મૃગજળ ની મમત - 14 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 14

મૃગજળ ની મમત

ભાગ-14

ડોરબેલ ખુબ અધીરાઇ થી વાગી રહી હતી.. અંતરા એ આગળ વધીને આઇગ્લાસ માથી નજર કરી . સ્નેહ હતો. અંતરા થોડી રીલેક્સ થઇ. એણે તરતજ ઘરનો દરવાજો ખોલ્યો.. રાત્રે બે વાગે અડધી ઉઘ માં પણ અંતરા એ એક આછી સ્માઈલ સાથે સ્નેહ ને આવકાર્યો.

“ વેલકમ હોમ સ્નેહ.. તમે અત્યારે? “

અંતરા હજું આગળ કંઇક બોલે એ પહેલાં જ સ્નેહ એ તને હાથ બતાવી ને રોકી. એના મોબાઇલ પર કોલ ચાલું હતો એઝ રુટીન. એ અંતરા ના હાથ માં બેગ પકડાવી ને સીધો જ અંદર બેડરૂમમાં જતો રહ્યો. અંતરા નું મોઢું પડી ગયુ સ્નેહ અને ઇગ્નોર કરી અંદર જતો રહયો પણ હવે ઓછું દુખ થતું સ્નેહ ના આ વર્તન થી એ ટેવાઈ ગઇ હતી. એ પણ સ્નેહ ની પાછળ બેગ લઇને સીધી જ અંદર ગઇ અને સ્નેહ નો ફોન પુરો થાય એની રાહ જોવા લાગી. સ્નેહ ફોન પુરો કરી ફ્રેશ થઇ ને કઇ જ બોલ્યા વગર ઉંધી ગયો અંતરા ત્યા રાહ જોઈ ને બેઠી હતી એનો નોંધ સુધ્ધા ન લીધી.. અંતરા પણ ઉભી થઇને મન સાથે ઉંધી ગઇ. સવારે ઉઠી ત્યારે સ્નેહ ગેલેરી ના મુઢા પર બેસીને મોબાઇલ પર ગેમ રમતો હતો. અંતરા તરતજ એની પાસે જઇને ઉભી . એકદમ ધીમા અચકાતા અવાજે બોલી.

“રાત્રે અચાનક જ આવ્યા.. ? તમે હજું કાલની ફલાઇટ મા.. . ખુબ થાકેલા હતાં તમે. એટલે તરતજ ઉંઘી ગયા . હું.. તો તમારી રાહ જોઈ ને.. .. ”

અંતરા હજું વાક્ય પુરું કરે એ પહેલાં જ સ્નેહ ખુબ ઉધ્ધતાઈ થી કહયું .

“બસ યાર મુકને તારી એ મીડલકલાસ કચકચ . કેટલાં દિવસે ઘરમાં આવ્યો છું એક કપ ચ્હા નું પણ નથી પુછતી “

અંતરા ની આખો મા આંસુ આવી ગયાં. મનોમન વિચાર થી હતી કે રાત્રે એટલાં માટેજ તો રાહ જૉઇ ને જાગતી હતી પણ .. એ તરતજ રસોડામાં સ્નેહ માટે નાસ્તો બનાવવા માટે લાગી પડી. હશે કામાં નું બર્ડન હશે કંઇક ટેન્સન હશે એમ વિચારી ને સ્નેહ ના વર્તન ને મનમાં થી ખંખેરી નાખ્યુ. બધી ડિશ સ્નેહ ની પસંદગી ની. સ્નેહ ને ગમતાં ફલાવર્સ પણ ફલોરીસ્ટ ને કોલ કરી મંગાવી લીધાં એ પણ ટેબલ પર સુંદર રીતે સજાવી દિધા સ્નેહ ની પસંદગી ના કપડાં પહેરીને ને બેડરૂમમાં પહોંચી .. સ્નેહ હજું નાહીને બહાર આવી ને આઇના સામે તૈયાર થઇ રહ્યો હતો. એણે પાછળથી સ્નેહ ને પોતાના બાહુપાશમાં જકડી લીધો. પણ સ્નેહ તો અંક યંત્રવત માણસ ની જેમ અરીસામાં જોઈ પોતાની જાત ને તૈયાર કરી રહ્યો હતો. એણે અંતરા ને થોડી દુર કરવા કોશીશ કરી પણ અંતરા એમજ એને વળગી ને ઉભી રહી.

“ સ્નેહ .. પ્લીઝ આ પૈસા પાછળ નું ગાંડપણ બંધ કર. હવે તારી આ બીઝનેસ ટૂરર્સ બંધ કર ને નહી તો વેકેશન ના ટાઇમ માં અમને પણ તારી સાથે લઇ જા. હવે મમહિનાઓ સુધી તારી રાહ જોયા કરવા નું મારાથી સહન નથી થતું. જેટલો સમય અહિયા રહેછે એ પણ અમારી સાથે નથી વિતાવતો. હવે તારાત્રે વગર રહેવું નથી ગગમતુ. જરુર છે અમને તારી.. મન પણ તને ખુબ મીસીસ કરેછે. ”

અંતરા એમજ સ્નેહ ને વળગી ને ઉભી હતી.. પણ સ્નેહ જાણે અકડાઈ રહ્યો હતો એણે એક જ જટકા થી અંતરા ને પોતાના થી દુર કરી.

“ એ જ વાંધો છે તારો. ઘરમાં આવ્યો નથી કે તારા આ વેવલા વેડા શરું. શું કરું પણ હું તારા પગમાં બેસી રહું કામ ન કરું. એ શકયતા નથી.. જે મમહેનત કરું છું એ ફયુચર લાઇફ માટે. અને શુ કરું તારી સાથે રહી ને.. ? આ ઈમોશનલ ફુલ થઇને રહેવું મને નથી આવડતું. રહી વાત સાથે લઇ જવા ની એ તારી લાયકાત નથી. જો મારા બીજા ક્લાયન્ટ કે ફ્રેન્ડસ ની વાઇફ ને ખુબ હાઇ સોસાયટી ના લોકો છે પાર્ટી માં ના ડ્રેસકોડ પ્રોપર ફોલો કરે. ડ્રીન્ક પણ લે. પાર્ટી માં આવેલા બીજા પુરુષોની સાથે ફ્રેન્ડલી વાત કરે. એમને કંપની પણ આપે. અને તું.. મારી પાછળ પાછળ ફરે. ડ્રીન્ક કરવા માટે તને ગુન્હો કર્યા ની ફિલીંગ આવે. કોઇપણજાતની પાર્ટી માં તારે મન ને તો સાથૂ જ રાખીશ એવી જીદ. કોઈ મેલ પર્સન આવી ને શેકહેન્ડ કરવા હાથ લંબાવે ત્યારે તુ જાણે એ તને ખાઇ જવાનો હોય એમ બે હાથ જોડીને ઉભી રહે . અધુરામાં પુરું ત્યા બધાં ને તારી અધુરી આવડતનો નું જ્ઞાન વહેંચે. જયાં પણ તારું મોઢું ખુલે મારી હાસી ઉંડે.

હું ખુબ આગળ વધી ગયોછુ ને તું હજીયે એ બાવાઆદમ ના જમાનામાં જીવે છે. અને રહી વાત ટુર ની તો હું કંપની ના કામથી કંપની ના પૈસા થી જાવ છુછું મોજમજા કરવા નહીં. એટલે બેટર છે કે તું તારા ઘરમાં અને હું મારા કામમાં ખુશ રહું “

સ્નેહ અંતરા ને છોકરી ને નીકળી ગયો. અંતરા એ પ્રેમ થી બનાએલો નાસ્તો એમ નો એમ ટેબલ પર રહી ગયો . વાતાવરણ ખુબ ડિસ્ટર્બ થઇ ગયું આખો દિવસ અંતરા એકજ વાત વિચારતી રહી કે આ બધા માં મન નો અને મારો શું વાંક.. ? . એ ખુબ દુખી હતી. સાંજ સુધી અંતરા ઘરમાં થી બહાર જ ન આવી. કે ન તો નિરાલી શો એકપણ કોલ રીસીવ ક્ર્યો. છેક સાંજે છ વાગે અંતે મન હ્રદયા સાથે રમવા ગયો. નિરાલી ચીંતા માં હતી. એણે જટદઇ ને મન ને પકડ્યો.

“ બેટુ મમ્મા કયાં છે? સવારથી દેખાય જ નથી. એની તબીયત તો સારી છે ને?. ”

“ હાબેટા .. આન્ટી . શી ઇઝ ફાઇન .. બસ રાત્રે ડેડી આવ્યા છે એટલે.. ”

મન રમવા માટે ગાર્ડન તરફ દોડી ગયો. નિરાલી એ જોયું ઘરનો દરવાજો ખુલ્લો જ હતો .. એ અંદર દાખલ થઇ. ઘર ખુબ સુંદર રીતે સજાવેલુ હતું. પણ અંતરા કયાં છે. ? આટલા મા જ સોફા પર કોઈ રડતું હોય એવો અવાજ આવતાં જ નિરાલી ત્યા જઇને જોયું તો. અંતરા હતી.

“ અરે.. . ! શું થયું.. ? કેમ. તું.. અને . સ્નેહ આવ્યો છે ને? કયાં છે એ?.. ”

નિરાલી ઉભી થઇ ને સ્નેહ ને શોધવા લાગી.

“રહેવાદે . એ ઘરમાં નથી.. ”

“ શું.. ? એ ઘરમાં નથી? .. તો કયા છે.. ?”

“ ઓફીસ. “ અંતરા એ એકદમ ટુકો જવાબ આપ્યો..

“ એવું તે શું કામ.. કે એક મહિના પછી આવ્યો ને સવાર પડતા જ ઉપડી ગયો. ”

“ હા.. મારી લાઇફ આવીજ છે. ”

“ પણ તું એને સમજાવતી કેમ નથી. “

“ સમજાવુ.. હું.. ? એને.. ? .. ધ ગ્રેટ મીસ્ટર સ્નેહ છાયા ને ? અને એ પણ સમજી જાય તો શું જોઈ એ. ?”

અંતરા એ નિરાલી ને બધીજ વાત કરી.

“ નિરુ ખુબ થાકી ગઇછુ. મને હવે જરૂર છે. કોઈ માણસ ની જેમ મને પ્રેમ કરે હુંફ આપે. દરેક પરિસ્થિતિ માં મારો સાથ આપે. અને પોતાની સાથે રાખે . એ મારો થઇને જીવે. મને પણ એવું કોઈ જોઇએ છે મારી સાથે મૌન એકાંત ગાળવા ઇચ્છે. જે મારો સાથ ઝંખે. જેના માટે મારો પ્રેમ, મારી હાજરી, મારી લાગણીઓ મહત્વ ની હોય.. હવે .. હવે હિંમત નથી. ઘણી વાર થાય કે બધું છોડી ને જતી રહું પણ.. મન. માટે.. . અરે આટલે દુર છું તો મમ્મી મમ્મી-પપ્પા ને પણ મારી વેદના જણાવી નથી શકતી.. દુખી કરવાત નથી માગતી એમને. અંદર થી સાવ મરી ચુકી છું નિરુ.. નિરુ . જીવવું છે મારે . ખુલ્લા આકાશ મા એક આઝાદ પંખી ની જેમ. આમ કેદ થઇને. મરવું નથી. થાકી ગઇ છું આ પ્રેમ ના મૃગજળ ની પાછળ દોડી ને.. . ”.

અંતરા ખુબ જ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી.. નિરાલી હેલ્પલેસ થઇને એને જોઈ રહીં હતી. સ્નેહ એક દોઢ વિક બેંગ્લોરમા જ રહ્યો.. પણ નિરાલી એ બહું ઓછો સમય ઘરમાં જોયો.. એકવાર સ્નેહ ને જોઈ ને નિરાલી એની સાથે વાત કરવા ગઇ..

“ હાય.. સ્નેહ.. ઓળખે છે.. ? હું નિરાલી અંતરા ની ફ્રેન્ડ. “

“ ઓહ .. . હમમ.. સે . કંઇ કામ હતું મારું.. ?”

“ ના .. ના. એતો એમજ તને જોયો એટલે થયું કે વાત કરું બહું વર્ષે મળ્યા.. નૈ?”

“ હા.. ”

“ સ્નેહ એક વાત કહું?”

હા બોલ .. પણ જલદી ટાઇમ નથી મારી પાસે.. ” થોડું કડક અવાજ માં સ્નેહ એ જવાબ આપ્યો.. નિરાલી ને પણ થોડું ખરાબ લાગ્યું પણ એ પી ગઇ.. અને એણે વાત ને આગળ વધારી.

“ સ્નેહ આમતો હું.. બીજું કાંઈ ન કહું પણ અંતરા અનેએ મન ને તારી જરૂર છે. એમને પણ થોડો સમય આપ પૈસા કરતાં આપેલો સમય વધું ફાયદા કારક રહેશે. ”

“હા.. બસ હવે આગળ કંઇક લેક્ચર ન આપતી આ બધીજ સો કોલ્ડ સલાહ તારી પાસેજ રાખ. અને તારી ફ્રેન્ડ ને સલાહ આપી કે ક્યારેક પતી ની ઈચ્છા ને પણ .. ”

આટલું બોલી ને સ્નેહ ત્યા થી નીકળી ગયો. નિરાલી ને પણ સ્નેહ નું આ વર્તન ખરાબ લાગ્યું. એ સમજી ગઇ કે સ્નેહ માં સુધારો થાય એમજ નથી.. સ્નેહ ને લગભગ દોઢ અઠવાડિયા થયા હતા. પણ સ્નેહ અને અંતરા ક્યાય પણ મન ને લઇને બહાર પણ ગયા ન હતાં સ્નેહ એનાં શેડયુલ માં જ બીઝી રહેતો. ફ્રેન્ડ્ઝ ને ઘરે બોલાવતો . અંતરા બધાં ની આવભગત માં લાગી પડતી. સ્નેહ ને મનાવવા સારું લગાડવા એને ગમતું કરવા બધું જ કરતી. રાત્રે ખુબ જ થાકેલી હોવાછતાં મન ને સુવડાવી ને સ્નેહ પાસે જતી. વાતો કરતી . ઘરની મનની પોતાની પણ સ્નેહ નુ ધ્યાન કા તો મોબાઇલ મા ગેમ રમવા માટે રહેતું નઇ તો અંતરા ની વાત જાણે સાંભળતો જ ન હોય એમ ફોન પર વાતો કરવા લાગતો. અંતરા રાહ જોતી પણ સ્નેહ ક્યારે એને ધ્યાનમાં ન લેતો . અંતે અંતરા સ્નેહ ને જોઈતી જરુરી વસ્તુઓ એની પાસે મુકીને સુઈ જતી. એકલતા એને અંદર ને અંદર કોરી ખાતી.

“ અંતરા .. . અંતરા.. .. ! “

સ્નેહ થોડું ગુસ્સામાં અંતરા ના નામની બુમો પાડતો હતો. અંતરા તરતજ દોડી ને અંદરના બેડરૂમમાં થી બહાર આવી. એ ગભરાએલી હતી.

