Kaalchakra book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaalchakra is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાલચક્ર. - નવલકથા
H N Golibar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો.
મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો.
તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના મોઢા પર માણસનું મોહરું લગાડતાં, ને પાછા માથે મોટી કાળી કેપ પહેરાવતા. અને વળી એને કોઈ માણસના ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતો લાંબો-કાળો ઝભ્ભો-ડગલો પહેરાવતા. આવો આ ભયાનક ચાડિયો જોઈને ભોળાં પંખીડાંઓ તો તેમના ખેતરથી દૂર જ રહેતા, પણ રાતના જો કોઈ અજાણ્યું એને જુએ તો ભૂત માનીને ભડકીને ભાગી જ જાય !
( પ્રકરણ : એક ) આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો. મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ...વધુ વાંચોપાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો. તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના
( પ્રકરણ : બે ) ઓમકારના ઘઉંના જે ખેતરમાંથી ચાડિયો ઓમકારના દીકરા નંદુને ઊડાવીને લઈ ગયો હતો, એ ખેતરથી થોડેક દૂરથી એક બસ પસાર થઈ રહી હતી. બસમાં મુંબઈની ‘વિલ્સન કૉલેજ’ના પંદર વિદ્યાર્થીઓ હસતા-ગાતા મુંબઈ તરફ આગળ વધી રહ્યા ...વધુ વાંચોતેઆ પોતાના આલ્બર્ટ સર અને બેલા ટીચર સાથે ખંડાલામાં પિકનિક મનાવીને મુંબઈ તરફ પાછા ફરી રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં દસ યુવાનો અને પાંચ યુવતીઓ હતી. બે યુવતીઓ નવ યુવાનો સાથે ગાતી-ધીંગામસ્તી કરી રહી હતી, જ્યારે એક યુવાન રોમિત પાછલી સીટ પર ચુપચાપ બેઠો હતો. એનાથી ચાર સીટ આગળ ત્રણ યુવતીઓ લવલીન, શિલ્પા અને નેહા બેઠી હતી. ‘આ છોકરાઓ કયાર સુધી ભેંસાસુરમાં
( પ્રકરણ : ત્રણ ) યશને પોતાની પીઠ પાછળથી ફડ-ફડ-ફડનો અવાજ સંભળાયો, એ સાથે જ તેના મોઢેથી ચીસ નીકળી ગઈ અને તેણે પાછળ વળીને જોયું, તો ફડ-ફડ-ફડની પાંખોના અવાજ સાથે અને ક્રાં-ક્રાં-ક્રાં...ની બૂમાબૂમ સાથે કાગડાંનું ટોળું હવામાં ઊડયું. યશ ...વધુ વાંચોઅધ્ધર કરીને આકાશમાં ઊડી જઈ રહેલા કાગડાંના ટોળાંને જોઈ રહ્યો, ત્યાં જ ઈમરાન, અખિલ અને કરણ તેની નજીક આવી પહોંચ્યા. ‘...તેં ચીસ કેમ પાડી ?’ કરણે પૂછયું, તો ઈમરાન હસીને બોલ્યો : ‘...કાગડાંના ટોળાથી ડરી ગયો ને, યશ ?’ યશે આકાશ પરથી નજર પાછી વાળીને ઈમરાન તરફ જોયું પણ કંઈ જવાબ આપ્યો નહિ. ત્યાં જ બસ પાસેથી આલ્બર્ટ સરનો અવાજ
( પ્રકરણ : ચાર ) અજવાળું કરવા માટે સડક પર દરિયાઈ ફટાકડાં સળગાવી રહેલા આલ્બર્ટ સર અચાનક એક ચીસ સાથે ગૂમ થઈ ગયા અને ચોથી પળે જ તેઓ જે ફટાકડો સળગાવી રહ્યા હતા, એ ફટાકડો આકાશમાંથી સડક પર આવીને ...વધુ વાંચોએટલે બેલા ટીચર, ડ્રાઈવર રહેમાન, તેમ જ ઈરફાન, રોમિત, લવલી વગેરે વિદ્યાર્થીઓ ખાલી સડક તરફ તાકી રહ્યા. ‘સર !’ ડ્રાઈવર રહેમાને અત્યારે સડક તરફ એક પગલું આગળ વધતાં બૂમ પાડી. ‘હમણાં અંધારામાંથી કયાંકથી આલ્બર્ટ સર બહાર નીકળશે,’ એવી આશા સાથે બધાં જોઈ રહ્યા, પણ આલ્બર્ટ સર દેખાયા નહિ. ‘સર કયાં ગયા ? !’ નેહાએ પૂછયું. ‘હજુ હમણાં તો અહીં જ
( પ્રકરણ : પાંચ ) બસના બધાં વિદ્યાર્થીઓ, દસ યુવાન અને પાંચ યુવતીઓ બસના વિન્ડ શીલ્ડ આગળના કાચ તરફ ફાટેલી આંખે જોઈ રહ્યાં હતાં. કાચની બહાર, બે મોટી-મોટી-રાક્ષસી આંખો દેખાઈ રહી હતી. એ આંખો લીલા રંગની હતી અને એમાંની ...વધુ વાંચોલાલઘૂમ-જાણે એમાં લાવા ભભૂકતો હોય એમ તગતગતી હતી. ‘કોઈ માણસની આંખો કરતાં બે-ત્રણ ગણી મોટી એ ભયાનક આંખો કોની હતી ?’ એ વિશે બધાં કંઈ સમજે-કરે ત્યાં જ એ આંખો ગૂમ થઈ ગઈ. ધબ્ ! બીજી જ પળે બસની પાછળની બાજુથી અવાજ સંભળાયો, એટલે બધાંએ ચીસ સાથે આગળની તરફ ભેગા થઈ જતાં પાછળના કાચ તરફ જોયું. હવે પાછળના એ કાચની