પ્રસ્તાવના:-સાચા પ્રેમ ની પરાકાષ્ઠા અનેં પ્રેમ ની સાચી પરિભાષા એટલે જ રાધામાધવ નો નિઃસ્વાર્થ ,અલૌકિક અવિરત,અખૂટ,અમાપ અનેં અલભ્ય પ્રેમ અનેં આત્મીયતા થી સ્વેચ્છાએ એનું આજીવન બલિદાન એટલે જ રાધાજી નું કૃષ્ણમય કોમળ વ્યક્તિત્વ.રાધામાધવ વિશે ઘણી બધી જાણકારી આપણનેં છે જ. અનેં ઉત્સવ પ્રસંગે અનેંતહેવારો નાં સાંન્નિધ્ય માં આપણેં કૃષ્ણ પત્ની, કૃષ્ણ પ્રેમી રુક્મણી નેં પણ ભાવ અનેં ભક્તિ થી યાદ કરીએ જ છીએ. પણ, આજે આ રચના અંતર્ગત હું રાધાપ્રેમી રુક્મણીજી વિશે સૌનેં કાંઈક નવીન વાતો થી અવગત કરાવીશ. અનેં મારાં થી કોઈ ત્રુટી રહી જાય તો એની અગાઉ થી મિત્રો મનેં માફ કરશો. વિષય વસ્તુભાગ-1ઉગતા સૂરજ ની સોનેરી કિરણો સાથે

Full Novel

1

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 1

પ્રસ્તાવના:-સાચા પ્રેમ ની પરાકાષ્ઠા અનેં પ્રેમ ની સાચી પરિભાષા એટલે જ રાધામાધવ નો નિઃસ્વાર્થ ,અલૌકિક અવિરત,અખૂટ,અમાપ અનેં અલભ્ય પ્રેમ આત્મીયતા થી સ્વેચ્છાએ એનું આજીવન બલિદાન એટલે જ રાધાજી નું કૃષ્ણમય કોમળ વ્યક્તિત્વ.રાધામાધવ વિશે ઘણી બધી જાણકારી આપણનેં છે જ. અનેં ઉત્સવ પ્રસંગે અનેંતહેવારો નાં સાંન્નિધ્ય માં આપણેં કૃષ્ણ પત્ની, કૃષ્ણ પ્રેમી રુક્મણી નેં પણ ભાવ અનેં ભક્તિ થી યાદ કરીએ જ છીએ. પણ, આજે આ રચના અંતર્ગત હું રાધાપ્રેમી રુક્મણીજી વિશે સૌનેં કાંઈક નવીન વાતો થી અવગત કરાવીશ. અનેં મારાં થી કોઈ ત્રુટી રહી જાય તો એની અગાઉ થી મિત્રો મનેં માફ કરશો. વિષય વસ્તુભાગ-1ઉગતા સૂરજ ની સોનેરી કિરણો સાથે ...વધુ વાંચો

2

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 2

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ)- શું હતો રુક્મણી નાં હૈયા નો વલોપાત ? ક્યાંક નજરે ચડતો અલગ જ વિષાદ નો અહેસાસ.... આગળ:- અનોખા વિષાદ માં વલોવાતી રુક્મણી જ્યારે અનાયાસે દ્વારકાધીશ ને અથડાય છે.. એક અલૌકિક અનુભૂતિ ની મીઠાશ જાણે વાતાવરણ માં ભળી જાય છે. બંન્ને પ્રેમી હૈયા નજરો થી પણ ટકરાય છે, અનેં આખી દ્વારકા નગરી જાણે સ્વર્ગલોક બની જાય છે. રુક્મણી નાં લલાટ(કપાળ) પર ની પરસેવો ની બૂંદો માં દ્વારકા ધીશ નેં જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ જતું દેખાય છે, કેમકે પોતાની પ્રિયતમા પત્ની નાં હૈયાં ને વાંચી લીધું છે એમણે. પણ, એનાં શ્રી મુખ થી જ્યાં સુધી નાં કહેવાય ત્યાં ...વધુ વાંચો

3

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 3

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- આવતીકાલ પર રુક્મણી નાં હાલ છે, કેમ, કળાય રાધાજી નાં વિષય માં સૌની શું છે? હવે, આગળ:- અચાનક પૂછાયેલાં રુક્મણી નાં સવાલ નું દ્વારકાધીશ નેં જરાપણ આશ્ચર્ય નહોતું, એ વાત પર રુક્મણી નેં અપાર આશ્ચર્ય હતું. દ્વારકાધીશ માટે તો રાધા રુક્મણી મિલન ની આ પહેલે થી જ બનાવાયેલી યોજના હતી. યોજના વગર એ કાંઈ કરતાં જ નથી, ક્યારેય નહીં, અનેં એ પણ સૌનાં હિત માં પાર પાડવી, આ તો એમનો સ્વભાવ છે, એ તો કૌરવો અનેં પાંડવો વચ્ચે નાં ધર્મયુધ્ધ વખત થી આપણેં જાણીએ જ છીએ ને?.... રાધા સાથે વિતાવેલાં એમનાં બાળપણનાં સાત વર્ષ અનેં ...વધુ વાંચો

4

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 4

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ):- કોણ લૂંછશે કાના નાં આંસુ? કોણ લાવશે રુક્મણી નેં ભાન માં? હવે આગળઃ દ્વારકાધીશ કાના એ ની જીદ સામે પોતાનું હૈયું ખોલી દીધું. એક સ્ત્રી હઠ સામે દ્વારકાધીશ ભગવાન હોવા છતાં પણ નમી જવું પડ્યું. પણ, એમ કંઈ એ નમેં એવા થોડાં હતાં, આ બધી એમની લીલાં નો એક ભાગ જ તો હતો. પણ, રાધા માટે નાં એમનાં એક એક આંસુ માં એમનાં અનેં રાધા નાં એક એક બલિદાનો ની મીઠી અનેં એ પણ ખરા અર્થની ભીનાશ હતી. એતો ઈશ્વર છે, સર્વેશ્વર છે, એમનાં આંસુ એમણેં જ લૂછવા પડે છે. ભલે ને આપણાં એક એક આંસુ ...વધુ વાંચો

5

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 5

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) ઃ વેદના,વિષાદ,વ્યથા,પ્રણય ની પરાકાષ્ઠા, પરિભાષા, પરિકથા,કેવા કેવા ભારે-ભરખમ શબ્દો ની સુનામી વચ્ચે મિત્રો હું તમનેં મુકી ને ગાયબ થઈ ગઈ. વિચારો નાં વમળો માં હિલોળા લેતાં તમેં સૌ ,ખરેખર...બહું વ્હાલાં છો મારાં એટલે જ જલદી પાછી પણ આવી ગઈ. હવે આગળઃ રુક્મણી નો હાથ છોડાવી દ્વારકાધીશ એમની જવાબદારી ઓ નિભાવવા રાજદરબાર ચાલ્યા.રુક્મણી હવે, મહર્ષિ નારદ નેં મળવા ઉત્સુક મહેલ નાં પ્રાંગણમાં આમતેમ આંટાફેરા કરી રહ્યા છે. રાજકાર્યો ની વાતો પતાવી દ્વારકાધીશે મહર્ષિ નારદ નેં રુક્મણી નાં વિષાદ ની વાત કરી અનેં તેનેં સંતોષવા વિનંતી કરી. ગમે ત્યારે, ફાવે તેમ ફરનારાં અનેં બોલનારાં મહાજ્ઞાની નારદમુની નાં ...વધુ વાંચો

6

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 6

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : વાર્તાલાપ મહર્ષિ નારદ નો ચાલે છે, અનેં તડપી રહ્યા છે રુક્મણી. હવે આગળ: રામાવતાર મહારાણી સીતા નો ત્યાગ કર્યા પછી, રાજા રામે બાકી નાં આખા જીવન દરમ્યાન જે દિવ્ય શ્રીસીતામહાભાવ અયોધ્યા નાં રાજમહેલ માં તડપી તડપી નેં માણ્યો હતો ,એને ક્યાંય ટપી જાય અેવો અદ્ભૂત,અનન્ય, અને અવર્ણનીય શ્રીરાધામહાભાવ કાનો, દ્વારકાધીશ બન્યો અનેં જ્યાં સુધી કૃષ્ણાઅવતાર ને જીવ્યો, એ અંતિમ ક્ષણ સુધી માણ્યો છે. અનેં અેનાં માટે, એ કૃષ્ણાઅવતાર ની રચના સમય થી, વૃજ છોડ્યું, ત્યાર થી વિરહદશાનેં અનુભવવા ઈચ્છતા હતા. આ સત્ય ની જાણ, ફક્ત મહર્ષિ નારદ નેં જ હતી. કારણકે, અવતારકાર્યો ની ...વધુ વાંચો

7

રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 7

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રુક્મણી ની સેના (એટલે બાકી બધી રાણીઓ) રોહિણી મા પાસે રાધાવર્ણન જાણવા જવા આતુર હવે આગળ:- મહેલ માં બીજું પણ કોઈ એવું છે, જે રાધા નાં અસ્તિત્વ નેં હ્રદય થી ઝંખે છે..... દેવકી મા ની પણ, રાધા-મિલન ની પરાકાષ્ઠા :- દેવકી મા પણ, રાધા નેં રુક્મણી ની જેમ જ ઝંખે છે. એક પ્રસંગ ની રજુઆત આ વાત સાબિત કરી દેશે. એકવાર, દ્વારકાધીશ નાં મા એટલે કે દ્વારકા નાં રાજા નાં મા ને પોતાનાં પુત્ર માટે, પોતાનાં હાથે ભોજન બનાવવા ની ઈચ્છા થઈ. કેમકે, પોતાનાં પુત્ર નું બાળપણ તો એ જીવી જ નહોતાં શક્યા. એમણેં ...વધુ વાંચો

8

રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 8

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- સંગઠન બનાવ્યું છે રુક્મણી એ, પટરાણીઓ,દેવકીમા,અનેં બહેન સુભદ્રા નેં એમાં જોડ્યાં છે. હવે, આગળ: સવાર માં મહેલ માં ચાલી રહેલી ધમાલ થી દ્વારકાધીશ વાકેફ છે. અનેં આ દોડાદોડ નોં એ ખુબ જ લાભ ઉઠાવવાનાં છે, એટલેં, ખુબ જ ખુશ છે આજે, એમની મુખમુદ્રા તો જાણે,ખીલેલાં કમળ ની જેમ રોમાંચક છે. એની પાછળ બે રહસ્ય છે. એક, તો એમનાં હ્દય માં વસતાં એમનાં હ્રદયેશ્વરી એ આજે, મહેલ માં સૌનાં હ્દય માં અલૌકિક સ્થાન પામી લીધું છે, સૌનાં હ્રદય નાં ધબકાર જાણેં થોભાવી દીધાં છે. અનેં બીજું, પોતાનાં મનની રાધા જ્યારે આજે, સર્વ ની સમક્ષ આવશે, ...વધુ વાંચો

9

રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 9

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- યોજના થી આયોજન સુધી કાર્ય પડ્યું છે,પાર!! રાધામાધવ મિલન નો શું હશે રોહિણી મા પ્રતિભાવ??? હવે, આગળ : રાધા વર્ણન નું સંગઠન, એનું પ્રબળ આયોજન, અને, યોજના નું સફળ મનોમંથન આ, બધું અલગ પ્રયોજન થી જ પાર પડ્યું હતું. મહેલ નાં દરેક સદસ્યો નાં અલગ અલગ પ્રયોજન હતાં, આ યોજના પાછળ. રુક્મણી સહિત તમામ રાણીઓ ની પત્ની તરીકે, ની એક અલગ ચિંતા, થોડીક હૈયે શંકા અને કુશંકા, દેવકીમા ની પોતાનાં લાલા નાં બાળપણ નેં જાણી અનેં એનેં સંતોષ થી જીવવા ની ઘેલછા. સુભદ્રા નેં પણ, આ, મંગલમિલન અનેં અલૌકિક વાતાવરણ માં વિહરવા નું પ્રયોજન. ...વધુ વાંચો

10

રાધાપ્રેમી રુક્મણી ભાગ -10

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રાધા અનેં કાનો એકબીજા નેં કેવા મળે છે? યશોદા મા તેમનાં લગ્ન નાં મીઠાં જુએ છે!!!! નારદમુની દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર પડેલું જુએ છે!!!! આશ્ચર્ય મુદ્રા માં એમની બુધ્ધિ કંઈક નવું અનુભવે છે!!!!!! હવે, આગળ:- રાધા નેં કાના નાં પીતાંબર અનેં ચુંદડી ની અદલબદલ થી યશોદા મા નેં એમનાં લગ્ન ની લાલચ જાગે છે. કારણકે, લાલા નેં મથુરા નાં મોકલવા નાં એમનાં અરમાન નેં જાણેં પંખ લાગે છે. આ બધી, વાત થી રાજદરબાર માં થી દોડીને આવેલાં દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર ફર્યા કરે છે, અનેં અચાનક થી પ્રગટ થયેલાં નારદમુની કંઈક સવાલ ...વધુ વાંચો

11

રાધાપ્રેમી રુક્મણી ભાગ -11

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- બલિદાનો પછી, પણ, રાધા નો પોતાનાં પર અટલ વિશ્વાસ!! આ બધું સાંભળ્યા પછી, રુક્મણી રાધા પ્રેમ નો થયો અલૌકિક અહેસાસ!! હવે, આગળ : રાધાવર્ણન રોહીણીમા નાં મુખે થી સાંભળી ને, રુક્મણી એકદમ ભાવુક તો થઈ જ ગયા હતાં. નારદમુની નાં વચનામૃત પછી જાણે, એ રાધારાણી, એ ગોવાલણ ની વધુ નજીક જાણે પહોંચી ગયા. એમનો, ગર્વ કે, એમનાં જેટલો પ્રેમ આ સમગ્ર સૃષ્ટી માં દ્વારકાધીશ નેં કોઈ કરી જ નાં શકે, એ ચકનાચૂર થઈ ગયો. હૈયે ઉઠેલા વિવાદ નાં પૂર શમી ગયાં. શંકા નાં વાદળો આંસુ બની દ્વારકા નગરી પર વરસી ગયા. સોનાની દ્વારકા નાં ...વધુ વાંચો

12

રાધાપ્રેમી રુક્મણી ભાગ -12

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : દ્વારિકા નો નવગ્રહ શાંતીયજ્ઞ સુખરૂપ સંપન્ન થઈ ગયો. સર્વકોઈ હવે, હસ્તિનાપુર કુરુક્ષેત્ર માં થનાર શાશ્વત શાંતીયજ્ઞ માટે દ્વારિકા થી પ્રસ્થાન કરી ચૂક્યા છે. હવે, આગળ: નવગ્રહ શાંતીયજ્ઞ ની સમાપ્તિ સુખરૂપ થયાનો દ્વારિકા માં સૌને આનંદ છે. આનંદ ની આ પળો નેં વધારનાર કુરુક્ષેત્ર નો શાશ્વત શાંતીયજ્ઞ હવે, સહું નાં આકર્ષણ નું કેન્દ્ર છે. રાધા-મિલન નું આ છેલ્લું પ્રયોજન પણ છે, અને, આયોજન પણ, છે. યદુકુળવંશ માં સર્વત્ર ખુશી નું વાતાવરણ છે, વૃજવાસી ઓ સાથે નાં મીલન ની ઘડીઓ ગણાવા લાગી છે. કુરુક્ષેત્ર ની આ ભૂમી પર સર્વ રથ નેં ઉભા કરાયા છે. અખૂટ જનમેદની ...વધુ વાંચો

13

રાધાપ્રેમી રુક્મણી ભાગ -13

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : અખૂટ જનમેદની માં રાધા નાં અલૌકિક દર્શન શ્યામસુંદર નેં થાય છે. ભાવુક થઈ જાય રુક્મણી નેં રાધા પાસે મૂકી ત્યાં થી તરત જ ચાલ્યા જાય છે. હવે, આગળ: દ્વારિકાધીશ તો એમની પ્રેમિકા, પ્રિયા, હ્રદયેશ્વરી,માનુની ને એક નજર નીરખી તેમને રુક્મણી નેં સોંપી ત્યાં થી ચાલ્યા ગયાં. પણ, અહીં રુક્મણીનાં હૈયે ધબકાર વધી ગયા. આટલાં મહાન આ માનુની નો હું સામનો કેવી રીતે કરીશ? મારી ઓળખાણ એમનેં કેવી રીતે આપીશ? એમનાં વ્યક્તિત્વ સામે મારી શું લાયકાત? આટ આટલાં દિવસો નાં વલોપાત અનેં તપશ્ચર્યા પછી તો એમનેં મળવા નુંંં સૌભાગ્ય મળ્યું. પણ, એમાં પણ, આ હૈયે, ...વધુ વાંચો

14

રાધાપ્રેમી રુક્મણી ભાગ -14

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- પ્રિયતમ નાં ચરણ માં ઉઝરડાં જોઈ રુક્મણી થઈ છે,ચિંતાતુર! અનેં એમની, આ વ્યથા માં દ્વારિકાધીશ સ્મિત વેરવા છે આતુર!! હવે આગળ :- દ્વારકાધીશ નાં પગ માં મોટાંમોટાં લાલ ઉઝરડાં જોઈ નેં રુક્મણી એકદમ ચિંતા માં ડૂબ્યાં. અને, દ્વારિકાધીશ એમની સામેં જોઈ મંદ મંદ મુસ્કાતા જ રહ્યાં. દેવી રુક્મણી થી આ બંને સહન થયું નહીં. એમણે, દ્વારિકાધીશ નેં ગુસ્સા માં કહ્યું, એક તો, આ ઉઝરડાં ક્યાં થી પાડી લાવ્યા એ કહેતાં નથી, અનેં, મારી ચિંતા પર હસી રહ્યાં છો? સમજાતું નથી મનેં કાઈ? જલદી થી મનેં કાંઈ કહેશો ખરાં? નટખટ નંદકિશોર નેં પોતાની તકલીફ માં ...વધુ વાંચો

15

રાધાપ્રેમી રુક્મણી ભાગ -15

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : રાધા-મિલન પછી પણ, રુક્મણી કેમ આટલાં દુ:ખી છે? દ્વારકાધીશ એમનેં કઈ ભવિષ્યવાણી કહેવા જઈ છે? હવે, આગળ : રાધારાણી ને મળવાની રુક્મણી ની ઈચ્છા પૂરી થઈ ગઈ છતાં પણ, એ બહું દુ:ખી છે,પોતાનેં ધિક્કારે છે,ત્યારે દ્વારિકાધીશ નેં એમની બહું જ દયા આવે છે, એમની ચિંતા થવા લાગે છે. અનેં ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ થી વાકેફ કરવા વિચારે છે. કૃષ્ણાઅવતાર નાં એમનાં આયોજિત તમામ કાર્યો અહીં પૂરાં થઈ જાય છે, અનેં એમની તમામ જગત પ્રત્યે ની જવાબદારી ઓ પણ!!!! વૃદ્ધાવસ્થા નો અહેસાસ એમનેં થવાં લાગ્યો છે. તમામ જવાબદારી ઓ થી મુક્ત થઈ ગયાં છે, એટલે, પોતાનેં ...વધુ વાંચો

16

રાધાપ્રેમી રુક્મણી ભાગ -16

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- અંતિમ વાર્તાલાપની વાત માં દ્વારિકાધીશે શું રહસ્ય છુપાવ્યું છે? જેનાંથી રુક્મણી ખુશ હોવા છતાં છે? હવે આગળ : પોતે રાધારાણી નું જ અસ્તિત્વ છે, એ જાણી નેં રુક્મણી ખુબ જ ખુશ હતાં. પણ, અચાનક થી અંતિમ વાર્તાલાપની નાં દ્વારિકાધીશ નાં શબ્દો એમનાં કાને અથડાયાં. ખુશી ની તંદ્રા તુટી અનેં ચિંતા માં પડ્યાં ત્યારે જ દ્વારિકાધીશે એમનેં પાસે બેસાડ્યા અને કહ્યું, મારી આ છેલ્લી વાત સાંભળતા જાવ દેવી. માનવ અવતાર નો દેહોત્સર્ગ નક્કી જ છે તેમ મારો પણ, આ સમય હવે, આવી ગયો છે. મારાં આયોજિત કાર્યો ની સૂચી હવે, સમાપ્ત થઈ ગઈ છે.અને,ગાંધારી નાં ...વધુ વાંચો

17

રાધાપ્રેમી રુક્મણી ભાગ-17

દ્વારકાધીશ, શ્રી કૃષ્ણ, કનૈયાલાલ, નંદકિશોર, નંદનંદન, બાળકિશોર, ગોપસખા, વાસુદેવ, યદુકુળદિપક, બાલકૃષ્ણ, ગિરિરાજધરણ, મેવાડનરેશ, ડાકોર નો ઠાકોર, વૃજેશ્વર, ગોપાલ, ગોવાળ, પ્રતિપાલ,રાધા પ્રેમી, યશોદાનંદન, દેવકીનંદન, દ્રૌપદી સખા, અર્જુન સખા, પાર્થ સારથી, સુદર્શનચક્રધારી, ગિરિગોવર્ધનધારી, કાલીયદમનહારી, વૃજવાસી, બંસીધર, વ્હાલાં માધવ નાં ગૌલોકગમન પછી, કૃષ્ણાવતાર ની એમની બધી જ લીલાઓ પૃથ્વી પર થી પુરી થઈ હતી. એમનો, કાર્ય સમય ધરતી પર એકસો પચ્ચીસ વર્ષ નો હતો. જે, અહીં સમાપ્ત થયો હતો. જરા નું તીર વાગ્યા પછી, અર્જુન અનેં ગાંધારીનેં મળી એમણે, વૃજ તરફ પ્રયાણ કર્યુ, અનેં ત્યાં થી રાધાજી નેં લઈ સજોડે, ગૌલોકગમન કર્યું. આમ, રાધાપ્રેમી રુક્મણી નો આ અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો