઈ જ નહોતું. ચંપક ફળ અને જે જંગલ માં મળે તેના થી જ ખાઈ ને ચલાવતો હતો. આ માણસ ત્યાં લઇ જતા જ પડ્યો એ ભેગો ઊંઘી ગયો.સવાર પડતા આ માણસ હોશ માં આવ્યો.. ચંપક એ એને ખાવાનું આપ્યું. હાલ ચાલ પૂછી ક્યાંથી આવ્યો છે.એની વાતો કરી. જયારે એ માણસ જવાબ સાંભળ્યો તો ચંપક ના હોશ ઉડી ગયા ''

એ માણસ કોઈ સામાન્ય માણસ નહોતો. એ માણસ ખાસ ચંપક ને મળવા માટે જ આવ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર ,ઉત્તર પ્રદેશ , બિહાર, કલકત્તા અને કઈ કેટલા શહેર માં એક સાચા માણસ ની શોધ માં આ માણસ ફરતો હતો. એના દિલ માં એક રાઝ છુપેલો હતો. જેની માટે એને ચંપક જેવા માણસ ની જરૂર હતી. એને એક એવા માણસ ની શોધ હતી જેને કોઈ પણ લાલચ ના હોઈ જે માનવતા માટે જ જીવતો હોઈ. આજે એને એ મળી ગયો હતો. આ માણસ એક મિશન પર હતો. ના એ કોઈ સૈનિક ન હતો.પણ કોઈ અલગ જ વ્યક્તિત્વ ધરાવી રહ્યો હતો.

આ માણસ નું નામ હતું ત્રિલોક વૈભવ.પોતાની ઘણી પેઢી થી આ રાઝ ને સાચવામાં આવ્યો હતો. એને ચંપક પોતાની વાત કરતા કહ્યું. '' આ વાત મુગલ સામ્રાજ્ય ના સમય ની છે.ત્યારે મંદિરો અને દેરાસરો કે પછી કોઈ પણ પ્રકાર ના સ્તૂપો ને વગર કારણે તોડવામાં આવતા હતા. ત્યારે મારા પૂર્વજો એ એ વિરાસત ને સાચવવા માટે જે મૂર્તિ મળી એને જમીન ની અંદર કે પછી કુવા, તળાવ, સમુદ્ર અને જ્યાં મળી ત્યાં નાખી દીધી. અને આ જયારે લોકો તોડવા આવ્યા ત્યારે એમને કઈ ના મળ્યું ? અને એ મૂર્તિ ક્યાં છે એનો રાઝ કોઈ ને કોઈ થકી મારા બાપ દાદા થી આ રાઝ મારી પાસે આવ્યો છે. હવે સમય સાચો આવ્યો છે. આપણે એ મૂર્તિ ને કાઢી ને મંદિર માં બિરાજમાન કરી શકીએ છીએ.પણ એના માટે મારે તમારી જરૂર છે.આ ગામ ના લોકો તમને ખુબ માને છે. આ જંગલ માં ૨૦ થી વધારે મૂર્તિ અને સ્તૂપો અને બીજી વસ્તુ રાખવામાં આવી છે. એ વસ્તુ ક્યાં છે એની ફક્ત મને ખબર છે. આ વાત પુરાતત્વ કે કોઈ સરકારી માણસ ને ખબર પડી ગઈ. તો આપણા હાથ માંથી બાજી વહી જશે એટલા માટે આપણે કોઈ ખબર ના પડે એવી રીતે આ મૂર્તિ અને સ્તૂપો કોઈ મંદિર માં પધારવા પડશે.

ચંપક નું મગજ ચકરાવે ચડી ગયું. આ વાત એના મગજ માં બેસતી નહોતી. એ માણસ ની આંખો માં સચ્ચાઈ હતી અને ખુમારી પણ, એટલે ચંપકે એને હા પાડી દીધી. હવે કામ હતું ત્રિલોકવૈભવ નું એક પછી એક મૂર્તિ ક્યાં ક્યાં છે ? એને બતાવાનું ચાલુ કર્યું. આ બધી જ મૂર્તિ ખુબ જ પ્રાચીન હતી. કોઈ સિંહ ને ગુફા ની બહાર , તો કોઈ નદી ના ઉંડાણ માં ,તો કોઈ ઊંચા પહાડ માં, તો કોઈ કાંટાવાળા ઝાડ ની બખોલમાં , તો કોઈ સાપ ના દર માં મૂર્તિ રાખેલી હતી. એને રાત ના ભયાનક અંધારા માં જંગલી પ્રાણી ની વચ્ચે આ બધું કામ કરવાનું હતું. જયારે મૂર્તિ મળી જાય ત્યારે કોઈ ને ખબર ના પડે તેમ મંદિર માં જઈ રાખી ને આવવાનું હતું. દરેક ગામ માં નવું મંદિર બાંધવા માટે કહેવામાં આવ્યું હતું. દરેક મંદિર માં ૫૦ થી વધુ નવી મૂર્તિ ની વચ્ચે ૧ જૂની મૂર્તિ રાખવી જે થી કોઈ ને શક ના જાય. એવું નક્કી કરવામાં આવ્યું.

એક પછી એક મૂર્તિ ને કાઢવામાં આવી પણ હવે ખુબ મુશ્કેલી નો સમય આવ્યો હતો. હવે ફક્ત ૫ મૂર્તિ બાકી હતી પણ એ બધી મૂર્તિ સરકારી ખાતા ના વન વિભાગ માં આવતી હતી. સાગ ના ખુબ મોટા પ્રમાણ માં અહીં લાકડા હોવાથી સરકારી માણસ ની ખુબ ચાંપતી નજર હતી અહીં પગ મુકવો પણ ખતરા થી ખાલી નહોતું કેમ કે મૂર્તિ સરકારી મકાન માં હતી. અને એટલે અંતે એક ચાલ રચવામાં માં આવી.ચંપક ભૂમિયા ના મારી નાખવાની અફવા ફેલાવવામાં આવી. ચંપક ભૂમિયા ને બચવા માટે ગામ ના લોકો નું ખુબ દબાણ આવ્યું અને એટલે સરકારી મકાન માં સલામતી પૂર્વક રાખવામાં આવી,.એક પછી એક ખુબ ચાલાકી થી ૪ મૂર્તિ ચંપકે કાઢી લીધી. પણ છેલ્લી મૂર્તિ કાઢવા માં સરકારી માણસો એ એમને પકડી પાડયા. પણ તે લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા. ત્યાર પછી કોઈ એ એમને જોયા નથી.

આજે ગીર ના જંગલો પહેલા જેવા નથી રહ્યા. લોકો માટે પાકી સડકો નું નિર્માણ કરવામાં આવી ગયું છે. હવે કોઈ ત્યાં ભૂલું નથી પડતું. પણ છતાં ચંપક ભૂમિયા બીજા કોઈ જંગલ માં જઈ પોતાનું કામ કરી રહ્યો છે. અને ત્રિલોકવૈભવ પણ એના પછી કઈ કેટલીય મૂર્તિ ને સાચા મંદિર માં સ્થાન આપી રહ્યો છે. આજે કંઈક કેટલા મંદિર માં એની કાઢેલી મૂર્તિ ને નવી મૂર્તિ સમજી ને લોકો પૂજી રહ્યા છે.પણ ઇતિહાસ ના પાના ઓ માં આ બંને લોકો નું નામ ગાયબ થઇ ગયું છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED