પ્રેરણા નું પુંજ
ભાગ 4
હજુ નર્સ કંઈ બોલે એ પહેલા જ વોર્ડબોય દર્દી ની dispatch file લઇ ને આવ્યો અને કહ્યું કે તમને તાત્કાલિક ડોક્ટર ના કેબીન માં બોલાવ્યા છે.નર્સ તરતજ દર્દી બહેન ને લઇ ને ડોક્ટર ના કેબીન માં ગઈ.
‘સર,પેશન્ટ ઇસ રેડી ફોર ફાઈનલ પ્રોસીસ......”નર્સે કહ્યું .
“ટેક હર ટૂ RECEPTION...આઈ એમ કમિંગ ધેર “ ડોકટરે મો છુપાવતા કહ્યું
RECEPTION પાસે પોંહચતા જ તેની ના હાથ માં બીલ ની ફાઈલ આવી તેમાં લખેલું હતું
BILL PAID :-Ru.2,70,000 FOR Detail of payment please turn over.....
આવું વાંચતા જ તેણીએ પાનું ઉલ્ટાવ્યું ત્યાં હતું કે.......
PAID BY :- Dr D D Patel
અને ત્યાં પાના ને અંતે લખેલું હતું કે “આ પૈસા પાછા ચુકવવાની જરૂર નથી આ બધો ખર્ચ માત્ર એક ‘દૂધ ના ગ્લાસ” દ્વારા ચૂકવાઈ ગયો છે....... “
૩.દેવદૂત
આ એ સમય ની વાત ચવે જયારે વિશ્વ યુદ્ધ લગભગ શરુ થવાનું જ હતું.અમેરિકા ના બર્ફીલા વિસ્તારો ની આ એક સત્ય ઘટના છે ........
આ વિસ્તાર સમગ્ર અમેરિકા થી જાણે જુદો જ હતો.અહીં ખૂબ જ શાંતિ હતી અને આ વિસ્તાર તેના પ્રાકૃતિક સૌન્દર્ય માટે ખુબ જાણીતો હતો.તે લગભગ અમેરિકા નો એક માત્ર વિસ્તાર હતો જે ઔદ્યોગિક ની સાથે પ્રાકૃતિક રીતે પણ વિકસિત હતો...
આ વિસ્તાર માં એક નાનું એવું ચર્ચ હતું.આ ચર્ચ અસ પાસ ના લોકો માટે શ્રદ્ધા નું કેન્દ્ર હતું.આ ચર્ચ ના પાદરી ને એક નાનો દીકરો હતો.પાદરી અને તેનો આ પુત્ર દર રવિવારે આજુ બાજુ ના વિસ્તાર માં જતા અને ૨૧ બાઈબલ ની વહેંચણી કરતા
ચોમાસા નો એ દિવસ હતો જયારે પાદરી અને તેનો દીકરો બન્ને પોતાની રોજનીશી મુજબ બાઈબલ વહેચવા નીકળ્યા હતા . પિતા અને પુત્ર બન્ને પોત પોતાની રીતે જુદી જુદી દિશા માં આ પવિત્ર કાર્ય કરવા નીકળ્યા.
બરફવર્ષા ખુબ ઘાતક થઇ રહી હતી.પાદરી નો દીકરો આવી વર્ષા માં પણ ૨૧ માંથી ૨૦ બાઈબલ વહેંચી ચુક્યો હતો. હવે તેની પાસે માત્ર એક જ બાઈબલ વધ્યું હતું પરંતુ આજુ બાજુ ના વિસ્તાર માં કોઈ ઘર હવે બાકી ન હતું જ્યાં બાઈબલ આપવાનું બાકી હોય
આ દીકરા ને દુર પહાડી પર એક નાનું ઘર દેખાયું પરંતુ ત્યાં તો અહી કરતા પણ ખુબ વધુ વર્ષા હતી.પરંતુ તેને મનોમન ત્યાં જવાનું નક્કી કરી લીધ્યું અને તે પછી ત્યાં જવા માટે તેને પગલા માંડ્યા.
