આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એકનું એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તેટલું સારું. મૃત્યુ એટલે અપરિચયના બ્લેક હોલમાં નછૂટકે મારવામાં આવેલી આખરી છલાંગ. મને મરવાનું નથી ગમતું અને જે શાણા લોકો મૃત્યુનો મહિમા ગાય તે સૌને સત્યવાદી ગણવાની મારી તૈયારી નથી. એક વાત નક્કી કે મૃત્યુ આપણને સૌને બ્લેકમેઈલ કરી રહ્યું છે.
Full Novel
ટહુકો - 1
આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તેટલું સારું. મૃત્યુ એટલે અપરિચયના બ્લેક હોલમાં નછૂટકે મારવામાં આવેલી આખરી છલાંગ. મને મરવાનું નથી ગમતું અને જે શાણા લોકો મૃત્યુનો મહિમા ગાય તે સૌને સત્યવાદી ગણવાની મારી તૈયારી નથી. એક વાત નક્કી કે મૃત્યુ આપણને સૌને બ્લેકમેઈલ કરી રહ્યું છે. ...વધુ વાંચો
ટહુકો - 2
સુરતના એક થિયેટરમાં ‘શોલે’ ફિલ્મ જોવા માટે ભારે ધસારો રહેતો હતો. આગળથી બુકિંગ કરાવીને અમારું આખું ઘર ‘શોલે’ જોવા ત્યારે એક ઘટના બની. ઈન્ટરવલ દરમ્યાન કોઈ માણસે થિયેટરના પડદા નીચે પ્લૅટફોર્મ પર ધૂપસળી સળગાવી. એરકન્ડિશન્ડ થિયેટરમાં ખૂણેખાંચરે ધૂપસુગંધ પ્રસરી ગઈ. ...વધુ વાંચો
ટહુકો - 3
મિત્રના વિયોગે ઝુરવાનું સૌના નસીબમાં નથી હોતું. મૈત્રી જેવી પવિત્ર ઘટના પર મજબૂરીનો સમાં લાદવામાં આવે ત્યારે ' હરિનાં ' જરૂર ભીના થયા હશે. મૈત્રી કોને કહે તે સગી આંખે નિરખવાનું મન થાય તો ' ફોરેસ્ટ ગમ્પ ' ફિલ્મ અચૂક જોવી. લોસ એન્જલસમાં એ ફિલ્મ જોયા પછી પાસે બેઠેલા મિત્ર વલ્લભભાઈ ભક્તને મે કહેલું: ' શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંધ માણ્યો હોય એવું લાગે છે. ' પ્લાસ્ટિકના પુષ્પ પર પતંગિયું બેસે ખરું? કદાચ બેસે, તો એ પતંગિયું પણ પ્લાસ્ટિકનું નહિ હોય? માનવીની પ્રાથમિક જરૂરિયાતની યાદી બનાવવામાં આવે ...વધુ વાંચો
ટહુકો - 4
જેને આપણે આપણું ઘર ગણીએ છીએ તે કેવળ આપણું નથી હોતું. ઘરમાં અટવાતા ઉંદરને પણ એ ઘર પોતાનું જ છે. જો ઘર માત્ર આપણું જ હોત તો એમાં ચકલીએ માળો ન બાંધ્યો હોત. ઘરમાં આવી પડનારાં બિલ્લીમાસી મોજથી ચકરાવો મારીને ચાલી જાય છે. પ્રત્યેક ઘરમાં થોડાક મંકોડા, વંદા અને મચ્છરો ‘લિવ એન્ડ લાયસન્સ’ના કરાર મુજબ રહેતા હોય છે. બારી સાથે જડાયેલા ઍરકન્ડિશનર અને ભીંત વચ્ચે પડેલી બખોલમાં કબૂતરો ન રહે એવું ભાગ્યે જ બને છે. ...વધુ વાંચો
ટહુકો - 5
આજના માણસને સતત એક રૂપાળી ડાકણ પજવી રહી છે. એની પજવણી મધુર છે, પરંતુ ખતરનાક છે. તમે ઘરમાં હો ઘરની બહાર હો, પણ એ ડાકણ તમારો કેડો નથી છોડતી. તમને એ તમારી મરજીપૂર્વક છેતરે છે. એનામાં કશુંક એવું તત્વ છે, જેને કારણે તમે એની વાતમાં આવી જઈને હોંશે હોંશે બેવકૂફ બનો છો. એ ડાકણનું નામ જાહેરાત છે. એ ડાકણ છે કે વૅમ્પ ? ...વધુ વાંચો
ટહુકો - 6
પ્લેટોની અકાદમીના પ્રવેશદ્વાર પર સૂચના લખવામાં આવી હતી:' ભૂમિતિ પ્રત્યે પ્રેમ ન હોય એવા માણસોએ અંદર આવવું નહીં '. સમયે સોક્રેટિસના સમયમાં ગ્રીક સંસ્કૃતિની ચરમસીમાએ ભૂમિતિનાં માનપાન ટોચ પર પહોંચ્યા હતા. એવું પણ બન્યું હશે કે ભૂમિતિનું જ્ઞાન ધરાવનારા ચુનંદા(elitist) લોકોએ ભૂમિતિ ન જાણનારા બહુ સંખ્યા લોકોને ' અસભ્ય ' ગણવાની ગુસ્તાખી કરવાની ફેશન શરૂ કરી હોય. જમાનો બદલાય તેની સાથે સાથે અસભ્યતાની વ્યાખ્યા પણ બદલાતી રહે છે ...વધુ વાંચો
ટહુકો - 7
સજ્જનો અને સન્નારીઓ, મને જો ફરજ પાડવામાં આવે, મારી કોઈ હેસિયત નથી પરંતુ ફરજ પાડીને એમ કહેવામાં આવે કે ગીતા’ના સ્થાને બીજું કોઈ શીર્ષક આપો તો હું જરૂર નવું શીર્ષક આપું ‘સદભાવ ગીતા’. આ ‘સદ’ શબ્દ એ ગીતાનો સ્થાયી ભાવ છે. પાને-પાને પ્રગટ થતો ભાવ છે. ...વધુ વાંચો
ટહુકો - 8
અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછૂટકે કલમને શરણે જવું પડે છે. આપણા ઋષિએ પર્જન્ય કહ્યો છે અને વળી એને પિતાના સ્થાને બેસાડ્યો છે. વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે. જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક આવી ઘટના બને છે. જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રમસૂત્ર જેવા ત્રણ ખાનાં ખરી પડે છે અને રહી જાય છે કેવળ મૌન! એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે. સાંભળો ત્યારે: ...વધુ વાંચો
ટહુકો - 9
માર્શલ મેકલૂહાને એક મૌલિક મમરો મૂક્યો છે. પાણીની શોધ કોણે કરી? મેકલૂહાન કહે છે કે પાણીની શોધ ગમે તેણે હશે પણ માછલીએ તો નહિ જ. પાણીમાં રહીને માછલી એવી તો પાણીમય બની જાય છે કે તટસ્થતા ખતમ થાય છે. તટ ઉપર ઊભા રહી પ્રવાહથી અળગા થઈ સાક્ષી બનવું એનું નામ તટસ્થતા. ટ્રાફિકનું અવલોકન ફૂટપાથ પર રહીને કરવું પડે છે. તટસ્થતા ખતમ થાય પછી શોધની કુંપળો નથી ફૂટતી. ...વધુ વાંચો
ટહુકો - 10
ગાંધીજી કોણ હતા તેની ખબર સૌને હોય, પરંતુ ગાંધીજી ‘શું’ હતા તેની ખબર બહુ ઓછા લોકોને હોય છે. મહાવીર નોંધેલો એક પ્રસંગ ત્રણ વાર વાંચવાથી ગાંધીજી શું હતા તેનો અંદાજ આવી જાય એમ બને. પ્રથમ વાર એ પ્રસંગ વાંચવાથી ગાંધીજી પ્રત્યેનો આદર વધી જશે. બીજી વાર એ જ પ્રસંગ વાંચવાથી મૂર્તિમંત સત્યના પ્રતીક ગાંધીજીને મનોમન વંદન થઈ જશે. ત્રીજી વાર એ જ પ્રસંગ વાંચ્યા પછી સાક્ષાત સત્યનારાયણનાં દર્શન થઈ રહ્યાં હોય એવો પવિત્ર ભ્રમ તમારા માંહ્યલાને સુગંધથી ભરી દે એ શક્ય છે. તો હવે મૌનપૂર્વક પાંચ ઊંડા શ્વાસ લીધા પછી મહાવીર ત્યાગીના જ શબ્દોમાં આ પાવન પ્રસંગ સાંભળો : ...વધુ વાંચો
ટહુકો - 11
કેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિન્દીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ જેવા કાઠિયાવાડી શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિન્દીમાં ઉતારવા પ્રયત્ન કરી જોજો. સુરત બાજુ સ્ત્રીઓ છોકરાને ‘ભોંયનાખ્યા’ કહીને ગાળ દે છે. ...વધુ વાંચો
ટહુકો - 12
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે. ...વધુ વાંચો
ટહુકો - 13
અમીબાથી આદમ સુધીની વિકાસયાત્રાને ડાર્વિને ઉત્ક્રાંતિ કહી. ઉત્ક્રાંતિના દાદરાના ટોચની પગથિયે બેઠેલો માણસ અનેક વિચિત્રતાઓનું કૌતુકાલય (મ્યુઝિયમ) બની ગયો શરીરની ગૂંચ જન્માંતર( ટ્રાન્સ માઇગ્રેશન) પ્રક્રિયા સાથે વધતી ગઈ અને એ જગતનો જનાવરશ્રેષ્ઠ બની બેઠો. એના મનની વિચિત્રતાઓની તો વાત કરીએ તેની ઓછી. સુખની તમામ સગવડો વચ્ચે એ દુઃખી છે. વસતિ વધે છે તોય માણસ જાણે રોબિન્સ ક્રૂઝો બનતો જાય છે. સુખની શોધમાં એની દિશાવિહીન દોડ લગાવી છે. ...વધુ વાંચો
ટહુકો - 14
ભગવાને માણસને આંખ આપીને કમાલ કરી છે. આંખ વડે સમગ્ર સૃષ્ટિને નિહાળવી એટલે શું, તે તો આંખ ચાલી જાય જ સમજાય. ડૉ. પાર્કર કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં આંખનો આવિર્ભાવ થયો ત્યાર પછી ઉત્ક્રાંતિની ઝડપ ઘણી વધી ગઈ. ઉત્ક્રાંતિના ઈતિહાસમાં કરોડો વર્ષો એવાં ગયાં, જ્યારે પૃથ્વી પર વિચરતી જીવસૃષ્ટિમાં ક્યાંય આંખ ન હતી. માણસ બીજું કંઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય. પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે. તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે. ...વધુ વાંચો
ટહુકો - 15
આપણે નિહાળીએ કે ન નિહાળીએ, પરંતુ સૃષ્ટિમાં સતત ક્ષણપ્રવાહ ચાલી રહ્યો છે. આપણે જાગીએ કે ઊંઘીએ, સદકર્મ કરીએ કે કરીએ, પ્રવૃત્તિ કરીએ કે પ્રમાદ સેવીએ, પ્રેમસાગરમાં ડૂબકી મારીએ કે રાગદ્વેષના તરંગો પર તરીએ, પાપ કરીએ કે પુણ્ય વાવીએ અને ધ્યાન કરીએ કે નશો કરીએ, પરંતુ એ ક્ષણપ્રવાહ તો સાવ સ્વતંત્રપણે જગતની લીલાથી લેપાયા વગર સતત ચાલતો જ રહે છે. ઘડીભર થંભી જઈને એ પ્રવાહને સાક્ષીભાવે નીરખીએ તો કદાચ સમજાય કે આપણું ‘હોવું’ એ તો અનંત કાળપ્રવાહમાં ઉદ્દભવતું, તરતું, વહી જતું અને વિલીન થતું એક જીવનબિંદુ છે. ...વધુ વાંચો
ટહુકો - 16
કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી રીતે ગણાય ? કોઈ નગ્ન થઈ શકે તે માટે આસપાસ બીજી કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. નગ્નતા, જોનાર વગર ટકી નથી શકતી. ફૅશન અને નગ્નતા બન્ને સમાજ માટે જરૂરી છે. રોબિન્સન ક્રુઝો નિર્જન ટાપુ પર માત્ર દિશા ઓઢીને ફરે તોય નગ્ન ન ગણાય. જ્યાં જોવાવાળું કોઈ હાજર નથી પછી પ્રશ્ન જ રહેતો નથી. ...વધુ વાંચો
ટહુકો - 17
[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908) [2] નેપોલિયનનો પત્ર ઝિયરીનાને [3] દોસ્તોવસ્કીનો પત્ર એનાને [4] મુનશી પ્રેમચંદજીનો પત્ર શિવરાનીને [5] પંડિત નહેરુનો પદ્મજા નાયડુને [6] એક સામાન્ય માણસનો પ્રેમપત્ર ...વધુ વાંચો
ટહુકો - 18
સુરતના સ્ટેશનથી થોડેક છેટે ન્યૂ લક્ષ્મી ટૉકીઝ આવેલી છે. અમે નાના હતા ત્યારે એ ફરીથી બંધાયેલી તેથી એનું નામ લક્ષ્મી રાખવામાં આવેલું. આજે લગભગ અડધી સદી પછી એ મકાન સાવ જૂનું થઈ ગયું છે તોય એકે લોકો ‘ન્યૂ લક્ષ્મી ટૉકીઝ’ તરીકે જ ઓળખે છે. સન ૧૯૩૭માં જેની શરૂઆત થઈ તે નઈ તાલીમ આજે પણ नइ तालीम કહેવાય તેમાં રિવાજ સિવાય બીજું શું શું છે તે વિચારવા જેવું છે. ગાંધીજીનું જીવન નિત્ય વર્ધમાન હતું. ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ પુસ્તક લખ્યા પછી પણ તેઓ સતત વિકસતા રહ્યા, પરંતુ કેટલાક સજ્જ્નો ૧૯૦૯ પર જ અટકી ગયા અને લટકી ગયા ! ...વધુ વાંચો
ટહુકો - 20
એક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ અનિવાર્ય છે. એના વગર સમાજ ટકી જ ન શકે, પરંતુ લાગણીને કારણે લેવડદેવડ પણ સ્નેહદીક્ષા પામે છે. મારી વાત ગળે ન ઊતરે તો ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે કોઈ બહેનના ચહેરા પરના ભાવ નીરખવાનું રાખશો. એ ચહેરા પર લાગણીનું કાવ્ય વાંચવા મળશે. ...વધુ વાંચો
ટહુકો - 21
આપણે સૌ પૃથ્વી નામના ગામના નાગરિકો છીએ. એ ગામનું અસલ નામ ‘જીવનગ્રામ’ છે. સમગ્ર બ્રહ્માંડમાં આવું બીજું કોઈ ગામ જાણ્યું નથી. ગામમાં રહેનાર સૌને દુઃખની ભેળસેળ વગરનું સુખ જોઈએ છે. સુખ માણસની ઝંખના છે, દુઃખ જીવનની હકીકત છે. ભગવાન બુદ્ધને સમજાયું કે જીવન દુઃખમય છે. તથાગતે લાંબા ચિંતનને અંતે ચાર આર્યસત્યો માનવજાતને સંભળાવ્યાં : 1. દુઃખ છે. 2. દુઃખનું કારણ છે. 3. દુઃખનો ઉપાય છે. 4. ઉપાય શક્ય છે. આવી દુઃખમીમાંસાને અંતે તથાગતે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં બતાવ્યાં : ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (ઉપેક્ષા એટલે વૈરાગ્યયુક્ત જીવનદષ્ટિ) ...વધુ વાંચો
ટહુકો - 22
માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાંકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ બંગાળી મુસ્લિમો પર ઉર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે પ્રચંડ વિરોધ થયો તેમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. અબ્દુલ ગફાર ચૌધરી બાંગ્લાદેશના જાણીતા કટાર લેખક છે. એમણે લખેલી કવિતા સાંભળો : ...વધુ વાંચો
ટહુકો - 23
છ કરોડ ગુજરાતીઓ એક પ્રશ્ન પર વિચાર કરશે? પાળેલા કૂતરા સાથે માણસ અંગ્રેજીમાં વાત કરે તેનું કોઈ વાજબી કારણ વાત માનીએ તેટલી નાની નથી. જો આપણા પર અંગ્રેજોને બદલે ફ્રેન્ચ પ્રજાનું શાસન હોત, તો આપણે કૂતરા સાથે ફ્રેન્ચ ભાષામાં વાત કરી હોત! જો આપણે બ્રિટનના બદલે જર્મનીના ગુલામ હોત, તો આપણે કુતરા સાથે જર્મન ભાષામાં વાત કરી હોત! જો આજે પણ મોગલોનું જ શાસન ચાલુ હોત, તો આપણે આપણા પ્રિય કૂતરા સાથે ઉર્દૂમાં વાત કરી હોત! કૂતરો ગુલામ છે અને કૂતરાનો માલિક પણ પોતાની માનસિકતાને કારણે ગુલામ જ ગણાય. ...વધુ વાંચો
ટહુકો - 24
ચોમાસામાં કાદવિયા રસ્તા ગરોળીના પેટ જેવા સુંવાળા બની જાય છે. સુંવાળપ આમે ભારે લપસણી હોય છે. વિજ્ઞાનમાં ઘર્ષણના નિયમો તેમાં લપસણા કાદવનો ફાળો રહેલો છે. આપણા રાજકારણીઓ ઘર્ષણમાં માને છે, પરંતુ તેઓ ઘર્ષણના નિયમો ભાગ્યે જ પાળે છે. એ લોકો વારંવાર લપસી પડે છે તેનું આ જ રહસ્ય છે. લપસી પડ્યા પછી લોકો તરત ઊભા થઈને ચાલવા માંડે છે, જાણે કશું બન્યું જ નથી. ક્યારેક એમનાં વસ્ત્રોને વળગેલા કાદવ અંગે કમિશનો નિમાય છે. કમિશનો એક જ કામ કરે છે, વસ્ત્રોને જે કાદવ વળગ્યો છે તે કેટલો સાચકલો (genuinc) છે તેની ચકાસણી કર્યા પછી એક રિપોર્ટ રજૂ થાય છે. સુકાઈ ગયેલો કાદવ વસ્ત્રો પરથી કાળક્રમે ખરી પડે છે ...વધુ વાંચો
ટહુકો - 25
ટેક્નોલોજીની આંગળી ઝાલીને માણસે નથી ચાલવાનું. માણસની આંગળી ઝાલીને ટેક્નોલોજી ભલે ચાલતી. પૃથ્વી માણસની એકની એક લાડકી માતા (ગેઈઆ) પૃથ્વીના કણકણને વહાલ કરે તે માણસ. પૃથ્વીના પ્રત્યેક જીવને જાળવે તે માણસ. પરાયા ઇન્સાનને મહોબ્બતથી ભેટે તે માણસ. પૃથ્વીની જે કલ્પિત નમેલી ધરી છે તે વાસ્તવમાં અદ્રશ્ય પ્રેમધર્મની ધરી છે. માણસનો આદિધર્મ એટલે પ્રેમધર્મ. કેટલાંક મકાન કાચા હોય છે, જયારે કેટલાંક પાકાં હોય છે. ...વધુ વાંચો
ટહુકો - 26
એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય ? સાબુને, મહેનતને કે પાણીને? ઘણા અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે : 1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે. 2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય. 3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે. ...વધુ વાંચો
ટહુકો - 27
આપણાં દેશમાં જેટલાં ટીવી છે એટલાં ટૉઈલેટ નથી. જે ઘરમાં ટૉઈલેટની સગવડ ન હોય તે ઘરમાં પણ ક્યારેક ફ્રીજ છે. દેશમાં કોકાકોલા જેવાં ઠંડા પીણાં જેટલાં પિવાય છે, તેટલા પ્રમાણમાં છાશ નથી પિવાતી. તાજી છાશ બધી રીતે પૌષ્ટિક છે. ટીવી પર તાજી છાશની જાહેરખબર કદી નહીં આવે. જાહેરખબર તો તે જ ચીજની આવે, જેના વગર આપણું કશુંય નહીં અટકે. ...વધુ વાંચો
ટહુકો - 28
વર્ષો પહેલા મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસથી ઉપડતા સિકંદરાબાદ એક્સપ્રેસમાં હૈદરાબાદ જવાનું બનેલું. ટ્રેન જ્યારે લોનાવાલા સ્ટેશને ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ ડબ્બો પરબ સામે ઊભો રહ્યો. પરબનું છાપરું રંગબેરંગી પુષ્પોથી છવાયેલું હતું. થર્મોસમાં પાણી હતું અને તરસ લાગી ન હતી, તોય પાણી પીવા માટે નીચે ઉતર્યો. પરબ વાળાને પૂછ્યું:' પરબના છાપરા પર આવાં સુંદર પુષ્પ કોણે ઉડાડ્યા? જવાબ મળ્યો:' અમારા સ્ટેશન માસ્તર સાહેબને શોખ છે ...વધુ વાંચો
ટહુકો - 29
ભગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે ? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઈડિયટ’ કહે છે. એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. એ વિચિત્ર જણાય છે, કારણ કે બધા લોકો વિચારે તેના કરતાં સાવ જુદું વિચારવાની કુટેવનો માલિક હોવાને કારણે લોકો એની નિંદા કરે છે. જૂનાગઢમાં જન્મેલો ભક્ત નરસૈંયો આપણી ગુજરાતી ભાષાનો આદિકવિ જ નહીં ‘આદિ ઈડિયટ’ હતો. સૂફી વિચારધારાના વિખ્યાત આલિમ ઈદ્રિસ શાહના એક પુસ્તકનું મથાળું છે : ‘Wisdom of the Idiots’ પુસ્તક વાંચીએ ત્યારે સમજાય કે ‘ઈડિયટ’ બનવાનું સૌના નસીબમાં નથી હોતું. જગતના લગભગ બધા જ ઈડિયટ્સ માતૃભાષાના માધ્યમમાં ભણ્યા હતા. ...વધુ વાંચો
ટહુકો - 30
મારા તાબામાં રહેલી સધળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે હે હિન્દુઓ ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ અજ્ઞાની પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હિન્દુઓની શક્તિ અપાર છે. કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બેન્ક બેલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ...વધુ વાંચો
ટહુકો - 31
એક હતો શિકારી. પોતાનું પેટ ભરવા માટે એ પક્ષીઓનો શિકાર કરતો. હિંસા કર્યા વિનાનો એક પણ દિવસ ન જાય એનું જીવન હતું. પોતે રોજ હિંસા કરે છે એવી સભાનતા પણ એના મનમાં કદી જાગી ન હતી. એક દિવસ પક્ષીઓના શિકાર માટે સરોવરને કાંઠે બેઠો હતો ત્યારે એણે એક મોટા પક્ષીનો પડછાયો જોયો. એણે ઉપર નજર કરી તો કશું જ દેખાયું નહીં, કારણ કે પક્ષી તો દૂર દૂર નીકળી ગયું હતું. શિકારીની જિજ્ઞાસા વધી ગઈ, આખો દિવસ એ સરોવરને કાંઠે રાહ જોતો બેસી રહ્યો, પરંતુ પેલું પક્ષી દેખાયું નહીં. રાત્રે એણે મિત્રને કહ્યું : ‘આજે મેં એક અદ્દભુત પક્ષી જોયું. ભૂરા આકાશમાં રૂપેરી પાંખો ફફડાવતું એ શ્વેત પંખી મારે ગમે તેમ કરીને જોવું જ છે. ’ ...વધુ વાંચો
ટહુકો - 32
તમે જો એમ માનતા હો કે તમે જૂઠું બોલો છો એની તમને પણ ખબર નથી તો તમે ભીંત ભૂલો તમે જો એમ માનતા હો કે તમે વાતે વાતે જૂઠું બોલો છો એની લોકોને ખબર નથી તો તમે નાદાન છો. વારંવાર જૂઠું બોલવાથી શું લાભ ? પહેલો લાભ એ કે તમને તમારી જાત પ્રત્યે આદર નથી રહેતો. બીજો લાભ એ કે બીજા લોકોને તમારા પ્રત્યે આદર નથી રહેતો. ...વધુ વાંચો
ટહુકો - 33
ઈંગ્લેન્ડના જાણીતા ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજ સાહિત્યના રસિયા હતા. એમને કવિ ટેનિસનનું કાવ્ય ધ વિઝન ઓફ સીન વાંચ્યું. કાવ્ય વાંચીને કવિ ટેનીસનને પત્ર લખ્યો: બીજી બધી રીતે સારી એવી તમારી કવિતામાં બે પંક્તિ આ પ્રમાણે છે: પ્રત્યેક ક્ષણે માણસ મરે છે, પ્રત્યેક ક્ષણે માણસ જન્મે છે. ગણિતશાસ્ત્રીએ પછી લખ્યું: એટલું તો સ્પષ્ટ છે કે આ વાત સાચી હોય તો પૃથ્વીની વસતી એકસરખી જ હોત. વાસ્તવમાં આવું નથી. પૃથ્વી પર મરણપ્રમાણ કરતા જન્મપ્રમાણ થોડુંક વધારે છે. નવી આવૃત્તિમાં એ બે પંક્તિ નીચે મુજબ હોઈ શકે: ...વધુ વાંચો
ટહુકો - 34
વસંત હવે આવી રહી છે. જે મનુષ્ય વસંતની પ્રતીક્ષા કરે તે સાધુ પણ નથી હોતો અને અસાધુ પણ નથી એ તો કેવળ મનુષ્ય હોય છે. શું મનુષ્ય હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ છે? સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે. જે સમાજ શુષ્ક ધાર્મિકતાને પનારે પડે છે તેણે દંભ અને આતંકના પ્રહારો વેઠવા જ પડે છે. દંભ અને આતંકનો ખરો મર સ્ત્રીઓ પર પડે છે. માઓ ઝે ડોંગ કહેતો કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે. શૂદ્રકના વિખ્યાત નાટક 'મૃચ્છકટિકમ્' ની નાયિકાનું નામ વસંતસેના હોય એ સામાન્ય વાત નથી. વસંતઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટ ની ઋતુ છે. ...વધુ વાંચો
ટહુકો - 35
સૂફી ચિંતક ઇદ્રિસ શાહે એમ વાત કરી છે. બે યુવાન પ્રેમીઓ લાંબા વિયોગ પછી ભેગાં મળ્યાં. યુવકે વિરહના ગાળામાં લખેલા પ્રેમપત્રો વાંચવા માંડ્યા. પ્રિયતમા પત્રોના વાચનથી કંટાળી ગઈ. એણે યુવકને કહ્યું, ‘અહીં હું તારી સમીપે બેઠી છું અને તું પત્રો વાંચ વાંચ કરે છે ! આ આપણું છેલ્લું મિલન છે. હવે મને નદી દેખાય છે, પણ પાણી નથી દેખાતું. ’ ...વધુ વાંચો