ક્યારેક તો મળીશું

(1.3k)
  • 96k
  • 104
  • 43.9k

તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. સુરતના લોકો સ્ટાઈલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરતીઓનો આગવો ઉત્સાહી મિજાજ જ તેમની ઓળખને વધુ મજબૂત કરે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટનો છે. સુરતમાં નાઈટ લાઈફથી ધમધમતા અનેક બાર,પબ અને ક્લબ્સ આવેલાં છે. તેમાં 24 આવર્સ ઇન રૂમ ડિનાઇંગ, બાર એંડ પબ, બિઝનેસ સેંટર, કોફી શોપ, કોનફરેન્સ રૂમ્સ, જીમ, સ્પોર્ટ્સ ફેસિલિટીસ, સ્વિમિંગ પૂલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત એટલે રોજ ખાણીપીણી... એક

Full Novel

1

ક્યારેક તો મળીશું - ભાગ-૧

તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. સુરતના લોકો સ્ટાઈલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરતીઓનો આગવો ઉત્સાહી મિજાજ જ તેમની ઓળખને વધુ મજબૂત કરે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટનો છે. સુરતમાં નાઈટ લાઈફથી ધમધમતા અનેક બાર,પબ અને ક્લબ્સ આવેલાં છે. તેમાં 24 આવર્સ ઇન રૂમ ડિનાઇંગ, બાર એંડ પબ, બિઝનેસ સેંટર, કોફી શોપ, કોનફરેન્સ રૂમ્સ, જીમ, સ્પોર્ટ્સ ફેસિલિટીસ, સ્વિમિંગ પૂલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત એટલે રોજ ખાણીપીણી... એક ...વધુ વાંચો

2

ક્યારેક તો મળીશું - ભાગ ૨

મૌસમ કોલેજ જવા માટે તૈયાર થતી હોય છે ત્યાં જ પાડોશમાં રહેતા કોકિલાબહેન આવે છે. મૌસમ કોકિલાબહેનને આવકાર આપે કોકિલાબહેનને જોઈને ભારતીબહેન રસોડામાંથી બહાર આવે છે. મૌસમ કોલેજ જવા માટે નીકળી જાય છે. કોકિલાબહેન ભારતીબહેનને જણાવે છે કે મૌસમ માટે એક પરિવારે પૂછાવ્યું છે. એ પરિવાર ખૂબ સારો છે. મૌસમ ત્યાં લગ્ન કરીને સુખી રહેશે. ભારતીબહેન:- "પણ મૌસમ તો હજી ભણે છે."કોકિલાબહેન:- "આપણે ક્યાં લગ્નનનું નક્કી કરવાનું છે. માત્ર જોવાનું રાખીએ ને? કદાચ યુવકને મૌસમ ગમી જાય તો..!"ભારતીબહેન:- "સારું હું મૌસમ સાથે વાત કરીશ."મૌસમ કોલેજ પહોંચે છે. મૌસમ પોતાનામાં જ મગ્ન ચાલતી ચાલતી ક્લાસ તરફ જઈ રહી હોય ...વધુ વાંચો

3

ક્યારેક તો મળીશું - ભાગ ૩

આજે પોતાની સાથે મૌસમે કેવું વર્તન કર્યું તેમલ્હારની નજર સમક્ષથી પસાર થયું. મલ્હાર મનોમન મૌસમ વિશે વિચારી રહ્યો જીંદગીમાં મે ઘણી યુવતીઓ જોઈ છે પણ મૌસમ જેવી યુવતી આજ સુધી નથી જોઈ. મને એ સમજમાં નથી આવતું કે આખરે પુરુષોનું અપમાન કરવામાં મૌસમ જેવી યુવતીનો ઈરાદો શું હોય છે? મૌસમ જેવી યુવતીને હું કોઈ દિવસ સમજી નહિ શકું." તે દિવસ પછી મલ્હારે મૌસમ સાથે વાત કરવાની કોશિશ ન કરી. મૌસમ પણ પોતાના અભ્યાસમાં જ ધ્યાન આપતી. મૌસમને ક્યારેક મનમાં લાગતું કે "મે મેહુલનો ગુસ્સો મલ્હાર પર ઉતારી દીધો. I think મારે મલ્હારને Sorry બોલવું જોઈએ." ...વધુ વાંચો

4

ક્યારેક તો મળીશું - ભાગ ૪

એક સાંજે કોલેજમાં ફંક્શન રાખેલું. સુહાસી અને મૌસમ કેન્ટીનમાં બેઠા હતા. સુહાસી:- "આજે ફંક્શનમાં જવા માટે હું ખૂબ આતુર ખૂબ મજા આવશે. ૮ વાગ્યે તૈયાર રહેજે. મારી ફ્રેન્ડની કારમાં જઈશું."મૌસમ:- "ના મારે કોઈ ફંક્શનમાં નથી આવવું."સુહાસી:- "ચાલને યાર તારા વગર મઝા નહિ આવે."મૌસમ:- "પણ પછી રાતના બહુ મોડું થશે એટલે."સુહાસી:- "નહિ થાય અને માનસી મૂકવા આવશે આપણને. એટલે ચિંતા જ નથી. પ્લીઝ યાર...ચાલને."મૌસમ:- "સારું."સુહાસી:- "૮ વાગ્યે માનસી આપણને લેવા આવશે."મૌસમ ઘરે પહોંચે છે. મૌસમ સાંજે માનસી અને સુહાસીની રાહ જોતી આંગણામાં આમતેમ ફરે છે. માનસી અને સુહાસી આવ્યા એટલે મૌસમ એમની સાથે કારમાં બેસી ગઈ.ફંક્શન ચાલું થયું અને બધા એક પછી એક ...વધુ વાંચો

5

ક્યારેક તો મળીશું - ભાગ ૫

જશવંતભાઈ અને જીતેશભાઈ બંન્ને ભાઈઓએ બિઝનેસ પાર્ટી રાખી હતી. જશવંતભાઈ અને વસુધાબહેનને સંતાનોમાં પ્રથમ,સાક્ષી અને વેદ. જીતેશભાઈ અને વત્સલાબહેનને મલ્હાર અને રાઘવ. જશવંતભાઈ અને જીતેશભાઈની એકમાત્ર બહેન જયનાબહેન. જયનાબહેન બંન્ને ભાઈઓની લાડકી હોવાથી જયનાબહેન આ ઘરમાં જ રહેતા હતા. જયનાબહેનના લગ્ન અવિનાશભાઈ સાથે થયા હતા. અવિનાશભાઈ આ ઘરમાં ઘરજમાઈ તરીકે આવ્યા હતા. જયનાબહેન અને અવિનાશભાઈને સંતાનોમાં રાજન અને સોહમ.થોડીવાર પછી Song વાગે છે. રાઘવ અને સોહમ ડાન્સ કરે છે. आज रात जाना मैनू प्यार कर लेदुनिया दे सारे रूल फ़ैल कर लेसाडे नाल पुरे तेरे याद कर लेआजा लिप लाॅक कर लेबूम बूम बूम से बूम बूम ...વધુ વાંચો

6

ક્યારેક તો મળીશું - ભાગ ૬

ભારતીબહેનની બર્થડે હતી. એટલે કેક ખાઈને બધા બેઠા હતા. પંક્તિને કંઈક યાદ આવતા પોતાના રૂમમાં ગઈ અને ગિફ્ટ અને લઈ આવતા ખુશીથી કહ્યું "સરપ્રાઈઝ...."મૌસમ:- "પંક્તિ આ ગિફ્ટસ ક્યાંથી લઈ આવી. I mean કે આ ગિફ્ટ લેવાના રૂપિયા ક્યાંથી આવ્યા. મેનેજરે તો મને રૂપિયા નહોતા આપ્યા."પંક્તિએ મેનેજરને કેવો પાઠ ભણાવ્યો તે વિગતવાર જણાવ્યું. રાહી:- "પંક્તિdidu એ સારું જ કર્યું."માહી:- "હા આવા લોકોને તો આવો બોધપાઠ મળવો જ જોઈએ."ભારતીબહેન:- "એ વાત બરોબર પણ મૌસમની નોકરીનું શું? અત્યારે તો વાંચવાની રજા છે એટલે હોટલે નથી જતી પણ પછી તો નોકરી કરવા જશે ને?"મૌસમ:- "વાંધો નહિ મમ્મી હું મેનેજર સાથે વાત કરી ...વધુ વાંચો

7

ક્યારેક તો મળીશું - ભાગ ૭

મૌસમ ઘરે પહોંચી જાય છે. મૌસમને ઉદાસ જોઈ ભારતીબહેન પૂછે છે "શું થયું બેટા?" મૌસમ:- "કંઈ નહિ...મે જોબ છોડી "કેમ શું થયું? પહેલા જ દિવસે જોબ છોડી દીધી."મૌસમ:- "કોઈ જૂઠું બોલાવડાવીને મને કામ કરાવે અને બોસની સામે એ કામ કરવાનું ક્રેડિટ લે એ મારાથી સહન ન થાય. આજે ઑફિસનો પહેલો દિવસ અને મને અન્યાય થયો. હું સાચું બોલી બોલીને થાકી ગઈ પણ બોસને તો જૂઠી વાત પર જ વિશ્વાસ હતો."ભારતીબહેન:- "તારી ખુશી જોબ છોડવામાં જ છે તો જોબ ન કરવાનો તારો નિર્ણય બરાબર છે. જીંદગી તને પોતાને સાબિત કરવા માટે ઘણાં અવસર આપશે."માહી:- "હા didu બધુ ઠીક થઈ ...વધુ વાંચો

8

ક્યારેક તો મળીશું - ભાગ ૮

બીજા દિવસે ઓફિસમાં મૌસમ અને મલ્હાર કામમાં વ્યસ્ત હોય છે. દરવાજો ખુલવાનો અવાજ આવે છે. મલ્હાર:- "પ્રથમ Hi...તું ક્યારે અમેરિકાથી?"પ્રથમ:- "Hi મલ્હાર...શું ચાલે છે? હું ગઈકાલે રાતે જ આવ્યો. બધા સુતા હતા એટલે કોઈને ડિસ્ટર્બ ન કર્યા. સવારે બધાને મળ્યો. તું બહુ વહેલાં ઑફિસ આવી ગયો હતો એટલે તને ન મળાયું. એટલે ઑફિસે આવી ગયો."મૌસમ તરફ જોઈ પ્રથમે કહ્યું "ઑહ Hi મૌસમ..."મૌસમ:- "Hi પ્રથમ અને હા ગઈકાલે હું તમને સરખી રીતે thanks પણ કહી ન શકી. કાલ માટે Thank you..."પ્રથમ:- "ઑહ ...It's ok મૌસમ..."મલ્હાર:- "ઑહ તો તમે બંન્ને એકબીજાને પહેલેથી ઓળખો છો."પ્રથમ:- "હા બસ એક નાનકડી મુલાકાત થઈ ...વધુ વાંચો

9

ક્યારેક તો મળીશું - ભાગ ૯

પંક્તિ ઘરે પહોંચે છે. પંક્તિ સ્વગત જ બોલતી બોલતી રૂમમાં આમથી તેમ આંટા મારે છે. "ખબર નહિ કંઈ વાતનું છે. શું સમજે છે એ લોકો કે અમે લોકો કમજોર છીએ."મૌસમ પર્સ મૂકતા કહે છે "ઑ હેલો એકલી એકલી વાત કરે છે. પાગલ થઈ ગઈ છે કે શું?"પંક્તિ:- "ખબર નહિ પોતાની જાતને શું સમજે છે? દેખાવમાં તો દેખાવમાં પણ સ્વભાવમાં પણ હિટલરની કાકી લાગતી હતી."મૌસમ:- "તું એકવાર શાંત થઈ જા. ને મને એ કહે કે કોની સાથે ઝઘડો કરીને આવી? ને કોને હિટલરની કાકી કહે છે?"પંક્તિએ બધી વાત વિગતવાર જણાવી. મૌસમ:- "તારે જે સંભળાવવું હતું તે સંભળાવી આવીને હવે ...વધુ વાંચો

10

ક્યારેક તો મળીશું - ભાગ ૧૦

મલ્હાર થોડીવાર પછી અગાશી પરથી આવ્યો. જયનાબહેન પોતાના રૂમમાંથી પાર્ટીમાં આવ્યા. ચારુંબહેન:- "ઑહ hi જયના. તું તો અત્યારે પાર્ટીમાં "ઑહ હા તૈયાર થવામાં સ્હેજ મોડું થઈ ગયું."જયનાબહેનની નજર મૌસમ અને એની બહેનો પર પડે છે. પંક્તિને જોતા જ જયનાબહેન પંક્તિ પાસે ધસી આવે છે અને કહે છે "તું અહીં? પાર્ટી ચાલે છે અને હું તને પાર્ટીમાં તમાશો નહિ કરવા દઉં. અને આ પાર્ટીમાં આવવાની હિમંત જ કેમ થઈ? તમને કોણે બોલાવ્યા?"મૌસમ:- "આંટી આ મારી બહેન છે? અને આ પાર્ટીમાં અમને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે."જયનાબહેન:- "તું વચ્ચે બોલવાવાળી કોણ છે? અને તમને કોણે ઈન્વાઈટ કર્યા?"મૌસમ:- "મલ્હાર સર..."એટલામાં જ ત્યાં અવિનાશભાઈ આવે છે.અવિનાશભાઈ:- ...વધુ વાંચો

11

ક્યારેક તો મળીશું - ભાગ ૧૧

મૌસમને ઘરે મૂકી આવીને મલ્હાર પથારીમાં પડ્યો પણ મલ્હારને ઊંઘ ન આવી. મૌસમ સાથે થયેલા કારણ વિનાના મીઠા ઝઘડાને કરીને મલ્હાર મનમાં મલકાયો અને મલ્હારના ચહેરા પર સ્મિત લહેરાઈ ગયું. પથારીમાંથી ઉઠીને સ્ટડી રૂમમાં ગયો અને એક બુક લઈ વાંચવા લાગ્યો. આ તરફ પ્રક્ષેશ પંક્તિ સાથેની મુલાકાતને યાદ કરીને પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. પ્રક્ષેશ વિચારી રહ્યો હતો કે "પંક્તિ આટલી વાર સુધી ક્યા હતી? એક જ શહેરમાં અમે રહેતા હતા તો આટલાં વખત સાથે પંક્તિ સાથે મુલાકાત કેમ ન થઈ? વાંધો નહિ પણ હવે તો મુલાકાત થઈ ગઈ." સૂર્યના હળવા કિરણો મૌસમના ચહેરા ...વધુ વાંચો

12

ક્યારેક તો મળીશું - ભાગ ૧૨

સવારે મૌસમ ઑફિસ પહોંચે છે અને પોતાના કામમાં લાગી જાય છે. મલ્હાર મનમાં વિચારે છે "મૌસમ શું કરતી હશે. નહિ કેમ પણ મને મૌસમને મળવાની ઈચ્છા થાય છે. શું કરું? એની પાસે જાઉં કે નહિ? પણ જઈને શું કહીશ? એમાં કહેવાનું શું છે? સ્પષ્ટ શબ્દમાં કહી દઈશ કે મારે તારી સાથે એમજ વાત કરવી છે. આખરે અમે તો કૉલેજથી એકબીજાને જાણીએ છીએ..તો ફ્રેન્ડ વચ્ચે તો થોડી એમજ ગપશપ તો થઈ શકે ને..! પણ શું અમે ફ્રેન્ડ છીએ? પ્રથમ સાથે તો સારી રીતના વાત કરે છે તો મારી સાથે પણ નોર્મલી જ વાત કરશે..પણ આ રીતે મે અને ...વધુ વાંચો

13

ક્યારેક તો મળીશું - ભાગ ૧૩

મૌસમ ઘરે પહોંચી ગઈ... શાંતિથી ચા નાસ્તો કરે છે.માહી રાહીને ચા આપે છે તે મૌસમ જુએ છે.મૌસમ:- "શું થયું આવ્યો છે કે શું?"ભારતીબહેન:- "એક કારની સ્હેજ ટક્કર વાગતાં પડી ગઈ છે."મૌસમ રાહી પાસે જાય છે અને કહે છે "વધારે નથી વાગ્યું ને? ચાલ તો ડોક્ટર પાસે જઈ આવીએ."રાહી:- "Didu chill...અને અમે ડોક્ટર પાસે જઈ આવ્યા છીએ...હું ઠીક છું તો તમે શાંતિથી ચા પી લો...Ok..?"રાહીની તબિયત હવે સારી છે એવું લાગતા મૌસમને શાંતિ થાય છે.રસોઈ બનાવીને બધા જમી લે છે.બધા બેઠક રૂમમાં બેસી ટીવી જોય છે.પંક્તિ:- "શું ક્યારની મોબાઈલ લઈને બેસી રહી છે...કોઈ સાથે ઓનલાઈન ચેટિગ કરે છે કે શું? ...વધુ વાંચો

14

ક્યારેક તો મળીશું - ભાગ ૧૪

મૌસમ રિક્ષામાં બેસે છે. મૌસમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. "મલ્હાર મારા વિશે આવું વિચારી જ કેવી રીતે શકે. હું પ્રથમ માત્ર મિત્રો છીએ. હું પ્રથમ વિશે આવું વિચારી પણ નહિ શકું. હું તો તને ચાહું છું મલ્હાર તો તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું અને પ્રથમ...." આવું વિચારતા વિચારતા મૌસમ ઘરે પહોંચી ગઈ. રાતે સવા આઠ વાગ્યે મૌસમ પર પ્રથમનો ફોન આવે છે.પ્રથમ:- "હેલો મૌસમ..."મૌસમ:- "હેલો પ્રથમ..."પ્રથમ:- "મૌસમ આવતીકાલે સાડા આઠ વાગે તૈયાર રહેજે. વડોદરા જવાનું છે. એક નાનકડો ફેશન શો છે. કદાચ રાત ત્યાં જ રોકાવાનું થશે."મૌસમ:- "ઑકે પ્રથમ..."પ્રથમ:- "Bye..."મૌસમ:- "Bye પ્રથમ..."રાઘવ અને સોહમ ક્લબમાં બેઠા ...વધુ વાંચો

15

ક્યારેક તો મળીશું - ભાગ ૧૫

મૌસમ સાંજે મલ્હાર પાસે જાય છે. મલ્હાર કામમાં વ્યસ્ત હતો.મૌસમ:- "સર તો તમારો જવાબ શું છે?"મલ્હાર:- "જવાબ...કેવો જવાબ?"મૌસમ:- "સર મેં તમને લેટર આપ્યો હતો ને?"મલ્હારને યાદ આવ્યું કે ગઈકાલે થોડા લેટર આવ્યા હતા. મૌસમ કદાચ તેની જ વાત કરતી હશે.મલ્હાર વિચારે છે કે "ગઈ કાલે બીજી કંપની ઈચ્છતી હતી કે પોતાના ફેશન ડીઝાઈન માટે શાહ ઈન્ડસ્ટ્રીઝ ફેશન શૉ રાખે એવો એક લેટર આવ્યો હતો. મૌસમને એટલો પણ ખ્યાલ ન આવ્યો કે આ લેટરનો તરત જ જવાબ આપી દેવો જોઈએ. અને ઉપરથી મને પૂછવા આવી છે. જ્યારે એ સારી રીતે જાણે છે કે હું આવું કરી જ ન ...વધુ વાંચો

16

ક્યારેક તો મળીશું - ભાગ ૧૬

જશવંતભાઈ વસુધાબહેનને કહે છે "પ્રથમ માટે મેં એક યુવતી શોધી છે."વસુધાબહેન :- "શું નામ છે એ યુવતીનું?"જશવંતભાઈ:- "મૌસમ."વસુધા ખુશ બોલે છે "ઑહ મૌસમ કેટલી સુંદર છે અને આપણા સ્ટેટસ વાળી જ છે. અને એમનો બિઝનેસ તો આપણા કરતા પણ વધારે છે. મૌસમ મોદીને હું ફોન કરીને ખુશ ખબરી આપી દઉં."જશવંતભાઈ:- "હું મૌસમ મોદીની નહીં મૌસમ પાઠકની વાત કરું છું."વસુધાબહેન:- "કોણ મૌસમ પાઠક? પેલી મિડલ ક્લાસ છોકરી. ન તો એ સુંદર છે ન તો એ આપણા સ્ટેટસ વાળી."જશવંતભાઈ:- "મૌસમમાં કોઈ ખામી નથી. મૌસમમાં એ બધાં ગુણ છે જે એક કૂળવધૂમાં હોવા જોઈએ."જશવંતભાઈ મૌસમના ઘરે જાય છે અને ભારતીબહેનને મળે છે. ...વધુ વાંચો

17

ક્યારેક તો મળીશું - ભાગ ૧૭

સવારે બધા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે રાજીવ પંચાલ આવે છે. રાજીવ પંચાલ એક બિઝનેસમેન હતો. રાજીવ પંચાલને શાહ સાથે ખૂબ સારા સંબંધ હતા. રાજીવ પંચાલ શાહ પરિવારને મળે છે.જીતેશભાઈ:- "આજે તારે અહીં જ રોકાવાનું છે. અત્યારે તો અમે ઑફિસ જઈએ છીએ."રાજીવ:- "પણ હું અહીં આખો દિવસ શું કરીશ. હું પણ તમારી સાથે ઑફિસ આવીશ."જીતેશભાઈ:- "ઑકે તો ચાલ. બપોરે આપણે ઘરે આવતા રહીશું. મલ્હાર અને પ્રથમ તો છે જ ઑફિસ સંભાળવા માટે."માહી,રાહી અને પંક્તિ કૉલેજ જવા માટે નીકળે છે.રસ્તામાં પંક્તિની નજર એક દુકાન પર પડે છે.પંક્તિ:- "Wow પેલી દુકાનમાં તો જો. કેટલી સરસ ડ્રેસ છે." માહી:- "ખૂબ ...વધુ વાંચો

18

ક્યારેક તો મળીશું - ભાગ ૧૮

માહીએ VJS ને મેસેજ કર્યો. "શું એકબીજાને પ્રેમ કરવા ફક્ત વિશ્વાસની જ જરૂર છે? I mean કે અમુક સમયે થોડુંક સમજવાની અને સમજાવવાની પણ જરૂર હોય છે...રાઈટ...?"VJS :- "તમારી વાત એકદમ સાચી છે... હું તમને કંઈક પૂછી શકું?"માહી:- "હા..."VJS :- "જીવનમાં કંઈ પ્રોબ્લેમ છે? તમે ઈચ્છો તો તમારી પ્રોબ્લેમ મારી સાથે શેર કરી શકો."માહીએ થોડી વાર વિચાર કર્યો. પછી VJS ને મેસેજ કર્યો "actually પ્રોબ્લેમ છે પણ તમે મારા માટે અજાણ્યા છો."VJS :- "It's ok...તમારી વાત પણ સાચી છે. I understand...."માહીએ વિચાર્યું કે સ્પષ્ટ શબ્દોમાં તો હું નહિ કહું પણ આડકતરી રીતે તો મારી પ્રોબ્લેમ જણાવી જ શકું ...વધુ વાંચો

19

ક્યારેક તો મળીશું - ભાગ ૧૯

જયનાબહેને રાજીવ પંચાલ સાથે વાત કરી પણ રાજીવ પંચાલ નું કહેવું હતું કે માહીએ ના પાડી એનો મતલબ એવો નથી કે હું પંક્તિ સાથે લગ્ન કરી લઉં...મને તો માહી પસંદ છે.જયનાબહેન:- "માહીની તો ના છે."રાજીવ:- "વાંધો નહીં એની મરજી ન હોય તો શું કરી શકીએ. હું અન્ય કોઈ યુવતીને શોધી લઈશ."સાંજે પ્રથમ અને મલ્હાર વાતો કરતા બેઠા હતા. પ્રથમ:- "તને જેની સાથે લવ થયો છે તેનું નામ તો જણાવ."મલ્હાર:- "બહુ જાણવાની તાલાવેલી છે એમ. પહેલા તું તો જણાવ."પ્રથમ:- "પહેલા તારો વારો..."મલ્હાર:- "Ok જણાવી દઈશ. તું જાણીશ ને તો તારા પગ તળેથી જમીન સરકી જશે."પ્રથમ:- "અચ્છા તો એમ વાત છે. હવે તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો