કોઈએ સાચું જ કહયું છે કે આશિક બનીને જિંદગી બરબાદ ના કરવી જોઈએ.... પણ સમયની સાથે સાથે બરબાદી તો નીશ્ચિત જ છે જે મેં ખુદ જ પસંદ કરી છે...... મેં એ બધું જ કરું કે જેના લીધે હું ખુદ ને બરબાદ કરી શકું અને રહી સહી કસર મારા અહંકારએ પૂરી કરી દીધી. મારી જિંદગી ના મહત્વપૂર્ણ ૪ વર્ષ ખરાબ કરીને આ જગ્યા એ છુ કે જ્યાંથી આગળ કોઈ જ મંઝિલ નથી. મારા પિતાજી એમ ઈચ્છતા હતા કે હું પણ મોટા ભાઈ ની જેમ ભણી ગણી ને એક મોટો માણસ બનું, પણ મેં મારી જિંદગીનો મહત્વ પૂર્ણ સમય કે જેમાં હું
નવા એપિસોડ્સ : : Every Saturday
અરમાન ના અરમાન - 1
કોઈએ સાચું જ કહયું છે કે આશિક બનીને જિંદગી બરબાદ ના કરવી જોઈએ.... પણ સમયની સાથે સાથે બરબાદી તો જ છે જે મેં ખુદ જ પસંદ કરી છે...... મેં એ બધું જ કરું કે જેના લીધે હું ખુદ ને બરબાદ કરી શકું અને રહી સહી કસર મારા અહંકારએ પૂરી કરી દીધી. મારી જિંદગી ના મહત્વપૂર્ણ ૪ વર્ષ ખરાબ કરીને આ જગ્યા એ છુ કે જ્યાંથી આગળ કોઈ જ મંઝિલ નથી. મારા પિતાજી એમ ઈચ્છતા હતા કે હું પણ મોટા ભાઈ ની જેમ ભણી ગણી ને એક મોટો માણસ બનું, પણ મેં મારી જિંદગીનો મહત્વ પૂર્ણ સમય કે જેમાં હું ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 2
સવારે એક સુવાળા સ્પર્શથી મારી નીંદ ખુલી. હું બાથરૂમમાં ગયો અને ત્યાં થી આવી મેં કપડા પેહરી ને કહયું.” જાઉં છુ.”“જાઉં એન્ડ ટેક કેર” હું એની રાહમાં ત્યાં થોડી વાર ઉભો રહ્યો કદાસ એણે મારી આંખો માં એવું કઈ દેખાઈ જાય કે એ દોડી આવી ને મારા ગળે લાગી જાય પણ એવું કઈ થવાનું હતું નહિ. એણે તો મારો આંખો સામે સુધ્ધા જોયું નહિ.“તારો થનારો હસબન્ડ શું કામ કરે છે?” મેં કહયું.“તું કેમ પૂછી રહ્યો છો?” નિશાએ કહયું.“જનરલ નોલેજ માટે, શું ખબર IAS કે IES એક્ઝામ માં આવી જાય ” મે કહયું.“ઇટ્સ નોટ ફની અરમાન, તું હવે જા અને ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 3
“સિગરેટ પીઈશ.” એમાંથી એક છોકરીએ મારા તરફ સિગરેટ લંબાવી. મેં એક બે વાર સિગરેટ પી હતી પણ નવસીખીયા ની એક બે કસ લઈને બહાર ધુમાડો ફેકો. મેં એવું વિચારું હતું કે જેમ હું સ્કૂલમાં હમેશા ટોપર રહ્યો એમ અહી પણ ટોપર જ રહીશ. સિગરેટ દારૂ અને છોકરીઓને દુરથી જોઇને મજા લઈશ.“સિગરેટ સળગાવ...” એ ચુડેલો માંથી એક ચુડેલે સિગરેટ મારા મો માં ફસાવી દીધી. ત્યારે મારા મન મારા મોટા ભાઈ એ કહેલી વાત યાદ આવી.“જો દારૂ કે સિગરેટ ને હાથ પણ લગાવો છે ને તો જોઈ લે જે.”“જી ભાઈ. ““ સોરી જી સિગારેટ નથી પીતો.” મેં મારા મો માં રહેલી ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 4
“ક્યાં જતા રહ્યા હતા તમે બંને?” નવીને આમારી બંને સાથે હાથ મેળવીને પૂછ્યું.“કેન્ટીન..” અરુણે જવાબ આપ્યો.“કેન્ટીન!!!..”એની આંખો ન કેટલી મોટી થઇ ગઈ એ જાણી ને કે અમે કેન્ટીનમાં જઈ ને આવ્યા છીએ.“શું થયું?” મેં એની ફાટેલી આંખો જોઇને પૂછ્યું.“રેગીંગ થયું તમારા બંનેનું?” રેગીંગ શબ્દ સાંભળીને હું અને અરુણ એક બીજાની આંખોમાં જોવા લાગ્યા જે શું જવાબ આપવો.“નહી, કોઈએ નથી કર્યું.” અરુણે જવાબ આપ્યો.“આજે તો બચી ગયા પણ કાલથી ત્યાં ના જતા સીનીયરો ત્યાં ડેરો જમાવીને જ બેઠા હોઈ છે.” નવીને ચિંતાથી કહયું.“ફાટી ગઈ કે શું!!!” મેં એવી રીતે કહયું કે જાણે વરુણની આઈટમ એ નહિ પણ મેં એના મો ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 5
“શું થયું ટોપા..” મને આમ બીજી બાજુ જોતા જોઇને અરુણે કહ્યું.“કઈ નઈ એણે મારી સામે જોયું.” મેં અરુણને કહ્યું.“તો આમ મો ફેરવી લેવાય બકા આ જ તો સારો મોકો હતો એની સામે જોઇને આંખ મારી દેવાયને.” અરુણે કહ્યું.“અબ્બે આ બધી વાતોમાં મારી ફાટે છે યાર.” મેં અરુણને કહ્યું.“ તો તો તારું કામ થઇ રહ્યું બકા.” અરુણે એશ તરફ જોયું.“અબ્બે એશ તને જ જોઈ રહી છે.”અરુણે કહ્યું.“શું?.....” દિલ ફરી એકવાર જોરજોર થી ધડકવા લાગ્યું. અને મેં એશ તરફ જોયું. અરુણ સાચું કહી રહ્યો હતો. એશ મારી તરફ જ જોઈ રહી હતી. ત્યારે મને એવું લાગ્યું કે જાણે સમય ત્યાં જ ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 6
“અમે મરી ગયા હતા કે શું, આવા ઘોચું સાથે રખડે છો...” અને એ જ ડરથી હું બેડ પર થી થયો અને ભૂ ના હાથ માંથી એનો ફોન લઇ લીધો.“ટોપા એને તારા મોબાઈલ નંબરની કમ્પ્લેઇન કરી દીધી તો?” મે ડરાવતા કહ્યું.“ કોઈ નહી બકા સીમ ડમી છે...” ભૂએ આંખો નચાવતા કહ્યું.“અત્યારે કોઈનું પણ લોકેશન ટ્રેસ થઇ જાય છે અને આમ પણ એ કોઈને કોઈ સાથે સેટ થઇ જ ગયેલી હશે. તું શુ કામ પોતાનું બેલેન્સ બગાડે છો.“એ બધું પછી જોયું જાશે...” કેહતા અરુણે મારા હાથ માં થી ભૂ નો મોબાઈલ છીનવીને ભૂ ને આપતા કહ્યું,“લે તું પેલા કોલ કર....”“આ સાલો ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 7
“આટલા દિવસો થઇ ગયા હજુ સુધી આપને બધા એકબીજાના નામ પણ નથી જાણતા” એણે પોતાનું મોઢું ચડાવતા કહ્યું.“શેરીન ન વધારે જાડી હતી કે ન તો વધારે પાતળી હતી પણ એનો ચહેરો અને એની આદત જો ઢંગની હોત અમે એને જવા પણ દેત.લેકચર ફ્રી હતો તો ઇન્ટ્રોડક્શન નો દોર આગળ વધતો હતો ને વધતા વધતા અરુણ પાસે આવી ને અટક્યો.“યોર ટર્ન..” અરુણની તરફ આંગળી કરતા શેરીને કહ્યું. એ સાથે જ અરુણભાઈ તાવમાં આવી ગયા અને જોરથી કહ્યું જેને મારું ઇન્ટ્રોડક્શન જોઈએ એ હવેલી પર આવીને મળે.“વ્હોટ????” નાક સીકોડતા શેરીને કહ્યું.“હવેલી પર મળ પછી વ્હોટ નો મતલબ સમજાવું.” અરુણે ફરી તાવ ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 8
“માં કસમ સાંભળીને બહુ દુઃખ થયું “ દરરોજની જેમ આજે પણ વરુણ મારાથી પહેલા ઉઠ્યો હતો અને ચા ગેસ ઓન કરતા કરતા બોલ્યો.“લાવ દુધની બોટલ લાવ” વરુણે પોતાની વાત પૂરી કરી.“અરુણ, ત્યાં દુધની બોટલ રાખેલી છે જરા લાવી દે તો” મેં અરુણ તરફ જોતા કહ્યું. અરુણ પાસે મેં દુધની બોટલ માંગી હતી પરતું એણે મને દારૂની બોટલ પકડાવી દીઘી અને ઉપરથી બોલ્યો કે એક કપ ચા મારા માટે પણ બનાવી દેજે.“અબ્બે ઉલ્લુ, તે મને હનીસિંગ સમજી રાખ્યો છે કે શું?, કે ચિપ્સમાં દારૂ નાખીને ખાઈ જઉં અને પછી બંને હાથ ઉપર કરીને ઉપર ઉપરવાળું ગીત ગાઉ “મતલબ..” પોતાનું માથું ખંજવાળતા ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 9
“દીપિકામેમની પાસે નથી જવાનું તારે?” અરુણની બેસૂરી અવાજથી મારું ધ્યાન તૂટ્યું.“રીસેસ થઇ ગઈ?” મેં પૂછ્યું.“ઉપર પાંચ મિનિટ પણ ગઈ છે.” અરુણે મને ઘૂરતા કહ્યું.“તું પણ ચાલને..’ મેં અરુણને કહ્યું.“તું જા..” અંગડાઈ લેતા અરુણે કહ્યું.“મને તો નીંદર આવે છે..” હું એકલો જ ઉઠ્યો અને પોતાની જગ્યાએથી ઉભા થઈને બહાર જવા નીકળ્યો કે અરુણે અવાજ આપતા કહ્યું.“સંભાળીને રહેજે કઈ દીપિકા મેમ તારો રેપના કરી લે.”"છોકરીઓ પણ રેપ કરે કે શું?” મેં હસતા હસતા અરુણને પૂછ્યું.“આજકાલની છોકરીઓ કઈ પણ કરી શકે છે.” અરુણે પણ હસતા હસતા જવાબ આપ્યો. “ઠીક ત્યારે મળીયે થોડી વાર પછી” હું કેહતા નીકળી ગયો.હું ક્લાસમાંથી બહાર નીકળી ગયો અને ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 10
“ભૂ ને કોલ કરું છું.” અરુણે પોતાના હાથમાં મોબાઈલ લેતા કહ્યું. ભૂ પણ એશની પાછળ પડ્યો હતો તો અરુણે કે એને ખબર હોઈ અને દાવ એકદમ સીધો પડ્યો. એ ટોપા ભૂને એ ખબર હતી કે એશ ક્યાં એડમીટ છે “કામ થઇ ગયું.” અરુણે કોલને ડીસકનેક્ટ કરતા કહ્યું. “ક્યાં છે એ અને કઈ હાલતમાં છે?” મેં ચિંતાતુર થતા એકી શ્વાસે બોલી ગયો.“એપોલોમાં..” અરુણે કહ્યું.“ચાલ જલ્દીથી ત્યાં જઈએ” કહેતા કઈ પણ વિચારા વગર હું ઉભો થઇ ગયો. ત્યારે જ સાફસફાઈમાં લાગેલા નવીને ડપકું પૂર્યું.“ઓ હેલો ક્યાં?”“એપોલો..” મેં ફટાફટ કહ્યું.“બેટા અત્યારે જવું હોઈ તો ઓટો પકડીને જાઓ મારે ત્રણ વાગ્યે ભાઈને લેવા માટે રેલ્વેસ્ટેશન ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 11
સીડાર આ વર્ષે ઇલેકશનમાં એબીવીપી ના પ્રેસિડેન્ટના પદ માટે ઉભો હતો. તો બીજી બાજુ વરુણ પણ પ્રેસિડેન્ટના પદ માટે સામે મજબુત દાવેદાર હતો. એટલે એ બંને વચ્ચે અણબનાવ હોવો એક સ્વભાવિક વાત હતી.પરંતુ આ દુશ્મની જૂની હતી. વરુણે આગળના વર્ષે કોલેજના મેઈન ગેટ પાસે હોસ્ટેલના એક છોકરાનો શર્ટ ફાડી નાખ્યો હતો અને બહુ ખરાબ રીતે માર્યો હતો. તો આ વાતની જાણ સીડારને થઇ તો બધા હોસ્ટેલના છોકરાઓને સાથે લઈને ફોર્થ ઇયરના ક્લાસમાં જઈને બધાની સામે વરુણને પોતાની લિમીટ માં રહેવાની ધમકી આપી આવ્યો હતો. એ સમયે વરુણ સીડારનું કઈ ના કરી શક્યો કે ત્યાર પછી ના એનું કઈ બગાડી ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 12
“ટોપા એ સાતવર્ષ લગાતાર ફેઈલ થવાવાળા નું નામ વરુણ કઈ રીતે હોઈ શકે યાર..” વરુણે ચિડાઈને કહયું.“હવે એ તું બાપને પૂછ કે એણે એનું નામ વરુણ કેમ રાખ્યું.” મેં જવાબ આપ્યો.“એ લે હજુ એક પેગ બનાવ” અરુણે ખાલી ગ્લાસ મારા તરફ ધકેલો. મેં મારો ને એ બંને ગ્લાસ વરુણની તરફ કર્યા.“સાંજ પડી ગઈ કે શું.” મેં ઉઠવાની કોશિશ કરી પણ મારું માથું ચકરાવે ચડ્યું હતું.“કેન્ટીન પછી શું થયું એ કહે.” વરુણે ગ્લાસ મારી તરફ સરકાવતા કહયું.“કેન્ટીન પછી...” મને જો આ સમયે બીજું કઈ પણ પુછેત તો હું ના બતાવી શકેત પણ મારી કોલેજમાં વીતેલી જિંદગી વિષે કોઈ રાત્રે બાર ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 13
નેક્સ્ટ ક્લાસ હોડનો હતો અને એ આજે સબ્જેક્ટ રીલેટેડ ભણાવવાની જગ્યા એ દુનિયાદારીની વાતો કરવાના મૂડમાં હતા. પેહલા ઇન્ડિયા બીજા દેશો સાથેની તુલના કરી ત્યાર બાદ પોતાના વિષયને કેવી રીતે ભણવો એ વિષે વાત કરી અને ત્યાર બાદ પ્લેસમેન્ટ ઉપર આવી ટપકી પડ્યા. એણે કહ્યું કે એન્જીનીયરીંગના ચાર વર્ષ કેમ પુરા થઇ જશે એ ખબર પણ નહિ ખબર રહે. એટલા માટે અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દેજો નહીતર સારી જોબ માટે ભટકવું પડશે. એમણે એવું પણ કહ્યું કે અત્યારે એટલા બધા એન્જીનીયર બહાર ફરે છે કે રસ્તા ઉપર એક પથ્થર ઉઠાવીને મારશો તો એ પથ્થર એક કુતરાને વાગવાની જગ્યા ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 14
“ અને ના લીધું હોઈ તો લઇ આવજે અને લાગે હાથ મારા માટે પણ એક...” અરુણે પોતાની ચાલ ચાલ્યો. એ પણ અમારે સાથે એન્ટ્રી મારી હતી અને એણે જ કદાચ અરુણને કહ્યું હશે કે ફોર્મ લેવા મને મોકલી દે.‘ત્રણનું..”ભૂ એ એક ઝટકે જવાબ આપ્યો.“તો તો એક ભૂ માટે પણ લઇ આવીશ કાઢ દસ રૂપિયા.” મેં અરુણને કહ્યું. અરુણે તરત જ દસની નોટ આપી દીધી અને બોલ્યો.“બાપુ, દસ રૂપિયાનો સવાલ નથી, વાત તો કઈ જુદી જ છે જે તમને ત્યાં જઈને ખબર પડશે અરમાન સર..”ત્યાંથી એ બંને ક્લાસરૂમ તરફ આગળ વધી ગયા અને હું સ્ટુડન્ટ ડીપાર્ટમેન્ટ તરફ આગળ વધી ગયો. ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 15
“તને મેં એક કામ કહ્યું હતું યાદ છે.”“કયું કામ?” અરુણે વિચારતા કહ્યું.“ગૌતમ અને એશની લવ સ્ટોરી ક્યારથી અને કેવી ચાલુ થઇ એ અને તેના બંનેના બાપ શું કરે છે એ બધું..” મેં અરુણને યાદ અપાવતા કહ્યું.“મેં તને કેટલી વાર કહ્યું કે તું એશ પર બહુ ધ્યાન ના આપ તેણે ગૌતમ માટે સુસાઈડ કરવાની સુધ્ધા ટ્રાય કરી લીધી છે એનો લવ લેફ્ટ સાઈડ વાળો છે બકા..” અરુણે મને સમજાવતા કહ્યું. ‘લેફ્ટ સાઈડ મતલબ..” મેં અરુણને પૂછ્યું.“દિલ લેફ્ટ સાઈડ હોય છે એટલે સાચા પ્યારને લેફ્ટ સાઈડ વાળો પ્યાર કેહવાય..’ અરુણે કહ્યું.“અને રાઈટ સાઈડ વાળો લવ કોને કેહવાય?” મેં અરુણને ફરી પૂછ્યું.“ફર્જી લવ, ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 16
અરુણનું પેપર બહુ ખરાબ ગયું હતું એ વાત મને એ લગભગ હજાર વાર કહી ચુક્યો હતો. દરેક પાંચ મિનિટે એ કેહતો કે સાલું પેપર બહુ હાર્ડ હતું લાગે છે એક પણ ક્વેશન સાચો નથી પાડવાનો. એ જ્યારથી પેપર દઈને આવ્યો હતો ત્યારથી છોકરીઓ વાળી હરકત કરી રહ્યો હતો. એ બુક ખોલીને જવાબ મેચ કરતો જો એ મેચના થતો તો ખુદ સોલ્વ કરવા બેસી જતો. હું બિસ્તર પર પડ્યા પડ્યા તેની એ હરકતોને જોતો હતો તો બોર થઈને મેં કહ્યું કે એક પેપર ખરાબ થવાથી આટલો બધો પરેશાન છો તો તું ખાક દેશની સેવા કરવાનો છો.“માથું ના ખસકાવ, જા તું ...વધુ વાંચો
અરમાન ના અરમાન - 17
“હાય એશ” મેં આજે ફરી કોલેજની બહાર એશને પકડી. એ કદાચ કાલની ઘટનાથી થોડી રૂઠેલી હશે કેમ કે કાલે હું તેને હેરાન કરી રહ્યો હતો તો તેણે ત્યાં સામે પડેલી પાણીની આખેઆખી બોટલને મારા હેન્ડસમ ફેસ ઉપર ખાલી કરી નાખી હતી તો હું ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો હતો.“એ ફરી આવી ગયો” એશે તેની ફ્રેન્ડને કહ્યું.“ચલ ચલતી ક્યાં...” મેં ચીડવતા કહ્યું.“ગો ટુ હેલ..” એશએ ગુસ્સામાં કહ્યું.“એ તો જવાનો જ છું પણ ફિલહાલ મારો પ્લાન એ બિલ્ડીંગમાં જવાનો છે કે જ્યાં કાલે હું પાણી પાણી થઇ ગયો હતો.” મારો ઈશારો કેન્ટીન તરફ હતો.એશના બધા ફ્રેન્ડ્સને કદાચ બસ પકડવાની હતી તો બધા ...વધુ વાંચો