પહાડી સુધી પોહચવા માટે તેને પહાડી પર અનેક મુશ્કેલી વેઠવી પડી પરંતુ તે પોતાના મક્કમ મનોબળ સાથે અંતે ત્યાં પોહ્ચી જ ગયો અને ત્યાં જઈ તેને ઘરનો ડોરબેલ વગાડ્યો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો જ નહિ અને હવે તે નાસીપાસ થઇ ગયો અને તે હવે પાછો ફરતો જ હતો કે તરત જ તેને સાંકળ ખુલવાનો આવાજ સંભળાયો.તે મનોમન ખુશ થઇ ગયો અને તેણે ઈશ્વર નો આભાર માન્યો.
દરવાજો ખુલતાં જ એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી.તેણી ના મુખ પર નિરાશા સ્પસ્ટ જોવાતી હતી.પેલા દીકરા એ બાઈબલ આપી અને તેણી ને કહ્યું કે
“ઈશ્વર આપની સાથે જ છે..તે તમને ખુબ ચાહે છે અને તે તમારી રક્ષા કરશે. આપની જિંદગી અમર હો ....આમીન “
પેલી સ્ત્રી એ આ બાળક તરફ જોયું તો તે ઠંડી માં થથરી રહ્યો હતો તેનું આખું શરીર ભીંજાઈ ગયું હતું પણ બાઈબલ જરાય ભીંજાયું નહતું .તેની બાળક ની ઈશ્વર પર ની શ્રદ્ધા થી મનોમન ખુશ થઇ ગયી તેની હજુ કાઈ બોલે તે પહેલા તો તે બાળક ઘર છોડી ને આગળ પહાડી પર થી ઉતરવા ની શરુઆત કરી ચુક્યો હતો.
બીજે દિવસે સવારે ચર્ચ માં સભા ભરાઈ પાદરી એ પ્રાથના કરી અને પછી તેને સંબોધન કરતા કહ્યું કે
“આપના સૌ ના જીવન માં અનેક અવિરલ ઘટનાઓ બનતી હોય છે આજે હૂં આપ સૌ ને વિનંતી કરું છુ કે તમારા જીવન ની આવી કોઈ ઘટના વિશે જણાવસો.”
ત્યાં જ એક સ્ત્રી ઉભી થઇ અને આગળ આવી તેણે કહ્યું કે
“હૂં આપ સૌ ને આજે એવી ગતના કેહવાની છુ કે જેના લીધે આજે હૂનાહીં આપ ની સામે જીવિત ઉભી છુ.ગઈ કાલે જયારે ઘાતક વર્ષા થઇ રહી હતી ત્યારે હૂન આત્મહત્યા માટે તૈયારી કરી રહી હતી. મારા પતિ ૨ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા.તેમના મૃત્યુ પછી મારી જિંદગી જાણે સાવ સુની થઇ ગઈ હતી . મારી પાસે ઘર,ગાડી,પૈસા બધું જ હતું પણ શાંતિ અને ચેન ન હતું. મેં પંખા સાથે દોરડું બાંધ્યું અને હું ત્યાં લટકવા જ જતી હતી કે ત્યાં મારા ઘર નો દોર બેલ વાગ્યો પેહલા તો મને દરવાજો ન ખોલવાનું મન થયું પણ પછી મેં દરવાજો ખોલ્યો તો ત્યાં એક દેવદૂત ઉભો હતો.તેને મને કહ્યું કે ઈશ્વર આપની સાથે જ છે..તે તમને ખુબ ચાહે છે અને તે તમારી રક્ષા કરશે. આપની જિંદગી અમર હો ....આમીન....તેની આ વાત એ મારું હ્રદય સ્પર્શી લીધ્યું અને મેં મારી હવે પછી ની આખી જ જિંદગી ઈશ્વર ને સમર્પિત કરવાનું નક્કી કર્યું..એ દેવદૂત અહીં જ છે ....આ રહ્યો....”
પાદરી ના દીકરા તરફ આંગળી ચીંધતા તેને કહ્યું..
ચર્ચ માં બેઠેલા દરેક ની આંખ માં આશુ હતા..પાદરી એ પોતાના દીકરા ને ગળે લગાવી લીધ્યો ......
[પૂર્ણ]
વધુ હ્રદય સ્પર્શી વાતો આગળ ના અંક માં ...