બ્રેકઅપ પાર્ટનર્સ chintan lakhani Almast દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ પાર્ટનર્સ

બ્રેકઅપ પાર્ટનર્સ

"ના, હું તારા વિના નહિ રહી શકું. "

"હું પણ. આપણે સાથે જીવવા મરવાની કસમો ખાધી છે. "

"હા,મને તો અત્યારથી નથી સુજતુ કે તારા વિના હું શું કરીશ ?"

"એજ તો. . મને સવારે કોણ જગાડશે ? મારી રુડનેસ નું શું થશે જે તને જોઇને સોફ્ટનેસ માં ફેરવાઈ જતી હતી ?"

"શીઈઈ. . . . કેટલું ભંગાર લાગે આવું ?" ફોરમ હસી પડી.

"શું યાર ! ચાલુ રાખવાનું હતું થોડી વાર. . . " મનન ની જાણે લય તૂટી ગઈ હોય એમ તે મોં મચકોડી ને બોલ્યો.

"પણ યાર આવું તો કઈ હોતું હશે ?"

"હા એજ તો. . બ્રેકઅપ તો બ્રેકઅપ વળી એમાં શું રોવાનું ?જાણે દુનિયા લુંટાઈ ગઈ હોય એમ. !"

ફોરમ અને મનને આજે લગભગ સાડા ત્રણ વર્ષ ચાલેલા સંબંધ ને બ્રેકઅપ નામનું પૂર્ણવિરામ આપ્યું હતું. જોકે એ કાફે માં બેઠેલા બીજા લોકો ને તો હજુ પણ એમ જ હતું કે જાણે એ બન્ને મજાક કરી રહ્યા છે. આમપણ કાફે માં બધા જ એમને ઓળખતા હતા કેમકે એ બન્ને નું તો ત્રણ વર્ષ થી આ જ બીજું ઘર હતું. એમનું ટેબલ પણ નક્કી હતું,અરે એ ટેબલ ને જ પછી તો 'લવર્સ ચેર' નામ આપી દીધું હતું. બ્રેકઅપ એ મજાક નહી,પણ હકીકત હતી એની વાત બધા ને ત્યારે સમજાઈ જયારે બીજા દિવસે એ પ્રેમી પંખીડા કાફે માં ન દેખાયા.

“યાર, મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તમારું બ્રેકઅપ થઇ ગયું. આઈ મીન યુ આર ફોરમ એન્ડ મનન. તમે લોકો બેસ્ટ કપલ છો. તમે બ્રેકઅપ ના કરી શકો. આઈ મીન ધેટ ઈઝ ધ ઓન્લી રુલ. ”

“રુલ ? મણિકા, આર યુ સીરીયસ ?”

મનન મણિકા સામું જોઈ રહ્યો. મણિકા ને ઘડીભર ખબર ન પડી. એ બન્ને હાથ પહોળા કરી,નેણ ભેગા કરી પ્રશ્નાર્થ નજરે મનન સામું જોઈ રહી.

“ફોરમ નું તો વિચાર, એની શું હાલત થઇ હશે ? તને કોઈ દિલ્હી ની ટ્રેન માં બેસાડી ને જયપુર ઉતારી દે તો ? આઈ મીન તે ટીકીટ પણ દિલ્હી ની લીધી હોય તો ?અ. . . . . અને તારે જવું પણ દિલ્હી જ છે તો ? આઈ મીન. . ”

“શું બોલે છે આ ? દિલ્હી જયપુર દિલ્હી ? એન્ડ ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન આ મારું ને ફોરમ બન્ને નું જ ડીશીઝન છે ઓકે. ”

“ફોરમ ખુશ છે એમ ?”

“હા,કેમ નહી ? અમે એ ટીપીકલ કપલ નથી કઈ. અમે હજુ પણ બેસ્ટ ફ્રેન્ડસ છીએ જ. બે ફ્રેન્ડસ લવર્સ બની શકે તો બે લવર્સ પાછા ફ્રેન્ડસ ન બની શકે ? ઓફકોર્સ બની શકે. . ”

“ન બની શકે મનન,ન બની શકે. આ વાત તું બહુ જલ્દી સમજી જઈશ ” અને મણિકા પોતાની બેગ લઈને ત્યાં થી બહાર નીકળી ગઈ. મનન તેને જતી જોઈ રહ્યો.

આવી તો ઘણી સમજાવટ ઘણા મિત્રો એ બન્ને પક્ષે કરી,પણ અંતે જે થવાનું હતું એ અટકાવી ન શક્યા. ફોરમ અને મનન છુટા પડ્યા. પણ કોઈ ને કારણ સમજાતું નહોતું. એમને પૂછવા માં આવે તો એ માત્ર એટલું જ કહી ને રહી જતા કે, ‘કારણ જરૂરી છે ? ભેગા થવાનું કોઈ કારણ નહોતું, એ પણ અમારી મરજી હતી, આ પણ અમારી મરજી છે. ’ને બસ પછી તો સામેવાળા ને કઈ બોલવાનું જ રહેતું નહી. આમ જેવી રીતે સાડા ત્રણ વર્ષ પહેલા આ સંબંધની શરૂઆત થઇ હતી એમ જ એનો અંત પણ આવી ગયો, અચાનક.

***

“હાઈ, આવડે છે કાઈ ?” ધોરણ બાર ની બોર્ડની પરીક્ષામાં મનન ની પાછળ ની બેંચ પર થી અવાજ આવ્યો. એણે તરત પાછળ ફરીને જોયું, પણ એની આંખો જાણે પલકારો મારવાનું ભૂલી ગઈ. આછા ગુલાબી રંગ નું ટીશર્ટ અને એમાં વધારે આછો ગુલાબી દેહ. કોઈ કુશળ કારીગરે ખુબ જ ચીવટ થી કંડાર્યું હોય એવું શરીર. એના વળાંકો પર તો ભલભલા વિશ્વામિત્ર બની લપસી પડે. એમાં સૌથી વધુ કાતિલ એના વાળ અને એનાથી પણ વધુ કાતિલ એની લહેરાવાની અદા. મનન એ નક્કી નહોતો કરી શકતો કે વાંક હવાનો છે કે એના વાળનો. એ બસ જોઈ રહ્યો.

“ઓય પાંચમી બેંચ. . સીધો બેસ. ”સુપર વાઈઝરએ મનન ને હુકમ કર્યો. અચાનક જાણે ઊંઘ માંથી જાગ્યો હોય એમ મનન સીધો બેસી ગયો. એ પેપર માં એને જેટલું પણ આવડ્યું એ બધું પાછળ પેલી મૂર્તિ ને તેણે લખાવ્યું. આખા પેપર માં સુપર વાઈઝર કેટલીય વાર મનન ને બોલ્યો પણ એણે કાઈ દરકાર લીધી નહી. ને બસ પછી તો આ દરેક પેપર ની વાત બની ગઈ. છેલ્લા પેપર ના દિવસે તો એકબીજા ના નંબર ની આપ લે પણ થઇ ગઈ. એના દોસ્તો તો એ જોઇને દંગ જ રહી ગયા. બસ, પછી તો ક્યારે મેસેજીસ, કોલ્સ માં ફેરવાઈ ગયા ? મુલાકાતો ક્યારે ડેટ માં રૂપાંતરિત થઇ ગઈ ? એની એ બન્ને ને પણ ખબર ન પડી.

કહેવાય છે કે પ્રેમ એની સાથે વહેમ નામનો ભાઈ લઇ ને આવે છે,પણ આમનો પ્રેમ એની સાથે કોઈ વહેમ નામનો આંગળીયાત લાવ્યો નહોતો. બન્ને વચ્ચે ઘણી વાતે લપ થતી પણ એ આંખ ખુલતા જેમ સપનું વહી જાય એમ વહી પણ જતી. આમ પણ કોઈ સંબંધ ને સાડા ત્રણ વર્ષ સુધી ટકાવી રાખવો એ એમનામ તો ન બને ને ?

***

“ના,મારે કોઈ બ્રેકઅપ નથી કરવો. ”

“પણ,આપણે આ બાબતે વાત કરી ચુક્યા છીએ ને ? તો હવે શું છે યાર ?

“ભલે. હવે મારું માઈન્ડ ચેન્જ થઇ ગયું બસ. . . તું સમજ,આપણે બ્રેકઅપ વેકઅપ નથી. ”

મનન સહેજ ગરદન જુકાવી એના જમણા હાથે ડાબા ગાલ ની દાઢી ખજ્વાળવા લાગ્યો. દાઢી રાખવાનો એને શોખ છે અને આ એની ટેવ છે,એનો ટ્રેડમાર્ક. એ આવું કરે એટલે સમજી લેવાનું કે હવે એ. . . . .

“કઈ જ એવું ભાષણ ચાલુ ન કરતો કે મારે મન મારી ને તારી સાથે સહમત થવું પડે બરાબર . ”મનન કઈ બોલે એ પહેલા જ એને કડક સુચના મળી ગઈ.

“પણ. . . ”

“ચુપ,એકદમ ચુપ. . . ”

“પ. . . . . ”

“ચુપ કીધું ને,અવાજ ના નીકળવો જોઈએ મોઢા માંથી. . ”તેણે મનન નો હાથ પકડી એના જ મોઢા પાસે દબાવી દીધો.

ત્યાં અચાનક એની આંખો ખુલી ગઈ. એણે આજુબાજુ બધે જોયું પણ મનન નહોતો. ઘડિયાળ માં જોયું તો હજી સવાર ના સાત વાગ્યા હતા. એ પોતાના ઉપર જ હસી પડી. એને વિચાર આવ્યો, ‘સપનાઓ પણ ગજબ હોય છે, મન ની ઈચ્છા ને કેટલી નિર્દયતા થી બતાવી દે છે. ’

એ મળી ગયો છે.

ના,બાગમાં ખીલેલા ફૂલ પર પડેલી ઝાકળ ની બુંદો માં નહી.

આકાશ માં ચમકારા મારતી વીજળી માં પણ નહી.

મને ચન્દ્રમા માં પણ એનો ચહેરો નથી દેખાતો. . .

એતો મારા રોમે રોમ માં સમાઈ ગયો છે.

ભળી ગયો છે ભીતર માં.

મારી અંદર થી એની જ સુગંધ આવે છે.

શરીર ના કપડાં હવે ગમતા નથી.

જેનાથી પરદો હતો,એતો બધું જોઈ જ ગયો છે,ને હુંયે,

ક્યારેક એકલી બેઠી બેઠી, પોતાને જ બાથ માં ભીડી લઉં છું.

આખરે ‘હું’ પણ હવે તો ‘એ’ જ છું ને. . . .

( to be continue…. )