ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન

(853)
  • 133k
  • 127
  • 36.1k

બળવાના સમય દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક એવી ક્લબ બની હતી જેમાં એવા લોકો ભેગા થતા જે પોતાની જાતને લશ્કરી અધિકારીઓ માનતા. જો કે ખરેખર આ લોકો તો જહાજોના માલિકો, નાની-મોટી દુકાનોના માલિકો કે પછી મીકેનીકો જ હતા. પરંતુ જ્યારે તેઓ આ ક્લબમાં ભેગા થતા ત્યારે પોતાની જાતને કેપ્ટન, કર્નલ અને જનરલ માની બેસતા. સાચું કહીએ તો આ લોકોએ નજીકમાં જ આવેલી વેસ્ટ પોઈન્ટની મિલીટરી સ્કૂલનો દરવાજો પણ નહોતો જોયો. પરંતુ આ લોકો ક્લબમાં ભેગા થઈને પોતાના પૈસાના જોરે તેમના બળવાના વિજયોનો ઉત્સવ મનાવતા.

Full Novel

1

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ ૧

બળવાના સમય દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક એવી ક્લબ બની હતી જેમાં એવા લોકો ભેગા થતા જે પોતાની લશ્કરી અધિકારીઓ માનતા. જો કે ખરેખર આ લોકો તો જહાજોના માલિકો, નાની-મોટી દુકાનોના માલિકો કે પછી મીકેનીકો જ હતા. પરંતુ જ્યારે તેઓ આ ક્લબમાં ભેગા થતા ત્યારે પોતાની જાતને કેપ્ટન, કર્નલ અને જનરલ માની બેસતા. સાચું કહીએ તો આ લોકોએ નજીકમાં જ આવેલી વેસ્ટ પોઈન્ટની મિલીટરી સ્કૂલનો દરવાજો પણ નહોતો જોયો. પરંતુ આ લોકો ક્લબમાં ભેગા થઈને પોતાના પૈસાના જોરે તેમના બળવાના વિજયોનો ઉત્સવ મનાવતા. ...વધુ વાંચો

2

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 2

પાંચમી ઓક્ટોબરે રાત્રે બરોબર આઠ વાગ્યે ગન ક્લબ તરફ લોકોના ટોળેટોળા ચાલીને જઈ રહ્યા હતા. બાલ્ટીમોર શહેરમાં રહેતા આ તમામ લોકો તો તેમના પ્રમુખના પત્રને માન આપીને આ મીટીંગમાં હાજર રહેવા માંગતા જ હતા પરંતુ જે પત્રવ્યવહાર દ્વારા ક્લબમાં સભ્ય બન્યા હતા તેઓને પણ મીટીંગની નોટીસ કોઈને કોઈ રીતે મળી ગઈ હોવાથી તેઓ પણ આ મીટીંગમાં હાજર રહેવા આવી પહોંચ્યા હતા. આમતો ગન ક્લબનો હોલ ખૂબ મોટો હતો પરંતુ મીટીંગ માટે આવેલા સભ્યોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે આજુબાજુના રૂમ પણ ભરાઈ ગયા હતા. ...વધુ વાંચો

3

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 3

પ્રમુખના ભાષણના છેલ્લા શબ્દોનું ઉચ્ચારણ થયું ત્યારબાદ ત્યાં બેસેલા લોકો પર તેની જે અસર થઇ તેને શબ્દોમાં વર્ણવી શકાય નથી. તાળીઓનો ગડગડાટ, લોકોની હર્ષમાં આવી જઈને પડેલી બૂમો, સૂત્રોનો અવાજ. હુર્રે નો એક સાથે જયઘોષ, અને અમુક એવા શબ્દો જેને માત્ર અમેરિકન ભાષા સમજતો વ્યક્તિ જ સમજી શકે એ પણ જોરજોરથી ઉચ્ચારવામાં આવ્યા. હોલમાં તો લગભગ અફરાતફરી મચી ગઈ. લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને સાથે સાથે જમીન પર પોતાના પગ પણ પછાડી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે ગન ક્લબના મ્યુઝીમમાં મુકવામાં આવેલી તમામ તોપો જો ભેગી કરીને પણ એકસાથે ફોડવામાં આવે તો પણ તે આ અવાજને તે હરાવી શકે તેમ ન હતી. ...વધુ વાંચો

4

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 4

લોકોના આટલા બધા ઉત્સાહની વચ્ચે પણ બર્બીકેન એક ઘડી માટે તેમનું લક્ષ્ય ભૂલ્યા ન હતા. તેમણે પહેલા તો તેમની ક્લબના બોર્ડ મેમ્બર્સને ભેગા કરીને સાથે ચર્ચા કરી અને તેમાંથી એવો નિષ્કર્ષ આવ્યો કે પહેલાંતો અવકાશ વિજ્ઞાનના જાણકારો પાસેથી આ બાબતે સલાહ લેવી અને ત્યારબાદ મીકેનીકલ ભાગ પર ધ્યાન આપવું. આ મહાન પ્રયોગના મિશનને સફળ બનાવવામાં કશું પણ રહી ન જાય તેની ખાતરી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. ...વધુ વાંચો

5

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 5

એક નિરીક્ષણ પોતાની અનંત દ્રષ્ટિથી ચંદ્રનું નિરીક્ષણ કરી શકતો હોય છે. આ બ્રહ્માંડમાં એક અજ્ઞાત કેન્દ્ર છે અને સમગ્ર તેની આસપાસ ફરે છે. અહીં અસંખ્ય અણુઓ પણ છે જે અસ્તવ્યસ્ત રીતે આમતેમ ફરતા હતા પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે ભૂલ કરી રહેલા આ અણુઓ અચાનક આજ્ઞાકારી બની ગયા. ...વધુ વાંચો

6

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 6

બાર્બીકેનની દરખાસ્તનો સમગ્ર દેશમાં જબરો પડધો પડ્યો. લોકો તાત્કાલિક અવકાશ વિજ્ઞાનના તથ્યો અંગે અભ્યાસ કરવા લાગ્યા અને તે પણ એકાગ્રતાથી. લોકોએ જાણેકે ચંદ્રને પોતાના જીવનમાં પહેલી વખત જોયો હોય એવો ઉત્સાહ છવાઈ ગયો હતો. ચંદ્ર અંગે જે કઈ પણ માહિતી મળે લોકો એકઠી કરવા લાગ્યા હતા પછી ભલેને ચંદ્ર ઉપર બનેલા વર્ષો જૂના ટુચકાઓની ચોપડી પણ કેમ ન હોય. અમેરિકનો પર ચંદ્રનું જાણેકે ભૂત સવાર થઇ ગયું હતું જે તેમને છોડવા તૈયાર ન હતું. ...વધુ વાંચો

7

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 7

કેમ્બ્રિજની વેધશાળાએ આપેલા યાદગાર જવાબમાં ચંદ્ર પરની ચડાઈને માત્ર અવકાશ વિજ્ઞાનને જ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટના ભાગ પર ધ્યાન આપવાનું હજી બાકી હતું. ...વધુ વાંચો

8

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 8

મીટીંગમાં પસાર થયેલા પ્રસ્તાવની અસર બાર્બીકેનના ઘરની બહાર પણ પડી. કેટલાક ડરપોક લોકો એવી ચર્ચા કરવા લાગ્યા કે આવડા ગોળાને જ્યારે ચંદ્ર તરફ છોડવામાં આવશે ત્યારે તેના ધડાકાનો અવાજ કેવો ભયંકર હશે તો કેટલાક લોકોએ એવો સવાલ પણ ઉભો કર્યો કે શું આટલા મોટા ગોળાને જરૂરી ગતિ સાથે છેક ચંદ્ર સુધી પહોંચાડી શકે તેવી તોપ બનાવવી શક્ય છે કે નહીં પરંતુ મિનીટ્સ ઓફ મીટીંગને જો બરોબર વાંચવામાં આવે તો આ તમામ સવાલોનો જવાબ આપમેળે મળી જતો હતો. બીજા દિવસે સાંજે મીટીંગ ફરીથી શરુ થઇ. ...વધુ વાંચો

9

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 9

હવે જે બાકી હતું તે પાઉડરનો પ્રશ્ન હતો. પ્રજા હવે અંતિમ નિર્ણયની રાહ જોઈ રહી હતી. તોપગોળો અને તોપની નક્કી થઇ ગઈ હતી, પરંતુ જરૂરી ધડાકા માટે પાઉડર કેટલો જોઇશે તેની હજી કોઈને ખબર પડી ન હતી. ...વધુ વાંચો

10

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 10

અમેરિકનોએ ગન ક્લબના સાહસની નાનામાં નાની વિગતોમાં પણ ખૂબ રસ લીધો હતો. કમિટીની રોજની મીટીંગોમાં શું નક્કી કરવામાં આવ્યું તમામ વિગતો તેઓ લઇ રહ્યા હતા. પ્રયોગ માટેની સરળમાં સરળ પ્રક્રિયા થી માંડીને ખર્ચની રકમ, મીકેનીકલ તકલીફોને કેમ દૂર કરવામાં આવી તેનો તમામ પ્લાન વગેરે વિગતો અમેરિકનોની ઉત્કંઠાની ચરમસીમા વટાવી ગઈ હતી. ...વધુ વાંચો

11

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 11

એક મહત્ત્વના સવાલ પર ધ્યાન આપવાનું હજીપણ બાકી હતું આ સવાલ હતો કે પ્રયોગ માટેનું ઉત્તમ સ્થળ કયું શકે કેમ્બ્રિજની વેધશાળાની સલાહ મુજબ ગોળો એવા સ્થળેથી છોડવો જોઈએ કે જે ચંદ્રની ધરીથી સૌથી નજીક હોય. હવે ચંદ્ર તો પૃથ્વી પરથી પસાર નથી થતો. એ તો એની આસપાસ ફરે છે એટલે ૦ થી ૨૮ અંશ અક્ષાંશની વચ્ચે કોઈ એવી જગ્યાએ તોપ ગોઠવવી જોઈએ જેનાથી ગોળો તેના નિશ્ચિત લક્ષ્ય પર મોકલી શકાય. ...વધુ વાંચો

12

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 12

અવકાશી, તકનીકી અને ભૌગોલિક આ તમામ તકલીફોને પાર પાડી દેવામાં આવી હતી અને હવે પ્રશ્ન બાકી રહ્યો હતો નાણાંનો. રકમ આ કાર્ય માટે જરૂરી બની હતી તે કોઈ એક વ્યક્તિ પૂરી પાડી શકે તે અશક્ય હતું એટલુંજ નહીં કોઈ એક રાજ્ય આખું પણ આ ભાર વહન કરી શકવા માટે સમર્થ ન હતું. ...વધુ વાંચો

13

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 13

જ્યારે ગન ક્લબમાં નિર્ણય લેવાઈ ગયો અને ટેક્સાસે તેની બદબોઈ પણ ખુબ કરી, ત્યાર પછી અમેરિકામાં રહેનાર તમામ લોકોનું જ કામ થઇ ગયું અને એ હતું આ આવનારી વૈશ્વિક ઉપલબ્ધી તેમજ ફ્લોરીડાની ભૂગોળ વિષે ખુબ વાંચતા રહેવાનું. આ અગાઉ ક્યારેય ‘બર્ટરમ્સ ટ્રાવેલ્સ ઇન ફ્લોરીડા’, ‘રોમન્સ નેચરલ હિસ્ટ્રી ઓફ ઇસ્ટ એન્ડ વેસ્ટ ફ્લોરીડા’, વિલિયમ્સ ટેરીટરી ઓફ ફ્લોરીડા’ અને ‘ક્લીવલેન્ડ ઓન ધ કલ્ટીવેશન ઓફ ધ સુગરકેન ઇન ફ્લોરીડા’ જેવા પુસ્તકોની માંગ આટલી બધી વધી નહોતી ગઈ. ...વધુ વાંચો

14

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 14

એજ સાંજે બાર્બીકેન અને તેમના સાથીઓ ટેમ્પા ટાઉન પરત થયા જ્યારે મર્ચીસન એટલેકે તેમનો એન્જીનીયર ન્યુ ઓર્લિયન્સ જવા ટેમ્પીકોમાં બેઠો. તેનું હવેનું કાર્ય હતું કારીગરોની ફોજ બનાવવા માટેનું લીસ્ટ તૈયાર કરવાનું અને માલસામાન એકઠો કરવાનું. ગન ક્લબના સભ્યો ટેમ્પા ટાઉનમાં જ રોકાઈ ગયા કારણકે તેમણે શરૂઆતનું કાર્ય કરવા માટે સ્થાનિકોને મદદ કરવાની હતી. ...વધુ વાંચો

15

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 15

આ આઠ મહિનાઓમાં કાસ્ટિંગની તૈયારી માટેનું અગત્યનું કામ એટલેકે ખોદકામ તેમજ કાસ્ટિંગ પણ સાથેસાથે જ થઇ રહ્યું હતું. કોઈ વ્યક્તિ જો અત્યારે સ્ટોન્સ હિલ પર આવી ચડે તો તેને આ અદભુત નઝારો જોઇને જરૂરથી આશ્ચર્ય થાય. ...વધુ વાંચો

16

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 16

શું કાસ્ટિંગ સફળ થયું હતું સાચું કહીએ તો અત્યારે તો એમ કહેવું એ એક અટકળથી વધારે કશું જ હતું. એ સફળ થશે જ એના માટે ઘણા કારણો હતા, કારણકે તમામ બીબાંઓ એ ઢાળેલા ધાતુને બરોબર પોતાનામાં સમાવી લીધા હતા પરંતુ આ અંગે કશું નક્કર કહી શકવા માટે હજી ઘણો બધો સમય જરૂરી હતો. ...વધુ વાંચો

17

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 17

ગન ક્લબ દ્વારા હાથ ધરવામાં આવેલું એક મહાન કાર્ય હવે લગભગ પૂર્ણ થવાના આરે હતું અને ચંદ્ર પર નિશાન ગોળો છોડવાને હજી પણ બે મહિનાની વાર હતી. આ બે મહિનાઓઘટનાઓ રાહ જોવા માટે થતી સ્વાભાવિક ઉતાવળને લીધે તે વર્ષ જેટલા લાંબા લાગી રહ્યા હતા. હવેથી ઓપરેશન અંગેની નાનામાં નાની માહિતીને દરરોજ છાપાંઓ દ્વારા છાપવામાં આવતી હતી અને તેને જનતા ભૂખી નજરે વાંચતી હતી. ...વધુ વાંચો

18

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 18

જો આ હેરત પમાડતા સમાચાર તાર દ્વારા આવવાના બદલે પોસ્ટ દ્વારા એક સામાન્ય સીલ ધરાવતા પરબીડીયામાં સાદી રીતે આવ્યા તો બાર્બીકેને એક પળની પણ રાહ જોઈ ન હોત. તેમણે પોતાની જીભને ડહાપણ અને પોતાનો નિર્ણય ન બદલવાના પગલાં તરીકે સીવી લીધી હોત. આ ટેલીગ્રામ કદાચ કોઈ મજાક તરીકે, ખાસકરીને એક ફ્રેન્ચમેન તરફથી કરવામાં આવી હોય એવું બને. કોઇપણ મનુષ્યે આ પ્રકારની મુસાફરીની કલ્પના પણ કેવી રીતે કરી હોઈ શકે જો એવું હોય તો તેને ગાંડાઓના વોર્ડમાં પૂરી દેવો જોઈએ નહીં કે શસ્ત્રની દિવાલોમાં. ...વધુ વાંચો

19

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 19

બીજા દિવસે બાર્બીકેનને શંકા હતી કે માઈકલ આરડનને વિવેકભાન વગરના સવાલો પણ પૂછાઈ શકાય છે અને આથી તેમની એવી હતી કે પ્રેક્ષકોની સંખ્યા બને તેટલી ઓછી કરવામાં આવે અને આ માટે તેઓ પ્રેક્ષકોમાંથી પોતાના સાથીદારોની પણ છટણી કરવા માંગતા હતા. એમની ઈચ્છા તો એવી હતી કે તેઓ તેમના સાથીદારોને નાયગ્રા ધોધની મુલાકાતે મોકલી આપે, પરંતુ તેઓ મજબૂર હતા અને આથી છેવટે તેમણે આ વિચાર પડતો મૂક્યો અને પોતાના નવા મિત્રને જાહેરસભા કરવાની છૂટ આપી. આ રાક્ષસી કદની મીટીંગ માટે શહેરના છેવાડે આવેલા વિશાળ મેદાનની પસંદગી કરવામાં આવી. ...વધુ વાંચો

20

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 20

જેવો ઉત્સાહ ધીમેધીમે ઓછો થયો, મજબૂત અને નિશ્ચિત અવાજમાં નીચે પ્રમાણેના શબ્દો બોલવામાં તેમજ સાંભળવામાં આવ્યા: “હવે જ્યારે વક્તાએ આટલીબધી કલ્પનાઓ ઉભી કરી આપી છે તો હવે તેઓ મુખ્ય વિષય પર પરત થવાની કૃપા કરશે અને ઉપસ્થિત સવાલનો જરા વ્યવહારુ જવાબ આપશે ” ...વધુ વાંચો

21

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 21

એક તરફ આ યુદ્ધના નિયમો પ્રમુખ અને કેપ્ટન વચ્ચે નક્કી કરવામાં આવ્યા હતા – આ ભયાવહ, જંગલી યુદ્ધ જેમાં યોદ્ધો એક માનવીનો શિકારી બનવાનો હતો – માઈકલ આરડન તેના વિજયના થાકને આરામ આપી રહ્યો હતો. જો કે તે યોગ્ય પથારી પર આરામ નહોતો ફરમાવી રહ્યો કારણકે અમેરિકનો માટે પથારી એટલે પથ્થર જેવી સખ્તાઈ ધરાવતી ભૂમિ જેવી હતી. ...વધુ વાંચો

22

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 22

એજ દિવસે પૂરા અમેરિકાએ કેપ્ટન નિકોલ અને પ્રમુખ બાર્બીકેન વચ્ચે શું થયું તેના રહસ્યોદ્ઘાટન અંગે સાંભળ્યું. એ દિવસથી માઈકલ એક દિવસ પણ શાંતિથી બેસી રહ્યો નહીં. સમગ્ર દેશના વિવિધ વિભાગોએ તેને કોઇપણ પ્રકારના વિરામ કે અંત વગર હેરાન કર્યો. કેટલાબધા લોકોને એ મળ્યો જેની કોઇપણ પ્રકારે ગણના કરવી શક્ય ન હતી, તે તમામ માટે ‘મળવા જેવો માણસ’ બની ગયો હતો. આ પ્રકારનું સન્માન કોઈને પણ ઉદ્ધત બનાવી શકે છે પરંતુ તેણે પોતાની જાતને શાંતિથી સાંભળી લીધી અને પોતાને તેણે આનંદની અર્ધમદહોશીમાં મોકલી દીધો. ...વધુ વાંચો

23

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 23

કોલમ્બિયાડના બની જવા બાદ લોકોનો રસ હવે ગોળા ઉપર કેન્દ્રિત થઇ ગયો હતો અને એ વાહન પર પણ જેના બેસીને ત્રણ અદભુત સાહસિકો અવકાશમાં જવાના હતા. નવી યોજનાઓ તેના ઝડપી અમલીકરણની વિનંતી સાથે એલ્બાનીની બ્રેડ્વીલ એન્ડ કંપનીને મોકલી આપવામાં આવી. છેવટે 2જી નવેમ્બરે ગોળાનું કાસ્ટિંગ થયું અને તેને ઇસ્ટર્ન રેલવે દ્વારા તરત જ સ્ટોન્સ હિલ્સ મોકલી દેવામાં આવ્યો જ્યાં તે એ મહિનાની 10મી તારીખે કોઇપણ તકલીફ વગર પહોંચી ગયો, જ્યાં માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ...વધુ વાંચો

24

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 24

આગલા વર્ષે 20મી ઓક્ટોબરે, ફાળો ઉઘરાવવાનું કાર્ય સમાપ્ત થયા બાદ, ગન ક્લબના પ્રમુખે કેમ્બ્રિજની ઓબ્ઝરવેટરીને એક રાક્ષસી ઉપકરણ બનાવવા જરૂરી આંકડાઓ આપવા બદલ શ્રેય આપ્યું હતું. આ ઉપકરણ ચંદ્રની સપાટી પર નવ ફૂટથી વધુના ડાયામીટર ધરાવતા કોઇપણ પદાર્થની ઓળખ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું હતું. ...વધુ વાંચો

25

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 25

બાવીસમી નવેમ્બર આવી ગઈ વિદાયને હવે દસ દિવસ બાકી રહ્યા છે. એક કાર્ય હજી પણ બાકી હતું જે વાતાવરણમાં ખુશી લાવશે એક એવું કાર્ય જે નાજુક અને ખતરનાક હતું, જેમાં અતિશય સંભાળ લેવાની જરૂર હતી, જે કેપ્ટન નિકોલની ત્રીજી શરતની જીત વિરુદ્ધનું હતું. આ કાર્ય બીજું કશું જ નહીં પરંતુ કોલમ્બિયાડને લોડ કરવાનું હતું અને ગન કોટનનો ચાર લાખ ટન જેટલો જથ્થો તેમાં દાખલ કરવાનો હતો. ...વધુ વાંચો

26

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 26

પહેલી ડિસેમ્બર આવી ગઈ! જીવલેણ દિવસ! જો આજે દસ કલાક અડતાલીસ મિનીટ અને ચાલીસ સેકન્ડે ગોળાને છોડવામાં ન આવે બીજા અઢાર વર્ષ ચંદ્રને ફરીથી એ જ શિરોબિંદુ અને તેના પૃથ્વીના સહુથી નજીક આવવાના સમયની રાહ જોવી પડવાની હતી. હવામાન સુંદર હતું. શિયાળો આવી રહ્યો હોવા છતાં સૂર્ય ચમકી રહ્યો હતો અને તેના ઉજ્જવળ પ્રકાશ હેઠળ પૃથ્વી હતી જેના ત્રણ નાગરિકો થોડાજ સમયમાં તેને છોડીને એક નવી દુનિયામાં જવાના હતા. ...વધુ વાંચો

27

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 27

જ્યારે એ પિરામીડ જેવી અગ્નિ હવામાં ઘણી ઉંચાઈએ પહોંચી ગઈ ત્યારે તેની જ્વાળાએ સમગ્ર ફ્લોરિડામાં અજવાળું પાથરી દીધું હતું એક સમય તો એવો આવ્યો જ્યારે મોટાભાગના વિસ્તારમાં દિવસે રાત્રીનું સ્થાન લઇ લીધું હોય એવું લાગી રહ્યું હતું. આ છત્રી જેવી જ્વાળા દરિયામાં સો માઈલ દૂરથી દેખાઈ શકતી હતી અને એકથી વધુ જહાજના કેપ્ટને આ રાક્ષસી ઉલ્કાની નોંધણી પોતાની લોગબુકમાં કરી હતી. ...વધુ વાંચો

28

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 28

એ જ રાત્રીએ જે આશ્ચર્યજનક સમાચારની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રાષ્ટ્રમાં એક જેમ ફૂટ્યા અને ત્યારબાદ તે મહાસાગર પસાર કરીને સમગ્ર વિશ્વની ટેલિગ્રાફ ઓફિસોમાં પહોંચી ગયા. તોપનો ગોળો મળી ગયો હતો, જેના માટે લોંગ’ઝ પીકના રાક્ષસી રીફલેકટરનો આભાર માનવો જોઈએ! આ રહી એ ચિઠ્ઠી જે કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના ડિરેક્ટરને મળી હતી. તેમાં ગન ક્લબ દ્વારા કરવામાં આવેલા આ મહાન સંશોધનનું વૈજ્ઞાનિક પરિણામ જણાવવામાં આવ્યું છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો