કળિયુગના યોદ્ધા નવલકથા પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો બદલો લેવા માટે એકઠી થયેલી એક ફૌઝની વાર્તા છે જે માને છે કે પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો જાતે જ લેવાનો છે અને આજ કારણે તે ગુનેગાર બની જાય છે . દિવસેને દિવસે યોદ્ધાઓની સંખ્યા વધતી જાય છે સાથે સાથે ગુનાખોરી પણ વધતી જાય છે . ક્રાઈમ નોવેલ વાંચવાના શોખીન માણસોનું સ્વાગત છે .

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

કળિયુગના યોદ્ધા - 1

જય શ્રી સ્વામિનારાયણ નવી વાર્તાની પ્રસ્થાવના પહેલા હું મારા એ સર્વે વાંચક મિત્રોનો આભાર વ્યક્ત કરવા માગું છુ કે લેખનની દુનિયામાં આગળ વધી રહેલા મારા જેવા લેખકને આવકાર્યો અને સતત પ્રોત્સાહન પુરુ પાડ્યુ . તમારા સૌના પ્રોત્સાહન , સૂચનો અને અભિપ્રાયના પરિણામે મને આગળ વધવાની અને સતત લખતા રહેવાની પ્રેરણા મળી અને હું તમારી સામે મારી દ્વિતીય નવલકથા " કળિયુગના યોદ્ધા " પ્રસ્તુત કરવા જઈ રહ્યો છુ એનો મને આનંદ છે . આ નવલકથા લખવા માટે મને ઘણીબધી જગ્યાએથી પ્રેરણા મળી છે . હાલ તો એમાંથી કોઈ મારી આ વાર્તા વાંચી રહ્યા નથી છતા હું એમનો આભાર માનું છુ ...વધુ વાંચો

2

કળિયુગના યોદ્ધા - 2

પ્રકરણ -2 હર્ષદ મહેતાની હત્યા પછીનો દિવસ હતો . આખા શહેરમાં હર્ષદ મહેતાની ખોફનાક હત્યાના સમાચારો વાયુવેગે ફેલાઈ રહ્યા કદાચ આજ પાવર હશે પૈસાનો , કારણકે રોજે મુંબઇ જેવા મોટા શહેરો માં હજારો માણસો ચોરી-લૂંટફાટ , રોડ અકસ્માત અને ભૂખમરાના લીધે મરે છે પરંતુ એમની દરકાર લેવા વાળું કોઈ નથી હોતુ . કોઈ સમાચાર પત્રો વાળાને કે પેલા સત્યની પીપુડી વગાડતા મીડિયા વાળાને કોઈ પડી નથી હોતી . જ્યારે આજે તો ' મુંબઇ સમાચાર ' તથા અન્ય પ્રમુખ સમાચાર પત્રોની હેડલાઈન હતી " શહેરના પ્રખ્યાત બિઝનેસમેન હર્ષદ મહેતાની રહસ્યમય હત્યા કરનાર નિર્દય હત્યારો કોણ હશે ...!!? " બાજુમાં એ ...વધુ વાંચો

3

કળિયુગના યોદ્ધા - 3

પ્રકરણ ૩ ઇન્સ્પેક્ટર કુમાર પોતાના ખાસ સાથી ઇન્સ્પેક્ટર પાટીલ સાથે જીપમાં બેસી હર્ષદ મહેતાના ઘરે જવા નીકળ્યા ત્યાં ડઝનેક રેપોર્ટરો એમને ઘેરી વળ્યાં . અને એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવવા લાગ્યા . "મુંબઇ પોલીસ શુ કામ કરી રહી છે ...? " " હત્યાના આટલા સમય પછી પણ હત્યારા વિશે કોઈ માહિતી કેમ નથી ...!? " બીજાએ પૂછ્યુ " કે પછી દર વખતની જેમ મીઠાઈ( લાંચ ) ઘરે પહોંચી ગઈ છે ..? ' કોઈ ત્રીજા એ પૂછ્યું આ ત્રીજું વાક્ય સાંભળતા જ કુમારનો મગજ છટક્યો કુમાર કાંઈ બોલે એ પહેલા જ પાટીલે મીડિયાને જવાબ આપી દીધો " તપાસ ચાલુ ...વધુ વાંચો

4

કળિયુગના યોદ્ધા - 4

ફ્લેશબેક :- આગળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર પાટીલ સાથે ક્રાઇમ સાઈટ નિરીક્ષણ માટે જાય છે . જ્યારે તેઓ ચડીને ઉપર હર્ષદ મહેતાના કમરામાં જવા જાય છે એજ સમયે મયુર મહેતા કોઈ સાથે ફોનમાં ધીમેધીમે વાત કરતો હોય છે અને અચાનક ચક્કર આવી જતા નીચે પડી જાય છે , કુમાર દોડીને એને પકડી લે છે હવે આગળ ... ભાગ ૪ શરૂ..... કુમારને મયુરની આ હરકત આંખમાં ચુભવા લાગી કારણે કે ઘણાખરા કિસ્સાઓમાં પૈસાદાર પરિવારમાં માત્ર પૈસા માટે પોતાના જ પરિવારના સદસ્યોના ઓનર કિલિંગના હજારો દાખલા કુમારે જોયા હતા . તેથી આ પણ કદાચ આવો જ કોઈ કેસ હોઈ શકે ...વધુ વાંચો

5

કળિયુગના યોદ્ધા - 5

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર અને પાટીલ ક્રાઇમ સાઈટ વિઝીટ માટે ગયા હતા ત્યાં જુનિયર ફોરેન્સિક હાજર હતો જેને હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણથી થયુ છે . કુમાર ડોકટરને લઈને એસી આઉટડોર પાસે લઈ ગયા , ત્યાં ટેરેસ પર કોઈના પગલા હતા . હવે આગળ... ભાગ ૫ શરૂ... હર્ષદ મહેતાના રોયલ ટચ સંગેમરમરના ઇટાલિયન માર્બલ વાળા મહેલમાં છત પર જુનિયર ફોરેન્સિક ડોક્ટર એ.સી. આઉટડોરની તાપસ કરી રહ્યો હતો અને પાટીલ એ બધી ઘટનાનુ બારીકાઇથી નિરીક્ષણ કરી રહ્યા હતા . બીજી તરફ કુમાર એક નોકર સાથે નીચેના માળે કે જ્યાં થોડા સમય પહેલા શોકસભા ચાલુ હતી ત્યાં ...વધુ વાંચો

6

કળિયુગના યોદ્ધા - 6

ફ્લેશબેક : પાછળના ભાગમાં આપણે જોયુ કે કુમારે મયુરને તલાશી લેવા માટે મનાવી લીધો હતો . મયુરે બધી ઘટના કહી સંભળાવી હતી . હવે આગળ પ્રકરણ-૬ કુમાર અને પાટીલ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે બપોરના જમવાનો સમય થયો હતો . તેથી પાટીલે કુમારને કહ્યુ " કુમાર સાહેબ , જમવાનો સમય થઈ ગયો છે , તો ચાલો જમીને પછી જ આગળનું કામ શરૂ કરીએ " " અમ્....એક કામ કરો પાટીલ તમે મેસમાં પહોંચો હું બસ પાંચ મિનિટમાં આવ્યો ." આટલું કહીને કુમાર પોલીસ સ્ટેશન અંદર ચાલ્યા ગયા અને પાટીલ કેન્ટીનમાં ચાલ્યા ગયા . કુમારે અંદર પોલીસ સ્ટેશનના એવીડન્સરૂમમાં જઈને ' હર્ષદ ...વધુ વાંચો

7

કળિયુગના યોદ્ધા - 7

ફ્લેશબેક : પાછળના ભાગમાં આપણે જોયુ કે કુમાર અને પાટીલ હર્ષદ મહેતાના ઘરેથી કેન્ટીન જમવા માટે ગયા હતા ત્યાં છોકરો એમની વચ્ચે થયેલી વાતચીત કોઈ બુકાનીધારીને ફોન કરીને જણાવી રહ્યો હતો અને કૃષ્ણયુગના સમયથી થઈ રહેલા અન્યાયની વાત કરી છોકરાને અન્યાયનો બદલો જાતે લેવા માટે ઉકસાવી રહ્યો હતો . કોણ છે બુકાનીધારી ? અને શુ છે એનો ઉદેશ્ય ? જાણવા માટે વાંચતા રહો નવલકથા " કળિયુગના યોદ્ધા " ભાગ ૭ શરૂ... પાટીલ અને કુમાર જમીને પાછા પોલીસ સ્ટેશન આવ્યા . મુંબઇ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનથી પણ જુના આ પોલીસ સ્ટેશનમાં આઝાદ પછી એક નાનકડી સ્વીચ પણ બદલી ન હોય એમ ...વધુ વાંચો

8

કળિયુગના યોદ્ધા - 8

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં ડોકટર વિક્રમે હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણ છે એમ જણાવ્યુ હતુ .હર્ષદ મહેતાને ઊંઘની દવા હતી અથવા કોઈ દ્વારા અપાઇ હતી જેના પરિણામે ગૂંગણામણ થવા છતા સુતા રહ્યા અને અંતે મૃત્યુ પામ્યા . હવે આગળ ... પ્રકરણ ૮ વિક્રમના રિપોર્ટ અનુસાર અને જુનયર ડોકટરે AC પાઇપ માંથી લીધેલા સેમ્પલ મુજબ એક વાત ધ્યાનમાં આવી હતી કે આ ઝેરી ગેસ ACની લાઇન દ્વારા જ રૂમમાં આવ્યો હતો અને હર્ષદ મહેતા બેહોશ હોવાથી એમને ક્યારે ગૂંગળામણ થઈ અને ક્યારે પ્રાણપંખેરૂ ઉડી ગયું એ પોતાને જ ખબર ના રહી ! આગળ શુ થયુ એતો તમે જાણો જ છો ...વધુ વાંચો

9

કળિયુગના યોદ્ધા - 9

ફ્લેશબેક :- પાછળના ભાગમાં જોયુ કે કુમાર અને પાટીલ ફરી પૂછપરછ કરવા વસંતવિલામાં જાય છે જ્યાં ફરી પોલીસની હાજરીમાં પર બુકાનીધારીનો ફોન આવે છે જે પોલીસ પાસ જૂઠુ બોલવા જણાવે છે . હવે આગળ .. ભાગ ૯ મખ્ખનસીંગ જીપ લઈને પોલીસ સ્ટેશન જવા નીકળ્યા .બીજી તરફ કુમાર અને પાટીલ સેરખાનને લઈને વસંતવિલા માંથી નીકળી ગયા . મુંબઈની ગરમીમાં તપી રહેલા રસ્તા પર દોડી રહેલુ બુલેટ એક કેફે પાસે જઈને ઉભુ રહ્યુ . કુમાર અને પાટીલને સાથે આવતા જોઈને કોફીનો માલિક હાજર થયો અને ખુશી થી બોલ્યો " અરે કુમાર પાટીલની જોડી આજે અહીંયા ...જરૂર કૈક ખાસ કારણ હશે ..." ...વધુ વાંચો

10

કળિયુગના યોદ્ધા - 10

ફ્લેશબેક :- પાછળના ભાગમાં આપડે જોયુ કે હર્ષદ મહેતાના ઘરમાં કોઈ પણ વ્યક્તિ એમના શરીરમાં મળેલી ઊંઘની દવા વિશે નહતુ. તેથી એના અંગે ગુપ્ત તપાસ કરવા કુમાર અને પાટીલ રોકી પાસે ગયા હતા . પાટીલને કૈક એવી વસ્તુ મળી હતી જેના ઉપર ઊંઘની દવાનું પ્રમાણ મળ્યુ હતુ . રોકીના કેફમાં જતી વખતે કોઈ સ્ત્રીએ કુમાર સામે જોઇને નજર ફેરવી લીધી હતી . હજી કુમાર અને પાટીલ હજી બોમ્બે કેફમાં બેઠા હતા . હવે આગળ ... પ્રકરણ ૧૦ શરૂ.... બહુત બદનામ હૈ મેરા નામ , અંજાન હૈ મેરા કામ , કિસકો ખબર કોણ હું મેં ....ક્યુકી અંજાન હું મેં હા...હા...હા...હા..... ...વધુ વાંચો

11

કળિયુગના યોદ્ધા - 11

ફ્લેશબેક : પાછળના ભાગમાં જોયુ કે બુકાનીધારીના માણસો પોલીસની હરએક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા . પરંતુ કેમ એ કોઈ જાણતુ નહતુ . પોલીસને હવે રોકીની મદદ દ્વારા બે વસ્તુ ગોતવાની હતી , એક કે એસી સાથે છેડછાડ કોને કરી હતી ? અને હર્ષદ મહેતાને ઊંઘની દવા કોને આપી હતી ? હવે આગળ .... પ્રકરણ ૧૨ ( ભાગ ૧૧ ) ચાલુ.... મારુતિ સેલ્સ અને સર્વિસ માંથી હર્ષદ મહેતાના ઘરે એસી રીપેર કરવા ગયેલા માણસ વિશે તપાસ કરવી સરળ કામ હતું અને તપાસ ખુલ્લેઆમ કરી શકાય એમ પણ હતુ તેથી આ કામની જવાબદારી કુમાર અને પાટીલે લીધી . બીજી ...વધુ વાંચો

12

કળિયુગના યોદ્ધા - 12

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં જોયુ કે કુમાર અને પાટીલ મારૂતિ ઇલેક્ટ્રોનિકસમાં એસી રીપેર કરવા જનાર વિશે પૂછપરછ કરવા ગયા જાણવા મળ્યુ કે તે દિવસે અહીંયાથી એસી રીપેર આપમેળે થઈ ગયુ છે એવો ફોન આવ્યો હતો. જે નંબર પરથી ફોન આવ્યો હતો એના પર ફોન કરતા મોબાઈલ ફોર્મટ થઈ ગયો . અને ખાલી હાથે પાછા આવ્યા . હવે આગળ ..... પ્રકરણ 13 રોકીએ કુમાર પાસેથી પોતાને જોઈતી માહિતી મેળવી લીધી હતી તેના અનુસંધાને પોતાના કામગીરી શરૂ કરી દીધી હતી . રોકીને જાણવાનુ હતુ કે હર્ષદ મહેતાને મર્ડરની આગળની રાત્રે ઊંઘની દવા કોણે આપી હતી ? સૌ પ્રથમ શરૂઆત હર્ષદ મહેતાના ...વધુ વાંચો

13

કળિયુગના યોદ્ધા - 13

ફ્લેશબેક : પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે વોર્ડબોયનો પીછો કરીને એને દારૂ પીવડાવીને હર્ષદ મહેતાના શરીરમાં મળેલી ઊંઘની દવા પુછપરછ કરતા કોઈ અસ્પષ્ટ નામ બોલી બેહોશ થઈ જાય છે. અને થોડી જ ક્ષણોમાં રોકી બહાર જતા જાણે કઈ થયું ન હોય એમ ઉઠીને કોઈને ફોન કરે છે , જે બુકાનીધારી જ હોય છે. હવે આગળ .. ભાગ ૧૩ શરૂ ડાન્સબાર માંથી બહાર નીકળતી વખતે લગભગ રાતના બે વાગી ગયા હતા મુંબઈનું ટ્રાફિક થોડું શાંત થઈ ગયુ હતુ અને ધીમો ઠંડો પવન વાય રહ્યો હતો આથી રોકી પોતાના ખિસ્સા ફંફોડવા માંડ્યા જેથી એ સિગરેટની કાઢીને પી શકે . રોકી સિગરેટનું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો