જજ્બાત નો જુગાર

(773)
  • 113.3k
  • 30
  • 46.8k

ભીનાં વાળ માંથી ટીપાં પડી રહીયા હતાં. કલ્પના વાળમાં હાથ ફેરવતા ફેરવતા બારી બહાર જોઈ રહી હતી, સાંજ ની પાર્ટી નો થાક હજુ સુધી ઉતર્યો ન હોય એમ હાથ બંને બાજુ ખુલ્લા કરી આળસ મરડી ને બારીની એકદમ નજીક ગઈ, ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. એક સ્ત્રી ચાલતી ચાલતી જતી હતી. આ સમય માં પણ કોઈ પગપાળા જાઈ છે, અમારા પણ આવાં દિવસો હતા એ આજ સુધી ભુલાયુ નથી. આવું વિચારતી વિચારો ના વમળ માં ખોવાઈ ગઈ.... અંતરા નાની હતી. તેનાં પપ્પા હોસ્પિટલ ની ફાઈલ લઈ હિસાબ કરી રહ્યા હતા, ખર્ચો ખૂબ આવ્યો એવુ

Full Novel

1

જજ્બાત નો જુગાર

દરેક વિકટ પરિસ્થિતિમાં સટ્ટાન જેવી મુસીબતો સામે પણ હરહંમેશ હિંમત રાખીને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરતી કલ્પનાની કહાની ક્રિશ્વીની ...વધુ વાંચો

2

જજ્બાત નો જુગાર - 2

ભાગ ૨આપડે આગળ નાં ભાગમાં જોયું કે અંતરાના પપ્પા હિસાબ કરી રહ્યા હતા ને કલ્પના ને એમ્બ્યુલન્સ નો આભાસ છે ને શેરીમાં ભીડ જામવા લાગી.....➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ મમ્મા....મમ્મા........, અંતરા જોરથી જગાડે છે...... કલ્પના સૂતી નથી પણ મંત્ર મુગ્ધ હતી....ભાઈ રડે છે, ક્યાં ધ્યાન છે.... પોતાના નવજાત શિશુ ની સંભાળ લેઇ છે....ને અંતરા નાં પપ્પા રેડી થઈ ઓફિસ જતા રહ્યા છે. અંતરા હજુ માંડ સાડા ત્રણ વર્ષની જ હતી, પરંતુ ૬-૭ વર્ષ નાં બાળક જેટલી હોશિયાર છે સવાલ પર સવાલો પૂછ્યા કરે.... કલ્પના અંદરથી સાવ ટુટી ગઈ હતી તેને સમજાતું નથી કે જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો...... કલ્પના નાં ...વધુ વાંચો

3

જજ્બાત નો જુગાર - 3

અંતરા પાછળ થી આવી ને એકદમ ટાઈટ હગી કરે છે. મમ્મા.... શું બોલને.... શું કરે છે તું, પ્રશ્ન પૂછતા છે કલ્પના, કંઈ નહીં જો વિતેલી ક્ષણો ને વાગોળુ છું...જો... પેલા બેનને જોયા તો, પેલા ચાલીને જાય છે એમને બતાવતા કહ્યું. ભૂતકાળ યાદ આવી ગયો. ભીનાં વાળ બાંધતા બોલીઆમ તો અંતરા જુવાની નાં ઉંબરે ઊભી હતી પણ હજુ ૫-૬ વર્ષ ની બાળકીની જેમ જ ઉઠે તો પહેલા મમ્મી જોઇએ... જ્યાં સુધી મમ્મી ને ગળે ન મળે ત્યાં સુધી સવાર ન થાય આમ તો માઁ દિકરી નો પ્રેમ બધી જગ્યાએ જોયો હશે, પણ આ કંઈક અલગ હતો. અંતરા ને મમ્મા... તું ...વધુ વાંચો

4

જજ્બાત નો જુગાર - 4

વરસાદના ઝાપટા પણ જીવનમાં કંઈક શીખવી જાય છે જેવી રીતે એક વરસાદનું ઝાપટું જરૂરી છે ને કચરો સાફ કરવા એવી જ રીતે દુઃખનું ઝાપટું પણ જરૂરી છે જીવનમાં..... જો જીવનમાં વાવાઝોડું ન આવે તું જીવન મૂલ્ય પણ ના સમજાય કોઈકની વ્યથા લાગણી સહાનુભૂતિ તોઅર્થ વિહોણા જ લાગે.... પ્રકાશભાઈ નો અચાનક ફોન આવે છેે બેટા કલ્પના હું આવું છુંવિરાજે તો પહેલેથી જ આશાઓ બાંધી રાખી હતી કે બધુંં બરાબર થઈ જશે, પ્રકાશભાાઈ એટલે કે, તેના સસરા મદદ માટે પ્રકાશભાઈએ ઘરે આવીને સીધી મદદ માટે ...વધુ વાંચો

5

જજ્બાત નો જુગાર - 5

અણધારી આફત જ્યારે ચારે બાજુથી અચાનક આવી ને વિંટળાઈ જાય ત્યારે માણસ રણમાં આવેલા તોફાની રેતી જેવો વેરવિખેર થઈ છે અશક્ત ની:સહાય મહેસુસ થવા લાગે છે..... પ્રકાશભાઈ ની હાલત પણ કંઈક આવી જ હતી, અચાનક રેખાબેન નું મૃત્યુ થતાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પ્રકાશભાઈએ ઘરમાં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું, એટલે તકલીફ વધારે પડતી. બાળકો નું એડમિશન હોય કે ઘરવખરીનો સામાન ઘરના સભ્યો ના કપડાં હોય કે ઘરેણાં બધું જ રેખાબહેન લેવડદેવડ કરતા.પ્રકાશભાઈ કોઈ દિવસ પૂછ્યું હતું કે ઘરમાં શું જોઈએ છે ને કેટલું બધું રેખાબેન સંભાળી લેતાં. કલ્પના માત્ર 13 વર્ષની ...વધુ વાંચો

6

જજ્બાત નો જુગાર - 6

બારીમાંથી જાણે સૂર્ય નારાયણ ડોકયુ કરી કહી રહ્યા હોય અને પક્ષી ઓના કલરવથી આકાશ નું અભિગમ જાણે આનંદ થી રહ્યાં છે અરીસા નું reflexing અચાનક કલ્પના નાં મોઢા પર પડ્યું ને કલ્પના પડખું ફરીને સુવાની જ હતી ત્યાં જ અચાનક વરસતી વાદળી ની જેમ અંતરાઆવી ને કલ્પના ને પાછળ થી આંખો દબાવી ને ઉમમમ ઉમમમમ મનમાં જ બોલી અવાજ કાઢ્યાં વગર પુછ્યું કોણ એમમમમ....પાન જ્યારે રંગ બદલે ને ત્યારે જ ડાળી પરથી જુદું થવું પડે છે...પણ સ્ત્રી તો પીપળાના પાન જેવી હોય છે કદાચ ખરી જાય તો પણ બીજા પાન ની જેમ ટૂટીને નથી વિખરાતી પણ ઝાળી આકાર માં ...વધુ વાંચો

7

જજ્બાત નો જુગાર - 7

ભાગ : ૫ માં આપડે જોયું કે પ્રકાશભાઈ નાં બીજા લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો તો શું લગ્ન આગળ જોઈએ.....Part :7ઘણીવાર જીંદગી માં તકલીફો આપણી પરિક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરાવા માટે આવતી હોય છે... પ્રકાશભાઈ નાં બીજા લગ્ન માટે ની બધાં એ હકારાત્મકતા તો દર્શાવી પણ અંતરમાં ઊંડા ઘા વાગ્યાના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં.... કલ્પના અને આરતી નું મન આ માનવા તૈયાર જ ન હતું કે પોતાની માઁ ની જગ્યા કોઈ બીજી સ્ત્રી લેશે એવાં વિચાર માત્ર થી જ બંને નું હ્રદય દ્રવી ઉઠ્યું હતું...છતાં હકારાત્મક અભિગમ આપ્યો ...વધુ વાંચો

8

જજ્બાત નો જુગાર - 8

ભાગ ૮સૌ પ્રથમ તો આપ સૌ વાચક મિત્રોને નો ખૂબ ખૂબ ધન્યવાદ,આભાર ? કે સતત આપના સહકારથી ને પ્રોત્સાહન આગળ વધી શકું છું..... કંઈ ભૂલ થઈ હોય લખવા માં તો જણાવતા રહેજો.... આપડે આગળ નાં ભાગમાં જોયું કે શું પ્રકાશભાઈ નુ ફેમિલી સાથ આપવા તૈયાર છે...?? શું મમતાબેન પ્રકાશભાઈ નાં જીવન માં નવા ડગ માંડશે....?? તો આગળ વાંચો...? પ્રકાશભાઈ સોફા પર બેઠા છે, તેમના અસમંજસ ચહેરા પર ની મનોદશા સ્પષ્ટ દેખાઈ રહી છે. કલ્પના ટ્રે માં પાણી નો ગ્લાસ લાવી પણ પ્રકાશભાઈ કંઈક વિચારી રહ્યા હતા. પપ્પા કંયા ધ્યાન છે...? પાણી, કલ્પના બોલી....હ...હાં.... પ્રકાશભાઈ બોલ્યા.... બેટા... પેલા દરરોજ ...વધુ વાંચો

9

જજ્બાત નો જુગાર - 9

ભાગ ૯ કલ્પના એ જોયું બારણાં પાસે કોઈકનો પડછાયો દેખાતા વાત ને અટકાવી....તે ધીમા પગલે ચાલીને જોવા ગઈ તો કલ્પના નો મોટો ભાઈ કેયુર હતો. જોઈ હાશકારો અનુભવ્યો પણ તે વાત સાંભળવા ત્યાં નહોતો ઊભો પરંતુ ઘર ને રંગ રોગાન નું કામ ચાલતું હતું તેની દેખરેખમાં માં હતો. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે,એવી આપણી સમજણ છેપણ હકીકત માં...ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે. કલ્પના પ્રવિણભાઈ ને પૂછે છે કે આ સત્ય છે ને કે તે બંને દિકરીઓ સાથે લાવશે...? મમતાબેન ને શું સંબોધવુ તે ખબર નથી હતી કલ્પના ને ...વધુ વાંચો

10

જજ્બાત નો જુગાર - 10

પરંતુ હજુ કલ્પના નું મન ભારે ને ખૂબ જ ઉદાસ હતું. મમતાબેન નું ઘરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. પ્રકાશભાઈ નાં ચારેય સંતાનો એ મમતાબેન નાં શરણસ્પર્શ કરી ખૂબ જ માન આપી આવકાર્યા.. મમતાબેન પણ આ ઘર પોતાના નું જ હોય એમ સમજી દુધમાં સાકરની જેમ ભળી ગયા... પરંતુ સાથે આવેલ મમતાબેન ની દિકરી સ્વરા માત્ર પાંચ વર્ષ ની પ્રકાશભાઈ ને પપ્પા ન કહેતી હોવાથી ઘરમાં ક્યારેક અશાંતિ પ્રસરાવતી... સ્વરા આવું વર્તન કરે એ તો સ્વાભાવિક છે, જેમને ખબર ...વધુ વાંચો

11

જજ્બાત નો જુગાર - 11

કલ્પના એ ધારદાર તલવાર જેવા શબ્દો કહ્યા છતાં પ્રવિણભાઈ એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ બધું સાંભળ્યું કારણકે તે હતા કે કલ્પના નાદાની માં આ બધું બોલી રહી છે. આવાં સમયે સંયમ રાખવો બહુ અઘરું હોય છે છતાં પ્રવિણભાઈ સંયમ રાખી સમયને સાચવી લેતાં. આવું બધાં લોકો નથી કરી શકતા. પ્રકાશભાઈએ કલ્પનાને બૂમ પાડીને બોલાવીને પાણી લાવવા કહ્યું. કલ્પના ટ્રેમા પાણી લાવી. સામે બીજા મહેમાન આવ્યા. કલ્પના ફરી ટ્રેમા પાણી લાવી. થોડીવાર ઉભી રહી, આવેલા મહેમાન કલ્પનાનાં મોટા ભાઈ કેયુરનાં લગ્ન માટે છોકરીની વાત કરવા આવ્યા હતા. વાત ...વધુ વાંચો

12

જજ્બાત નો જુગાર - 12

આ સ્વાર્થ ભરેલા જગતમાં પણ શું નિઃસ્વાર્થ ભાવ હોય છે કે દેખાય એવું બધું સત્ય નથી હોતું. કલ્પના તો વળગી પડી. (ભેટી પડી) જન્મોજન્મની આજ તરસ છીપાવવી હોય...એમ રડી પડી. ગામડેથી એમના કાકા-કાકી આવ્યા હતા. કલ્પનાને એ કાકીમાં આજ રેખાબેનની છબી દેખાઈ. છુટવાનો પ્રત્યતન કરવા છતાંય છુટાતું નહતું. ધડીભર હૈયું ખોલી ઠાલવી દીધું. સામાન અંદર મૂકી. કેયુરે બંનેને શાંત કરવા માટે પાણી આપી બંને ને શાંત કર્યા. કલ્પનાને કંઈ સમજાયું નહીં કે કાકા-કાકી કેમ આવ્યા હશે. મમતાબેન પહેલાંથી જ જાણતા હોય એવાં આવકાર્યા સાથે કહ્યું રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડી ને...? પ્રકાશભાઈ ...વધુ વાંચો

13

જજ્બાત નો જુગાર - 13

ખાવામાં કોઈક ઝહેર ભેળવી દેય તો તેનું solution હોય છે,પણ કાનમાં કોઈક ઝહેર ભેળવી દેયને તો તેનું solution નથી આ મમતાબેન પણ પ્રકાશભાઈને કંઈક કાન ભંભેરણી કરી લાગે છે. આવો પક્ષપાત ભર્યા વિવાદ ઘરમાં ક્યારેય થયાં જ નથી. છોકરાઓનું ફક્ત માઁ ના કહેવું સ્વાભાવિક હતું. હજુ તો માત્ર ને માત્ર ચાર પાંચ મહિના થયા હતા ત્યાં બાળકોને આવી બાબતે ધમકાવવા અયોગ્ય કહેવાય. માઁ કોઈ શબ્દ નથી. માઁ તો હૂંફનો દરિયો હોય છે, અને જ્યાં હૂંફ મળ્યા વગર તો માત્ર શબ્દ જ છે. માઁ માટે તો આ ધરા કાગળ હોય ને સાગર શાહી, ને કલ્પતરુ નું ...વધુ વાંચો

14

જજ્બાત નો જુગાર - 14

આરતીને સતત એવું જ લાગતું હતું કે એમનું ઘર માં કોઈ સ્થાન જ નથી. પહેલા ગામ રહેતી શહેરમાં આવીને પોતાની કોઈ ઈચ્છાઓ કોઈને કહી જ ન શકી. ને અંદર અંદર રુંધાઈ ગઈ. આરતીને અચાનક ચક્કર આવતાં બધાં પહેલા તો ગભરાય ગયા. પ્રશ્ન એ હતો કે હવે ક્યાં દવાખાને લઇ જવી કારણ કે વર્ષોથી જે દવાખાને જતાં તે જ ડૉક્ટરના હિસાબે રેખાબેનનું મૃત્યુ થયેલું, એવું ઘરનાં બધાં સભ્યોનું માનવું હતું. આરતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં તેમનું નિદાન થયું ને નક્કી સમયે બધાં ગામડે જવા રવાના થયા. કલ્પના, ...વધુ વાંચો

15

જજ્બાત નો જુગાર - 15

સંબંધ નાજુક પક્ષી જેવા હોય છે બહુ દબાવી ને પકડશો તો મરી જશે, બહુ ઢીલ આપશો તો છેતરી ને ઉડી જશે અને પ્રેમ થી સાંભળી ને રાખશો તો આખી જિંદગી તમારી સાથે રહેશે......... કલ્પના ઘણા દિવસો સુધી તાવ રહેતા રીપોર્ટ કરાવ્યાં. ઘણા દિવસો હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી પણ શરીરમાં તાવ રહેને શરીરમાં સુસ્તી રહ્યા કરે. બધાંનાં ચહેરા પર હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બધા કલ્પના વિશે વિચારી રહ્યાં હતાં. કલ્પનાના રીપોર્ટ કરાવ્યાં તો તેમાં કંઈ ન આવ્યું પરંતુ સતત તાવ રહેતા આખરે ...વધુ વાંચો

16

જજ્બાત નો જુગાર - 16

પ્રવિણભાઈ વિચારતા હતા કે નક્કી ફરી થી કંઈક રંધાયું લાગે છે. આ બાયુંની નાની નાની વાતો સાંભળવા કરતાં તો... કલ્પનાની નજીક જઈને પુછ્યું શું થયું બેટા..? હું તારા બાપુજીને લઈને હોસ્પિટલ લઈ જાવ છું. "પણ... પણ મને બહુ જ પેટમાં દુખે છે" કલ્પના બોલી. આટલું જ સાંભળતા જ બધાના ચહેરાનાં ભાવ બદલાઈ ગયાં કે આ શું હજુ તો માંડ માંડ એક રોગ મટીને સારો થયો છે ત્યાં ફરી થી... પ્રકાશભાઈની ચિંતા વધી ગઈ. તે વિચારવા લાગ્યાં કે આ સમાજમાં ખબર પડશે કે કલ્પના હંમેશા માંદી જ હોય તો એમની સગાઈ નહીં થાય. પ્રકાશભાઈએ ઘરનાં તમામ સભ્યો ને જણાવી ...વધુ વાંચો

17

જજ્બાત નો જુગાર - 17

"ડૉક્ટરનાં કહ્યાં પ્રમાણે અંડાશયની ગાંઠ નહીં પણ ડાબી બાજુનું અંડાશય જ કાઢવાની જરૂર પડી હતી" પ્રકાશભાઈ ખુરશીમાં બેઠા બેઠા રહ્યાં હતાં, કે શું કલ્પનાના લગ્ન થશે કે શું કેન્સર હશે તો... પ્રકાશભાઈનું મગજ ઘુમરી મારી રહ્યું હતું શું એક દિકરી બાપ માટે બોજારૂપી સાંપનો ભારો હોય છે ?.... શું દિકરીનું કોઈ ઘર હોય છે ?... કેમ આપડા સમાજમાં લગ્ન ફરજીયાત હોય છે? કેમ દિકરી પોતાના જ બાપના ઘરે જીંદગી ભર નથી રહી શકતી....? શામાટે... "ભાઈ... ભાઈ.." પ્રવિણભાઈએ જાણે ભર નિદ્રા માંથી ઉઠાડતા હોય એમ બૂમ પાડી. પ્રકાશભાઈ ઝબકી ગયા, ને વિચાર કરવા લાગ્યા કે ડૉક્ટરે ...વધુ વાંચો

18

જજ્બાત નો જુગાર - 18

ધરતી ને ધબકાર લીલું પાન વરસાદને વાલી વાદળી... આશા તૃષ્ણા બેનડી ઝંખે આજીવન નરનાર.... ઓસના બિંદુ ઝાંખા પડે વરસે જો વરસાદ.... એક દિકરી વિદાય લેશે અને બીજી દિકરી અપેક્ષા પોતાનું ઘર કહેવાય કે નહીં પણ ત્યાં પગલાં પાડશે. આખરે મમતાબેનની આતુરતાનો અંત આવ્યો. અપેક્ષાને તેમના મામાના ઘરે થી વિદાય લઈને અંહીયા લઈ આવ્યા. અપેક્ષા મામાના ઘરે મોટી થઈ હોવાથી ઘરમાં બધા સાથે બહું હળીમળીને ખુલ્લાસથી વાતો ન કરી શકતી. હંમેશા ચૂપચાપ ખોવાયેલી રહેતી. પ્રકાશભાઈએ અંડાશયની ગાંઠ વાળી વાતને પૂર્ણવિરામ મૂકવાનું નક્કી ...વધુ વાંચો

19

જજ્બાત નો જુગાર - 19

કલ્પના તો અચંભીત રહી ગઈ કે અપેક્ષા આમ તો ચૂપચાપ રહેતી દેખાવમાં તો ભોળી લાગનાર અપેક્ષા હંમેશા મૌન આટલી ચતુર હોય શકે. કલ્પનાએ વાતો વાતોમાં પૂછી લીધું કે તને આ બધી કેમ ખબર કે પત્ર માટે લેટરપેડનો ઉપયોગ થાય !? "તે ક્યાં જોઇતું. હું ગામ હતી મામાના ઘરે ત્યાં મારી એક મિત્ર છે તેમની બહેનની સગાઈ થઈ હતી ને પછી એમણે પણ પત્ર લખવા માટે લેટરપેડનો ઉપયોગ કર્યો હતો.તે લેટરપેડ લેવા માટે હું અને મારી મિત્ર અમે બંને જ લેવા ગયા હતા" અપેક્ષા એકી શ્વાસે બોલી ગઈ. ...વધુ વાંચો

20

જજ્બાત નો જુગાર - 20

કલ્પના ઘરે આવી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. પપ્પા કંઈ કહેશે? સવાર થી સાંજ સુધી કલ્પના ઘરની બહાર તો ગભરાતી ગભરાતી ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશ કરતા જ સામેથી પ્રકાશભાઇને જોઈ કલ્પના તો ધબકાર ચૂકી ગઈ, એને એમકે પપ્પા ગુસ્સો કરશે. પણ ગુસ્સાની જગ્યાએ પ્રકાશભાઈએ પુછ્યું કેવો રહ્યો દિવસ? કલ્પનાને હૈયે ટાઢક વળી, શ્વાસ હેઠો બેઠો ને નીચી નજરે ફક્ત એટલું જ બોલી શકી સારો. કલ્પના તો ખોવાઈ ગઈ. કંઈ ચૈન પડતું નથી. બીજીતરફ વિરાજની હાલત પણ એવી જ હતી. બેચૈની બેબાકળી બની વિરહમાં પરોવાઈ ગઈ. પણ કામ કરવું જરૂરી હોય છે ...વધુ વાંચો

21

જજ્બાત નો જુગાર - 21

સૂરજ આથમવાની તૈયારી માં હતો. પશ્ચિમ તરફ પ્રયાણ કરી આછાં કેસરી રંગના વાદળો વાતાવરણને રોમાંચક બનાવી સૂર્યને ધીમે ધીમે ચાદર ઓઢાડી રહ્યા હતા. પંખીઓ પોતાના માળા તરફ જવા પ્રયાણ કરી કલરવ ભર્યું અવકાશ વગર મેઘધનુષે જ રંગબેરંગી અવાજ થી જ હર્યુ ભર્યું બની ગયું હતું. નૈસર્ગીક વાતાવરણ સૌ તરફ હવા થી જાણે ભીંજાતી ઝાડની ડાળીઓના પાન ખડખડાટ હસી રહ્યા હોય તેમ ઝૂમી રહ્યાં હતાં. વિરજનો એક હાથ કલ્પનાની કમર પર પોતાના તરફ ખેંચીને બીજો હાથ કલ્પનાના હાથમાં. સંગીતના સૂર વગર જ બંને એકમેકમાં દુનિયાનું ભાન ભૂલી ઝાડની ડાળી પરનાં પાંદડાની માફક ઘુમી રહ્યા હતા. અપેક્ષા ભગવાનની આરાધ્યા થી દેવોને ...વધુ વાંચો

22

જજ્બાત નો જુગાર - 22

જજ્બાત નો જુગાર રોડ પરની ધૂળની ઉડતી ડમરીઓ વિંધી સૂરજનો તાપ ધરતી દઝાડી સૂમસાન રસ્તાઓ પર આ એક જ પંકચરનુ કેબીનનો જરીક જેટલો છાંયો, ને છાંયામાં એકબીજાના હાથમાં હાથ પરોવીને બેઠેલા. કલ્પના અને વિરાજ ટાયર બદલાવીની રાહ જોયા વગર કંઈ રસ્તો ન હતો. કલ્પનાએ આગળના દિવસે જોયેલા સ્વપ્નની વાત કરી. ને વિરાજે વાત વાતમાં કહ્યું, સાકાર કરીએ તારું સ્વપ્ન. કલ્પના વિરાજની આંખોમાં જોઈ રહી. વિરાજે કહ્યું તારા બધા સપના કોડ હું પૂરાં કરીશ. તારી ઈચ્છા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ તું મને કહેતી જા, હું પૂરાં કરતો જાવ. દુનિયાની તમામ સુખો મળી ગયા હોય તેવો ...વધુ વાંચો

23

જજ્બાત નો જુગાર - 23

આગોતરી જાણ કર્યા વગર જ વિરાજ એમનાં બધાં મિત્રોને લઈને ઘરે આવ્યો. બધાં મિત્રો કપલમા હતાં. એક રૂમમાં બધાં બેસી શકે એટલી બેસવાની વ્યવસ્થા ન હોવાથી એક રૂમમાં પુરુષો અને એક રૂમમાં બધી સ્ત્રીઓને બેસાડી. વાત વાતમાં એક મિત્રની વાઈફે પુછ્યું પેકિંગ થઇ ગયું. કલ્પના તો એકદમ અંચભીત થઈ ટૂટી ગઈ કે આ શું વિરાજ ઘરની વાત બહાર કરે છે. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ 'બાંધી મુઠ્ઠી લાખની' પોતાના મનને શાંત રાખીને પેલા બહેનને જવાબ આપ્યો. ' ના ' પેલા બહેન ફરીથી કંઈ પુછે તે પહેલા જ કલ્પના બોલી શું લેશો 'ઠંડું કે ગરમ' બધાંએ ના પાડતા કહ્યું ...વધુ વાંચો

24

જજ્બાત નો જુગાર - 24

અતિતનાં ઓવારે ઓવાર્ણા લેતી રુમઝુમ ખુશી આવે તે પહેલા જ કલ્પનાનુ મન પહાડોનુ ભૂસ્ખલન થયું હોય એમ ભાંગી ભૂક્કો ગયું. વિરાજની આવી વાત થી મનને ધક્કો લાગ્યો કે ઉભા રહેવું મુશ્કેલ થઈ પડે. કલ્પનાએ ડૉક્ટરની સલાહ માની પોતાની જાતને શાંત રાખી બંને એટલું જલ્દી પ્રેગ્નન્સી રાખવા પ્રયાસ કર્યો. વિરાજ પણ આવનાર સમયને સારો બનાવવા માટે કલ્પનાના દરેક સપનાંઓ સાકાર કરવા બને તે બધા પ્રયત્નો કરવા લાગ્યો. વિરાજને કલ્પનાના ઠાઠમાઠ, મોંઘાદાટ કપડાં, મોંઘી કોસ્મેટિક આ બધું જોઈ લાગતું હતું કે પોતાના થી કંઈક ને કંઈક ઉણપ રહેતી હોય. સતત આવા વિચારો થી ...વધુ વાંચો

25

જજ્બાત નો જુગાર - 25

સૂરજની કોમળ કિરણો બર્ફીલા પહાડોને પીગાળાવવાની શકવાની ક્ષમતા ધરાવતા હોય એમ વજ્ર સમાન પુરુષના હ્રદયને પીગાળવાની ક્ષમતા એક સ્ત્રીમાં છે. કુદરતને પણ માત આપતો હોય એમ વિરાજ વધારે ખુશીઓની શોધમાં કલ્પનાને કદાચ દુઃખી કરી રહ્યો હતો. જેટલા પૈસા જુગાર માંથી આવે નહીં એટલાં તો જતા રહે. પ્રાપ્ત કરવાની લાલચામાં ઘણું બધું ગુમાવી રહ્યો હતો. દિવસે દિવસે વધતી લાલચમાં ઊંડાણ વધતું ગયું જુગારની ઘેલછામાં શું ખોઈ રહ્યો હતો તે ભાન ન રહ્યું. ખુશીની શોધમાં એ દુઃખને નોંતરી રહ્યો હતો. સપના સાકાર કરવાની ઘેલછામાં વેરવિખેર થઈ રહેલું ઘર એને નજરે ન ચડ્યું. ...વધુ વાંચો

26

જજ્બાત નો જુગાર - 26

કલ્પનાના શ્વસુરગૃહેથી ફોન આવતાં કલ્પના ઉતાવળા ઉભી થતાં તો થઈ પણ પછી બેસી ન શકાય કે ન સુઈ શકાય રાતે બધાને જગાડવા કલ્પનાને હીતાવહ ન લાગ્યું. દાદીમાને પણ બૂમ ન પાડી શકી ત્યાં ને ત્યાં અટકી ગઈ. હવે આગળ.... કલ્પના કરમી વેદનાથી કસણતી માંડ માંડ દાદીના પલંગ સુધી પહોંચી. દાદીને જગાડી પરંતુ દાદીની ઉંમર થઈ ગઈ હોવાથી દાદીને કંઈ સજયુ નહીં. છઠ્ઠીની છેલ્લી ઘડીએ મન મસ્તિષ્કમાં યાદ આવ્યું હોય તેમ પ્રકાશભાઈને ગળગળા અવાજે બૂમ પાડી. કલ્પનાની હાલત યંત્રવત રોબટ સમાન અશ્વેત થઇ પલંગની બાજુમાં સીધો સપાટ દેહ પડ્યો હતો. અનંત ઉચાટ અને અશાંત ...વધુ વાંચો

27

જજ્બાત નો જુગાર - 27

પ્રકાશભાઈ વિચારનાં વમળમાં ઘુસવાઈ ગયાં કે આરતી શા માટે એમનાં સસરાનું ઘર છોડીને અહીં આવતી હશે અનેક આંટી ઘૂંટી બાદ કોઈએ સાથે સમાચાર સાંભળ્યા કે આરતી આવવાની છે પણ શ્વસુરગૃહ છોડીને નહીં પરંતુ......હવે આગળ.... આરતીના લગ્નને પાંચ પાંચ વર્ષ વિતી ગયા છતાં ખોળો ખાલી. પથ્થર એટલા દેવ કર્યા. દુનિયાના મહેણાંટોણાં તો સહન થાય પોતાના જ પારકાં પણું બતાવે ત્યારે ધૈર્ય ધારવું ખુબ કઠીન થઈ જતું હોય છે. વિધીની વક્રતા તો સમાનકાલીનતા વિરૂદ્ધ જઈ રહી હોય તેવાં અણસાર વર્તાઈ રહ્યાં હતાં. કલ્પનાને માત્ર બે જ મહિના થયા ત્યાં વિરાજે ડૉક્ટરને પ્રશ્ન ...વધુ વાંચો

28

જજ્બાત નો જુગાર - 28

પ્રકરણ ૨૮ કલ્પનાની શ્વાસની ગતિ એટલી બધી વધી ગઈ કે તેને પાણીના માટલા તરફ ઝડપથી દોડી પાણીનો આખો ગ્લાસ ગઈ. એટલાંમાં રીંગ પૂરી થઈ ગઈ. ફરીથી એ જ નંબર પરથી કોલ આવ્યો. આ વખતે ઉંડો શ્વાસ લઈ મન અને મગજ બંનેને શાંત રાખી રીંગ વાગવા દીધી. જેવી રીંગ પૂરી થઈ તુરંત જ વિરાજને કોલ કર્યો ને કહ્યું આ બોસ કોણ છે હેં, મારે એની સાથે વાત નથી કરવી ને એ ઘડીકેન ઘડીકે ફોન કરે છે. હજુ કહું છું જે વાત હોય તે મને કહો નહીં તો હું તેમને તમારો નંબર આપી દઉં છું. 'હાલ્લો સાંભળ હું સીટીની બહાર છું ...વધુ વાંચો

29

જજ્બાત નો જુગાર - 29

પ્રકરણ ૨૯ ગુલાબને ખબર હતી કે કલ્પનાને છાપું વાંચવું ખૂબ જ ગમે છે એટલે વાંચન માટે આપેલું. એનો ઈરાદો મનને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો. છાપામાં વિરાજના આવાં સમાચાર વાંચી તેની હાલત આવી થઈ જશે એવો તો અંદાજ પણ ન હતો. આવા સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા. આમેય ગટરની દુર્ગંધ બહું જ જલ્દી ફેલાઈ જાય છે. છાપાંની હેડલાઇનમાં સુરતના કતારગામ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં પંદર જણાં જુગાર રમતા ઝડપાયા છે. એમાં સાત નંબર પર લખેલું હતું વિરાજ ડોબરીયા. બધાંનાં નામ અને એડ્રેસ પણ લખેલા હતાં. આવું વાંચતા તો કોઈ પણ પત્ની હોય બેહોશ થઈ જાય. ગુલાબે કલ્પનાના ભાઈને બોલાવી શરૂઆત થી ...વધુ વાંચો

30

જજ્બાત નો જુગાર - 30

પ્રકરણ ૨૫મું / પચ્ચીસમું બાળકો જેમ જેમ મોટાં થતાં ગયા તેમ તેમ જરૂરિયાતો વધતી ગઈ. કલ્પના રાતદિવસ મહેનત કરી મશીન ચલાવી પોતાનો જીવન નિર્વાહ કરવા લાગી. હવે આગળ આપડે એટલાં બધાં મોહ પાછળ ભાગીએ છીએ કે મહત્વની ભૂમિકા ભજવવાનું ભૂલી જઈએ છીએ. આપડે ક્યાં ભાગવું જોઈએ અને ક્યાં ઊભું રહેવું જોઈએ એ તો નક્કી કરતા જ નથી, દોડ લગાવી હોય એમ કંઈ સમજ્યા વગર દોડતાં રહીએ છીએ. જિંદગીમાં ફક્ત પૈસા જ નહીં પરંતુ શું મહત્વનું છે એ ભૂલાય જાય છે. વિરાજને હવે સંબંધ કરતાં પણ પૈસો મોટો અને મહાન લાગતો. વિરાજે કલ્પના માટે ઘરેણાં આભૂષણો જે કંઈ પણ બનાવડાવ્યા ...વધુ વાંચો

31

જજ્બાત નો જુગાર - 31

પ્રકરણ ૩૦ 'જો દુઃખોને લણવાના ન હોય એતો સુખી થવા વાવવાના હોય છે. કદાચ મારા નસીબમાં આવું જ લખાયું કલ્પના બોલી પણ, પણ ક્યાં સુધી આ છોકરાં મોટા થયા. કાલે એમનાં લગ્નની ઉંમર થવાની. તું સહન કરવાનું છોડી એક વખત વિદ્રોહ કરીને તો જો.હવે આગળ આ સમાજ, આ મારો પરિવાર, મારું કુટુંબ બધાંને શું કહું કે આ માણસ જે મારો ભરથાર છે. જેણે ભરથાર હોવાનો એકપણ હક કે અધિકાર નિભાવ્યા નથી, એમ કહું? કોને કહું? શું કહું? શામાટે કહું કે આ વેદનાને, લાગણીને, મારી વ્યથાને ક્યારેય સમજી જ નથી. હું પાણી બની જે બીબાંમાં ઢાળી એવી બનીને રહી એ ...વધુ વાંચો

32

જજ્બાત નો જુગાર - 32

પ્રકરણ ૩૨ કપડાં પર લોહીના છાંટા ઊડ્યા હોય એવા ડાઘ રેલાયેલા હતાં. એક પણ શબ્દ મોં માંથી નિકળી શકતો હતો મોં માં ડૂમો બાઝી ગયો હતો. અંતરાની આંખોથી જાણે બધું જ સમજી ગઇ હોય એમ કલ્પના તેને ભેટીને એમની પીઠ પ્રસરાવી રહી હતી. પીઠ પ્રસરાવી હિંમત આપતી હોય એમ એકબીજાની આંખોમાં આંખ પરોવી આંખો જ વાતો કરી રહી હતી.હવે આગળ અંતરા હિબકા ભરી રહી હતી. તેને શાંત કરવા કલ્પના મથામણ કરી રહી હતી. તે શાંત થવા પ્રયાસ કરી રહી હતી. એક પણ વેણ સમજાતું ન હતું. મ.. મે... મેં કંઈ.....નોત... નોતું... કરવું...પણ...પણ...પણ..અચા...અચાન....‌.અચાનક.....જ.....ટ્ર......ટ્રક........અ....આવ્......આવ્યો....અન.....અને........મ....મા....મારા......પ....પપ્......પપ્પા.....પપ્પાનું....... 'હાં શું થયું તારા પપ્પાને? બોલ ગભરાયા ...વધુ વાંચો

33

જજ્બાત નો જુગાર - 33

પ્રકરણ ૩૩મું / તેત્રીસમું કલ્પના અને કલ્પેશ બંને ડોક્ટરની કેબિનમાં ગયા. થોડીવાર પછી બહાર આવ્યા. કલ્પનાએ અંતરા સામે જોયું અંતરા બેહોશ થઈ હેઠી પડી ગઈ. હવે આગળ અંતરાને બેડ પર સુવડાવી પછી તપાસ કરી, થોડું બીપી લો થયું હતું. બાકી બધું નોર્મલ હતું. કલ્પનાને વિચારો ઘૂમી રહ્યા હતા. અંતરાએ કહ્યું ત્યારે તેની વાત સાંભળી લીધી હોતતો સારું હતું. કલ્પેશે ધમકી ભર્યા શબ્દો સાથે કલ્પનાને વિષાદ ભાવે પુછ્યું. આમ જ આવી રીતે તારે આ માણસ સાથે આગળનું જીવન વ્યતીત કરવું છે કે કોઈ નિર્ણય લેવાનો છે? તું કહેવા શું માંગે છે? કલ્પેશ! નિર્ણય તો કુદરતે અને નસીબે કરી લીધો હવે ...વધુ વાંચો

34

જજ્બાત નો જુગાર - 34

પ્રકરણ ૩૪મું / ચોત્રીસમુંઅચાનક એક નર્સ આવે છે. કલ્પેશભાઈ કલ્પેશભાઈ તમોને સાહેબ અંદર બોલાવે છે. ફટાફટ ઓપરેશન થિયેટરમાં આવો. કલ્પેશ પોતાનો મોબાઈલ લોક કર્યા વગર જ પોકેટમાં મુકવા જતા નીચે પડી ગયો અને રેકોર્ડર સ્ટાર્ટ થઈ ગયું હોય એવાં અવાજમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે થતી મંત્રણા સંભળાતાં પોલીસ તથા ત્યાં ઉભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા સામે આંખો ફાડી ફાડીને સાંભળતા રહ્યાં.હવે આગળ વિરાજની હાલતમાં કોઇ સુધારાના સંકેતો દેખાતા ન હતા. બ્લડબેંકમાં બી પોઝીટીવનું બ્લ્ડ ફીનિશ થઈ ગયું હતું. ઓપરેશન થિયેટરમાં હડબડી મચી ગઇ હતી. આટલો જીવનમાં ભાર સહન કર્યો હોવા છતાં કલ્પનાને વિરાજની ચિંતા હતી. ઓપરેશન ...વધુ વાંચો

35

જજ્બાત નો જુગાર - 35 - છેલ્લો ભાગ

પ્રકરણ 35ઘડીના છઠ્ઠા ભાગનો વિલંબ કર્યા વગર ડૉક્ટરે મોં પર ઓક્સિજન માટે માસ્ક પહેરીને ઓક્સિજન આપ્યું લોહી લેવાની સીરીઝ કરી. ગ્લુકોઝ બોટલ ચઢાવવામાં આવી. બીપી ચેક કર્યું. માંડ માંડ કલ્પના નોર્મલ થઈ.બધાંના શ્વાસ થોડીવાર અધ્ધર ચડી ગયા. હવે આગળઅંતરાને ધડીભર ધબકાર ચૂકી ગઈ. વેદનાનાં વાદળો ચારે કોર ફેલાઈ અંધકારમય ઓરડા થી પણ વધુ અંધકાર મહેસુસ થવા લાગ્યું. મા...માને શું થયું? મામા......એ રીતસરની સીચ પડી બોલી નય નય મારી મમ્મીને કંઈ ન થવું જોઈએ નહીં તો હું હવે જીવતી નહીં રહું.કલ્પનાનનુ માથું ઓશિકા પર લથડિયાં લઈ રહ્યું હતું. હાથ ધ્રુજતા હતા. પગે પણ ધ્રુજારી ઉપડી ગઈ હતી. આંખો મીંડ એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો