Ek Anokhi Saahas Yatra book and story is written by Dipesh Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Anokhi Saahas Yatra is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અનોખી સાહસ યાત્રા - નવલકથા
Dipesh Dave
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ નવું નવું જાણવાનો એને બહુ જ શોખ. નિશાળમાંથી લેશન આપે તો તો એના મોતિયા જ મરી જાય. મમ્મી લેશન કરવાનું કહે ત્યારે તો એનું મોઢું રડું રડું થાય. મમ્મીને એનું આવું મો જોઇને દયા આવી જાય. મમ્મી વિચારે આ ભોલુ જો ભણશે નહી તો એનું શું થશે? પણ મમ્મીને એ ખબર નહોતી કે એને ખાલી લખવું જ નથી ગમતું બાકી એ હતો તો એકદમ હોશિયાર. નિશાળમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય ત્યારે એનું ધ્યાન એકચિત્તે ભણવામાં જ હોય. બીજા બાળકોને તો કડાચ કંટાળો આવે પણ ભોલુને નહિ. એટલે જ એને તરત જ બધું આવડી જાય. જો ન સમજાય તો શિક્ષકોને પૂછી પૂછીને તેમનું માથું પકવી નાખે. શિક્ષકો પણ ખુશ થાય કે આવો છોકરો જરુર આપણું નામ ઉચુ કરશે.
એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ નવું નવું જાણવાનો એને બહુ જ શોખ. નિશાળમાંથી લેશન આપે તો તો એના મોતિયા જ મરી જાય. મમ્મી લેશન કરવાનું ...વધુ વાંચોત્યારે તો એનું મોઢું રડું રડું થાય. મમ્મીને એનું આવું મો જોઇને દયા આવી જાય. મમ્મી વિચારે આ ભોલુ જો ભણશે નહી તો એનું શું થશે? પણ મમ્મીને એ ખબર નહોતી કે એને ખાલી લખવું જ નથી ગમતું બાકી એ હતો તો એકદમ હોશિયાર. નિશાળમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય ત્યારે એનું ધ્યાન એકચિત્તે ભણવામાં જ હોય. બીજા બાળકોને તો
આજે ભોલુને સ્કુલમાં રજા હતી. સવાર સવારમાં તૈયાર થઈને બહાર ફરવા નીકળવાનો પ્રોગ્રામ નક્કી કરીને રાખ્યો હતો. આજે એને એકલા જ ફરવાની ઇછ્હાં હતી અને કઈક નવુ જાણવાની જિજ્ઞાસા હતી. સવારમાં તૈયાર થઈને મમ્મીને કહે, “મા હું બહાર રામવા ...વધુ વાંચોછું.” આટલું કહીને ભાઈ તો નીકળી પડ્યા. ભોલુંનું ગામની જંગલના છેવાડે હતું. ગામથી થોડે દૂર જંગલ તરફ જાવ તો ઘટાદાર જંગલ શરુ થતું હતું જ્યાં વિવિધ જાતના પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ હતો. રખડતા રખડતા ભોલુ તો જંગલ તરફ આગળ વધવા લાગ્યો. આમ તો એ મિત્રો સાથે ઘણી વાર જંગલમાં ફરવા જતો પણ થોડે દૂર સુધી જ જતો. પણ આજે તો
અત્યાર સુધીમાં આપણે જોયું કે ભોલુ જંગલમાં વડાના ઝાડ નીચે ઉઠ્યો ત્યારે રાત થવા આવી હતી અને એ ઘરે જવા લાગ્યો ત્યાં એ ભૂલો પડી ગયો અને એક નાનો હાથી એને પોતાની પીઠ ઉપર બેસાડીને એક અજાણી જગ્યાએ લઇ ...વધુ વાંચોજ્યાંથી એક ડોલ્ફિન એને સરોવરની અંદર લઇ ગઈ અને ત્યાં એક મહેલના દરવાજા આગળ આવીને ઉભી રહી. દરવાજો એની મેળાયે ખુલી ગયો અને બંને અંદર દાખલ થયા. હવે આગળ જોઈએ.ડોલ્ફિન અને ભોલુ બંને મહેલમાં દાખલ થયા એટલે તરત જ દરવાજો બંધ થઈ ગયો અને ડોલ્ફિન પોતાનું રૂપ બદલીને એક નાનકડી કાર બની ગઈ અને એનો રેડીઓ એની મેળાએ જ વાગવા
હજુ તો રાતના બાર વાગ્યા પણ નહોતા ત્યાં એની ઊંઘ ઉડી ગઈ. ભોલુએ ઘડિયાળમાં જોયું તો હજુ બાર વાગવામાં ૧૫ મીનીટની વાર હતી. એ ફટાફટ ઉભો થયો અને પલંગમાંથી નીચે ઉતાર્યો કે તરત જ એને બહારથી મોટા મોટા અવાજ ...વધુ વાંચોલાગ્યા. એ અવાજો ઘણા બધા લોકો બોલતા હોય તેવો હતો. જાણે કોઈનો જયઘોષ બોલાતો હોય તેવું લાગતું હતું. ભોલુ તો તરત જ બહાર નીકળ્યો અને એણે જે જોયું તે જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. એણે જોયું કે જે સભાખંડમાં બધી જ બેઠક ઉપર કોઈ ને કોઈ મૂર્તિ હતી તે બધી જ અત્યારે જાણે એમનામાં જીવ આવી ગયો હોય તેમ હાલતી
ભોલુ માં બે શક્તિઓના આવવાથી તેનું મન પ્રફુલ્લિત હતું. રાજકુમારી સાથે વાત કર્યા બાદ ભોલુ એ તરત જ પૂતાની શક્તિઓનો ઉપયોગ કરીને પોતાના ગામનું આહ્વાહન કર્યું કે તરત જ તે પોતાના ગામના દરવાજા પાસે પહોચી ગયો. તેને તરત જ ...વધુ વાંચોબીજી શક્તિનો ઉપયોગ કરીને પોતાને અદ્રશ્ય બનાવી દીધો જેથી તેને કોઈ જોઈ ન શકે. એ તરત પોતાના ઘર તરફ જવા લાગ્યો. અત્યારે રાતના એકાદ વાગવા આવ્યો હતો છતાં આખું ગામ જાને જાગતું હોય એવું લાગતું હતું અને બધા જાને કોઈને શોધતા હોય તેવું લાગતું હતું.ભોલુંને ચિંતા થવા લાગી કે નક્કી આ બધા લોકો મને જ શોધે છે. તેને પોતાના ઘરે