Anokhi Pretkatha book and story is written by મૃગતૃષ્ણા mrigtrushna" in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anokhi Pretkatha is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનોખી પ્રેતકથા - નવલકથા
મૃગતૃષ્ણા mrigtrushna"
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે.
_______________________
રૂપરેખા:
આ વખતે એક અલગ જ કથાવસ્તુ માનસપટ પર ઉભર્યુ. હોર્મેડી (હોરર કૉમેડી) લખવાની ઈચ્છા થઈ.
"અનોખી પ્રેતકથા" - કેવું લાગ્યું શીર્ષક?
શું કહ્યું? પ્રેમકથા?
ના ના તમે બરાબર વાંચ્યું છે - પ્રેતકથા.
આમ તો શીર્ષક પરથી તો ખ્યાલ આવી જ ગયો હશે કથાનકનો, તો નાહકની પાત્રોની ચર્ચા કરી વધુ સમય શું કામ બગાડવો!
કહેવાય છે કે ઈચ્છાઓ પૂરી કરી લેવી સારી. ન પૂરી થાય તો પ્રેતેચ્છા એટલે કે ઈચ્છાઓ પ્રેત બની જાય છે એટલે લખવાની ઇચ્છા થઇ તો પૂરી કરી લેવી જ સારી એમ વિચારી શરુઆત તો કરી છે પછી તો મૂડ.....!!!
તો શરું કરીએ!!!
અસ્વીકરણ: આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. _______________________ રૂપરેખા: આ વખતે એક અલગ જ કથાવસ્તુ માનસપટ પર ઉભર્યુ. હોર્મેડી (હોરર કૉમેડી) લખવાની ઈચ્છા ...વધુ વાંચો"અનોખી પ્રેતકથા" - કેવું લાગ્યું શીર્ષક? શું કહ્યું? પ્રેમકથા? ના ના તમે બરાબર વાંચ્યું છે - પ્રેતકથા. આમ તો શીર્ષક પરથી તો ખ્યાલ આવી જ ગયો હશે કથાનકનો, તો નાહકની પાત્રોની ચર્ચા કરી વધુ સમય શું કામ બગાડવો! કહેવાય છે કે ઈચ્છાઓ પૂરી કરી લેવી સારી. ન પૂરી થાય તો પ્
મેં દરવાજાથી પ્રવેશ કર્યો પણ અંદરનું દ્રશ્ય જોઈ મારાથી ચીસ પડાઈ ગઈ. હું બેહોશ ન થયો એ જ આશ્ચર્ય હતું. મારી સામે જ એક યમદૂત જેવો દેખાતો વ્યક્તિ બીજાં વ્યક્તિને ભઠ્ઠીમાં બાળી રહ્યો હતો, એનાં અંગો કાગળની જેમ બળી ...વધુ વાંચોહતાં અને એ ભયાનક ચીસો પાડી રહ્યો હતો. "બસ. થોભો." મારી પાસે ઉભેલી યુવતી બોલી અને યમદૂત જેવો વ્યક્તિ થોભ્યો. એણે બળતાં વ્યક્તિને પણ એની બાજુમાં ઉભો કર્યો. એ હજું પણ બળતરાની કણસતો હતો. "શું કર્યું આણે?" યુવતીએ પૂછ્યું. "નમસ્કાર દેવી. આણે ફોર્મમાં ખોટી વિગતો ભરી." યમદૂત જેવો વ્યક્તિ બોલ્યો. "એને કહો સાચી વિગતો ભરે. અહીં અસત્ય નહીં ચાલે." એમ
એનો રતાશ પકડતો સુંદર ચહેરો ખૂંખાર થાય એ પહેલાં મેં નમતું જોખતા વાત બદલતાં કહ્યું, "ઓકે... ઓકે...પણ તમે એ ન જણાવ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ડૉક્ટર છું?" "અમને જે જીવને પ્રેત દ્વારેથી લાવવાનો આદેશ મળે ...વધુ વાંચોએની બેસિક જાણકારી ટેલિપથીથી મોકલી અપાય છે. થયું સમાધાન?" હવે એણે ખરેખર કંટાળી જવાબ આપ્યો. મેં હકારમાં માથું હલાવ્યું. કાળાં અંધારે થોડાં ચમકતાં રસ્તા પર ચાલતાં ચાલતાં અમે એક કલાત્મક કૅબીન પાસે પહોંચ્યા. એણે મારું ફોર્મ કૅબિનની મધ્યમાં આવેલી એક તિરાડમાં સરકાવ્યું. "આપણે બેસીએ ક્યાંક?" મેં પૂછયું. "આ શું પાર્ક દેખાય છે? દેખાતું નથી કેટલી લાંબી લાઈન છે?" એણે મારી
સફેદ દરવાજામાંથી અંદર ખેંચાયો તો અનુમાન તો એવું જ હતું કે સફેદ દાઢી-મૂછધારી બાબા હાથમાં લાકડી લઈ રાહ જોતાં ઊભાં હશે પણ બન્યું વિપરીત. ત્યાં તો એક સફેદ જીન્સ, ટી-શર્ટ અને મલમલની ટોપી ધારી બાવા રાહ જોતાં હતાં. મને ...વધુ વાંચોજોઈ બોલ્યાં, "એ ગઢેરા આંય આવને. તાં ઉભો ઉભો હું મારું મોં જોઇ રિયો છ?" 'પારસી બાવા પ્રેતલોકમાં' હું તો ખૂબ આશ્ચર્ય પામ્યો. એમની વાત ન માનતાં એમને થોડોક ગુસ્સો આવ્યો. "અલા ગઢેરા ટને કવ છ. બેરો છ કે હું? વાટ જ ની હાંભરટો. આંય મને ડિસ્કોમાં જવાનું લૅટ થાય છ ને આ નંગને કાંઈ ભાન જ ની મલે. ટુ
જોરથી ચીસ પાડી પગ પાસે જોયું તો એક બિલાડી મારી જેમ જ ટ્રેનિંગ સેન્ટરમાં ફેંકાઈ હતી. એ કાળી બિલાડીની લીલી આંખો જોઈને પહેલાં તો ખૂબ જ ડર લાગ્યો પણ યાદ આવ્યું કે હું ક્યાં જીવું છું કે મરવાનો ડર! ...વધુ વાંચોમેં એને જોઈ તો એ પણ મને જ જોતી હતી. એને અહીં જોઈને મને હસવું આવી ગયું, લે અહી તો બિલાડી જેવા જાનવર પણ પ્રેત બનીને આવે છે. જાણે મારા વિચારો વાંચતી હોય એમ એ બોલી, "કેમ અહિયાં પણ માણસોનો ઈજારો છે!" હું આશ્ચર્યથી એને જોઈ રહ્યો. અચાનક જ મને યાદ આવ્યું કે આ તો એ જ બિલાડી છે જેને