Andhari Aalam book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Andhari Aalam is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંધારી આલમ - નવલકથા
Kanu Bhagdev
દ્વારા
ગુજરાતી રોમાંચક
આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને પરગજુ દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને નિખાલસ વર્તન રાતે કઠોરતા તથા ક્રૂરતામાં બદલાઈ જતું હતું. દેખાવ ખાતર એકસ્પોર્ટ—ઈમ્પોર્ટનું કામકાજ કરતા આ રતનલાલનું અસલી કામ રાતના અંધારામાં જ શરૂ થતું હતું.
Kanu Bhagdev ૧: દેવરાજ કચ્છી આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને પરગજુ દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે ...વધુ વાંચોદિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને
૨. : રિપોર્ટરની રઝળપાટ મુંબઈથી પ્રગટ થતા ભારત સમાચાર દૈનિકનો રિપોર્ટર કમલ જોશી ખૂબ જ ઉત્સાહી અને નિડર પત્રકાર હતો. વિશાળગઢ શહેરમાં અનેક જાતની અપરાધી પ્રવૃત્તિઓ ફૂલી-ફાલી હતી. રતનલાલ, નાગરાજન અને દેવરાજ કચ્છી જેવા સફેદપોશ બદમાશોએ મબલખ નાણાં મેળવવા ...વધુ વાંચોશહેરમાં ઠેકઠેકાણે પોતાના માણસો મારફત ગુનાહિત અડ્ડાઓ શરૂ કરાવ્યા હતા. શહેરમાં છડે- ચોક સ્ત્રીઓની આબરૂ લૂંટાતી હતી. વીસીના હવાલામાં મળેલી રકમ વસુલ કરવા માટે આધુનિક બહારવટીયાઓ કાળા કેર વર્તાવતા હતા. ગાંધીજીના દેશમાં ઘી-દૂધની નદીઓને બદલે લઠ્ઠા અને “ધોડા”ની રેલમછેલ હતી. ભારત સમાચાર માટે આંખેદેખ્યો અહેવાલ લેવા માટે કમલ જોશીએ પહેલી જ વાર વિશાળગઢમાં પગ મૂક્યો હતો. આ શહેરથી તે અજાણ્યો
૩. : સાહસિક ગુપ્તચર હજુ તો રાતના દસ જ વાગ્યા હતા છતાંય વિશાળ- ગઢના રાજમાર્ગો એકદમ સુમસામ દેખાતા હતા. સડકો ખાલીખમ હતી અને આ ઉજ્જડતાનું કારણ હતું ભયાનક ઠંડી ! આકાશમાંથી જાણે કે હીમ વરસતું હતું. લેડી વિલાસરાય રોડ ...વધુ વાંચોએક અદ્યતન બાવીસ માળની ઈમારત ઘેરા અંધકાર અને ખામોશીમાં ડૂબી ગઈ હતી. ઠરીને ઠીકરૂ થઈ જવાય એવી ભીષણ અને હાડોહાડ થીજાવી મૂકતી, ગાત્રોને ઠંડાગાર બનાવી મૂકનારી ઠંડીની જાણે કોઈ જ અસર ન થતી હોય એમ કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો એક માનવી લેડી વિલાસરાય રોડની ફૂટપાથ પર બેહદ સાવચેતીથી, લગીરે અવાજ કર્યા વગર પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતો હતો. 'દિકરા
૪ : નાસભાગ રાતની નિરવતામાં વિશાળગઢ સ્થિત આલિશાન રાજમાર્ગ લેડી વિલાસરાય રોડ પર સી. આઈ. ડી. વિભાગનો જવાંમર્દ જાસૂસ - રાજેશ એટલે કે બળદેવ પોતાની પાછળ પડેલી નાગરાજનના ગુંડાઓની ફોજથી બચવા માટે હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને ખૂબ ...વધુ વાંચોદોડતો હતો. એણે પહેરેલો વજનદાર ભારે-ભરખમ ગરમ ઓવરકોટ દોડવામાં અંતરાયરૂપ થતો હતો. સૂની સડક દોડવાના અવાજથી ગુંજતી હતી. દોડતા દોડતા જ એણે ઓવરકોટના ગજવામાંથી કેમેરા સહિત બધી વસ્તુઓ બહાર કાઢીને પેન્ટના ખિસ્સામાં ભરી દીધી હતી. નાગરાજનના માણસો એનાથી બસો-એક વાર દૂરના અંતરે એની પાછળ દોડતા હતા. એ બધાના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો હતી. 'ધડામ ધડામ્...' અચાનક જ એક બદમાશની
૫ : બેતાજ બાદશાહ નાગરાજન જંગલનો હિંસક દીપડો અચાનક જ પાંજરે પૂરાઈ જાય અને પછી ક્રોધના આવેશમાં, પાંજરામાં આમથી તેમ આંટા મારે એમ નાગરાજન શહેરની એક આલિશાન ગગનચુંબી અને ખૂબસૂરત ઈમારતના સૌથી ઉપરના માળ પર આવેલી એક સુંદર અને ...વધુ વાંચોઑફિસરૂમમાં ફર્શ પર બિછાવેલા કીમતી ગાલીચાને ખૂંદતો આંટા મારતો હતો. ઝનૂને ચડેલા ગેંડાની જેમ એના ફૂલી ગયેલા નાકમાંથી છીકોટા નીકળતા હતા. પારાવાર રોષ, બેચેની અને વ્યગ્રતાને કારણે એને ચહેરો કમાનની જેમ ખેંચાઈને વિકૃત થઈ ગયેલો દેખાતો હતો. એની પીળી કોઠી જેવી આંખોમાંથી, સામે ઊભેલા હર કોઈને બાળી નાખવા હોય એવા રોષના તણખા ઝરતા હતા. એક હોલ જેવી વિશાળ જગ્યા ધરાવતી