Premni Anokhi Dastaan book and story is written by HINA DASA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Anokhi Dastaan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની અનોખી દાસ્તાન.. - નવલકથા
HINA DASA
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સારંગી પર હાથ થિરકતા હોય એમ અર્ણવની આંગળીઓ થિરકવા લાગી. બંધ આંખો ને મ્લાન ચહેરો. ચહેરા પર એક અજબ પ્રકારનો જાદુ, સૌને આકર્ષી જતો હતો. સામે બેઠેલા પ્રેક્ષકો અનિમેષ નજરે અર્ણવમાં ખોવાઈ ગયા હતા. પણ આ આકર્ષણનું કારણ એ ભાવુક ચહેરો ન હતો, પણ અર્ણવના ગળે બેઠેલી સરસ્વતી હતી. સાક્ષાત મા શારદા એના કંઠે મોરપીંછ ફેરવી રહી હોય એવો મધુર અવાજ નીકળતો હતો એના કંઠમાંથી. પ્રેક્ષકો પર મોહિની ફરી વળી હોય તેમ નીરવ શાંતિ હતી હૉલમાં, બધા જાણે અર્ણવ દ્વારા ગવાતા ગીતને માણતા ન હતા પરંતુ જીવતા હતા. "જ્યાં જ્યાં નજર મારી ઠરે સુરખી ભરી છે આપની...." કવિ કલાપીની આ
સારંગી પર હાથ થિરકતા હોય એમ અર્ણવની આંગળીઓ થિરકવા લાગી. બંધ આંખો ને મ્લાન ચહેરો. ચહેરા પર એક અજબ પ્રકારનો જાદુ, સૌને આકર્ષી જતો હતો. સામે બેઠેલા પ્રેક્ષકો અનિમેષ નજરે અર્ણવમાં ખોવાઈ ગયા હતા. પણ આ આકર્ષણનું કારણ એ ...વધુ વાંચોચહેરો ન હતો, પણ અર્ણવના ગળે બેઠેલી સરસ્વતી હતી. સાક્ષાત મા શારદા એના કંઠે મોરપીંછ ફેરવી રહી હોય એવો મધુર અવાજ નીકળતો હતો એના કંઠમાંથી. પ્રેક્ષકો પર મોહિની ફરી વળી હોય તેમ નીરવ શાંતિ હતી હૉલમાં, બધા જાણે અર્ણવ દ્વારા ગવાતા ગીતને માણતા ન હતા પરંતુ જીવતા હતા. "જ્યાં જ્યાં નજર મારી ઠરે સુરખી ભરી છે આપની...." કવિ કલાપીની આ
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવનો કોઈ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર થાય છે ને એક અનેરો અહેસાસ ઉભરાય છે હવે આગળ...) અર્ણવને હવે પત્રનો રોજ ઇન્તજાર રહેવા લાગ્યો. આમ તો એનું જીવન બીબાઢાળ રીતે વહેતુ હતું, પણ આ એક ...વધુ વાંચોએને કઈક બદલાવી નાખ્યો હતો. એ કોઈ સાથે હળતો ભળતો નહિ, કામ પૂરતું જ બોલતો, ન કોઈ સાથે જવું ના બહુ મિત્રો, હતા એ પણ અર્ણવને સમજાવી સમજાવી થાકતા કે તું ઉંમર પહેલા વૃદ્ધ થઈ જઈશ, કઈક જિંદગીને માણતા શીખ. બહુ નાની ઉંમરમાં બહુ ઓછા લોકો ને તારી જેમ સફળતા મળે છે, તું એ સફળતા ને માણતો પણ નથી. અર્ણવ
( આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ભાગી છૂટે છે, એની ધારણા મુજબ એને વાસ્તવિક જોવા ન મળી હવે આગળ...) કસબાની બહાર જઈ અર્ણવ બેસી ગયો. કઈ કેટલુંય વિચાર્યું. એક આંતરવિગ્રહ ચાલ્યો. દિલ કહેતું હતું કે તને પ્રેમ ગિરિકાના ...વધુ વાંચોસાથે થયો હતો કે એના રૂપ સાથે, અને દિમાગ કહેતું હતું કે ગિરિકાને મેં જેવી ધારી હતી એવી એ નથી. કલાક સુધી અર્ણવ એમનમ બેસી રહ્યો. પછી થયું કે અહીં સુધી આવ્યો છે તો ચાલને મળતો જાઉં આ એક માત્ર સ્ત્રી હતી જેના શબ્દે શબ્દે હું જીવ્યો હતો. ઉંમર કે રૂપ સાથે મારે કોઈ સંબંધ ન હોવો જોઈએ. ને આ
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એને ગામ જાય છે, હવે શું થાય છે તે જોઈએ..) ગિરિકા અર્ણવને પાસેના જ એક સ્થળે લઈ ગઈ. કુદરતના ખોળે એકાંતના સાનિધ્યમાં. હવે અર્ણવને સમજાયું કે ગિરિકા એટલે ખરેખર પર્વતો વચ્ચે ...વધુ વાંચોછોકરી જ. કુદરતના ખોળે ગિરિકા સોળે કળાએ ખીલી ઉઠી. ને અર્ણવ તો બસ એને નિરખતો જ હતો. એની વાતો, એના હાવભાવ સાંભળતો જ હતો. ગિરિકા કહે, " અર્ણવ, તે તારા જીવન વિશે મને બધું કહ્યું ને મેં પણ તને બધું જણાવ્યું. પણ હું તારા જીવનમાં ક્યાંય બંધબેસતી નથી. આપણો સાથ શક્ય નહિ બને, તું જે અહેસાસ સાથે અહીં આવ્યો હું
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એની પાસે જાય છે, એ પરત પાછો ફર્યા પછી શું થાય છે એ જોઈએ..) અર્ણવ ફરી પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. પણ હવે એની પાસે જીવવા માટે એક કારણ હતું એની ...વધુ વાંચોગિરિકા. સુક્કા રણમાં મીઠી વીરડી સમી ગિરુ. નિયમિત પત્રોની આપ લે થતી. ને ગિરિકાના પત્રો જ અર્ણવને નવું જોમ પૂરું પાડતા હતા. અર્ણવ નવરો પડે એટલે એ પત્રો વાંચીને જ સમય પસાર કરતો. એ ગિરિકા ને સંગીતથી પણ વધુ ચાહવા લાગ્યો. ક્યારેક તો એવું થતું કે ગિરિકાના વિચારોમાં રિયાઝમાં પણ ભૂલો કરતો. ગિરિકાને આ વાત કહે એટલે સામે ઠપકાભર્યો પત્ર