મીરાંનું મોરપંખ....? શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. આખા ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી. અચાનક જ રાહુલભાઈ પૂછે છે કે "ક્યાં છે આપણી ઝાંસીની રાણી ? હજી ઊઠી નથી કે શું?" એ જ સમયે વ્હીલચેર પર આવતા આવતા કુમુદબેન કહે છે કે "ભાઈ, તમારી રાજકુમારીને આજ કોલેજના છેલ્લા વર્ષનું ફંકશન છે. ફેરવેલ છે કદાચ...એટલે એ લક્ષ્મીબાઈ તૈયાર થતાં હશે." બધા હસી પડે છે ને ત્યાં જ ઊડતી હોય એવા અંદાજમાં ઉછળતી, ખિલખિલાટ કરતી, ગર્દન સુધી ઝુમતા એરિંગ પહેરી અને હાથમાં રંગીન બેંગલ્સને ખખડાવતી
નવા એપિસોડ્સ : : Every Thursday & Sunday
મીરાંનું મોરપંખ
મીરાંનું મોરપંખ....? શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી. અચાનક જ રાહુલભાઈ પૂછે છે કે ક્યાં છે આપણી ઝાંસીની રાણી ? હજી ઊઠી નથી કે શું? એ જ સમયે વ્હીલચેર પર આવતા આવતા કુમુદબેન કહે છે કે ભાઈ, તમારી રાજકુમારીને આજ કોલેજના છેલ્લા વર્ષનું ફંકશન છે. ફેરવેલ છે કદાચ...એટલે એ લક્ષ્મીબાઈ તૈયાર થતાં હશે. બધા હસી પડે છે ને ત્યાં જ ઊડતી હોય એવા અંદાજમાં ઉછળતી, ખિલખિલાટ કરતી, ગર્દન સુધી ઝુમતા એરિંગ પહેરી અને હાથમાં રંગીન બેંગલ્સને ખખડાવતી ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૨
આપણે આગળ જોયું કે મીરાં એના પરિવાર સાથે ન્યુયોર્કમાં રહેવા છતાં પણ એકદમ ભારતીયતાને વળગેલી સુંદર યુવતી છે. એનો એને દિલથી ચાહે છે. એના રગેરગમાં ભારત વસે છે. હવે આગળ... મીરાં એની સખી હેતા સાથે કોલેજ જવા નીકળે છે. ભાભી સંધ્યા સાથે મીરાં એક નાની બહેનની જેમ જ રહે છે. સંધ્યા એ બેયને કોલેજના ગેટ પાસે ડ્રોપ કરે છે અને મસ્તીમાં કહે છે કે લેવા આવું ત્યારે બે વ્યક્તિને જ સાથે લઈ જઈશ.આજની યાદો તો અહીં જ છોડીને આવજો. આમ કહી એ નીકળી જાય છે. કોલેજમાં પણ મીરાં બધાથી અલગ વ્યક્તિત્વ ધરાવતી હતી. એ વેસ્ટર્ન માહોલમાં રહેતી ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૩
આપણે આગળ જોયું કે મીરાંના સપના તદ્દન અલગ હતા અને તમામ સુખ- સૌંદર્યની ધારક હતી. હર એકના આંખોમાં મીરાંનું હતું જ. મીરાંના સપનાનો માલિક કોણ હતો એ તો મીરાં જ જાણતી. મીરાં કોલેજના ફંકશનમાંથી ઘરે આવે છે. ઘરે આવીને એના રૂમના સેલ્ફ પર મોરપંખનું શિલ્ડ ગોઠવે છે. એ આવીને પોતાની જાતને અરિસામાં જોઈને મનમાં મલકાતી બોલે છે. એ કાના, જ્યાં હો ત્યાંથી વહેલો આવ.. આ મીરાં તારી રાહ જુએ છે... હું રૂકમણી નથી કે હક જતાવું... હું રાધા પણ નથી કે જક બતાવું... હું તો મીરાં છું, તારા દર્શનથી જ ખુશ રહીશ... ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૪
આપણે આગળ જોયું કે મીરાંની સગાઈની ચર્ચામાં રાજવીબહેન પહેલીવાર કુમુદને કંઈક સંભળાવે છે. આ વાત પર કુમુદ બહુ નારાજ કુમુદ હવે મીરાંની સગાઈની જ રાહ જુએ છે. મીરાંને રૂમમાં બોલાવીને એની ભાભી સંધ્યાએ હળવેથી જયંતની વાત કરી. એના રૂપ રંગ, લાયકાત, માન મરતબો અને મિલકતના બે મોઢે વખાણ કર્યા. સંધ્યાએ જોયું કે આટલી વાત થયા પછી પણ મીરાં કોઈ જ ઉત્તર નહોતી આપી રહી હતી. એને બધી રીતે ફરી ફરીને પૂછ્યું કે " મીરાં, તારા સપનાનો રાજકુમાર તો ઘડવો પડશે ભગવાને. જો કોઈ દિલમાં વસી ગયો હોય તો એમ કહે. હું જ પપ્પાજીને વાત કરીશ." મીરાંએ કહ્યું ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૫
આગળ જોયું એ મુજબ મીરાંનો પરિવાર હોળીનો ઉત્સવ ઉજવવા ગુજરાતી સમાજમાં પહોંચે છે. હર વખતની જેમ આ વખતે પણ અલગ અલગ હરિફાઈ હોય છે. ગાયકીમાં તો મીરાંએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.. હવે આગળ... કેશવ અને એની ટોળીએ સંગીતખુરશીની હરિફાઈ યોજી. એક પછી એક રમતમાંથી બહાર થતા ગયા એમ એમ બધાને રમતમાં રસ વધતો ગયો. અંતે મોહિત (મીરાંનો ભાઈ) અને કેશવ જ વધ્યા. રસાકસીને અંતે બેય સ્પર્ધકોમાંથી કેશવ જીતે છે. આખા આયોજનના છેલ્લા સમયે મીરાં અને કેશવને ઈનામ આપવામાં આવે છે. બેય અજાણ્યા જ હતા અત્યાર સુધી...હવે બેયની આંખો મળે છે અને મનોમન લાગણીઓ થનગનાટ કરે છે. ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૬
મીરાં એના પપ્પાને એરપોર્ટ પર છોડી ઘરે પહોંચી હતી. બે દિવસ થઈ ગયા હતા. મોહિતે ભાવનગર ફોન કરી એના ત્યાં પહોંચ્યા કે નહીં એ જાણકારી મેળવી પણ ત્યાં તો નવું જ જાણવા મળ્યું કે હજુ એના પપ્પા અમદાવાદ સુધી પણ નથી પહોંચ્યા. હવે આગળ... ( બે દિવસ પહેલાની ઘટના ) ક્રિશ અને રાહુલભાઈ મુંબઈ પહોંચી જાય છે. એરપોર્ટની બહાર બેય એકબીજાને હાથ હલાવી આવજો કહે છે. રાહુલભાઈનો એક મિત્ર એને લેવા આવવાનો હતો ભાવનગરથી. એ મિત્ર પહોંચે ત્યાં સુધી પોતે ફ્રેશ થઈને રેડ્ડી રહે એવા વિચાર સાથે નીકળવાની તૈયારી કરે છે. ક્રિશ એને પોતાના નંબર આપે ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૭
મીરાંને હવે એના પપ્પાની બહુ ચિંતા થાય છે. એ ક્રિશે કરેલી મદદને પણ ભૂલતી નથી. એ વિચારી લે છે એ જેવો સપનાનો રાજકુમાર ઈચ્છતી હતી એ કદાચ ક્રિશ જ હશે. એ મોરપંખને હાથમાં ફેરવતા એના પપ્પાને જલ્દી જલ્દી મળી શકે એવું વિચારી રહી હતી. આ બાજુ રાજુભાઈ મુંબઈ પહોંચે છે. ક્રિશ એને લેવા એરપોર્ટ પર પહોંચે છે. રાજુભાઈ અને ક્રિશની આ પહેલી જ મુલાકાત હોય છે. એ પોતાના મોટાભાઈની તબિયતની જાણકારી મેળવી રાહતના શ્વાસ લે છે. બન્ને ઘરે પહોંચે છે. રાજુભાઈ : " ભાઈ, કેમ છે તમને હવે?"( ગળગળા સ્વરે) " હવે મને સારું છે. ચિંતા જેવું નથી ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૮
આગળ જોયું કે બન્ને ભાઈઓ ઘરે પહોંચે છે. બધા એમને સહીસલામત જોઈ ખુશ થાય છે અને સાથે સાથે ભગવાનનો આભાર માને છે. મીરાં અને કુમુદને મોરપંખ બાબતે થોડી રકઝક થાય છે. હવે આગળ... સવારના આહલાદક વાતાવરણમાં મીરાં નાહીધોઈને ગાર્ડનમાં લટાર મારતી હતી. ત્યાં જ એના પપ્પા આવે છે. આજ પપ્પા અને મીરાં એકલા જ બેઠા હોય છે. આજ કોણ જાણે એક બાપ એની પોતાની દીકરી સાથે હળવાશથી વાત કરે છે અને પૂછે છે કે... " મીરાં, મને જ્યારે મુંબઈમાં તબિયત બગડી રહી હતી એવો અણસાર આવ્યો કે મેં ફોન કરવાની કોશિશ કરી અને જે થવાનું હતું એ થઈ ગયું...બાકી ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૯
આગળ જોયું એ મુજબ રાજુભાઈને ફોન આવે છે કે કોઈ મહેમાન બની એમને ત્યાં આવે છે. રાજુભાઈ ગરમાગરમ નાસ્તો રાખવાનું સૂચન કરે છે. બધું તૈયાર પણ છે અને મહેમાન આવી પણ ગયા છે. જોઈએ તો ખરા કોણ આવ્યું છે ? આવનાર મહેમાનને રાહુલભાઈ ને ગળે મળતા મીરાંએ જોયું કે આવનારા મહેમાન ક્રિશનો પરિવાર હતો. સંધ્યાએ તો મીરાંની નજર પારખી લીધી. એ પણ મસ્તીભરી મજાકે કહ્યું કે " જાવ તમારો કાનુડો આવ્યો. " મીરાં પણ શરમથી નજર ઝુકાવી દે છે. " ભાભી, હમણા આવું એમ કહી એના રૂમમાં દોડી જાય છે." મીરાં આજ પહેલીવાર શરમાણી હતી કદાચ ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૦
આપણે આગળ જોયું એ મુજબ મીરાં એકદમ શાંત થઈને ક્રિશના પરિવાર સાથે હસી મજાક કરી રહી છે. કુમુદને પણ લાગે છે કે "આવું અચાનક કેમ થયું હશે?" બધાએ સાથે મળી 'ડાકોરના ગોટા'ની મોજ માણી. મીરાં, સંધ્યા અને કુમુદના મનના દ્રંદ્ર ચાલુ જ રહ્યાં. લગભગ નવ વાગ્યા હતા અને ક્રિશ અને રૂહી હવે વિદાય લઈ રહ્યાં હતાં. બધાએ ખૂબ જ ઉમળકાથી રૂહીને અપનાવી. ક્રિશ સાધારણ પરિવારનું સંતાન હતું એટલે એના જીવનમાં ખોટો ભપકો ક્યાંય જ ન હતો. જતાં જતાં રૂહી અને ક્રિશ એ આખા પરિવારને પોતાને ત્યાં રાખેલા 'ડીનર'નું આમંત્રણ આપીને જાય છે. મહેમાનના ગયા પછી બધું કામ ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૧
આગળના ભાગમાં મીરાંએ 'ગુડ ન્યુઝ' બધાને સંભળાવ્યા...કુમુદ તો મીરાંને દુઃખ થયું કે નહીં એ જ જાણવા ઉત્સુક હતી. સવાર આજ એને એના અધ્યાય ચાલુ કર્યા છે..હવે આગળ... બધાએ મોહિત અને સંધ્યાને વધામણી આપી. રીટા તો ફટાફટ રસોડામાં જઈને કાજુકતરી લાવી અને લાડમાં જ બોલી "સંધ્યા, તું જેટલી સરસ વ્યવહારમાં, દેખાવમાં અને કામકાજે પાવરધી છો એ જ ગુણથી ભરપૂર મારે તો તારી પ્રતિકૃતિ જોઈએ. રાજવીએ પણ મોહિત અને સંધ્યાને મોં મીઠું કરાવ્યું અને બેયને આજે એકબીજા સાથે આખો દિવસ સમય પસાર કરવા માટે બહાર ફરવા જવાનો હુકમ આપી દીધો. ભાવિ દાદાએ પણ બેયને શુભેચ્છાઓ પાઠવી. મીરાં તો આ પ્રેમને ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૨
ક્રિશને ત્યાં ડિનરમાં નરેશ સાથે મુલાકાત થાય છે રાજુભાઈની. રૂહીનો ભાઈ હોવાથી એ બધાની પસંદ પણ બને છે. રૂહીના સાથે નરેશની સરખામણી કરતો આ પરિવાર આગળ શું વિચારે છે એ જોઈએ. બીજે દિવસે રાહુલભાઈ અને મોહિત ક્રિશને ફોન કરી એમના મોલ પરની ઓફિસે બોલાવે છે. બધી વાતચીતના અંતમાં નરેશનું પણ પૂછે છે. નરેશ વિશે પોતે કંઈ ખાસ નથી જાણતો એવું કહેતા ક્રિશ હસતા હસતા કહે છે એ મારો લોહીપીણો સાળો છે એ હું દિલથી જાણું છું. એ નરેશ વિશે કશું ખરાબ પણ નથી બોલતો. ઘરે ગયા પછી ક્રિશ જમીને રૂહી સાથે બેઠો હોય છે. ક્રિશ પૂછે છે ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૩
આગળ જોયું કે મીરાંના સગપણની વાત માટે નરેશની તપાસ માટે મોહિત ક્રિશનો સંપર્ક કરે છે. આ બાજુ અમદાવાદના પોશ આવેલા બંગલા માટે કુમુદની મોટી બેનને હક જમાવવા કુમુદ શિખામણ આપે છે હવે આગળ.... રવિવારનો સૂરજ આકાશે ઊગી ગયો છે. સવાર સવારમાં જ આજ રીટાએ બધાને ગરમાગરમ નાસ્તો કરાવ્યો અને કહી દીધું કે આજની બપોરનું લંચ મીરાં બનાવશે. મીરાંએ જ રીટાઆંટીને આવું કરવા કહ્યું હતું. બધાએ પોતપોતાના વધારાના કામકાજ કરવા માટે એકબીજાની મદદ માંગી અને બધા કામે વળગ્યાં. મીરાં એ એકલીએ આજ આખી રસોઈ જાતે જ કરી. આજ એણે નોકરોને પણ રજા આપી હતી. લગભગ બાર વાગ્યાની આસપાસ ક્રિશનો ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૪
નરેશ એના પપ્પા સાથે વાતચીત કરી પછી મીરાંને જોવા આવ્યો હોય છે. મંગળવાર 'માતાજીનો શુભ વાર' ગણાય એવી શ્રધ્ધા આજ જોવાનું ગોઠવ્યું હોય છે. ક્રિશ અને નરેશ બન્ને મીરાંના ઘરે પહોંચે છે. હવે આગળ.... રાહુલભાઈએ નરેશને પહેલીવાર જોયો. એ તો એના કદ, કાઠી અને બોલવાની છટા પર આફરીન થઈ ગયા. એ જ્યાં બેઠો હતો ત્યાંથી સામેની દીવાલ પર લગાવેલ મીરાંનો ફોટો જોઈ નરેશ પણ અચંબિત થઈ ગયો. એણે તો મનોમન મીરાંને મનમાં સમાવી લીધી. એની બોલવાની રીતભાતથી એ હર કોઈ આકર્ષિત થયું. રાજુભાઈ બધાની છેલ્લે અને નરેશની સામે જ બેઠા. એ નરેશમાં શું શોધી રહ્યાં હતા એ ખુદને ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૫
નરેશને મીરાં ફોટામાં જ ગમી જાય છે. બધાને નરેશની બધી સ્ટાઈલ, એનો અંદાજ અને એનું મળતાવડાપણું ગોઠી જાય છે. થોડા વિચારમાં હતા પણ મીરાં એમની નજર સામે જ રહેવાની છે એ વિચારે હા પાડે છે.મીરાં અને નરેશ બહાર બગીચામાં ઝુલે બેસી એકબીજાને પોતાની વ્યક્તિગત વાતચીત કરી આગળ શું નિર્ણય લેવો એ વિશે મંથન કરી રહ્યા છે. ત્યાં જ નરેશ અચાનક જ મીરાંને કોઈ દોસ્તની વાત કરી ઉશ્કેરે છે. હવે આગળ... નરેશે મીરાંને એના કોઈ જૂના દોસ્તની વાત કરી. મીરાં તો સ્તબ્ધ થઈ ગઈ કે આ નરેશ કોની વાતો કરી રહ્યો છે? હકીકતમાં એને તો કોઈ સાથે એવી દોસ્તી ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૬
આપણે આગળ જોયું એ મુજબ રાજુભાઈની વાત નરેશના પપ્પા(શામજીભાઈ)ની સાથે થાય છે. વૃદ્ધે અમેરીકામાં લગ્ન ગોઠવાય તો પોતે ત્યાં ના પાડી છે. ભારતમાં ગોઠવાય તો પોતે રાજી છે. આવી વાતથી બધા ચોંકી જાય છે. રાજુભાઈ થોડીઘણી વાતો કરી પછી ફોન મૂકે છે. નરેશના હાથમાં ફોન આપતી વેળાએ એનો મગજ થોડો ગુસ્સે હોય એવું લાગ્યું. ત્યાં નરેશ જ કહે છે, " કાકા ! તમે ચિંતા ન કરો. મમ્મીના ડેથથી એ સાવ તૂટી ગયા છે. આમ પણ એમની ઉંમર છે. એ કદાચ અહીં આવશે તો દવા જ લેવી પડશે અને ત્યાં પણ દવા પર જ એનું જીવન ટકેલું છે. એના ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૭
મીરાંના વિચારમાં રાજુભાઈ સૂઈ નથી શકતા. એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો છે. એ શું કામ આવા વિચારથી ડરી છે એ પણ જાણવા જેવું છે 'એ છે મીરાં માટેનો અનહદ પ્રેમ...' બધા પોતપોતાના કામકાજ અર્થે નીકળી જાય છે. ઘરે છે ફકત મીરાં અને કુમુદ. એ બેય પોતપોતાના રૂમમાં જ છે. મીરાં એના રૂમમાં પુસ્તક વાંચી રહી છે. કુમુદ પણ એના વાળને સરખી કરી રહી છે ત્યાં જ નોકર આવીને કહે છે કે 'બેન બા કોઈ મહેમાન આવ્યું છે. મીરાંબેનને મળવાં માંગે છે.' કુમુદ તો આ સાંભળી ખુલ્લા વાળે જ જલ્દીથી વ્હીલચેરને હોલ તરફ વાળે છે. એ જઈને જુએ ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૮
રૂહી આજ મીરાંને મળવા આવી હતી. બધાએ રૂહી સાથે બેસી ઘણી વાતો કરી. મીરાંને રૂહીએ નરેશની ઘણી અંગત વાતો કરી હસી - મજાકવાળી. રૂહી જતાં જતાં નરેશે આપેલી ગિફ્ટ મીરાંના હાથમાં આપે છે હવે આગળ... મીરાં અને સંધ્યા બેય ઉપરના માળે જાય છે. દાદર ચડતા ચડતા બેય મસ્તી કરે છે. કુમુદને જરા પણ ન ગમ્યું કે મીરાંએ નરેશની આપેલી ગિફ્ટ વિશે કુમુદને ન જણાવ્યું. એ મોં ચડાવીને પોતાના ઓરડામાં જઈ બારણું જોરથી ધકેલે છે. રીટાને ભાસ થયો કે ક્યાંક વાત બગડી હોય એવું લાગે છે. એ કુમુદના ઓરડા તરફ જાય છે કે રાજવી એને જતા રોકે છે. એ ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૧૯
આપણે આગળ જોયું કે કુમુદે કહેલા શબ્દોથી મીરાં ડઘાઈ જાય છે. એ બેચેની અનુભવે છે. જમતી પણ નથી. મોહિત પ્રેમથી જમાડે છે. આ અનોખું બંધન એમનું અતૂટ છે.હવે આગળ... મોહિત અને મીરાં બેય સાથે જમી અને પોતાની આંખોથી આંસુ વહાવતા વહાવતા ધીમી વાત કરે છે. સંધ્યાએ ફોઈના વર્તનની વાત મોહિતને જણાવી દીધી હતી. એ મીરાંને સમજાવે છે કે એની જીભ જ કર્કશ છે. તું જાણે છે પછી એ વાતને શું કામ મનમાં લે છે. તું તારૂં વિચાર અને કાલ તૈયાર રહેજે...સવારે દસ વાગ્યે.. તારા માટે મેં અને સંધ્યાએ સરપ્રાઈઝ ગોઠવી છે......હવે સૂઈ જા ચાલ... સવાર પડીને સૂરજ નવા ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૨૦
નરેશ અને મીરાં બેય એકબીજાને સમય આપી સમજવા પ્રયત્ન કરે છે. મીરાં લાગણીશીલ છે અને નરેશ સ્પષ્ટવકતા તેમ જ છે. બેય એકબીજા સાથે હળીમળી જાય છે. બેયની વાતચીતમાં લગભગ ક્યાંય મેળ નથી પણ એક સંસ્કૃતિને ચાહનાર છે તો બીજો સમયને માનનાર છે. તો પણ બેય સહમત છે જીવનસાથી બનવા. હવે જોઈએ આગળ.... નરેશ મીરાંને એક ખાસ વાત જણાવવા માંગે છે. એ મીરાંની હથેળીને પકડી એક નાનું તણખલું એમાં મુકે છે અને કહે છે કે " મીરાં, આ જે સત્ય છે એ જ તું સમજવાનો પ્રયત્ન કરજે. હું ઘરમાં સૌથી નાનકડો છું. રમતા રમતા ભણવાના પ્રયત્ન કર્યા પણ ભણતર ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૨૧
નરેશ અને મીરાંની પ્રેમભરી મુલાકાત એના ભાઈ-ભાભી ગોઠવે છે. બન્ને સાથે રહી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. નરેશે તો પ્રેમને મોરપંખનું નામ આપી હાથમાં ટેટુ જ ચિતરાવ્યું. આ એક નવા સંબંધની શરૂઆત હતી. હવે આગળ..... મીરાં અને સંધ્યા ગાડીની પાછલી સીટમાં બેઠી હોય છે. મીરાં બારીની બહાર મહોબ્બતની દુનિયામાં ખોવાયેલી હોય છે. એના અંતરમાં હવે 'રાણો' જ છવાયેલો હતો. એણે તો આખું ટેટુ બનતા જોયું નરેશના હાથમાં. પલક ઝપકયા વગર નરેશે આખું ટેટુ થયું ત્યાં સુધી મીરાં પરથી નજર નહોતી હટાવી આ દ્રશ્ય મીરાંની આંખ સામે રમતું હતું. કયારે ઘર આવી ગયું એ ખબર જ ન પડી. સંધ્યા ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૨૨
નરેશને મગજમાં જે ચિંતા પેઠી એનો હલ શોધવા એ બેચેન બને છે. પોતાની મનની વાત ક્યાં કરવી એ પણ સવાલ હતો. એ નિરાશ ચહેરે રડમસ થઈ આંખો ઢાળી ફાઈલોને જોતો હોય છે કે એના મોબાઈલમાં રીંગ વાગી. એણે જોયું તો મીરાંનો કોલ હતો એ.મીરાં - "હલ્લો, રાણાજી ! "નરેશ - "બોલને મીરાં !""આજ તબિયત ઠીક નથી કે શું ? અવાજમાં રણકો નથી જરા પણ.."" હા, એવું જ સમજ." " એટલે-""મીરા એક વાત છે જે હું તને જ કહી શકું."" બોલો, હું શાંતિથી સાંભળીશ."" મીરા, પપ્પાની તબિયત બહુ ખરાબ રહે છે. એ એકલા રહે છે. હવે એ લગ્ન માટે ઉતાવળ કરે ...વધુ વાંચો
મીરાંનું મોરપંખ - ૨૩
આપણે આગળ જોયું કે મીરાં અને સંધ્યા નરેશના પિતા સાથે વાત કરી એમના ખબર અંતર પૂછે છે. બેયને લાગે કે નરેશની ચિંતા વ્યાજબી જ છે. મીરાં પણ વિચારે છે કે હવે પોતે કેમ મનાવશે બધાને સાદગીપૂર્ણ લગ્ન માટે. મીરાંને પોતાના ભાવિ સસરા સાથે વાત કર્યાનો સંતોષ હતો. એ સંધ્યાને પણ આ બાબતે સાથે રાખી ઘરમાં વાત કરવાના મૂડમાં હતી. આજ ફરી રવિવાર હતો. આજ આખો પરિવાર એક છતની નીચે ધમાલ મચાવવા તૈયાર જ હતો. બધા ફરી ગાર્ડનમાં બેઠા હોય છે ત્યારે જ મીરાં બધા માટે સ્નેકસ અને કોફી લાવે છે. રાજવીએ મીરાંને બેસવા કહ્યું. એણે જોયું કે ...વધુ વાંચો