કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે તેઓને સ્પેશિયલ કેસ તરીકે, ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી.

Full Novel

1

ચેલેન્જ - 1

કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ ખુબસુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે તેઓને સ્પેશિયલ કેસ તરીકે, ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી. ...વધુ વાંચો

2

ચેલેન્જ - 2

‘મિસ્ટર દિલીપ!’ દીનાનાથે દિલીપના હુંકાર પછી પોતાની વાત આગળ વધારી, ‘મારી દીકરી રાજેશ્વરીએ કાં તો ડ્રગના નશામાં જ આપઘાતનો કર્યો હતો, અથવા તો પછી ડ્રગ ન મળવાને કારણે આવેલી હતાશામાં તે આવું પગલું ભરી બેઠી હતી એની મને ખાતરી છે. લલિતપુરમાં ચોક્કસ જ તે કેફી, માદક દ્રવ્યોનું સેવન કરતી હશે એમ હું દ્રઢતાથી માનું છું એની માનસિક હાલત બરાબર નથી. એ હકીકત પણ એના કાગળો ચાડી ખાય છે.’ ...વધુ વાંચો

3

ચેલેન્જ - 3

ફક્ત વાતચીત કરવા માટે કોઈ માણસ મોંઘીદાટ વ્હીસ્કી ન જ પીવડાવે એવી વાત જયારે આરતીએ દિલીપને કહી, ત્યારે તે હસી પડ્યો. ‘મારી દાનત વાતચીત કરવાથી કંઈક વધુ નહીં હોય એમ માનવાને તારી પાસે કોઈ કારણ છે ખરું?’ કહીને આરતી સામે દિલીપ તાકી રહ્યો. ‘વધુ હોય પણ ખરી! પરંતુ ઓછામાં ઓછું મારા પર તારી દાનત બગાડવાની નથી એ હું જાણું છું.’ ‘હા, આ વિસ્તારમાં હું એકાદ મહિનાથી રહુ છું, એટલે માણસને ઓળખવાની સૂઝ મારામાં આવી ગઈ છે.’ આરતીનો સ્વર કડવો હતો, ‘ખેર, દિલીપ! વાસ્તવમાં તું કોણ છે? શું કરે છે? બિઝનેસ છે કે નોકરી? આમાંનું કશુંયે તે હજુ સુધી નથી કહ્યું. ...વધુ વાંચો

4

ચેલેન્જ - 4

ઇન્સ્પેક્ટર ગુલાબરાય આગ ઝરતી આંખો દલપતરામના નીકળી ગયા પછી બંધ થઇ ગયેલા દ્વાર પર થોડી પળો સુધી જકડાયેલી રહી. પછી દિલીપ તરફ ફર્યો. કેપ્ટન દિલીપ ગુપ્તચર વિભાગમાં છે અને પોતાનાં કરતા મોટો ઓફસર છે, એ વાત ગુલાબરાય જાણતો જ હતો, તેમ છતાં એ તેની ટુકડી હજુ સુધી નહોતી ગઈ. ‘બોલો કેપ્ટન સાહેબ...!’ એના અવાજમાં કટાક્ષ હતો, ‘અહીં શા માટે આવ્યા છો? તમે તો બલરામપુરમાં છો ને? અહીં લલિતપુરમાં કયા કારણસર આવવું પડ્યું?’ ...વધુ વાંચો

5

ચેલેન્જ - 5

હોટલની ઘડિયાળમાં ત્યારે રાતનાં આઠ વાગીને ઉપર પાંચ મિનિટ થઇ હતી. દિલીપે લોબીમાં નજર દોડાવી. લોબીના છેડે આવેલા એક નાનકડા રૂમ પાસે ચોકીદાર ઉભો એક રાખોડી અને કસાયેલા દેહવાળા આશરે ચોવીસેક વર્ષના યુવાન સાથે વાતો કરતો હતો. ચહેરા પરથી જ એ યુવાન લોફર અને બદમાશ કામમાં સોળે ય કળાએ પાવરધો લાગતો હતો. દિલીપ તેમની પાસે જઈને ઉભો રહ્યો. ‘સાહેબ...’ ચોકીદાર પેલા યુવાન સામે જોતાં બોલીઓ, ‘આનું નામ વિલિયમ છે! તે તમારી બધી જ જરૂરિયાત પુરી કરી દેશે.’ ‘એમ…?’ દિલીપે કુત્રિમ પ્રશંશાભર્યા અવાજે કહ્યું. ...વધુ વાંચો

6

ચેલેન્જ - 6

રાજેશ્વરીને મૃત્યુ જોઈને પહેલા તો તેનું હૃદય એકાદ-બે ધબકારા ચુકી ગયું. પણ પછી તરત જ સ્વસ્થ થઈને લાઇટર બુઝાવી, મૂકીને તે અર્ધ ઉઘાડા બારણામાંથી મૃતદેહને ટાંપીને અંદરના ભાગમાં દાખલ થયો. અને ફરીથી લાઇટર પેટાવીને રાજેશ્વરીના મૃતદેહ પાસે ઉભડક પગે બેસી ગયો. રાજેશ્વરી પડખાભેર પડી હતી. એના મસ્તકની આજુબાજુ, જુના રંગ ખવાઈ ગયેલા ગાલીચા પર લોહીના પાટોડા ભરાયા હતા. એણે પહેરેલું ગુલાબી રંગનું બારીક ગાઉન એના ખભા પરથી નીચે સુધી ચિરાયેલું હતું. એની ડાબી આંખ બંધ હતી અને જમણી ઉઘાડી જ રહી ગયેલી આંખમાં જિંદગીની કોઈ જ ચમક બાકી નહોતી. એનો લોહીથી તરબતર થઇ ગયેલો ચહેરો માંડ માંડ ઓળખી શકાતો હતો. ...વધુ વાંચો

7

ચેલેન્જ - 7

‘પછી…?’ દિલીપે પૂછ્યું. ‘મને પારકી પંચાયત ગમતી નથી એટલે એ માણસને મગજમાંથી કાઢી નાખીને હું ફરીથી સુઈ ગઈ અને ત્યારબાદ આવી, ઘંટડી વગાડીને અને જગાડી દીધી.’ ‘આરતીની એ બંને બહેનપણીઓ કોણ હતી તે તમે કહી શકશો?’ ‘હવે હું તમારા કોઈ જ સવાલોના જવાબો આપવા માંગતી નથી.’ એ સ્ત્રી દિલીપ સામે ચૂંચી નજરે તાકી રહેતી બોલી, ‘હું મારા ફ્લેટમાં જાઉં છું અને પોલીસ આવશે ત્યારે સીધેસીધું મારે જે કહેવાનું છે તે કહી નાખીશ.’ ...વધુ વાંચો

8

ચેલેન્જ - 8

હેમલતા નામની આ સ્ત્રી ખરેખર જ કોઈક ચસકેલ ભેજાંની છે, કે પછી તે બાધેભરમે મજાક કરે છે, એ વાત નક્કી કરી શક્યો નહીં. બીજી તરફ ગુલાબરાય પણ તેને માટે માથાના દુઃખાવા જેઓ બની ગયો હતો. શહેરના ઉચ્ચ કક્ષાના આગેવાનો અને રાજકીય નેતાઓનું પીઠબળ ધરાવતો ગુલાબરાય ખુબ જ ભારાડી, પાકો ફરંદો અને માથાભારે માણસ છે તે હકીકત જાણતો હોવાથી એ એણે સ્પષ્ટ શબ્દોમાં, કેસમાં દરમિયાનગીરી કરતો અટકાવી શકે તેમ નહોતો. કંઈક વિચારીને તેણે ફરીથી વાતનો દોર પોતાના હાથમાં લીધો. ...વધુ વાંચો

9

ચેલેન્જ - 9

‘એમાંથી એકનું નામ ઉષા છે. એ અગાઉ પણ અવાનવાર આરતી પાસે આવતી હતી. અને બીજી બહેનપણીનું નામ સરલા છે.’ જવાબ આપ્યો. ‘સહકાર આપવા માટે આભાર.’ મહેન્દ્રસિંહે કહ્યું, ‘હવે તમે જઈ શકો છો.’ હેમલતા નિરાંતનો શ્વાસ લઈને ત્યાંથી બહાર નીકળી ગઈ. ‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ ગુલાબરાય મહેન્દ્રસિંહ સામે જોતા બોલ્યો, ‘તમે આરતીના ખૂનના આરોપસર હવે કેપ્ટનની ધરપકડ કરશોને?’ ...વધુ વાંચો

10

ચેલેન્જ - 10

પોલીસ સ્ટેશનમાં કેપ્ટન દિલીપ, જમાદાર દલપતરામ. ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ અને અજીત બેઠા હતા. મહેન્દ્રસિંહ સામે રાઈટીંગ પેડ પડ્યું હતું અને હાથમાં હતી. ‘મિસ્ટર અજીત...તમારું પૂરું નામ લખાવો.’ ‘અજીત મર્ચન્ટ…! હું…’ ‘તમારે ફક્ત સવાલોના જવાબ આપવાના છે. તમારી ઉંમર?’ ‘બેતાળીસ વર્ષ?’ ‘બીઝનેસ કરો છો?’ ‘પાસપોર્ટ એજન્ટ છું.’ ...વધુ વાંચો

11

ચેલેન્જ - 11

‘કેવી રીતે?’ દિલીપે આશ્ચર્યસહ પૂછ્યું. ‘બલરામપુરથી ઉપડેલી સુપરફાસ્ટ ટ્રેન બીજે દિવસે સવારે સાડા દસ વાગ્યે વડોદરા પહોંચે છે. બલરામપુરથી ઉપડ્યા બે મોટા જંકશન પર થોડી થોડી વારના હોલ્ટ કરીને એ ટ્રેન મોડી રાત્રે અહીં લલિતપુરમાં સ્ટોપ લે છે અને પછી વડોદરા તરફ આગળ વધે છે!’ વાત કરતાં કરતાં મહેન્દ્રસિંહે ધડિયાળમાં સમય જોયો, ‘મને લાગે કે કે ટ્રેન ક્યારનીયે અહીંથી પસાર થઇ ગઈ હશે. ખેર, હું રેલ્વે સ્ટેશન પર પૂછપરછ કરાવીશ.’ ...વધુ વાંચો

12

ચેલેન્જ - 12

ઉષા ચુપ થઇ ક તરત જ દિલીપ ઊંડા વિચારમાં ગરકાવ બની ગયો. અજીત મર્ચન્ટ અને દીનાનાથ, અજીતના કહેવા પ્રમાણે સાળા-બનેવી હતા. રાજેશ્વરીને નશાની લતે પહોંચાડનાર માણસનું વર્ણન દીનાનાથે બલરામપુર ખાતે દિલીપન જણાવ્યું હતું, તે આબેહુબ ખુદ એના જ બનેવી અજીતને મળતું આવતું હતું. વધુમાં દીનાનાથે કહ્યું હતું કે મારી પુત્રીની પાછળ પાડનાર આ બદમાશનું નામ હું જાણતો નથી. દીનાનાથની આ વાત નજર સામે રકીએ તો એ બદમાશનું નામ અજીત મર્ચન્ટ નહીં પણ કોઈક બીજો જ હોવો જોઈએ. અને અજીતના કમભાગ્યે જોગાનુજોગ જ આ વર્ણન તેને બંધબેસતું આવે છે. ...વધુ વાંચો

13

ચેલેન્જ - 13

મૂનલાઈટ ક્લબમાં રાતનાં બાર વાગ્યે મનોરંજનની મહેફિલ શરુ તાતી તે છેક વહેલી સવાર સુધી ચાલતી હતી. ઓરકેસ્ટ્રામાંથી પાશ્ચાત્ય સંગીતનો શરુ થતાં જ હ્હોલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર ઉભેલી યુવતીએ એક ખુબ જ રોમેન્ટિક ગીત શરુ કર્યું. એ સાથે જ પેલો નવયુવાન યુવતીના વસ્ત્રો ઉતરવાનો હાવભાવ પ્રદર્શિત કરવા લાગ્યો. ઉષા નત મસ્તકે ટેબલ પર આંગળી વડે જાણે કોઈક અદ્રશ્ય ચિત્ર દોરતી હતી. ...વધુ વાંચો

14

ચેલેન્જ - 14

કહેવાની જરૂર નથી કે દિલીપના અવાજમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો. જાણે અચાનક જ પગ પાસે કાળો ઈશ્ધાર આઈ પડ્યો હોય જોની દિલીપની વાત સાંભળીને એકદમ ચમકી ગયો. ‘ભ...ભગવાન જાણે...તમે આ શું બકો છો?’એ થોથવાતા અવાજે બોલ્યો. જોની શા માટે આટલોબધો ગયો હતો એનું કારણ દિલીપને વળતી જ પળે સમજાઈ ગયું. ગુલાબરાય તો પોતાને ક્લબમાં પ્રવેશતાની સાથે જ ઓળખી ગયો હતો પણ ત્યારે જોનીને ખબર નહોતી કે ઉષાની સાથે, ઉષાના મહેમાન તરીકે પોતે જ આવવાનો છે એટલે જેવી એણે ખબર પડી કે ઉષાનો સાથી બીજો કોઈ નહીં પણ ગુલાબરાયનો હડહડતો દુશ્મન દિલીપ છે એળે હવે તે અજાણ્યો બનવાનો ઢોંગ કરતો હતો. ...વધુ વાંચો

15

ચેલેન્જ - 15

એ ભાનમાં આવ્યો ત્યારે વસ્ત્રહીન સ્થિતિમાં એક પલંગ પર પડ્યો હતો. હજુ એની ચેતના પુરેપુરી જાગ્રત નહોતી થઇ. સહસા એની સુતેલી ઉષા પર તેની નજર પડી. ઉષા પણ વસ્ત્રહીન સ્થિતિમાં હતી. બંનેમાંથી એકેયના દેહ પર વસ્ત્રો નહોતાં. ઉષા ફાટી આંખે સભાન દ્રષ્ટીએ એની સામે તાકી રહી. પોતાને આવી કઢંગી હાલતમાં જોઇને તે ખુબ જ હેબતાઈ ગયો. પરિસ્થિતિને સમજવા આતે એણે જોરથી માથું ધુણાવ્યું. અચાનક ઉષા પલંગ પર બેથી થઈને દીલીપના મોં પર જોરથી તમાચા ફટકારતી જોરજોરથી ચીસો પાડવા લાગી. ...વધુ વાંચો

16

ચેલેન્જ - 16

ઇન્સ્પેક્ટર જવાબ આપે એ પહેલાં જ ઇન્ટરકોમ ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘હલ્લો…’ રીસીવર ઊંચકીને એણે કહ્યું. ‘સાહેબ...એક માણસ રાજેશ્વરીના ખૂન વિષે મળવા માંગે છે.’ સામે છેડેથી તેને કહેવામાં આવ્યું. ‘મોકલ…’ કહીને એણે રીસીવર મૂકી દીધું. થોડી વાર પછી એકવડીયા બાંધાનો, ઉંચો અને ચહેરા પરથી જ બુદ્ધિશાળી લાગત આકર્ષક લાગતો આકર્ષક વસ્ત્રો પહેરેલો એક માણસ અંદર આવ્યો. ...વધુ વાંચો

17

ચેલેન્જ - 17

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પોતાની ઓફિસમાં જ બેઠો હતો. ‘આવો કેપ્ટન…!’ મહેન્દ્રસિંહે તેને આવકાર આપીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો સંકેત કર્યો. ‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ ખુરશી પર બેસતાં બોલ્યો, ‘મારી ધીરજ ખૂટી ગઈ છે એટલે હવે જે કંઈ હોય તે મહેરબાની કરીને ફટાફટ કહેવા માંડો.’ ‘વિલિયમ ઉર્ફી જોનીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે.’ ઈન્સ્પેક્ટરે આગળ નમીને સ્મિતભર્યા ચહેરે અને ધીમા, રહસ્યમય અવાજે કહ્યું. ‘કેમ…?’ દિલીપ એકદમ ચમક્યો, ‘શા માટે?’ ...વધુ વાંચો

18

ચેલેન્જ - 18

‘ખાસ કંઈ નહીં પણ રાજેશ્વરીના પિતા મિસ્ટર દીનાનાથ અહીં આવી ગયા છે.’ મહેન્દ્રસિંહનો શાંત અવાજ લાઈન પર સંભળાયો, ‘એણે વાર પહેલાં જ મને ફોન પર કહ્યું હતું કે હું આવી ગયો છું. મેં એણે વીમા કંપનીવાળા ધીરજકુમાર વિષે વાત કરીને એનો સંપર્ક સાધવાનું કહ્યું હતું. એ બંને કદાચ માર્ગમાં રાજેશ્વરીની લાશની ઓળખ માટે ગયા છે.’ ...વધુ વાંચો

19

ચેલેન્જ - 19

ગુલાબરાય સિવાય એકએક માણસોના ચહેરા ચહેરા પર કુતુહલ મિશ્રિત આશ્ચર્ય છવાયું હતું. ‘પોતાની વીમા પોલીસીમાં મારી બહેન મંજુલાને સ્થાને મને નંબરનો વારસદાર બનાવી દે એવી હાથ મેં મારી દીકરી રાજેશ્વરી પાસે લીધી હતી તે વાત તદ્દન સાચી છે.’ છેવટે દીનાનાથે ચુપકીદીનો ભંગ કરતા કહ્યું, ‘પણ મંજુલાના બીમાર પડી ગયા પછી જયારે જાણવા મળ્યું કે હવે દુનિયાની કોઈ જ શક્તિ તેને બચાવી શકે તેમ નથી એ પછી જ મેં રાજેશ્વરીને આ બાબતનું દબાણ કર્યું હતું. હકીકતમાં મંજુલા પોતે પણ જીવતી રહેવા નહોતી માંગતી. ...વધુ વાંચો

20

ચેલેન્જ - 20

‘હા… ‘ અજીત માર્ચંતના અવાજમાં સ્વસ્થતા હતી, ‘મારી પત્ની ગંભીર રીતે બીમાર હતી તેમ છતાં હું અહીં આવ્યો હતો.’ ‘શા દિલીપે પૂછ્યું, ‘શું તમને તમારી પત્ની પ્રત્યે મોહ નહોતો રહ્યો?’ ‘ના, એવું નહોતું.’ ‘તો પછી…?’ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો