પ્રેરણા નું પુંજ Chitt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેરણા નું પુંજ

પ્રેરણા નું પુંજ

ભાગ ૨

યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું. ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.

બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’

પેલી યુવતી યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું. ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.

બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?

ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?.........END

2.પ્રણય મિલન

આ વાર્તા છે બીજા વિશ્વયુદ્ધના સમયની. હિટલરના નાઝીવાદે યુરોપ પર ભરડો લીધો હતો. હિટલરના પાગલ અને ઝનૂની દિમાગે ચોમેર હિંસાનું તાંડવ ખેલ્યું હતું. તેણે લાખો યહૂદીઓની કતલ કરી હતી. લાખો યુદ્ધકેદીઓ જર્મન કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મોતની જિંદગી જીવી રહ્યા હતા. ઘણી વાર હિટલર યુદ્ધ કેદીઓને ગૅસ ચેમ્બરમાં કેદ કરીને ગૂંગળાવીને મારી નાખતો. આવી યાતનાઓનું વર્ણન વાંચતાં આજે પણ આપણે કમકમાટી અનુભવીએ છીએ. આવી યાતનાઓ વચ્ચે પાંગરેલા પ્રેમની આ સત્યકથા છે. મુશ્કેલીઓ, દર્દો અને યાતનાઓની વચ્ચે પણ ખીલે તે પ્રેમ. દુ:ખના ડુંગરાઓ તૂટી પડ્યા હોય ત્યારે પણ પ્રેમ જીવનને પોષે છે, જીવવા પ્રેરે છે તે સંદેશ આ નાનકડી કથા આપણને આપે છે.

1942નો એ ઠંડોગાર દિવસ હતો. હિટલરના એ નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં એકલોઅટૂતો છોકરો શૂન્ય નજરે બેઠો હતો ને અચાનક એ છોકરાએ કાંટાળા તારની વાડને પેલે પાર પસાર થઈ રહેલી છોકરીને જોઈ. પેલી છોકરીને પણ આ છોકરાની હાજરીની ગજબની અસર થઈ. કશીય વાતચીત નહીં, કોઈ શાબ્દિક આપ-લે નહીં, કોઈ સંબંધ નહીં ને તોય કોણ જાણે કેમ એ છોકરીને પોતાની અંદર હિલ્લોળાતી લાગણીની નદી અનુભવાઈ. એ છોકરીએ લાલચટ્ટક સફરજન વાડ પરથી પેલા છોકરા તરફ ફેંક્યું. સફરજન એટલે જિંદગીની નિશાની, આશા અને પ્રેમની નિશાની. છોકરાએ નમીને સફરજન ઉપાડી લીધું. – જાણે કે એની અંધકારમય જિંદગીમાં પ્રકાશનું એક કિરણ પ્રવેશ્યું.

પછી છોકરાનેય કોણ જાણે શું થયું કે દરરોજ એ એની રાહ જોવા માંડ્યો. છોકરીના મનમાં પ્રેમની નદી તો છોકરાના હૃદયમાં પ્રેમનો દરિયો ઘૂઘવવા લાગ્યો. છોકરાને પેલી છોકરીને ફરી ફરી જોવાની ઈચ્છા થવા લાગી. તેને જોવાની પ્રબળ ઝંખના સાથે વળી વળીને તેની આંખો વાડની પેલે પાર તાકી રહેતી. તેની નજર વિશ્વાસસભર આશા અને વાડની પેલે પાર મંડાયેલી રહેતી ને પેલી બાજુ પેલી છોકરી પણ એ દુ:ખી ને એકલવાયા છોકરાને જોવા ઝંખતી રહેતી. ખબર નહીં શું સંબંધ હતો એ બન્ને વચ્ચે કે એ છોકરાનાં દુ:ખ અને એકલતા એને અંદર સુધી સ્પર્શીને હલબલાવી મૂકતાં. સમય પસાર થતાં બન્ને વચ્ચેનું ખેંચાણ એટલું વધ્યું કે શિયાળુ પવન સાથેની બરફવર્ષામાં કે તીરની જેમ ભોંકાતી ઠંડીમાં પણ બે મન (હૃદયો) તો હૂંફાળાં જ રહેતાં. ને ફરી પાછું એક સફરજન કાંટાળી વાડ પરથી પસાર થતું ને બીજી બાજુ પ્રેમનો સંદેશ બની અકબંધ પહોંચી જતું. આ દશ્ય ફરી ફરી દરરોજ ભજવાતું ને આમ ને આમ દિવસો વીતી ગયા. અલગ અલગ બાજુઓ પર રહેતાં બે યુવાન હૃદયને એકબીજાને જોવાની સતત તડપ, રાહ રહેતી. ભલેને પછી એ એકાદ ક્ષણ માટેનું જ દર્શન કેમ ન હોય ? પરસ્પરના પ્રેમ કે સંબંધમાં હંમેશાં અવર્ણનીય પ્રોત્સાહન અને શક્તિની આપ-લે થતી હોય છે. કંઈક એવું જ એ બન્ને વચ્ચે થયું.

વધુ આવતા ભાગ- 3 માં.....