“ હા.. . હા.. આવી સ્નેહ “

“ કયાં છે તું ક્યારનો બુમાબુમ કરું છું. એકતો બહું થોડો સમય ઘરમાં આવું છું એમાં પણ તું તારા માં જ હોયછે. “

“ ના ના.. એવું નથી. હું તો તમારાં કપડાં ગોઠવી રહી હતી. કયાંક ફરી જરૂર પડે તો બધું બરાબર જોઈએ ને . એટલે ચેક કરતી હતી જે કંઇ ઘટતું હોય એ બધું મુકી દઉ તો તમને તકલીફ ન પડે બસ.. બોલો ને શું હતું. ?”

અંતરા ખુબ ધીમા અવાજે ડરતા ડરતા બોલી.

“ કંઇ નહીં જો કાલે મોડી રાત ની ફલાઇટ મા હું ફરી UK જાવ છું તો તું મારી બેગ પ્રોપર પેક કરી નાખજે અને જે કંઇ ઘટતું હોય તે આજેજ લીસ્ટ કરીને લઇ આવજે. સાથે મારા એક સીનીયર ઓફીસર અને બે કોલીગ્ઝ છે તો બઘું પરફેક્ટ પેકીંગ કરજે.. ”

“ હા સારું સ્નેહ .. બીજું કંઇ યાદ આવે તો કહેજો.. એક વાત કહું ? “

“હા.. પણ જલદી બોલ”

“ આજે સાંજે જો ઓફીસ થી વહેલાં આવો તો તમે હું અને મન ત્રણેય કયાંક બહાર.. .. ?”

“ હમમમમ.. . ! ઓકે પણ મને આવતાં આઠ થઇ જશે તો .. બંને તૈયાર રહેજો મોડું ન કરતાં.. ”

સ્નેહ આટલું બોલિ ને ત્યાથી અંદર પોતાના રુમમાં જતો રહયો. અંતરા ત્યા જ ઉભી હતી. પણ એનાં ચહેરા પર થોડી ખુશી હતી. કે ચાલો સ્નેહ માન્યો તો ખરાં. એ જલદી જલદી સ્નેહ ના પેકીંગ માં ઘટતી વસ્તુ નું લીસ્ટ બનાવવા બેસી ગઇ. સાંજે મન પણ તૈયાર થઇ ગયો. એ પણ ખુશ હતો ડેડી સાથે ભલેને પણ એક ડીનર તો ત્રણ જણ સાથે

લઇશું..

“ મમ્મા જલદી કરને સેવન થર્ટી થયા. ડેડી આવતા જ હશે.. ”

“ હાબેટા. આવી બસ એક મીનીટ.. ”

અંતરા રુમમાં થી બહાર આવી. એણે રસ્ટ કલર ની બોટલ ગ્રીન અને સ્કીન ઞોલ્ડન રંગ ની સાડી અને એવું જ બોટલ ગ્રીન સ્લીવલેસ ડીપ બેંક બ્લાઉઝ પહેર્યું હતું .. માથામાં ઢીલો અંબોડો ગળામાં એક પાતળી ગોલ્ડ ચેઇન મા સ્નેહ એ પોતાને વેલેન્ટાઇન ડે પર આપેલું એ ડાયમન્ડ પેન્ડન્ટ અને કાન મા એજ ડાયમન્ડ સ્ટડ પહેર્યું હતું. એને જોતાં નજર હટે જ નહીં એટલી સુંદર લાગી રહી હતી.

“ ઓહ.. વાઉ.. મમ્મા આજે તો ડેડી તને જોતા જ રહી જશે .. ”

મન અંતરા ની સામે જોતાં જ બોલ્યો. એટલાં માં જ સ્નેહ નો ફોન આવતા જ બંને નીચે ઉતરીને કાર પાસે ગયાં. અંતરા હજું આગળ નો દરવાજો ખોલવા જતી હતી પણ થયા જ એનું ધ્યાન પડયું આગળ સીટ પર પહેલાં થી જ કોઈ બેઠેલું હતું. એટલે એ પાછળ ની સીટ પર મન સાથે બેસી ગઇ.

“ મીટ માય વાઇફ.. અંતરા.. અંતરા હિ ઇઝ મી વ્હોરા.. જે કાલે મારી સાથે આવવાં ના છે “

“ હલો મીસીસ છાયા.. નાઇસ ટુ મીંટ યુ. એન્ડ સોરી કે તમારા ફેમીલી ડિનર મા મે.. . ”

“ ઓહ.. ડોન્ટ બી સર.. ઇટસ ઓકે .. હવે તો આમ પણ આદત પડી ગઇ છે “

અંતરા અનેમન નોકરી મુડ ઓફ થઇ ગયો. બસ પછી તો છેક સુધી બીઝનેસ ની વાતો અંતરા અને મન મુંગા મોંઢે જમી ને ઘરે પાછાં ફર્યા . સ્નેહ મી. વ્હોરા ને એમની હોટલ પર મુકીને ઘરે આવી ને સીધો જ રુમમાં જઇને સુઈ ગયો.. સવારે અંતરા સ્નેહ ના પેકીંગ માં લાગી ગઇ અને મન એનાં ફ્રેન્ડ સાથે રમવા મા. જોત જોતાં માં દિવસ આખો પસાર થઇ ગયો. રાત્રે બે અને ત્રીસ ની ફલાઇટ હોવાથી સ્નેહ સાડા અગીયાર વાગે જ ઘરેથી નીકળી ગયો. આખા દિવસ દોડાદોડ કરી થાકેલી અંતરા ક્યારે ઉંઘી ગઇ ખ્યાલ જ ન રહ્યો. સવારે સાડા દસ થયા હતા મન હ્રદયા સાથે વેકેશન માં અપાયેલું હોમવર્ક કરી રહ્યો હતો. અંતરા હજું ન્હાઈ નૂ બહાર જ નીકળી હતી. રુમમાં કપડાં બોલાવી રહી હતી એટલાં માં જ મન દરવાજા પાસે આવી ને બોલ્યો.

“ મમ્મા હું અને હ્રદયા નીચે રમવા જાય છીએ. અને નિરાલી આન્ટી અંકલ સાથે બહાર ગયાં છે એ કલાક માં આવશે એવું કહયું છે અને ઘરની ચાવી આપણા કી-હોલ્ડર મા મુકી છે.. ” મન રમવા માટેબલ ઘરનો દરવાજો લોકો કરી નીચે ગયો. અંતરા ચેન્જ કરી હજું રુમમાં થી બહાર આવી એનાં વાળ હજું પણ ભીના હતા. એટલાં મા ડોરબેલ વાગી.. .

“હા .. આવું.. ” અંતરા એ અંદર થી જવાબ આપ્યો.. પણ એટલી વાર માં તો બે ત્રણ વખત બેલ વાગી એને લાગ્યુ કે મન હશે .

“ .. મન. આવું છું બહાર.. ધીરજ રાખ.. ”

એણે એકદમ ગુસ્સા મા દરવાજો ખોલ્યો

“ મન કેમ આટલો અધીરો થાયછે અંદર થી આવું.. . ત. ઓ “ અંતરા ની જીભ થોથવાવા લાગી એકદમ પુતળા ની માફક સજ્જડ થઇ ને ઉભી રહી ગઇ. સામે ઉભેલો માણસ દરવાજો ખુલતાં જ બોલ્યો

“ મેમ.. પ્લીઝ બાજુનાં. ” એ પણ બોલતા બોલતા અટકી ગયો. એકદમ ફાટી આંખે અંતરા ને તાકી રહ્યો. વાંતાવરણ થંભી ગયું હતું એટલાં માં જ મન આવ્યો.