ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન

(133)
  • 34.2k
  • 9
  • 19.8k

" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. " તને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ વિશ્વાસને હરહંમેશ માટે કાયમ રાખવા માગું છું. " અધિકે આંશીનો હાથ પોતાનાં હાથ પર રાખીને કહ્યું. આંશીએ જેવો આંખો ખોલી કે, એનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. સામે રહેલાં ટેબલ પર લાલ રંગના સુંદર ફુલોનો ગુલદસ્તો પડ્યો હતો. ટેબલ પર પાથરેલી સફેદ ચાદર પર લાલ રંગના ફુલોની પાંખડીઓ પાથરીને શણગારવામાં આવ્યું હતું. આસપાસ રહેલાં આછાં અંધકારમાં રોશની ફેલાવી રહેલી સુગંધીત મીણબત્તીઓની ગોઠવણી કરવામાં આવી હતી. આંશીની આંખ સામે જાણે ટીવી સિરિયલની માફક કોઈ રોમેન્ટિક ડેટનુ સુટિગ કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. " આટલી સુંદર સજાવટ ! મારી માટે ? " એકાએક આશ્ચર્યથી ઝુમી ઉઠેલી આંશીએ પાછળ ફરીને અધિકને સવાલ કર્યો.

1

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 1

" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. " તને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ ...વધુ વાંચો

2

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 2

અધિકનુ લોહીલુહાણ શરીર પોતાનાં ખોળામાં લઇ અને મૌન બનીને આંશી ત્યાં જ બેઠી હતી. હદયના ભીતરખાને ભભૂકી રહેલું જ્વાળામુખી આંશીને ભીંતરથી બાળી રહ્યું હતું. બે કલાક જેવો સમય થય ગયો છતાં કોઈ વ્યક્તિ મદદ માટે આવ્યું નહીં. એક પળમાં ટેબલ પર બેસીને ફોટા પાડી રહેલાં આંશી અને અધિક અત્યારે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ તે કુદરતનો કેવો પ્રકોપ કહેવાય ? એક પળ માટે જાણે જીવનભરની ખુશી આંશીના જીવનમાં ભરી દીધી હતી અને એક પળ પછી જાણે જીવન સમાપ્ત થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. " અધિક તને યાદ છે, જ્યારે આપણે કોલેજમાં પહેલી વખત મુલાકાત થઈ ...વધુ વાંચો

3

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 3

આંશીને સમજાવનાર આજે એની પાસે કોઈ નહોતું. ગાડી શહેરની ભીડમાંથી પસાર થઈ રહીં હતી. એ હજારો લોકોની રોડ પરની અને ભીડમાં વચ્ચે રહેલી આંશી જાણે કોઈ અજાણ્યા રસ્તે ખોવાઈ ગઈ હોય એવું અનુભવી રહીં હતી. હજારોની ભીડમાં પણ આંશી એકલી હતી. જીવનભરનો સાથ આપનાર એની બકબક સાંભળનાર, એની દરેક જીદ પુરી કરનાર આજે એને છોડીને ચાલ્યો ગયો હતો. બસ એની એક યાદી હાથમાં રહી ગઈ હતી. " પ્લીઝ તમે રડો નહીં. અધિક આપને વારંવાર વિડિયો પર સમજાવી રહ્યો છે. તમે દુઃખી થશો તો એની આત્માને વધુ દુઃખ થશે. તમે એને વધારે દુઃખી જોવા માંગો છો ? " ગાડી ચલાવી ...વધુ વાંચો

4

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 4

આંખી રાત રડી રડીને સોજી ગયેલી આંશીની આંખો બસ આમતેમ અધિકને શોધી રહીં હતી. એનાં મનમાં ચાલી રહેલું સવાલોનું સવાર પડતાં હારીને થાકી ગયું હતું. રોમાએ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર આવી. " આખી રાત અભિમન્યુ સરે પોતાની આંખ પણ બંધ નથી કરી. આસપાસ ન જાણે કેટલી સિગારેટના ખાલી ઠુંઠા ખુરશીની ચોતરફ પડ્યા હતાં. લાકડાની આરામ ખુરશી પર હદયમાં ચાલી રહેલા જ્વાળામુખીના લાવાને રોકીને અભિમન્યુ એક પછી એક સિગારેટના કસ લઈ રહ્યો હતો.‌ રોમાની વાત સાંભળીને આંશીએ એનાં તરફ નજર કરી." એક પુરૂષ કદાચ રડીને એનું દુઃખ વ્યક્ત ન કરી શકે પણ ભિતરખાને રહેલી એના ગુસ્સાની આગમાં એ બળ્યાં ...વધુ વાંચો

5

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 5

અંતિમ સંસ્કારની બુઝાવા આવેલી રાખને એકીટશે ત્યાં બેસીને આંશી નીહાળી રહીં હતી. હદયના ભીંતરમા એ આગ વધુને વધુ ઉગ્ર રહી હતી. હાથમાં પહેરેલી ડાયમંડ રિંગ એ વારંવાર અધિકની સ્મૃતિઓને તેની નજીક લાવી રહીં હતી. " મન થઈ રહ્યું હશે કે, એ વ્યક્તિને શોધીને એનુ ખુન કરી નાખું જેણે અધિક સાથે આવું કર્યું.‌" આંશીને એકલી બેઠેલી જોઈ બાજુમાં આવેલી રોમાએ બુઝાવા આવેલી આગ તરફ નજર કરતાં કહ્યું.‌ " હા એને સવાલ પુછવો છે કે, આવું શું કામ કર્યું ? " આંશીએ બાજુમાં આવેલી રોમાના સવાલનો જવાબ આપ્યો. આગ લગભગ બુઝાવા આવી હતી. એમાંથી થોડો ધુમાડો નીકળી રહ્યો હતો. આંખમાં રહેલા ...વધુ વાંચો

6

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 6

" અધિકને શું થયું હતું ? " બાંકડા પર બેસીને સુમિત્રાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં અભિમન્યુને સવાલ કર્યો. સુમિત્રાનો અને એની આંખમાં રહેલી મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા હતાં. " અધિકનુ ખુન કરવામાં આવ્યું છે. " અભિમન્યુએ નીચું માથું કરીને સુમિત્રાની વાતનો જવાબ આપ્યો. " શું ખુન ? અધિકનુ ખુન કોઈ શું કામ કરે ? અધિક જેવો છોકરો આજકાલ બહું ઓછો જોવા મળે છે. જે પોતાનું વિચારતાં પહેલાં બીજાનો હરહંમેશ વિચાર કરે. મારી દિકરીની જિંદગીમાં ખુશી ભરનાર એનો હરહંમેશ સાથ આપનાર અને મને માથી વિશેષ દરજ્જો આપનાર છોકરો આજકાલ ક્યાં મળે છે. " સુમિત્રાએ અધિકને યાદ કરતાં એની સાથે સંકળાયેલી ...વધુ વાંચો

7

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 7

અભિમન્યુએ રૂમમાં ચોતરફ નજર કરી અને દરેક દિવાલ પર અધિક અને આંશીના યાદગાર ફોટા વડે દિવાલને શણગારવામાં આવી હતી. ફોટા જોતાં કોઈ પણ મજબુત મનનાં વ્યક્તિની આંખમાં પણ આંસુ લાવી શકે. આ ફોટા જોઈ અને અભિમન્યુને એટલું દુઃખ થઈ રહ્યું હતું તો, આંશી પર આવી પડેલાં દુઃખની કલ્પના માત્રથી અભિમન્યુને ભીંતરથી દુઃખની લાગણી સાથે ગુસ્સો પણ આવી રહ્યો હતો. " અધિક પર હુમલો થવાનો હતો, એનાં પર મેં કેમ ધ્યાન ન આપ્યું ? હું શું કામ એની સાથે હોટલમાં ન ગયો ? હું જો હોટલમાં ગયો હોત તો, કદાચ આજે અધિક આપણી વચ્ચે હોત. " અભિમન્યુએ દિવાલ પર જોરથી ...વધુ વાંચો

8

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 8

ઉંડો શ્વાસ ભર્યો અને હિમ્મત એકઠી કરીને એણે ડાયરી શોધી. એ ઘરમાં રહેલી યાદોં સાથે વધારે સમય એકલા પસાર કરતાં એ ઝડપભેર બહાર નીકળી ગયો. હાથમાં રહેલી ડાયરી સાથે અભિમન્યુ પોતાની ગાડીને પાર્કિંગમા રાખી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. આંશીના રૂમમાં પ્રવેશ કરતાં એનાં પગ બે ઘડી ત્યાં જ અટકી ગયાં. હાથમાં રહેલી ડાયરી અને પલંગ પર નિસ્તેજ હાલમાં મૌન બનીને સુતેલી આંશી વચ્ચે દસ પગલાંની દુરી હતી. એ દુરી અભિમન્યુને પોતાનાં ભુતકાળમાં વધુને વધુ ગરકાવ બનાવી રહીં હતી. " આંશી સવાલ કરશે પણ એનો જવાબ હું શું આપીશ ? હું મારા કામમાં નિષ્ફળ ગયો ! મેં અધિકનુ ધ્યાન ન રાખ્યું." ...વધુ વાંચો

9

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 9

આંશીનો એકાએક બદલાયેલો સ્વભાવ જોતાં વ્હેંત અભિમન્યુના આશ્ચર્યનો પાર ન રહ્યો. " બેટા તારી તબિયત સારી નથી. ડોક્ટર ઘરે ના પાડી રહ્યા છે. તું જીદ કરીને તારી તબિયત વધું ખરાબ કરી રહીં છે. " સુમિત્રાએ રૂમમાં અંદર પ્રવેશ કર્યો અને આંશીને સમજાવી રહ્યાં હતાં. " મમ્મી મને હવે સારૂં છે. હું અધિકને વધારે દુખી કરવા નથી માંગતી. હું મારૂં ધ્યાન રાખી શકું છું. " સુમિત્રાના સવાલ પર આંશીએ થોડાં ધીમાં અવાજે જવાબ આપ્યો. " તમે ખરેખર ઠીક છો ? એક વખત ડોક્ટર રજા આપે તો ઘરે જઈ શકીએ નહીં તો એક દિવસ વધુ રોકાણ થશે. " અભિમન્યુએ હાથમાં રહેલી ...વધુ વાંચો

10

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 10

આંશીનો ફોન વારંવાર રણકી રહ્યો હતો. " બેટા ફોન પર કોઈ જરૂરી કામ હશે. તું એક વખત વાત તો લે. " સુમિત્રાએ વારંવાર રણકી રહેલાં ફોનના અવાજને સાંભળીને આંશીના રૂમમાં પ્રવેશ કરતાં કહ્યું. આંશીએ જાણે સુમિત્રાની વાત ન સાંભળી હોય એવું વર્તન કર્યું. એકીટસે દિવાલ પર રહેલાં અધિક સાથે પોતાનાં ફોટા તરફ નજર કરીને સુન્ન બેઠી હતી. " મારી હસતી રમતી ફુલ જેવી દિકરીની બે દિવસમાં કેવી હાલત થઈ ગઈ છે. " સુમિત્રાએ આંશીના માથા પર હાથ ફેરવતાં કહ્યું. સુમિત્રાના ખોળામાં માથું રાખીને આંશી પોતાની લાગણીને આંસુ સ્વરૂપે વ્યક્ત કરવા લાગી. " અધિકના પ્રેમને તું આમ આંસુ વડે વેડફીને ...વધુ વાંચો

11

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 11

આજની સવારમાં થોડી અલગ રોશની હતી. આંખ સામે જાણે બારી પાસે અધિક આવીને ઉભો હતો. " મને બર્થ-ડે વિશ કરે ? આ વખતે હું પણ એક ગિફ્ટ માંગીશ. તારે મને એ ગીફ્ટ ફરજિયાત પણે આપવું પડશે. " અધિકે પોતાનાં સફેદ શર્ટનો કોલર સરખો કરતાં આંશીને કહ્યું. " મેં રાત્રે બાર વાગ્યે તને હેપ્પી બર્થડે કહ્યું હતું. આ વખતે થોડી અલગ પ્રકારથી જન્મદિવસની ઉજવણી કરીએ. આ વખતે તું મને એક ગીફ્ટ આપજે, મારા જન્મદિવસ પર હું તને એક ભેંટ આપીશ. " આંશીએ થોડાં ઉદાસ અવાજે પોતાનો હાથ આગળ કરીને અધિક પાસે માંગણી કરતાં કહ્યું. " બહુ ચાલાક છોકરી છે, અભિમન્યુની ...વધુ વાંચો

12

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 12

આંશીએ પોતાની આંખમાં રહેલાં આંસુને લૂછતાં, મનોમન હિમ્મત એકઠી કરીને દિવાલના સહારે બેઠી થઈ. મનમાં ચાલી રહેલાં જાતજાતના સવાલો દુઃખનું વમળ વધુને વધુ ઉગ્ર બની રહ્યું હતું. પોતાનાં જીવનમાં ખુશી ભરનાર એકમાત્ર અધિક જેને એ પોતાનું સર્વસ્વ માનતી હતી,એ એકાએક એનાં જીવનમાંથી ચાલ્યો ગયો. હાથમાં રહેલી ડાયમંડ રિંગ તરફ આંશીની નજર એકીટશે જોયા કરતી હતી. બંધ આંખે જાણે અધિક જમીન પર બેસીને એને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. ચોતરફ સુગંધિત ગુલાબનાં ફૂલ અને પ્રેમની સરવાણી એમાં ચાર ચાંદ લગાવી રહીં હતી. વર્ષો પહેલાં દિલનાં ભીતરમાં ક્યાંક સપનું જોયું હતું કે, કોઈ રાજકુમાર મારી જિંદગીમાં આવે અને મને બધાંની ...વધુ વાંચો

13

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 13

સુમિત્રાના મનમાં રહેલો ડર ધીમે-ધીમે વધી રહ્યો હતો. હોલમાં ઉભાં રહીને આંશીના રૂમ તરફ જેવી નજર કરી ત્યાં આંશી આગળ ઉભી રહીને પોતાનાં હાથમાં રહેલાં ડ્રેસને બતાવીને વાતો કરી રહીં હતી. સુમિત્રાના મનમાં આંશીની માનસિક સ્થિતિ વિશે સતત ચિંતા વધી રહીં હતી. " હું કેવી લાગું છું ? " આછા પીળા રંગનો ડ્રેસ પહેરીને એકદમ સિમ્પલ તૈયાર થયેલી આંશીએ પોતાનો દુપટ્ટો સરખો કરતાં અધિકને સવાલ કર્યો. " જાણે આકાશમાંથી ઉતરી આવેલી કોઈ જાદુઈ પરી. " આંશી તરફ એકીટશે નજર કરતાં અધિકે એની વાતનો જવાબ આપ્યો. " દર વખતે એક જ બોરિંગ કોમ્પલીમેન્ટ આપવાનું ? " અધિકનો જવાબ સાંભળીને આંશીએ ...વધુ વાંચો

14

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 14

અભિમન્યુએ એકાએક જોરથી ગાડીને બ્રેક મારી અને આંશીનો હાથ તરત એનાં ગિઅર પર રહેલાં હાથ પર ગયો. અભિમન્યુએ આંશી નજર ત્યાં એની આંખોમાં અધિકના ભુતકાળને જાણવાની ઝંખના વધી રહી હોય એવું લાગી રહ્યું હતું. " હે ભગવાન! એકાએક શું થયું ? આગળ રસ્તા પર જુઓ મારી તરફ શું જુઓ છો ? " અભિમન્યુના હાથ પર રહેલો પોતાનો હાથ આંશીએ એકાએક દુર કર્યો અને અભિમન્યુને કહ્યું. અભિમન્યુને કપાળમાં પરસેવો વળવા લાગ્યો. ગાડીને ફરીથી ચાલું કરી અને રોડની એક તરફ સાઈડમાં ઉભી રાખી. " અહિયાં ગાડી ઉભી રાખવાનું કોઈ ખાસ કારણ ? " અભિમન્યુએ એકાએક ગાડીને સાઈડમાં રાખતાં જોઈ આંશીએ આશ્ચર્યથી ...વધુ વાંચો

15

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 15

અભિમન્યુ જેવો જમીલ ભાઈ તરફ આગળ વધ્યો ત્યાં, એકાએક જમીલ ભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યાં હતાં. અભિમન્યુએ પોતાની રાખેલી ગન લોડ કરી અને આસપાસ નજર કરી. જમીલ ભાઈ છેલ્લો શ્વાસ લઈ રહ્યાં હતાં. દિવાલના સહારે એ પીઠ ટેકાવીને પડ્યાં હતાં. ઝડપભેર દોડીને એમની પાસે ગયો. આસપાસ નજર કરી પણ કોઈ વ્યક્તિ દેખાયું નહીં. અભિમન્યુને પાસે આવતા જોઈ જમીલ ભાઈએ એને ત્યાંથી ચાલ્યાં જવાનો ઈશારો કર્યો. " કોણે કર્યું આ બધું ? જમીલ ભાઈ બોલો જલ્દી! કોણે કર્યું ? " અભિમન્યુએ જમીલ ભાઈનાં પેટ પર લાગેલાં ચાકુ પર પોતાનો રૂમમાં રાખીને વહેતાં લોહીને રોકવાનો પ્રયત્ન કરતાં સવાલ કર્યો. " ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો