સરસ્વતીચંદ્ર
ભાગ : ૪ - ૪
સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૪ : મિત્રના મર્મપ્રવાહ
સુહૃદર્થમીહિતમજિહ્યધિયાં
પ્રકૃતેર્વિરાજતી વિરુદ્ધમપિ ।। - માઘ
પાંચાલીની વાણીને જાગૃત યોગમાં પ્રત્યક્ષ કરી સરસ્વતીચંદ્ર અને કુમુદ સૌમનસ્યગુફાના વર્ણવેલા ઓટલા ઉપર કેટલીક ઘડીઓ સુધી આનંદયોગની નિદ્રામાં હાલ્યાચાલ્યા વિના રહ્યાં. અંતે પાછલી રાત્રે કુમુદ જાગી એ ખંડના વચલા ભાગમાં જાતે સૂઈ ગઈ અને સરસ્વતીચંદ્ર ઓટલા ઉપર પોતાના હાથનું ઓશિકું કરી સૂઈ ગયો. પ્રાતઃકાળમાં વહેલી ઊઠી કુમુદ સરસ્વતીચંદ્રની પાસે ઊભી રહી તેને જગાડવા ઇચ્છતી કહેવા લાગી :
‘સરસ્વતીચંદ્ર, પ્રાતઃકાળ થયો, ઊઠો.’
એ ન જ ઊઠ્યો. કુમુદે તેને કપાળે હાથ મૂક્યો ને મુખેથી બોલી ઉઠાડવા જાય છે તે પહેલાં હાથના સ્પર્શથી પુરુષ જાગી ઊઠ્યો તેની સાથે કુમુદ હાથ લઈ લીધો.
‘મને સ્વપ્નમાં મારી જનની દેખાઈ. મારે કપાળે હાથ મૂકી કંઈ કહેવા જતી હતી એટલામાં હું જાગ્યો.’
કુમુદ કંઈ સ્મિત કરતી કરતી બોલી : ‘આપની સાથે આપનાં જનનીના પણ કંઈક ધર્મ કેટલાક વિષયમાં મારે પાળવા, અને આપને જનનીની ખોટ પડેલી મને દેખાઈ છે તે મારે પૂરવી એવો અભિલાષ કાલ રાત્રે જ મને થયો હતો. આપને કપાળે મેં મૂકેલા મારા હાથને આપે આપનાં જનનીનો હાથ સ્વપ્નમાં જાણ્યો તે મારા અભિલાષને બહુ શુભ શકુન થયા. હવે ચંદ્રકાંતભાઈની પાસે વસી આપને આપનું - આપણું - કુટુંબ બહુધા સાંભરવાનું.’
સરસ્વતીચંદ્ર : ‘એથી કુટુંબ ગમે તો વધારે સાંભરશે ને ગમે તો તે જેટલું સાંભરે છે તે સર્વ ભુલાશે. મને લાગે છે કે અહ્યિક કરી લઈ હું તેના સામો જાઉં.’
કુમુદસુંદરી : ‘અવશ્ય પધારો.’
સરસ્વતીચંદ્ર બોલવા જાય છે એટલામાં બહાર કંઈ સ્વર સંભળાયો અને ઓટલા બહાર દૃષ્ટિ કરી જુએ છે તો ગુફાઓની વચ્ચેના ઝરાઓની પાળી પર થઈને બે-ત્રણ સાધુઓની વચમાં ચાલતો ચંદ્રકાંત આવતો દૃષ્ટિએ પડ્યો.
‘કુમુદસુંદરી ! ચંદ્રકાંત આવે !’ સરસ્વતીચંદ્રે આનંદનો ઉદ્ગાર કર્યો.
‘આપ મોડા થયા ને એમની પ્રીતિએ એમના પગને ઉતાવળા ઉપાડ્યા. આજ્ઞા હોય તો હું હવે સાધ્વીઓમાં જઈને બેસું ને આપ તરત એમના સામા જાઓ. મારું નામ બધાનાં દેખતાં દેશો નહીં ને એકાંતમાં તેમને યથેચ્છ કહેજો.’
કુમુદ ગઈ ને સરસ્વતીચંદ્ર નીચે ઊતર્યો ત્યાં ગર્જનાઓ થતી હતી : ‘નંદકો નંદન એક આનંદ દેત હૈ !’ આ ગર્જનાઓ પોતાની ગુફામાંથી નીકળતી હતી અને બહારથી પ્રત્યુત્તરમાં પણ એવી જ ગર્જનાઓ આવતી હતી. પોતાની સાથેના સાધુઓને લઈ સરસ્વતીચંદ્ર ગુફા બહાર નીકળ્યો ને ચંદ્રકાંતની સાથે વાધ્યો. બે મિત્રોના ચરણ વેગથી સામસામી ધસવા લાગ્યા, બે પાસની વધતી અને પ્રતિધ્વનિ પામતી ગર્જનાઓ વચ્ચે અને સાધુઓ અને ગુફાઓ વચ્ચે મિત્રોના જીવ માત્ર એકબીજા ઉપર દૃષ્ટિરૂપ જ થઈ ગયા અને ક્રિયા માત્ર ચરણરૂપ જ થઈ ગઈ. જોતજોતામાં બે જણ પાસે આવ્યા. પરસ્પર ભેટવા માટે ઊછળી પડ્યા અને સરસ્વતીચંદ્ર એ ભેટ સ્વીકારે ત્યાર પહેલાં વીજળીની ત્વરાથી ચંદ્રકાંત સરસ્વતીચંદ્રની કોટે વળગી પડ્યો અને એની આંખોમાંથી આંસુની ધારાઓ મિત્રના ખભાને નવરાવી અંચળાને ભીનો કરી તેમાંથી ગેરુના નીગાળા ઉતારવા લાગી :
‘ૈંજ ૈં ર્એ, દ્બઅ ઙ્ઘીટ્ઠિીજં, ુર્રદ્બ ૈં જીી ૈહ ંરૈજ ઙ્મૈખ્તરં ?
સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર ! આ શું ? છેક આમ જ ? ચંદ્રકાંત તેને ભેટીને ગાજી ઊઠ્યો, છૂટો પડી સામો ઊભો રહી, બોલ્યા વિના, મુખથી કે કંઠથી નહીં પણ નેત્રથી નિર્ભર રોવા લાગ્યો, ને એનું મુખ અતિ રંક થઈ ગયું ને પોતાની સાથેના બાવાને કહેવા લાગ્યું :
‘બાવાજી, આ જ મારો મિત્ર ! આ અંચળાથી ઢંકાયો ન રહ્યો. આ હૃદયથી સંતાયો ન રહ્યો. સરસ્વતીચંદ્ર ! આ શું ?’
સરસ્વતીચંદ્રની આંખોમાં પણ પાણી ભરાયું હતું ને કંઠ ગદ્ગદ થઈ ગયો હતો.
‘ચંદ્રકાંત ! આ સાધુજનોની કૃપાએ મને નવો દેહ આપ્યો છે ને મારા અંતરાત્માને નવો જન્મ અને નવો સંગ આપ્યો છે. તેની વાતો કરવાનો ઘણો અવકાશ મળશે. આ સાધુજનો આપણા લોકમાં હરતા ફરતા ફાવાઓ જેવા નથી, પણ જે ઋષિલોક આ દેશની સંપત્તિને કાળે વસતા હતા, જે ઉદાર બૌદ્ધો આર્યદેશના ઉપદેશના મેઘને વર્ષાવવા આ દેશની ચાર પાસના દેશોમાં પરિવ્રજ્યા કરતા હતા, જે લોકના ઉચ્ચગ્રાહ ભવભૂતિ જેવાઓના ગ્રંથોમાં આપણે પાઠશાળામાં વાંચ્યા હતા - તે મહાત્માઓના વિચાર અને આચારના કલ્યાણઅંશ આ સાધુજનોમાં અખંડ જ્યોતથી હજી દીપ્યમાન છે ! એ સાધુજનોમાં આવી હું પરમ ભાગ્યશાળી થયો છું ને મારા ઉપર જે પ્રીતિ ને શ્રદ્ધા તારા હૃદયમાં છે તે સર્વને સાકાર કરી આ સાધુજનોનો સત્કાર કરી લે. પછી આપણી વાતોનો અવકાશ એ જ સાધુજનોની કૃપાથી અનેકધા પામીશું.’
ચંદ્રકાંત સાધુજનોના સામો ફરી ઊભો અને પ્રણામકરી કહેવા લાગ્યો : ‘સાધુજનો, આ મિત્રરત્ન ઉપર મારો પક્ષપાત છે ને એનો આપના ઉપર પક્ષપાત છે, માટે એના ઉપરની પ્રીતિથી અને શ્રદ્ધાથી હું, ચંદ્રકાંત, આપ સર્વને પ્રથમ પ્રણામ કરું છું, અને તે પછી આપનો ઉપકાર માનું છું - કારણ આ મારું અને અનેક સજ્જનોનું રત્ન શોધવાનો મારો પ્રયત્ન આપની કૃપાથી સફળ થયો છે. મુંબઈના વિદ્વાન મંડળનું આ રત્ન મુંબઈમાંથી ખોવાયું તેને આપે આવી પ્રીતિથી અને પ્રયત્નથી જાળવી રાખ્યું તેને માટે અનેક હૃદયો આપને માટે ઉપકારથી દ્રવશે !’
રાધેદાસ આગળ આવી બોલ્યો : ‘આ રત્નની પ્રાપ્તિથી સાધુજનો પોતાનો ઉત્કર્ષ માને છે અને તમે પણ તમારો ઉત્કર્ષ માનો છો - એ રત્નને પૂર્વાશ્રમમાં તમારા જેવાએ સંસ્કારેલું છે અને અમે તો માત્ર તેના ગ્રાહક થયા છીએ. ચંદ્રકાંતજી, અમે સાધુજનો સંસારની વ્યવસ્થાના ભોમિયા નથી, પણ આપના સન્મિત્ર જેવા સાધુજનો જે સંસારમાંથી આવે છે તે સંસાર પણ ઉત્કૃષ્ટ જ હોવો જોઈએ એવું માની આપનો સત્કાર યથાશક્તિ યથામતિ કરીશું. સ્વીકારવાની કૃપા કરજો.’
સરસ્વતીચંદ્ર ચંદ્રકાંતનો હાથ લઈ બોલ્યો : ‘ચંદ્રકાંત ! આ સાધુજન રાધેદાસે જંગલમાં અંધકારમાં શબવત્ હું પડ્યો હતો ત્યાંથી આ શરીરને સાચવી આણેલું છે. આ એમની જોડે સાધુદંપતીઓના મઠના ઉપરી પાનભારતી છે -તેમને મનુષ્યોનાં સ્થૂળ, સૂક્ષ્મ રસશાસ્ત્રમાં, દંપતીઓના ધર્મશાસ્ત્રમાં અને જ્ઞાનમાં, અતિશય નિપુણતા અને અનુભવ છે. તેમની જોડે આ અમારા સુંદરદાસજી અનેક પ્રાચીન કલાઓના વેત્તા છે. આ સુરદાસજી ભક્તિરહસ્યના શાસ્ત્રીય જ્ઞાનના ભંડાર છે, અને આ માયાપુરી લોકસંગ્રહના શાસ્ત્રની વ્યવસ્થાઓમાં પ્રવીણ છે ને સંગીતકલા પણ સુંદર જાણે છે. યદુશૃંગના આ સર્વ રત્ન છે. સ્અ ઙ્ઘીટ્ઠિ ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિાટ્ઠહંટ્ઠ, ંરીિી ૈજ ર્હંરૈહખ્ત ૈહર્ િ ટ્ઠર્દ્બહખ્ત ંરીજી ઙ્મીટ્ઠહિીઙ્ઘ જટ્ઠૈહંજ ંરટ્ઠં ૈજ ર્ઙ્મુર્ િ દૃેઙ્મખ્તટ્ઠિ. ્રી દૃીિઅ ટ્ઠૈિ ંરીઅ હ્વિીટ્ઠંરી ૈજ ૈદ્બિીખ્તહટ્ઠીંઙ્ઘ ુૈંર ંરી જુીીં ટ્ઠહઙ્ઘ ર્જઙ્મીદ્બહ કટ્ઠિખ્તટ્ઠિહષ્ઠીર્ ક ંરીૈિ ર્રઙ્મઅ ટ્ઠહઙ્ઘ ીહર્હહ્વઙ્મૈહખ્ત ર્જેઙ્મજ. ્રીૈિ ર્દ્બઙ્ઘીર્ ક ઙ્મૈદૃૈહખ્ત ૈજ જૈદ્બઙ્મી ટ્ઠહઙ્ઘ અીં િીકૈહીઙ્ઘ, ટ્ઠહઙ્ઘ ંરીૈિ દ્બૈહઙ્ઘ ટ્ઠિી ષ્ઠેઙ્મેંિીઙ્ઘ, ર્ં ટ્ઠહ ીટીંહંર્ ક ુરૈષ્ઠર ર્હહીર્ હર્ ેિ ૈંહઙ્ઘૈટ્ઠહ ઙ્મટ્ઠૈહજ રટ્ઠજ ટ્ઠહઅ ૈઙ્ઘીટ્ઠર્ િ ીદૃીહ ટ્ઠ ઙ્ઘિીટ્ઠદ્બ. ર્દ્ગં ર્એ હ્વેં ર્એિ રીટ્ઠિં ુૈઙ્મઙ્મ ર્ઙ્મદૃી ટ્ઠહઙ્ઘ િીદૃીજિ ંરીદ્બ ટ્ઠજ ર્એ ટ્ઠિી ટ્ઠઙ્મર્ઙ્મુીઙ્ઘ ંરી ટ્ઠિિી િૈદૃૈઙ્મીખ્તીર્ ક ઙ્મૈદૃૈહખ્ત ટ્ઠર્દ્બહખ્ત ંરીદ્બ, ટ્ઠહઙ્ઘ ેહરટ્ઠઅ ટ્ઠહઙ્ઘ િીીહંટ્ઠહં ુૈઙ્મઙ્મ હ્વી ંરી દ્બટ્ઠહ ંરટ્ઠં ંરૈહાજર્ ક દ્બટ્ઠિિૈહખ્ત ંરી ૈષ્ઠેંિીર્ ક ૈહર્હજષ્ઠીહષ્ઠી, જુીીંહીજજ ટ્ઠહઙ્ઘ જટ્ઠહષ્ઠૈંંઅર્ ક ઙ્મૈકી ુરૈષ્ઠર ંરિૈદૃીજર્ હ ંરીજી રૈઙ્મઙ્મજ ટ્ઠહઙ્ઘ ૈહ ીદૃીિ ાીં ુટ્ઠદ્બિ હ્વઅ ંરી રૈખ્તર ટ્ઠહઙ્ઘ ેહરીટ્ઠિીઙ્ઘર્-ક ટ્ઠંંટ્ઠૈહદ્બીહંજર્ ક ંરીજી ર્દ્બઙ્ઘીહિ ટ્ઠહઙ્ઘ જૈદ્બઙ્મી-ર્ઙ્મરૈહખ્ત ટ્ઠહષ્ઠર્રિૈીંજ.
ચંદ્રકાંત : ‘ર્રૂે દ્બટ્ઠઅ િીજં ટ્ઠજજેિીઙ્ઘ ંરટ્ઠં દ્બઅ ર્કિંહૈખ્તરં’જ િીજૈઙ્ઘીહષ્ઠી ુૈંર ંરટ્ઠં ર્હહ્વઙ્મી ઙ્મટ્ઠઙ્ઘઅ - ર્એિર્ હષ્ઠી ર્દ્બંરીિ-ૈહ-ઙ્મટ્ઠુ ુર્રદ્બ ર્એ રટ્ઠદૃી ર્જ ષ્ઠિેીઙ્મઙ્મઅ ુર્િહખ્તીઙ્ઘ, રટ્ઠજ ંટ્ઠેખ્તરં દ્બી ટ્ઠં ઙ્મીટ્ઠજં ંરૈજર્ હી ંરૈહખ્ત, દૃૈડ, ર્હં ર્ં ઙ્ઘૈજિંેહ્વ ર્ષ્ઠેંિીજર્ ક ીટ્ઠષ્ઠી ટ્ઠહઙ્ઘ ૈહર્હજષ્ઠીહષ્ઠી જેષ્ઠર ટ્ઠજ ૈં ર્કેહઙ્ઘ ંરીિીર્ િ દ્બટ્ઠઅ કૈહઙ્ઘ રીિી ટ્ઠજ ર્એ જટ્ઠઅ. છકીંિ ંરી રટ્ઠઙ્ઘિ ઙ્મીજર્જહ ુરૈષ્ઠર ર્એિ ર્ષ્ઠહઙ્ઘેષ્ઠં રટ્ઠજ ટ્ઠેખ્તરં ર્ં ંરીર્ ુઙ્મિઙ્ઘ, ૈં જષ્ઠટ્ઠષ્ઠિીઙ્મઅ િીદ્બટ્ઠૈહજ ર્કિ ર્ર્િ ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિાટ્ઠહંટ્ઠ ર્ં ર્કઙ્મર્ઙ્મુ ર્એિ ેંૈર્ૈંહ ૈહ ંરી ટ્ઠિિી ટ્ઠિંર્ ક દ્બટ્ઠૌહખ્ત રટ્ઠઅ ર્ીઙ્મી ેહરટ્ઠઅ - ંરટ્ઠં ૈજ ંરી ટ્ઠિં ૈહ ુરૈષ્ઠર ર્એ રટ્ઠદૃી ીટષ્ઠીઙ્મઙ્મીઙ્ઘ ટ્ઠજ ટ્ઠહ ીટીિંર્ િ જેષ્ઠર જેીર્િૈિ ીદ્બૈહીહષ્ઠી ટ્ઠહઙ્ઘ ેહિૈદૃટ્ઠઙ્મઙ્મીઙ્ઘ કટ્ઠદ્બી.’
સરસ્વતીચંદ્રે ઉત્તર દીધો નહીં. માત્ર નીચું જોઈ ચંદ્રકાંતને આંગળીએ વળગાડી પોતાની ગુફા ભણી ચાલ્યો અને સાધુઓ પાછળ પાછળ ચાલ્યા. આ બે જણની અને સાધુઓની વચ્ચેનું અંતર આમની કે તેમની ઇચ્છાથી વધ્યું તે જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો - ચાલતા ગયા ને વાતો કરતા થયા.
‘ચંદ્રકાંત ! તું સત્ય બોલે તેમાં હું ના કેવી રીતે કહેવાનો હતો ? મેં ઘણાક જીવને દુઃખી કર્યા. તારે પણ અહીં સુધી ધંધો છોડી, ગંગાભાભીને ઘેર એકલા મૂકી, મારે માટે આથડવું પડ્યું.’
ચંદ્રકાંત : ‘હાસ્તો. સ્વજનને દુઃખી કરી દમવાની આપની કળાની આ તો એક નાનામાં નાની ને થોડામાં થોડી ખૂબી છે.’
સરસ્વતીચંદ્ર : ‘ગંગાભાભી ખુશીમાં છે ?’
ચંદ્રકાંત : ‘તેમને મળો તો માલૂમ પડે.’
સરસ્વતીચંદ્ર : ‘તેમન મારે માટે બહુ લાગ્યું હશે.’
ચંદ્રકાંત : ‘તે તમે ક્યાં ગાંઠો એવા છો ?’
સરસ્વતીચંદ્ર : ‘કહે તો ખરો.’
ચંદ્રકાંત : ‘એ તો મૂઆં હશે કે જીવતાં હશે.’
સરસ્વતીચંદ્ર : ‘શું આમ બોલે છે ? તું ઘણું કઠણ બોલનારો છે તે હજી એવો ને એવો રહ્યો.’
ચંદ્રકાંત : ‘તમે કહો છો કે આ સાધુલોક બોલવામાં તેમ ચાલવામાં બેમાં મધુર છે. અને મધુર બોલતાં નથી આવડતું પણ મારી ચાલ હજી સુધી કોઈને કડવી નથી થઈ પડી. આપ મધુર બોલવાની કળા જેવી ઉત્તમ રીતે જાણો છો તેવી જ કડવી ચાલ કેમ ચાલવી તે પણ જાણો છો. આપના જેવી આવી બેવડી સમૃદ્ધિ મારી પાસે નથી -’
સરસ્વતીચંદ્ર : ‘પિતાજી સુખી છે ?’
ચંદ્રકાંત : ‘હેં ! તેમની ચિંતા પડે છે ? પણ તે તમારે પૂછવાનો હક શો ?’
‘સુખી તે તો તમારે શું ? દુઃખી તે તો તમારે શું ?’
વર્તમાનપત્રો કોઈ દિવસ આ સુંદર દેશમાં વાંચવા મળે છે ?’
સરસ્વતીચંદ્ર : ‘કોઈ દિવસ.’
ચંદ્રકાંત : ‘ત્યારે તેમાં જ વાંચજોને કે આપનાં પરાક્રમમાં વાવેલાં બીજ કેવાં ઊગી નીકળ્યાં છે તે જણાય.’
સરસ્વતીચંદ્ર : ‘મારા હૃદયને જાણનાર ચંદ્રકાંત હસવું આવે એવું બોલે છે.’
ચંદ્રકાંત : ‘તમને હસવું આવ્યું ને ન ચડ્યો ક્રોધ કે ન લાગ્યું દુઃખ ત્યારે ગમે તો તમારું હૃદય જાણવાનું હું ભૂલી ગયો છું, ને ગમે તો તમારું હૃદય અહીંની સાધુતાના પૌષ્ટિક પવનથી વધારે કઠણ થયું છે. તે હતું તેવું નથી ને હું ઓળખી શકતો નથી. બાકી તમારા વિના બીજાં ઘણાંકનાં હૃદયને તો હું જાણું છું. કોના કોના કાળજામાં કેવી કેવી લાતો આપના શાણપણે મારી છે તે હું સારી રીતે જાણું છું. તે તમારા પોતાના હૃદયનું પોત તો હવે જેવું પ્રકટો તે ખરું.’
સરસ્વતીચંદ્ર : ‘તારું કટુ પણ સત્ય ભાષણ મારાં કર્મના પાપઅંશનું વિષ ઉતારી દે છે ને એ સર્વ સાંભળવાથી હું બહુ તૃપ્ત થાઉં છું. કુમુદસુંદરીના શબ્દોમાં પણ એવી કટુતા હોત તો હું હજી વધારે ભાગ્યશાળી થાત.’
ચંદ્રકાંત : ‘ચૂપ ! તમારા દુષ્કર્મનો ભોગ થઈ નળમાંથી કપાઈ કહોઈ જઈ ડૂબી મરેલા એ દુઃખી કમળનું નામ તમારી જીભ ઉર આવવું ઘટતું નથી.’
સરસ્વતીચંદ્ર : ‘ચંદ્રકાંત ! એ પણ સત્ય જ કહ્યું. પણ મારા તારા ભાગ્યથી એ જીવ જીવે છે ને આ સુંદરગિરિની સાધ્વીઓએ એ કમળ કરમાતું હતું તેને સ્થાને, પોતાની સાધુતાથી એને પાછું પ્રફુલ્લ કરવા માંડ્યું છે.’
ચંદ્રકાંત : ‘શું સ્ત્રીલોકનું એ રત્ન જીવે છે ? સરસ્વતીચંદ્ર ! મને એમનાં પુણ્યદર્શન તરત કરાવ કે તારા જેવા ક્રૂર હૃદયવાળા મિત્રનો મિત્ર હોવાને માટે હું તેમની ક્ષમા માગું અને એમનાં માતાપિતાને વધામણી મોકલી તેમનાં નિરાશ અંતઃકરણમાં આશાના વૃક્ષને રોપું.’
સરસ્વતીચંદ્ર : ‘હું તને તેમનું દર્શન અવશ્ય કરાવીશ. તેમની પણ એવી જ ઇચ્છા છે. માત્ર તને સૂચવવાનું હતું કે એમની સાથે એકાંતમાં વાત કરી એમની અનુમતિ લીધા વિના એમનું કે એમના કુટુંબનું નામ આ સાધુજનોમાં પ્રકટ ન કરવું અને એમના અસ્તિત્વની વાત તો કોઈને પણ એ અનુમતિ વિના કહેવી નહીં. એમને સાધુજનો ‘મધુરીમૈયા’ને નામે ઓળખે છે.’
ચંદ્રકાંત : ‘અવશ્ય સાધુજનો સુજ્ઞ છે ખરા કે મધુર જીવને આવું મધુર નામ આપે છે, અને હું પણ એવા જીવને સંબંધે કંઈ પણ વાત એમને પૂછ્યા વિના નહીં કરું. બાકી તમારું નામ પાડવામાં તો સાધુજનો ભૂલ્યા છે ને તમને તો મેં જાણી જોઈ વગર પૂછ્યે પ્રકટ કરી દીધા છે.’
સરસ્વતીચંદ્ર : ‘મારું નામ મેં પાડ્યું છે - સાધુજનોએ નથી પાડ્યું.’
ચંદ્રકાંત : ‘લાગે છે. આપની જ ચતુરતા લાગે છે.’
સરસ્વતીચંદ્ર : ‘આ કન્થા પહેરીને હું કેવો દેખાઉં છું તે મેં જાતે જોયું નથી - પણ આ નીચે પાણીમાં પ્રતિબિંબ જોઉં છું તો તેમાં તો તું કહે છે એવું હીનભાગ્ય નથી દેખાતું.’
ચંદ્રકાંત : ‘શું કરવા દેખાય ? એ પ્રતિબિંબ તો તમારા હૃદયમાં જુઓ, અમારા જેવાનાં અને તમારા પિતાના અને કુમુદસુંદરીના હૃદયમાં જુઓ - પછી કહો કે તમારા આ અંચળાનો રંગ તે તે એ સર્વેના હૃદયનાં મર્મસ્થાનને ચીરી તેમાંથી કાઢેલી લોહીની ધારાઓનો જ રંગ નથી ?’
સરસ્વતીચંદ્ર : ‘કુમુદસુંદરીએ પોતે પણ આવી જ કન્થા ધારી છે.’
ચંદ્રકાંત : ‘તેં યોગ્ય જ કર્યું છે. જે ચિતા ઉપર તમે શબ થઈને પડ્યા છો તેના ઉપર એ તમારી જોડે જ જીવતાં બળવા માંડે છે ! સરસ્વતીચંદ્ર ! તમારું હૃદય શાનું ઘડેલું છે ? મને એ દુઃખી જીવની પાસે સત્વર લઈ જાઓ.’
ચંદ્રકાંતની આંખોમાંથી આંસુ વહ્યાં કરતાં હતાં તેને લ્હોવાની પરવા એણે કરી નહીં. કહેવા મોકલ્યો. ત્યાં જતાં સુધી કોઈ બોલ્યું નહીં. સર્વ કલાંત ગંભીર બની, સૂર્યને ઢાંકી દઈ આકાશમાં એકલાં ચાલતાં જળ વગર પણ કાળાં દુકાળનાં વાદળાં પેઠે ચાલતા હતા. થોડી વારમાં ગુફાનું દ્વાર આવ્યું. ત્યાં જતાં પહેલાં ધીમે રહીને સરસ્વતીચંદ્રે ચંદ્રકાંતના કાનમાં કહ્યું : ‘સર્વ આપણી વાટ જોઈ સામાં આવે છે; ભૂલથી એમનું નામ દેશો નહીં. મધુરીમૈયા કહેજો. સૌની વચ્ચોવચ એ ઊભાં છે ને સૌથી જુદાં પડે છે તે ઓળખી કાઢજો.’
‘બેસો, બેસો, તમે શું કહેતા હતા ?’ એવું કહેવા જતો જતો ચંદ્રકાંત અટક્યો ને ઉત્તર દીધા વિના સરસ્વતીચંદ્ર ઉપર માત્ર કડવી દૃષ્ટિ કરી આગળ ચાલવા લાગ્યો.
પળ વારમાં સ્ત્રીમંડળ પ્રત્યક્ષ થઈ પાસે આવ્યું. સાધુઓ પાછળ ખમચ્યા અને ઊભા રહ્યા ને ગર્જ્યા : ‘નંદકો નંદન એ આનંદ દેત હૈ ! મધુરીમૈયા કો જય !’
‘મધુરીમૈયા’નો જય પોકારાયો સાંભળીને હર્ષથી, અને એની ભગવી કન્થા જોઈ દુઃખથી ચંદ્રકાંતનાં આસુ વધ્યાં. વાલુકેશ્વર ઉપર સરસ્વતીચંદ્રના બગલામાં જોયેલી કમુદસુંદરીની મોટી છબી પોતાની સામી જીવતી થઈ ઊભી લાગી ને તેની સુંદરતા, મધુરતા અને દીનતાના સંસ્કાર એના હૃદયને, વંટોળિયો વહાણના સઢને ઉછાળે તેમ, ઉછાળવા લાગ્યા. સૌ છેક પાસે પાસે આવ્યાં ત્યાં સરસ્વતીચંદ્ર આગળ વધી બોલ્યો :
‘મધુરી ! આ મારા પરમ મિત્ર ચંદ્રકાંત !’
કુમુદસુંદરી : ‘ચંદ્રકાંતભાઈ ! સુખી છો ?’
ચંદ્રકાંત રોઈ પડ્યો - તેનાથી ઉત્તર દેવાયો નહીં - એ કુમુદસુંદરીને પગે પડ્યો ને એની પૃથ્વી પર પડેલી પાઘડી સરસ્વતીચંદ્રે ઊંચકી લીધી.
‘કુ...મુ... મધુરીમૈયા ! મારા કઠણ હૃદયના મિત્રના અતિદુષ્ટ અપરાધની ક્ષમા કરજો. એણે તો તે નહીં માગી હોય - પણ એને માટે હું ક્ષમા માગું છું ! અમે તમારો અસહ્ય અપરાધ કર્યો છે ને પેટમાં ઉતારેલાં વિષ રગેરગમાં ચરવા માંડ્યાં છે.’
પોતાનાં નેત્રમાં આંસુની અવગણના કરી કુમુદસુંદરીએ ચંદ્રકાંતના શરીરને ઊંચું કરવા માંડ્યું, અને એના કોમળ હાથમાં તેમ કરવાની અશક્તિ પ્રત્યક્ષ કરતો ચંદ્રકાંત એને વધારે પ્રયત્ન કરાવ્યા વિના જાતે જ ઊભો થયો ને પોતાનો રૂમાલ આંખે ફેરવી બોલતો બોલતો ઊભો.
‘મધુરીમૈયા ! તમે ક્ષમા કરજો ! મારા મિત્રે કરેલો અપરાધ આ ઉપરના આકાશ પેઠે હદ વિનાનો છે અને મીઠા જાણેલા એના હૃદયમાં સાગર જેવી ખારાશ જ ઊંડી ભરાઈ છે અને સર્વ પાસ ઊભરાઈ છે તેને મીઠી કરવા હું કેવળ અશક્ત નીવડ્યો.’
આંસુ લોહી કુમુદસુંદરી બોલી :
‘ચંદ્રકાંત ! આપનું આ રત્ન સાધુજનોની સત્પરીક્ષામાં પણ રત્ન જ નીવડ્યું છે ને તેમનાં પુણ્યે તેને નવા સંસ્કાર અને નવા ઓપ આપ્યા છે તે આપ ધીમે ધીમે પ્રત્યક્ષ કરશો. એમના અત્યંત દુઃખી જીવને મહાપ્રયાસે સાધુજનોએ અને મેં લગભગ શાંત કર્યો છે. ને બાકી રહ્યું છે તે આપ કરી શકશો. મારું રંક અનાથ હૃદય એમણે અતિ ઉદારતાથી સ્વસ્થ અને સનાથ કર્યું છે. માટે હવે એ એમના નિર્મળ હૃદયસરોવરને ડહોળી તેમાંની મહાપ્રયાસે નીચે ગયેલી માટીને પાછી ઉપર આણશો નહીં. ઈશ્વરકૃપા છે તો આપ, સાધુજનો અને હું સર્વ મળી અવકાશે સારું જ પરિણામ આણીશું.’