એક ચુટકી સિંદુર કી કિંમત’ પ્રકરણ-પહેલું/૧ ‘ના... ના... ના.... નહીં.. કોઇ કાળે નહીં..નહીં....ને નહીં જ મળે. ‘તું જ સમજાવને આઆ આમાં ક્યાં..કોઈ શબ્દ,સરગમ કે સ્વરનો તાલમેળ બેસે છે ? કોઈ શબ્દરચનાનો બંધ બેસતો પ્રાસ નથી....અને આત્મવિશ્વાસની અનુપસ્થિતિ, સૂર સરગમની જુગલબંધીના આરોહ અવરોહને અવરોધીને અસંતુલિત કરે છે. આઆ….આ બંદિશ તો નહીં બને, પણ બંદી જરૂર બનાવશે. રીતસર આંખે ઊડીને વળગે એવી પાબંદીનો સંકેત આપે છે. આઆઆ...આ રચના સ્વરબધ્ધ નહીં થાય, કેમ કે, એ પ્રારબધ્ધથી પર છે. સિતારના તાર તૂટે છે, કેમ કે કિસ્મતમાં સિતારા ખૂટે છે. સહજીવન કઠીન બનશે કેમ કે, ધીમે ધીમે કર્મનો કંઠ કર્કશ થતો જાય છે.’અકળામણના પરાકાષ્ઠાની પરિસીમા તૂટતાં
Full Novel
એક ચુટકી સિંદૂર કી કિંમત - 1
એક ચુટકી સિંદુર કી કિંમત’ પ્રકરણ-પહેલું/૧ ‘ના... ના... ના.... નહીં.. કોઇ કાળે નહીં..નહીં....ને નહીં જ મળે. ‘તું સમજાવને આઆ આમાં ક્યાં..કોઈ શબ્દ,સરગમ કે સ્વરનો તાલમેળ બેસે છે ? કોઈ શબ્દરચનાનો બંધ બેસતો પ્રાસ નથી....અને આત્મવિશ્વાસની અનુપસ્થિતિ, સૂર સરગમની જુગલબંધીના આરોહ અવરોહને અવરોધીને અસંતુલિત કરે છે. આઆ….આ બંદિશ તો નહીં બને, પણ બંદી જરૂર બનાવશે. રીતસર આંખે ઊડીને વળગે એવી પાબંદીનો સંકેત આપે છે. આઆઆ...આ રચના સ્વરબધ્ધ નહીં થાય, કેમ કે, એ પ્રારબધ્ધથી પર છે. સિતારના તાર તૂટે છે, કેમ કે કિસ્મતમાં સિતારા ખૂટે છે. સહજીવન કઠીન બનશે કેમ કે, ધીમે ધીમે કર્મનો કંઠ કર્કશ થતો જાય છે.’અકળામણના પરાકાષ્ઠાની પરિસીમા તૂટતાં ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 2
પ્રકરણ-બીજું/૨વૃંદા સંઘવી.સાવ કોરી પાટી અને સીધી લીટી જેવું વૃંદાનું જીવતર અને ઘડતર. છળ-કપટ, ષડ્યંત્ર, લુચ્ચાઈ, લઇ લેવું, પડાવી લેવું કોઈપણ વૃતિથી તે બિલકુલ અજાણ. નરી આંખે જોઈ શકાય એવી ઊઘાડી કિતાબ જેવા નિર્મળ સ્વચ્છ પાણી જેવા વૃંદાના વાણી,વર્તન અને વિચારો. તેના મોજ શોખ ખુબ જ માર્યાદિત. આમ કહો તો નહીંવત જ કહી શકાય. એક સંગીત અને સાહિત્યના સાનિધ્યમાં તે સમય અને સ્થળનું ભાન પણ ભૂલી જતી. સંગીત તેનો શ્વાસ અને સાહિત્ય તેના ધબકારા. કયારેક તો એટલી તન્મય થઈ જતી કે લંચ કે ડીનરનો ટાઈમ સ્કીપ થઇ જતો છત્તા તેનું ભાન સુદ્ધાં નહતું રહેતું. થોડી અંતર્મુખી પણ ખરી. ભાગ્યેજ કોઈની ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 3
પ્રકરણ- ત્રીજું/૩એ પછી...અધૂરું અનુસંધાન વૃંદા અને મિલિન્દ બન્નેને સંબંધ સેતુની ખૂટતી કડી જેવું લાગ્યું. ખાસ કરી વૃંદાને. વૃંદાને ખુશી વાતની હતી કે, મકરંદ સર થકી તેના ચહીતા સંગીત રસિક મિત્રના પરિચયમાં આવવાનો અવસર મળ્યો હતો. વૃંદાનું માનવું હતું કે જેમ કોઈ અંધ અને અભણ બન્ને સરખા તેમ સંગીતથી અજાણ અને અજ્ઞાન વ્યક્તિ માનવ સહજસંબંધના પાયાના મુલ્યોથી વંચિત હોય. કોઈપણ સંગીતજ્ઞ માટે વૃંદાને સાહજિક રીતે આદર અને માન ઉપજતું. નેક્સ્ટ ડે..વૃંદા અને મિલિન્દ વચ્ચેના ટેલીફોનીક વાર્તાલાપ દરમિયાન નિર્ધારિત થયેલાં સમયાનુસાર બન્ને આવી પહોચ્યાં સંગીત વિદ્યાલય. મલ્ટીકલર પ્રિન્ટેડ વ્હાઈટ કોટન કુર્તીમાં વૃંદા સિમ્પલ અને સોબર લાગતી હતી. અને ડાર્ક બ્લ્યુ કલરના જીન્સ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 4
પ્રકરણ- ચોથું/૪સ્હેજ નિરાસાના સૂર સાથે વૃંદા બોલી,‘આઈ નો... મિલિન્દ બટ યુ સે ગૂડબાય. મતલબ કે હવે આપણે ફરી કયારેય મળીએ, તું એમ કહેવાં માંગે છે ?મિલિન્દ થોડીવાર ચુપ રહ્યા પછી બોલ્યો,‘વૃંદા તારા જવાબમાં મને ગુલઝારની એક ખુબ ગમતી ગઝલના શબ્દો સ્મરે છે.‘વક્ત રહેતા નહીં કહીં ટીક કર, ઉસ કી આદત ભી આદમી સી હૈ.’‘વૃંદા, મકરંદ સરના આજ્ઞાની હું કોઈપણ સંજોગોમાં અવગણના ન જ કરી શકું. કારણ કે, મકરંદ સરના ઉપકારની બાદબાકી કરું તો મિલિન્દ માધવાણી શૂન્ય વગરના એકડા જેવો છે. બાકી સત્ય કહું તો મને મારા ખુદ માટે સમય નથી. મારો પૂરો પરિવાર મારા પર નિર્ભર છે. અને મારો ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 5
પ્રકરણ-પાંચમું/૫એક દિવસ રવિવારની સવારે નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ મિલિન્દ ફ્લેટની બહાર નીકળી કમ્પાઉન્ડમાં આવ્યો, ત્યાં સોસાયટીના ગેઇટ પાસે કેશવ તેની કારના ફ્રન્ટ ગ્લાસને સાફ કરી રહ્યો હતો. કેશવની નજર મિલિન્દ પર પડતાં જ બૂમ પાડી...‘ઓયે.. ચલ આવી જા. આજે તારી બોણીથી સન્ડેની શુભ શરૂઆત કરીએ.’‘અરે યાર શું કામ ફોગટમાં ડીઝલનો ધુમાડો કરે છે. ? હું જતો રહીશ ટ્રેઈનમાં.’ નજીક આવતાં મિલિન્દે જવાબ આપ્યો.‘અરે... તું મને ચા નહીં પીવડાવે ? તો ફોગટનો ધુમાડો શાનો ? ચલ આવ બેસ કારમાં.’ હસતાં હસતાં કેશવ બોલ્યો. કેશવ, કેશવ કાપડીયા. ત્રીસ વર્ષીય અપરણિત કેશવ મૂળ ગુજરાતનો વતની પણ ફિલ્મીજગતની ચકાચૌંધથી અંજાઈને હીરો બનવાની લાયમાં ભરાઈ પડ્યો મુંબઈમાં. ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 6
પ્રકરણ-છ્ત્ઠું/૬‘હેં.. શું વાત કરે છે ? એવું તે વળી શું થવાં જઈ રહ્યું છે ? શું કર્યું ગોવિંદે ? મિલિન્દે પૂછ્યું.‘હજુ સુધી તો કર્યું નથી પણ, મને જાણકારી છે ત્યાં સુધી ટૂંક સમયમાં કંઈ ધડાકો ન કરે તો જ સારું.’ આગામી દિવસોની ગંભીરતાનો અંદેશો આપતાં કેશવ બોલ્યો. ‘કેવી જાણકારી ? આતુરતાથી મિલિન્દે પૂછ્યું.‘ગોવિંદ ટપોરી લોકો સાથે ભળીને નાની મોટી ભાઈગીરી કરતો ત્યાં સુધી તો ઠીક છે, પણ મને એક વીક પહેલાં એવાં કન્ફર્મ ન્યુઝ મળ્યા છે કે, કોઈ મોટી લાલચના રવાડે ચડીને તેની ટોળકી કોઈ દિલ્હીની ગેંગ સાથે મળીને ડુપ્લીકેટ કરન્સીની હેરાફેરીનો પ્લાન ઘડી રહી છે. અને ત્યાં સુધીના મેસેજ છે ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 7
પ્રકરણ-સાતમું/૭‘પ્લીઝ ચિત્રા બોલ, ડોન્ટ ક્રિએટ મોર સસ્પેન્સ. આઈ કાન્ટ વેઇટ.’ વૃંદાને કોયડા જેવું કુતુહલ જાણવાની અધીરાઈ હતી. ‘એ મેગેઝીનના પ્રકાશનનો પ્રારંભ આપણી દિલ્હીની નવી ઓફીસની સાથે થશે એટલે, તારે દિલ્હી શિફ્ટ થવું પડશે.’ ચિત્રાએ ખુલાશો કરતાં કહ્યું. ‘ઓહ... નો.’ સ્હેજ નિરાશાના ભાવ સાથે આટલું બોલી ચુપ થઇ ગઈ.વૃંદાના ચહેરા પર અસંતુષ્ટિની સંજ્ઞા જોઇ ચિત્રાએ પૂછ્યું,‘કેમ શું થયું વૃંદા ? આ તો તારું મેગા ડ્રીમ હતું ? તો પછી કેમ આટલી નારાજગી ?‘હતું નહીં, હજુ પણ છે જ. પણ આ શહેર સાથે મારા રૂટ્સ જોડાયેલા છે. યુ નો વેરી વેલ. મારી એકલતાનો એક જ સાથીદાર છે. આ મારું મુંબઈ. અહીંનો સન્નાટો ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 8
પ્રકરણ-આઠમું/૮મિલિન્દનો હાથ ઝાલી હુંફાળા સ્પર્શ સાથે સાંત્વનાના શબ્દ સથવારે વૃંદા બોલી,‘આ તારી સર્વશ્રેષ્ઠ સ્વરાંકન વિહીન બંદિશને જ બહાર લાવવાં મને આ સમય જોઈતો હતો. કોણ કહે છે કે, તું જીવંત નથી ? તારા આદર્શથી તારું જીવન સંગીતમય છે, પણ મ્યુટ છે. મિલિન્દ આપણે સૌ ઈશ્વરના એક જાયન્ટ મેરી ગો રાઉન્ડમાં પોતપોતાની બેઠક પર બેઠાં છીએ. અને સમયનું ઘટનાચક્ર જેમ જેમ ફરતું જાય એમ સ્થાન અને પરિસ્થિતિનું પરિવર્તન થતું રહે. તું બહુ જલ્દી નિરાશ થઇ જાય છે. મનોવ્યથાને મેગ્નીફ્લાય ગ્લાસથી જોવાની તને આદત પડી ગઈ છે, કારણ વગર કણને મણ કરી નાખે છે. અને પછી કહે છે, પણ.. પણ..પણ. જો ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 9
પ્રકરણ-નવમું/૯‘પ્લીઝ, જસ્ટ એ મિનીટ.’ એમ કહી મિલિન્દ મિતાલીનો કોલ રિસિવ કરતાં બોલ્યો.‘હેલ્લો.’ ‘અરે...ભઈલા ક્યાં છે તું ? મમ્મી ક્યારની ચિંતા કરે છે. ટાઈમ તો જો.અને ફોન આપું છું મમ્મીને,વાત કર.’ એમ કહી મિતાલીએ સેલ આપતાં વાસંતીબેન બોલ્યા,‘મીલું, ક્યાં રહી ગયો દીકરા ? કેમ આજે આટલું મોડું ? કંઈ તકલીફ તો નથી ને ?’‘અરે મમ્મી, કંઇક જ પ્રોબ્લમ નથી. એક મિત્ર સાથે વાતોમાં વળગ્યો છું. બસ આવ્યો કલાકમાં.’ મિલિન્દે જવાબ આપ્યો. ‘અરે ભાઈ એવો તે કયો મિત્ર અને કેવી વાતો છે કે, અમને પણ ભૂલી ગયો ? હસતાં હસતાં વાસંતીબેને પૂછ્યું.‘એ ઘરે આવીને કહું. પણ તું જમી લે જે. પ્લીઝ.’ ‘ના, તું આવ પછી સાથે ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 12
પ્રકરણ-બારમું/૧૨‘મતલબ કે, એક સદ્ધર અને સંપતિ સંપ્પન પરિવારની એકમાત્ર દીકરી હોવા છતાં તેમનામાં મિલકતની મોટાઈ અથવા ઊંચનીચના ભેદભાવનો અંશ નથી. લાસ્ટ યર ચિત્રા મેડમના ફેમીલી સાથે જયારે અમે સૌ બે દિવસ માટે મહાબળેશ્વર ગયા હતાં ત્યારે મને વૃંદા મેડમની પ્રશાંત અને તરલપ્રકૃતિનો પરિચય થયો. મારી સમજણ મુજબ જ્યાં સુધી હું તેના અંગતસ્વભાવથી અવગત છું, તેના પરથી એટલું કહી શકું કે, તું જેટલો તેમની નજીક છે ત્યાં સુધી કોઈ સરળતાથી ન પહોંચી શકે.’‘મતલબ ?’ મિલિન્દે પૂછ્યું,‘મિલિન્દ, હવે તને નથી લાગતું કે છતી આંખે તું અંધની ઓવર એક્ટિંગ કરી રહ્યો છે ? વૃંદા મેડમનો ફ્રેન્ડ તું છે, અને એ પણ ક્લોઝ. ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 10
પ્રકરણ-દશમું/૧૦ બીજા દિવસની સવારે...બેઠકરૂમમાં મૂકેલાં બેડને અડીને ગોઠવેલી આરામ ખુરશીમાં ટેશથી લંબાવી,ચાની ચુસ્કીઓ સાથે તેમની આગવી સ્વભાવગત વાંચન શૈલીની માથું ઊંધું ઘાલીને કનકરાય સમાચારપત્ર વાંચવામાં મશગૂલ હતાં. વાસંતીબેને કિચનમાં નાસ્તો બનવતાં બનાવતાં બેઠકરૂમની દીવાલ ઘડિયાળ પર નજર કરીને જોયું તો સમય થયો હતો સવારના ૭:૨૦. એટલે ઘરના મુખ્ય દરવાજાની બહાર ઓસરીમાં સાફ સફાઈ કરતી મિતાલીને સ્હેજ ઊંચાં અવાજમાં કહ્યું.‘દીકરા, ભયલુને ઉઠાડ. ઓફિસે જવાનું મોડું થશે તો દોડાદોડ કરી મુકશે સવારના પ્હોરમાં.’બેઠકરૂમમાં દીવાલને અડીને તેની પથારીમાં ચાદરથી માથું ઢાંકીને સૂતેલાં મિલિન્દ પાસે જઈ, હળવેકથી તેના પગના તળિયા પર આંગળીઓ ફેરવી ગલગલીયાં કરવાની ચેષ્ઠા કરતાં, મિલિન્દ ટુંટીયું વાળતાં બોલ્યો..‘એય.. બિલાડી..સવાર સવારમાં તારા નખરાં ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 11
પ્રકરણ-અગિયારમું/૧૧આ વાક્ય સાંભળીને મિલિન્દ બોલ્યો...‘અરે..યાર હવે તો ફરી ચા પીવી પડશે.’ આ સાંભળી કેશવે હસતાં હસતાં પૂછ્યું ‘કેમ, દિમાગમાં સર્કિટ થઇ ગઈ ? એમ કહી પેલા ફકીરને પૂછ્યું,‘અરે બાબા તુમ કયું ખડે હો ગયે ?’‘બસ, તુમ્હારી ચાય નસીબ મેં થી તો પીલી. અબ ફિર કભી ભોલેનાથ કા આદેશ હુઆ ઔર ઇસ તરફ આઉંગા, તો જરર મિલેંગે.’‘અરે બાબા ઠહેરો એક મિનીટ.’ એમ કહી કેશવ રેસ્ટોરન્ટના કાઉંટર પર જઈ એક લંચ પાર્સલ પેક કરવાનો ઓર્ડર આપ્યા પછી ફકીરને કહ્યું,‘બાબા વહાં સે આપકે ખાને કા પાર્સલ લે લો.’ ફકીર ગયો એટલે કેશવે મિલિન્દને પૂછ્યું.‘હવે મને એ કહે તો કે બાબા એ જયારે લડકીનું નામ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 13
પ્રકરણ-તેરમું/૧૩આજની મધુર મુલાકાત પછી વૃંદાનું મિલિન્દ માટે લાલચુ અને લુચ્ચું બની ગયેલું મન તેના કહ્યામાં નહતું. હવે મિલિન્દ સોચ અને સ્મરણની પ્રાથમિકતા બની ગયો હતો... બેડ પર સૂતા સૂતા ઈયર ફોન પર સોંગ પ્લે કરીને ધીમે ધીમે સ્વપ્ન સરિતામાં સરી ગઈ....‘ક્યોં નયે લગ રહે હૈ યે ધરતી ગગન... મૈને પૂછા તો બોલી યે પગલી પવન.. પ્યાર હુઆ ચુપકે સે, યે ક્યા હુઆ ચુપકે સે..’પણ, મિલિન્દને ઊંડે ઊંડે એવો આભાસ થયો કે, તેના ધીમી ગતિના ધબકારા બન્નેની સંગતિની નિકટતાનું નહીંવત અંતર અને ભવિષ્યના સંભવિત ગાઢ અને ગૂઢ અનુરાગ તરફ અંગુલીનિર્દેશ કરીને વ્હાલના વારસદાર બનતાં તલવારની ધાર પર સ્નેહાકર્ષણને સંતુલિત કરવાનો સંકેત ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 14
પ્રકરણ-ચૌદમું/૧૪નેક્સ્ટ ડે..ગઈકાલે રાત્રે મિલિન્દે કોલ પર ૭:૩૦ નો સમય આપ્યો હતો પણ વૃંદા પંદર મિનીટ પહેલાં જ આવી મિલિન્દની બિલ્ડીંગની સામેના પાર્કિગમાં કાર પાર્ક કરી મિલિન્દના કોલની પ્રતિક્ષા કરતી હતી.‘ક્યાં છો ?’ ઠીક ૭:૩૫ વાગ્યે મિલિન્દનો કોલ આવતાં પૂછ્યું.‘બસ, તારી નજર સામે જ. આમ જો સામે પાર્કિંગમાં.’ એમ કહી કારમાંથી વૃંદાએ રોડની સામે છેડે ઊભેલાં મિલિન્દ તરફ તેનો હાથ ઊંચો કરી હવામાં હલાવતા સંકેત આપ્યો.કેરફુલી મિલિન્દ રોડ ક્રોસ કર્યા પછી આવી કારમાં બેસતાં પૂછ્યું,‘તું કયારે આવી ?‘જસ્ટ બીફોર ફિફ્ટીન મિનીટ્સ, તને કશે જવાની ઉતાવળ તો નથી ને ? વૃંદાએ પૂછ્યું.‘ખાસ તો નહીં પણ, દસ વાગ્યા સુધીમાં ઘરે પહોંચવાની ગણતરી ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 15
પ્રકરણ- પંદરમું/૧૫કેશવના આટલાં જ શબ્દો સાંભળતાં મિલિન્દ પથારીમાંથી સફાળો ઊભો થઇ ગયો.એવું તે શું બન્યું હશે કે મોડી રાત્રે આવ્યો ? કંઇક ચિત્ર-વિચિત્ર વિચારો સાથે કોઈની ઊંઘમાં ખલેલ ન પહોંચે એમ હળવેકથી બારણું ઉઘાડી બહાર આવતાં ધીમા સ્વરમાં કેશવ બોલ્યો..‘અહીં આવ આ તરફ ? બન્ને ચાલની પરસાળ પસાર કરી છેડાના એક કોર્નર પાસે આવતાં ધીમા અવાજ અને ચિંતિત ચહેરા સાથે કેશવે પૂછ્યું..‘કંઈ મેસેજ મળ્યા ? ‘ક્યા મેસેજ ? શું થયું ? કેશવના ચહેરાના હાવભાવ અને અવાજ પરથી મિલિન્દને એટલો અંદાજ તો આવી જ ગયો હતો કે, નક્કી કોઈ બેડ ન્યુઝ છે. વધતાં ધબકારા અને અધીરાઈ સાથે મિલિન્દે પૂછ્યું.એક ઊંડો શ્વાસ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 16
પ્રકરણ-સોળમું/૧૬કડવી પણ નગ્નસત્ય, દીવા જેવી સ્પષ્ટ અને પત્થરની લકીર જેવી કેશવની વાતને મિલિન્દે મનોમન સમર્થન આપ્યાં પછી બન્ને છુટા ઘરે પહોંચતા પહેલાં જશવંત અંકલ સાથે પણ વિસ્તારથી વાત શેર કરી પણ, તેના સંદર્ભમાં જશવંતલાલે આશ્વાસન આપતાં એક જ વાત કહી, ‘જો ભાઈ, આ તો હાથીની સુંઢમાંથી શેરડીનો સાંઠો ઝૂંટવવાની વાત છે એટલે...જો બીત ગઈ સો બાત ગઈ એમ સમજીને દિમાગને બીજી દિશા તરફ લઇ જા.’ મિલિન્દને થયું કે જો અનુભવી જશવંત અંકલે હાથ ઊંચાં કરી દીધા તેનો મતલબ હવે આ પળોજણ પર પૂર્ણવિરામ મૂક્યાં સિવાય કોઈ આરો નથી. બીજા દિવસે મિલિન્દનો બર્થ ડે હતો. પણ આ બનાવથી સૌના મનમાં રંજના ગજનું ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 17
પ્રકરણ-સત્તરમું/૧૭‘અરે વો ગોવિંદ કા બચ્ચા સાલો તક લાપતા રહા તો... ક્યા પાંચ લાખ મે, મેં પૂરી જિંદગી ઉન કે કી ગુલામી કરું ક્યા ? સ્હેજ કડક તેવર બતાવતાં શરદ પાંડે બોલ્યોકેશવને લાગ્યું કે કૂતરાને હક્ડવા ઉપડે અને બચકું ભરે એ પહેલાં તેના ડાચામાં હાડકું ઠોંસી દેવુ ઠીક રહેશે એટલે તરત જ બોલ્યો..‘કલ સુબહ અગિયાર બજે તક મેં આપકો એક લાખ રૂપિયે દે રહા હૂં. બાકી બાત હમ બાદ મેં ફુરસત સે કરેગે. પર અબ યે ગોવિંદ કા કિસ્સા આપકે હલક સે બહાર નહીં આના ચાહિયે.’ ‘અરે.. તુમ ઈતને સમજદાર હો ઇસીલિયે તુમસે બાત કરને મેં મજા આતા હે. અબ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 18
પ્રકરણ- અઢારમું/૧૮શશાંકના અનપેક્ષિત પ્રશ્નાર્થથી સ્હેજ પણ અચંબિત કે વિચલિત થયાં વગર વૃંદાએ શાંત ચિતે સહજતાથી જવાબ આપ્યો...‘યસ.. પાપા.’ આટલું આંખો અને ગળગળા સ્વરમાં શશાંક માત્ર એટલું બોલી શકયા,‘આટલી મોટી થઇ ગઈ મારી દીકરી...? હજુ તો ધરાઈને વ્હાલભરીને જોઉં ત્યાં વિદાયવેળાનો વખત આવી ગયો ? આટલો જલ્દી ? વૃંદાને શશાંકના શબ્દોના કંપનમાં એક બાપની ભારોભાર ભાવવશતાની વેદના સાથે તેના કર્મોને આધીન થઈને વૃંદાના જ્ન્માધિકાર જેવા વાત્સલ્યથી વંચિત રાખ્યાંના વસવસાના સૂર સંભળાતા હતાં.છતાં... વૃંદા બોલી. ‘સોરી પપ્પા, તમે અને મમ્મી બન્ને, તમારાં અહંમની આડમાં સમયચક્રના બે પૈડા બની, આંખો બંધ કરી, એકબીજાની વિરુધ્ધ દિશામાં ફરતાં રહ્યાં અને હું, ચુપચાપ પીસાતી રહી એ બે પૈડાની ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 19
પ્રકરણ-ઓગણીસમું/૧૯‘પણ..વૃંદા તે થોડીવાર પહેલાં એમ કહ્યું કે, મિલિન્દને તો કદાચ, એ પણ ખબર નથી કે, તું તેને પ્રેમ કરે અને તેમ છતાં તારું એ એકતરફી આટલું તટસ્થ ડીસીસન લેવાનું કારણ મને ન સમજાયું. મિલિન્દ પ્રથમ પગથિયે પગ માંડે એ પહેલાં તું સડસડાટ કરતી છેલ્લે પગથિયે પહોંચી જાય એ તને કંઇક અજુગતું નથી લાગતું ? અને માની લઈએ કે, આવતીકાલે મિલિન્દ તેની કોઈ મજબૂરી આગળ ધરીને પીછેહઠ કરી લ્યે તો..?શશાંકના શાતિર દિમાગે વૃંદાને તેના પક્ષે મજબુત લાગતાં કેસની સૌથી નબળી કડી પકડી પાડતા કહ્યું,બસ.. આ મુદ્દાનો ઉલ્લેખ થતાં જ વૃંદાની વેગીલી અસ્ખલિત વાણી, વિચાર પર સજ્જડ બ્રેક લાગી ગઈ. અત્યાર ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 20
પ્રકરણ- વીસમું/૨૦કેશવનું ગર્ભિત વિધાન સાંભળી, અચરજ સાથે ચિત્રાએ પૂછ્યું,‘ક્યા આધારે કહો છો, કેશવ ભાઈ ? આગ, રમત અને મમતના ભેદ સમજાવશો ? વૃંદાના અનુરાગના ગણિતમાં કોઈ ભૂલ-ચૂક તો નથી ને ? અને આ તો સગપણની શરૂઆત પહેલાં જ સોનામાં સુગંધ ભળી ગઈ છે, તો હવે કોઈપણ ‘અટકળ’ નો અંદાજ અસ્થાને છે.ચિત્રાના સવાલનો સચોટ જવાબ આપતાં કેશવ બોલ્યો... ‘સોનામાં સુગંધ નહીં, પણ સુગંધમાં સોનું ભળ્યું હોય એથી પણ ઉત્તમ અહોભાગ્યની વાત છે. માત્ર મિલિન્દ નહીં, કોઈને સ્વપ્ને પણ ન સ્ફુરે કે, વૃંદા મેડમ જેવી વ્યક્તિ મિલિન્દની જીવનસંગની બની શકે ? રૂબરૂ સાંભળ્યા પછી પણ હજુ મને આ વાત દિવાસ્વપ્ન જેવી લાગે ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 21
પ્રકરણ-એકવીસમું/૨૧‘જીજી..જી હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’ચુમાળીસ હજાર વોટ વીજળીના આંચકા જેવું આ એક વાક્ય સાંભળતા જ...મહત્તમ જળ મર્યાદા પાર કર્યા પછી વિશાળ અને અતળ જળાશય તેની પ્રવાહના શક્તિ પ્રદર્શન પર આવી જતાં, જયારે મજબુત કિલ્લા જેવા બાંધની દીવાલો પણ તેના પ્રચંડ પૂર પ્રવાહની તાકાતને રોકવામાં અસમર્થ થઇ જાય પછી જે કલ્પના બહારની તારાજી સર્જાય... બસ એવી જ વસ્તુસ્થિતિનું નિર્માણ વૃંદાની આસપાસ આકાર લઇ રહ્યું હતું. ખુદનું બાઘા જેવું પ્રતિબિંબ આઇનામાં જોતાં.... શરૂઆત થઇ સ્વ સાથેના સંવાદની ‘મિલિન્દ માધવાણીની પત્ની ?’ ના... ના.. આઆ..આ મિલિન્દયો મજાકના મૂડમાં છે. મેં ગુસ્સો કર્યો એટલે, હું ગુસ્સાને ગળી જાઉં એ માટે સાલાએ આ તરકીબ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 22
પ્રકરણ- બાવીસમું/૨૨સતત છેલ્લાં એક કલાકથી જશવંતલાલે તેના અંદાજમાં જીગરી દોસ્ત જગન રાણાની જિંદગીની અકલ્પનીય ચડાવ ઉતારનો જે રીતે વિસ્તારથી આપ્યો એ સાંભળી થોડીવાર માટે મિલિન્દ સમય અને સ્થળનું ભાન ભૂલી જતાં બોલ્યો...‘એએ....એક મિનીટ અંકલ, વાસ્તવિક જિંદગીના રંગમંચ પર પણ કોઈ આવું કિરદાર નિભાવી શકે ? તમે કહ્યું છતાં હજુ પણ મારા માન્યામાં નથી આવતું. નિયતિ આટલી નિષ્ઠુર પણ હોઈ શકે ? મારાં રૂંવાડા ઊભા થઇ ગયાં અને દિમાગ સૂન થઇ ગયું છે’‘હવે તને લાગે છે કે, આપણે સાચી દિશા તરફ જઈ રહ્યાં છીએ ? ઊભા થતાં જશવંતલાલ બોલ્યાં...‘અંકલ...તમે જેટલી જિંદગી જીવી છે, એટલી તો મેં જોઈ પણ નથી. પણ આવી ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 23
પ્રકરણ- ત્રેવીસમું/૨૩થોડીવાર સુધી મિલિન્દ ચુપચાપ જોયા કર્યો એટલે દેવલે પૂછ્યું,‘શું જુઓ છો ?બે સેકન્ડ પછી મિલિન્દ બોલ્યો.‘સાંભળ્યું હતું કે, છો, પણ આટલા રૂપાળા હશો એ નહતી ખબર.’સ્હેજ શરમાઈને દેવલે પૂછ્યું..‘હવે મુદ્દાની વાત પર આવીએ ? ‘જી, જરૂર પણ એ પહેલાં હું તમને સાંભળવા ઈચ્છું છું એ પણ નિસંકોચ અને તમે પણ ખાતરી રાખજો કોઈપણ પ્રશ્ન પર અલ્પવિરામ મૂક્યાં વગર હું નિસંદેહ શ્રાવક બનીને સાંભળીશ.’ મિલિન્દ બોલ્યો.થોડીવાર ચૂપ રહ્યાં પછી દેવલ બોલી...‘અહીં આવો સોફા પર બેસીએ... પછી હું અતીત અધ્યાયના અન્યાયનો આરંભ કરું.’ બન્ને સોફા પર બેઠાં, બે મિનીટ મીંચેલી આંખો ઉઘડ્યા પછી એક ઊંડો શ્વાસ લઇ દેવલ બોલી...‘ભોળપણમાં ભાન ભૂલ્યા પછી.... ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 24
પ્રકરણ- ચોવીસમું/૨૪ બ્રેકફાસ્ટ પૂરું કર્યા પછી ઊંભા થતાં મિલિન્દ બોલ્યો...‘મારા સ્વભાવગત વિચારો શેર કરી, મારે કહેવું છે.’ ‘હા.. હા.. બોલ દીકરા.’ જશવંતલાલ બોલ્યાં..‘લગ્ન, આપણા સમાજ અને સંસારિક જીવનના પાયાની એક અનિવાર્ય પારમ્પરિક પ્રમાણિત પ્રથા છે, છતાં’યે તેના વિશે મેં આજ દિન સુધી વિચાર સુદ્ધાં નહતો કર્યો, ન કરવાનું કારણ અસ્થિર અર્થવ્યવસ્થા. જીવનને માણવા કરતાં જવાબદારીનું ભારણ વધુ હતું. અને મારી પ્રાથમિક ફરજ પણ. પણ જયારે આજે કુદરતની અકળ લીલાએ ફરજના ફલક સામે બાથ ભીડવા ઈશ્વરીય સંકેત સાથે આપ વડીલોના આશિર્વાદનો અભિલાષીનો અધિકારી બન્યો છું, છતાં હું મારી ઓળખ ગુમાવવા નથી માંગતો.હું આર્થિકશક્તિ પ્રદર્શનનો વિરોધી છું. અને જો આપની આજ્ઞા ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 25
પ્રકરણ- પચ્ચ્ચીસમું/૨૫હસતાં હસતાં મિતાલી બોલી એટલે મિલિન્દ સમજી ગયો કે, જશવંત અંકલે આસાનીથી ખેલ પાડી દીધો છે. મિલિન્દના ચહેરા સ્મિત જોઈ દેવલે પૂછ્યું‘શું થયું ?’ ‘ખબર યે હૈ કિ, આગે કા રસ્તા સાફ ઔર હવામાન ખુશનુમા હૈ.. હમારી યાત્રા શુભ રહેગી.’ હસતાં હસતાં આગળ બોલ્યો.. ‘લાગે છે પપ્પા માની ગયા છે.. ચલ આપણે જઈએ.’કારમાંથી ઉતરતાં દેવલ બોલી‘થેંક ગોડ....લાઈફમાં ગમે તેવી સુખ- સમૃદ્ધિ હોય પણ મા-બાપના આશીર્વાદ વિના બધું અધૂરું છે. અચ્છા ચલો. મને પણ તેમને મળવાની ખુબ ઉત્સુકતા છે.’મિતાલી બેઠકરૂમની બહાર ઓસરીમાં આવી કાગડોળે ઉત્કંઠાથી મિલિન્દને જોવા અધીરી થઇ ગઈ.‘અરે..તું ત્યાં ઊભી શું કરે છે.. ઝટ એક થાળીમાં કંકુ-ચોખા મૂકી દીવો ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 26
પ્રકરણ-છવીસમું/૨૬ગળા સુધી દેવલને ખાતરી હતી કે, વૃંદાનો ઉલ્લેખ થતાં મિલિન્દની ફરતે પ્રશ્નો અને પરેશાનીની પરત વીંટળાઈ જશે. મિલિન્દ જાણે છુપા અપરાધ ભાવની લાગણીથી પીડાઈને દેવલ સાથે આંખ નહતો મિલાવી શકતો. દેવલનો આશય મિલિન્દના ભૂતકાળની ઉલટ તપાસ કરવાનો નહતો. પણ, દેવલ એવું ઇચ્છતી હતી કે, જો મિલિન્દ અજાણતાથી વિપરીત સમય સંજોગનો શિકાર થઇ કોઈ અસ્પષ્ટ અનુબંધનના બંધનમાં બંધાઈ ગયો હોય તો, ત્રિશંકુ અને શંકા સંપ્રદાય જેવા સંબધોનું ત્વરિત સ્પષ્ટિકરણ કરવામાં અસમંજસતા અને અસમર્થતા અનુભવતા મિલિન્દને કોઈ મધ્યમ માર્ગ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો તેનો પુરેપુરો હક્ક પણ છે, અને ફરજ પણ. મિલિન્દને પ્રત્યુતર આપવામાં વિલંબ થતાં દેવલ સમજી ગઈ કે, ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 27
પ્રકરણ- સત્યાવીસમું/૨૭ઉખડેલા શ્વાસ અને અશ્રુ સ્થિર કરી.. વૃંદાએ કોલ ઉઠાવ્યો..એટલે ઠપકાથી સંવાદની શરૂઆત કરતાં શશાંક સંઘવી બોલ્યા....‘અરે, દીકરા ત્રણ હું સુપ્રીમ કોર્ટના અંતરિમ ચુકાદાની માફક હું તારા કોલની વેઇટ કરું છું, અને તારો એક મેસેજ પણ નથી.. એ મિલિન્દ છે કોણ ? કે જેના પ્રેમમાં તલ્લીન થઇ પિતાને ભૂલી ગઈ ? લગ્ન પહેલાં આ હાલત છે તો લગ્ન પછી શું થશે હેં ? મારો કેસ નબળો પડે એ પહેલાં મિલિન્દને જ અરજી કરવી પડે કે શું ? વ્હાલની વહેંચણીના સમયે સ્મરણસૂચીમાં સ્વજનનું નામ લખતાં ભુલાઈ જાય એવી ભૂલ થાય ? આમાં વાંક મિલિન્દનો છે, એટલે મિલિન્દને જ પૂછીશ કે, ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 28
પ્રકરણ-અઠ્યાવીસમું/૨૮‘તારી જાણ ખાતર કહી દઉં..... દેવલને બધી જ ખબર છે.’સંભાળતા જ જશવંતલાલ બોલ્યાં..‘હેં...અલ્યાં ભારે કરી... આ તારી દીકરી તો સવાઈ નીકળી હો.’એટલે નમ્રતાથી જગન બોલ્યો..‘મારી નહીં.. કેસરની. કોઈને ખવડાવીને રાજી થવાનો ગુણધર્મ રક્તકણમાં લઈને અવતરી છે, દેવલ. દેવની દીધેલ છે એટલે પારકાને પોતાના કરી, રાજીપામાં ખુશ રહેવાની કળા સારી રીતે આવડે છે. કોઈ અજાણ્યાંને પણ દુઃખી ન જોઈ શકે. જાત જલાવી દે પણ એક સિસકારો ન સંભળાય.એવી છે દેવલ.’‘આટલી નાની ઉમરમાં આટલી પીઢતા અને પરિપક્વતા જોઈને એવું લાગે જાણે કે કોઈ દંતકથા સાંભળી રહ્યો છું.’ જશવંતલાલ બોલ્યાં‘આ બધી કર્મની લીલા છે, દોસ્ત. ‘આભાર’ જેવું હથિયાર હાથવગું રાખી, કાયમ હળવો ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 29
પ્રકરણ- ઓગણત્રીસમું/૨૯‘ઓહ.. માય ગોડ..’ તમે એસ્ટ્રોલોજર છો કે જાદુગર ? માત્ર નંબર પરથી કેમ અંદાજ લગાવ્યો કે,મારો જ કોલ ?’ અતિ અચરજ સાથે દેવલે પૂછ્યુંએટલે વૃંદા તેના અસલી મિજાજનો પરિચય આપતાં બોલી..‘ખત કા મજમૂન ભાંપ લેતે હૈ, લિફાફા દેખ કર’ યા ફિર યું સમજ લીજીયે કી... ‘બહૂત પહલે સે ઉન કદમો કી આહટ જાન લેતે હૈ,તુજે એ જિંદગી. હમ દૂર સે પહચાન લેતે હૈ.’ ‘ના મેં એસ્ટ્રોલોજર હૂં, ના તો જાદુગર મેં તો સિર્ફ વક્ત કી મારી હૂં.. માનસીજી.’ આટલું બોલી વૃંદા હસવાં લાગી.દેવલને અચંબા સાથે આશ્ચર્ય એ વાતનું થયું કે, વૃંદા આટલું જલ્દી તેની જોડે ભળી જશે તેનો અંદાજ નહતો...શાયદ વૃંદાને ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 30
પ્રકરણ- ત્રીસમું/૩૦પણ મિલિન્દ એક ગુત્થી નથી ઉકેલાતી. હજુ એક રહસ્ય નથી સમજાતું.’‘ગુત્થી ? રહસ્ય ? શું ? વિસ્મય સાથે સવાલ પૂછ્યોએટલે દેવલ બોલી... ‘શું સમજવું ? ‘અભિમન્યુના કોઠા જેવો કુદરતનો કરિશ્મા.. કે કરામાત ? કે પછી નિયતિની યુતિ ? તમારા અને વૃંદા વચ્ચે અસીમ આર્થિક અસમાનતા હોવા છતાં, તેમણે તમારી જીવનસંગીની બનવા માટે એકતરફી અને એ પણ તટસ્થ અફર નિર્ણય લઇ લીધા સુધીની નિકટતાની નિર્માણ સ્થિતિ સર્જાયા પછી પણ કેવો જોગાનુજોગ કે, તે તેની પ્રસ્તાવના રજુ કરે તેના એક દિવસ પહેલાં જ અચનાક આપણા બન્નેના મળવાના યોગ ઊભા થાય ? અને મારું છેક દિલ્હીથી એવાં ઘોડાપુર પીડાની પરિસ્થિતિમાં પરત આવવું કે, જેના ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 31
પ્રકરણ-એકત્રીસમું/૩૧તે પછી લંચ માટે ઊભા તથા દેવલની પીઠ પાછળની દીવાલ પર ટીંગાળેલી તસ્વીર જોતા દેવલની નજર તેના પર ચોંટી એટલે વૃંદા સામે જોઈ દેવલે પૂછ્યું..‘આ છબી... કોની છે ?’‘મારા પપ્પાની. એડવોકેટ શશાંક જુગલદાસ સંઘવી.’ સોફા પરથી ઉભા થઈ તસ્વીર નજીક આવતાં વૃંદા બોલી..‘અત્યંત આકર્ષક પોટ્રેટ છે, એકદમ જીવંત.. એવું લાગે કે, જાણે હમણાં જ તસ્વીર બોલી ઉઠશે..પણ તેમની આંખો..’ આગળ બોલતાં દેવલ અટકી ગઈ..‘તેમની આંખો શું ? આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું..‘તેમની આંખોમાં મને ખાલીપાના શૂન્યાવકાશનો ભાસ દેખાઈ રહ્યો છે.અદ્દલ તારી આંખો જેવો. પણ કદાચ એ આ મારો દ્રષ્ટિભ્રમ પણ હોઈ શકે ? દેવલ બોલી.‘ના..એ દ્રષ્ટિભ્રમ નથી, વાસ્તવિક છે. અને શૂન્યાવકાશ વારસાગત ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 32
પ્રકરણ- બત્રીસમું/૩૨‘અરે.. યાર, કેવી દોસ્ત છે, તું ? લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલા ઉમંગ અને ભરોસા સાથે તારી પાસે કશું અને તું સાવ આ રીતે મારી ડીમાંડ ફગાવી દઈશ ? સ્હેજ નારાજ થતાં વૃંદા બોલી..‘વૃંદા... બી સીરીયસ આ મજાકનો સમય નથી. તું કેમ સમજતી નથી ? તું અંધારામાં તીર મારવા જઈ રહી છે. આ જે કંઇક થયું તે ઓછુ છે, તે તારે નાહકનું એક નવું પ્રકરણ ઉભું કરવું છે ? અને આવા નાટક કરીને તું શું સાબિત કરવાં માંગે છે ? તારે મહાન બનવું છે ? આઈ હેટ ધીઝ ઓલ નોનસેન્સ, સોરી.’સદંતર નારાજગી સાથે પ્રેક્ટીકલ ચિત્રા તેની પ્રકૃતિને અનુરૂપ ઉત્તર આપતાં ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 33
પ્રકરણ- તેત્રીસમું/૩૩લંચ પછી બેડરૂમમાં, બેડ પર આરામ ફરમાવી રહેલા મિલિન્દે, વૃંદાને તૈયાર થતાં જોઇને પૂછ્યું, ‘કશે બહાર જાય છે ‘‘જી, એક ખુફિયા મિશન પર.’ હસતાં હસતાં આઇનામાં જોઈ બિંદી લગાવતાં દેવલે જવાબ આપ્યો.‘ખુફિયા મિશન ?’ કૌતુકભરી નજરે દેવલ સામે જોતાં મિલિન્દે પૂછ્યું.‘બસ કંઇક એવું જ છે, હમણાં બે કલાકમાં આવીને બધું શાંતિથી સમજાવું છું.’સોફા પરથી પર્સ ઉઠાવી, સાડીનો પલ્લું ઠીક કરતાં દેવલ બોલી.‘અચ્છા, સંભાળીને ડ્રાઈવ કરજે.’ મિલિન્દ બોલ્યો.‘પણ, હું ટેક્ષી કરીને જાઉં છું મિલિન્દ, ડોન્ટ વરી. અને શક્ય એટલી જલ્દી આવવાની કોશિષ કરું છું. ચલ બાય.’ કહી સસ્મિત દેવલ હાથના ઈશારે આવજોનું સંકેત આપતાં નીકળી ગઈ.મિલિન્દને શત્ત પ્રતિશત ખાતરી હતી કે, આ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 34
પ્રકરણ- ચોત્રીસમું/૩૪‘જો બાવન ગજની ધજાનો ધણી, દ્વારિકાનો નાથ રાજી થાય તો સમજી લે, ચાર મહિનાનો ખેલ ચોવીસ કલાકમાં ખતમ જશે.’ એટલું બોલતાં જગનનું ગળું ભરાઈ આવ્યું.જીવનના દરેક તડકા-છાયા જોઈ ચૂકેલાં જગને ભરપુર આત્મવિશ્વાસથી કરેલાં નિવેદન પર દેવલને લેશમાત્ર શંશય નહતો છતાં, ઉચાટ મનના સંતોષ ખાતર પૂછ્યું..‘પપ્પા...આ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકવા જેવી વાત છે, છેલ્લાં કેટલા’યે સમયથી વૃંદાને આ ઘનઘોર વિચારવનમાંથી બહાર લાવવા હું ખુદ, વિચારવૃંદમાં ભટકીને થાકી ગઈ છતાં પણ, મને આ અંધકારમય કોયડાની કોઈ કેડી કે, કડી જડી નથી. અને તમે આટલી મક્કમતા અને સરળતાથી કહો છો કે, આ તકદીરે માંડેલો તમાશો ચોવીસ કલાકમાં ખત્મ થઇ જશે, કઈ ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 35
પ્રકરણ- પાંત્રીસમું/૩૫એટલે સોફા પરથી ઊભા થઇ. જગનની સામું જોયાં કર્યા પછી વૃંદા તેની આંખો સ્હેજ ઝીણી કરી હસતાં હસતાં જો આ તસ્વીર માનસીની નથી તો.. તો આપ માનસીના પપ્પા પણ નથી.’હવે આ સંવાદના વાર્તાલાપની શરુઆત પૂર્વાર્ધથી કરીએ.. ઠીક સાંજના સાત અને પચાસ મીનીટે જગન સાથે આવેલાં જશવંતલાલે તેની કાર વૃંદાના ટાઉનશીપની અંદર એન્ટર કરી એ પછી સિક્યોરીટી ગાર્ડે જગનનું નામ અને નંબર વૃંદા સાથે કન્ફર્મ કર્યા પછી એન્ટ્રીની અનુમતિ મળતાં જશવંતલાલે કાર પાર્ક કરી, પછી બન્ને લીફ્ટ મારફતે આવ્યાં વૃંદાના ફ્લેટ પર. ઠીક આઠ વાગ્યાના સમયે જગને વૃંદાના ઘરની ડોરબેલ દબાવી. થોડીવારમાં સસ્મિત ડોર ઓપન કરતાં આદર સાથે વૃંદા બોલી...‘નમસ્તે.. વેલકમ... ...વધુ વાંચો
એક ચુટકી સિંદૂર કી કિંમત - 36 - છેલ્લો ભાગ
અંતિમ પ્રકરણ-છત્રીસમું/૩૬‘આ દેવલ રાણા નથી... એ વાતની હજુ આ દેવલને પણ ખબર નથી.’ આ વાક્ય કહીને વૃંદાએ જાણે ધમાકેદાર ધડાકો કર્યો કે, જાણે થોડીવાર માટે સૌ પોતાનું અસ્તિત્વ મહેસૂસ નહતા કરી શકતાં. દેવલ તો જાણે પત્થરની મૂરત બની વૃંદાને જોતી જ રહી..દેવલની તો જાણે બોલવાની શક્તિ જ હણાઈ ગઈ હોય એવું લાગ્યું, માંડ માંડ હસતાં હસતાં વૃંદાને પૂછ્યું..‘વૃંદા...આ તું શું બોલી રહી છે..? આ શું ચાલી રહ્યું છે ? અને હું દેવલ રાણા છું..અને નથી, એ...એ વાતની શું સાબિતી છે, તારી પાસે ? એટલે વૃંદાએ દેવલને ઇશારાથી તેની નજીક આવવાનું કહેતા દેવલ બેડની બાજુની ચેરમાં બેસતાં વૃંદા દેવલની હથેળી તેની હથેળીમાં ...વધુ વાંચો