પ્રેમ ની પરિભાષા

(13)
  • 18.8k
  • 2
  • 10.2k

ઘણી વાર આપણે વિચારીએ કે પ્રેમ અથવા તો લાગણી ની કોઈ ચોક્કસ ભાષા હોય છે ખરી..? આ વિષય પર દરેક વ્યકિત ના મંત્વ્ય અલગ અલગ હોય છે , પરંતુ દરેક ના મૂળ મા તો પ્રેમ રહેલો હોય જ છે. ઘણા વ્યકિત માટે પ્રેમ ની ભાષા સારીરિક સુખ હોય છે , તો બીજા માટે એ જ પ્રેમ માનસિક મનોબળ અથવા તો ભરપૂર લાગણીઓ , જે એ વ્યકિત ને જીવન દરમિયાન દરેક મુસીબત સમયે અનુભવાય છે. તમને આ વાર્તા મા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યકિતઓ ની પ્રેમ ની ભાષા પ્રદર્શીત કરી છે.

1

પ્રેમ ની પરિભાષા - 1

ઘણી વાર આપણે વિચારીએ કે પ્રેમ અથવા તો લાગણી ની કોઈ ચોક્કસ ભાષા હોય છે ખરી..? આ વિષય પર વ્યકિત ના મંત્વ્ય અલગ અલગ હોય છે , પરંતુ દરેક ના મૂળ મા તો પ્રેમ રહેલો હોય જ છે. ઘણા વ્યકિત માટે પ્રેમ ની ભાષા સારીરિક સુખ હોય છે , તો બીજા માટે એ જ પ્રેમ માનસિક મનોબળ અથવા તો ભરપૂર લાગણીઓ , જે એ વ્યકિત ને જીવન દરમિયાન દરેક મુસીબત સમયે અનુભવાય છે. તમને આ વાર્તા મા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યકિતઓ ની પ્રેમ ની ભાષા પ્રદર્શીત કરી છે. કાવ્યા એ કચ્છના નાના એવા ગામ મા રહેતી , ...વધુ વાંચો

2

પ્રેમ ની પરિભાષા - 2

રાત ના અઢી વાગ્યે સુધી વાત કર્યા પછી કાવ્યા ને એક સાથે ઘણા બધા વિચાર આવવાં લાગ્યાં , કે શું કરી રહી છે? ને એને કરવાનું શું છે ...!!આપણે લાગે કે કોઈ જોડે વાત કરવાથી શું થવાનું છે કશું જ નહી ,પરંતુ બધી જ વાર્તા આગળ વધી ને એક નવલકથા બની જાય છે માત્ર વાત કરવાથી. સવાર પડતાં કાવ્યા ઘરે તો આવી જાય છે પરંતુ એનું મન તો જાણે ક્યાંક બીજે જ રહી ગયું હોય એવું લાગી રહ્યું હતું. આદર્શ જોડે વાત કરવાથી કદાચ આદર્શ ને કાંઈ જ ફર્ક નહી પડ્યો હોય , પરંતુ કાવ્યા માટે એની જોડે વાત ...વધુ વાંચો

3

પ્રેમ ની પરિભાષા - 3

ઘણા સમયએ આપણે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ આદત થી દૂર રહેવું હોય પરંતુ, એના પ્રત્યે હદ થી પણ લગાવ થઈ ગયો હોય અથવા તો આપણે એને છોડવા ના માગતા હોઈએ. તો કોઇ પણ રીતે આપણે તે વ્યક્તિ અથવા આદત સારી છે એવો ન્યાય આપી દઈએ છીએ. ઘણી વાર તો એવું પણ થાય કે કોઈ વ્યક્તિ ખબર છે કે આપણા માટે યોગ્ય નથી તેમ છતાં આપણે એજ જોઈતું હોય, ને એના વગર જાણે જીવનમાં નહીં રહી શકીએ એવું લાગ્યા કરે. ઘણી વાર તો આ ઇચ્છા હદ થી વધારે વધી જાાય છે. કાવ્યા અમદાવાદ આવી ગઈ હતી તેનું ભણવામાં પણ ...વધુ વાંચો

4

પ્રેમ ની પરિભાષા - 4

કાવ્યા જ્યારે બસ મા બેસે છે ત્યારે જ એના મગજ મા એક સાથે ઘણા બધા વિચારો આવવા લાગે છે. શું એને આદર્શ ને જવાબ આપવો જોઈએ કે...ત્યાં જ આદર્શ નો મેસેજ આવી જાય છે, અને કાવ્યા બધા વિચારો ને સાઈડ મા રાખી ને આદર્શ જોડે વાત કરવા લાગી જાઈ છે. ઘણી વાર આદર્શ ફ્લર્ટ કરે છે, પણ કાવ્યા એને ધ્યાન મા લેતી નથી. એ દિવસે બંને ઘણી વાતો કરે છે અને આદર્શ હર વાત મા "I love you " જ જવાબ આપે છે. કાવ્યા પણ એના પ્રત્યે એવું જ અનુભવતી હતી, પરંતુ તેની મર્યાદાઓ એને આગળ વધતા રોકતી હતી. ...વધુ વાંચો

5

પ્રેમ ની પરિભાષા - 5

કાવ્યા હોસ્ટેલ આવી જાય છે અને એ આદર્શ જોડે વાત કરતી હોય છે. આદર્શ જોડે કોલ મા વાત કરતા ક્યારે એક કલાક થી વધારે સમય જતો રહ્યો એ ખબર જ ના રહી. હજી પણ આદર્શ કાવ્યા ને એક જ વાત પર ભાર મૂકી ને કહી રહ્યો હતો કે "મને તું ગમે છે" , પરંતુ કાવ્યા હજી પણ તેને એજ કહે છે કે આપણે મિત્ર તરીકે રહીએ, હું મિત્રતા બહુ સારી નિભાવું છું. ઘણી બધી વાર વાત થયા પછી પણ આદર્શ એજ વાત પર આવીને ઉભો રહે છે ત્યાર કાવ્યા પોતાની મૂક સંમતિ આપી દે છે. પરંતુ કાવ્યા પોતાની મર્યાદા ...વધુ વાંચો

6

પ્રેમ ની પરિભાષા - 6

કાવ્યા હોસ્ટેલ મા અને કોલેજ મા પોતાનું મન પરોવતી જેથી તેને આદર્શ ના ખ્યાલ કે વિચાર સુધા ના આવે કોઈ દિવસ ના જતો કે એનો ખ્યાલ ના આવ્યો હોય. આમ ને આમ સમય સાથે કાવ્યા ચાલવાની કોશિશ કરે છે. ઘણી વાર બહુ યાદ આવી જાય તો પણ એના ખ્યાલ માત્ર થી દૂર રેવાનો નીરર્થક પ્રયત્ન કરતી.બસ આમ જ સમય જતો હતો પરંતુ કાવ્યા આજે પણ ત્યાં જ હતી જ્યાં આદર્શ લાગણીઓ સાથે છોડી ને ગયો હતો. થોડા દિવસ પછી કાવ્યા આદર્શ જોડે વાત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આદર્શ જાણે કઈ હતું જ નહીં એવી રીતે વાત કરે છે. ...વધુ વાંચો

7

પ્રેમ ની પરિભાષા - 7

કાવ્યા આંખોથી જોયેલું સત્ય પણ જાણે સ્વીકાર ના કરી શકતી હોય એમજ બેસી રહે છે. થોડી વાર તો જાણે થયું જ નથી એવી રીતે ને થોડી વાર જાણે બધું ખત્મ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. મગજ અને ભાવનાઓ વચ્ચે શું કરવું એજ નોતું સમજાઈ રહ્યું, ત્યાં તો યાદ આવે છે કે એ ઘર નું કામ કરી રહી છે હજી બધું બાકી છે ને ,બપોર સુધી મા મહેમાનો પણ અવાના છે. બધા વિચારો એક સાઇડ મૂકી અને ઘર નું કામકાજ મા વ્યસ્ત થવાના નીરર્થક પ્રયત્નો કરે છે પરંતુ સરવાળે શૂન્ય મગજ સાથ દેવા જ ના આપતો હોય એમ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો