આનું જ નામ 'પ્રેમ' આજ્ના સમયમા જેટ્લી સુખ્-સુવિધા યુવાનો પાસે છે તેટ્લી કદાચ આજ્થી 25-30 વર્ષો પહેલા હોત તો આજની કેટ્લીય જોડીઓ એકબીજા મટે આમ તડપતી ના હોત...કદાચ આજે જેમને ફોટામા UNCLE કે AUNTY કહીયે છીયે એમને કઈક અલગ રીતે સંબોધન કરતા હોત. એમાય તે મોબાઇલ ફોન અને ઈંટરનેટ થકી સંદેશા-વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે વાત જવા દો. કેટલાય લોકોને લાગતું હસે એમા કાઈ નવુ નથી, આજના સમયમા આટલા બધા સાધનો છે પણ હજી દિલ તો તૂટે પણ છે અને તડ્પે પણ છે. તો ચલો આજે આપણે એક એવી જ કથાના સાક્ષી બનીએ. એક શુક્રવારની ખુશનુમા સવારે સુરજ્દાદા

Full Novel

1

આનું જ નામ પ્રેમ ભાગ-1

આનું જ નામ 'પ્રેમ' આજ્ના સમયમા જેટ્લી સુખ્-સુવિધા યુવાનો પાસે છે તેટ્લી કદાચ આજ્થી 25-30 વર્ષો પહેલા હોત તો કેટ્લીય જોડીઓ એકબીજા મટે આમ તડપતી ના હોત...કદાચ આજે જેમને ફોટામા UNCLE કે AUNTY કહીયે છીયે એમને કઈક અલગ રીતે સંબોધન કરતા હોત. એમાય તે મોબાઇલ ફોન અને ઈંટરનેટ થકી સંદેશા-વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે વાત જવા દો. કેટલાય લોકોને લાગતું હસે એમા કાઈ નવુ નથી, આજના સમયમા આટલા બધા સાધનો છે પણ હજી દિલ તો તૂટે પણ છે અને તડ્પે પણ છે. તો ચલો આજે આપણે એક એવી જ કથાના સાક્ષી બનીએ. એક શુક્રવારની ખુશનુમા સવારે સુરજ્દાદા ...વધુ વાંચો

2

આનું જ નામ પ્રેમ - ભાગ-2

નમસ્તે મિત્રો,આ વાર્તા છે પૂજન અને મિસ્ટર રાજનની તેઓની જીવનના કૉલેજ કાળના પ્રેમની અને શહેર પ્રત્યેના યાદોની. વાર્તામાં સુધી આપણે જોયું કે પૂજન પોતાની કેરિયર માટે અગત્યની ડિલની તૈયારી કરતો હોય છે, મિસ્ટર રાજન એના બિઝનેસ રિપોર્ટ અને આવડતથી પ્રભાવિત થયા છે અને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. બંને જણા વચ્ચે લંચ સમયે વાત નીકળે છે કોલેજની. બંને અમદાવાદના કૉલેજ કાળની સમાન લાગણીની વાત કરતા હોય છે. હવે આગળ... એકાએક 30 વર્ષોના સૂકા પાંદડા ઉડીને જતા રહ્યા અને સાથે સાથે મિસ્ટર રાજન પણ સુંદર બની ગયા... ફકત સુંદર. યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે ઘણાબધા વિદ્યાર્થીઓનું ટોળુ ઊભું હતું અને બસની સુવિધા ...વધુ વાંચો

3

આનું જ નામ પ્રેમ - ભાગ 3

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ મિટિંગ માટે મળે છે અને લંચ સમયે વાત નીકળે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજનને આજે એકલું લાગતું હતું તો એ મિસ્ટર રાજન સાથે ડિનર માટે જાય છે. પસંદ પૂછતાં તેમણે માણેકચોક ની વાત કરે છે. હવે આગળ...અમદાવાદની વ્યસ્ત ગલીઓ વચ્ચે આવેલું માણેકચોક મોડી રાતના ખાણીપીણીના બજાર માટે પ્રખ્યાત છે. અહીંનો રાતનો નજારો અલગ જ હોય છે. સવારે અહી સોનાચાંદીના વેપારીઓ લાખો કરોડોનો વ્યાપાર કરતા હોય પરંતુ સાંજ આથમતા જ બજાર નવા રંગે રંગાઈ જાય છે.પૂજન અને મિસ્ટર રાજન બંને જણા માણેકચોક માં પ્રવેશ ...વધુ વાંચો

4

આનું જ નામ પ્રેમ - ભાગ - 4

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન વચ્ચે બિઝનેસ લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને માસીને ઘરે જાય છે. કોલેજમાં એકલી પ્રાંજલ ઊભી હોય ત્યાં એને કોઈ આવી ભેટી પડે છે. પૂજન ત્યાં પ્રાંજલ ને બીજા કોઈની બાઈક પાછળ જતા જોઈ રહે છે. હવે આગળ... પૂજન ચૂપચાપ આવીને વંદિતને કહે છેઃ "મારે હવે ઘરે જવું છે". પૂજન અને વંદિત બાઈક સ્ટેન્ડ તરફ જાય છે. રસ્તામાં પણ પૂજન કઈ બોલતો નથી. વંદિત એને ઘરની નજીક ઉતારી ચાલ્યો જાય છે. બીજા દિવસે કૉલેજમાં અમુક સિનિયર ...વધુ વાંચો

5

આનું જ નામ પ્રેમ - ભાગ - 5

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. શહેરની કૉલેજમાં આવે છે અને પ્રાંજલ જોડે થોડી ચડભડ થાય છે. પૂજન કૉલેજ આવે છે અને ત્યાં એની ફ્રેન્ડ પારિજાત એને પ્રજ્ઞા મેડમ જોડે મળવા લઈ જાય છે. હવે આગળ... પૂજન અને પારિજાત બંને ગણિતના ડિપાર્ટમેન્ટ તરફ જાય છે. ત્યાં પહોંચતા ખબર મળે છે પ્રજ્ઞા મેડમ આજે રજા પર છે. પૂજન ફરી અફસોસ કરે છે. પણ પારિજાત એને આખી વાત શું છે એ પૂછવાની જીદ કરતા આખરે બીજા કોઈને ખબર ના પડે એ શરતે વાત જણાવવા રાજી થાય છે. શનિવાર ...વધુ વાંચો

6

આનું જ નામ પ્રેમ - ભાગ - 6

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. કૉલેજ આવે છે પણ પ્રજ્ઞા મેડમ રજા પર હોય છે. પૂજન પ્રાંજલ જોડે કોફી ની માટે શરત લગાવે છે. મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે જેની પૂજનને ખબર પડે છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. હવે આગળ... જ્યારથી કૉલેજથી પ્રાંજલ આવી છે સતત વિચારતી હોય છે કે પૂજન કેવી રીતે જાણે છે. આ તરફ પૂજન કોઈક ને ફોન કરી માહિતી માટે આભાર માનતો હોય છે. બીજા દિવસે પણ રિશેસ સમયે પ્રાંજલ પૂજન જોડે વાત કરવા આવે છે પણ ...વધુ વાંચો

7

આનું જ નામ પ્રેમ - ભાગ 7

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. પૂજન પ્રાંજલ જોડે કોફી ની માટે લગાવે છે. મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. પ્રાંજલ પૂજનને એક ચિઠ્ઠી આપે છે. પારિજાત અને પૂજન ની વાત પછી પારિજાત કોઈક ને ફોન લગાડે છે. પૂજન પારિજાતને પ્રજ્ઞા મેડમ ના ઘરે જવાનું કહે છે. હવે આગળ... પૂજન પારિજાતની સાથે મિસ્ટર રાજન સાથે થયેલી બધી વાતો કરે છે. પારિજાતની મદદથી પૂજન નક્કી કરવા માગે છે કે મિસ્ટર રાજનની પ્રજ્ઞા જે છે એજ એમના પ્રજ્ઞા મેડમ છે. યોજના સાંભળી પારિજાત ખુશ થઈ જાય છે ...વધુ વાંચો

8

આનું જ નામ પ્રેમ - ભાગ - 8

આગળના અંકમાં આપણે જોયું કે પૂજનનો મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. પૂજનને એક ચિઠ્ઠી આપે છે. પારિજાત અને પૂજન સાથે કઈક વાત કરે છે અને સાંજે પ્રજ્ઞા મેડમ ના ઘરે જવાનું ફિક્સ કરે છે. પ્રાંજલ સાથે પૂજન પ્રથમ વાર કોફી પીવા માટે જાય છે ત્યાં સજા આપવાનું બીજા દિવસે જણાવશે એવું પૂજન કહે છે. પ્રાંજલ સાથે ત્યાં ઘણી વાતો થાય છે. ત્યાં જ કોઈકનો ફોન આવતા પ્રાંજલ જવુ પડશે કહી નીકળી જાય છે. હવે આગળ... પ્રાંજલ અચાનક જ જવાની વાત કરતા પૂજન એને મૂકવા આવવા માટે કહે છે. પણ પ્રાંજલ બહાનું ...વધુ વાંચો

9

આનું જ નામ પ્રેમ - ભાગ - 9

આગળના અંકમાં આપણે જોયું કે પારિજાત સાંજે પ્રજ્ઞા મેડમ ના ઘરે જાય છે. પ્રાંજલ સાથે પૂજન પ્રથમ વાર કોફી માટે જાય છે ત્યાં સજાનું બીજા દિવસે કહેવાનું નક્કી કરે છે. બીજા દિવસે પૂજનની આંખો કોઈ પાછળથી આવીને બંધ કરે છે. પારિજાત પ્રજ્ઞા મેડમ જોડે એમના ભૂતકાળની અમુક વિગતો પૂજન ને જણાવે છે. આગળનો પ્લાન પૂજન બીજા દિવસે પારિજાત જોડે વાત કરશે એવું જણાવે છે. આગળ રોડ પર એક્સિડન્ટ થયો હોવાથી પૂજન ગાડી બીજા રોડ પર લેવા જાય છે ત્યાં એને સામેની ગાડીમાં કોઈક જાણીતું દેખાય છે. હવે આગળ... પૂજનના હૃદયમાં એક અજબ ડર અને પ્રેમ સમિશ્રિત લાગણી ઉદભવે છે ...વધુ વાંચો

10

આનું જ નામ પ્રેમ - ભાગ - 10

આગળના અંકમાં આપણે જોયું કે પૂજનને સામેથી આવતી ગાડીમાં કોઈને જોઈને ભૂતકાળ યાદ આવે છે. પૂજનને પ્રાંજલની ફ્રેન્ડ સુહાની કરતી હોવાનું જાણવા મળે છે. ઘરે જાય છે. પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે સુહાની કોઈકને મેસેજ કરે છે. પારિજાત પૂજનને બ્લુ ગાડીની માહિતી આપે છે. પૂજન પારિજાત સાથે આગળના પ્લાન માટે બીજા દિવસે સવારે મળવાનું નક્કી કરે છે. પારિજાતનો પતિ નિસર્ગ એક કવર પારિજાતને આપે છે. હવે આગળ... પારિજાત: "નિસર્ગ, પેલા જાસૂસને માહિતી મેળવવાનું કામ આપેલું એ ક્યાં પહોંચ્યું?" નિસર્ગ પારિજાતને એક મોટું કવર આપે છે. પારિજાત સ્માઈલ સાથે નિસર્ગને ગળે લગાવી લે છે. પારિજાત કવર ...વધુ વાંચો

11

આનું જ નામ પ્રેમ - ભાગ - 11

આગળના અંકમાં પૂજન અને પારિજાત વચ્ચે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજનને એકબીજાની સામે કેમ કરીને લાવીશું એનું આયોજન છે. પારિજાત એને કવર આપે છે જેમાં એ બધાના ઉદયપુરમાં લીધેલા ફોટા, કાગળિયા અને પેનડ્રાઈવ હોય છે. મિસ્ટર રાજન એમના મિત્ર સુંદરલાલને ફેસબુક રિકવેસ્ટ મોકલે છે. વીડિયોમાં પૂજન અમુક છોકરાઓમાંથી એક છોકરાને જોઈ ઓળખી જાય છે. હવે આગળ... પૂજન વિડિયો ચાલુ કરે છે. આ તો એજ રાતની પાર્ટીનો વિડિયો છે. એ છોકરાઓમાં એક છોકરાને જોઈને પૂજન બોલી ઉઠે છે. "કવિશ, અચ્છા તો એ રાત્રે તું પણ ત્યાં જ હતો. અને આ બધું તે કરાવેલું છે. " (કવિશની પ્રાંજલ જોડે સગાઈ થઈ ...વધુ વાંચો

12

આનું જ નામ પ્રેમ - ભાગ - 12

આગળના અંકમાં પ્રાંજલ માટે સગાઈની વાત એક બંધન બની ગયું છે. પ્રાંજલ સગાઈની વાત પૂજનને જણાવે છે. પૂજન પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે પ્રાંજલ કવિશને આખા શહેરમાં ફેરવે છે. પારિજાત અને પૂજન સાંજે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજન માટે કઈક પ્લાન બનાવે છે. હવે આગળ... સાંજના 6 વાગ્યે મિસ્ટર રાજન પૂજનના ઘરે આવી જાય છે. પૂજન એમને ઘરે આમંત્રણ આપીને કોફી આપે છે. પછી બંને જણા પૂજનની ગાડી લઈને બહાર નીકળે છે. પૂજન: "આપણે મળ્યાં એના 3 દિવસ થયા પણ એક વાત છે કે તમે હોવ છો ત્યારે વીતેલો સમય સાથે હોય એવી અનુભૂતિ કરાવે છે." મિસ્ટર ...વધુ વાંચો

13

આનું જ નામ પ્રેમ - ભાગ - 13

આગળના અંકમાં જોયું કે પૂજન અને પારિજાતની પ્લાનિંગ કેવીરીતે પ્રજ્ઞા ને સુંદરને મળાવવાની સાથે બંનેની લવ સ્ટોરીને પૂર્ણ કરવામાં કરે છે. પ્રજ્ઞા અને સુંદર આટલા વર્ષે પણ નવા પ્રેમીની જેમ મળે છે. સુંદર પ્રજ્ઞાને પ્રપોઝ કરે છે. પારિજાત હજી એક લવ સ્ટોરીને પૂર્ણ કરવાની વાત છેડે છે. હવે આગળ... પારિજાત જાણી જોઈને આ સમયે પ્રજ્ઞા-સુંદર સાથે બીજી એક લવ સ્ટોરીને પણ પૂરી કરવાની વાત કરે છે. પ્રજ્ઞા અને સુંદર સમજી જાય છે અને એકમેકની સામે આંખ મીચકારે છે. (હવેથી મિસ્ટર રાજનને સુંદરથી જ સંબોધન કરીશું.) પ્રજ્ઞા: (પારિજાતની સામે જોઇને પૂછે છે)" પ્રાંજલના કોઈ સમાચાર છે?" પારિજાત: " સમાચાર તો ...વધુ વાંચો

14

આનું જ નામ પ્રેમ - ભાગ - 14

આગળના અંકમાં જોયું કે પ્રજ્ઞા અને સુંદરને મેળવવા પારિજાત અને પૂજન પ્લાન કરે છે. પ્રજ્ઞાને મળ્યો એની ખુશીમાં સુંદર આવતા મહિને બેંગલુરુ આવવાનું આમંત્રણ આપે છે. પારિજાત પ્રાંજલના લગ્નની વખતે શું થયેલું એ જણાવે છે. પ્રજ્ઞા અને સુંદર પ્રાંજલ સુધી પૂજનની વાત પહોંચાડવા જવાનું નક્કી કરે છે ત્યારે એમને ખબર પડે છે કે પ્રાંજલ તો સાધ્વી બની ગઈ છે. હવે આગળ... પ્રાંજલની સાધ્વીવાળી વાત સાંભળીને સુંદર અને પ્રજ્ઞા થોડા આશ્ચર્ય સાથે એકમેકની સામે જોવે છે. પૂજનની સામે જોઇને સુંદર કઈ બોલવા જાય એ પહેલાં જ પ્રજ્ઞા પૂજનની લાગણીઓ જાણીને કહે છે કે એક વાર નક્કી કર્યું તો આપણે પ્રાંજલ ...વધુ વાંચો

15

આનું જ નામ પ્રેમ - ભાગ - 15 (અંતિમ ભાગ)

આગળના અંકમાં જોયું કે પ્રજ્ઞા અને સુંદર પોરબંદર જાય છે. બધી વ્યવસ્થા પૂજન કરી આપે છે. ત્યાં પ્રજ્ઞા સુંદર દરિયાકિનારે ફરવા જાય છે અને પ્રાંજલને મળે છે. હવે આગળ. પ્રજ્ઞા: "પ્રાંજલ, તું પ્રાંજલ પટેલ છે ને?" પ્રાંજલ (ગળે લાગતા): "પ્રજ્ઞા મેડમ, તમને આટલા ટાઈમે જોઈને બહુ ગમ્યું." પ્રજ્ઞા:" પ્રાંજલ, તું અહી અને આ શું કપડાં પહેર્યા છે?" પ્રાંજલ: "પ્રજ્ઞા મેડમ, હું હવે દુનિયાથી અલગ સાધ્વી બનીને અહી બાળકોની મદદ અને સેવા કરું છુ." પ્રજ્ઞા: " પ્રાંજલ, તું કેમ સાધ્વી બની ગયી? તારા અને પૂજન વચ્ચે તો સારી એવી ઘનિષ્ઠતા હતી. અને તારા મેરેજ પણ થવાના હતા એવા સમાચાર હતા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો