ધનાની માળાના મણકા - ૪ Dhanjibhai Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધનાની માળાના મણકા - ૪

ધનાની માળાના મણકા

ભાગ-૪

લેખકધનજીભાઈ છગનભાઈ પરમાર ( મોરબી )

—: નમ્ર નિવેદન :—

વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

મણકો ૧૨૦

જગત સુધારવાનું મન તું મુકી દેને નથી એ તારું કામ,

આવા અભિયાન છોદીદે તું લે હરિનું નામ.....

પ્રથમ તારા મિથ્યા જ્ઞાનનું મુકીદે અભિમાન,

પછી તારા સદ્ ગુરૂનું તું સાંભળીલે ફરમાન.....

જગત સુધારવાની જરૂર નથી તું તારું મન સુધાર,

મન તારામાં મેલ ભર્યા છે તેને તું કાઢ બાર.....

આજથી અભિયાન શરૂ કરને તારી જાતને કાજ,

મન મક્કમ કરી મંડી પળને ન થતો નારાજ.....

ધના જગત સુધરી જાયે જોતું તને સુધાર,

ગર્વ છોડીજા ગુરૂની પાસે થશે કઈ ભલીવાર.....

મણકો ૧૨૧

(રાગ = કુંતા અભિમન્યુને બાંધે અમર.....)

પ્રભુ અભિમાનીને ઉપાડશે પેલાવેલો રે,

એને નરકમાં પણ થશે ઠેલમ ઠેલારે.....

તું મૂક અભિમાન અરે ગલાવેલા રે,

જોને દશાનનના ન રહ્યા વંશ વેલારે.....

છોડ અભિમાન ભજ પ્રભુ તું વેલોવેલો રે,

તારા ઉરમાં આવશે આનંદ નો રેલોરે.....

તજીદે અભિમાન ધના આ સમય છેલો રે,

પ્રભુ ભાજ્યાવણ તારે અફળ ફેરો રે.....

મણકો ૧૨૨

તું મૂક ગુમાન ગુમાની તારી જિંદગી જવાની,

જુવાની તારી કાયમના રહે એક દિન જવાની.....

બુઢાપો બહુ વેડશે તું મૂક ગર્વ અભિમાની,

કાયાતારી કાંપવા લાગશે ન થાયે મનમાની.....

કુળાક્રમો છોડીદે ને મૂક ગુમાન ગુમાની,

હેત કરીને હરિ ભજીલે અભિમાનની કર કુરબાની.....

સંસાર સાગર તરવો અધરો નક્કી નાવ ડૂબવાની,

હરિ રૂપેલે હલેશો હાથ મૂક ગુમાન તું ગુમાની.....

ગુમાન છોડી ગુરૂ શરણેજા તું મુકને બેઈમાની,

છોડ ગુમાન ધના તું કરીલે સાચી કમાણી.....

મનકો ૧૨૩

(રાગ = હું હતો એક દિન બાળ જ્યારે.....)

હું હતી એક દિન વહુ જ્યારે,

સાસુપણું નડતું મને બહુ ત્યારે.....

કરતી હતી પ્રાર્થના બહુ ત્યારે,

સાસુ ત્રાસમાંથી મને છોડીશ ક્યારે.....

સમય આવ્યો સાસુ બનવાનો જ્યારે,

મળી શીખ વણમાગી મને ત્યારે.....

પાંચ પડોશણ સામટી આવી જ્યારે,

ડોસી પુરાણ મને સંભળાવ્યું ત્યારે.....

કડ્ય રાખજે ઢીલીન પડતી ક્યારે,

ઘરમાં આવશે તારા નવી વહુ જ્યારે.....

સ્મરણમાં આવ્યા મને સાસુ જ્યારે,

તનથી થથરી ગઈ હું ત્યારે.....

નક્કી મનથી કર્યું મેં ત્યારે,

વેર વેરથી ન સમતું ક્યારે.....

ધના શીખ તારી કામ આવી જ્યારે,

દિકરી જાણી મેં વહુને ત્યારે.....

મનકો ૧૨૪

(રાગ = ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સહેજે.....)

કરેલા ગુનાની સજાઓ તારે ભોગવવી પડશે,

કુડા કર્મોના ફળો અચૂક અંતે તને નડશે.....

કરીલે કર્મો સારા તું જગતમાં માનતો વધશે,

નઠારા કર્મો કરીને માનવ તારી આયુ તો ઘટશે.....

હરિ ભજીલે હેતથી જીવતર તારૂં તો સુધરશે,

નહિંતો નાવ ડુબવાની તને કોઈના સંઘરશે.....

કર્મોથી માથે આવેલા દુઃખો તું પ્રેમથી સહેજે,

સદાયે મસ્તીમાં રહેજે દુઃખો ને દાદના દેજે.....

જગતના નાથની સાથે ધનાતું ચાલતો રહેજે,

અવર પંથના જાતો રહે શીલ સંતોષે.....

મણકો ૧૨૫

નથી મુકાતી માયા મન એમાં કાયમ રહે છે છાયા,

માયા છોડવી છે અઘરી ભલે તોડી નાખો કાયા.....

માયા છોડું ત્યાં મોહ ઉપજે કેમ કરૂં હું ભાયા,

મોહીનીનો બહુ મોહ લાગ્યો લક્ષ્મી લૂંટીને લાયા.....

લક્ષ્મીએ પછી લોભ લગાડ્યો કામી થઈ આ કાયા,

પત્નિ આવી પૂત્રો થયાને મન લાગી બહુ માયા.....

કામના આવી ક્રોધને લાવી આંખે અંધારા છાયા,

પાછું વાળી પછીના જોયું નાખ્યા પાપના પાયા.....

માયામાં ધનો એવો અટવાયો ધર્મમાં ન ધાયો,

માયા,મોહ,મદ,કામ,ક્રોધે આખો એને ખાયો.....

મણકો ૧૨૬

હરિ હાલજે મારી હારે પ્રભુ પાછળના રહેજે,

વિઠ્ઠલ વાટ વસમીના લાગે વાર્તા તું કહેજે.....

ભવવાટમાં ભૂલોન પડું ભગવાન ભેરે રહેજે,

સંસાર વનમાં હાલું આડો શ્યામ સહાયકર સહેજે.....

મોરારી મદ માયા છોડાવી પછી નોતરૂં દેજે,

કામ,ક્રોધ, કર્મ મારાં કાનુડા તું સંભાળી લેજે.....

વજન આનો વસમો લાગે વાસુદેવ વહન કરજે,

બોજ રહીત બનાવી મને ભુદર ભાર મારો હરજે.....

ધનો વિનવે ગરજે ગોવિંદ હારે મારી તું રહેજે,

ષટ્ટરિપુથી છોડાવી ષડાનન શરણ તું લેજે.....

મણકો ૧૨૭

વનમાળી મને વસમા લાગે વિયોગના આ દાળા,

યાદ તારીમાં ગયો જનમારો હે કાનુડા કાળા.....

યાદ તારી બહુ સતાવે કરમાં તું ખોટા ચાળા,

દે દર્શન દયા કરીને હારી હરિ હું બાળા.....

વનમાળી તને બહુ શોધ્યો વન જંગલનાં જાળા,

પર્વત કંદરા બહુ ભમીહું પૂજ્યા ઘણા પાણા.....

નદી નાળા દરિયા ડોળીયા ન રાખી કાંઈ મણા,

સરોવર કુંડને ઝરણાં મેં સ્નાન કર્યા ઘણા.....

વનમાળી હવે દે દર્શન મેં મૂક્યાં હુંપણા,

વાલમ ધનો દાસી તમારી ન રાખ જુદાપણા.....

મણકો ૧૨૮

નથી સુધારો થાતો આમાં નથી ફેર જણાતો,

પ્રભુ તારા પૂતળામાં હજી નથી ફેર જણાતો.....

મોહ માયા નો માર ખાધો છતાં નથી ધરાતો,

ઉદાર થઈ હરિ ઉદર દીધુ એ ખાડો નથી ભરાતો.....

કામ ક્રોધના મદમાં હું નથી ફૂલ્યો સમાતો,

આળસુ થઈને સૂતો સેજમાં નથી કાંઈ કમાતો.....

મૂડી વગર તને ના મળે મન ગમતી મોલાતું,

હરિ રસ અતી ખારો લાગે ખાતું નથી ખોલાતું.....

ધનો કબુલે તારી આગળ કાના હવે નથી બોલાતું,

મનખા દેહ મળ્યો મને પણ માનવ નથી બનાતું.....

નથી સુધારો થાતો જોને દેહ નબળો થાતો,

લક્ષ ચોર્યાસીની જંજાળમાં ભલે ખાતો લાતો.....

મણકો ૧૨૯

મીથ્યા જ્ઞાનમાં ગર્વનો જો એક પડી જાય છાંટો,

સારા સારનું ભાન ન રહે સ્વજનોમાં પડે ફાંટો.....

ધુંધવાતામાં ધૃત પડે તેમ હૈયામાં લગાડે આગો,

સમજ્યા વગર સ્નેહની સરવાણીમાં ન ભાગો.....

દિકરી જેવી વહુઓ જ્યારે પોતાના સંતાનો ને પાડે રાડો,

પૌત્ર સ્નેહમાં અંધ બનીને તું ન આવતો આડો.....

દિકરા વહુને પોતાના સંતાનોમાં સ્નેહ હશે જાડો,

પૌત્ર પૌત્રીના ઉપરાણાં લઈને તેને પાતળો ન પાડો.....

માગ્યા વગર મિથ્યા જ્ઞાનનો વપરાશ ન કર ઝાઝો,

દિકરા વહુ ના હોય અજ્ઞાની બુઢિયા જરા તમે લાજો.....

શાંત થઈ શાંતિ રાખી હે તે હરિ ગીત ગાજો,

ધનો કહે ધ્યાન ધર હરિનું મિથ્યા જ્ઞાનથી લાજો.....

મણકો ૧૩૦

સહન કરતું સ્નેહ વધશે જીવન સુધરશે તારું,

સહજ બની સ્વીકારીલે ને સાગરમાં જળ હોય ખરું.....

આંતર મનના વિકારો છોડી ધ્યાન ધરતું મારું,

અજ્ઞાન અંચળો દૂર કર હરિ નામને માન સારું.....

આંખે અંધળો કાને બહેરોથા કલ્યાણ તેમાં તારું,

પથારીમાં પરવશ પડ્યો તું નથી નીકળવાનું બારું.....

સહન કરી શાંતિ રાખ ન ગણ તું કાંઈ તારું,

તારું હશે એ આવે સાથે બાકી પડ્યું રહશે બારું.....

હારે આવે હરિનામ તારી સ્મરણ કરીલે સારું,

ધન દોલતને પૂત્ર પરિવારની પડી રહશે બજારૂ.....

ધના સ્નેહનો અતિરેક ન કરતો માપમાં રહેતો સારું,

સ્નેહ વધાર શામળામાં આવા ગમન જાય તારું.....

મણકો ૧૩૧

નયણે આવ્યા પાણી કંચન રાણી,

તને કહું કરમની કહાણી કંચન રાણી.....નયણે.....

મોહમાયા મમતાની નથી અટકતી ઘાણી,

પીલાણી જિંદગી સારી કંચન રાણી.....નયણે.....

સાંઠે મને શાન આવી જ્ઞાનની ગાંઠો બાંધી,

ત્યાંતો સામે આવી આંધી કંચન રાણી.....નયણે.....

મિથ્યા જ્ઞાનનો મોહ થયોને લક્ષ્મણ રેખા લાંધી,

ખોટી કૂટેવો બાંધી કંચન રાણી.....નયણે.....

ઉલમાંથી ધનો પડ્યો ચૂલમાં પહેલા પાળ ન બાંધી,

વધી આધી વ્યાધી કંચન રાણી.....નયણે.....

મણકો ૧૩૨

હરિ હું થાક્યો સમજણ આપી ન સમજે મન પાપી,

શાનમાં એ સમજ્યો નહીં ને વિરાસત એણે થાપી.....

ભાલ તિલક કર્યા મેળે પોતાની સરહદ તેણે માપી,

ગાદીએ ચડી બેઠો પોતે હકુમત પોતાની સ્થાપી.....

હકુમત ચલાવે એક ચક્રિ એ જુએ ન કોઈ જાતિ,

કામ ક્રોધ મદ લોભના જોરે મળે નહીં જોને ખ્યાતી.....

જગતમાં ઘણું જોર કરીને દોડ્યો નિરાશા વ્યાપી,

હારી હરિ પછી બેઠો હેઠો મોહ માયા નાખ્યા કાપી.....

સમજાવટ હરિ સફળ થઈ પછી થાકી બેઠો ટાંપી,

મનના મનોરથ મારા કામ ન આવ્યા મનથી ગયો કાંપી.....

ધનો ધરાયો હું પણાથી સદ્ બુદ્ધિ હરિએ આપી,

પગલાં પડ્યાં મોક્ષને મારગે હરિ આપજો માફી.....

મણકો ૧૩૩

સુખ સદેના મને અને દુઃખની લાગે ભૂખ,

સુખતો દેખાય સ્વપ્ના જેવું દુઃખમાં જાય જુગ.....

સુખ મળ્યું સંસારમાં ભોગવીલે નહીંતો તારા ભોગ,

દુઃખમાં ડાપણ તારું કામ ન આવે વાતો કરે લોગ.....

સુખમાં પેટ ચોળીને તું ઉભું કરમાં મન શુળ,

દુઃખમાં સુખની થાશે તુલના જયારે ચાટતો કરે ધૂળ.....

શાણો સુખમાંન થાયે ને દુઃખમાં થાય ડાયો,

સુખમાં શાણો થાય ભાગ્યવાન જનેતાનો જાયો.....

સુખમાં નવાણું ને ઉપડે શુરાતન શાંતિથી ન ખાયે,

દુઃખના દરિયામાં ડૂબકાં મારે અંતરથી કાઢે લાયો.....

સુખ નથી આ સંસારમાં સંતોષ રાખતો સારું,

ધના સુખ દુઃખની મૂક વ્યાખ્યા હરીનામ કર પ્યારૂ.....

મણકો ૧૩૪

કાનુડા મો પર કોપ કરીને મારા વસ્ત્રો લેને હરિ,

ન રાખજે દયા જરી કાનુડા મારા વસ્ત્રો લેને હરિ.....

વસ્ત્રો મને વસમાં લાગે આવરણો દેને હટાવી,

મોહ માયા મદના મેલા થયેલાં માધવ દેને મીટાવી.....

કામ ક્રોધ લોભના કાળા થયેલાં કાના દેને લુંટાવી,

આભૂષણના આવરણોમાં કાના મને નાખ્યો કૂટાવી.....

મથુરામાં તેં મતિ સુધારી ધોબીને ઢીકો મારી,

મોહ મનનો કાઢ કાનુડા અડબોથ મને મારી તારી.....

વાસુદેવ તારી વક્ર દ્રષ્ટિ કરીને વાસના નાખ બાળી,

લીલાધર તારી લીલા દેખાડી મને ન નાખ પલાળી.....

ધરણીધર ધનો ધ્યાન ધરે તારું લાગ આવ્યો છે જરી,

કાનુડા કૃપા કર મો પર આવો લાગ ન આવે ફરી.....

મણકો ૧૩૫

કભીએ બડા લગતા હૈ કભીએ છોટા લગતા હૈ,

જો સબસે બડા હોતા હૈ વો હમે છોટા દીખતા હૈ.....

કભીએ પાસ દીખતા હૈ કભી વો દૂર દીખતા હૈ,

જો સબસે નજદીક હૈ હમે વો રાસ ન આતા હૈ.....

કભી વો નજરે દીખતા હૈ કભી વો અદ્રશ્ય રહતા હૈ,

જો શામને હોતા હૈ વો હમે કભીન દીખતા હૈ.....

કભી વો મેરા હોતા હૈ કભી બેગાના દીખતા હૈ,

જો સચમે મેરા હૈ વો હમ પહેચાન ન પાતા હૈ.....

કભી વો દિનમે આતા હૈ કભી વો રાતકો આતા હૈ,

જો નીશ દિન સાથ હૈ વોતો હમ ન ભાતા હૈ.....

કભી તું જીસકો ઢુઢતા હૈ વહી તો સબમે હોતા હૈ,

જો કભી બાહર ન જતા હૈ ધના વો તેરે ઉર મેં રહેતા હૈ.....

મણકો ૧૩૬

સહજ બની મન સ્વીકારી લેને જગતના આધારા,

પાણીમાં રહીને મન ન કર મગર મચ્છના ચારા.....

દુધમાં સાકર ભળે તેમ ભળી જાને સંસાર સારા,

દુનિયા તને ફેંકી દેશે જન સમાજમાંથી બારા.....

સહજ બનવાનો સમય હતો ત્યારે બહુ લીધાથા ઉપાડા,

સહન કરવાની ખૂટી ધીરજ તારા ખેલ પડી ગયા ઉઘાડા.....

સહજ બનવાનો સમય હજી છે હાથમાં સ્વીકાર થઈને શાણા,

સહજ બની સ્વીકારીલે સમાજ તો દુઃખના ન પડે પણા.....

સહજ બની શમરીલે હરિ માનવ મુકને હુંપણાં,

સહજ બની સ્વીકાર્યા હરિ જેણે મોક્ષને પામ્યા ઘણા.....

સહજ બની ધના શાંતથા સમર્પણની રાખ ભાવના,

સહજ બની કર હેત હરિથી તારી પૂર્ણ થાય કામના.....

મણકો ૧૩૭

કહું છું કથા પૂરાણી જયારે આ કાયા નગરી બંધાની,

તેમાં વસતો વિપ્ર એક જેનું નામ હતું જીવરાજાણી.....

જીવરાજાણી જુવાન થયોને જયારે કામનાઓ જાગી,

મો-નભાઈ ની યુવાન દીકરી મમતાનો થયો રાગી.....

લોભ- નભાઈને મદસિંહના સહકારે શરણાઈ વાગી,

સંસાર પછી શરૂ કર્યો ને લોટ લાવતો માગી.....

ઘરે ઘરે એ ટહેલ નાખતો ને મનથી મને ત્યાગી,

ક્રોધ અહંકાર અંધ દિકરા થયા પણ મનમાં ન આવ્યું લાગી.....

વય વધીને વધ્યો વૈભવ પછી પૂત્રીની કામના જાગી,

મમતા રાણીએ મેર કરીને વાસના કીર્તિ દઈ ભૂખ ભાંગી.....

જીવને પછી જંપ વળેના વાસના કીર્તિ મોટી થઈ,

વાસના આપી કુભાવને પછી મેળે કીર્તિ કંગાલ ને ગઈ.....

જીવને જરા જંપ વળ્યો પણ દશા બદલી નઈ,

પછી ક્રોધ અહંકારના પોષણમાં મમતા મરી ગઈ.....

ક્રોધ અહંકારનો છેડો છૂટે નહીને જિંદગી બગડી ગઈ,

આંધળાના સંગમાં ધનો થયો અંધને નાવ ડૂબી ગઈ.....

મણકો ૧૩૮

ઉઘાડને તારી આંખો મન પંખી ફેલાવને તારી પાંખો,

ઈંડામાં એણે છીંડા કર્યાને પંખી ઉઘાડી એણે આંખો.....

ચણ માટે કરે ચીચીયારી દિવસ કાઢ્યો એણે આખો,

ચણ લાવીને આવ્યો ચબૂતરે બચલાં મારા તમે ચાખો.....

બચલાં તારા ઉડ્યાં આકાશે પંખી જોને ઉઘાડી આંખો,

માળાનો હવે મોહ મુકીને સમજણ તમે જરા દાખો.....

માળો તારો માંડ્યો વિખાવા પંખી ઉતાવળ તમે રાખો,

દાવાનળ ઉઠ્યો વનમાં મન પંખી રામ રામ ભાખો.....

આંખો ઉઘાડી પાંખો ફેલાવી પંખી ભ્રમણા ભાંગીનાખો,

ધનો કહે છોડ પીંજરા પંખી ભગવાનનો ભરોસો રાખો.....

મણકો ૧૩૯

(રાગ – મુખડાની માયા લાગી રે.....)

માયાનો માર બહુ ખાધો રે..... શામળીયા વાલા,

હવે હું તો થયો શાણો રે..... શામળીયા વાલા.....૧

માયા તારી જોઈ જયારે રે..... શામળીયા વાલા,

મન અટવાયું મારું રે..... શામળીયા વાલા.....૨

માયાથી મમતા જાગી રે..... શામળીયા વાલા,

મમતાનો મોહ લાગ્યો રે..... શામળીયા વાલા.....૩

મોહથી મને લોભ લાગ્યો રે..... શામળીયા વાલા,

લોભથી પછી કામના જાગી રે..... શામળીયા વાલા.....૪

કામના એ ક્રોધ કર્યો રે..... શામળીયા વાલા,

ક્રોધે મને અંધ કર્યો રે..... શામળીયા વાલા.....૫

પછી પાછુ નવ જોયું રે..... શામળીયા વાલા,

પાપનાં પોટલા બાંધ્યા રે..... શામળીયા વાલા.....૬

ધરમમાં ધનો ન ધાયો રે..... શામળીયા વાલા,

મિથ્યા જનમ ગયો મારો રે..... શામળીયા વાલા.....૭

મણકો ૧૪૦

(રાગ - હંસલા હાલોને હવે.....)

મનડા માનોને હવે જશ તને નહીં તો જડે,

આતો સ્વાર્થની છે માયા જીવતું શાને રે બાળે.....

આતો નાશવંત છે કાયા તું મૂક એની માયા,

મમતા મારી નહીં મરે જીવતું શાને રે બાળે.....

તારું મારું મિથ્યા માન તું હરિનું કરી જાણ,

સાથે કોઈ નહીં રે ચાલે જીવતું શાને રે બાળે.....

છે સ્વાર્થનાં સૌ સગા દેસે અંતે તને દગા,

દયા એ તો નહીંતો કરે જીવતું શાને રે બાળે.....

દયા સાગર છે દિનાનાથ તું ઝાલ તેનો હાથ,

તને લેશે એ સંગાથ જીવતું શાને રે બાળે.....

ધના છોડમાં ધરમ તારા યાદ કર પાપ કરમ,

ધક્કો તને નહીં રે મળે જીવતું શાને રે બાળે.....

મણકો ૧૪૧

(રાગ - કાનાને નીંદરા ન આવે રે.....)

મનને નીંદરા નાવે રે મનને માયા ઝૂલાવે રે,

માયાતો મોહ ઉપજાવે રે મનને નીંદરા નાવે રે.....

મનને સુવાડી પછી રે મારે કરવા ઘરના કામ,

મન ચંચળ સુવે નહીં રે મારા વાસી પડ્યાં છે કામ.....

સુઈજા ને મારા મન બાલુડા મન જોને વાગી ગયા બાર,

મોહ આવશે કામનાથી જયારે રાખશે બહુખાર.....

કામનાથી જયારે મોહ આવશે ક્રોધ કરે અપાર,

સુઈજા ને તું મન બાલુડા મને કાઢસે ઘર બાર.....

ગર્વને (વાછરડાં) તું બાંધ ગમાણે ગાયોને પાછી વાર,

દોહવાનો સમય જાય છે ધના માયા મારશે માર.....

મણકો ૧૪૨

(રાગ - ગોવિંદો પ્રાણ અમારો રે.....)

હું કાયાથી બહુ રૂપાળો રે મને દેહ લાગ્યો પ્યારો રે,

માયા મને વ્હાલી લાગે રે ભક્તિતો ભારે લાગે રે.....

રામ ભૂલાયા કામમાં ને મદમાં ગયો ફૂલાય,

માયાના આ રાજમાં મારે છે ભક્તિનો અભાવ.....

માયા મોહને મોક્લે રે કાયા રાખજો મનની માંય,

કામના ક્રોધને ગળે લગાવી વસજો નરકની માંય.....

ગર્વ વધ્યો મિથ્યા જ્ઞાનનો ને વાળ્યો આડો આંક,

હર્ષ શોકના વિરહ મિલનમાં કાયા થઇ ગઈ રાંક.....

ધના ભગવાન ન ભજ્યા રે નર તે પશુ સમાન,

મોહ માયાના ભજનથી રે પડ્યો નરકની માંય.....

મણકો ૧૪૩

પંચ તત્વના પીંજરની ન કર મનવાતું આશ,

એક દિન મનવા પડશે કાયા નાશ થવાની ખાસ.....

મનના મનોરથ મોટા હશે રહેશે તારા મનમાં,

આજ લગીના થયા પૂર્ણ કોઈના ન રાખ આશ તનમાં.....

એક દિન સર્વે જવાનું કાયામાં શું આશક્ત થવાનું,

પુત્ર-પત્નિ ધન-દોલતને અહિંયા મૂકીને જવાનું.....

પલમાં પીંજર ખાલી કરીને પ્રાણ જશે જોને આકાશ,

પછી પીંજરની રાખનો પણ માટીમાં થશે વિનાશ.....

પંડમાં પ્રાણ છે ત્યાં માનવ રીઝવને રણછોડ,

સંસારનું સ્મરણ મૂકી ધના હરીથી હાથ જોડ.....

મણકો ૧૪૪

(રાગ - એક જ દે ચિનગારી દયામય.....)

એકવાર કરાવ તારી ઝાંખી દયાળું કાના કરાવને તું ઝાંખી,

આ સંસારમાં હું બહુ કુટાયો કાઢી જીદગી આખી.....દયાળુ.....

મિથ્યા જ્ઞાનમાં મહાલ્યો બહુ યાદ ન તારી મેં રાખી,

મોહ માયાની જંજાળમાં મેં જીદગી ગુમાવી નાખી.....દયાળુ.....

સબંધો વધાર્યા સંસારમાં કાના તારા સબંધો નાખ્યા કાપી,

ઝાંખી તારી ન થાયે કાના કારણમાં હું બહુ છું પાપી.....દયાળુ.....

અહમ ઈર્ષાથી બળ્યો બહુ હું તૃષા હવે મને લાગી,

શરણ રાખને શામળા તું શરણે આવ્યો અભાગી.....દયાળુ.....

એકવાર ઝાંખી કરાવ કાનુડા ધનો ગયો હવે થાકી,

શરણે આવેલાને છોડીશ તો ફજેતી તારી પાકી.....દયાળુ.....

મણકો ૧૪૫

(રાગ - જે ગમે તે જગત ગુરૂદેવ જગદીશને.....)

જ્યાં લગી મોહમાયા મરે નહીં ત્યાં લગી ભક્તિ તારી કાચી,

માનવદેહ મળ્યો છતાં ભક્તિના કરી ખરી માયામાં રહ્યો રાચી.....

ધુળ પડી યાત્રા કરી તારા ચરણ થાક્યા ફરી ફરી,

મનમાં મેલ વધ્યા ઘણા તારા ગંગામાં સ્નાન કરી કરી.....

દાન ધરમથી મદ વધ્યો ઘણો મોટાભા થઈને રહ્યો માલી,

કામના ક્રોધને લેશ તજ્યો નહીં મિથ્યા જ્ઞાનનો ગર્વ ખાલી.....

ધરણીધરનું ધ્યાન ધર ધના મિથ્યા જ્ઞાનમાં તું નજા ફાલી,

ધર્મરાજના ધામ જાતા જીવ જમડા પાસે નહીં ચાલે પાલી.....

મણકો ૧૪૬

હરિ ભજ હરિ ભજ આ સમય છે તારો ભજવાનો,

અભિમાન તારૂ ઓગળી જાશે હરિનામ છે રેવાનું.....

અભિમાન કોઈનું નથી રહ્યું રાવણ જેવા રાજાનું,

લખપતિ ઘણા લૂંટાયા નથી કામ ધન અને માયાનું.....

રાજા રજવાડાં કોઈના રહ્યાં સૌને એક દિન જાવાનું,

પલકવારમાં પકડી પાડે કાળ કોઈ નથી ભુલાવાનું.....

ભુલાવામાં પડ્યો શાને ભજન કર તારે નથી ખોવાનું,

સંસારની આ મોહ માયામાં અંતે મન છે રોવાનું.....

ભજનથી ન ભાગ ધના તું અત્યારે છે કમાવાનું,

હરિ ભજીલે મનવા હેત કરી નથી કાઈ જવાનું.....

મણકો ૧૪૭

(રાગ - દયામય મંગલ મંદિર ખોલો)

મનના મેલ ધોવો સંસારી જીવડા મનના મેલ ધોવો,

જીવન આખુ પાપમાં વિતાવ્યું આંખો ખોલીને જોવો.....

તેજ ગયું આંખોનું તારૂં માથે આવ્યા ધોળા વાળો,

ચરણ તારા ધ્રુજવા લાગ્યા ભટકવાનું તમે ટાળો.....

દાંત તારા નીકળ્યા બારા જીભના ન કર ચાળા,

સંસાર માંથી મન હટાવી હાથમાં લેતું માળા.....

માયા માંથી મન હટાવી નીકળો મન તમે બારા,

કામ ક્રોધ મોહ છોડી દે મન ન બાંધ પાપના ભારા.....

સંસાર સાગર પાર થાશે હરિને જાણ તું મારા,

હુ પણું મુક ધના કાઈ સાથે ન આવે તારા.....

મણકો ૧૪૮

(રાગ - તને મળ્યો મનુષ્ય અવતાર.....)

હરિ ભજ માનવ અવતાર મળ્યો માંડ કરીને,

છોડ મોહમાયાની બાથ મન તું જોર કરીને.....૧

સમજાવે શાનમાં કિરતાર હરિ હેત કરીને,

નહીં તો ખોસો જમનો માર માનવ પેટ ભરીને.....૨

છોડ કામ ક્રોધનો સાથ તું મન મક્કમ કરીને,

નહિતો થાશે વિનાશ જશે બધુ સાફ કરીને.....૩

તું માન માનવ મારી વાત સૂણ કાન ધરીને,

જો ગયો અવશર આ આજ ન આવે ફરીને.....૪

તું ધર હરિનું ધ્યાન ધના મારૂં તારૂં મેલીને,

તારે થાવું પડશે વિદાય હરિનો હાથ ઝાલીને.....૫

મણકો ૧૪૯

(રાગ - કંસ તારો વેરી કંસતારો વેરી.....)

ક્રોધ તારો વેરી મનવા ક્રોધ તારો વેરી રે,

હે મનમાં જન્મીયો મનવા ક્રોધ તારો વેરી રે.....

કામનો ભાઈ સગો અંતે તને આપે દગો,

ક્રોધ ક બુધ્ધિ આપે સદબુધ્ધિ ને સંતાપે.....

વ્હાલામાં વેર ઉપજાવે ભાઈ ભાઈ ને લડાવે,

સગાના સ્નેહ સમુળગા કાપી ઘરમાં આગ લગાડે.....

કોરાણે મુકાવે સુમતિ ક્રોધ કુમતિ ઉપજાવે રે,

ન કરવાના કામ કરી ક્રોધ તનને બહુ પજાવે.....

ધના ક્રોધના કરજે કદી અનુભવથી વાણી વદી,

કામનાનો ત્યાગ કરને રે ક્રોધ ન આવે કદી.....

મણકો ૧૫૦

કરવા દે કરવા લોકોને નીંદા ને કુથલી કરવા દે,

ભરવા દે ભરવા દે અને નીંદાથી પેટ ભરવા દે.....

જગત બોલે તેને બોલવા દે આનંદ એને કરવા દે,

ધન્ય ધન્ય મારા નીંદકોને જે આંખો મારી ઉઘાડી દે.....

નીંદા રસને રેલાવા દે તારી ક્ષતીને સુધારી દે,

નીંદકો ને આપી આમંત્રણ સેવાને સન્માન દે.....

નીંદાથી ન ડરજે કદી તારો ગર્વ તું ત્યાગી દે,

નીંદકો તારા સાચા સ્નેહી હરિ હારે મિલાવી દે.....

નીંદા મંડળી છે નદી જેવી ધના તારા મેલને ધોવા દે,

હરિની પણ કરી નીંદા જેણે નીંદાને કુથલી કરવા દે.....

મણકો ૧૫૧

કૃષ્ણ કનૈયા તારી લીલા છે ન્યારી,

સગા સબંધીઓને નખાવ્યા મારી.....

મામા માર્યા માસી ને પણ મારી,

ભાણેજ અભીને નખાવ્યો મારી.....

પશુ પક્ષી સરીસૃપો ને માર્યા,

ભાઈઓ ભગીની ને નખાવ્યા મારી.....

અઢાર અક્ષૌણી સેનાને સંહારી,

સો કૌરવોને નખાવ્યા મારી.....

યાદવ કુળનો નાશ કરાવી,

તજ્યો દેહ ભીલે બાણ મારી.....

કનૈયા તારી લીલા છે ન્યારી,

પહેલા બધાને નખાવ્યા મારી.....

મોહન તારી માયા છે ભારી,

ધના માયા ન જાણી બધાને દીધા તારી.....

મણકો ૧૫૨

(રાગ – તમે ભાવે ભજીલ્યો ભગવાન.....)

તમે ભાવે તે તજો તરત જીવન બગડી જશે,(૨)

કાંઈ શરીર નું તમે ધ્યાન રાખો,

પછી નહીં ભજાય ભગવાન જીવન બગડી જશે.....

તારા જીભના રસાસ્વાદ તજી દેને,(૨)

તારી જીભથી તું રામ નું નામ લેને,

તારે છોડવો પડશે રસથાળ જીવન બગડી જશે.....

તારી આંખોના તેજ હવે ધીમાં થયા,(૨)

તેં સંસારી દર્શન મન ખુંબ કર્યા,

હવે હરિ દર્શનનો લે લાવ જીવન સુધરી જશે.....

તારા કાન શ્રવણમાં નબળા પડ્યા,(૨)

રોજ નીંદાને કુથલી ના હેવા પડ્યા,

છોડ નીંદા શ્રવણ કર રામનામ જીવન સુધરી જશે.....

તારા ચરણ ધના હવે ધ્રુજવા માંડ્યા,(૨)

ખૂબ સંસારની માયામાં ડગલા ભર્યા,

હવે હરિ દર્શને દે ડગ જીવન સુધરી જશે.....

મણકો ૧૫૩

મનવા કરીલે વિચાર આ સંસાર છે અશાર,

જાવું તારે હરિ કેરે દ્રાર શાને ઉપાડે છે ભાર.....

સ્વપ્ન સમ જગત માન તેને તારૂં ન જાણ,

મુક તારૂં મારૂં તત્કાલ નહીંતો પડશે નરક ખાણ.....

રહેવું સંસારમાં તારે જંજાળ પડશે તને ભારે,

શાને વલખાં તું મારે નહીં પહોંચે કિનારે.....

પકડ રામનાવ પ્યારે નામ તને તારે,

તું છોડમાં હરિ શરણ તારા મોહને એ બાળે.....

ધના કરીલે વિચાર તું સુધારને આચાર,

તારા ભેગોછે ભગવાન તું નથા લાચાર.....

મણકો ૧૫૪

બહુ લીધા ઉપાડા મન તારે ભરવા પડશે ઉચાળા,

તું ભજ હરિ થઈ શાણા તારા ખેલ પડ્યા ઉઘાડા.....

જ્ઞાની થઈને ગાજવા માંડ્યો અજ્ઞાનના ઉઘામાં,

ગર્વમાં મન ફૂલાયો બહુ પડ્યો ઉંડા કૂવામાં.....

મોહ કૂપમાં પડ્યા પંડિતો ભજનના રચનારા,

રચના રચે પણ પચે નહીં તે માયામાં ફસનારા.....

માયા માંથી મુકાવે મોહન સાગરને તારનારા,

શરણ લે તું શામળાનું છે આ સંસાર નચાવનારા.....

જ્ઞાન નો મુક ગર્વ ધના અજ્ઞાન આચરનારા,

ભરોસો રાખ ભૂદરનો તે છે બચાવનારા.....

મણકો ૧૫૫

મેંતો શુધ્ધ રે જાણીને સેવીયું તન અતિ અશુધ્ધ,

માયા મારા રામની.....

મેંતો શાંત રે જાણીને સેવીયું મન અતિ અશાંત,

માયા મારા રામની.....

મેંતો બુધ્ધ રે જાણીને સેવીયું મન અતિ અશુધ્ધ,

માયા મારા રામની.....

મેંતો આશા રાખીને તન સેવીયું હું થયો નીરાશ,

માયા મારા રામની.....

મેંતો અમર જાણીને સેવીયું તન છે નાશવંત,

માયા મારા રામની.....

મેંતો રાખ્યો ધનાનો વિશ્વાસ પરમ પદ પામીયો,

માયા મારા રામની.....

મણકો ૧૫૬

આ સંસારમાં શાંતિ નથી તે નથી મળતી ગોતી,

કંકાશ કરતી પીયુ મિલનમાં વિરહમાં રાહ જોતી.....

આનંદ આ સર્વ ભોગોમાં નથી છે ઉપાધી મોટી,

આનંદ તારા અંદર ભર્યો સંસારની કલ્પના ખોટી.....

શાંતિ આનંદ શોધવામાં હારી બેઠા છે કાંઈ જોગી,

સંતોષ રાખી કર આંતર ઝાંકી અંદર બેઠો છે યોગી.....

કામના મારા ક્રોધને બાળ તારા લોભને તું દે ત્યાગી,

શાંતિ અને પરમપદ મળશે તું મનથી થાને વૈરાગી.....

મોહ મમતા નથી મૂકતો અને મમતામાં બહું રાગી,

ઝડપ કરી ઝાટકી નાખ તારા ડગલામાં કાળપ લાગી.....

શાંતિ નથી ઘરે બહારે ધના માયાના અનુરાગી,

શાંતિમાં ઘણા છેતરાયા બાવા બની અંતે ગયા ભાગી.....

મણકો ૧૫૭

યોગ્યતાથી આપ્યું વધારે હવે ન જોઈએ તલભાર,

અધિકથી હું મુંઝાણો થોડું પાછું લે ને કિરતાર.....

લઈલે મારા મોહમાયાને મમતાને માર,

કામ ક્રોધને કર કાબુમાં મારા મદને કાઢ બાર.....

માધવ તારી માયા પાસે થયો હું લાચાર,

ઈર્ષા અગ્નિમાં મન બહું જલે તેને તું ઠાર.....

આચાર વિચાર સુધારીને અત્યાચાર ને ખાળ,

સંસાર સાગર મધ્યે ટળવળે તારો બાળ.....

દયા કરી દિનાનાથ તું મને ઉતારને ભવપાર,

યોગ્યતાથી આપી વધારે વધાર્યો મારો ભાર.....

ભાર હવે ભારે લાગે ને ધનો કરે પોકાર,

ભાર હરને કાનુડા કાળા કરને તું એકાકાર......

મણકો ૧૫૮

(રાગ - ઘણરે બોલેને એરણ સાંભળે.....)

હેજી કંચન બોલેને ધનો સાંભળે,

તમે સાંભળોને સ્વામીનાથ.....કંચન.....

ભવો ભવના વિયોગી આપણ ધના,

પાછા સંયોગે મળ્યા જોને સાથ.....કંચન.....

હેજી મનના મનોરથ મારા પડી રહ્યા,

આ ભવ સ્વિકારી લેને સાથ.....કંચન.....

હેજી કંચન કરે કકળાટ કારમો,

મને ભાન નથી ભરથાર.....કંચન.....

હેજી મોહરે માયાનો આ માંડવો,

અને ચોરીના સ્થંભ ચાર.....કંચન.....

હેજી આવો રે વાલમ હથેવાળો કરો,

અને પછી રચાવીએ સંસાર.....કંચન.....

હેજી પરણી ઉતર્યા દંપતિ,

પછી ગોત્રજને લાગ્યા પાય.....કંચન.....

હેજી સંયોગ થયો ભવો ભવનો,

વધિછે કાંઈ વિયોગની આગ.....કંચન.....

હેજી કહે રે ધનો સુણ કામીની,

નથી મળતા તારા મારા યોગ.....ધનો રે બોલે.....

હેજી તું રે નારી ને હું નર થયો,

તું વૃઘ્ધ થઈ હું હજી જવાન.....ધનો રે.....

હેજી યોગ નથી આપું સાથ પાયામાં,

જવું મારે એકલ પંડે વીર.....ધનો રે.....

હેજી ધનો રે બોલેને કંચન સાંભળે,

તું સાંભળને સુમુખીનાર.....ધનો રે.....

હેજી મારે રે જાવું મોટા ધણી ને વાયકે,

સાથે ન ચાલે ચંચલ નાર.....ધનો રે.....

મણકો ૧૫૯

હે હરિ રે ભજો ધના ભાવથી,

છોડી દોને મનના કુભાવ.....હરિ રે.....

રાગ રે છોડી ધના વૈરાગ ગ્રહો,

મેલી દોને મનના અભિમાન.....હરિ રે.....

સારા રે કામ તમે શરૂ કરો,

મેલો મેલી મનની મુરાદ.....હરિ રે.....

સત્ય વચન ને ધર્મ કહે,

નહિં જુઠ સમ કોઈ પાપ.....હરિ રે.....

હે હરિ રે ભાજ્ય જે જે નરે,

થયા સર્વે જોને ન્યાલ.....હરિ રે.....

કહું રે ધના તને પ્રેમથી,

ન થાય પરાણે પ્રિત.....હરિ રે.....

મણકો ૧૬૦

અરથ કરવા મન મેલને,

કરમા ખોટા અનરથ.....અરથ.....

વ્યર્થ ગયો જનમારો તારો,

ન સરીયાં એકે અરથ.....અરથ.....

મનના મનોરથ મનમાં રહ્યા,

સફળ ન થયા એકેય કાજ.....અરથ.....

મુકને માથાકૂટ મનવા,

માથું કૂટે ના મટે પેટ.....અરથ.....

માનરે મારૂ તું માનવી,

કરને આત્માનું કલ્યાણ.....અરથ.....

સમય મળ્યો છે રૂડો તને,

ધના ભજી લેને ભગવાન.....અરથ.....

મણકો ૧૬૧

સમય જોઈને વરતો તમે વિવેક થી છોડો તંતો,

વિવેક વગર વસમાં લાગે છોડવા અઘરા પ્રપંચો.....સમય.....

સમય સારાની રાહ ન જોતો સામેથી ન આવે એતો,

સમય સર્વે સારા છે કહી ગયો નરસિંહ મેતો.....સમય.....

સમય મોટોછે સહુથી માનવી ખાતો લાતો,

સમયે લુંટ્યો અર્જુન બળીયો પ્રભુથી હતો જેને નાતો.....સમય.....

સમય હજી છે સમજી જાને ખોલને તારી આંખો,

સમય હાથથી છટકી જાશે પંખીને આવે પાખો.....સમય.....

સમય ધના શું ન કરાવે રાયને બનાવે રાંકો,

સમય જોઈલે હરિશ્ચંદ્રનો મનમાં ન રાખ ફાંકો.....સમય.....

મણકો ૧૬૨

આનંદ નથી મળતો સહેજે મેળવવો એ મોંઘો,

આનંદ મેળવવા મારે ફાંફા બનીને મન બોઘો.....આનંદ.....

આનંદ નથી ભોગોમાં તું ભોગવાય જોને જાતો,

આનંદ ગોતે મોહ મમતામાં અંતે ખાતો લાતો.....આનંદ.....

આનંદ નથી ધન વૈભવમાં ઈન્ટરનેટ નથી દેતો,

આનંદ આપેના ગાડી, લાડી, ફોન, ટી.વી. જીવ લેતો.....આનંદ.....

આનંદ મેળવવા મારે વલખાં મનમાં મુંઝાઈ જાતો,

આનંદ યાત્રાધામમાં નથી ખોટી છે બધી વાતો.....આનંદ.....

આનંદ તારા અંતરમાં છે માયાના બંધન તોડી નાખો,

સહજાનંદના શરણજા ધના તરબોળ કરે આખો.....આનંદ.....

મણકો ૧૬૩

(રાગ - જ્યોત સે જ્યોત જલાતે ચાલો...)

મોતસે ન ગભરાતે ચલો,

પ્રેમસે ઈસકો અપનાતે ચલો.....

ઈક દિન તો યે આ જાયેગા,

ઈસકો ગલેસે લગાતે ચલો.....

આજ આયે યા કલ આયેગા,

યા આયે બરસો કે બાદ.....

તારીખ નહે નક્કી ઉસકી,

સબસે સહયોગ બઢાતે ચલો.....

બુઢે,દીન,અપાહીજ કી,

દિલસે સહાય તુમ કરતે ચલો.....

કરલો કામ ઐસા કોઈ,

ખુશ્બુ જહામે ફૈલાતે ચલો.....

હરિ ભજન તુમ કરલો ભાઈ,

હરદમ હરિ સ્મરણ કરતે ચલો.....

મોત મહાઉત્સવ હૈ ધના,

પ્રેમસે ઉસકો લુંટતે ચલો.....

મણકો ૧૬૪

ઔકાત માં રહેને તું માનવી,

નહીં તો પસ્તાસે ભરપુર.....

ઔકાત તારી પ્રથમ જાણીલે,

પછી ચાલને સામે પૂર.....

શોખ સર્વે થાય બાપ કમાઈમાં,

નથી આપ કમાઈમાં સાર.....

જીવતર ચાલે આપ કમાઈમાં,

શોખ ન થાયે લગીર.....

સાચું ખોટું માતા-પિતા સહે,

બીજા સહેના જરાય.....

સંપતિથી શાંતિ ધના ન મળે,

હરિ થી મેળવ ઔકાત..…

***