mazaak book and story is written by solly fitter in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mazaak is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મજાક - નવલકથા
solly fitter
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
“જો તારી બહેનપણી તને જીભ બતાવી રહી છે.” વિપુલે કબાટની બાજુની દીવાલ પર ચીપકેલી ગરોળી તરફ સંધ્યાનું ધ્યાન દોર્યું. દિવાળીની સફાઈ કરી રહેલી સંધ્યા એક જ ઠેકડે સ્ટૂલ પરથી નીચે ઉતરી ગઈ. “એને દૂર નથી કરાતી તમારાથી? વિપુલ.. તમે દરેક સમયે આ રીતે મજાક ન કર્યા કરો.. કોઈ દિવસ આ રીતે જ તમે મારો જીવ લઈ લેશો!” વિપુલના આશ્લેષમાં ભીંસાઈ પોતાને સુરક્ષિત મેહસૂસ કરતી સંધ્યાએ ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો. “અરે ના ડાર્લિંગ, સો સોરી.. ઈટ વોઝ ડોન્ટ જસ્ટ અ મજા.. ક! જો મેં તને ચેતવી ન હોત તો
“જો તારી બહેનપણી તને જીભ બતાવી રહી છે.” વિપુલે કબાટની બાજુની દીવાલ પર ચીપકેલી ગરોળી તરફ સંધ્યાનું ધ્યાન દોર્યું. દિવાળીની સફાઈ કરી રહેલી સંધ્યા એક જ ઠેકડે સ્ટૂલ પરથી નીચે ઉતરી ગઈ. “એને દૂર ...વધુ વાંચોકરાતી તમારાથી? વિપુલ.. તમે દરેક સમયે આ રીતે મજાક ન કર્યા કરો.. કોઈ દિવસ આ રીતે જ તમે મારો જીવ લઈ લેશો!” વિપુલના આશ્લેષમાં ભીંસાઈ પોતાને સુરક્ષિત મેહસૂસ કરતી સંધ્યાએ ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો. “અરે ના ડાર્લિંગ, સો સોરી.. ઈટ વોઝ ડોન્ટ જસ્ટ અ મજા.. ક! જો મેં તને ચેતવી ન હોત તો
“નહીં…! પ્લીઝ લીવ મી.. પ્લીઝ…. મને.. ના… ના..” પ્રથમ ચીસ સાંભળી દૂર થઈ ગયેલ વિપુલ સંધ્યાનાં મુખથી અસ્પષ્ટ ઉચ્ચારો સાંભળી આશ્ચર્યના દરિયામાં ડૂબી ગયો. સંધ્યાનો અવાજ ઘોર તંદ્રામાં, જાણે ઉંડી ખાઈથી આવતો હોય એવું એને લાગ્યું. તદ્દન અજાણપણે એનો ...વધુ વાંચોહાથ સંધ્યાનાં હાથમાં આવી ગયો હતો, જેને એ ધીમેથી દૂર હડસેલી રહી હતી.“સંધ્યા.. સંધ્યા..! શું થયું?” આશ્ચર્યના દરિયામાં ડૂબકી મારતા વિપુલે એને ખભેથી પકડી હલાવી.“ઓહ.. તમે આવી ગયા? ક્યારે આવ્યા? જમ્યા કે નહીં?” ઉંઘરેટા સ્વરે પ્રશ્નાવલિ ફૂટી.“હા.. હું જમીને આવ્યો.. પણ આ બધું શું હતું? તું અચાનક ગભરાઈ કેમ ગઈ?”“હું ગભરાઈ ગઈ? કદાચ કોઈ સ્વપ્ન આવ્યું
~મજાક “બધા કારીગર વેકેશન પર ઉપડી ગયા છે. ફક્ત એક મુન્નો છે, એની દાદીનું પણ કંઈ ઠેકાણું નથી! જો આજે ફારુખ શેઠનું કામ પૂર્ણ થઈ જશે તો આપણે કાલે ઊટી માટે ઉપડી જઈશું.” ...વધુ વાંચોસંધ્યાને સરપ્રાઈઝ તો ન આપી શક્યો, પરંતુ હવે એણે ખુલાસા કરવાનો વારો આવ્યો હતો. દિવાળી પૂર્વેનું પંચાણુ ટકા કાર્ય પતી ગયું હતું, બાકી પાંચ ટકામાં ફારુખ શેઠના ચાર સોફાસેટમાંથી બેની ગાદી અને રેક્ઝીનનું કાપડ અંતિમ સમયે ઘટી પડ્યું હતું. એનો જુગાડ પણ વેપારીએ આજે ત્રીજે દિવસે માંડ કર્યો હતો. “ઓ.કે. ડોન્ટ વરી.. હું પણ જરા