કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ

(81)
  • 47.7k
  • 56
  • 20.6k

લૉકડાઉન બાદ ફિલ્મ બનાવવા નીકળેલા કબીર ખાન – સલમાન ખાનને કેવો અનુભવ થયો?કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ પરાણે પરિવારજનો સાથે રહેવાની ફરજ પાડતા લૉકડાઉનથી ઘણા કંટાળ્યા છે તો ઘણાનો મગજનો પારો ઉનમાળાની ગરમીથી પણ બમણો વધી ગયો છે, તોઘણા ચિંતાની ખાઈમાં ગબડવાની અણી પર છે ત્યારે લોકોના મગજના ‘કાર્ડિયોગ્રામ’ની વાંકીચુકી રેખાઓ સીધી લાઇનમાં દોડે એ માટે હાસ્ય જેવો રામબાણ ઇલાજ કોઈ નથી. એટલે ફિલ્મી ઍક્શનમાં જાણીતા હાસ્ય લેખક (જેમણે અનેક ગુજરાતી હિન્દી સિરિયલો, ફિલ્મો અને નાટકો પણ લખ્યા છે) અશોક ઉપાધ્યાયનો મજેદાર લેખ પ્રસ્તુત કરીએ છીએ. આશા છે આપ સૌને પસંદ પડશે.મંગલ ભવન અમંગલ હારી, એક કપ ચા ની સાથે ત્રણ

Full Novel

1

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૧

લૉકડાઉન બાદ ફિલ્મ બનાવવા નીકળેલા કબીર ખાન – સલમાન ખાનને કેવો અનુભવ થયો?કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ પરાણે પરિવારજનો રહેવાની ફરજ પાડતા લૉકડાઉનથી ઘણા કંટાળ્યા છે તો ઘણાનો મગજનો પારો ઉનમાળાની ગરમીથી પણ બમણો વધી ગયો છે, તોઘણા ચિંતાની ખાઈમાં ગબડવાની અણી પર છે ત્યારે લોકોના મગજના ‘કાર્ડિયોગ્રામ’ની વાંકીચુકી રેખાઓ સીધી લાઇનમાં દોડે એ માટે હાસ્ય જેવો રામબાણ ઇલાજ કોઈ નથી. એટલે ફિલ્મી ઍક્શનમાં જાણીતા હાસ્ય લેખક (જેમણે અનેક ગુજરાતી હિન્દી સિરિયલો, ફિલ્મો અને નાટકો પણ લખ્યા છે) અશોક ઉપાધ્યાયનો મજેદાર લેખ પ્રસ્તુત કરીએ છીએ. આશા છે આપ સૌને પસંદ પડશે.મંગલ ભવન અમંગલ હારી, એક કપ ચા ની સાથે ત્રણ ...વધુ વાંચો

2

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૨

કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ : પાર્ટ-2હજુ તો ઘરની ડોરબેલ વગાડી એન્ટર થયો કે સામે પત્ની સેનેટાઇઝર લઈને ઊભી મને કહે લ્યો પહેલા હાથ ધુઓ… અને સાંભળો સીધા બાથરૂમમાં જતા રહો… ક્યાંય અડતા નહીં… ફુવારા નીચે ઊભા રહી પહેરેલે કપડે જ માથાબોળ નાહી લો… ભીના કપડાને ગરમ પાણીની ડોલમા નાખી દેજો… અને હા, આખા શરીરે બે વખત સાબુ ઘસજો… આ તમારો ટુવાલ બાથરૂમની બહાર મુક્યો છે, લઈ લેજો… મને થયું હું નીચે શાક લેવા ગયો હતો કે કોઈની સ્મશાનયાત્રામાં..??મહારાષ્ટ્રમાં લૉકડાઉન ૩ મે સુધી વધ્યું… ફરી પાછા પંદર દિવસ સુધી ઘરમાં ભરાઇ રહેવાનું, મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો માણસ ...વધુ વાંચો

3

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - 3

કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ..- 3બૉલિવુડ કોઈ પણ ઘટના કે દુર્ઘટના બને કે એના પર ફિલ્મ બનાવવાના ટાઇટલ રજિસ્ટર પ્રોડ્યુસર્સ અસોસિયેશનમાં દોટ મુકતા હોય છે. હજુ ભારતમાં કોરોનાએ માંડ ડગ માંડ્યા હશે ત્યાં અડધો ડઝન જેટલા નિર્માતાઓ કોરોના અંગેની ફિલ્મના ટાઇટલ રજિસ્ટર કરાવી આવ્યા. આ વાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ લાગુ પડે છે. જોકે ગુજરાતમાં ગણ્યાગાઠ્યાં લોકો કોરોનાને માતાજીનો અવતાર ગણી એમની પૂજાપાઠ કરી રહ્યા છે ત્યારે પ્રસ્તુત છે કોરોના મા પર આધારિત, અશોક ઉપાધ્યાય લિખિત અને ગુજરાતની કોરોના મા ભક્તો દ્વારા અભિનીત… ધમાકેદાર લેખ…અલી આ કોરોના કોણ સે ખબર છે?ઇ કોરોના મા સે.. જે દૂર દેશથી બ્હાર આઈ સે. ...વધુ વાંચો

4

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૪

કોરોના નો કકળાટ , હાસ્ય ની હળવાશ – ૪ કોરોના માં કોરોન્ટાઇન થઈને ઘરમાં બેઠા બેઠા ન્યુઝ જોતો હતો મનીયાનો કોલ આવ્યો સામેથી એણે પૂછ્યું..? શાનું શાક બનાવ્યું..? મેં કહ્યું કુકર મુક્યું છે યાર..વાત વાત માં અમુક સીટી પણ વાગી..અને પત્ની નો અવાજ આવ્યો.” કેટલી સીટી થઇ..? મેં અકળાતા કહ્યું નથી ખબર યાર..ત્યાં મનીયો ફોનમાંથી બોલ્યો “ બે સીટી થઇ...” મેં સાંભળી , મેં એને પૂછ્યું તે મારા ઘરની કુકરની સીટી સાભળવા કોલ કર્યો છે..? તો મને કહે નાં , મારા એક ઉખાણા નો જવાબ સાંભળવા...કે કેળા માંથી પાઈનેપલ કેવી રીતે બને.? આવા ...વધુ વાંચો

5

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૫

કોરોનાની કકળાટ , હાસ્યની હળવાશ – ૫ કોરોના સાથે કબડ્ડી રમતા આજે કેટલામો દિવસ થયો એ પણ યાદ તારીખ પછીની છૂટ માં લોકો એમ બ્હાર નીકળ્યા જાણે વાનખેડે માં મેચ પૂરી થયા બાદ પબ્લિક બ્હાર નીકળતી હોય..એટલે સરકારે પણ કહ્યું ઘરમાં જ પડ્યા રહો...તમે નથી સુધરવાના...સાલું રોજ રવિવાર જેવું લાગે છે...વાંચન માં કંટાળો આવે , ફોલ્મો જોઈ થાકી ગયા , વેબ સિરીઝ જુઓ તો એકલામાં જોવાય એવી હોય...સાલી ઘરમાં બેઠા બેઠા ગાળો પણ ભુલાઈ ગઈ છે , બ્હાર જવાતું નથી , ઘરમાં મન લાગતું નથી , કોઈને કહેવાતું નથી , મનથી સહેવાતું નથી, ઓફીસ ભુલાતી નથી , ...વધુ વાંચો

6

કોરોનાની કકળાટ, હાસ્યની હળવાશ – ૬ 

કોરોનાની કકળાટ, હાસ્યની હળવાશ – ૬ ગણપતિની સુંઢ ક્યાંથી શરુ કરું એ જ ખબર નહોતી પડતી...વળાંક બરાબર આવતા જ સરકારની આજ્ઞાનું પાલન કરતા ઘરમાં જ પડ્યા પડ્યા વર્ષોથી અંદરને અંદર કાટ ખાઈ ગયેલી મારી ચિત્રકળાની સ્કીલ બ્હાર કાઢતો હતો...ડ્રોઈંગબુકમાં ગણપતિ દોરવાની પ્રેક્ટીસ કરતો હતો..સુંઢ બનાવતાતો આખી ડ્રોઈંગબુક ગોળ ફેરવી નાખી..અને હું અર્ધ વર્તુળ ફાયો અંતે સુંઢ ગોળ નહિ લંબગોળ થઇ...માંડ બાપ્પા બન્યા..ઉંદરની પ્રેક્ટીસ ચાલુ છે, ત્યાં અચાનક અવાજ આવ્યો “અરે સાંભળો છો..?” મેં સ્કેચપેનથી બાપ્પાનાં સુપડા જેવા કાનને “કલા- રસિક ટચ” આપતા કહ્યું , દાળ કુકરમાં મૂકી છે , શાક સમારી નાખ્યું છે , લોટ બાધી લીધો છે...વાસણ ચાર છ ...વધુ વાંચો

7

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ 

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ ડોક્ટર તુષાર દોશીનાં મોબાઈલ પર કોલ કર્યો..લોકડાઉનમાં ડિસ્પેન્સરી ખુલ્લી છે કે નહિ એ કરવા માટે, હલ્લો, ડોક્ટર સાહેબ કેમ છો.? મજામાં..ક્યાં છો ? શું કરો છો..?એકસાથે બે સવાલ અને બંને નાં એકસાથે ત્રણ જવાબ..ડિસ્પેન્સરીમાં..? લ્યુડો રમું છું, આવો રમવા..આ લ્યુડોની રમત લોકડાઉન ખુલ્યા પછી રાષ્ટ્રીય રમત ઘોષિત થાય તો નવાઈ નહિ..મારી વાઈફ પણ એકલી એકલી લ્યુડો રમતી હોય છે..ક્યારેક તો રસોડામાં કુકર ચઢાવતા ચઢાવતા બાજુમાં મોબાઈલ મૂકી એક એક દાવ રમતી જાય.પ્રોબ્લેમ શું છે..?મ ...વધુ વાંચો

8

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૮ 

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૮ લોકડાઉનમાં ઘરમાં બેઠાબેઠા વાઇફે મને “લોક” [ તાળું ] માં તેલ નાંખવાનું કામ હું લોકમાં તેલ નાખીને એનો કાટ કાઢી રહ્યો હતો. ચાવી મારી ને લોક ખોલ બંધ કરી રહ્યો હતો. કામ પત્યું એટલે લોક-ડાઉન મૂકીને હું બેડરૂમની બહાર નીકળી પેસેજ ની ગલી ક્રોસ કરી કિચનના કિનારેથી હોલના હાઇવે પર આવી સોફા પર બેઠો ત્યાં દીકરીએ કહ્યું પપ્પા તમારા વાળ જાંબુવત જેટલા લાંબા થઈ ગયા છે. મેં કહ્યું દિકરા, અત્યારે ઘરમાં બધા જ રામાયણનાં પાત્રો જેવા જ લાગે છે. બા શબરી, પપ્પા જાબુવંત, મમ્મી શૂર્પણખા, અને તું..સીતા.બરાબરને.હા લંકાની અશોકવાટિકામાં ગયા હતા ત્યારના સીતા માતા. ...વધુ વાંચો

9

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૯

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૯ લોકડાઉનનાં લાલ ઝોનમાં ઘરમાં બેઠા બેઠા લીલા જોતો હતો. રામની રામાયણ. રોજ પાંચ ચાલવાની આદત છે મારી. પણ છેલ્લા સવા મહિનાથી સવા કિલોમીટર નથી ચાલ્યો. ટામેટા જેવી હાલત થઇ ગઈ છે, પહેલા લીલા ઝોનમાં હતા પછી ઓરેન્જ ઝોનમાં આવ્યા અને હવે લાલઝોન પછી સીધી ચટણી થવાની. કોરોના વોરિયરનાં માનમાં ભારતીય સેનાએ પુષ્પ વૃષ્ટિ કરી, એમ જે લોકો ઘરમાં બેઠા છે એમની હિમ્મત ને દાદ દેવા સરકારે બારીએ સીટી વગાડવાની પરમીશન આપી શાબાશી આપવી જોઈએ. બેઠા બેઠા પીઠ પર સોફાના કવરની ડીઝાઈન છપાઈ ગઈ હતી. મોબાઈલમાં ગેમ રમી રમીને કંટાળી ...વધુ વાંચો

10

કોરોના કકડાટ હાસ્યની હળવાશ – ૧૦ 

કોરોના કકડાટ હાસ્યની હળવાશ – ૧૦ રૂમમાં સરસ મજાનું અંધારું હતું. એસી ચાલુ હતું.અને હું આરામથી પથારીમાં પડ્યો હતો. જોયું તો આઠ વાગ્યા હતા. આમેય માં મોડા ઉઠવાની આદત પડી ગઈ છે. ત્યાં બેડરૂમનો દરવાજો ખૂલ્યો મડોદરીની ઝેરોક્સ જેવા મારા અર્ધાંગિની પ્રવેશ્યા અને તાડૂક્યા : ચાલો હવે ઉઠો, જમી લ્યો થાળી પીરસુ છું. આજે સવારના આઠ વાગ્યામાં રસોઈ કરી નાખી ? કોઈ નું શ્રાદ્ધ છે ? કાગવાસ નાખવાનો છે શું ?તો મને કહે તમારું ફરી ગયું છે કે શું ? સવારના આઠ નહીં રાતના આઠ વાગ્યા છે. બારીના પડદા ખોલ્યા તો ખબર પડી કે બ્હાર અંધારું થઇ ચુક્યું છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો